રશ્મિ ઉર્ધ્વરેશે

રશ્મિ ઉર્ધ્વરેશે જન્મે રશ્મિ રાનડે (જ.

૧૯૫૯) એ એક ભારતીય ઑટોમોટિવ ઇજનેર છે. તેઓ ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયાના નિર્દેશક (ડાયરેક્ટર) છે. માર્ચ ૨૦૨૦માં તેમને નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

રશ્મિ ઉર્ધ્વરેશે
રશ્મિ ઉર્ધ્વરેશે
માર્ચ ૨૦૨૦માં
જન્મની વિગત
રશ્મિ રાનડે

૧૯૫૯
શિક્ષણવિશ્વેશ્વરાયા નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી, નાગપુર
વ્યવસાયભારતીય ઑટોમેટીવ ઇજનેર
નોકરી આપનારઑટોમેટીવ રિસર્ચ એશોશિએશન ઑફ ઇન્ડિયા
પ્રખ્યાત કાર્યનારી શક્તિ પુર્સ્કાર વિજેતા

જીવન

રશ્મિ ઉર્ધ્વરેશે 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે નારી શક્તિ પુરસ્કાર મેળવતા રશ્મિ ઉર્ધ્વરેશે. તેમને જોતા સ્મૃતિ ઇરાની.

તેમનો જન્મ ૧૯૫૯માં નાગપુરમાં થયો હતો. ઈ. સ. ૧૯૭૭ માં તેમણે નાગપુરની વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ઇજનેરી મહાવિદ્યાલય, પુણેથી ઑટોમોટિવ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તે સમયે ભારતમાં મહિલા માટે આ કારકિર્દી અસામાન્ય અને પડકારરૂપ હતી. એન્જિનિયરિંગ કૉલેજમાં થોડી મહિલાઓ હતી (અને ઘણા શૌચાલયો નહોતા) અને ઑટોમોટિવ સામાન્ય રીતે એક પુરૂષ પ્રધાન ક્ષેત્ર હતું.

તેમણે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની તાલીમ મેળવી હતી અને તેઓ પરીક્ષણ યંત્રોના હાઇડ્રોલિક્સ અને પછી ઉત્સર્જન નિયંત્રણ માટેના નિયંત્રણો વિકસાવવામાં મદદ કરે છે. તેમણે ઉત્સર્જનનો અભ્યાસ કરતી પ્રથમ ભારતીય પ્રયોગશાળામાં ઉત્સર્જન માપવાની પદ્ધતિઓ વિકસાવવામાં મદદ કરી હતી. ઑટોમોટિવ સલામતી, ઉત્સર્જન અને હવાની ગુણવત્તા, ઇ-ગતિશીલતા, સાશ્વત પરિવહન, વાહન નિયમન, એકરૂપતા વગેરે તેમની કુશળતાના ક્ષેત્રો છે. તેઓ કુલ ગુણવત્તા વ્યવસ્થાપનમાં નિષ્ણાત હતા અને આ વિષય પર એક પુસ્તકનું સહ-લેખન કર્યું હતું.

તે યુવાન વયે રમતગમતમાં ઘણો રસ લેતા હતા, તેઓ સિતાર વગાડવાનું શીખ્યા અને સમય જતાં તેઓ રાજ્ય સ્તરે બ્રિજ ચેમ્પિયન બન્યા હતા.

તેમને ૨૦૧૪ માં ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે પસંદ કરવામાં આવી

માર્ચ ૨૦૨૦માં, વર્ષ ૨૦૧૯ માટેનો ભારતમાં મહિલાઓ માટે સર્વોચ્ચ પુરસ્કાર સાથે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઑટોમોટિવ સંશોધન અને વિકાસમાં તેમના ૩૫ વર્ષનાં કાર્યનું સન્માન કરતા તેમને આ પુરસ્કાર આપ્યો હતો. તે સમયે તેઓ પુણેમાં રહેતા હતા. આ પુરસ્કાર એવી મહિલાઓને આપવામાં આવે છે જેમણે મહિલા સશક્તિકરણ માટે જુદા સ્વરૂપે કામ કર્યું હોય. સમારંભ બાદ ઉર્ધ્વરેશે ભારત સરકારે દેશમાં ઓછી શિક્ષિત મહિલાઓની શક્તિઓને ખોળી તેમના માટે કરેલા કાર્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

નિજી જીવન

તેના પતિ હેમંત ઉર્ધ્વરેશે પણ ઇજનેર છે. જ્યારે તેની પત્ની છ મહિના માટે જર્મનીમાં હતી ત્યારે તેમણે તેમના ચૌદ મહિનાના બાળક સારંગ ઉર્ધ્વરેશેની સંભાળ રાખી હતી.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્નેહલતાઝૂલતા મિનારામધુ રાયઑસ્ટ્રેલિયાભારતીય ધર્મોઉપેન્દ્ર ત્રિવેદીદુલા કાગહીજડાવૌઠાનો મેળોભારતમાં આવક વેરોક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીકનૈયાલાલ મુનશીક્રાંતિવીર્યમીરાંબાઈમેષ રાશીવાઘેલા વંશડેન્ગ્યુગુજરાતી રંગભૂમિચીપકો આંદોલનલતા મંગેશકરવલસાડ જિલ્લોદાદા હરિર વાવચીનગઝલગણેશભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકાશ્મીરદ્રાક્ષચોઘડિયાંકેનેડાઆર્યભટ્ટચાંદીમધ્ય પ્રદેશઉપરકોટ કિલ્લોરણજિતરામ સુવર્ણચંદ્રકકર્કરોગ (કેન્સર)ભારતીય બંધારણ સભાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)અર્જુનવિષાદ યોગસિંધુ ખીણની સંસ્કૃતિઅવિભાજ્ય સંખ્યામતદાનમાધવપુર ઘેડઇસુઅલ્પ વિરામશામળ ભટ્ટકુદરતી આફતોઅપભ્રંશશ્રીલંકાસીદીસૈયદની જાળીરાશીસ્વામિનારાયણ સંપ્રદાયકમળોઅમદાવાદ રેલ્વે સ્ટેશનસામાજિક વિજ્ઞાનજયંત પાઠકનિયમભારતના વડાપ્રધાનસંત કબીરડોંગરેજી મહારાજજાપાનનો ઇતિહાસસમાજવાદજાવા (પ્રોગ્રામિંગ ભાષા)કલાપીરસાયણ શાસ્ત્રગુજરાત વડી અદાલતજામનગરસામાજિક પરિવર્તનવેદકર્ક રાશીગોધરાફણસવ્યક્તિત્વસમાજસ્વામી વિવેકાનંદભરૂચ જિલ્લોભુજપ્રાણાયામ🡆 More