આદર્શ વાયુ

આદર્શ વાયુ એવા વાયુને કહેવામાં આવે છે કે જે 'વાયુ નિયમ', PV = KT પ્રમાણે વર્તન કરતો હોય.

આ સમીકરણ અવસ્થા સમીકરણ (equation of state) તરીકે પણ ઓળખાય છે. વાસ્તવમાં આવો વાયુ અસ્તિત્વ ધરાવતો નથી પરંતુ પ્રયોગશાળામાં આદર્શ પરિસ્થિતિઓ હેઠળ આ પ્રકારનો વાયું મેળવી શકાય છે.

વાયુ નિયમ

વાયુ સમીકરણ PV = KT ઉપયોગ કરી દબાણ (P), કદ (V) તથા નિરપેક્ષ તાપમાનના ફેરફાર દરમિયાન વાયુની સ્થૂળ વર્તણૂક સમજાવી શકાય છે. આ સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય છે, જ્યાં વાયુના જથ્થાને મોલમાં દર્શાવાય છે.

    આદર્શ વાયુ 

જ્યાં:

  • આદર્શ વાયુ  વાયુનુ દબાણ
  • આદર્શ વાયુ  વાયુનુ કદ
  • આદર્શ વાયુ  આદર્શ વાયુનો જથ્થો મોલમાં
  • આદર્શ વાયુ  સામાન્ય વાયુ અચળાંક, જેની કિંમત ૮.૩૧૪ જૂલ/મોલ-કેલ્વીન છે
  • આદર્શ વાયુ  વાયુનું નિરપેક્ષ તાપમાન

આ સમીકરણ મેળવવા માટે વાયુના ગતિસિદ્ધાંત (kinetic theory of gases)નો ઉપયોગ કરવામાં આવે છે. આ સિદ્ધાંત નીચેની પૂર્વધારણાઓ (assumptions) પર આધારિત છે.

(૧) વાયુઓ કણોના (અણુઓના) બનેલા છે જે સતત ગતિશીલ હોય છે અને ન્યૂટનના ગતિશાસ્ત્રના નિયમોને અનુસરે છે. (૨)વાયુના જથ્થાના કદની સરખામણીમાં અણુઓનું કદ અતિઅલ્પ હોય છે. (૩) અણુઓ વચ્ચેનું આકર્ષણ સંધાનબળ (cohesive force) ગેરહાજર હોય છે. (૪) અણુઓની બે ક્રમિક અથડામણ (collisions) વચ્ચેના સમયની તુલનામાં અથડામણનો સમય અતિઅલ્પ હોય છે.


આ પૂર્વધારણાઓ પાળી શકાય તેવો કોઈ વાયુ અસ્તિત્વ ધરાવતો નથી, માટે ઉપરનું સમીકરણ ફક્ત આદર્શ વાયુને જ લાગુ પાડી શકાય છે. નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુની જેમ વર્તે છે. નીચા દબાણે વાયુનુ કદ વધુ હોવાથી તેની સરખામણીમાં અણુઓનું કદ પૂર્વધારણાઓ પ્રમાણે અલ્પ હોય છે, જ્યારે ઊંચા તાપમાને અણુઓની વધુ ગતિ અને અણુઓ વચ્ચેનું અંતર વધુ હોવાને લીધે સંધાનબળ નહિવત્ હોય છે. આવી આદર્શ પરિસ્તિતિમાં વાયુ અચળાંક R નું મૂલ્ય વિવિધ વાયુઓ માટે સમાન હોય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વીમોપ્રતિભા પાટીલગુજરાતી બાળસાહિત્યરાધાભારતનું બંધારણકેન્સરઉદ્‌ગારચિહ્નખાવાનો સોડાકચ્છનું મોટું રણમહાકાળી મંદિર, પાવાગઢજંડ હનુમાનભારતમાં આવક વેરોરાણી લક્ષ્મીબાઈભારતીય ચૂંટણી પંચહૈદરાબાદજર્મનીપીપાવાવ બંદરરામાયણનિરંજન ભગતરમણભાઈ નીલકંઠસ્વીડિશકિશનસિંહ ચાવડાશ્રીમદ્ રાજચંદ્રજાપાનવૃશ્ચિક રાશીયુવા ગૌરવ પુરસ્કારપર્યાવરણીય શિક્ષણવલ્લભીપુરવારાણસીવિદ્યુત કોષઆહીરધ્વનિ પ્રદૂષણકલ્પના ચાવલારેશમમાર્ચ ૨૯નળાખ્યાન (પ્રેમાનંદ)સિકંદરશક સંવતમહેસાણા જિલ્લોવારલી ચિત્રકળાપરમાણુ ક્રમાંકદિલ્હીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિરિસાયક્લિંગતારક મેહતા કા ઉલ્ટા ચશ્માખ્રિસ્તી ધર્મગુજરાતી ભાષાઅશ્વત્થામાસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીજ્યોતિબા ફુલેનાઝીવાદઅમદાવાદ બીઆરટીએસમરાઠા સામ્રાજ્યવિશ્વ વેપાર સંગઠનમહીસાગર જિલ્લોજયંત પાઠકવિક્રમાદિત્યશુક્ર (ગ્રહ)સ્વતંત્રતા દિવસ (ભારત)કોરોનાવાયરસ રોગ ૨૦૧૯મોરારજી દેસાઈદ્રૌપદીદિપડોઓખાહરણસ્વામિનારાયણ સંપ્રદાયયુરોપના દેશોની યાદીબાષ્પોત્સર્જનનર્મદ સુવર્ણ ચંદ્રકધોરાજીવનરાજ ચાવડાગાંધી સમાધિ, ગુજરાતબદનક્ષીજામીનગીરીઓપ્રાથમિક શાળાદિવાળીબર્બરિક🡆 More