ભાનુપ્રસાદ પંડ્યા

ભાનુપ્રસાદ મૂળશંકર પંડ્યા (૨૪ એપ્રિલ ૧૯૩૨ – ૯ એપ્રિલ ૨૦૨૨) એ ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક હતા.

તેમના સાહિત્યિક યોગદાન માટે તેમને કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૯), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૧૧), કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૧) અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૧૬) પ્રાપ્ત થયા હતા.

ભાનુપ્રસાદ પંડ્યા
જન્મ(1932-04-24)24 April 1932
મૃત્યુ9 April 2022(2022-04-09) (ઉંમર 89)
વ્યવસાયકવિ, વિવેચક
ભાષાગુજરાતી
નોંધપાત્ર પુરસ્કારો
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધGujarati Novel from 1950 to 1970 – a Critical Study (with Special Reference to Form) (1977)
માર્ગદર્શકઅનંતરાય મણિશંકર રાવળ

જીવન પરિચય

ભાનુપ્રસાદ પંડ્યાનો જન્મ ૨૪ એપ્રિલ, ૧૯૩૨ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના તોરી ગામમાં ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ પરિવારમાં માતા શિવકુંવરબહેન પંડ્યા અને પિતા મૂળશંકર પંડ્યાના ઘરે થયો હતો. તેમના પિતા શાળાના શિક્ષક અને આચાર્ય હતા અને તેમની પાસેથી ભાનુપ્રસાદને સાહિત્યિક વૃત્તિ વારસામાં મળી હતી. પંડ્યાએ તેમનું શાળાકીય શિક્ષણ અમરેલીમાં પૂર્ણ કર્યું હતું અને ૧૯૫૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. તેમણે ૧૯૫૮માં ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. અને ૧૯૬૦માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે અનંતરાય રાવળના માર્ગદર્શન હેઠળ ૧૯૫૦થી ૧૯૭૦ દરમિયાન ગુજરાતી નવલકથા વિષય પર શોધનિબંધ રજૂ કરી પી.એચડી.ની પદવી મેળવી હતી.

૯ એપ્રિલ ૨૦૨૨ના રોજ તેમનું અવસાન થયું હતું.

સર્જન

તેમના કાવ્યસંગ્રહોમાં અડોઅડ (૧૯૭૨), ઓતપ્રોત (૧૯૮૭), શબ્દે કોર્યા શિલ્પ (૧૯૯૯), ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર (૨૦૦૩) અને શબ્દના અંતરપટે (૨૦૧૨)નો સમાવેશ થાય છે. ૨૦૧૯માં ગુજરાત સાહિત્ય અકાદમીએ શબ્દે કોર્યા શિલ્પ શીર્ષક હેઠળ તેમની સંપૂર્ણ કવિતાઓ પ્રકાશિત કરી હતી.

તેમની વિવેચન કૃતિઓમાં પ્રત્યુદ્‌ગાર (૧૯૭૮), ઇતરોદ્‌ગાર (૧૯૮૧, સોનેટ: શિલ્પ અને સર્જન (૧૯૮૧), અનુસ્પંદ (૧૯૮૭), અનુચરવન (૧૯૮૯), સમાલોક (૧૯૯૧), મનોવૈજ્ઞાનિક નવલકથા: સ્વરુપ અને વિકાસ (૨૦૦૧), અનુસંકેત (૨૦૦૩), સમપ્રતિતિ (૨૦૧૦), અને ઉભયાન્વય (૨૦૦૧૫) નો સમાવેશ થાય છે.

પુરસ્કાર

પંડ્યાને કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૯), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૧૧), કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૧) અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૧૬) પ્રાપ્ત થયા હતા.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ભાનુપ્રસાદ પંડ્યા જીવન પરિચયભાનુપ્રસાદ પંડ્યા સર્જનભાનુપ્રસાદ પંડ્યા પુરસ્કારભાનુપ્રસાદ પંડ્યા સંદર્ભભાનુપ્રસાદ પંડ્યા બાહ્ય કડીઓભાનુપ્રસાદ પંડ્યાકવિશ્વર દલપતરામ એવોર્ડકુમાર સુવર્ણ ચંદ્રકગુજરાતી ભાષાધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રકનરસિંહ મહેતા એવોર્ડ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોકશાહીનવરાત્રીભારતીય અર્થતંત્રલોક સભામટકું (જુગાર)જુનાગઢસિકલસેલ એનીમિયા રોગકલમ ૩૭૦અમિતાભ બચ્ચનપ્રીટિ ઝિન્ટાસિંગાપુરજહાજ વૈતરણા (વીજળી)વસ્ત્રાપુર તળાવઓસમાણ મીરમલેરિયામનાલીઆકરુ (તા. ધંધુકા)સિકંદરનવસારીગ્રીસની પૌરાણિક માન્યતાઓકર્કરોગ (કેન્સર)ઉર્વશીતિરૂપતિ બાલાજીહરિવંશગંગાસતીકેનેડાગુજરાતી સાહિત્ય પરિષદજ્ઞાનપીઠ એવોર્ડગુજરાતી સાહિત્યકારોની યાદીલિંગ ઉત્થાનગ્રહઅંકશાસ્ત્રરવીન્દ્ર જાડેજાગેની ઠાકોરસીદીસૈયદની જાળીભાલીયા ઘઉંતાલુકોમિથુન રાશીશક સંવતસાબરમતી રિવરફ્રન્ટસામાજિક વિજ્ઞાનગરબાટુવા (તા. ગોધરા)ચંદ્રગુપ્ત પ્રથમબ્રહ્માંડસુનામીએઇડ્સકાળા મરીસિતાંશુ યશશ્ચન્દ્રમહાત્મા ગાંધીનું કુટુંબઈન્દિરા ગાંધીદિલ્હી સલ્તનતદિલ્હીચાવડા વંશદિવાળીબેન ભીલગાંધારીવિરામચિહ્નોઆયુર્વેદરાજસ્થાનીઘોડોતત્વમસિગોળ ગધેડાનો મેળોદ્વારકાધીશ મંદિરઆહીરયુદ્ધલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)જલારામ બાપાવાલ્મિકીગુજરાતના શક્તિપીઠોનળ સરોવરકળથીસમાજશાસ્ત્રજય જય ગરવી ગુજરાતવનસ્પતિસુરત જિલ્લો🡆 More