સત્યેન્દ્રનાથ બોઝ: ભારતીય ભૌતિકશાસ્ત્રી

સત્યેન્દ્રનાથ બોઝ (૧૮૯૪-૧૯૭૪) ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા.

તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમના માનમાં મૂળભૂત કણોના એક પ્રકારના સમૂહને બોઝૉન અથવા બોઝકણ તરીકે ઓળખવામાં આવે છે. આ બોઝૉન કણો માટે તેમણે જે નિયમ શોધ્યો તેને બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.

સત્યેન્દ્રનાથ બોઝ
સત્યેન્દ્રનાથ બોઝ: જીવન, સંશોધન, નોબેલ પુરસ્કાર ચુકી ગયા
Retrat de joventut de Satyendra Nath Bose
જન્મ૧ જાન્યુઆરી ૧૮૯૪ Edit this on Wikidata
કોલકાતા Edit this on Wikidata
મૃત્યુ૪ ફેબ્રુઆરી ૧૯૭૪ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા
  • University College of Science, Technology & Agriculture
  • Hindu School Edit this on Wikidata
વ્યવસાયગણિતશાસ્ત્રી Edit this on Wikidata
સંસ્થા
  • કોલકાતા વિશ્વવિદ્યાલય (૧૯૪૭–૧૯૫૬)
  • ઢાકા વિશ્વવિદ્યાલય (૧૯૨૧–૧૯૪૭) Edit this on Wikidata
જીવન સાથીUshabati Bose Edit this on Wikidata
માતા-પિતા
  • Surendra Nath Edit this on Wikidata
  • Amodini Devi Edit this on Wikidata
પુરસ્કારો
સહી
સત્યેન્દ્રનાથ બોઝ: જીવન, સંશોધન, નોબેલ પુરસ્કાર ચુકી ગયા

જીવન

બોઝનો જન્મ કલકત્તા ખાતે ૧ જાન્યુઆરી ૧૮૯૪ના રોજ થયો હતો. તેમના પિતા સુરેન્દ્રનાથ રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાથી તેમનુ બાળપણ અને અભ્યાસકાળ સુવિધાપૂર્ણ રહ્યાં હતાં. કલકત્તાની હિન્દુ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો. આ શાળાના શિક્ષકે આગાહી કરી હતી કે બોઝ મહાન ગણિતજ્ઞ બનશે. આ શિક્ષકે બોઝને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ આપ્યા હતા, કારણ કે તેમણે બધા જ દાખલા બેથી ત્રણ રીતે સાચા ગણ્યા હતા. શાળાનુ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ૧૯૦૯માં તેઓ કલકત્તાની પ્રેસીડન્સી કોલેજમાં દાખલ થયા જ્યાં ૧૯૧૫માં તેઓ વિજ્ઞાનના અનુસ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૬માં કલકત્તા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. અહીં અનુસ્નાતક કક્ષાએ તેઓ ગણિત અને ભૌતિકવિજ્ઞાન ભણાવતા હતા. સમગ્ર ભારતમાં સૌપ્રથમ વાર આધુનિક ગણિતનો વિષય અહીં શરૂ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ ઉપર જર્મન ભાષામાં કેટલાક લેખો પ્રસિદ્ધ કર્યા હતા. આઇન્સ્ટાઇનની મંજૂરી સાથે બોઝે આ લેખોનો અંગ્રેજીમાં અનુવાદ કરી તેનુ પુસ્તક પ્રગટ કર્યું હતું. ૧૯૨૧માં કલકત્તા યુનિવર્સિટી છોડી તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા હતા.

૧૯૨૪માં બોઝ અભ્યાસાર્થે પેરિસ ગયા જ્યાં તેમણે માદામ ક્યૂરી, લુઈ દ બ્રોગ્લી અને અન્ય વૈજ્ઞાનિકો સાથે સંશોધન કાર્ય કર્યુ. ૧૯૨૫-૨૬ દરમિયાન તેમણે થર્મલ ઇક્વિલિબ્રિયમ ઇન ધ રેડિયેશન ફીલ્ડ ઇન પ્રેઝન્સ ઓફ મેટર નામનો લેખ તૈયાર કર્યો જેનો આઇન્સ્ટાઇને જર્મન ભાષામાં અનુવાદ કરીને પ્રસિદ્ધ કર્યો હતો.

૧૦ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ કલકત્તામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓ મળ્યા અને સૌએ બોઝના ક્વૉન્ટમ સિદ્ધાંતની સુવર્ણજયંતી ઉજવીને તેમને મુબારકબાદી આપી. તે પછીના થોડાક જ દિવસ બાદ ૪ ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ તેમનુ અવસાન થયું હતું.

સંશોધન

બંધ પ્રણાલી જ્યારે અચળ તાપમાને હોય ત્યારે તે જુદી જુદી આવૃત્તિઓની વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઊર્જા માટે મેક્સ પ્લાંકે જે સૂત્ર આપ્યું હતું તે બોઝે પોતાની રીતે તારવ્યું અને લેખ તૈયાર કર્યો. બ્રિટિશ સામાયિકના તંત્રી ઑલિવર લૉજે આ લેખ અસ્વિકૃત કર્યો. આથી બોઝે આ લેખ આઇન્સ્ટાઇનને મોકલી આપ્યો. આઇનસ્ટાઇને આ લેખને અમૂલ્ય અને સિમા-ચિહ્નરૂપ ગણાવ્યો હતો. આ લેખમાં બોઝે કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણને ફોટૉન વાયુ તરીકે ઓળખાવ્યું હતું. આ સંશોધન દ્વાર સાબિત થતું હતું કે ફોટૉન એ કણ છે અને આ પ્રકારના સમાન કણો માટે અલગ સાંખ્ય-યાંત્રિકી (statistics) લાગું પડે છે. બોઝ દ્વારા તૈયાર કરેલ આ સિદ્ધાંતનું આઇન્સ્ટાઇને વિસ્તરણ કર્યું, જે પાછળથી બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખાયો.

નોબેલ પુરસ્કાર ચુકી ગયા

બોઝના બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર અને એકીકૃત ક્ષેત્રસિદ્ધાંત વિષયે કરેલા પ્રદાન માટે કે. બેનરજી (૧૯૫૬), ડી. એસ. કોઠારી (૧૯૫૯), એસ. એસન. બાગ્ચી (૧૯૬૨) અને એ. કે. દત્તા (૧૯૬૨)માં ભૌતિક વિજ્ઞાનના નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવેલા. એમનું કાર્ય નોબેલ સમિતિએ ચકાસેલું પણ પુરસ્કાર યોગ્ય ગણ્યું ન હતું.

પૂરક વાચન

  • પ્રહલાદ છ. પટેલ (૨૦૧૫). સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. ISBN 978-93-83975-30-3.

સંદર્ભ

Tags:

સત્યેન્દ્રનાથ બોઝ જીવનસત્યેન્દ્રનાથ બોઝ સંશોધનસત્યેન્દ્રનાથ બોઝ નોબેલ પુરસ્કાર ચુકી ગયાસત્યેન્દ્રનાથ બોઝ પૂરક વાચનસત્યેન્દ્રનાથ બોઝ સંદર્ભસત્યેન્દ્રનાથ બોઝકોલકાતાબોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્રબોઝૉન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હનુમાનજળ શુદ્ધિકરણલિંગ ઉત્થાનમળેલા જીવધ્રુવ ભટ્ટસાપજોગીદાસ ખુમાણધોવાણમહાવીર સ્વામીત્રેતાયુગપરબધામ (તા. ભેંસાણ)અમૂલગૌતમ બુદ્ધટાઇફોઇડખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)તાનસેનવસ્ત્રાપુર તળાવફ્રાન્સની ક્રાંતિસોયાબીનતાપી જિલ્લોતાલુકા પંચાયતનરેશ કનોડિયાકમળોઐશ્વર્યા રાયવિરામચિહ્નોઅજય દેવગણભદ્રનો કિલ્લોપીડીએફધ્વનિ પ્રદૂષણવિક્રમાદિત્યખોડિયારબાંગ્લાદેશનગરપાલિકાજન ગણ મનગુજરાતી રંગભૂમિસરસ્વતીચંદ્રભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોદાદા હરિર વાવકાળા મરીરણજિતરામ સુવર્ણચંદ્રકભારતીય દંડ સંહિતાચણોઠીદાસી જીવણઅક્ષરધામ (દિલ્હી)પ્રેમવિક્રમ સારાભાઈશ્રીમદ્ ભગવદ્ ગીતાકાકાસાહેબ કાલેલકરપ્રિયંકા ચોપરાસાવિત્રીબાઈ ફુલેસોમનાથરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાવિકિપીડિયાસ્વામિનારાયણ મંદિર, અમદાવાદનવરોઝમકરધ્વજકચ્છ જિલ્લોભવભૂતિભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઆંધ્ર પ્રદેશઘઉંસચિન તેંડુલકરગ્રીસની પૌરાણિક માન્યતાઓનેપાળસૂર્યમંડળસોલંકી વંશલોથલસિંગાપુરઆખ્યાનઆઇઝેક ન્યૂટનપાણીનું પ્રદૂષણક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭તાજ મહેલનખત્રાણા તાલુકોપટેલઆંખભારતીય સ્વતંત્રતા ચળવળ🡆 More