ગંગાસતી: ભક્તિ આંદોલનના મધ્યકાલિન કવિયત્રી

ગંગાસતી ભક્તિ આંદોલનના મધ્યકાલિન કવિયત્રી હતા, જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યા હતા.

જીવન

તેમના જીવન વિશે કોઇ પ્રમાણભૂત માહિતી મળતી નથી કારણકે તેમના ભજનો અને જીવન કથા મૌખિક રીતે રજૂ થતી આવી છે. લોકકથાઓ અનુસાર, તેઓ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં સરવૈયા રાજપૂત કુટુંબમાં આશરે ૧૨મી થી ૧૪ સદીમાં જન્મ્યા હતા. તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમઢીયાળાના ગિરાસદાર કહળસંગ અથવા કહળુભા સાથે થયા હતા. કહળસંગ ભક્તિ આંદોલનના નિજ્ય અનુયાયી હતા. તેમને અજોભા નામનો પુત્ર હતો જેના લગ્ન પાનબાઇ સાથે થયા હતા. ગંગાસતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઇ વસ્યા અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. લોકવાયકા મુજબ, લોકોના વ્યંગથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે, કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી. કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગંગાસતીએ ત્યારબાદ સમાધિ લીધી.

કહળસંગ, ગંગાસતી અને પાનબાઈની સમાધિઓ સમઢીયાળા ગામે કાળુભાર નદીના કાંઠે આવેલી છે.

ભજનો

ગંગાસતીએ ગુરૂની મહિમા અને મહત્વ, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે પર ભજનો રચ્યા છે. તે પાનબાઇને ઉદ્દેશીને રચવામાં આવ્યા છે. આ ભજનો કોઇ ભગવાનનો ઉલ્લેખ કરતા નથી પરંતુ સામાન્ય સ્વરૂપમાં ભગવાનનો ઉલ્લેખ કરે છે. તે અધ્યાત્મના વિવિધ પાસાંઓને પણ રજૂ કરે છે. આ ભજનો સૌરાષ્ટ્ર અને ભક્તિ સંગીતમાં હજુ પણ લોકપ્રિય છે.

ચલચિત્ર

૧૯૭૯માં તેમના જીવન પર આધારિત દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર ગંગાસતી રજૂ થયું હતું.

પૂરક વાચન

  • Majbutsinhji Jadeja (૧૯૯૩). Shree Kahalsang Bhagat: Gangasati Ane Panbaini Sanshodhan Parak Sankshipt Jeevankatha. Majbutsinh Jadeja.
  • Gangasati; Dhairyachandra R. Buddha (૧૯૯૬). Gangasatini bhajanganga. R.R. Sheth and Co.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગંગાસતી જીવનગંગાસતી ભજનોગંગાસતી ચલચિત્રગંગાસતી પૂરક વાચનગંગાસતી સંદર્ભગંગાસતી બાહ્ય કડીઓગંગાસતીગુજરાતી ભાષાભજન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દાહોદલતા મંગેશકરભારતીય-યુરોપીય ભાષાસમૂહપક્ષીજ્યોતીન્દ્ર દવેભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ભારતીય રૂપિયોતારક મેહતા કા ઉલ્ટા ચશ્માઆવળ (વનસ્પતિ)ચોટીલાશાકભાજીબેટ (તા. દ્વારકા)ઉણ (તા. કાંકરેજ)સુએઝ નહેરઇસુભારતનો રાષ્ટ્રધ્વજસોનાક્ષી સિંહાવિદ્યાગૌરી નીલકંઠચંદ્રગુપ્ત મૌર્યતાલુકોગુજરાતના શક્તિપીઠોવંદે માતરમ્હોમી ભાભાશ્રીમદ્ ભાગવતમ્કસ્તુરબાજામનગરસતાધારઔદિચ્ય બ્રાહ્મણત્રાટકભારત સરકારભારતીય જનતા પાર્ટીમિનેપોલિસચાર્લ્સ કૂલેમહારાષ્ટ્રશિવચંદ્રગુજરાતના મુખ્યમંત્રીઓઈશ્વરભગવદ્ગોમંડલજ્ઞાનેશ્વરસ્વાઈન ફ્લૂભૌતિક શાસ્ત્રઆહીરSay it in Gujaratiચોમાસુંમિઆ ખલીફાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનાઝીવાદચણાસંદેશ દૈનિકમોહેં-જો-દડોસાડીએકમસોલર પાવર પ્લાન્ટદેવચકલીહરડેઆદિવાસીબોટાદ જિલ્લોગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોસામાજિક ક્રિયાપાણીનાટ્યશાસ્ત્રકર્ક રાશીસમાનાર્થી શબ્દોગુજરાત વડી અદાલતભારતીય ધર્મોગણેશજ્યોતિર્લિંગવર્ણવ્યવસ્થામીરાંબાઈપાણીપતની ત્રીજી લડાઈચિનુ મોદીધરતીકંપઉત્તરાખંડરસીકરણબગદાણા (તા.મહુવા)પશ્ચિમ બંગાળ🡆 More