ઓગસ્ટ ૨૪: તારીખ

૨૪ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૭૯ – માઉન્ટ વિસુવિયસ જવાળામુખી ફાટ્યો. 'પોમ્પી' (Pompeii), 'હર્ક્યુલનિયમ' (Herculaneum), અને 'સ્ટેબી' (Stabiae) નગરો જવાળામુખીની રાખમાં દટાઇ ગયા.
  • ૧૪૫૬ – 'ગુટેનબર્ગ બાઇબલ' (પ્રથમ છપાયેલું પુસ્તક)નું મુદ્રણકાર્ય પૂર્ણ થયું.
  • ૧૬૦૮ – પ્રથમ અધિકૃત અંગ્રેજ પ્રતિનિધિ ભારતના સુરત શહેરના કિનારે ઉતર્યો.
  • ૧૬૯૦ – કોલકાતા (કલકત્તા) નો પાયો નંખાયો. (આ દિવસે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જોબ ચાર્નોકે કલકત્તામાં એક ફેક્ટરી સ્થાપી હતી જે અગાઉ શહેરની સ્થાપના તરીકે માનવામાં આવતી હતી પરંતુ ૨૦૦૩માં કલકત્તા હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે શહેરની સ્થાપનાની તારીખ અજ્ઞાત છે.)
  • ૧૮૧૫ – નેધરલેન્ડના આધુનિક બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • ૧૮૭૫ – કેપ્ટન મેથ્યુ વેબ્બ, 'ઇંગ્લિશ ચેનલ' તરીને પાર કરનાર પ્રથમ માનવી બન્યો.
  • ૧૮૯૧ – થોમસ આલ્વા એડિસનને ચલચિત્ર કેમેરા માટેના પેટન્ટ પ્રાપ્ત થયા.
  • ૧૯૦૯ – કામદારોએ પનામા નહેરનું કોંક્રિટ કામ શરૂ કર્યું.
  • ૧૯૩૨ – એમેલિયા એરહાર્ટ યુનાઇટેડ સ્ટેટ્સમાં નોન સ્ટોપ (લોસ એન્જલસથી નેવાર્ક, ન્યૂ જર્સી) ઉડાન ભરનાર પ્રથમ મહિલા બની.
  • ૧૯૫૦ – એડિથ સેમ્પસન સંયુક્ત રાષ્ટ્રમાં પ્રથમ અશ્વેત યુ.એસ. પ્રતિનિધિ બન્યા.
  • ૧૯૬૮ – ફ્રાન્સે તેનો પ્રથમ હાઇડ્રોજન બોંબ વિસ્ફોટ કર્યો, આ સાથે તે વિશ્વનું પાંચમું અણુશક્તિ ધરાવતું રાષ્ટ્ર બન્યું.
  • ૧૯૭૧ - ઇંગ્લેન્ડમાં ભારતનો પ્રથમ ટેસ્ટક્રિકેટ વિજય.
  • ૧૯૯૧ – સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
  • ૧૯૯૧ – મિખાઇલ ગોર્બાચેવે સોવિયેત યુનિયનની સામ્યવાદી પાર્ટીના વડા પદેથી રાજીનામું આપ્યું.
  • ૧૯૯૧ – યુક્રેન સોવિયેત યુનિયનથી સ્વતંત્ર થયું.
  • ૧૯૯૫ – માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ૯૫ પ્રકાશિત કર્યું, જે દ્વારા પ્રથમ વખત 'સ્ટાર્ટ મેનુ'નો પરિચય કરાવ્યો, આ સાથે પર્સનલ કોમ્પ્યુટરનાં જગતમાં ક્રાંતિ આવી.
  • ૧૯૯૮ – યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ રેડિયો-ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) માનવ પ્રત્યારોપણનું પરીક્ષણ કરાયું.
  • ૨૦૦૬ – આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ (IAU) દ્વારા "ગ્રહ"ની વ્યાખ્યા સુધારવામાં આવી, જેથી યમ (પ્લૂટો) લઘુગ્રહની શ્રેણીમાં આવી ગયો.

જન્મ

  • ૧૮૩૩ – નર્મદ, પ્રસિદ્ધ ગુજરાતી કવિ અને સાહિત્યકાર (અ. ૧૮૮૬)
  • ૧૮૮૬ – કાન્તિલાલ પંડ્યા, ગુજરાતી સાહિત્યકાર અને રસાયણશાસ્ત્રી (અ. ૧૯૫૮)
  • ૧૮૮૮ – બાળાસાહેબ ગંગાધર ખેર, ભારતીય રાજકારણી, બોમ્બે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (અ. ૧૯૫૭)
  • ૧૯૦૪ – જાદવજી કેશવજી મોદી, સૌરાષ્ટ્ર રાજ્યની પ્રથમ સરકારમાં વિધાન સભાના અધ્યક્ષ (અ. ૧૯૯૪)
  • ૧૯૦૮ – રાજગુરુ, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
  • ૧૯૦૯ – યશોધર મહેતા, ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર (અ. ૧૯૮૯)
  • ૧૯૧૮ – સિકંદર બખ્ત, (Sikander Bakht) ભારતીય હોકી ખેલાડી અને રાજકારણી, પૂર્વ ભારતીય વિદેશ મંત્રી (અ. ૨૦૦૪)
  • ૧૯૨૯ – યાસર અરાફાત, પેલેસ્ટીયન નેતા (અ. ૨૦૦૪)
  • ૧૯૮૪ – અદિતિ શર્મા, બૉલિવૂડની અભિનેત્રી

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ઓગસ્ટ ૨૪ મહત્વની ઘટનાઓઓગસ્ટ ૨૪ જન્મઓગસ્ટ ૨૪ અવસાનઓગસ્ટ ૨૪ તહેવારો અને ઉજવણીઓઓગસ્ટ ૨૪ બાહ્ય કડીઓઓગસ્ટ ૨૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરગર્ભાવસ્થાગાંધીનગર લોક સભા મતવિસ્તારભાસવેબેક મશિનઅંગ્રેજી ભાષાનેપાળઅવકાશ સંશોધનજિલ્લા પંચાયતઐશ્વર્યા રાયગુજરાત સમાચારબેંકગુપ્ત સામ્રાજ્યવૌઠાનો મેળોસૂર્યમંદિર, મોઢેરાચંદ્રગુપ્ત મૌર્યરાણી સિપ્રીની મસ્જીદજય જય ગરવી ગુજરાતચુનીલાલ મડિયાકેરીઆંખપોલિયોત્રેતાયુગમુસલમાનપર્યાવરણીય શિક્ષણકામદેવહાજીપીરસચિન તેંડુલકરસોપારીવર્ણવ્યવસ્થાનવરોઝદિવ્ય ભાસ્કરગાયકવાડ રાજવંશગંગા નદીરિસાયક્લિંગસિદ્ધરાજ જયસિંહઉત્તરાયણરાવણઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપીડીએફઇતિહાસમાનવ શરીરજળ શુદ્ધિકરણબોટાદસ્વાદુપિંડવૈશ્વિકરણકલમ ૩૭૦મનુભાઈ પંચોળીસાતપુડા પર્વતમાળાજાંબુ (વૃક્ષ)વિક્રમ ઠાકોરભજનમનોવિજ્ઞાનનવસારી જિલ્લોઘર ચકલીપરશુરામપરેશ ધાનાણીભારતનો રાષ્ટ્રધ્વજવલ્લભી વિશ્વવિદ્યાલયદુર્યોધનભવનાથનો મેળોઆવળ (વનસ્પતિ)માર્કેટિંગદ્વારકાધીશ મંદિરગૌતમ અદાણીવ્યાયામપૃથ્વીરાજ ચૌહાણક્રિકેટસિતાંશુ યશશ્ચન્દ્રનિયમવાયુનું પ્રદૂષણઇઝરાયલભારતીય રૂપિયોભારત છોડો આંદોલનબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય🡆 More