એલિઝાબેથ પ્રથમ

એલિઝાબેથ પ્રથમ (૭ સપ્ટેમ્બર ૧૫૩૩-૨૪ માર્ચ ૧૬૦૩) ઇંગ્લેન્ડના રાણી હતા અને ૧૭ નવેમ્બર ૧૫૫૮થી તેમના મૃત્યુ સુધી આયર્લેન્ડના પણ રાણી હતા.

વર્જિન ક્વીન, ગ્લોરિઆના, ઓરિઆના કે ગુડ ક્વીન બેસ તરીકે ઓળખાતા એલિઝાબેથ ટ્યુડર રાજવંશના પાંચમા અને છેલ્લા શાસક હતા. તેઓ હેન્રી આઠમાની દિકરી અને રાજકુમારી હતા, પણ તેમના જન્મના અઢી વર્ષ પછી તેમની માતા એન બોલિનને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી અને એલિઝાબેથને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યાં હતા. તેમના ભાઈ એડવર્ડ ચોથાએ તેમની બહેનોને વારસામાંથી બાકાત કરી દઈ ચોથા લેડી જેન ગ્રેને તાજ સોંપી દીધો હતો. તેમની વસિયતનો અસ્વીકાર કરવામાં આવ્યો કે અભરાઈ પર ચડાવી દેવામાં આવી અને ૧૫૫૮માં એલિઝાબેથ કેથોલિક મેરી પ્રથમના વારસદાર બન્યાં હતાં. તેમના શાસનકાળમાં જ એલિઝાબેથને પ્રોટેસ્ટન્ટ બળવાખોરોને ટેકો આપવાની શંકાના આધારે લગભગ એક વર્ષ કારાવાસની સજા કરવામાં આવી હતી.

એલિઝાબેથ પ્રથમ
એલિઝાબેથ પ્રથમ
ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડની રાણી
શાસન૧૭ નવેમ્બર ૧૫૫૮ – ૨૪ માર્ચ ૧૬૦૩ (44 વર્ષો, 127 દિવસો)
રાજ્યાભિષેક૧૫ જાન્યુઆરી ૧૫૫૯ (ઉંમર ૨૫)
પુરોગામીમેરી પ્રથમ
અનુગામીજેમ્સ પ્રથમ
જન્મ(1533-09-07)7 September 1533
ગ્રેનિચ, ઇંગ્લેન્ડ
મૃત્યુ24 March 1603(1603-03-24) (ઉંમર 69)
રિચમન્ડ, લંડન, ઇંગ્લેન્ડ
અંતિમ સંસ્કાર
વેસ્ટમિન્સ્ટર એબી
રાજવંશટ્યુડર રાજવંશ
પિતાહેન્રી અષ્ટમ
માતાએન બોલિન
સહીએલિઝાબેથ પ્રથમની સહી

એલિઝાબેથએ સારા દરબારીઓ કે સલાહકારો દ્વારા શાસન સ્થાપિત કર્યું, અને તેઓ વિલિયમ સેસિલ, બેરોન બર્લીની આગેવાનીમાં વિશ્વાસુ સલાહકારોના જૂથ પર આધારિત હતા. મહારાણી તરીકે તેમનું પહેલું કદમ ઇંગ્લિશ પ્રોટેસ્ટન્ટ ચર્ચની સ્થાપના કરવાનું હતું, જેના તેઓ સુપ્રીમ ગર્વનર બન્યાં હતાં. આ એલિઝાબેથન ધાર્મિક સમજૂતી તેમના સંપૂર્ણ શાસનકાળ દરમિયાન જળવાઈ રહી હતી અને પાછળથી હાલના ઇંગ્લેન્ડના ચર્ચ સાથે સંકળાયેલી છે. એલિઝાબેથ લગ્ન કરશે તેવી અપેક્ષા હતી, પણ સંસદમાંથી અનેક વિનંતીઓ થવા છતાં અને અનેક લોકોએ પ્રણયયાચના કરી હોવા છતાં તેમણે તેમનો અપરણિત રહેવાનો ઇરાદો બદલ્યો નહીં. તેની પાછળના કારણો વિશે અગાઉ પણ ચર્ચા થતી હતી અને હાલમાં પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. જેમ જેમ તેમની ઉંમર વધતી ગઈ તેમતેમ એલિઝાબેથ તેમનું કૌમાર્ય અખંડ જાળવવા માટે પ્રસિદ્ધ થયા હતા અને તેમના પ્રત્યેનો વધતો જતો આદરભાવ તત્કાલિન સાહિત્ય, જાહેર ઉત્સવો અને ચિત્રો કે છબીઓમાં દેખાયો હતો.

સરકાર અને શાસન ચલાવવા એલિઝાબેથ તેમના પિતા અને ભાઈ-બહેનોની સરખામણીમાં વધારે ઉદાર વલણ ધરાવતા હતા. તેમનો સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત "વીડિઓ એટ ટેસીયો " ("હું જોઈશ, અને કંઈ બોલીશ નહીં"). આ વ્યૂહરચનાને તેમના દરબારીઓ દ્વારા અધીરાઈપૂર્વક જોવાઈ હતી, પણ તેનાથી તેઓ રાજકીય અને વૈવાહિક અયોગ્ય સંબંધોથી વારંવાર બચી ગયા હતા. એલિઝાબેથ વિદેશી સંબંધોની બાબતે સાવધાન હતા અને તેમણે નેધરલેન્ડ્સ, ફ્રાન્સ અને આયર્લેન્ડમાં બિનઅસરકારક, અપૂરતાં સ્રોતોયુક્ત અનેક લશ્કરી અભિયાનોને કમને સમર્થન આપ્યું હોવા છતાં 1588માં સ્પેનિશ આર્મડા પરાજય સાથે તેમનું નામ હંમેશા માટે જોડાઈ ગયું. આ વિજય લોકપ્રિય રીતે ઇંગ્લેન્ડના ઇતિહાસના મહાન વિજયોમાંનો એક વિજય ગણાય છે. તેમના મૃત્યુ પછી 20 વર્ષના ગાળામાં તેમને સુવર્ણયુગના શાસક ગણવામાં આવ્યાં હતાં અને તેમની આ છબી ઇંગ્લેન્ડની જનતા પર હજુ પણ જળવાઈ રહી છે.

એલિઝાબેથનો શાસનકાળ એલિઝાબેથ યુગ તરીકે જાણીતો છે. ઉપરાંત તે સૌથી વધારે અંગ્રેજી નાટકોના વિકાસ માટે પ્રસિદ્ધ છે, જેનું નેતૃત્વ વિલિયમ શેક્સપીયર અને ક્રિસ્ટોફર માર્લોએ કર્યું હતું તથા ફ્રાન્સિસ ડ્રેક જેવા અંગ્રેજી સાહસિકોની દરિયાઈ સાહસો માટે પણ એલિઝાબેથ યુગ જાણીતો છે. કેટલાંક ઇતિહાસકારો તેમના મૂલ્યાંકનમાં વધારે તટસ્થ કે સંયમી છે. તેઓ એલિઝાબેથને ઝડપથી ગુસ્સે થઈ જનાર (આશુકોપ) ગણાવે છે, કેટલીક વખત અનિર્ણાયક કે ઢચુપચુ શાસન ગણાવે છે, જેમણે તેમના નસીબ કરતાં વધારે મેળવ્યું હતું. તેમના શાસનકાળના અંતે અનેક આર્થિક અને લશ્કરી સમસ્યા ઊભી થતા તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો અને અનેક બાબતોનો તેમના મૃત્યુ સાથે અંત આવી ગયો હતો. તે સમયે સરકાર નિસ્તેજ અને મર્યાદિત હતી અને પડોશી દેશોમાં શાસકો આંતરિક સમસ્યાનો સામનો કરતાં હતા અને તેમના તાજ જોખમમાં મૂકાઈ ગયા હતા ત્યારે એલિઝાબેથને પ્રભાવશાળી શાસક ગણવામાં આવે છે. તેઓ સાવધાની રાખી તેમના દુશ્મનોમાંથી બચી ગયા હતા. આ પ્રકારના એક બનાવમાં એલિઝાબેથના દુશ્મન, સ્કોટ્સના મહારાણી મેરીને તેમણે 1568માં જેલમાં પૂરી દીધા હતા અને તે પછી 1587માં મૃત્યુદંડની સજા કરી હતી. એલિઝાબેથના ભાઈ અને બહેનના ટૂંકા શાસનકાળ પછી તેમના 44 વર્ષના એકહથ્થું શાસનથી ઇંગ્લેન્ડમાં રાજકીય સ્થિરતા આવી હતી અને રાષ્ટ્રીય ઓળખ ઊભી કરવામાં મદદ મળી હતી.

પ્રારંભિક જીવન

એલિઝાબેથ પ્રથમ 
એલિઝાબેથ હેનરી આઠમા અને એન બોલીનનું એક માત્ર બાળક હતું તેમને કોઇ પુરૂષ વારસદાર ન હતો અને એલિઝાબેથના જન્મના ત્રણ વર્ષ કરતા પણ ઓછા સમયમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

એલિઝાબેથનો જન્મ સાતમી સપ્ટેમ્બર, 1533ના રોજ બપોરે ત્રણથી ચાર વચ્ચે ચેમ્બર ઓફ વિર્જિન્સમાં સ્થિત ગ્રીનવિચ પેલેસમાં થયો હતો અને દાદી એલિઝાબેથ ઓફ યોર્ક અને એલિઝાબેથ હાવર્ડ પરથી નામ તેમનું નામ રાખવામાં આવ્યું હતું. તેઓ ઇંગ્લેન્ડના હેન્રી આઠમનું બીજું બાળક હતા અને તેમના માતા એન્ની બોલીન હેન્નીના બીજા પત્ની હતા. જન્મ સમયે એલિઝાબેથ ઇંગ્લેન્ડના તાજના સંભવિત વારસદાર હતા. હેન્રીએ એન્નીને પરણવા મેરીની માતા કેથરિન ઓફ આર્ગોન સાથેના લગ્ન ફોક કર્યા પછી એલિઝાબેથની મોટી સાવકી બહેન મેરીએ કાયદેસર વારસદાર તરીકેનો અધિકાર ગુમાવી દીધો હતા. મહારાજા હેન્રી આઠમા કાયદેસર વારસદાર તરીકે પુત્ર ઇચ્છતાં હતા, જેથી ટ્યુડર વંશનું શાસન જળવાઈ રહે. જ્યારે એલિઝાબેથ પેટમાં હતા ત્યારે એન્નીએ સેન્ટ એડવર્ટનો તાજ ધારણ કર્યો હતો, જે અન્ય કોઈ પણ સાથીદાર મહારાણીને મળ્યો નહોતો. ઇતિહાસકાર એલિસ હન્ટ સૂચવે છે કે રાજ્યાભિષક વિધિ વખતે એન્ની ગર્ભવતી હતી અને તેઓ પુત્ર વારસાદને જન્મ આપશે તેવી ધારણા હોવાથી તેમને સેન્ટ એડવર્ડનો તાજ પહેરવામાં આવ્યો હતો. એલિઝાબેથના નામસંસ્કરણ સંસ્કાર ગ્રીનવિચ પેલેસમાં 10 સપ્ટેમ્બરમાં થયા હતા. આ સમારંભમાં માર્ક્વીસ ઓફ એક્સીટર, થોમસ ક્રેન્મેર, ડચીસ ઓફ નોર્ફોલ્ક, એલિઝાબેથ હાવર્ડ અને માર્શિઓનેસ ઓફ ડોર્સેટ માર્ગારેટ વોટ્ટન ચાર ધર્મપિતા તરીકે હાજર હતા. એલિઝાબેથના જન્મ પછી મહારાણી એન્ની પુત્ર વારસાદાર આપવામાં નિષ્ફળ નિવડ્યાં હતાં. તેને ઓછામાં ઓછી બે વખત 1534 અને 1536માં કસુવાવડ થઈ ગઈ હતી. બીજી મે, 1536ના રોજ તેની ધરપકડ કરીને જેલમાં પૂરી દેવાઈ હતી. અત્યંત ઉતાવળપૂર્વક છેતરપિંડીના આરોપસર તેને દોષિત ઠેરવી 19 મે, 1536ના રોજ તેનો શિરચ્છેદ કરી નાંખવામાં આવ્યો હતો.

તે સમયે બે વર્ષ અને આઠ મહિનાની વય ધરાવતી એલિઝાબેથને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી અને તેને રાજકુમારીના હોદ્દાથી વંચિત કરી દેવાઈ હતી. એન્ની બોલીનના મૃત્યુના 11 દિવસ પછી હેન્રીએ જેન સીમોર સાથે લગ્ન કર્યા, જે તેના પુત્ર પ્રિન્સ એડવર્ડને જન્મ આપ્યાંના બારમા દિવસે મૃત્યુ પામી હતી. એલિઝાબેથને એડવર્ડના ઘરમાં રાખવામાં આવી હતી અને તેણે તેના નામસંસ્કરણ વિધિ ખાતે ક્રિસમ કે નામસંસ્કરણ વસ્ત્રો ધારણ કર્યા હતા.

એલિઝાબેથ પ્રથમ 
એલિઝાબેથ પ્રથમ, લગભગ 1546, અજાણ્યા કલાકાર દ્વારા તૈયાર કરાયેલું ચિત્ર

એલિઝાબેથની પહેલી મહિલા ચાકર લેડી માર્ગારેટ બ્રાયન હતી, જેણે લખ્યું હતું કે એલિઝાબેથ બાલ્યવસ્થામાં બહુ ભલી હતી અને વિનયી હતી. મારા જીવનમાં અત્યાર સુધી આવેલા તમામ લોકોમાં તે સૌથી વધારે ઉદાર વ્યક્તિ હતી. 1537ની પાનખર આવતાં એલિઝાબેથને બ્લાન્શે હર્બર્ટ, લેડી ટ્રોયની સારસંભાળ હેઠળ મૂકવામાં આવી હતી, જે 1545ના અંત કે 1546ની શરૂઆત સુધી તેની નિવૃત્તિ સુધી મહિલા ચાકર તરીકે રહી હતી. પાછળથી પોતાના લગ્ન પછીના કેથરિન “કેટ” એશ્લે નામ તરીકે વધારે જાણીતી બનેલી કેથરિન શેમ્પરનોવને 1537માં એલિઝાબેથની સ્ત્રી શિક્ષિકા બનાવવામાં આવી હતી અને 1565માં તેમના મૃત્યુ સુધી તેની મિત્ર રહી હતી. તે પછી શાસક પરિષદમાં મુખ્ય કુલીન સ્ત્રી તરીકે બ્લાન્શે પેરીની નિમણૂંક થઈ હતી. એલિઝાબેથના પ્રારંભિક શિક્ષણના ગાળામાં તેમણે સારી ભૂમિકા ભજવી હતી. 1544માં વિલિયમ ગ્રાઇન્ડલને એલિઝાબેથના ટ્યુટર બનાવવામાં આવ્યાં હતા. એલિઝાબેથ અંગ્રેજી, લેટિન અને ઇટાલિયન લખી શકતી હતી. પ્રતિભાશાળી અને કુશળ શિક્ષક ગ્રાઇન્ડલ હેઠળ તેણે ફ્રેન્ચ અને ગ્રીક પર પણ પકડ જમાવી હતી. 1548માં ગ્રાઇન્ડલના મૃત્યુ પછી એલિઝાબેથએ રોજર એસ્ચામ હેઠળ શિક્ષણ મેળવ્યું હતું, જેઓ લાગણીશીલ શિક્ષક હતા જેઓ ગમ્મત સાથે જ્ઞાન મળવું જોઈએ તેવું માનતા હતા. 1550માં તેમના ઔપચારિક શિક્ષણનો અંત આવ્યો ત્યાં સુધીમાં તેઓ તેમની પેઢીની અત્યંત શિક્ષિત મહિલા હતી.

એલિઝાબેથ પ્રથમ 
ધ મિરોઇર અથવા ગ્લાસ ઓફ ધ સિનફુલ સાઉલ, એલિઝાબેથ દ્વારા ફ્રેન્ચમાંથી ભાષાંતર, કેથરિન પારને 1544માં રજૂ કરાયું હતું."કેથરીન પાર" માટે મોનોગ્રામ KP સાથેનું એમ્બ્રોઇડરી કરેલું બાઇન્ડિંગ, તે એલિઝાબેથે તૈયાર કરેલું હોય તેમ માનવામાં આવે છે..

થોમસ સીમોર

હેન્રી આઠમાનું 1547માં મૃત્યુ થયું હતું. ત્યારે એલિઝાબેથની ઉંમર 13 વર્ષ હતી અને તે તેના સાવકા ભાઈ એડવર્ડ છઠ્ઠાની વારસદાર બની હતી. હેન્રીની છેલ્લી પત્ની કેથરિન પારએ તરત જ સ્યુડલીના થોમસ સીમોર સાથે લગ્ન કરી લીધા, જે એડવર્ડ છઠ્ઠાના કાકા અને લોર્ડ પ્રોટેક્ટર, સમરસેટના રાજવી એડવર્ડ સીમોરના ભાઈ હતા. દંપતિ એલિઝાબેથને ચેલ્સીયામાં તેમના ઘરે લઈ ગયા હતા. ત્યાં એલિઝાબેથને ભાવનાત્મક કટોકટીનો અનુભવ થયો હતો અને કેટલાંક ઇતિહાસકારોનું માનવું છે કે આ અનુભવે જ તેમના બાકીના જીવન પર અસર કરી હતી. સીમોર 40 વર્ષના હતા, પણ આકર્ષક હતા અને જબરદસ્ત સેક્સ અપીલ ધરાવતા હતા. તેઓ 14 વર્ષની એલિઝાબેથ સાથે ધિંગામસ્તી અને તોફોની રમત રમતા હતા. તેઓ એલિઝાબેથના બેડરૂમમાં નાઇટગાઉન પહેરીને પ્રવેશતા હતા, તેને ગલીપચી કરતાં હતાં અને નિતંબ પર સૂતાં હતાં. હકીકતમાં તેમનો ઇરાદો નેક નહોતો. કેથરિન પાર તેમના પતિના ઇરાદા પામી ગયા અને વાત આગળ વધે તે પહેલાં તેમણે એલિઝાબેથમાંથી છૂટકારો મેળવવાનો નિર્ણય લઈ લીધો. મે, 1548માં એલિઝાબેથને પાછી મોકલી દેવાઈ.

સીમોર શાહી પરિવારને નિયંત્રણમાં રાખવા વિવિધ કાવતરાં ઘડતાં હતાં. કેથરિન પારે પાંચમી સપ્ટેમ્બર, 1548ના રોજ બાળકને જન્મ આપ્યો અને સુવાવડને લીધે તાવ આવતા મૃત્યુ પામી. તે પછી સીમોરે એલિઝાબેથ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. તેનો આશય એલિઝાબેથ સાથે લગ્ન કરવાનો હતો. એલિઝાબેથના પ્રતિનિધિ કેથરિન એશ્લે અને થોમસ પેરીએ સીમોરના પ્રસ્તાવ પર પૂછપરછ કરી, ખાસ કરીને અગાઉ તેમની એલિઝાબેથ સાથેની વર્તણૂંકને લઈને. તેમના ભાઈ અને કાઉન્સિલ માટે છેલ્લો ફટકો જાન્યુઆરી, 1549માં પડ્યો. એલિઝાબેથ સાથે લગ્ન કરવા અને તેમના ભાઈને સત્તાચ્યુત કરવા ષડયંત્ર રચવાની શંકા બદલ સીમોરની ધરપકડ કરવામાં આવી. હેડફિલ્ડ હાઉસમાં રહેતાં એલિઝાબેથ કોઈ બાબત સ્વીકાર કરવાના નહોતા. તેમની હઠ અને જિદને જોઈને તપાસકર્તાઓ નારાજ થઈ ગયા હતા. સર રોબર્ટ ટાયરવિટ્ટે તપાસના અહેવાલમાં જણાવ્યું હતું કે "તે અપરાધી હતી અને તેનો ચહેરો આ ભાવના છૂપાવી શકતો નહોતો. તેની ચૂપકીદી અપરાધભાવના વ્યક્ત કરતી હતી." 20 માર્ચ, 1549ના રોજ સીમોરનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.

મેરી પ્રથમનું રાજીનામું

એલિઝાબેથ પ્રથમ 
મેરી પ્રથમ, એન્થોનિસ મોર દ્વારા તૈયાર કરાયેલું ચિત્ર, 1554

ક્ષયરોગના કારણે છ જુલાઈ, 1553ના રોજ ફક્ત 15 વર્ષની વયે એડવર્ડ છઠ્ઠાનું મૃત્યુ થઈ ગયું. તેના વસિયતનામાએ વારસદાર માટેના તાજ ધારા, 1543ને અભરાઈએ ચઢાવી દીધું અને મેરી અને એલિઝાબેથ બંનેએ વારસાદાર તરીકેનો અધિકાર ગુમાવી દીધો. એડવર્ડ છઠ્ઠાએ તેના વારસદાર તરીકે હેન્રી આઠમાની બહેન, ડચીસ ઓફ સફોલ્ક, મેરીની પ્રપૌત્રી લેડી જેન ગ્રેને જાહેર કરી હતી. પ્રિવી કાઉન્સિલે લેડી જેનને મહારાણી જાહેર કરી, પણ ઝડપથી તેમણે સમર્થન ગુમાવી દીધું અને નવ દિવસના આધિપત્ય પછી તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યાં. એલિઝાબેથના સમર્થન સાથે મેરીએ ગર્વભેર લંડનના રાજમહેલમાં પ્રવેશ કર્યો.

બંને બહેનો વચ્ચેની એકતા બહુ લાંબો સમય ટકી નહીં. દેશની પ્રથમ બિનવિવાદાસ્પદ મહારાણી મેરી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયને કચડી નાંખવા મક્કમ હતાં, જેમાં એલિઝાબેથે શિક્ષણ મેળવ્યું હતું. તેમણે દરેક નાગરિકને માસમાં હાજર રહેવાનું ફરમાન જાહેર કર્યું હતું. તેમાં એલિઝાબેથનો પણ સમાવેશ થતો હતો, જેઓ બહારથી રૂઢિચુસ્ત દેખાતાં હતાં. સમ્રાટ ચાર્લ્સ પંચમના પુત્ર અને સ્પેનના પ્રિન્સ ફિલિપ સાથે મેરી લગ્ન કરવા માગે છે તેવી વાત બહાર આવતા તેમની લોકપ્રિયતામાં ઝડપથી ઘટાડો થવા લાગ્યો. દેશમાં મેરી વિરૂદ્ધ ઝડપથી અસંતોષ ફેલાવા લાગ્યો અને મેરીની ધાર્મિક નીતઓના વિરોધ માટે અનેક લોકો એલિઝાબેથ તરફ નજર દોડાવા લાગ્યાં. જાન્યુઆરી અને ફેબ્રુઆરી, 1554માં થોમસ વાયટના નેતૃત્વમાં ઇંગ્લેન્ડ અને વેલ્સના કેટલાંક હિસ્સામાં બળવો થયો, જે વાયટના બળવા તરીકે જાણીતો છે.

પરંતુ બળવો નિષ્ફળ ગયો અને એલિઝાબેથને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યાં જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. 18 માર્ચના રોજ તેમને લંડનના ટાવરમાં કેદ કરવામાં આવ્યાં, જ્યાં 12 ફેબ્રુઆરીના રોજ બળવાને રોકાવા બદલ દેહાતદંડની સજા કરવામાં આવી હતી. તે પછી ભયભીત થયેલ એલિઝાબેથએ પૂરજોશમાં પોતાની નિર્દોષતા સાબિત કરવા દલીલો કરી. તે બળવાખોરો સાથે ષડયંત્રમાં સામેલ હતી તેવી વાત અશક્ય હોવા છતાં તેમાંના કેટલાંક લોકોએ તેમનો સંપર્ક સાધ્યો હતો. મેરીના વિશ્વાસુ ચાર્લ્સ પંચમના રાજદૂત સિમોન રેનાર્ડએ દલીલ કરી કે જ્યાં સુધી એલિઝાબેથ જીવે છે ત્યાં સુધી તેનો તાજ સલામત નથી. તે પછી ચાન્સેલર સ્ટીફન ગાર્ડિનેરએ એલિઝાબેથ પર ખટલો ચલાવવા કામગીરી શરૂ કરી. લોર્ડ પેજેટ સહિત સરકારમાં એલિઝાબેથના સમર્થકોએ મેરીને મનાવી લીધી કે તેની બહેન ષડયંત્રમાં સામેલ હોવાના મજૂબત પુરાવા ન હોવાથી તેને છોડી મૂકવામાં આવે. તેમ છતાં 22 મેના રોજ એલિઝાબેથને લંડનના ટાવરમાંથી વૂડસ્ટોક લઈ જવામાં આવ્યાં, જ્યાં તેમણે સર હેન્રી બેડિંગફિલ્ડની જવાબદારી હેઠલ લગભગ એક વર્ષ નજરકેદ હેઠળ પસાર કર્યું. તેમને વૂડસ્ટોક લઈ જવામાં આવ્યાં માર્ગ પર ટોળા તેમને પ્રોત્સાહન આપતાં હતાં.

ચિત્ર:Hatfieldhouseoldpalace.jpg
જૂના મહેલ, હેટફીલ્ડ હાઉસનો બાકી રહેલો ભાગનવેમ્બર 1558માં અહીં એલિઝાબેથને તેમની બહેનના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા હતા.

17 એપ્રિલ, 1555ના રોજ એલિઝાબેથનું રાજમહેલમાં પુનરાગમન થયું જ્યાં મેરી ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હતી તેવું લાગતું હતું. જો મેરી અને તેમનું બાળક મૃત્યુ પામે તો એલિઝાબેથ મહારાણી બનવાના હતા. બીજી તરફ મેરી તંદુરસ્ત બાળકને જન્મ આપે તો એલિઝાબેથની મહારાણી બનવાની તક ઓસરી જવાની હતી. મેરી ગર્ભવતી નથી તે વાત સ્પષ્ટ થઈ ગઈ પછી ભવિષ્યમાં તેમને બાળક થશે તેવી વાતને કોઈ માનવા તૈયાર નહોતું. મેરીના વારસદાર એલિઝાબેથ બનશે તે વાત નિશ્ચિત હતું. એટલું જ નહીં 1556માં સ્પેનના મહારાજા બનેલા ફિલિપ પણ નવી રાજકીય વાસ્તવિકતાથી પરિચિત થઈ ગયા હતા. તે પછી તેમણે એલિઝાબેથને કેળવવા ક્વીન ઓફ સ્કોટ્ટસ, મેરીને પસંદ કર્યા, જેમનો ઉછેર ફ્રાન્સમાં થયો હતો અને સગાઈ ફ્રાન્સના ડોફિન (ફ્રાન્સના મહારાજાના મોટા પુત્ર) સાથે થઈ હતી. તેમના પત્ની 1558માં બિમાર પડ્યાં ત્યારે ફિલિપે એલિઝાબેથ સાથે મંત્રણા કરવા કાઉન્ટ ઓફ ફેરિયાને મોકલ્યાં હતાં. ઓક્ટોબર સુધીમાં એલિઝાબેથે તેમની સરકાર બનાવવાની યોજના ઘડી કાઢી હતી. છ નવેમ્બરના રોજ મેરીએ તેમના વારસદાર તરીકે એલિઝાબેથને માન્યતા આપી હતી. તેના 11 દિવસ પછી 17 નવેમ્બર, 1558ના રોજ મેરીનું સેન્ટ જેમ્સના મહેલમાં મૃત્યુ થયું ત્યારે એલિઝાબેથએ ઇંગ્લેન્ડની સત્તાના સૂત્રો સંભાળ્યા અને રાજસિંહાસન ધારણ કર્યું.

રાજ્યાભિષેક

એલિઝાબેથ પ્રથમ 
એલિઝાબેથ પ્રથમ રાજવી પોષાકમાં

એલિઝાબેથ 25 વર્ષની વયે મહારાણી બન્યાં હતાં. તેમના રાજ્યાભિષેક સમારંભની પૂર્વ સંધ્યાએ તેમની વિજયી સવારી સમગ્ર શહેરમાં ફરી હતી. તેમને નાગરિકોએ હ્લદયપૂર્વક આવકાર આપ્યો હતો અને ભાષાણો તથા જાહેર ઉત્સવ જેવી સજાવટ કરી અભિનંદન આપ્યાં હતાં. તેમાં મોટા ભાગની ઉજવણી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની મજબૂત અસર દેખાતી હતી. તેના બદલામાં એલિઝાબેથની ખુલ્લી અને ઉદાર પ્રતિક્રિયાઓએ પ્રેક્ષકોમાં તેમની લોકપ્રિયતા વધારી દીધી, જાહેર જનતાના હ્લદયમાં તેમનું સ્થાન મજબૂત થયું, જેઓ અદ્ભૂત રીતે "આનંદિત અને મુગ્ધ" થઈ ગયા હતા. તે પછીના દિવસે 15 જાન્યુઆરી, 1559ના રોજ એલિઝાબેથને વેસ્ટમિન્સ્ટર એબ્બી (વેસ્ટમિન્સ્ટર મઠ)માં તાજ પહેરવામાં આવ્યો હતો. તેમનો રાજ્યાભિષેક કેથોલિક બિશપ ઓફ કાર્લિસ્લે દ્વારા થયો હતો. તે પછી તેમને વાજુ, તુરાઈ, વાંસળી, ડ્રમ અને બેલ્સના ઘોંઘાટ વચ્ચે નાગરિકોના સ્વીકાર માટે રજૂ કરવામાં આવ્યાં હતાં.

20 નવેમ્બર, 1558ના રોજ એલિઝાબેથે તેમના ઇરાદા કાઉન્સિલ અને અન્ય ઉમરાવો સમક્ષ જાહેર કર્યા, જેઓ પ્રજાધર્મની શપથ લેવા હેટફિલ્ડ આવ્યાં હતાં. તેઓ તેમના ભાષણમાં અવારનવાર બં સંસ્થાઓ, સ્વાભાવિક સંસ્થા અને રાજકીય સંસ્થાની લાક્ષણિકતાનો ઉપયોગ કરતાં હતાં અને તે આ પ્રકારનું પહેલું નોંધાયેલું ભાષણ હતું:

માય લોર્ડ્સ, કુદરતનો નિયમ મને મારા બહેન માટેના દુઃખ તરફ ખેંચી જાય છે જ્યારે મારા પર જે જવાબદારી આવી પડી છે તે મને આશ્ચર્યચકિત કરી દે છે. છતાં હું પોતાને ઇશ્વરના આધિન પામર જીવન માનીને તેની નિમણૂંકનું પાલન કરવા બંધાયેલી છું. અને હું તેના શરણે જઇશ, મારી હ્લદયની ઇચ્છા છે કે હવે મારા પ્રત્ય સમર્પિત આ ઓફિસમાં તેમની આર્શીવાદરૂપી મદદ મળે. અને હું પણ મનુષ્ય છું છતાં પરમ કૃપાળુ પરમાત્માની મંજૂરીથી રાજકીય સંસ્થાનું સંચાલન સંભાળી રહી છું ત્યારે મારી ઇચ્છા છે કે મારા આ કાર્યમાં તમે બધા મદદ કરશો, જેથી હું મારા આદેશ અને તમે તમારી સેવા સાથે સર્વશક્તિમાન ઇશ્વ પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવી શકીએ અને આ પૃથ્વી પર આપણા વંશજોને થોડું વધારે અનુકૂળ જીવનની ભેટ ધરી શકીએ. મારા કહેવાનો અર્થ છે કે હું મારા તમામ નિર્ણયો અને કાર્યો સારી સલાહ અને ચર્ચાવિચારણા દ્વારા લઈશ.

ધર્મ

કમનસીબે ઇતિહાસકારો પાસે એલિઝાબેથના અંગત ધર્મ કે વ્યક્તિગત ધાર્મિક માન્યતા વિશે ચોક્કસ જાણકારી પ્રાપ્ત નથી. તેમની ધાર્મિક નીતિ મુખ્ય ત્રણ બાબત સાથે વ્યવહારમૂલક વિચારસરણીની તરફેણ કરતી હતી. પહેલી મુખ્ય બાબત, તેમની પોતાની કાયદેસરતા હતી. ટેકનિકલ રીતે તે પોતે પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક કાયદા હેઠળ અશાસ્ત્રવિહિત હતા. ભૂતકાળમાં તેમને અંગ્રેજી ચર્ચ હેઠળ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યાં હતાં, પણ આ બાબતને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવી નહોતી, જેમ કે તેમને કેથોલિક તરીકે પણ માન્યતા આપવામાં આવી નહોતી, જેનો તેઓ હંમેશા દાવો કરતાં હતાં. કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ હતી કે રોમ સાથેના સંબંધવિચ્છેદના કારણે તેમને પોતાની નજરમાં કાયદેસરતા મળી ગઈ હતી. આ કારણે ક્યારેય એવી ગંભીર શંકા નહોતી કે એલિઝાબેથ ઓછામાં ઓછું સામાન્ય પ્રોટેસ્ટન્સ સંપ્રદાયનો સ્વીકાર કરશે.

એલિઝાબેથ અને તેમના સલાહકારોને પાખંડી ઈંગ્લેન્ડ સામે કેથોલિક ધર્મયુદ્ધનો ડર સતાવતો હતો. આ કારણે એલિઝાબેથએ ઈંગ્લેન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના લોકોની ઇચ્છાઆકાંક્ષા સંતોષે ત્યારે કેથોલિક સંપ્રદાયના લોકોની ન દુભાય તેવા પ્રોટેસ્ટન્ટ ઉકેલની માગણી કરી હતી. જોકે તેઓ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના વધુ સુધારણાની માગ કરતાં અનુયાયીઓ પ્રત્યે સહિષ્ણુતા દાખવવાના નહોતા. તેના પરિણામે સંસદે એડવર્ડ છઠ્ઠાની પ્રોટેસ્ટન્ટ સમજૂતી પર આધારિત કાયદો ઘડવાનું સંસદે 1559માં શરૂ કર્યું હતું, જેમાં શાસક (રાજા કે રાણી)ને ચર્ચના વડા બનાવવાના હતા, પણ તેમાં પુરોહિતને શોભે તેવા વસ્ત્રો જેવા અનેક કેથોલિક તત્વો સામેલ હતા.

હાઉન્સ ઓફ કોમન્સ (નીચલા ગૃહ)એ આ પ્રસ્તાવને મજબૂત સમર્થન આપ્યું હતું, પણ આ ખરડા કાયદાનો હાઉસ ઓફ લોર્ડ્સ (ઉપલા ગૃહ)માં મજબૂત વિરોધ થયો હતો, ખાસ કરીને બિશપ્સમાંથી (ધર્માધિકારીઓના વર્ગમાંથી). એલિઝાબેથ એ બાબતે ભાગ્યશાળી હતા કે તે સમયે કેન્ટબરીના આર્કબિશપ સહિત અનેક ધર્માધિકારીઓનું સ્થાન ખાલી હતું.

તેના પગલે ઉમરાવોએ ધર્માધિકારીઓ અને રૂઢિચુસ્ત ઉમરાવોને બહુમતીના જોરે હરાવવામાં સફળતા મળી હતી. તેમ છતાં એલિઝાબેથને સર્વોચ્ચ વડાની વધારે વિવાદાસ્પદ ઉપાધિને બદલે ઈંગ્લેન્ડના ચર્ચના સર્વોચ્ચ સંચાલકની ઉપાધિ સ્વીકારવાની ફરજ પડી હતી. અનેક લોકોનું માનવું હતું કે સર્વોચ્ચ વડાની ઉપાધિ કોઈ મહિલા સ્વીકારી ન શકે. સર્વોપરિતાના આ નવા ધારાએ આઠ મે, 1559ના રોજ કાયદાનું સ્વરૂપ લીધું. તમામ જાહેર અધિકારીઓએ શાસક પ્રત્યે વફાદારી દાખવવાના શપથ લીધા અને શાસકનો સર્વોચ્ચ સંચાલક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. જો તેઓ વફાદારી ન દાખવે તો તેમને જાહેર અધિકારી તરીકે ગેરલાયક ઠેરવી બરતરફ કરવાનો અધિકાર શાસક પાસે હતો. પાંખડી કાયદા નાબૂદ કરી દેવાયા હતા. મેરી દ્વારા વિધર્મીઓ પર દમન ગુજારવાની નીતિને ટાળવામાં આવી હતી. બરોબર તે સમયે નવો સમાનતાનો ધારો પસાર થયો હતો, જેમાં ચર્ચમાં હાજરી આપવી અને 1552ની બુક ઓફ કોમન પ્રેયરની સ્વીકૃત આવૃત્તિના ઉપયોગને ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. જોકે તેના ઉલ્લંઘન કરનાર કે આ આદેશ માનવાનો અસ્વીકાર કરનારને તથા ચર્ચમાં ગેરહાજરને રહેનારને બહુ ભારે સજા કરવામાં આવતી નહોતી.

લગ્નનો પ્રશ્ન

એલિઝાબેથ પ્રથમ 
લિસેસ્ટરના ઉમરાવ રોબર્ટ ડુડલી, 1560. એલિઝાબેથની ડુડલી સાથેની મિત્રતા ત્રીસ વર્ષથી વધુ સમય સુધી ચાલી હતી.

એલિઝાબેથનું શાસન શરૂ થયું ત્યારથી તેઓ કોને પરણશે તેનો પ્રશ્ન ચર્ચાના ચકડોળો ચડ્યો હતો. તેમણે આજીવન અપરણિત રહ્યાં અને તે માટેના કારણોની ક્યારેય ચોખવટ કરી નહોતી. ઇતિહાસકારોની ધારણા છે કે થોમસ સીમોર સાથે તેમને શારીરિક સંબંધો હતા અથવા પોતે બાળકને જન્મ આપી શકે તેમ નથી કે વંધ્ય હોવાની (માતા બની શકે તેમ નથી) તેવી વાતથી તેઓ વાકેફ હતા. તેમણે 50 વર્ષની વય સુધી કેટલાંક લોકો સાથે લગ્ન કરવા વિચાર્યું હતું. તેમનો છેલ્લો સંબંધ એનઝૂના રાજવી ફ્રેન્કોઇસ સાથે હતો, જે તેમનાથી 22 વર્ષ નાના હતા. એલિઝાબેથને શાસન કરવા કોઈ પુરુષની મદદની જરૂર નહોતી અને લગ્ન કરવામાં જોખમ હતું. તેઓ લગ્ન કરે તો સત્તા પર નિયંત્રણ ગુમાવવાની શક્યતા હતી અથવા શાસનમાં વિદેશી હસ્તક્ષેપ થઈ શકે તેમ હતો. આ બાબત તેમણે તેમની બહેન મેરીના જીવનમાં જોઈ હતી. કદાચ આ કારણે પણ તેમણે લગ્ન કર્યા નહોતા એવી માન્યતા પણ પ્રવર્તે છે. બીજી તરફ લગ્નની હકારાત્મક બાબત એ હતી કે તેમને વારસદાર મળી શકે તેમ હતો.

લોર્ડ રોબર્ટ ડુડલી

એલિઝાબેથને લગ્ન કરવા અવારનવાર પ્રસ્તાવ મળતાં હતાં, પણ તેમણે તેમના જીવનકાળ દરમિયાન ફક્ત ત્રણથી ચાર પ્રસ્તાવ પર ગંભીરતાપૂર્વક વિચાર કર્યો હતો. તેમાંથી એક પ્રસ્તાવ તેમના બાળપણના મિત્ર લોર્ડ રોબર્ટ ડુડલીનો હતો. તેઓ એકબીજાની નજીક આવ્યાં હતાં. 1559ની શરૂઆતમાં એલિઝાબેથની પરણિત ડુડલી સાથેની મૈત્રી પ્રેમમાં પરિણમી હતી. તેમની અંતરંગતા તેમના દરબારમાં, દેશમાં અને વિદેશમાં ચર્ચાના ચકડોળે ચડી હતી. એવું પણ કહેવાય છે કે રોબર્ટના પત્ની એમી રોબ્સાર્ટ તેમના એક સ્તનમાં ઊણપ ધરાવતી હતી, અને તેમના મૃત્યુ પછી લોર્ડ રોબર્ડ અને મહારાણી એલિઝાબેથ વચ્ચે ગુપ્ત સમજૂતી થઈ હતી. આ ખરેખર આવકારદાયક વિચાર નહોતો. 1560ની શરૂઆતમાં સ્પેનના રાજદૂત આ વિશે જણાવ્યું હતું કે ‘‘તેમની વચ્ચેના સંબંધોથી તમામ લોકો નારાજ હતા અને રોષની લાગણી વ્યક્ત કરતાં હતાં...મહારાણી એલિઝાબેથ કોઈને પરણવાના નહોતા, પણ રોબર્ટની તરફેણ કરતાં હતાં.’’ તેમના જણાવ્યા મુજબ, તે જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડુડલીની પત્નીનું દાદરા પરથી પડી જવાના કારણે અવસાન થયું ત્યારે એક મોટું ષડયંત્ર હોવાની વાતો ચર્ચાસ્પદ બની હતી. થોડો સમય એલિઝાબેથે તેમના આ બાળપણના સાથી રોબર્ટ સાથે લગ્ન કરવા ગંભીરતાપૂર્વક વિચાર કર્યો હતો, પણ વિલિમય સેસિલ, નિકોલસ થ્રોકમોર્ટન અને અન્ય રાજકારણીઓએ બહુ સાવધાન હતા અને તેમની આ સંબંધ પ્રત્યે નારાજગી સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી હતી. વિરોધ અત્યંત પ્રબળ હતો અને એવી અફવા ફેલાઈ હતી કે આ સંબંધ આકાર લેશે તો ઉમરાવો બળવો કરશે.

એલિઝાબેથ પ્રથમ 
"હેમ્પડેન" પોર્ટ્રેટ, જે સ્ટીવન વાન ડેર મ્યુલેન, સીએ દ્વારા તૈયાર કરાયું હતું1563. આ રાણીનું શરૂઆતનું પૂર્ણ લંબાઇવાળું પોર્ટ્રેટ છે જે "વર્જિન ક્વિન" આઇકોનોગ્રાફી દર્શાવતા પ્રતીકાત્મક પોર્ટ્રેટના ઉદભવ પહેલા બનાવવામાં આવ્યું હતું..

અન્ય કેટલાંક લગ્ન પ્રસ્તાવો મળ્યાં હોવા છતાં લગભગ એક દાયકો રોબર્ડ ડુડલીને જ ઉમેદવાર માનવામાં આવતાં હતાં. એલિઝાબેથ તેના દાવાને પ્રોત્સાહન આપતાં હતાં અને તેમના પ્રત્યેના લગાવના કારણે અત્યંત ઇર્ષાળુ બની ગયા હતા. તેઓ જાણતા હતાં કે તેઓ રોબર્ટ સાથે લગ્ન કરી શકવાના નથી. એલિઝાબેથએ 1564માં ડુડલીને લિસેસ્ટરનો ઉમરાવ બનાવ્યો હતો. છેવટે 1578માં લોર્ડ રોબર્ટે લગ્ન કરી લીધા હતા અને તેના પર મહારાણી એલિઝાબેથએ અવારનવાર નારાજગી વ્યક્ત કરી હતી. તેની પત્નીને આજીવન મહારાણીની નફરતનો ભોગ બનવું પડ્યું હતું. તેમ છતાં ડુડલીએ એલિઝાબેથના હ્લદયમાં વિશેષ સ્થાન જાળવી રાખ્યું હતું. તેઓ ટૂંક સમયમાં આમર્ડા પછી મૃત્યુ પામ્યાં હતાં. એલિઝાબેથના મૃત્યુ પછી રોબર્ટની એક નોંધ તેમના સૌથી વધારે અંગત લેખનમાંથી મળી હતી, જે એલિઝાબેથના હસ્તે લખાયેલો રોબર્ટને છેલ્લો પત્ર હતો.

રાજકીય દ્રષ્ટિકોણ

એલિઝાબેથએ લગ્નનો પ્રશ્ન ખુલ્લો રાખ્યો હતો, પણ તેની પાછળનું કારણ માત્ર તેમના રાજકીય વિરોધીઓની ચાલને નિષ્ફળ બનાવવાનું હોવાનું મનાય છે. સંસદે અવારનવાર તેમને લગ્ન કરવાની અરજી કરી હતી, પણ તેમણે હંમેશા ઉડાઉ જવાબ આપ્યો હતો. 1563માં તેમણે એક રાજદૂતને કહ્યું હતું કે "જો હું મારી સ્વાભાવિક પ્રકૃત્તિને અનુસરું તો મને મહારાણી અને પરિણિત મહિલાને બદલે ગરીબ કે સામાન્ય અને અપરણિત મહિલા તરીકે જીવન જીવવાનું વધારે પસંદ છે." તે જ વર્ષે એલિઝાબેથ શીતળાનો ભોગ બની અને તેના પગલે તેમના વારસદારનો પ્રશ્ન ઊભો થયો અને ઠેરઠેર આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો. સંસદે મહારાણીને લગ્ન કરવાની કે તેમના વારસદારની નિમણૂંક કરવાની વિનંતી કરી, જેથી તેમના મૃત્યુ પછી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી ન થાય. પણ તેમણે તેનો ઇનકાર કર્યો એપ્રિલમાં તેમણે સંસદની બેઠક બંધ કરાવી દીધી, ત્યાર બાદ જ્યારે તેમને કરવેરા વધારવા સંસદના સમર્થનની જરૂર હતી ત્યારે 1566માં ફરી વાર મળી હતી. હાઉસ ઓફ કોમન્સએ તેઓ વારસદારની નિમણૂંક ન કરે ત્યાં સુધી આ ભંડોળ મંજૂરી ન કરવાની કે અટકાવી દેવાની ધમકી આપી હતી. 1566માં સર રોબર્ટ બેલ આ મુદ્દાની બરોબર પાછળ પડી ગયા. તેઓ જાણતા હતા કે એલિઝાબેથે તેમને આ મુદ્દો છોડી દેવાનો આદેશ આપ્યો છે. તેઓ ઝડપથી એલિઝાબેથના ગુસ્સાનો ભોગ બની ગયા. મહારાણીએ કહ્યું હતું કે ‘‘શ્રીમાન બેલ અને તેમના સાથીદારો...ઉપલા ગૃહમાં તેમના ભાષણો પર ધ્યાન આપવાની જરૂર છે, તેમની સાથે સંમતિ સાધવી જોઈએ, જેથી કરીને તમે ગેરમાર્ગે દોરાયા હતા અને તેના પર સહી કરી હતી.’’ 1566માં તેમણે સ્પેનિશ રાજદૂત સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓને લગ્ન વિના વારસદારનો મુદ્દો ઉકેલવાની તક મળશે તો તેને જતી નહીં કરે. 1570 સુધીમાં સરકારમાં ટોચના અધિકારીઓએ ખાનગી રીતે સ્વીકારી લીધું હતું કે એલિઝાબેથ ક્યારેય લગ્ન નહીં કરે કે વારસદાર તરીકે કોઈની નિમણૂંક પણ નહીં કરે. વિલિયમ સેસિલ વારસદારની સમસ્યાનો ઉકેલ ઇચ્છી રહ્યાં હતા. તેઓ લગ્ન કરવામાં નિષ્ફળ નિવડ્યાં હોવાના મુદ્દે તેમના પર વારંવાર બેજવાબદારી હોવાના આરોપો મૂકાતાં હતાં. એલિઝાબેથની વ્યૂહાત્મક ચૂપકીદી તેમની પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરતી હતીઃ તે જાણતા હતા કે તેઓ વારસાદારનું નામ જાહેર કરશે તો તેઓ સરળતાથી બળવાનો ભોગ બની જશે.

એલિઝાબેથના અપરણિત દરજ્જાએ કુવારિકાની લાગણીને પ્રોત્સાહન આપ્યું હતું. તે સમયની કવિતાઓ અને ચિત્રકળામાં તેમને વિર્જિન (કુમારિકા) કે દેવી તરીકે વર્ણવવામાં આવ્યાં હતા, નહીં કે સામાન્ય મહિલા તરીકે. સૌપ્રથમ ફક્ત એલિઝાબેથએ પોતાના કૌમારત્વના ગુણ વિશે જણાવ્યું હતું કે, 1559માં તેમણે નીચલા ગૃહને કહ્યું હતું કે ‘‘અંતે, મારા માટે એટલું પૂરતું હશે કે, માર્બલના પથ્થરને એક મહારાણી તરીકે જાહેર કરવામાં આવશે, જેણે થોડો સમય શાસન કર્યું, જીવી અને કુમારિકા તરીકે મૃત્યુ પામી.’’ પાછળથી, ખાસ કરીને 1578 પછી, કવિઓ અને લેખકોએ આ વિષય ઝડપી લીધો અને એલિઝાબેથની પ્રશંસા કરતા ઇકોનોગ્રાફીમાં ફેરવ્યું હતું. અલંકારિક અને મિથ્યાભિમાનના તે યુગમાં તેમને અલૌકિક રક્ષણ હેઠળ રાજ્ય અને સિદ્ધાંતોને વરેલા દર્શાવવામાં આવ્યા હતા. 1599માં એલિઝાબેથે કહ્યું હતું કે ‘‘તમામ મારા પતિઓ, મારા સારા લોકો.’’

વિદેશ નીતિ

એલિઝાબેથ પ્રથમ 
ફ્રાન્કોઇસ, એનઝૂના રાજવી, નિકોલસ હિલયાર્ડ દ્વારા તૈયાર કરાયેલું ચિત્રએલિઝાબેથ વડાને તેનો "દેડકો" કહીને બોલાવતા, તે તેમને બહુ કદરૂપો લાગતો ન હતો કારણકે તે તેમની પાસે આશા રાખવા માંડી હતી.

ડુડલી સાથે સંબંધો ઉપરાંત એલિઝાબેથએ તેમના લગ્નના મુદ્દાનો ઉપયોગ વિદેશી નીતિના દ્રષ્ટિકોણથી કર્યો હતો. તેમણે 1559માં ફિલિપ બીજાના લગ્નનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો છતાં ફિલિપ બીજાના પિતરાઈ ભાઈ ઓસ્ટ્રિયાના આર્કડ્યુક ચાર્લ્સ સાથે લગ્નની વાટાઘાટ કેટલાંક વર્ષ ચલાવી હતી. 1568 સુધીમાં તેમના હેબ્સબર્ગ્સ સાથેના સંબંધો બગડી ગયા હતા. તે પછી એલિઝાબેથએ વારાફરતી ફ્રાન્સના વેલોઇસ રાજવંશના બે રાજકુમારો સાથે લગ્ન કરવા વિચાર કર્યો હતો. પહેલાં તેમણે એનઝૂના રાજવી હેનરી અને પછી 1572થી 1581 સુધી તેમના ભાઈ ફ્રેન્કોઇસ સાથે લગ્ન કરવા વિચારણા કરી હતી. આ છેલ્લી દરખાસ્ત દક્ષિણ નેધરલેન્ડ્સમાં સ્પેનિશ નિયંત્રણ સામે આયોજિત જોડાણ હતું. આ સંબંધને એલિઝાબેથ ગંભીરતાપૂર્વક લઈ રહી છે તેવું થોડો સમય લાગ્યું હતું અને એન્જોએ મોકલેલી દેડકા આકારના બુટ્ટી ધારણ કરતાં હતાં.

એલિઝાબેથની વિદેશી નીતિ મુખ્યત્વે સંરક્ષણાત્મક હતી. તેમાં એકમાત્ર અપવાદ ઓક્ટોબર, 1562થી જૂન, 1563 દરમિયાન લી હાવ્રે કબજો મેળવવાનું વિનાશક યુદ્ધ હતું. તે સમયે આ બંદરનો કબજો પાછો મેળવવા એલિઝાબેથના હ્યુગ્યુનોટ સાથી કેથોલિક સાથે જોડાયા હતા. એલિઝાબેથનો આશય લી હાર્વે સામે કેલાઇસ લેવાનો હતો, જેને જાન્યુઆરી, 1558માં ફ્રાન્સે પાછું લઈ લીધું હતું. તેમણે આ બેઝનો ઉપયોગ ફ્રાન્સના લોકો ન કરી શકે તે માટે 1560માં સ્કોટલેન્ડમાં સૈન્યદળ મોકલ્યું હતું. 1585માં તેમણે ઈંગ્લેન્ડને સ્પેનિશ આક્રમણથી બચાવવા ડચ સાથે નોનસચની સંધિ કરી હતી. તેઓ તેમના જહાજના બેડા મારફતે જ આક્રમક નીતિ અખત્યાર કરી શકે તેમ હતાં. તેના પગલે સ્પેન સાથે યુદ્ધ થયું હતું, જેમાંથી 80 ટકા લડાઈ દરિયાઈ હતી. ફ્રાન્સિસ ડ્રેકએ 1577થી 1580 સુધી વિશ્વનું પરિભ્રમણ કર્યા પછી એલિઝાબેથએ તેમને સેનાપતિ બનાવ્યાં હતાં. ડ્રેકએ સ્પેનના બંદરો અને જહાજો પર સફળતાપૂર્વક હુમલા કરીને ખ્યાતિ મેળવી હતી. એલિઝાબેથના યુગમાં ઈંગ્લેન્ડમાં વહાણવટાની પ્રવૃત્તિનો સારું એવું પ્રોત્સાહન મળ્યું હતું, પણ મહારાણીનું ચાંચિયાગીરી પર બહુ નિયંત્રણ નહોતું.

સ્કૉટલૅંડ

એલિઝાબેથ પ્રથમ 
મેરી, સ્કોટની રાણી, તે એલિઝાબેથની પ્રથમ પિતરાઇ બહેન હતી તેને એકવાર હેનરી સાતમા દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવી હતી.

એલિઝાબેથની પહેલી નીતિ સ્કોટલેન્ડ તરફ હતી. તેઓ સ્કોટલેન્ડમાં ફ્રાંસના પ્રભુત્વના વિરોધી હતા. તેમને ડર હતો કે ફ્રાંસ સ્કોટલેન્ડમાંથી ઈંગ્લેન્ડ પર આક્રમણ કરવાની અને સ્કોટલેન્ડના મહારાણી મેરીને તાજ પહેરાવવાની યોજના બનાવી રહ્યું છે. અનેક લોકો મેરીને ઈંગ્લેન્ડની રાજગાદીના વારસદાર માનતા હતા. સ્કોટલેન્ડમાં પ્રોટેસ્ટન્ટ બળવાને સહાય કરવા લશ્કરી ટુકડીઓ મોકલવા એલિઝાબેથને મનાવવામાં આવ્યાં હતાં અને આ અભિયાન અયોગ્ય હોવા છતાં જુલાઈ, 1560માં એડિનબર્ગની સંધિમાં પરિણમ્યું હતું. આ સંધિને પગલા ફ્રાંસને ઉત્તરમાં ખસેડી દેવામાં આવ્યું હતું. 1561માં સત્તાના સૂત્રો ફરી સંભાળવા મેરી સ્કોટલેન્ડ પાછાં ફર્યા ત્યારે દેશમાં પ્રોટેસ્ટન્ટ ચર્ચનું શાસન સ્થાપિત થઈ ગયું હતું અને સત્તાની કમાનએલિઝાબેથના સમર્થનથી પ્રોટેસ્ટન્ટ ઉમરાવોની પરિષદના હાથમાં હતી. મેરીએ સંધિને વૈધાનિક માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો.

એલિઝાબેથએ તેમને પોતાને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર રોબર્ટ ડુડલીનો પતિ તરીકે સ્વીકાર કરવાનું મેરીને કહીને મર્યાદાભંગ કર્યો હતો. તેના બદલે મેરીએ 1565માં લોર્ડ ડાર્ન્લી, હેન્રી સ્ટુઅર્ટ સાથે લગ્ન કર્યા હતા, જેઓ પોતે ઈંગ્લેન્ડના સિંહાસનના હકદાર હોવાનો દાવો કરતાં હતાં. મેરીએ અનેક ભૂલો કરી હતી અને આ લગ્ન પહેલી ભૂલ હતી. આ લગ્નથી પોતે સ્કોટિશ પ્રોટેસ્ટન્ટ અને એલિઝાબેથ સામે વિજય મેળવ્યો છે તેવું મેરીનું માનવું હતું. પણ લગ્ન પછી તરત જ સ્કોટલેન્ડમાં ડાર્ન્લીની લોકપ્રિયતામાં ઘટાડો થયો અને મેરીના ઇટાલિયન સેક્રેટરી ડેવિડ રિઝિઓની હત્યામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ કુખ્યાત થયો હતો. ફેબ્રુઆરી, 1567માં બોથવેલના ઉમરાવ જેમ્સ હેપબર્ન નેતૃત્વમાં કેટલાંક લોકોએ ડાર્લીનની હત્યા કરી નાંખી હતી. તે પછી ટૂંક સમયમાં 15 મે, 1967ના રોજ મેરીએ બોથવેલ સાથે લગ્ન કર્યા હતા, જેના પગલે લોકોમાં એવી શંકા જન્મી હતી તે તેના પતિ ડાર્લીનની હત્યામાં સામેલ હતી. એલિઝાબેથએ તેને લખ્યું હતું કેઃ

તમે આટલી ઝડપથી તમારા ગૌરવ માટે આટલી ખરાબ પસંદગી કેવી રીતે કરી શકો છો. જે વ્યક્તિએ પર તમારા મૃત પતિની હત્યાના આરોપ છે તેની સાથે તમે કેવી રીતે સંબંધ બાંધી શકો છો.

આ પ્રકારની એક પછી એક બનાવોને લીધે અને ભૂલોના પરિણામે મેરીનો પરાજય થયો અને તેને લોશ લીવેન કેસલમાં કેદ કરવામાં આવી હતી. સ્કોટના ઉમરાવો તેમને તેમના પુત્ર જેમ્સની તરફેણમાં ગાદીનો ત્યાગ કરવા દબાણ કરતાં હતાં. જેમ્સનો જન્મ જૂન, 1566માં થયો હતો. જેમ્સને સ્ટર્લિંગ કેસલમાં પ્રોટેસ્ટન્ટ તરીકે ઉછેરવા માટે લઈ જવાયો હતો. મેરી 1568માં લોસ લીવેનમાંથી નાસી ગઈ હતી, પણ ઈંગ્લેન્ડની સરહદ પર એક અન્ય પરાજ્યનો સામનો કરવો પડ્યો. એક સમયે તેને એલિઝાબેથનું સમર્થન મળતું હતું, પણ હવે તે દરવાજા તેના માટે હંમેશા માટે બંધ થઈ ગયા હતા. એલિઝાબેથ પહેલા તેમને મહારાણી તરીકે પુનઃ સ્થાપિત કરવા માગતા હતા, પણ તેમણે અને તેમની પરિષદે સુરક્ષિત થઈ જવાનું પસંદ કર્યું. મેરીને અંગ્રેજી સૈન્ય સાથે સ્કોટલેન્ડ પાછી મોકલવા કે ઈંગ્લેન્ડના કેથોલિક દુશ્મન ફ્રાંસમાં રવાના કરવાના બદલે તેમણે તેને ઈંગ્લેન્ડમાં ઝડપી લીધી. તેને 19 વર્ષ સુધી જેલમાં રખાઇ હતી.

એલિઝાબેથ પ્રથમ 
ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ પ્રથમના હસ્તાક્ષર

ટૂંક સમયમાં મેરી બળવાનું કેન્દ્ર બની ગઈ હતી. 1569માં ઉત્તરના બળવા (કેથોલિક સંપ્રદાયના લોકોનો એલિઝાબેથ સામેનો બળવો) ના ષડયંત્રકારો મેરી સાથે વાટાઘાટ કરતાં હતાં અને નોર્ફોલ્કના રાજવી થોમસ હાવર્ડ સાથે લગ્ન કરાવવાની યોજના ઘડી હતી. હાવર્ડને કેદ કરીને એલિઝાબેથએ જવાબ આપી દીધો. પોપ પાયસ પંચમે 1570માં રેગનન્સ ઇન એક્સેલસિસ નામે ઓળખાતો પપલ બુલ ઇશ્યૂ કર્યો હતો, જેમાં એલિઝાબેથને ઈંગ્લેન્ડની ઢોંગી મહારાણી અને અપરાધની સેવિકા તથા નાસ્તિક, પાખંડી ગણાવવામાં આવી હતી. એટલું જ નહીં તેને રાજનિષ્ઠા સાથે સંબંધિત તમામ વિષયોમાંથી મુક્ત જાહેર કરવામાં આવી હતી. તે પછી ઈંગ્લેન્ડના કેથોલિક્સને દેશના સાચા સાર્વભૌમિક શાસક તરીકે મેરી સ્ટુઅર્ટ તરીકે જોવા પ્રોત્સાહન મળ્યું હતું. એલિઝાબેથ પાસેથી મહારાણીનો તાજ છીનવવા માટે દરેક કેથોલિક ષડયંત્રમાં મેરી સામેલ નહોતી, પણ એલિઝાબેથના જાસૂસ સર ફ્રાન્સિસ વોલ્સિંગહામ અને શાહી પરિષદે 1571ના રિડોલ્ફી ષડયંત્રથી 1585ના બેબિંગ્ટન ષડયંત્રમાં મેરી સામે કેસ ઘડી કાઢ્યાં હતાં. પહેલા એલિઝાબેથએ મેરીને દેહાતદંડ દેવાનો વિરોધ કર્યો હતો. 1586ના અંત સુધીમાં તેમને મેરી પર કેસ ચલાવવા અને બેબિંગ્ટન ષડયંત્ર દરમિયાન લખેલા પત્રોના પુરાવાના આધારે સજા કરવા મનાવી લેવાયા હતા. એલિઝાબેથએ સજાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘‘તાજના દાવેદાર હોવાનો ખોટો ઢંઢોરો પીટતી મેરીએ અમારા શાહી પરિવારની વ્યક્તિનું દિલ દુભાવતી, મૃત્યુ તરફ દોરી જતી અને વિનાશક કૃત્યો કર્યા છે.’’ આઠમી ફેબ્રુઆરી, 1587નારોજ નોર્થમ્પ્ટનશાયરમાં ફોથરિંગહે કેસલ ખાતે મેરીનો શિરચ્છેદ કરાયો હતો. તે સમયે તેની ઉંમર 44 વર્ષ હતી.

સ્પેન

અત્યાર સુધી લીધેલા પગલાંની વિનાશાત્મક અસરો અને 1562-1563માં લી હાર્વીને ગુમાવ્યા બાદ યુરોપીયન ખંડમાં લશ્કરી કાર્યવાહી કરવાનું ટાળતાં રહેલા એલિઝાબેથે 1585માં ફિલિપ બીજાની વિરુદ્ધમાં બળવો કરી રહેલા પ્રોટેસ્ટંટ સંપ્રદાયના ડચ બળવાખોરોની મદદ કરવા માટે અંગ્રેજ સૈન્ય મોકલ્યું. આ પગલું 1584માં વિલિયમ ધ સાઈલન્ટ, પ્રિન્સ ઓફ ઓરેન્જ અને એનઝૂના રાજવી ફ્રેન્કોઇસ જેવા સાથીદારોના મૃત્યુ અને સ્પેનિશ નેધરલેન્ડ્સના ફિલિપના ગવર્નર પાર્માના રાજવી એલેકઝાન્ડર ફર્નેસ સમક્ષ અનેક ડચ શહેરોની શરણાગતિ બાદ લેવામાં આવ્યું હતું. ડિસેમ્બર 1584માં ફિલિપ બીજા અને ફ્રેન્ચ કેથોલીક લીગના જોડાણે જોઈનવિલે ખાતે એન્જાઊના ભાઈ ફ્રાન્સના હેન્રી ત્રીજાની નેધરલેન્ડ પરના સ્પેનિશ આધિપત્યને પડકારવાની ક્ષમતાને આંકવામાં થાપ ખાધી. આ કારણથી કેથોલિક લીગના ગઢ સમા ગણાતા ફ્રાન્સના કેનાલના કિનારાના વિસ્તારોમાં પણ સ્પેનિશ પ્રભાવ વધવા લાગ્યો અને તેના કારણે ઈંગ્લેન્ડના આક્રમણ માટેનો માર્ગ મોકળો થયો. પાર્માના રાજવીએ 1585ના ઊનાળામાં એન્ટવર્પ કબજે કરતાં અંગ્રેજ અને ડચ પ્રજા તરફથી પગલાં લેવાં અનિવાર્ય બની ગયા. તેનું પરિણામ ઓગસ્ટ 1585ની નોનસચની સંધિમાં આવ્યું જેમાં એલિઝાબેથે ડચ પ્રજાને ટેકો આપવાનું વચન આપ્યું. આ સંધિથી એન્ગ્લો-સ્પેનિશ યુદ્ધનું મંડાણ થયું, જે 1604માં લંડન સંધિ સુધી ચાલ્યું.

આ આક્રમણની બાગડોર એલિઝાબેથ સાથે લગ્ન કરવાના ઊમેદવાર લિસેસ્ટરના ઉમરાવ રોબર્ટ ડુડલીને સાપવામાં આવી હતી. એલિઝાબેથે આ આક્રમણને પ્રારંભથી મનથી ટેકો આપ્યો ન હતો. અંગ્રેજ સૈન્ય સાથે દેખીતી રીતે ડચ પ્રજાને સહાય કરવી અને લિસેસ્ટરના હોલેન્ડમાં આગમનના થોડા જ દિવસોમાં સ્પેન સાથે ખાનગીમાં શાંતિ મંત્રણા કરવાની એલિઝાબેથની નીતિનો દેખીતી રીતે જ સક્રિય રીતે સ્પેન સામેની ઝુંબેશમાં જોડાવા માંગતા અને ડચ પ્રજા દ્વારા આ પ્રકારની જેના પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી તેવા અર્લ ઓફ લિસેસ્ટર ડુડલીની નીતિ સાથે ટકરાવ થતો હતો. બીજી બાજુ એલિઝાબેથ ઈચ્છતી હતી કે દુશ્મનો સામે લેવામાં આવતાં મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં ડુડલીને કોઇપણ કમતે અળગો રાખવો. ડચ સ્ટેટ્સ-જનરલ પાસેથી ગવર્નર જનરલની પદવી સ્વીકારવાના ડુડલીના નિર્ણયથી એલિઝાબેથ ગુસ્સે થઇ. એલિઝાબેથે આ પગલાંને નેધરલેન્ડ પરના સાર્વભૌમત્ત્વ સ્વીકારવા દબાણ કરવાના ડચ પ્રજાના કાવતરા તરીકે મૂલવ્યું કારણ કે એલિઝાબેથે હંમેશા નેધરલેન્ડ પર સાર્વભૌમત્ત્વ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેણે લિસેસ્ટરને લખી જણાવ્યું કેઃ

અમે કયારેય પણ કલ્પના કરી ન હતી (જો અમને અમારા અનુભવમાંથી જણાયું ન હોત તો) કે જે વ્યકિતને અમે જાતે આગળ લઇ આવ્યા છીએ અને જેને હંમેશા બીજા કોઈપણ લોકોની સરખામણીએ અસામાન્ય રીતે પ્રાધાન્ય આપ્યું છે તે વ્યકિત અમારા સન્માન સાથે જોડાયેલા મુદ્દે અમારા આદેશની આટલી બેશર્મીથી અવમાનના કરશે...અને તેથી જ અમારો ખુશી અને આદેશ એ જ છે કે કોઇપણ પ્રકારના વિલંબ અને બહાનાને બાજુએ રાખીને અમારા નામ પર અહયાથી જે પ્રકારનો આદેશ આપવામાં આવે તેને તમે સંપૂર્ણ વફાદારીથી સ્વીકારીને તેને પૂરો કરશો. જો તેમ કરવામાં કસૂરવાર રહેશો તો તેનો જવાબ તમારે તમારા પોતાના જોખમે આપવાનો રહેશે.

એલિઝાબેથનો આદેશ હતો કે તેની નામરજી દર્શાવતો પત્ર તેના દૂત દ્વારા ડચ કાઊન્સિલ ઓફ સ્ટેટ, લિસેસ્ટરની હાજરીમાં જાહેરમાં વાંચવામાં આવે. લેફટનેન્ટ જનરલના જાહેર અપમાનની સાથે સાથે એલિઝાબેથના સ્પેન સાથેના સતત ચાલતા વાર્તાલાપને કારણે ડચ પ્રજા પર રહેલા ડુડલીના પ્રભાવને કાયમી નુકશાન થયું. ભૂખે મરી રહેલા તેના સૈનિકો માટે અગાઉ વચન આપવામાં આવેલા નાણાં મોકલવાના એલિઝાબેથના વારંવારના ઈનકારને કારણે સૈન્ય કાર્યવાહી ખોરંભે પડી. સૈન્ય કાર્યવાહી માટેની એલિઝાબેથની અનિચ્છા, રાજકીય અને લશ્કરી નેતા તરીકેની લિસેસ્ટરની નબળાઇઓ અને ડચ રાજકારણમાં રહેલો જૂથવાદ અને અફરાતફરીનો માહોલ સ્પેનિશ સામેની લશ્કરી ઝુંબેશની નિષ્ફળતાના મુખ્ય કારણો હતા. આખરે લિસેસ્ટરે ડિસેમ્બર 1587માં તેના પદ પરથી રાજીનામું આપ્યું.

આ દરમિયાન, સર ફ્રાન્સિસ ડ્રેકે 1585 અને 1586માં કેરેબિયન ટાપુઓ પર સ્પેનિશ બંદરો અને વહાણોની વિરુદ્ધમાં મોટી સફર શરૂ કરી હતી અને 1587માં કેડિઝ પર સફળ હુમલો કરીને એન્ટરપ્રાઇઝ ઓફ ઇંગ્લેન્ડ માટેનું સ્પેનિશ યુદ્ધ જહાજના કાફલાનો નાશ કર્યો. ફિલિપ બીજાએ આખરે ઇંગ્લેન્ડ સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો.

એલિઝાબેથ પ્રથમ 
સ્પેનિશ આર્મડાના પરાજયની ઉજવણીના ભાગ રૂપે યોજાયેલા સમારંભમાં એલિઝાબેથનું પોર્ટ્રેટ(1588), પૃષ્ઠભૂમિમાં દર્શાવવામાં આવ્યું છે.પૃથ્વીના ગોળા પર એલિઝાબેથનો હાથ, તે તેની આંતરરાષ્ટ્રીય સત્તાનું પ્રતીક દર્શાવે છે.

પાર્માના રાજવી આગેવાની હેઠળ સ્પેનિશ આક્રમણ માટે તૈયાર કરવામાં આવેલા સૈન્યને નેધરલેન્ડથી દક્ષિણપૂર્વ ઈંગ્લેન્ડના દરીયાકિનારે લઇ જવા માટે 12 જુલાઇ 1588ના રોજ સ્પેનિશ આર્મડા તરીકે ઓળખવામાં આવતો જહાજોનો મોટો કાફલો ઈગ્લશ ચેનલમાં તરતો મૂકવામાં આવ્યો. ખોટી ગણતરી, કમનસીબી અને ગ્રેવલાઈનની પાછળ 29 જુલાઈએ ઈંગ્લિશ ફાયર શીપ પર હુમલો કરવાની ભૂલને કારણે સ્પેનિશ જહાજો ઉત્તરપૂર્વમાં વિખેરાઇ જતાં સ્પેનિશ આર્મડાનો પરાજય થયો. (કેટલાક જહાજો ઉત્તરીય સમુદ્રના માર્ગે સ્પેન પાછા ફરવા મથામણ કરીને પાછા આયર્લેન્ડના પશ્ચિમ કિનારે દક્ષિણને પાર કરી ગયા પછી) આયર્લેન્ડના દરીયાકિનારે થયેલા હતાશાજનક પરાજયને કારણે આર્મડા વેરવિખેર હાલતમાં સ્પેન પાછો ફર્યો. સ્પેનિશ આર્મડાના હાલથી બેખબર અંગ્રેજ સૈન્ય લિસેસ્ટરના ઉમરાવ રોબર્ટ ડુડલીની આગેવાની હેઠળ દેશને સ્પેનિશ આક્રમણ સામે રક્ષણ આપવા માટે એકત્ર થયું. લિસેસ્ટરે 8 ઓગસ્ટે એસિક્સમાં ટીલબરી ખાતે તેના સૈન્યનું નિરીક્ષણ કરવા માટે એલિઝાબેથને આમંત્રણ આપ્યું. સફેદ મખમલી વસ્ત્રો પર પેરી બ્રેસ્ટપ્લેટ ધારણ કરીને એલિઝાબેથે સૈન્યને સંબોધન કર્યું જે તેના સૌથી પ્રસિદ્ધ વકતવ્યમાં સ્થાન પામે છેઃ

મારા પ્રિય પ્રજાજનો, આપણી સલામતીની સંભાળ રાખતા કેટલાક લોકો દ્વારા મને દગાખોરીના ભયને કારણે શસસ્ત્ર દળોના નિરીક્ષણ માટે રાજી કરવામાં આવી છે, પરંતુ હું આપને સંપૂર્ણ ખાતરી આપું છું કે મારા વફાદાર અને પ્રિય પ્રજાજનો પર અવિશ્વાસ રાખીને હું જીવવા ઈચ્છતી નથી...હું જાણું છું કે મારું શરીર નબળી અને અશકત સ્ત્રીનું છે, પરંતુ મારું હૃદય અને ક્ષમતા રાજાની છે અને તે પણ ઈંગ્લેન્ડના રાજાની અને પાર્મા કે સ્પેન કે યુરોપનો કોઇપણ રાજકુમાર મારા રાજયની સરહદો પર આક્રમણ કરવાની હિંમત કરે તે ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય.

જયારે કોઈપણ પ્રકારનું આક્રમણ ન થયું ત્યારે દેશમાં ઉજવણી કરવામાં આવી. સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે લોકોનો આભાર માનવા માટેનું એલિઝાબેથનું સરઘસ તેની સ્મશાનયાત્રામાં ઉમટેલા માનવ મેરામણ સાથે સ્પર્ધા કરી શકે તેટલું ભવ્ય રહ્યું. આર્મડાના પરાજયને એલિઝાબેથ અને પ્રોટેસ્ટંટ ઈંગ્લેન્ડના વિજય તરીકે મૂલવીને તેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો. અંગ્રેજ પ્રજા આ વિજયને ઈશ્વરના આશીર્વાદ અને પવિત્ર રાણીના રાજયમાં દેશની પવિત્રતાના પ્રતિક તરીકે જોવા લાગી. જો કે, આ વિજયે યુદ્ધની કરવટ ન બદલી અને યુદ્ધ ચાલુ જ રહ્યું અને ઘણીવાર સ્પેનનો હાથ ઉપર રહ્યો. હજુપણ નેધરલેન્ડ પર સ્પેનનું નિયંત્રણ હતું અને હુમલાની ભીતિ ચાલુ જ હતી. એલિઝાબેથના મૃત્યુબાદ સર વોલ્ટર રેલીઘએ દાવો કર્યો હતો કે એલિઝાબેથના સાવચેતીભર્યા વલણને કારણે સ્પેન સામેના યુદ્ધમાં અવરોધ પેદા કર્યા હતાઃ

રાણીએ જો તેના લહિયાની જેમ સિપાહીઓની વાત માની હોત તો આપણે તેના સમયમાં આ મહાન સામ્રાજ્યને ટુકડામાં વહેંચાઇ ગયું હોત અને ભૂતકાળની જેમ નાના રજવાડા ઉભા થઇ ગયા હોત. પરંતુ મહારાણીએ તે બધુ કમને કર્યુ અને ક્ષુલક આક્રમણોએ સ્પેનિયાર્ડને બચાવ કેવી રીતે કરવો અને પોતાની નબળાઇ જોતા શીખવ્યુ.

કેટલાક ઇતિહાસકારોએ આ જ મુદ્દા પર એલિઝાબેથની ટીકા કરી હોવાં છતાં રેલીઘના મતને ઘણાં લોકો અયોગ્ય ગણાવે છે. પોતાના સરદારોમાં વધારે પડતો વિશ્વાસ નહીં મૂકવા માટે એલિઝાબેથ પાસે ઘણાં કારણો હતા, કેમ કે એલિઝાબેથે એક વખત જણાવ્યું હતું કે તેઓ કામ કરવાને બદલે બગણાં ફૂંકવામાં જ રચ્યા પચ્યા રહેતા હતા.

ફ્રાંસ

જયારે પ્રોટેસ્ટંટ હેનરી પાંચમો 1589માં ફ્રાન્સની રાજગાદી પર આવ્યો ત્યારે એલિઝાબેથે તેને લશ્કરી મદદ મોકલી. 1563માં લી હાર્વેમાં થયેલી પીછેહઠ બાદ એલિઝાબેથનું ફ્રાન્સમાં આ પ્રથમ સાહસ હતું. હેનરીની વારસાઇ સામે કેથોલિક લીગ અને ફિલિપ બીજાનો મજબૂત વિરોધ હતો અને એલિઝાબેથને ભય હતો કે સ્પેનિશ લોકો ઈંગ્લિશ ચેનલ પર આવેલા બંદરો પર કબજો જમાવી લેશે. જો કે ત્યારબાદનું અંગ્રેજોની ફ્રાન્સ ખાતેની લશ્કરી ઝુંબેશ અવ્યવસ્થિત અને બિનઅસરકારક રહી. લોર્ડ વિલોબી એલિઝાબેથના મોટાભાગના આદેશોને અવગણીને 4,000 લોકોના સૈન્ય સાથે ઉત્તરીય ફ્રાન્સના વિસ્તારોમાં ખૂબ જ ઓછા પ્રભાવ સાથે ભટકતો રહ્યો. તેણે લગભગ અડધું સૈન્ય ગુમાવ્યા બાદ હતાશામાં આવીને ડિસેમ્બર 1589માં પીછેહઠ કરી. બ્રિટટેનીમાં લગભગ 3,000 સૈનિકો સાથેના લશ્કરની બાગડોર સંભાળતા જહોન નોરેયસની ઝુંબેશનો 1591માં વિલોબી કરતાં પણ ખરાબ રકાસ થયો. આ માટેનું કારણ એ હતું કે આ પ્રકારના આક્રમણોમાં સરદારો દ્વારા વિનંતી કરવામાં આવતા પૂરવઠા અને સૈન્યમાં વધારે રોકાણ કરવામાં એલિઝાબેથની અનિચ્છા હતી. નોરેય વધારે પ્રમાણમાં સહાયની રૂબરૂમાં વિનંતી કરવા માટે લંડન જવા નીકળ્યો. તેની ગેરહાજરીમાં કેથોલિક સૈન્યએ મે 1591માં ઉત્તર-પશ્ચિમ ફ્રાન્સમાં ક્રેઓન ખાતે તેના બાકી રહેલા લશ્કરનો લગભગ નાશ કરી દીધો. હેનરી ચોથાને રૂએનને ઘેરો ઘાલવામાં મદદ કરવા માટે જુલાઈમાં એલિઝાબેથે એસિક્સના ઉમરાવ રોબર્ટ ડેવરુકસના નેતૃત્ત્વ હેઠળ વધુ એક સૈન્ય મોકલ્યું. તેનું પરિણામ પણ નિરાશાજનક આવ્યું. એસિક્સના ઉમરાવ રોબર્ટ કોઇપણ જાતની સફળતા મેળવ્યા વિના જ જાન્યુઆરી 1592માં ઈંગ્લેન્ડ પાછો ફર્યો. હેનરીએ એપ્રિલમાં આ નગરનો ઘેરો ખોલી નાંખ્યો. દરવખતની જેમ જ, આ વખતે પણ એલિઝાબેથ વિદેશમાં રહેલા તેના સરદારો પરનું નિયંત્રણ રાખી શકી નહીં. તેણે એકેકસને લખ્યું હતું કે, તે કયાં છે, અથવા શું કરી રહ્યો છે અથવા તેને શું કરવાનું છે તેનાથી અમે તદ્દન અજાણ છીએ.

આયર્લેન્ડ

આયર્લેન્ડ તેના બે રાજયોમાંનું એક હોવા છતાં એલિઝાબેથને વેરભાવ ધરાવતા અને તે પણ કેટલાક વિસ્તારોમાં સ્વતંત્રતા ધરાવતા અને તેના દુશ્મનો સાથે મળીને તેની વિરુદ્ધમાં કાવતરું ઘડવા ઈચ્છતા કેથોલિક સમુદાયનો સામનો કરવો પડ્યો હતો. આયર્લેન્ડમાં તેની નીતિ તેના દરબારીઓને જમીન આપવાની અને બળવાખોરોને સ્પેનને ઈંગ્લેન્ડ પર હુમલો કરવા માટે થાણું નાખવાથી અટકાવવાની હતી. અનેક બળવાઓની શ્રેણીના પ્રતિભાવરૂપે અંગ્રેજ સૈન્યએ ગરમ-જમીનનો વ્યૂહ અપનાવ્યો જેમાં જમીન સળગાવીને પુરૂષો, મહિલાઓ અને બાળકોને રહેસી નાંખવામાં આવતા. 1582માં ડેઝમોન્ડના ઉમરાવ ગેરાલ્ડ ફિટ્ઝગેરાલ્ડની આગેવાની હેઠળના મન્સ્ટરના બળવા દરમિયાન લગભગ 30,000 જેટલા આઈરીશ લોકોને ભૂખે મારવામાં આવ્યા હતા. કવિ એડમન્ડ સ્પેન્સરે લખ્યું હતું કે ભોગ બનનાર લોકોને એવી દારૂણતાની સ્થિતિમાં લઈ આવવામાં આવ્યા હતા કે કોઇપણ પથ્થર હૃદયનો માણસને પશ્ચાતાપ થાય. એલિઝાબેથે તેના સરદારોને સલાહ આપી હતી કે કઠોર અને જંગલી દેશના આઈરીશ લોકો સાથે સારો વ્યવહાર કરવામાં આવે, પરંતુ જયારે લશ્કરી તાકાત અને ખૂનામરકી જરૂરી હોવાનું માનવામાં આવ્યું ત્યારે તેણે કોઇ પ્રકારનો પછતાવો દર્શાવ્યો ન હતો.

1594થી 1603 દરમિયાન ટાયરોનના બળવા અથવા નાઈન યર વોર તરીકે ઓળખાતા બળવા દરમિયાન એલિઝાબેથની આયર્લેન્ડમાં સૌથી આકરી કસોટી થઇ. આ બળવાના નેતા ટાયરોનના ઉમરાવ હ્યુજ ઓનેઈલને સ્પેનનું પીઠબળ હતું. એલિઝાબેથે આ બળવાને ડામવા માટે 1599ની વસંત ઋતુમાં એસિક્સના બીજા ઉમરાવ રોબર્ટ ડેવરુકસને મોકલ્યો. આ પગલું એલિઝાબેથ માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું કારણ કે તે ખૂબ જ ઓછી સફળતા મેળવીને રજા વિના જ ઈંગ્લેન્ડ પાછો ફર્યો. તેના બદલે માઉન્ટજોયના ઉમરાવ ચાર્લસ બ્લાઉન્ટને મોકલવામાં આવ્યો, જેને બળવાખોરોને હરાવવામાં ત્રણ વર્ષ લાગ્યા. ઓનેઈલે 1603માં એલિઝાબેથના મૃત્યુના થોડા દિવસો બાદ આત્મસમર્પણ કર્યું.

રશિયા

એલિઝાબેથ પ્રથમ 
ઇવાન અને ટેરિબલ એલિઝાબેથના રાજદૂતને તેમનો ખજાનો બતાવે છે.એલેક્ઝાન્ડર લિટોવચેન્કો દ્વારા તૈયાર કરાયેલું ચિત્ર, 1875

એલિઝાબેથે મૂળભૂત રીતે તેના સ્વર્ગસ્થ ભાઈએ સ્થાપેલા રશિયાના ઝાર સામ્રાજય સાથે રાજદ્વારીય સંબંધો જાળવી રાખ્યા. તે તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા પરંતુ એલિઝાબેથના લશ્કરી જોડાણને બદલે વ્યાપારિક સંબંધો વિકસાવવા પરના આગ્રહને કારણે ઘણીવાર ચીડાતા રહેતા તે વખતના રશિયાના શાસક ઝાર ઈવાન ચોથા સાથે ઘણીવાર પત્રવ્યવહાર કરતી. ઝારે એક વખત તેની સામે લગ્નનો પ્રસ્તાવ પણ મૂકયો હતો અને તેના શાસનના અંતિમ વર્ષોમાં તેની પાસેથી એવી ખાતરી પણ માંગી હતી કે જો તેનું રાજય ખતરામાં મૂકાય તો તેને ઈંગ્લેન્ડમાં આશ્રય આપવામાં આવે. ઈવાનના મૃત્યુબાદ તેનો સરળ દિમાગનો પુત્ર ફિયોડર ગાદીએ આવ્યો. તેના પિતાથી વિપરિત ફિયોડરને માત્ર ઈંગ્લેન્ડ સાથેના જ વ્યાપારિક સંબંધો જાળવવામાં રસ ન હતો. ફિયોડરે તેના રાજયને તમામ વિદેશીઓ માટે ખુલ્લું મૂકયું અને તેના પિતા દ્વારા સહન જેનો ભપકો અને ઠાઠમાઠ સહન કરવામાં આવતા હતા તેવા અંગ્રેજ રાજદૂત સર જેરોમ બાઉવ્સને પદભ્રષ્ટ કર્યો. એલિઝાબેથે નવા રાજદૂત કરીતે ડો ગીલ્સ ફલેચરને મોકલીને રીજેન્ટ બોરીસ ગોડુનોવ પાસે માંગણી કરી કે તેણે ઝારને આ બાબતે ફરીથી વિચાર કરવા રાજી કરવો. ફલેચરે ફિયોડરને કરેલા સંબોધનમાં બે-ત્રણ ખિતાબ કાઢી નાંખ્યા હોવો કારણે આ મંત્રણ નિષ્ફળ ગઇ. એલિઝાબેથ અડધા વિનંતી કરતા અને અડધા નિંદાત્મક ભાવ ધરાવતા પત્રો દ્વારા ફિયોડરને વિનંતી કરતી હતી ફિયોડરના પિતાએ પ્રસ્તાવ મૂકેલા પરંતુ તેને અસ્વીકાર કરેલા જોડાણ અંગેનો પ્રસ્તાવ પણ એલિઝાબેથે મૂકયો પરંતુ આ પ્રસ્તાવ પણ ફિયોડરે ઠુકરાવી દીધો.

બાર્બરી સ્ટેટ્સ, ઓટોમાન સામ્રાજય, જાપાન

એલિઝાબેથ પ્રથમ 
અબ્દ અલ- ઉહેદ બિન મેસૂદ, બાર્બર રાજ્યનો મૂરીશ રાજદૂત મહારાણી એલિઝાબેથ પ્રથમની કોર્ટમાં, 1600.

એલિઝાબેથના સામ્રાજય દરમિયાન ઈંગ્લેન્ડ અને જંગલી રાજયો વચ્ચેના વ્યાપારિક તથા રાજદ્વારીય સંબંધોનો વિકાસ થયો. ઈંગ્લેન્ડે સ્પેનની વિરૂદ્ધમાં મોરોક્કો સાથે વ્યાપારિક સંબંધો વિકસાવ્યા, જેમાં બખ્તર, દારૂગોળા, લાકડા અને ધાતુને વેચીને ખ્રિસ્તી ધર્મગુરૂઓનો પ્રતિબંધ હોવા છતાં મોરોક્કાની ખાંડ ખરીદવામાં આવતી હતી. ઈ.સ.1600માં મોરોક્કાના મુખ્ય સચિવ આબેદલ-આઉહેદ બેન મસૂદે સ્પેનની વિરુદ્ધમાં એન્ગ્લો-મોરોક્કન જોડાણ રચવા મંત્રણા કરવા માટે મોરોક્કોના શાસક મુલાઈ અહમદ અલ-મન્સુરના રાજદૂત તરીકે રાણી એલિઝાબેથના દરબારની મુલાકાત લીધી. એલિઝાબેથે મોરોક્કોને દારૂગોળો પૂરો પાડવા સંમતિ દર્શાવી અને તે અને મુલાઈ અહમદ અલ-મન્સુર ઘણી વખત સ્પેનિશ લોકો સામે સંયુકત રીતે ચઢાઇ કરવાની મંત્રણા પણ કરતા હતા. જો કે આ ચર્ચાઓનું પરીણામવિહિન રહી અને બંને શાસકો આ રાજકીય સંબંધો સ્થપાયાના બે જ વર્ષમાં મૃત્યુ પામ્યા.

ઓટોમાન સામ્રાજય સાથે મળીને ઈ.સ. 1578માં લેવેન્ટ કંપની સ્થાપી અને વિલિયમ હારબોર્નને પોર્ટે ખાતેના પ્રથમ અંગ્રેજ રાજદૂત તરીકે મોકલીને રાજદ્વારીય સંબંધો સ્થાપવામાં આવ્યા. પ્રથમ વ્યાપારિક સંધિ ઈ.સ. 1580માં કરવામાં આવી. બંને દિશામાં અસંખ્ય પ્રતિનિધિ મંડળો મોકલવામાં આવ્યા અને એલિઝાબેથ અને સુલ્તાન મુરાદ ત્રીજા વચ્ચે પત્રવ્યવહાર પણ થતો હતો. એક પત્રમાં મુરાદે એવો વિચાર પણ રજૂ કર્યો હતો કે ઈસ્લામ અને પ્રોટેસ્ટંટ સંપ્રદાયમાં રોમન કેથોલિક સંપ્રદાય કરતાં ઘણી વધારે સમાનતા છે કારણ કે બંને મૂર્તિપૂજાને નકારે છે તથા ઈંગ્લેન્ડ અને ઓટોમાન સામ્રાજય વચ્ચેના જોડાણની પણ દલીલ કરી. કેથોલિક યુરોપની નામરજી હોવા છતાં, ઈંગ્લેન્ડે ટીન અને સીસું (તોપ બનાવવા માટે) તથા દારૂગોળાની ઓટોમાન સામ્રાજયમાં નિકાસ કરી અને ઈ.સ. 1585માં સ્પેન સાથે યુદ્ધ દરમિયાન સંયુકત લશ્કરી કાર્યવાહી માટે એલિઝાબેથે મુરાદ ત્રીજા સાથે ગંભીર મંત્રણા પણ કરી હતી, કારણ કે ફ્રાન્સીસ વેલ્સગહામ બંને દેશોના દુશ્મન એવા સ્પેન સામે ઓટોમાનની સીધી લશ્કરી સંડોવણી માટે લોબિંગ કરતો હતો. તે સમય દરમિયાન એંગ્લો-તૂર્કીશ ચાંચીયાગીરી પણ વધી ગઇ હતી.

જાપાન પહાચેલો પ્રથમ અંગ્રેજ રાજદૂત વિલિયમ એડમ્સ ઈ.સ.1585માં સ્થાપવામાં આવેલી બાર્બરી કંપનીનો ભૂતપૂર્વ કર્મચારી હતો. તેણે ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પાયલટ તરીકે ઓગસ્ટ 1600માં જાપાનમાં પગ મૂકયો.. તેણે જાપાનીઝ શોગુનના સલાહકાર તરીકે મહત્ત્વની ભૂમિકા અદા કરી તથા ઈંગ્લેન્ડ અને જાપાન વચ્ચે પ્રથમ રાજદ્વારીય સંપર્ક અને વ્યાપારિક સંધિ પ્રસ્થાપિત કરી.

પાછળના વર્ષો

ઢાંચો:House of Tudor એલિઝાબેથ વયોવૃદ્ધ થઇ ગયા અને લગ્ન અશક્ય થઇ જતાં, તેમની છબિ ક્રમશઃ બદલાતી ગઇ. તેમનું બેલફીબી અથવા એસ્ટ્રીયા, અને આર્મડા બાદ એડમન્ડ સ્પેન્સરની કવિતાની સાશ્વત યુવાન પરિ મહારાણી ગ્લોરિયાના તરીકે નિરૂપણ થતું હતું. તેમના દોરવામાં આવેલા ચિત્રો ઓછાં વાસ્તવદર્શી બન્યાં અને ઘણાં તો કોયડારૂપ પ્રતિક હતા જેમણે તેમનો દેખાવ વાસ્તવિકતાથી ઘણો યુવાન બનાવી દીધો. હકીકતમાં, 1562માં, તેમની ચામડી ઉપર શીતળાની નિશાનીઓ પડી ગઇ હતી, જેના કારણે તેમના માથાના વાળ ઉતરી ગયા હતા અને તેઓ વિગ તથા સૌંદર્ય પ્રસાધનો ઉપર નિર્ભર થઇ ગયા હતા. સર વોલ્ટર રેલીએ તેમને ‘‘એવી મહિલા જેને સમયે આશ્ચર્ય કરાવ્યું હતું’’ ઓળખાવ્યાં હતા. જો કે, એલિઝાબેથના રૂપમાં જેટલો વધુ ઘટાડો થયો, તેના દરબારીઓએ એટલાં વધારે તેના વખાણ કર્યા હતા.

એલિઝાબેથ પોતાની આ જીંદગી આનંદથી જીવતી હતી, પરંતુ તેના જીવનના આખરી દશકમાં તેને પોતાની રીતે જીવન જીવવાનું શરૂ કર્યું. તે સોહામણાં અને મિજાજી યુવાન એસિક્સના ઉમરાવ રોબર્ટ ડેવરુકસ પ્રત્યે આકર્ષાઇ, જેણે તેણીની સાથે થોડી છૂટછાટ લીધી હતી. તેની માટે એલિઝાબેથે રોબર્ટને માફ કરી દીધો હતો. રોબર્ટની બેદરકારીના કિસ્સાઓ વધતા જતા હોવા છતાં, એલિઝાબેથે વારંવાર તેની સૈન્યના પદો ઉપર નિમણૂંક કરી હતી. 1599માં એસેક્સે આયર્લેન્ડમાં તેના કમાન્ડને છોડી દીધા બાદ, એલિઝાબેથે તેને ઘરમાં કેદ કરાવ્યો હતો અને ત્યારપછીના વર્ષે તેને તેના અબાધિત અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 1601માં, અર્લે લંડનમાં બળવો કરવાની કોશિશ કરી હતી. તેનો ઇરાદો રાણીને પકડી લેવાનો હતો પરંતુ તેને પૂરતો ટેકો મળ્યો નહી, અને 25મી ફેબ્રુઆરીએ તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું. એલિઝાબેથ જાણતી હતી કે આ ઘટનાઓ પાછળ તેનાં પોતાના ખોટાં નિર્ણયો આંશિક જવાબદાર છે. 1602માં એક નિરીક્ષકે એવી નોંધ કરી હતી કે, “તેણીને અંધારામાં બેસવામાં આનંદ આવે છે અને ક્યારેક તે એસેક્સના શોકમાં આંસુ વહાવતી હોય છે.”

એલિઝાબેથે એસેક્સ પાસેથી પાછા લઇ લીધેલા અધિકારો તેના શાસનના છેલ્લા વર્ષોમાં દરબારીઓને અપાતું લાક્ષણિક વળતર હતું. યુદ્ધના સમયે વધુ રાહતો માટે સંસદ પાસે માગણી કરવાને બદલે તે આ પ્રકારની ખર્ચ રહિત પ્રણાલિ ઉપર નિર્ભર થઇ ગઇ હતી. આ પ્રણાલિને કારણે ટૂંક સમયમાં જ પ્રાઇસ-ફિક્સીંગ શરૂ થયું, જાહેર જનતાના ખર્ચે દરબારીઓ ધનવાન બન્યા અને લોકોમાં વ્યાપક રોષ ફેલાયો. આને પરિણામે 1601માં સંસદના હાઉસ ઓફ કોમન્સમાં અશાંતિ સર્જાઇ. 30 નવેમ્બર, 1601ના રોજની પોતાની મશહુર “ગોલ્ડન સ્પીચ”માં, એલિઝાબેથે ગેરરીતિ વિશેના પોતાના અજ્ઞાનનો એકરાર કર્યો, તથા પોતાના વચનો અને પોતાની લાગણીસભર અપીલ વડે સાંસદોને વિશ્વાસમાં લીધા.

જે લોકો ઇરાદાપૂર્વક નહીં પરંતુ અજ્ઞાનતાને કારણે ખામીમાંથી સાર્વભૌમત્વ બચાવી રાખે છે તેમનો આભાર કેવી રીતે માનવો જોઇએ તે તમને ખબર છે તેમ છતાં તમે ધારણા કરી શકો છો. આપણા વિષયના હાર્દના સંરક્ષણથી વધુ પ્રિય આપણને કશું નથી. જો આપણને સ્વતંત્ર પર તરાપ મારનારા, આપણા લોકોને હેરાન કરનારા, ગરીબોનો પીડા આપનારા નહીં કહેવામાં આવે તો અનિચ્છનીય શંકા ઉભી થઇ શકે છે.

એલિઝાબેથ પ્રથમ 
એસિક્સનો બીજો ઉમરાવ રોબર્ટ ડેવરુકસ, વિલિયમ સેગાર દ્વારા તૈયાર કરાયેલું ચિત્ર, 1590

1588માં સ્પેનિશ આર્મડાના પરાજય બાદનો સમયગાળો એલિઝાબેથ માટે નવી મુશ્કેલીઓ લાવ્યો, જે તેણીની સત્તાના અસ્ત સુધીના 15 વર્ષ સુધી ચાલી. સ્પેન અને આયર્લેન્ડ વચ્ચેનો વિખવાદ વધુ ઊંડો બન્યો, કરવેરાનું ભારણ વધ્યું, અને નબળી ખેતી તથા યુદ્ધના ખર્ચને કારણે અર્થતંત્રને અસર થઇ. ભાવો વધ્યાં અને જીવન ધોરણ કથળ્યું. આ સમયગાળા દરમિયાન, કેથોલિક લોકો પરનું દમન વધુ તીવ્ર બન્યું, અને એલિઝાબેથે 1591માં કમિશન્સને કેથોલિક લોકોની પૂછપરછ કરવા તથા તેમના પર દેખરેખ રાખવાની સત્તા આપી. શાંતિ અને સમૃદ્ધિની ભ્રમણાને યથાવત રાખવા, એલિઝાબેથ આંતરિક જાસૂસી તથા ભ્રામક માહિતી પર પોતાની નિર્ભરતા વધારતી ગઇ. પોતાના આખરી વર્ષોમાં, વધતી જતી ટીકાઓને પરિણામે લોકોમાં તેણી પ્રત્યેના આકર્ષણમાં ઘટાડો થયો.

1590ના દશકમાં તેણીનું વહીવટી જૂથ, પ્રિવી કાઉન્સિલ એલિઝાબેથના “દ્વિતીય રાજ્યકાળ”ના કારણો પૈકીનું એક હતું તેમજ તે એલિઝાબેથના કાર્યકાળનું સૌથી અલગ લક્ષણ હતું. નવી પેઢી સત્તામાં આવી હતી. લોર્ડ બર્ગલીને બાદ કરતા, મોટાભાગના મહત્વના રાજનેતાઓ 159ની આસપાસ મૃત્યુ પામ્યા હતા. લિસેસ્ટરના ઉમરાવ રોબર્ટ ડુડલી 1588માં, સર ફ્રાન્સિસ વેલ્સિન્ગહેમ 1590માં, સર ક્રિસ્ટોફર હેટન 1591માં મૃત્યુ પામ્યા હતા. સરકારમાં ઉપજાવી કઢાયેલો અને કલ્પિત ઝઘડો/ કંકાસ કે જેણે 1590 પૂર્વે મોટું સ્વરૂપ ધારણ નહોતું કર્યું, તે હવે સરકારનું ચિહ્ન બની ગયો હતો. રાજ્યમાં સૌથી શક્તિશાળી પદો માટે એસિક્સના ઉમરાવ રોબર્ટ ડેવરુકસ અને લોર્ડ બર્ગલીના પુત્ર રોબર્ટ સેસિલ, તથા તેના ટેકેદારો વચ્ચે સર્જાયેલી ખટાશે રાજકારણને વધુ બગાડ્યું. રાણીના વિશ્વાસુ ફિઝીશ્યન ડો. લોપેઝના કિસ્સામાં જોવા મળે છે તેમ રાણીની અંગત સત્તા ઘટતી જતી હતી. એસિક્સના ઉમરાવ રોબર્ટ ડેવરુકસે અંગત શત્રુતાને કારણે ખોટી રીતે ડો. લોપેઝ ઉપર રાજદ્રોહનો આરોપ મૂક્યો હતો, તે સમયે રાણી ડો. લોપેઝને દેહાંતદંડ મળતો અટકાવી શકી નહોતી, અલબત્ત તે ડો. લોપેઝની ધરપકડ અંગે ક્રોધિત થઇ હતી તથા તેનો દોષ હોવાનું માનતી નહોતી (1594).

આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના આ સમયગાળામાં જ ઇંગ્લેન્ડમાં સાહિત્યના યુગનો ઉદય થયો. એલિઝાબેથના રાજ્યકાળના બીજા દશકના અંતમાં નવી સાહિત્યિક ગતિવિધિના સૌપ્રથમવાર સંકેતો મળ્યા, જ્યારે 1578માં જોન લિલીની યુફીયસ અને એડમંડ સ્પેન્સરની ધી શેફર્ડસ કેલેન્ડર પ્રસિદ્ધ થઇ. 1590ના દશક દરમિયાન, અંગ્રેજી સાહિત્યના કેટલાક વિરાટ વ્યક્તિત્વો પૈકીના કેટલાક લોકો પરિપક્વ બન્યા, જેમાં વિલિયમ શેક્સપિયર તથા ક્રિસ્ટોફર માર્લોવનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન અને ત્યારપછીના જેકોબિયન યુગમાં, અંગ્રેજી નાટ્યજગતે પોતાના સર્વોચ્ચ શિખરને સ્પર્શ કર્યો. એલિઝાબેથના યુગની કલ્પના એલિઝાબેથના સત્તાકાળ દરમિયાન સક્રિય રહેલા સ્થપતિઓ, નાટ્યકારો, કવિઓ અને સંગીતકારો પર નિર્ભર છે. પોતે ક્યારેય કલાની આશ્રયદાતા નહી રહેલી રાણી એલિઝાબેથના આ લોકો થોડાઘણાં અંશે ઋણી છે.

મૃત્યુ

એલિઝાબેથ પ્રથમ 
જોહન દી ક્રિટ્ઝ દ્વારા તૈયાર કરાયેલું કિંગ જેમ્સનું ચિત્ર

એલિઝાબેથનાં સૌથી વિશ્વાસુ સલાહકાર, બર્લગલીનું 4 ઓગસ્ટ, 1598ના રોજ નિધન થયું. જેનો રાજકીય વારસો તેના પુત્ર રોબર્ટ સેસિલ પાસે આવ્યો, જે ટૂંક સમયમાં જ સરકારનો નેતા બન્યો. તેણે વારસદાર તરીકે પદ પર આવવાની પ્રક્રિયાનો રસ્તો તૈયાર કર્યો હતો. એલિઝાબેથે ક્યારેય પોતાના વારસદારનું નામ જાહેર કરવાના ન હતા માટે સેસિલને ગુપ્તરાહે આગળ વધવાની ફરજ પડી હતી. આથી તેણે સ્કોટલેન્ડનાં જેમ્સ પાંચમા સાથે ગુપ્ત વાટાઘાટ હાથ ધરી હતી. જેમ્સ પાંચમો વારસાનો મજબૂત પરંતુ માન્ય નહી ઠરેલો દાવેદાર હતો. કેસિલો અધીરા જેમ્સને એલિઝાબેથને રમૂજ કરવાની અને સર્વોચ્ચ સત્તાધારીનું દિલ જીતવાની કળા શિખવાડી. તેમની જાતિ અને ગુણવત્તા લાગણીપૂર્વક સલાહ આપવાની ક્રિયા અથવા તેમના પોતાની કામગીરીમાં આતુરતા જેટલી અયોગ્ય નથી. આ સલાહ કામ કરી ગઇ. જેમ્સની શૈલી એલિઝાબેથને ગમી ગઇ. એલિઝાબેથે જેમ્સને પ્રત્યુત્તર આપતા કહ્યું કહું કે, ‘મને આપની ઉપર ભરોસો છે જે અંગે આપને શંકા હશે નહી પણ આપના છેલ્લાં પત્રો એટલા પસંદ પડ્યાં છે કે તે માટે આભાર વ્યક્ત થાય તે રીતે આપને ધન્યવાદ પાઠવ્યા વગર રહી શકાય નહી.’ ઇતિહાસકાર જે.ઇ. નેલનાં અભિપ્રાય મુજબ, એલિઝાબેથે પોતાની ઇચ્છાઓ જેમ્સ સમક્ષ સ્પષ્ટપણે જાહેર નહી કરી હોય તેવી શક્યતા છે, પરંતુ આડકતરો ઇશારો કરતા શબ્દો વડે ભૂલ ન થાય તે રીતે જાણ કરી દીધી હતી.

1602ની શરદ ઋતુ સુધી રાણીની તબિયત સારી રહી હતી, તે સમયગાલામાં રાણીના મિત્રોનાં શ્રેણીબદ્ધ મૃત્યુએ તેને હતાશામાં ધકેલી દીધી હતી. ફેબ્રુઆરી 1603માં, એલિઝાબેથની પિતરાઇની ભત્રીજી કાઉન્ટેસ ઓફ નોટિંગહામ કેથેરીન હોવર્ડ અને રાણીની નજીકની મિત્ર કેથેરીન, લેડી નોલિઝનાં મૃત્યુએ રાણીને ઊંડો આઘાત પહોંચાડ્યો હતો. માર્ચમાં, એલિઝાબેથ માંદી પડી હતી અને તેમનો સ્વભાવ ખિન્ન તથા ઉદાસ રહ્યો હતો. 24મી માર્ચ, 1603ના રોજ રિચમંડ પેલેસ ખાતે સવારે 2 થી 3ની વચ્ચે એલિઝાબેથનું નિધન થયું. થોડા કલાકો બાદ, સેસિલ અને કાઉન્સિલે પોતાની યોજના અમલમાં મૂકી અને સ્કોટલેન્ડના જેમ્સ પાંચમાને ઇંગલેન્ડના રાજા તરીકે ઘોષિત કર્યો.

એલિઝાબેથ પ્રથમ 
એલિઝાબેથની અંતિમવિધિ, 1603, સંભવતઃ વિલિયમ કેમડેન દ્વારા

એલિઝાબેથની શબપેટીને રાત્રે મશાલોના અજવાળામાં એક નૌકામાં રાખીને નદીની નજીકનાં વ્હાઇટહોલ ખાતે લઇ જવામાં આવી. 28મી એપ્રિલે તેણીની અંતિમયાત્રામાં શબપેટીને કાળું મખમલ ઓઢાડેલી અને ચાર ઘોડા જોતરેલી શબગાડીમાં મૂકીને વેસ્ટમિન્સ્ટર એબે ખાતે લઇ જવાયું હતું. ઇતિહાસકાર જ્હોન સ્ટોનાં શબ્દોમાં આ પ્રસંગનું વર્ણન જોઇએ તો:

વેસ્ટમિન્સ્ટરની ગલીઓ, ઘરો, બારીઓ, રસ્તાઓ અને ખાંચાગલીઓ મોટી સંખ્યામાં ઉમટેલા તમામ પ્રકારના લોકો વડે ખીચોખીચ ભરાઇ ગઇ હતી. આ લોકો એલિઝાબેથની અંતિમવિધિ જોવા ઉમટ્યા હતા. જ્યારે તેમણે શબપેટી ઉપર એલિઝાબેથનું પૂતળું જોયું ત્યારે લોકોમાં જે શોક, રૂદન, નિઃસાસા અને આક્રંદ જોવા મળ્યું તે માનવ ઇતિહાસમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું નહોતું.

તાજ માટે અન્ય વિવિધ દાવેદારોની ઉપસ્થિતિ હોવા છતાં, સત્તાનું હસ્તાંતરણ સરળતાથી ચાલ્યું. જેમ્સને વારસો મળતા હેનરી આઠમાંના થર્ડ સક્સેશન એક્ટ અને હેનરીની નાની બહેર મેરી ટ્યુડોરની તરફેણ કરતી વસિયત બાજુએ મૂકાઇ ગયા હતા. જૂના કાયદા અને વસિયતને દૂર કરવા, જેમ્સે સંસદમાં સક્સેશન ઓફ ધ ક્રાઉન એક્ટ 1603 પસાર કર્યો. સંસદ વૈધાનિક રીતે તાજના વારસાઇ હક્ક પર અંકુશ રાખી શકે કે કેમ તે પ્રશ્ન સમગ્ર 17મી સદી દરમિયાન વિવાદમાં રહ્યો હતો.

વારસો

એલિઝાબેથ પાછળ શોક વ્યકત કરાયો હતો, પરંતુ તેના મૃત્યુથી ઘણા લોકોને રાહત થઇ હતી. રાજા જેમ્સની અપેક્ષાઓ ઊંચી હતી. તેણે 1604માં સ્પેઇનની વિરુદ્ધનાં યુદ્ધનો અંત કર્યો તથા કરવેરા હળવાં બનાવ્યા. 1612માં રોબર્ટ સેસિલનું મૃત્યુ થયું ત્યા સુધી, સરકાર પહેલાની જેમ જ એક જ દિશામાં ચાલતી હતી. દરબારીઓના પસંદગીપાત્ર લોકોની બદલે જેમ્સે સત્તાના સૂત્રો સંભાળ્યા હોવાથી, તેનું શાસન લોકપ્રિય નહોતું બન્યું, અને 1620ના દશકમાં એલિઝાબેથનો આદર કરતા જૂથમાં પુનઃ સંચાર થયો. એલિઝાબેથને પ્રોટેસ્ટન્ટ પંથની નાયિકા તેમજ એક સોનેરી યુગની શાસક તરીકે યાદ કરવામાં આવતી હતી. જેમ્સને એક ભ્રષ્ટ દરબાર પર શાસન ચલાવતા કેથોલિક સમર્થક તરીકે ચિતરવામાં આવ્યો હતો. લશ્કરી તથા આર્થિક નિષ્ફળતા તેમજ પક્ષાપક્ષીની પાશ્ર્ચાદભૂમિની વિરુદ્ઘ, એલિઝાબેથે પોતાના શાસનનાં અંતકાળમાં પોતાની જે વિજેતાની છબિ ઉપસાવી હતી, તે તેની પ્રતિષ્ઠાને વધારીચઢાવીને રજૂ કરીને પ્રાપ્ત કરવામાં આવી હતી. ગ્લુસેસ્ટરનાં બિશપ ગોડફ્રે ગૂડમેને પોતાની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે : “જ્યારે અમે સ્કોટિશ સરકારના અનુભવમાંથી પસાર થઇ રહ્યાં હતા, ત્યારે એલિઝાબેથ ચેતનવંતી બની રહી હોય તેવું લાગતું હતું. તે સમયે તેણીની યાદશક્તિ ઘણી વધી ગઈ હતી.” તાજ, ચર્ચ અને સંસદ બંધારણીય સંમતુલન સાધીને કામ કરતા હતા તેવા સમયે એલિઝાબેથનો સત્તાકાળ આદર્શ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો.

એલિઝાબેથ પ્રથમ 
એલિઝાબેથ પ્રથમનું તેના શાસનમાં રસ ફરી જાગૃત થયો તે સમયનું 1620 બાદનું ચિત્રસમય તેના જમણા ખભે આરામ કરે છે અને મોત તેના ડાબા ખભે જૂએ છે; બે પુટ્ટી તેના મુગટને તેના માથા પર જાળવી રાખે છે.

17મી સદીના પ્રારંભિક ગાળામાં તેણીના પ્રોટેસ્ટન્ટ પ્રશંસકો દ્વારા દોરવામાં આવેલું એલિઝાબેથનું ચિત્ર લાંબો સમય ટકી રહેનારું અને પ્રભાશાળી સાબિત થયું. નેપોલિયનીક યુદ્ધો વખતે જ્યારે રાષ્ટ્રે જ્યારે ફરી એકવાર પોતાની ઉપર આક્રમણનાં ભણકારા અનુભવ્યાં હતા તે સમયગાળા દરમિયાન તેણીની યાદશક્તિમાં પણ સુધારો થયો. વિક્ટોરીયન યુગ દરમિયાન, એલિઝાબેથની દંતકથા શાહી વિચારધારા બની ગઇ હતી, અને 20મી સદીના મધ્યભાગમાં, એલિઝાબેથ વિદેશી પડકારો સામે રાષ્ટ્રના પ્રતિકારનું પ્રણયાત્મક પ્રતીક બની ગઇ હતી. જે.ઇ. નિએલ (1934) અને એ.એલ. રોઉઝ (1950) જેવા તે સમયના ઇતિહાસકારોએ, એલિઝાબેથના સત્તાકાળનું વિકાસના સુવર્ણ યુગ તરીકે અર્થઘટન કર્યું હતું. નિએલ અને રોઉઝ અંગતપણે પણ રાણીને આદર્શ તરીકે સ્થાપિત કર્યા હતા : તેણે હંમેશા બધું બરાબર જ કર્યું હતું; તેણીના અપ્રિય લક્ષણોની અવગણના કરવામાં આવી હતી અથવા તો તેને તણાવના સંકેતો તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

તાજેતરના ઇતિહાસકારો, જોકે, એલિઝાબેથ વિશે વધુ જટિલ દૃષ્ટિકોણ અપનાવ્યો છે. તેણીનો સત્તાકાળ આર્મડાના પરાજય અને 1587 અને 1596ના કેડિઝ પરના હુમલાઓની જેવા સ્પેનિશ ઉપર કરાયેલા સફળ હુમલાઓ માટે પ્રસિદ્ધ છે, પરંતુ કેટલાક ઇતિહાસકારો જમીન અને યુદ્ધના મોરચે લશ્કરી નિષ્ફળતાની સાબિતી આપે છે. આયર્લેન્ડમાં એલિઝાબેથની સમસ્યાએ પણ તેણીનો ભૂતકાળ ખરડ્યો છે. સ્પેન અને હબ્સબર્ગસની વિરુદ્ધમાં એક પ્રોટેસ્ટન્ટ રાષ્ટ્રની બહાદુર રક્ષકને બદલે, એલિઝાબેથને વિદેશ નીતિઓમાં સાવચેત વ્યક્તિ તરીકે ઘણી વધારે યાદ કરવામાં આવે છે. એલિઝાબેથે વિદેશના પ્રોટેસ્ટન્ટને બહુ જ ઓછી સહાય આપી હતી અને વિદેશમાં કશીક ભિન્ન કામગીરી કરવા માટે પોતાના કમાન્ડરોને ભંડોળ પૂરૂં પાડવામાં નિષ્ફળ નીવડી હતી.

એલિઝાબેથે ઈંગલેન્ડ ચર્ચની સ્થાપના કરી હતી જેણે એક રાષ્ટ્રીય ઓળખ ઉભી કરવામાં મદદ કરી હતી અને તે ઓળખ આજે પણ હયાત છે. બાદમાં તેને પ્રોટેસ્ટન્ટ નાયિકા તરીકે પ્રશંસા કરનારા લોકોએ એલિઝાબેથે તમામ કેથોલિક રીતરસમો ત્યજી દેવાનો ઈનકાર કર્યો હતો એ વાત પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું. ઇતિહાસકારોની નોંધ પ્રમાણે એલિઝાબેથના દિવસોમાં, 1559ની એક્ટ્સ ઓફ સેટલમેન્ટ એન્ડ યુનિફોર્મિટીને ચુસ્ત પ્રોટેસ્ટન્ટો એક સમાધાન તરીકે જોતા હતા. વાસ્તવમાં, એલિઝાબેથ એવું માનતી હતી કે શ્રદ્ધા એ અંગત બાબત છે અને, ફ્રાન્સિસ બેકનનાં તે શબ્દો સાથે સહમત થતી નથી કે "પુરૂષના દિલમાં સ્થાન બનાવો અને ગુપ્ત વિચારો સર્જો"

એલિઝાબેથની વિદેશ નીતિ મહદ્અંશે સંરક્ષણાત્મક હતી તેમ છતાં, તેના સત્તાકાળમાં વિદેશમાં ઈંગ્લેન્ડનો દરજ્જો વધ્યો હતો. માર્વેલડ પોપ સિક્ટ્સ પાંચમાનાં મતે “એલિઝાબેથ એકમાત્ર એવી સ્ત્રી છે કે જે આ અરધા ટાપુની એકમાત્ર સ્વામિની છે. અને તેમછતાં તે સ્પેઇન, ફ્રાન્સ, સામ્રાજ્ય અને તમામથી ડરે છે.” એલિઝાબેથના શાસન હેઠળ, આ રાષ્ટ્રએ ખ્રિસ્તી વિભાજન તરીકે નવો આત્મ-વિશ્વાસ અને સાર્વભૌમત્વની લાગણી પ્રાપ્ત કરી હતી. એલિઝાબેથ ટ્યુડર રાજવંશની સૌપ્રથમ સભ્ય હતી કે જે એવું માનતી હતી કે એક રાજા લોકોની ખુશીથી શાસન કરતો હોય છે. આથી તે હંમેશા સંસદ અને જેના સત્ય ઉપર પોતે ભરોસો મૂકી શકે તેવા સલાહકારોની સાથે કામ કરતી હતી – સરકારની આ એક રીત હતી જે એલિઝાબેથના સ્ટુઅર્ટ વારસદારો અનુસરવામાં નિષ્ફળ રહ્યાં હતા. કેટલાક ઇતિહાસકારો એલિઝાબેથને ભાગ્યશાળી ગણાવે છે; એલિઝાબેથ એવું માનતી હતી કે ભગવાન તેનું રક્ષણ કરે છે. પોતાને “ માત્ર અંગ્રેજી” ગણાવવાનું ગૌરવ અનુભવતી, એલિઝાબેથે પોતાના શાસનની સફળતા માટે ઈશ્વરમાં, પ્રમાણિકપણે અપાયેલી સલાહ અને પોતાની હકૂમતના લોકોમાં વિશ્વાસ રાખ્યો હતો. પ્રાર્થનામાં, એલિઝાબેથ ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે :

દુઃખદાયક જુલ્મ-સિતમવાળા યુદ્ધો અને બળવાની પરિસ્થિતિમાં મારી ફરતેના લગભગ તમામ રાજાઓ અને દેશો સંતાપ અનુભવી રહ્યાં છે તેવા સમયે, મારું શાસન શાંતિજનક રહે અને મારો પ્રદેશ ચર્ચના આશ્રયમાં રહે. મારા લોકોનો પ્રેમ દૃઢ રહે, અને મારા શત્રુઓની યોજનાઓ નિષ્ફળ થાય.


નોંધ

વધુ વાંચન

  • કામડેન, વિલિયમ. હિસ્ટરી ઓફ ધ મોસ્ટ રિનોન્ડ એન્ડ વિક્ટરીયસ પ્રિન્સેસ એલિઝાબેથ . વાલેસ ટી. મેકકેફ્રી (આવૃત્તિ). શિકાગો: યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ, પસંદગીના પ્રકરણો, 1970 આવૃત્તિ. OCLC 59210072.
  • ક્લાફામ, જોહન. એલિઝાબેથ ઓફ ઇંગ્લેન્ડ . ઇ. પી. રીડ એન્ડ કોનીયર્સ રીડ (આવૃત્તિઓ). ફિલાડિલ્ફિયા: યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા પ્રેસ, 1951. OCLC 1350639.
  • એલિઝાબેથ પ્રથમ: ધ કલેક્ટેડ વર્ક્સ લીહ એસ. માર્કસ, મેરી બેથ રોઝ અને જેનલ મ્યુલર (આવૃતિઓ). શિકાગો: યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ, 2002. આઇએસબીએન 9780761933250.
  • એલિઝાબેથ: ધ એક્સિબિશન એટ ધ મેરીટાઇમ મ્યુઝિયમ. સુસાન ડોરન (આવૃત્તિ). લંડન: ચટ્ટો એન્ડ વિન્ડસ, 2003. આઇએસબીએન 9780761933250.
  • રિડલી, જાસ્પર. એલિઝાબેથ પ્રથમ: શ્રૂડનેસ ઓફ ધ વર્ચ્યુ ન્યૂ યોર્ક : ફ્રોમ ઇન્ટરનેશનલ, 1989. આઇએસબીએન 9780761933250.

બાહ્ય કડીઓ

એલિઝાબેથ પ્રથમ
House of Tudor
Born: 7 September 1533 Died: 24 March 1603
રાજવી હોદ્દાઓ
પુરોગામી
Mary I
Queen of England
Queen of Ireland

17 November 1558 – 24 March 1603
અનુગામી
James I
પુરોગામી
Lady Mary Tudor
Heir to the English Throne
as heiress presumptive
March 1534 – 1536
Vacant
Never designated an heir¹
Title next held by
Henry Frederick, Prince of Wales
પુરોગામી
Lady Catherine Grey
Heir to the English and Irish Thrones
as heiress presumptive
19 July 1553 – 17 November 1558
Vacant
Never designated an heir¹
Title next held by
Henry Frederick, Prince of Wales
Notes and references
1. Her potential heirs at the time of succession were Lady Frances Brandon by the Third Succession Act and Mary, Queen of Scots, by cognatic primogeniture

Tags:

એલિઝાબેથ પ્રથમ પ્રારંભિક જીવનએલિઝાબેથ પ્રથમ થોમસ સીમોરએલિઝાબેથ પ્રથમ મેરી પ્રથમનું રાજીનામુંએલિઝાબેથ પ્રથમ રાજ્યાભિષેકએલિઝાબેથ પ્રથમ ધર્મએલિઝાબેથ પ્રથમ લગ્નનો પ્રશ્નએલિઝાબેથ પ્રથમ વિદેશ નીતિએલિઝાબેથ પ્રથમ પાછળના વર્ષોએલિઝાબેથ પ્રથમ મૃત્યુએલિઝાબેથ પ્રથમ વારસોએલિઝાબેથ પ્રથમ નોંધએલિઝાબેથ પ્રથમ સંદર્ભોએલિઝાબેથ પ્રથમ વધુ વાંચનએલિઝાબેથ પ્રથમ બાહ્ય કડીઓએલિઝાબેથ પ્રથમઆયરલેંડનું ગણતંત્રયુનાઇટેડ કિંગડમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

HTMLદક્ષિણ ગુજરાતધ્રુવ ભટ્ટઅમરેલી જિલ્લોભારતીય રેલદિપડોઅર્જુનસાવિત્રીબાઈ ફુલેખેતીશુક્ર (ગ્રહ)વૃષભ રાશીઝાલાતાપી જિલ્લોભગત સિંહમણિશંકર રત્નજી ભટ્ટક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીલોકશાહીકનૈયાલાલ મુનશીલગ્નસંસ્કૃત ભાષાવિષ્ણુમોરબીગુપ્ત સામ્રાજ્યઆવળ (વનસ્પતિ)કૃષ્ણહોળીમહાભારતકમ્પ્યુટર નેટવર્કભારતના રજવાડાઓની યાદીહનુમાનનર્મદઅકબરવરૂણરા' નવઘણરાણકદેવીભરૂચઇસ્લામલીડ્ઝઓસમાણ મીરહરડેકાકાસાહેબ કાલેલકરરામભારતીય ભૂમિસેનાવાયુનું પ્રદૂષણઅમદાવાદ બીઆરટીએસભીષ્મભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલમહાકાળેશ્વર જ્યોતિર્લિંગવલ્લભી વિશ્વવિદ્યાલયસચિન તેંડુલકરગોળ ગધેડાનો મેળોગુજરાતમેડમ કામાશબ્દકોશચક દે ઇન્ડિયાભારતીય બંધારણ સભાકેરીગાંધીનગરદાહોદબર્બરિકલિબિયાહેમચંદ્રાચાર્યજહાજ વૈતરણા (વીજળી)કર્ણવેબ ડિઝાઈનમહિનોવિનિમય દરકમ્બોડિયાશેર શાહ સૂરિઅખા ભગતબીજું વિશ્વ યુદ્ધલોકમાન્ય ટિળકગંગાસતીઇ-કોમર્સભગવદ્ગોમંડલકંપની (કાયદો)ભારતના રાષ્ટ્રપતિ🡆 More