નેતાજી જયંતી

નેતાજી જયંતી, જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી અથવા સત્તાવાર રીતે પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અગ્રણી ભારતીય રાષ્ટ્રવાદી નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે ભારતમાં ઉજવવામાં આવતો રાષ્ટ્રીય કાર્યક્રમ છે.

તે દર વર્ષે ૨૩ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. નેતાજીએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ જાપાન સમર્થિત ભારતીય રાષ્ટ્રીય સેના (આઝાદ હિંદ ફોજ)ના વડા અને આઝાદ હિંદ સરકારના સ્થાપક-વડા હતા.

નેતાજી જયંતી
નેતાજી જયંતી
અધિકૃત નામપરાક્રમ દિવસ
ઉજવવામાં આવે છેભારત
પ્રકારદેશભક્તિ, રાષ્ટ્રીય, પરંપરાગત
મહત્વભારતીય સ્વતંત્રતા ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનનું સન્માન
ધાર્મિક ઉજવણીઓઐતિહાસિક ઉજવણીઓ
તારીખ૨૩ જાન્યુઆરી
આવૃત્તિવાર્ષિક

ઉજવણી

નેતાજીના ગુમ થયાના લગભગ ૫ મહિના બાદ રંગૂનમાં નેતાજી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર ભારતમાં પણ નેતાજીનો જન્મદિવસ પરંપરાગત રીતે મનાવવામાં આવે છે. આ દિવસે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ત્રિપુરા અને આસામમાં સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. નેતાજીની ૧૨૫મી જન્મજયંતી પર ૨૦૨૧માં પ્રથમ વખત તેમની જયંતી પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવી હતી.

વિવાદ

ફોરવર્ડ બ્લોક અને સુભાષ ચંદ્ર બોઝના પરિવારના સભ્યોએ ભારત સરકાર પાસે નેતાજી જયંતીને દેશપ્રેમ દિવસ (દેશભક્તિનો દિવસ) તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. મમતા બેનરજીએ તેને દેશનાયક દિવસ (રાષ્ટ્રીય નાયક દિવસ) જાહેર કરી રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ કરી રહી હતી. પરંતુ ૧૯ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ, સરકારે જાહેરાત કરી હતી કે નેતાજી જયંતી દર વર્ષે પરાક્રમ દિવસ (શૌર્ય દિવસ) તરીકે ઉજવવામાં આવશે. પોતાના પ્રસ્તાવિત નામોથી ઉજવણી જાહેર ન કરાતાં નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના સભ્યો, સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોએ ૨૩ જાન્યુઆરીએ રાજ્યનાયક નેતાજીની જન્મજયંતી પરાક્રમ દિવસ તરીકે ઉજવવાના કેન્દ્રના નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપી હતી.

સંદર્ભ

Tags:

આઝાદ હિંદ ફોજજાપાનભારતીય સ્વતંત્રતા ચળવળસુભાષચંદ્ર બોઝ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સિકંદરહિંદી ભાષામોરબી જિલ્લોવાલ્મિકીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨મનાલીઅમિત શાહસૂર્યમંડળજાપાનનો ઇતિહાસફ્રાન્સની ક્રાંતિબારોટ (જ્ઞાતિ)ભારતીય રિઝર્વ બેંકરાણી લક્ષ્મીબાઈશીખભુજસલમાન ખાનઆંધ્ર પ્રદેશદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરઐશ્વર્યા રાયકેન્દ્રશાસિત પ્રદેશગૌતમ અદાણીએપ્રિલ ૨૫સત્યના પ્રયોગો અથવા આત્મકથાવીંછુડોક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭અમદાવાદ બીઆરટીએસબાંગ્લાદેશકર્કરોગ (કેન્સર)ત્રેતાયુગપારસીઅકબરનરસિંહ મહેતારવિન્દ્રનાથ ટાગોરપોલિયોમારી હકીકતઓસમાણ મીરશ્રીલંકાજામનગરધારાસભ્યજામનગર જિલ્લોઅમદાવાદ રેલ્વે સ્ટેશનમોહન પરમારછેલ્લો દિવસ (ચલચિત્ર)કુદરતી આફતોમાધ્યમિક શાળારથયાત્રાસિંહ રાશીહિંદુ અવિભક્ત પરિવારસમાન નાગરિક સંહિતાસાળંગપુરવિનોદિની નીલકંઠરક્તના પ્રકારરાણકી વાવદુર્યોધનઅમદાવાદઆચાર્ય દેવ વ્રતચીનયજુર્વેદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોધરતીકંપમનોવિજ્ઞાનમહાગુજરાત આંદોલનસોનુંધોવાણસ્ટેચ્યુ ઓફ યુનિટીઑસ્ટ્રેલિયાપશ્ચિમ ઘાટચરક સંહિતાગોધરારાહુલ ગાંધીવૌઠાનો મેળોઅયોધ્યાગુજરાતી સિનેમાકાળો ડુંગરબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય🡆 More