અમૂલ: ભારતીય સહકારી દૂધ મંડળી

અમૂલ (સંસ્કૃત શબ્દ અમૂલ્ય પરથી ઉતરી આવેલો શબ્દ, આ નામનું સૂચન આણંદના એક ગુણવત્તા પરીક્ષકે કર્યું હતું), એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થાપના ૧૯૪૬માં થઈ હતી.

અમૂલ એ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) દ્વારા સંચાલિત એક બ્રાન્ડ છે. આ સંસ્થા સહકારી રીતે ૩૧ લાખ દૂધ ઉત્પાદન કરતાં લોકોની માલિકીની સંસ્થા છે.

અમૂલ
(Anand Milk Union Limited)
ઉદ્યોગડેરી
સૂત્રઅમૂલ - ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા
સ્થાપના૧૯૪૬
સ્થાપકત્રિભુવનદાસ પટેલ
મુખ્યાલયઆણંદ, ગુજરાત, ભારત
મુખ્ય લોકોઅધ્યક્ષ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (KDCMPUL)
ઉત્પાદનોદૂધ, દહીં, માખણ, ઘી, પનીર, વગેરે
આવકનફો: $૨.૧૫ અબજ(૨૦૧૦-૧૧)
કર્મચારીઓની સંખ્યા૭૩૫ કર્મચારી વિતરણ વિભાગમાં, જો કે દૂધ ઉત્પાદકોને સાથે ગણતા ૨૮ લાખ લોકો જોડાયેલા છે.
વેબસાઇટwww.amul.com


અમૂલ: ઇતિહાસ, જીસીએમએમએફ, ઉત્પાદનો
આણંદમા અમૂલ દૂધ સંગ્રહ કરવાના નળાકાર ટાવર અને પ્લાંટ
અમૂલ: ઇતિહાસ, જીસીએમએમએફ, ઉત્પાદનો
અમૂલ ફેક્ટરીનું મુખ્ય પ્રવેશદ્વાર

અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખુબજ ઉત્તમ ઉદાહરણ છે. અમૂલ ભારતની શ્વેત ક્રાંતિ છે, જેથી ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક બન્યું છે. તે વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાન્ડ પણ છે.

અમૂલ ભારતની સૌથી મોટી ખાધ ઉત્પાદન બ્રાંડ અને વિશ્વની સૌથી મોટી દુધના પાઉચ બનાવતી બ્રાંડ છે. તેનુ વાર્ષિક ટર્નઓવર US $૨.૨ billion (2010–11) છે. ભારત ઉપરાંત, અમૂલે વિદેશમાં, જેવા કે મોરિશિયસ, યુ.એ.ઈ, યુ.એસ.એ, ઓમાન, બાંગ્લાદેશ, ઑસ્ટ્રેલિયા, ચીન, સિંગાપુર, હોંગકોંગ અને થોડાઘણા દક્ષિણ આફ્રિકાના દેશોમા પોતાના ઉત્પાદનો મુક્યા. પરંતુ જાપાનીઝ બજારમાં ૧૯૯૪ મા જોઈએ એવી સફળ ન થઈ, પણ હવે ફરી નવી પ્રોડક્ટ સાથે જાપાનીઝ બજારમાં ઊતરશે. ઉપરાંત બીજા દેશો જેવા કે શ્રીલંકાને પણ સક્ષમ બજાર તરીકે ધ્યા્નમાં રાખેલ છે.

અમૂલની સફળતા પાછળ ડૉ.વર્ગીસ કુરિયન કે જે, GCMMFના માન્યતાપ્રાપ્ત ભૂતપૂર્વ ચેરમેન હતા તેમનો ફાળો અભૂતપૂર્વ છે. ૧૦ ઓગસ્ટ ૨૦૦૬માં પરથી ભટોળ, બનાસકાંઠા સંઘના ચેરમેન, GCMMF ચેરમેન, તરીકે ચુંટાયા.

ઇતિહાસ

૧૯૪૫ ના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂઘ કોન્ટ્રાક્ટરો દ્રારા એકત્ર કરી મુંબઈ દૂધ યોજનામાં મોકલવામાં આવતું પરંતુ રાજ્ય સરકારે દૂધનાં ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો. આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોની સભા ૪ જાન્યુઆરી ૧૯૪૬ ના રોજ મોરારજી દેસાઈના પ્રમુખપદે રાખવામાં આવી, જેમાં સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે વિચારણા થઈ. ત્રિભુવનદાસ પટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કર્યો, જેના પરિપાક રૂપે ખેડા જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની સ્થાપનાની સાથે તારીખ ૧૪ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ "અમૂલ" નો જન્મ થયો.

જીસીએમએમએફ

જીસીએમએમએફ ભારતની સૌથી મોટી ખોરાક ઉત્પાદનોની માર્કેટિંગ સંસ્થા છે .તે ગુજરાત રાજ્ય સ્તરની દૂધ સહકારીની સર્વોચ્ચ શાખા છે, જે ખેડૂતો માટે લાભપ્રદ વળતર પૂરું પાડે છે અને એ પણ ઉત્પાદનો દ્વારા ગ્રાહકો ને પોસાય અને તેમના હિતમાં ગુણવત્તા પૂરી પાડવાનો ધ્યેય રાખે છે. જીસીએમએમએફ અમૂલ બ્રાન્ડ અને બજારોની વ્યવસ્થા કરે છે.

સૌથી વધુ ડેરી પેદાશની નિકાશ માટે અમૂલ દેશમાં અગ્રેસર છે. અત્યારે અમૂલની બનાવટો વિશ્વના ૪૦ દેશોમાં ઉપલબ્ધ છે. હાલમાં અમૂલ વિવિધ પ્રકારની પેદાશો જેવી કે, દુધનો પાવડર, પનીર, યુ.એચ.ટી. દુધ, ઘી, અને દેશી મિઠાઇ વગેરેની નિકાશ કરે છે. વિશ્વના મુખ્ય બજારોમાં અમેરીકા, વેસ્ટ ઇન્ડિઝ અને આફ્રિકા, ગલ્ફ પ્રાંત, સાર્ક અને પાડોશી દેશો, સિંગાપોર, ફિલિપિન્સ, થાઇલેન્ડ, જાપાન, અને ચાઈનાનો સમાવેશ કરી શકાય.

ઉત્પાદનો

દૂધ, દૂધનો પાવડર, ઘી, માખણ, મસ્તી દહી, દહીં, છાશ, ચોકલેટ, આઇસ્ક્રીમ, ક્રીમ, શ્રીખંડ, પનીર, ગુલાબ જાંબુ, લહેજતદાર દૂધ, બાસુંદી, વગેરે.

દૂગ્ધ ક્રાંતિ (ઓપરેશન ફ્લડ)

ઇ.સ. ૧૯૬૪માં તત્કાલિન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને કેટલ ફીડ પ્લાંટનું ઉદઘાટન કરવા માટે આમંત્રિત કર્યા હતા. યોજના અનુસાર તેઓને તેજ દિવસે પરત થવાનુ હતુ પરંતુ તેઓ સહકારી મંડળીની સફળતા જાણવા ત્યાંજ રોકાયા. તેઓએ ડો. વર્ગીસ સાથે સહકારી મંડળીનુ નિરીક્ષણ કર્યુ અને તેની કામગીરી થી ખુબજ પ્રભાવિત થયા. જ્યાં અમૂલ ખેડુતોથી ફક્ત દૂધજ એકત્રીત કરતુ ન હતું પણ તેમની આર્થિક સ્થિતિ પણ સુધારતુ હતું. નવી દિલ્હી પહોંચીને તેમણે ડૉ.કુરિયન ને અમૂલના પ્રતિરૂપને આખા દેશમાં અમલ કરવા કહ્યું. આના પરિણામ સ્વરૂપ ૧૯૬૫ માં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપના થઇ. આ સમયે દૂધની માંગ પણ વધુ હતી. ભારત પણ શ્રીલંકાની જેમજ દૂધનો સર્વાધિક આયાતકાર બની ગયો હોત, જો એન ડી ડી બી અને સરકારે પુરતા પગલા ના લીધા હોત. તે સમયે સૌથી મોટી સમસ્યા ધન એકત્ર કરવાની હતી. આ માટે ડો. કુરિયને વર્લ્ડ બેંક ને લોન માટે રાજી કરવાની કોશિશ અને વગર શર્તે ઉધાર મેળવવા પ્રયત્ન કર્યા. જ્યારે વર્લ્ડ બેંકના અધ્યક્ષ ૧૯૬૯ માં ભારત દર્શને આવ્યા ત્યારે ડો. કુરિયને કહ્યુ હતુ, "તમે મને ધન આપો અને આ વિશે ભુલી જાઓ". થોડા સમય પછી વર્લ્ડ બેંકે તેમને ઋણની સ્વીક્રૃતિ આપી દીધી. આ મદદ કોઇ ઓપરેશનનો હિસ્સો હતો - ઓપરેશન ફ્લડ કે દૂગ્ધ ક્રાંતિ. ઓપરેશન ફ્લડને ત્યારબાદ ત્રણ ચરણમાં કાર્યરત કરવામાં આવ્યા.

આ સંયુક્ત પ્રયાસો ના ફળસ્વરુપે આજે અમૂલ પોતાના લગભગ ૫ લાખ દૂધ ઉત્પાદકોને દૈનિક ૧,૪૪,૨૪૬ ડેરી કો-ઓપરેટીવ સંસ્થાનોમાં દૂધ પહોચાડે છે. અમૂલે આજે ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બનાવ્યો છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

અમૂલ ઇતિહાસઅમૂલ જીસીએમએમએફઅમૂલ ઉત્પાદનોઅમૂલ દૂગ્ધ ક્રાંતિ (ઓપરેશન ફ્લડ)અમૂલ સંદર્ભોઅમૂલ બાહ્ય કડીઓઅમૂલઆણંદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પારસીધૃતરાષ્ટ્રઓઝોનમિથુન રાશીહનુમાન ચાલીસાવ્યાસઇ-મેઇલદમણ અને દીવમિથ્યાભિમાન (નાટક)કમળોકોળીસંગણકસિંહ રાશીસોફ્ટબોલજાવા (પ્રોગ્રામિંગ ભાષા)સુરત ડાયમંડ બુર્સભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪માધ્યમિક શાળામધુ રાયસપ્તર્ષિજિજ્ઞેશ મેવાણીસારનાથદત્તાત્રેયબિન-વેધક મૈથુનભારતીય ચૂંટણી પંચગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાવૈશ્વિક આબોહવા પરિવર્તનહિંદુ ધર્મગુજરાતના લોકસભા મતવિસ્તારોશ્રીમદ્ રાજચંદ્રતાંબુંગુજરાતના તાલુકાઓશિવાજીદ્રૌપદી મુર્મૂફુગાવોનિબંધમહમદ બેગડોઅથર્વવેદઅંબાજીમુંબઈs5ettમગગુજરાત દિનપરબધામ (તા. ભેંસાણ)ગૌતમ અદાણીસત્યવતીચુનીલાલ મડિયાગોળ ગધેડાનો મેળોતત્વમસિજુનાગઢ જિલ્લોસામાજિક સમસ્યાશ્રીમદ્ ભગવદ્ ગીતાસંસ્કારદાહોદશબ્દકોશફેબ્રુઆરીભારતીય રૂપિયોભારતની નદીઓની યાદીજાતીય સંભોગચંદ્રગુપ્ત પ્રથમઅમરેલી જિલ્લોપ્રથમ પંચવર્ષીય યોજનારાષ્ટ્રવાદહમીરજી ગોહિલકલમ ૩૭૦વનસ્પતિકરીના કપૂરકાળકા માતા મંદિર, પાવાગઢહસ્તમૈથુનચિત્તોડગઢઅબ્દુલ કલામગીતા રબારીભારતનું બંધારણઅક્ષરધામ (ગાંધીનગર)વિશ્વ પર્યાવરણ દિવસગુજરાતી ફિલ્મોની યાદીડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનસત્યના પ્રયોગો અથવા આત્મકથા🡆 More