સપ્તપદી

સપ્તપદી એ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ.

દ્વારા નિર્મિત એક ગુજરાતી ચલચિત્ર છે. તેમાં માનવ ગોહીલ અને સ્વરૂપ સંપતે અભિનય આપ્યો હતો. સપ્તપદી (એક વ્યાપારીની પત્ની), એ એક આધુનિક ભારતીય સ્ત્રીની વાર્તા છે જે તેના ૨૦ વર્ષના આરામદાયક લગ્ન જીવનને દાવ પર લગાડી પોતાના મનની આકાંક્ષા પૂરી કરવા આગળ વધે છે. આ ચલચિત્ર ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે પ્રદર્શિત થઈ અને વિક્રમી ૧૨ અઠવાડીયા સુધી પ્રદર્શિત થઈ. વ્યાવસાયિક સફળતા સાથે આ ચલચિત્ર વિવેચકોમાં પણ ખ્યાતિ પામી, તેને પાંચ દેશોના સાત ચલચિત્ર મહોત્સવો માટે નામાંકન મળ્યું. જયપુર આંતરરાષ્ટ્રીય ફીલ્મ મહોત્સવમાં તેને ગ્રીન રોઝ પુરસ્કાર મળ્યો. આ ચલચિત્રને ગુજરાતી સિનેમાનો ટર્નિંગ પોઈન્ટ મનાય છે.

સપ્તપદી
દિગ્દર્શકનિરંજન થડે
લેખકચંદ્રકાંત શાહ

કાજલ ઓઝા-વૈદ્ય

નિરંજન થડે
નિર્માતાઅમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ.
કલાકારોમાનવ ગોહીલ
સ્વરૂપ સંપત
છબીકલાનવનીત મીસ્સેર
સંપાદનરાજેશ પરમાર
પ્રશાંત નાયક
સંગીતરજત ધોળકિયા અને પિયૂશ કનોજિયા
વિતરણડિફરન્ટ સ્ટ્રોક્સ કમ્યુ પ્રા. લિ. (ડૉ. દેવદત્ત કાપડિયા)
રજૂઆત તારીખ
૧ ફેબ્રુઆરી ૨૦૧૩
અવધિ
૧૦૫ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી

પાર્શ્વભૂમિ

કથાનક સિદ્ધાર્થ (માનવ ગોહીલ) અને સ્વાતી સંઘવી (સ્વરૂપ સંપત) નામના દંપત્તી પાત્રોની આજુબાજુ વણેલી છે. બંને તેમની ચાળીશીમાં છે. લગ્નની ૨૦મી વર્ષગાંઠ મનાવવા તેઓ સાપુતારા જાય છે, જ્યાં સ્વાતીને એક ૯ વર્ષનું બાળક મળે છે. આઘાત ગ્રસ્ત બાળકોના ઈલાજમાં પ્રશિક્ષિત સ્વાતી ને આ બાળકમાં આઘાતના ચિન્હો દેખાય છે. આ બાળકને આઘાતમાંથી બહાર લાવી તેનું ભવિષ્ય સુધારવાનો સ્વાતિ નિશ્ચય કરે છે. છેવટે ખબર પડે છે આ બાળક આતંકવાદી હુમલાના આઘાતનો ભોગ બનેલો હતો અને તેના માતા-પિતા તે હુમલામાં માર્યા ગયા હતા.  તે બાળક દંપત્તિનું જીવન કેવી રીતે બદલે છે તેની વાર્તા છે.

પાત્રો

  • માનવ ગોહીલ - સિદ્ધાર્થ
  • સ્વરૂપ સંપત  - સ્વાતી સંઘવી
  • હીત સામાણી - મોહસીન
  • શૈલિ શાહ  - શ્રેયા
  • ઉત્કર્ષ મઝુમદાર - ડૉ પાત્રાવાલા
  • હોમી વાડિયા - કમિશન્ર ઑફ પોલીસ - સ્પેશિયલ બ્રાંચ
  • વિહાન ચૌધરી - રોહન

સંદર્ભ

બાહ્ય કડીઓ

  • ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ
    Saptapadii

Tags:

સપ્તપદી પાર્શ્વભૂમિસપ્તપદી પાત્રોસપ્તપદી સંદર્ભસપ્તપદી બાહ્ય કડીઓસપ્તપદી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહંમદ ઘોરીનાઝીવાદસાબરકાંઠા જિલ્લોજયંત પાઠકમાધવપુર ઘેડનવદુર્ગાગુજરાત કૉલેજસમાજશાસ્ત્રહિમાચલ પ્રદેશઅબ્દુલ કલામરવિશંકર વ્યાસપિત્તાશયમોગલ મારાશીતાલુકોજ્યોતિબા ફુલેવડઅમદાવાદ જિલ્લોરતન તાતાજ્ઞાનપીઠ એવોર્ડગુજરાતી ભાષાજિલ્લોહડકવાજલિયાંવાલા બાગ હત્યાકાંડસૌરાષ્ટ્રભારતીય સિનેમાથોળ પક્ષી અભયારણ્યઆશાપુરા માતાસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતકોરોનાવાયરસ રોગ ૨૦૧૯જયંતિ દલાલકંડલા બંદરમાનવીની ભવાઇકુંભ મેળોકર્કરોગ (કેન્સર)ઘુડખર અભયારણ્યદેવચકલીમુખપૃષ્ઠહરદ્વારગાંધીનગર જિલ્લોરસીકરણભરૂચસંસ્કૃત ભાષાગુજરાતના લોકમેળાઓરામનવમીઅરવલ્લીઘેલા સોમનાથગોપનું મંદિરદક્ષિણ ગુજરાતમંદિરરા' ખેંગાર દ્વિતીયભારતના નાણાં પ્રધાનરમત-ગમતવિરાટ કોહલીતાલુકા વિકાસ અધિકારીબુધ (ગ્રહ)સુરેશ જોષીભગત સિંહભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોપોરબંદર જિલ્લોકટોકટી કાળ (ભારત)પુરાણભારતમાં આવક વેરોહરીન્દ્ર દવેકલાપીચુનીલાલ મડિયાઉદ્‌ગારચિહ્નસૂર્યમંડળપટેલદીનદયાલ ઉપાધ્યાયધૃતરાષ્ટ્રઆખ્યાનઝૂલતો પુલ, મોરબીકાદુ મકરાણીરમઝાનવિશ્વ બેંકભારતના રાજ્ય પક્ષીઓની યાદી🡆 More