સખી મેં કલ્પી'તી: ઉમાશંકર જોશી કૃત સૉનેટ-કાવ્ય

સખી મેં કલ્પી'તી એ ગુજરાતી કવિ ઉમાશંકર જોશી લિખિત સૉનેટ-કાવ્ય છે.

પાર્શ્વભૂમિ

આ કાવ્ય ૧ ડિસેમ્બર ૧૯૩૭ના દિવસે રચાયું હતું. આ કાવ્ય ત્યારબાદ તેમના ૧૯૩૯માં પ્રગટ થયેલ 'નિશીથ' કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું.

બંધારણ

આ કાવ્ય શિખરિણી છંદમાં રચવામાં આવ્યું છે.

કાવ્ય

આ રચના કલ્પનાથી આરંભાઈને ઝંખના અને વાંછનાને સ્પર્શતી આ રચના અત્યંત લાગણીપૂર્વક આપણને વાસ્તવ સુધી લઈ જાય છે.

કાવ્યના આરંભે કવિ 'જીવનસાથીની રમણીય કલ્પના' વિશે વાત કરે છે. સખી (જીવનસાથી)ની રમણીય કલ્પના કેવી છે? એ વિશે કવિ કહે છે: 'પ્રથમ કવિતાના ઉદય શી'. પ્રથમ કવિતાનો એ ઉદય કેવો છે એના વિશે કવિ બીજી પંક્તિમાં જણાવે છે કે જ્યાંથી એ કવિતા આવે છે એ સ્થળ – એ પ્રદેશ અજાણ્યો છે. એટલું જ નહીં, એ સ્વયં પણ આવી છે ત્યારે આરંભે અપરિચિત હોય છે. અજાણી છે ને ક્યાંથી ઊતરી આવે છે એની ખબર નથી પડતી. કવિતા અણધારી આવે છે ને હૃદયમાં ઊર્મિમાલા રચી જાય છે. મધુર લય અને મંજુલ રવવાળી એ સરવાણી આવે છે ત્યારે સમગ્ર અસ્તિત્વને આરપાર ઝંકૃત કરી મૂકે છે અને જાય છે ત્યારે પણ ચિરંતન પ્રસન્નતાની મત્ત મ્હેક મૂકતી જાય છે. — આ રીતે કવિ જણાવે છે કે 'હે સખી ! તું આવી હોઈશ એવું મેં કલ્પ્યું'તું'.

હે સખી, મેં તને કેવી ઝંખી'તી ! — એ વિશે આગળ કવિ જણાવે છે કે: જલધર ધનુષ્યથી ઝૂલતી. સ્વયં સૌંદર્ય જ હોઈશ તું. દેખાય નહીં છતાં જેનો અણસાર આવે એવી મીઠી અવનવલ રંગોની લટ જેવી, હૃદયમાં પ્રતિબિંબિત થઈને મારા અણુએ અણુમાં આલેખાતી જતી. આત્મામાં — મારા અંતરમાં સ્ફુરતી કોઈ સ્વપ્નસુરભિ સમી.

હે સખી ! તારે માટેની મારી વાંછના કેવી હતી ? — એના જવાબમાં કવિ કહે છે કે: તું જાણે વિરલ રસલીલાની સાક્ષાત પ્રતિમા હોય, હૃદયમાં જ પ્રગટતા રહેતા સ્વયંભૂ ભાવોનું જાણે નમણું નિવાસસ્થાન હોય તથા જે સ્વપ્ન હજુ અધૂરાં છે, એમ નહીં, હજુ જે સ્વપ્ન સેવવાનાં જ બાકી છે એવા સ્વપ્નોના સુમધુર સંપુટ જેવી તું હોય.

આવી કલ્પના-ઝંખના-વાંછના જેને વિશે હતી એ સખી(જીવનસાથી)ના આગમનનો અવસર આવ્યો એ ત્યારે કવિને કલ્પનાને બદલે વાસ્તવિકતાનો સ્પર્શ થયો. એ વાસ્તવિકતા કેવી હતી ? એની અનુભૂતિ વિશે વાત કરતા કહે છે કે, 'મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી...' — 'ઓહ ! આ તો મારા જેવી જ – સામાન્ય મનુષ્યો હોય છે એવી જ છે, અને છેલ્લી પંક્તિમાં કવિ કહે છે —

'...પૂર્ણ પણ ના.
છતાં કલ્પનાથીય મધુરતર હૈયાની રચના.'

આ પંક્તિમાં કવિ જણાવે છે કે: 'મારી કલ્પનાથીય મધુરતર તારા હૈયાંની રચના છે'.

વિવેચન

પ્રાધ્યાપક-લેખક સમીર ભટ્ટ નોંધે છે કે, 'પ્રિયતમાના રૂપની અવનવી કલ્પના કરતો નાયક છેલ્લે [વાસ્તવિકતા સામે આવે છે ત્યારે] નિરાશ નથી થતો' પણ 'પ્રિયજનનો સુંદર સ્વિકાર કરે છે'.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

સખી મેં કલ્પી'તી પાર્શ્વભૂમિસખી મેં કલ્પી'તી બંધારણસખી મેં કલ્પી'તી કાવ્યસખી મેં કલ્પી'તી વિવેચનસખી મેં કલ્પી'તી સંદર્ભોસખી મેં કલ્પી'તી બાહ્ય કડીઓસખી મેં કલ્પી'તીઉમાશંકર જોશીગુજરાતી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાણકદેવીબેંગલુરુસોલંકી વંશઇ-મેઇલભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓબીજોરાઉપનિષદલાલ કિલ્લોભારતના રાજ્ય વૃક્ષોની યાદીગાંઠિયો વાSay it in Gujaratiસંત દેવીદાસનવસારી લોક સભા મતવિસ્તારમટકું (જુગાર)છંદસંજ્ઞાવિઘાવાઘરીદુર્યોધનલક્ષ્મીઝવેરચંદ મેઘાણીપંચમહાલ જિલ્લોખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ડાકોરપરબધામ (તા. ભેંસાણ)મનોવિજ્ઞાનરક્તના પ્રકારન્હાનાલાલસામાજિક વિજ્ઞાનનરસિંહ મહેતાચામુંડાથૉમસ ઍડિસનઆંકડો (વનસ્પતિ)જંડ હનુમાનઅશ્વગંધા (વનસ્પતિ)જુનાગઢ જિલ્લોગુજરાતીકાઠિયાવાડવાલ્મિકીવૈશ્વિક આબોહવા પરિવર્તનઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારખોડિયારકમળોભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલધીરૂભાઈ અંબાણીરાઈટ બંધુઓવલ્લભી વિશ્વવિદ્યાલયવાંસકર્ણાટકઇસુબહુચર માતાપ્રથમ વિશ્વ યુદ્ધવાયુનું પ્રદૂષણકુમારપાળગુજરાત પોલીસભગવાનદાસ પટેલપશ્ચિમ ઘાટઅશોકચંદ્રશેખર આઝાદકેન્સરરવિ પાકભારતીય સિનેમાવિષ્ણુ સહસ્રનામઉપગ્રહ પ્રક્ષેપણ યાનચંદ્રયાન-૩માનવીની ભવાઇપાટણ જિલ્લોમધ્યકાળની ગુજરાતીવંદે માતરમ્પૃથ્વીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિમાઉન્ટ આબુમિથુન રાશીયાદવતાપી નદીવશહેમચંદ્રાચાર્યકેદારનાથ જ્યોતિર્લિંગ🡆 More