દર્ભ: છોડની એક પ્રજાતિ

દર્ભ, દાભ, ડાભડો, કુશ, વગેરે નામોથી ઓળખાતું આ ઘાસ એક બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે.

તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata છે દર્ભનો છોડ ઊંચો, ગુચ્છાદાર, જાડા અને મજબૂત મૂળ ધરાવતો, તીક્ષ્ણ કોરો ધરાવતા પર્ણવાળો અને બહુવર્ષાયુ હોય છે.

દર્ભ
દર્ભ: ઉપયોગો, સંદર્ભ
Desmostachya bipinnata (right plant)
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ e
Kingdom: Plantae
Clade: Tracheophytes
Clade: Angiosperms
Clade: Monocots
Clade: Commelinids
Order: Poales
Family: Poaceae
Genus: Desmostachya
Species: ''D. bipinnata''
દ્વિનામી નામ
Desmostachya bipinnata
(L.) Stapf
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Briza bipinnata L.
  • Cynosurus durus Forssk.
  • Dactylis interrupta Rottler ex Stapf
  • Desmostachya cynosuroides (Retz.) Stapf ex Massey
  • Desmostachya pingalaiae Raole & R.J.Desai
  • Dinebra dura Lag.
  • Eragrostis bipinnata (L.) K.Schum.
  • Eragrostis cynosuroides (Retz.) P.Beauv.
  • Eragrostis thunbergii Baill.
  • Leptochloa bipinnata (L.) Hochst.
  • Megastachya bipinnata (L.) P.Beauv.
  • Poa cynosuroides Retz.
  • Pogonarthria bipinnata (L.) Chiov.
  • Rabdochloa bipinnata (L.) Kuntze
  • Stapfiola bipinnata (L.) Kuntze
  • Uniola bipinnata (L.) L.

ઉપયોગો

ઔષધિય

આયુર્વેદ અને લોકૌષધિમાં દર્ભનો ઉપયોગ મરડાના ઉપચાર માટે, મૂત્રવર્ધક તરિકે અને મહિલાઓમાં માસિકસ્ત્રાવ અટકાવવા માટે કરવામાં આવે છે.

ચિત્ર:Darbhasana.jpg
પૂજા માટે વપરાતું દર્ભનું બનાવેલું આસન

ધાર્મિક

હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં દર્ભ પવિત્ર ઘાસ તરીકે વર્ષોથી વપરાતું આવ્યું છે. ઋગ્વેદમાં દર્ભનો ઉપયોગ પૂજનસામગ્રી તરીકે અને ભગવાન તથા પુરોહિતના આસન માટે થતો હોવાનો ઉલ્લેખ છે. ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના ૧૧માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ ધ્યાન કરવા માટે કુશના આસન પર બેસવાનું જણાવે છે. બૌદ્ધ ધર્મમાં એમ માનવામાં આવે છે કે બોધિસત્વ પ્રાપ્ત કર્યું ત્યારે ગૌતમ બુદ્ધ દર્ભના જ આસન પર બેસી ને ધ્યાન કરતા હતા. હિંદુ ધર્મમાં સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં વપરાય છે. યજ્ઞમૂર્તિ વરાહ ભગવાને પોતાનું શરીર ધુણાવતાં જે રુંવાટાં ખર્યા તે દર્ભ નામના લીલા રંગના ઘાસરૂપે ઊગી નીકળ્યાં એમ કહેવાય છે. જે સ્થળે આ રુવાંટાં ખર્યાં તે બર્હિષ્મતી નામના તીર્થથી પ્રસિદ્ધ છે.

અન્ય

બીજું ઘાસ ન મળે ત્યારે જ આ ઘાસ ઢોર ખાય છે. એમાંથી દોરી, દોરડાં, આસનિયાં, વગેરે બને છે. ગ્રહણ વખતે ખાદ્ય પદાર્થો અભડાય નહિ એવી માન્યતાને લીધે દરેક વસ્તુની અંદર દર્ભની સળી મૂકવામાં આવે છે.

સંદર્ભ

Tags:

દર્ભ ઉપયોગોદર્ભ સંદર્ભ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોરબી જિલ્લોમિકી માઉસપાર્વતીકૃષ્ણઅમીર ખુશરોભારતના ચારધામગળતેશ્વર મંદિરરાધાસુરેશ જોષીપંચાયતી રાજધારાસભ્યઘૃષ્ણેશ્વરરા' ખેંગાર દ્વિતીયમલેરિયાશિક્ષકકાબરગુજરાતમાં વાવનો ઇતિહાસભારતીય બંધારણ સભાભારતના વડાપ્રધાનઅશ્વત્થામાચીનભાષાસ્વામી વિવેકાનંદક્રોમાભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલજયપ્રકાશ નારાયણનરસિંહ મહેતાબ્રાહ્મણ ગ્રંથોબહુચર માતાકોરોનાવાયરસ રોગ ૨૦૧૯મંત્રસામવેદદ્રાક્ષગોધરા તાલુકોશામળાજીનો મેળોકેન્દ્રશાસિત પ્રદેશપ્રિયંકા ચોપરાસીતાધરતીકંપજલારામ બાપાપન્નાલાલ પટેલસાબરકાંઠા જિલ્લોસિદ્ધરાજ જયસિંહવિષાણુઅટલ બિહારી વાજપેયીગામગુજરાતના રાજ્યપાલોફુગાવોપિત્તાશયગુજરાતીગરમાળો (વૃક્ષ)યુરોપસમાજશાસ્ત્રઋગ્વેદભારતના રાજ્ય વૃક્ષોની યાદીઅર્જુનઉચ્ચતર માધ્યમિક શાળાદાહોદભારતનાં વિશ્વ ધરોહર સ્થળોગાયત્રીઅમદાવાદની ભૂગોળમિથુન રાશીગુજરાત ટાઇટન્સગરબાદાંડી સત્યાગ્રહસૂર્યગુજરાતની વસતીગણતરી ૨૦૧૧જોગીદાસ ખુમાણબદ્રીનાથમેષ રાશીબહારવટીયોભારત રત્નચિરંજીવીલોક સભાસંસ્કૃતિટાઇફોઇડસાપખોડિયારઆંગણવાડી🡆 More