દૂધ

દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે.

દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે ગુજરાતના લોકો કરે છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી, પનીર, માવો વગેરે બનાવવામાં આવે છે. આ ઉપરાંત દૂધમાંથી શ્રીખંડ, આઇસ્ક્રીમ, પેંડા, બાસુંદી, રબડી, બરફી જેવી ઘણી મિઠાઇઓ પણ બનાવવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં દુધ ઉત્પાદન કરતી સહકારી મંડળીઓ લગભગ દરેક ગામમાં આવેલી છે.

સફેદ રંગનું કેમ હોય છે?

આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧.૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી. કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે.

દૂધનું આયુર્વેદમાં મહત્વ

આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં ગાયના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચરક સંહિતામાં જણાવ્યા મુજબ 'ગવ્યં દશગુણં પય:', એટલે કે, ગાયના દૂધમાં દશ ગુણ છે. આથી આગળ વધીને મહર્ષિ ચરક આ ગ્રંથના અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય ૨૭)માં દૂધને 'ક્ષીરં જીવયતિ' કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે.

બાહ્ય કડીઓ

આયુર્વેદમાં દૂધના ઉત્પાદનોની અસર - ડૉ.પંકજ નરમ

Tags:

ગાયગુજરાતબકરીભેંસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વહળદરMain Pageઅડાલજની વાવપ્રકાશસંશ્લેષણનાગલીરાજનાથ સિંહશિવઅબુલ ફઝલપુરાણકરણ ઘેલોકમ્પ્યુટર હાર્ડવેરચંદ્રયાન-૩સમાંતરબાજુ ચતુષ્કોણતક્ષશિલાકાલિનક્ષત્રમળેલા જીવસામાજિક વિજ્ઞાનમુખ મૈથુનભારતના વડાપ્રધાનપૃથ્વીહનુમાન ચાલીસાસામાજિક ધોરણોવલસાડ જિલ્લોઅમદાવાદ જિલ્લોએપ્રિલ ૧૬સાબરકાંઠા જિલ્લોભુજરાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનઈશ્વર પેટલીકરકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢપીપળોપાકિસ્તાનભુજિયો ડુંગરપત્રકારત્વગુજરાતી ભોજનવાછરાદાદામુકેશ અંબાણીચકલીવૃષભ રાશીદીપિકા પદુકોણસવિતા આંબેડકરદિવાળીલસિકા ગાંઠબોટાદરામાયણપીડીએફકેન્દ્રશાસિત પ્રદેશઉપનિષદભરૂચ જિલ્લોપેન્શનકચ્છ જિલ્લોનાણાકીય વર્ષપાલીતાણાવિશ્વકર્માજાતીય સંભોગસુરેન્દ્રનગર જિલ્લોદાદા હરિર વાવઆંખસિદ્ધરાજ જયસિંહભારતના રાષ્ટ્રપતિઓની યાદીહનુમાન જયંતીગુજરાતી સાહિત્યસલમાન ખાનપાવાગઢહિંગલાજ ભવાની શક્તિપીઠચંદ્રશેખર આઝાદજલિયાંવાલા બાગ હત્યાકાંડસાર્વભૌમત્વઆસનસ્વાધ્યાય પરિવારટાઇફોઇડઅક્ષાંશ-રેખાંશભારતના રાષ્ટ્રપતિભારતીય બંધારણ સભા🡆 More