એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ (6 ઓગસ્ટ 1881-11 માર્ચ 1955) એક સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ]હતા.

ફ્લેમિંગે બેક્ટેરિયોલોજી, ઇમ્યુનોલોજી અને કિમોથેરાપી વિશે અનેક લેખો પ્રકાશિત કર્યા હતા. તેમના સૌથી જાણીતા સંશોધનોમાં 1923માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને 1928માં ફુગ પેનિસિલિયમ નોટાટમ માંથી એન્ટીબાયોટિક પદાર્થ પેનિસિલિનની શોધ સમાવેશ થાય છે, જેના માટે તેમને 1945માં હાવર્ડ વોલ્ટર ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેઇન સાથે સંયુક્ત રીતે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અપાયો હતો.

Sir Alexander Fleming
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
Fleming (centre) receiving the Nobel prize from King Gustaf V of Sweden (right), 1945
જન્મની વિગત(1881-08-06)6 August 1881
Lochfield, Scotland
મૃત્યુ11 March 1955(1955-03-11) (ઉંમર 73)
London, England
રાષ્ટ્રીયતાScottish
નાગરિકતાUnited Kingdom
શિક્ષણ સંસ્થાRoyal Polytechnic Institution; St Mary's Hospital, London
પ્રખ્યાત કાર્યDiscovery of penicillin
પુરસ્કારોNobel Prize in Physiology or Medicine (1945)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રBacteriology, immunology

1999માં ટાઇમ મેગેઝિન એ ફ્લેમિંગને તેમની પેનિસિલિનની શોધ બદલ 20મી સદીના સૌથી વધુ મહત્વના 100 લોકોમાં સ્થાન આપ્યું હતું અને જણાવ્યું હતું, “આ એક એવી શોધ હતી જે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખશે. ફ્લેમિંગે જેને પેનિસિલિન નામ આપ્યું હતું તે સક્રિય પદાર્થ ચેપ સામે લડવામાં અસાધારણ ક્ષમતા ધરાવતો હોવાનું સાબિત થયું હતું. તેની ક્ષમતા વિશે જ્યારે આખરે જાણકારી મળી અને વિશ્વમાં સૌથી વધુ કાર્યક્ષમ જીવનરક્ષક દવા તરીકે ઉભરી આવી ત્યારે પેનિસિલિને બેક્ટેરિયા આધારીત ચેપનો પ્રતિકાર કરવાની પદ્ધતિ જ બદલી નાખી હતી. સદીની મધ્યમાં ફ્લેમિંગની શોધના કારણે વિશાળ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ઉભો થયો હતો અને સિન્થેટિક પેનિસિલિન બનવા લાગ્યું હતું જેણે માનવજાત સામેના સૌથી પડકારજનક રોગ સામે લડવામાં મદદ કરી હતી જેમાં સિફિલિસ, ગેન્ગ્રીન અને ટ્યુબરક્યુલોસિસનો સમાવેશ થતો હતો.

જીવનકથા

પ્રારંભિક જીવન

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 
સેન્ટ મેરીઝ હોસ્પિટલ, પેડિંગ્ટન, લંડન

ફ્લેમિંગનો જન્મ 6 ઓગસ્ટ 1881ના રોજ સ્કોટલેન્ડમાં ઇસ્ટ એઇરશાયર ખાતે ડાર્વેલ નજીક લોકફિલ્ડ નામના ફાર્મમાં થયો હતો. તેઓ હ્યુજ ફ્લેમિંગ (1816-1888)ના ગ્રેસ સ્ટર્લિંગ મોર્ટન (1848-1928) સાથેના બીજા લગ્નથી થયેલા ચાર સંતાનોમાં ત્રીજું બાળક હતા. ગ્રેસ મોર્ટન નજીકના એક ખેડૂતના પુત્રી હતા. હ્યુજ ફ્લેમિંગને પ્રથમ લગ્નથી ચાર બાળક હતા. બીજા લગ્ન વખતે તેમની ઉમર 59 વર્ષ હતી અને એલેક્ઝાન્ડર (એલેક તરીકે ઓળખાતો) સાત વર્ષનો હતો ત્યારે તેમનું અવસાન થયું હતું.

ફ્લેમિંગ લોડેન મૂર સ્કૂલ અને ડાર્વેલ સ્કૂલમાં ભણ્યા હતા અને બંને શાળાઓ પ્રમાણમાં ઠીક ઠીક સારી હતી છતાં તેમને લંડન જતા પહેલા કિલ્માર્નોક એકેડેમી માટે બે વર્ષની સ્કોલરશિપ મળી હતી. લંડનમાં તેમણે રોયલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુશનમાં અભ્યાસ કર્યો હતો. ચાર વર્ષ સુધી એક શિપિંગ ઓફિસમાં કામ કર્યા બાદ બાવીસ વર્ષના ફ્લેમિંગને તેમના કાકા જ્હોન ફ્લેમિંગ પાસેથી વારસામાં થોડા નાણાં મળ્યા હતા. તેમના મોટા ભાઈ ટોમ પણ ફિઝિશિયન હતા અને તેમણે નાના ભાઈને પણ તે ક્ષેત્રમાં જ આગળ વધવા સમજાવ્યા. તેથી 1903માં યુવાન એલેક્ઝાન્ડરે લંડનની સેન્ટ મેરિઝ હોસ્પિટલ, પેડિંગ્ટનમાં પ્રવેશ મેળવ્યો. 1906માં તેઓ ડિસ્ટિંક્શન સાથે શાળામાં પાસ થયા અને તેઓ સર્જન બનવાનું વિચારતા હતા.

જોકે તેઓ રાઇફલ ક્લબના સભ્ય હતા (1900થી તેઓ વોલન્ટિયર ફોર્સના સક્રિય સભ્ય હતા) ક્લબના કેપ્ટને ફ્લેમિંગને ટીમમાં રાખવા માટે તેમને સેન્ટ મેરિઝ ખાતે રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં જોડાવા સૂચન કર્યું જ્યાં તેઓ સર આલ્મરોથ રાઇટના સહાયક બેક્ટેરિયોલોજિસ્ટ બન્યા. સર આલ્મરોથ રાઇટ વેક્સિન થેરાપી અને ઇમ્યુનોલોજીના વિદ્વાન હતા. તેમણે એમ.બી. અને ત્યાર બાદ 1908માં ગોલ્ડ મેડલ સાથે બી.એસસી. કર્યું અને 1914માં સેન્ટ મેરિઝ ખાતે લેક્ચરર બની ગયા. 23 ડિસેમ્બર 1915ના રોજ ફ્લેમિંગે કિલ્લાલા આયર્લેન્ડ ખાતેની તાલીમબદ્ધ નર્સ સારાહ મેરિયોન મેકઇલોરી સાથે લગ્ન કર્યા.

ફ્લેમિંગે પ્રથમ વિશ્વયુદ્ધમાં આર્મી મેડિકલ કોર્પ્સમાં કેપ્ટન તરીકે સેવા આપી હતી અને તેમનો રવાનગીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે અને તેમના ઘણા સાથીદારોએ ફ્રાન્સમાં પશ્ચિમ મોરચે રણમેદાનની હોસ્પિટલોમાં કામ કર્યું હતું. 1918માં તેઓ સેન્ટ મેરિઝ હોસ્પિટલમાં પરત આવ્યા જે એક ટિચિંગ હોસ્પિટલ હતી. 1928માં તેમને બેક્ટેરિયોલોજીના પ્રોફેસર તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

સંશોધન

પેનિસિલિન પૂર્વેનું કામ

યુદ્ધ પછી ફ્લેમિંગે સક્રિય રીતે એન્ટી-બેક્ટેરિયલ એજન્ટ્સ માટે સંશોધન કર્યું હતું. તેમણે ઘણા સૈનિકોને ચેપગ્રસ્ત ઘાવના કારણે સેપ્ટિસમિયાથી મરતા જોયા હતા. એન્ટીસેપ્ટિક્સથી આક્રમણકારી બેક્ટેરિયાને ખતમ કરી શકાતા હતા, તેના કરતા દર્દીની રોગપ્રતિકારક શક્તિને વધુ નુકસાન થતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મેડિકલ જર્નલ ધ લાન્સેટ માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં ફ્લેમિંગે પોતાના પ્રયોગ વિશે જણાવ્યું હતું જે તેઓ પોતાની ગ્લાસ બ્લોઇંગની ક્ષમતાના આધારે કરી શક્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધમાં એન્ટીસેપ્ટિક્સથી જેટલા જંતુઓનો નાશ થતો હતો તેના કરતા વધુ સૈનિકોના મોત નિપજતા હતા. એન્ટીસેપ્ટિક્સ સપાટી પર સારું કામ કરતા હતા, પરંતુ ઉંડા ઘાવ હોય ત્યારે એન્ટીસેપ્ટિક એજન્ટ સામે એનેરોબિક બેક્ટેરિયાને આશ્રય મળતો હતો. એન્ટીસેપ્ટિકથી ફાયદાકારક એજન્ટ્સ પણ નાશ પામતા હતા જે બેક્ટેરિયાને દૂર કરી શકે તેમ હતા. જે બેક્ટેરિયા સુધી તેની અસર પહોંચતી ન હતી તેને દૂર કરવા એન્ટીસેપ્ટિક્સ કશું કરતા ન હતા. સર એલ્મરોથ રાઇટએ ફ્લેમિંગની શોધની ભારપૂર્વક હિમાયત કરી હતી. પરંતુ આમ છતાં ઘણા આર્મી ફિઝિશિયનોએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકો માટે એન્ટીસેપ્ટિક્સનો ઉપયોગ કર્યો હતો, દર્દીઓની સ્થિતિ કથળી હોય તેવા કિસ્સામાં પણ તેમણે આમ કર્યું હતું.

આકસ્મિક શોધ

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 
ચમત્કારિક ઇલાજ

“28 સપ્ટેમ્બર, 1928ની વહેલી સવારે હું ઉઠ્યો હતો. વિશ્વની સૌ પ્રથમ એન્ટીબાયોટિક કે બેક્ટિરિયા ખતમ કરનાર દવા શોધીને મે મોટી ક્રાંતિ કરવાની કોઇ યોજના ઘડી ન હતી,” ફ્લેમિંગે પછી કહ્યુ હતું, “પરંતુ મને લાગે છે કે મેં તેમ જ કર્યું હતું.”

1928 સુધીમાં ફ્લેમિંગ સ્ટેફાઇલોકોસિની પ્રોપર્ટીઝની ચકાસણી કરતા હતા. તેઓ પોતાના અગાઉના કામથી જાણીતા હતા અને વિચક્ષણ રિસર્ચર તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. પરંતુ તેમની લેબોરેટરી ઘણી વાર અવ્યવસ્થિત રહેતી હતી. ફ્લેમિંગ ઓગસ્ટમાં પોતાના પરિવાર સાથે રજાઓ ગાળીને 3 સપ્ટેમ્બર, 1928ના રોજ તેઓ પોતાની લેબોરેટરીમાં પરત આવ્યા. રજા પર જતા અગાઉ તેમણે લેબોરેટરીના એક ખુણામાં બેન્ચ પર સ્ટેફાઇલોકોસિનીના તમામ કલ્ચર મુક્યા હતા. પરત આવીને તેમણે જોયું કે એક કલ્ચર પર ફુગ લાગી ગઇ હતી અને તેની આસપાસ સ્ટેફાઇલોકોસિની નાશ પામી હતી. જ્યારે દૂર રહેલી કોલોની નોર્મલ હતી. ફ્લેમિંગે અસરગ્રસ્ત કલ્ચર તેના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ મર્લિન પ્રાઇસને દર્શાવ્યું જેમણે જણાવ્યું કે આવી જ રીતે તમે લાઇઝોમાઇનની શોધ કરી હતી. ફ્લેમિંગે તેના કલ્ચર પ્લેટને અસર કરનાર મોલ્ડને પેનિસિલિયમ જીનસ ગણાવ્યું હતું. અને કેટલાક મહિનાના ‘મોલ્ડ જ્યુસ’ બાદ તેને 7 માર્ચ 1929ના રોજ પેનિસિલિન તરીકે રિલિઝ કરવામાં આવ્યું હતું.

તેમણે અનેક ઓર્ગેનિઝમ પર તેની પોઝિટીવ એન્ટી-બેક્ટેરિયલ અસરની તપાસ કરી હતી અને નોંધ લીધી કે તે સ્ટેફાઇલોકોસી જેવા બેક્ટેરિયા અને બીજા ઘણા ગ્રામ પોઝિટીવ પેથોજેન્સને અસર કરતું હતું જેનાથી સ્કારલેટ ફીવર, ન્યુમોનિટા, મેનીન્જાઇટિસ અને ડિપ્થેરિયા જેવા રોગ થતા હતા પરંતુ ટાઇફોઇડનો તાવ કે પેરાટાઇફોઇડ તાવ આવતો ન હતો જે ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયાથી થાય છે, જેના માટે તેઓ તે સમયે ઇલાજ શોધી રહ્યા હતા. તેણે નેઇસેરિયા ગોનોરિયા ને પણ અસર કરી જે ગોનોરિયા સર્જે છે જોકે આ બેક્ટેરિયમ ગ્રામ-નેગેટિવ છે.

ફ્લેમિંગે તેની શોધ 1929માં બ્રિટિશ જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ પેથોલોજીમાં પ્રકાશિત કરી હતી પરંતુ આ લેખ પર બહુ ઓછું ધ્યાન અપાયું હતું. ફ્લેમિંગે પોતાની તપાસ ચાલુ રાખી, પરંતુ જાણવા મળ્યું કે પેનિસિલિયમને વિકસાવવાનું કામ ઘણું અઘરું છે અને મોલ્ડને વિકસાવ્યા બાદ એન્ટી બાયોટિક એજન્ટને અલગ કરવાનું કામ વધારે મુશ્કેલ હતું. ફ્લેમિંગ માનતા હતા કે તેને જથ્થામાં ઉત્પાદિત કરવાની સમસ્યા હોવાથી અને તેની કામગીરી વધુ ધીમી લાગતી હોવાથી ચેપનો ઇલાજ કરવામાં પેનિસિલિન બહુ મહત્વપૂર્ણ નહીં હોય. ફ્લેમિંગને એ બાબતની પણ ખાતરી થઇ હતી કે માનવ શરીરમાં પેનિસિલિન બેક્ટેરિયાને મારવા માટે વધુ સમય સુધી નહીં રહે (ઇન વિવો ). ઘણા ક્લિનિકલ ટેસ્ટ અપૂર્ણ હતા, ખાસ કરીને કારણ કે તેનો ઉપયોગ સરફેસ એન્ટીસેપ્ટિક તરીકે કરવામાં આવ્યો હતો. 1930ના દાયકામાં ફ્લેમિંગના ટ્રાયલમાં વધુ વિશ્વાસ દર્શાવાયો હતો અને તેમણે 1940 સુધી કામ ચાલુ રાખ્યું. ઉપયોગ કરવા પાત્ર પેનિસિલિનને વધુ રિફાઇન કરવા માટે સક્ષમ કેમિસ્ટને રસ જગાવવાનું કામ કરવામાં આવ્યું.

ફ્લોરે અને ચેઇને અમેરિકન અને બ્રિટિશ સરકાર પાસેથી ફંડ લઇને રિસર્ચ અને જથ્થાબંધ ઉત્પાદન કર્યા બાદ ફ્લેમિંગે અંતે પેનિસિલિનને છોડી દીધું. તેમણે પર્લ હાર્બર પર બોમ્બમારા બાદ ભારે ઉત્પાદન શરૂ કર્યું. ડી-ડે આવ્યો ત્યારે તેમણે સાથીદળોના તમામ ઘાયલ સૈનિકોની સારવાર માટે પૂરતા પ્રમાણમાં પેનિસિલિન બનાવી લીધું હતું.

શુદ્ધિકરણ અને સંતુલિતકરણ

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 
બેન્ઝીલપેનિસિલિનનું થ્રીડી મોડેલ

અર્ન્સ્ટ ચેઇનએ પેનિસિલિનને કઇ રીતે અલગ કરીને સંગ્રહીત કરવું તેના પર કામ કર્યું. તેમણે પેનિસિલિનના સ્ટ્રક્ચર પર પણ યોગ્ય થિયરી અપનાવી. ટીમે 1940માં પોતાના પ્રથમ પરિણામ જાહેર કર્યા બાદ ફ્લેમિંગે હાવર્ડ ફ્લોરેને ફોન કર્યો, જેઓ ચેઇનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા અને તેમને જણાવ્યું કે તેઓ આગામી થોડા દિવસોમાં મુલાકાત લેશે. ચેઇને જ્યારે સાંભળ્યું કે તેઓ આવી રહ્યા છે ત્યારે તેમણે ટિપ્પણી કરી, “હે ભગવાન, મને લાગતું હતું કે તેઓ મૃત્યુ પામ્યા છે.”

નોર્મન હીટલીએ પેનિસિલિનના સક્રિય પદાર્થને એસિડિટીમાં ફેરફાર કરીને પાણીમાં ફરી ટ્રાન્સફર કરવાનું સૂચન કર્યું. તેના કારણે પ્રાણીઓ પર પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કરવા માટે દવા બનવા લાગી. ઓક્સફર્ડની ટીમમાં ઘણા વધુ લોકો સામેલ હતા અને એક તબક્કે આખી ડુમ સ્કૂલ ઉત્પાદનમાં સામેલ હતી. ટીમે 1940માં પ્રથમ વખત અસરકારક પ્રથમ સ્ટેબલ સ્વરૂપ માટે પેનિસિલિનના શુદ્ધિકરણની પદ્ધતિ વિકસાવી લીધી હતી ત્યાર બાદ કેટલાક ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા અને તેની જંગી સફળતાથી ટીમને 1945માં જથ્થાબંધ ઉત્પાદન અને જથ્થાબંધ વિતરણ માટે મેથડ વિકસાવવા પ્રેરણા મળી હતી.

પેનિસિલિનના વિકાસમાં પોતાની ભૂમિકા અંગે ફ્લેમિંગ બહુ વિવેકી હતા અને પોતાની ખ્યાતિને તેમણે ‘ફ્લેમિંગ મિથ’ ગણાવી અને લેબોરેટરીની જિજ્ઞાસાને વ્યવહારુ દવામાં રૂપાંતરિત કરવા બદલ ફ્લોરે અને ચેઇનના વખાણ કર્યા હતા. સક્રિય પદાર્થની પ્રોપર્ટી શોધવાનું કામ સૌથી પહેલું ફ્લેમિંગે કર્યું હતું અને તેમને પેનિસિલિન નામ આપવાનો વિશેષાધિકાર આપ્યો હતો. તેમણે 12 વર્ષ સુધી અસલ મોલ્ડને રાખ્યું, વિકસાવ્યું અને તેનું વિતરણ કર્યું અને 1940 સુધા ચાલુ રાખ્યું જેથી કોઇ કેમિસ્ટ પાસેથી મદદ મળી શકે જે પેનિસિલિન બનાવવા માટે પૂરતી ક્ષમતા ધરાવતો હોય. સર હેનરી હેરિસે 1998માં જણાવ્યું હતું કે, “ફ્લેમિંગ વગર કોઇ ચેઇન નથી, ચેઇન વગર કોઇ ફ્લોરી નથી, ફ્લોરી વગર કોઇ હીટલી નથી. હીટલી વગર કોઇ પેનિસિલિન નથી.”

એન્ટીબાયોટિક્સ

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 
આધુનિક એન્ટીબાયોટિક્સના ટેસ્ટ પણ ફ્લેમિંગની શોધની સમાન મેથડનો ઉપયોગ કરીને થાય છે.

ફ્લેમિંગની આકસ્મિક શોધ અને સપ્ટેમ્બર 1928માં પેનિસિલિનના આઇસોલેશન સાથે આધુનિક એન્ટીબાયોટિક્સની શરૂઆત થઇ. ફ્લેમિંગે બહુ વહેલું જાણી લીધું હતું કે બહુ ઓછા પ્રમાણમાં કે બહુ ઓછા સમયગાળા માટે પેનિસિલિનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બેક્ટેરિયા એન્ટીબાયોટિક્સ સામે પ્રતિકારશક્તિ મેળવી લેતા હતા. પ્રયોગમાં સાબિત થાય તે પહેલા આલ્મરોથ રાઇટએ એન્ટીબાયોટિક પ્રતિકાર વિશે આગાહી કરી હતી. ફ્લેમિંગે વિશ્વભરમાં તેમના અનેક પ્રવચન દરમિયાન પેનિસિલિનના ઉપયોગ વિશે સાવચેતી રાખવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી કે યોગ્ય નિદાન બાદ જરૂરિયાત લાગે ત્યારે જ પેનિસિલિનનો ઉપયોગ કરવો જોઇએ. અને તેનો ઉપયોગ કરવામાં આવે તો બહુ ઓછા પ્રમાણમાં કે બહુ ઓછા સમય માટે તેનો ઉપયોગ કદી ન કરવો કારણ કે આવી સ્થિતિમાં એન્ટીબાયોટિક્સ સામે બેક્ટેરિયામાં પ્રતિકાર કેળવાય છે.

અંગત જીવન

[[ફ્લેમિંગના પિતાએ બાળક વિન્સ્ટન ચર્ચિલને મોતમાંથી બચાવ્યા બાદ ચર્ચિલના પિતાએ ફ્લેમિંગના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો|ફ્લેમિંગના પિતાએ બાળક વિન્સ્ટન ચર્ચિલને મોતમાંથી બચાવ્યા બાદ ચર્ચિલના પિતાએ ફ્લેમિંગના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો]] હતો તેવી લોકપ્રિય વાર્તા ખોટી છે. કેવિન બ્રાઉનએ લખેલા જીવનચરિત્ર, પેનિસિલિન મેનઃ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એન્ડ ધી એન્ટીબાયોટિક રિવોલ્યુશન પ્રમાણે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પોતાના મિત્ર અને સાથીદાર એન્ડ્રે ગ્રેટિયાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ બાબત “આશ્ચર્યજનક વાર્તા” છે. બીજા વિશ્વયુદ્ધ વખતે પણ તેમણે વિન્સ્ટન ચર્ચિલને બચાવ્યા ન હતા. ચર્ચિલ 1943માં ટ્યુનિસિયામાં કાર્થેજમાં બીમાર પડ્યા ત્યારે ચર્ચિલને લોર્ડ મોર્ગને બચાવ્યા હતા જેમાં સલ્ફોનામાઇડ્સનો ઉપયોગ કરાયો હતો કારણ કે તેમને પેનિસિલિનનો કોઇ અનુભવ ન હતો. ડેઇલી ટેલિગ્રાફ અને મોર્નિંગ પોસ્ટ એ 21 ડિસેમ્બર 1943ના રોજ લખ્યું હતું કે તેમને પેનિસિલિનથી બચાવી લેવાયા હતા. તેમને નવી સલ્ફોનામાઇડ દવા સલ્ફાપાઇરીડાઇન દ્વારા બચાવી લેવાયા હતા જે તે સમયે રિસર્ચ કોડ એમ એન્ડ બી 693 તરીકે ઓળખાતી હતી અને તેનું સંશોધન અને ઉત્પાદન મે એન્ડ બેકર લિ, ડાગેનહામ, એસેક્સ દ્વારા કરવામાં આવ્યું હતું જે ફ્રેન્ચ ગ્રૂપ રોન-પોલેન્કની પેટા કંપની હતી. ત્યાર પછીના રેડિયો પ્રસારણમાં ચર્ચિલે નવી દવાનો ઉલ્લેખ “વખાણવા લાયક એમ એન્ડ બી” તરીકે કર્યો હતો.એવી શક્યતા છે કે સલ્ફોનામાઇડ વિશે ખરી માહિતી અખબારો સુધી પહોંચી નહીં હોય કારણ કે તે દવા જર્મન લેબોરેટરી બેયર દ્વારા શોધવામાં આવી હતી અને તે સમયે બ્રિટન જર્મની સાથે લડાઇ કરતું હતું. તેથી બ્રિટિશ શોધ પેનિસિલિન સાથે ચર્ચિલની સારવારને જોડીને બ્રિટીશ લોકોનો નૈતિક જુસ્સો વધારવાનું યોગ્ય માનવામાં આવ્યું હતું.

ફ્લેમિંગની પ્રથમ પત્ની સારાહનું અવસાન 1949માં થયું હતું. તેમનો એક માત્ર પુત્ર રોબર્ટ ફ્લેમિંગ જનરલ મેડિકલ પ્રેક્ટિશનર બન્યો હતો. સારાહના અવસાન બાદ ફ્લેમિંગે ડો. એમેલિયા કોટસોરી-વોરેકાસ સાથે 9 એપ્રિલ 1953ના રોજ લગ્ન કર્યા હતા જે સેન્ટ મેરિઝ ખાતે ગ્રીક સાથીદાર હતી. તેનું અવસાન 1986માં થયું હતું.

મૃત્યુ

1955માં ફ્લેમિંગ તેમના લંડન સ્થિત ઘરમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી અને એક સપ્તાહ પછી તેમની રાખ સેન્ટ પોલ્સ કેથેડ્રલમાં રાખવામાં આવી હતી.

સન્માન,એવોર્ડ અને સિદ્ધિ

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 
ફેરો આઇલેન્ડ્ની સ્ટેમ્પ જેમાં ફ્લેમિંગનું બહુમાન કરવામાં આવ્યું.

તેમણે પેનિસિલિનની કરેલી શોધથી આધુનિક દવાના વિશ્વમાં પરિવર્તન આવ્યું હતું અને ઉપયોગી એન્ટીબાયોટિક્સનો યુગ આવ્યો હતો. પેનિસિલિને વિશ્વભરમાં કરોડો લોકોના જીવ બચાવ્યા હતા અને હજુ પણ બચાવી રહ્યું છે.

સેન્ટ મેરિઝ હોસ્પિટલ, લંડન ખાતે તેમની લેબોરેટરી, જ્યાં ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી ત્યાં ફ્લેમિંગ મ્યુઝિયમ બની ગયું છે. લોમિટા વિસ્તારમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ મિડલ સ્કુલ નામે એક શાળા પણ છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરએ ફ્લેમિંગના સન્માનમાં તેની એક સ્ટુડન્ટ ઇમારતને નામ આપ્યું છે જે ઓલ્ડ સ્ટ્રીટમાં આવેલી છે. ઇમ્પિરિયલ કોલેજમાં પણ તેમના નામે એક ઇમારત ધી સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બિલ્ડિંગ આવેલી છે. તે સાઉથ કેન્સિંગ્ટન કેમ્પસમાં આવેલી છે જ્યાં મોડા ભાગનું પ્રિક્લિનિકલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ શિક્ષણ આપવામાં આવે છે.

  • ફ્લેમિંગ, ફ્લોરે અને ચેઇને સંયુક્ત રીતે 1945માં મેડિસીનમાં નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. નોબેલ કમિટીના નિયમ પ્રમાણે વધુમાં વધુ ત્રણ લોકો આ પારિતોષિકમાં હિસ્સેદારી કરી શકે. ફ્લેમિંગનો નોબેલ પુરસ્કાર મેડલ 1989માં નેશનલ મ્યુઝિયમ ઓફ સ્કોટલેન્ડ દ્વારા મેળવવામાં આવ્યું હતું અને રોયલ મ્યુઝિયમ 2010માં ફરી ખુલશે ત્યારે તે પ્રદર્શનમાં મૂકવામાં આવશે.
  • રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ફ્લેમિંગને હન્ટેરિયન પ્રોફેસરશિપ અપાઇ હતી.
  • ફ્લેમિંગ અને ફ્લોરીને 1944માં નાઇટહુડ અપાયું હતું.
  • ફ્લેમિંગ 1943માં રોયલ સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને લોકો સુધી પેનિસિલિન પહોંચાડવાના જંગી કામ માટે તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરોડો લોકોના જીવ બચાવવા બદલ 1965માં તેમને પીરેજનું સન્માન મળ્યું અને તેઓ બેરોન બન્યા હતા.
  • 2000નું વર્ષ નજીક આવ્યું ત્યારે ઓછામાં ઓછા ત્રણ મોટા સ્કોટિશ મેગેઝિનો દ્વારા પેનિસિલિનની શોધને સહસ્ત્રાબ્દિની સૌથી મહાન શોધ ગણવામાં આવી હતી. આ શોધના કારણે કેટલા લોકોના જીવ બચાવી શકાયા તે જાણવું અશક્ય છે, પરંતુ આમાથી કેટલાક મેગેઝિનના અંદાજ પ્રમાણે 20 કરોડ લોકોના જીવ બચાવી શકાયા હતા.
  • એલેક્ઝાન્ડર ફ્લેમિંગની એક પ્રતિમા મેડ્રિડ, પ્લાઝા ડી ટોરોસ ડી લાસ વેન્ટાસની મુખ્ય બુલ રિંગ બહાર રાખવામાં આવી છે. આ પ્રતિમા ફ્લેમિંગની શોધના આભારી મેટાડોર્સ દ્વારા ઉભી કરવામાં આવી હતી કારણ કે પેનિસિલિનથી બુલરિંગમાં મૃત્યુની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો.
  • 2009ના મધ્યમાં ફ્લેમિંગને ક્લાઇડેસડેલ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી બેન્ક નોટ્સની નવી સિરિઝમાં સ્થાન મળ્યું હતું. તેમની તસવીર પાંચ પાઉન્ડની નોટની નવી સિરિઝમાં છે.

ગ્રંથસૂચિ

  • ધી લાઇફ ઓફ સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ , જોનાથન કેપ, 1959 મોરિસ, એન્ડ્રે
  • નોબેલ લેક્ચર્સ, ફિઝિયોલોજી ઓર મેડિસિન 1942-1962 , એલ્સવેર પબ્લિશિંગ કંપની, એમ્સ્ટર્ડમ, 1964
  • એન આઉટલાઇન ઓફ મેડિસિન . લંડનઃ બટરવર્થ્સ, 1985, રોડ્સ, ફિલિપ.
  • ધી કેમ્બ્રિઝ ઇલસ્ટ્રેટેડ હિસ્ટ્રી ઓફ મેડિસિન. કેમ્બ્રિઝ, ઇંગ્લેન્ડઃ કેમ્બ્રિઝ યુનિવર્સિટી પ્રેસ, 1996, પોર્ટર, રોય, ઇડી.
  • પેનિસિલિન મેનઃ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એન્ડ ધી એન્ટીબાયોટિક રિવોલ્યુશન , સ્ટ્રોડ, સટન, 2004, બ્રાઉન, કેવિન.
  • એલેક્ઝાન્ડર ફ્લેમિંગઃ ધી મેન એન્ડ ધી મિથ , ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ઓક્સફર્ડ, 1984. મેકફાર્લેન, ગ્વીન
  • ધી લાઇફ ઓફ સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ , જોનાથન કેપ, 1959, મોરિસ, એન્ડ્રે.
  • નોબેલ લોરેટ્સ, ફિઝિયોલોજી ઓર મેડિસિન 1942-1962 , એલ્સવેર પબ્લિશિંગ કંપની, એમ્સ્ટર્ડમ, 1964

સંદર્ભો

બાહ્ય કડિઓ

Tags:

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જીવનકથાએલેક્ઝાન્ડર ફ્લેમિંગ સન્માન,એવોર્ડ અને સિદ્ધિએલેક્ઝાન્ડર ફ્લેમિંગ ગ્રંથસૂચિએલેક્ઝાન્ડર ફ્લેમિંગ સંદર્ભોએલેક્ઝાન્ડર ફ્લેમિંગ બાહ્ય કડિઓએલેક્ઝાન્ડર ફ્લેમિંગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વડોદરામોટરગાડીજવાહરલાલ નેહરુગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)પંજાબ, ભારતલિવરપૂલ ફૂટબોલ ક્લબવિક્રમ ઠાકોરજળ શુદ્ધિકરણહાજીપીરવૈશ્વિક આબોહવા પરિવર્તનપટેલજાતીય સંભોગગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યભાવનગરશ્રવણરામદેવપીરજાપાનભારતના ચારધામવિધાન સભાસમાજશાસ્ત્રહોળીવલ્લભી વિશ્વવિદ્યાલયક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ફિરોઝ ગાંધીવંદે માતરમ્ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોનળ સરોવરહિંદી ભાષાસત્યના પ્રયોગો અથવા આત્મકથાપોલિયોપુ્ષ્ટિમાર્ગ બેઠકશિક્ષણનું સમાજશાસ્ત્રલોકગીતકળથીs5ettવિભીષણવ્યાસનરેન્દ્ર મોદીચોટીલાવાઘેલા વંશઇસરોસમરજિતસિંહ ગાયકવાડગુજરાતની ભૂગોળનાટ્યશાસ્ત્રકોણાર્ક સૂર્ય મંદિરજલિયાંવાલા બાગ હત્યાકાંડદત્તાત્રેયનિરોધસરદાર સરોવર બંધગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાસારનાથઅમદાવાદ બીઆરટીએસદાદુદાન ગઢવીઆલ્બર્ટ આઇન્સ્ટાઇનહસ્તમૈથુનભવાઇસચિન તેંડુલકરફુગાવોશ્રીલંકાડાકોરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘબારડોલી લોક સભા મતવિસ્તારતિરૂપતિ બાલાજીવિજ્ઞાનસોફ્ટબોલગુજરાતી સામયિકોહનુમાનવિષ્ણુ સહસ્રનામવિરાટ કોહલીપંચાયતી રાજજાપાનનો ઇતિહાસગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭જહાજ વૈતરણા (વીજળી)ગાંધીનગરઇન્ટરનેટનિધિ ભાનુશાલીપૂરઝંડા (તા. કપડવંજ)🡆 More