પ્રમોદકુમાર પટેલ

પટેલ પ્રમોદકુમાર ભગુભાઈ (૨૦-૯-૧૯૩૩ - ૨૪-૫-૧૯૯૬) : વિવેચક.

વલસાડ)માં. વતન મોટી કરોડ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખારા-અબ્રાહ્મામાં. ૧૯૫૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૯માં ‘ગુજરાતીમાં કાવ્યતત્વવિચાર : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દીવેટીયા અને મણિલાલ દ્વિવેદીના કાવ્યવિચારનું સમીક્ષાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન. તેમનું મૃત્યુ ૨૪ મેં ૧૯૯૬ના રોજ થયું.

સર્જન

‘રસસિદ્ધાંત-એક પરિચય’ (૧૯૮૦), ‘પન્નાલાલ પટેલ’ (૧૯૮૪) અને ‘ગુજરાતીમાં વિવેચન તત્વવિચાર’ (૧૯૮૫) એમના સળંગ પ્રકરણબદ્ધ ગ્રંથો છે. પહેલા ગ્રંથમાં ભારતીય કાવ્યશાસ્ત્રમાં એક મહત્વના સિદ્ધાંતનું તેની પરિભાષા તેમ જ પરંપરા સાથેનું નિરૂપણ છે; બીજા ગ્રંથમાં પન્નાલાલનું વ્યક્તિત્વ, તેમના પર પ્રભાવ પાડનારાં અને તેમનું ઘડતર કરનારાં પરિબળો, તેમની સર્જકતાનો વિકાસ, તેમના સમગ્ર સાહિત્યના ગુણદોષ, તેમની સર્જનપ્રક્રિયા, તેમનું સાહિત્ય-ઇતિહાસમાં સ્થાન અને પ્રદાન-એ મુદ્દાઓની છણાવટ છે; તો ત્રીજામાં ગુજરાતી વિવેચનસાહિત્યમાં આરંભકાળથી આધુનિક કાળ સુધીમાં થયેલી તાત્વિક પ્રશ્નવિચારણાનો આલેખ છે.

વિવેચનસંગ્રહો પૈકી ‘વિભાવના’ (૧૯૭૭)માં સર્જનાત્મક સાહિત્ય અને વિવેચનની અદ્યતન વિભાવના અને વલણો તેમ જ ગુજરાતી વિવેચનની સામ્પ્રત સ્થિતિ વિશે વિમર્શ કરતા લેખો ઉપરાંત આપણે ત્યાં થયેલી કાવ્યતત્વવિચારણાનો સ્વાધ્યાય છે; ‘શબ્દલોક’ (૧૯૭૮)માં સિદ્ધાંતચર્ચા, આધુનિક ગુજરાતી કવિતા અને નવલિકા વિશેના અને એ નિમિત્તે એ સ્વરૂપોની બદલાયેલી વિભાવનાને સ્પષ્ટ કરતા લેખો છે; ‘સંકેતવિસ્તાર’ (૧૯૮૦)માં કાવ્ય અને વિવેચનને લગતી તાત્ત્વિક ચર્ચા તથા જુદા જુદા સમયગાળાના વિભિન્ન દ્રષ્ટિબિંદુ ધરાવતા ગુજરાતી વિવેચકોની પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે; ‘કથાવિવેચન પ્રતિ’ (૧૯૮૨)માં નવલકથા અને ટૂંકીવાર્તાની સ્વરૂપચર્ચા તથા મુનશી, ધૂમકેતુ, મડિયા, જયંત ખત્રીના સાહિત્યનું, ‘મળેલા જીવ’ અને ‘ઉપરવાસ’- ત્રયીનું તથા કેટલીક પ્રયોગશીલ વાર્તાઓનું કૃતિનિષ્ઠ વિવેચન છે; તો ‘અનુભાવન’ (૧૯૮૪)માં કલ્પન-પ્રતીકને લગતી તાત્ત્વિક વિચારણા, આધુનિક ગુજરાતી કવિતાની ભાષા, આકૃતિ, રચનાવિધાનની દ્રષ્ટિએ તપાસ તેમ જ કેટલાક મહત્વના કવિઓની જુદાં જુદાં દ્રષ્ટિબિંદુથી થયેલી વિવેચના છે.

‘પરિશેષ’ (૧૯૭૮), ‘ગદ્યસંચય’-૧ (૧૯૮૨), ‘શેષવિશેષ-૮૪’ (૧૯૮૬) વગેરે એમનાં સંપાદનો-સહસંપાદનો છે.

વિભાવના (૧૯૭૭) : પ્રમોદકુમાર પટેલના વિવેચનલેખોનો સંગ્રહ. એમાં વિસ્તૃત આઠ અભ્યાસપૂર્ણ અને એક અનૂદિત એમ કુલ નવ લખાણો સમાવ્યાં છે. મુખ્યત્વે સિદ્ધાંતચર્ચાના આ લેખોમાં સાહિત્યશાસ્ત્ર અને સૌન્દર્યશાસ્ત્રના પાયાના પ્રશ્નોને સમજવાનો અને તપાસવાનો ગંભીર ઉપક્રમ છે. કોઈ આગ્રહ કે અભિનિવેશ વગરની આ વિવેચકની વિશ્લેષણમૂલક અને વિસ્તારમૂલક પદ્ધતિ નોંધપાત્ર છે. ‘સુરેશ જોશીની કળાવિચારણા’ આ ગ્રંથનો મહત્વનો લેખ છે.

બાહ્ય કડીઓ

Tags:

સરદાર પટેલ યુનિવર્સિટી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એશિયાઇ સિંહહૈદરાબાદરવિશંકર વ્યાસહસ્તમૈથુનહિસાબી ધોરણોસામાજિક ધોરણોભારતીય અર્થતંત્રમિઝોરમસુગરીબાવળરાજા રામમોહનરાયસી. વી. રામનવડોદરામનુભાઈ પંચોળીઅમદાવાદ જિલ્લોજુનાગઢહનુમાનલોક સભાવેદાંગગુણવંતરાય આચાર્યચુડાસમાદલિતસોલંકી વંશનિરંજન ભગતફેફસાંત્રિકોણધૃતરાષ્ટ્રઅશફાક ઊલ્લા ખાનહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોરક્તપિતઅરવિંદ ઘોષઅલ્પેશ ઠાકોરજયશંકર 'સુંદરી'કલમ ૩૭૦તાલુકોબૌદ્ધ ધર્મહિમાચલ પ્રદેશઅવકાશ સંશોધનવર્લ્ડ વાઈડ વેબશ્રીલંકાશહીદ દિવસયજુર્વેદએચ-1બી વિઝાઆર્યભટ્ટગુજરાત વિધાનસભાચિખલી તાલુકોવાતાવરણબજરંગદાસબાપામૂળરાજ સોલંકીજર્મનીગુજરાતી રંગભૂમિઅભયારણ્યમધુસૂદન પારેખવલ્લભભાઈ પટેલવલ્લભી વિશ્વવિદ્યાલયભારતીય બંધારણ સભાપૃથ્વીઅક્ષરધામ (ગાંધીનગર)સોડિયમમોગલ મારા' ખેંગાર દ્વિતીયસંઘર્ષગુજરાત કૉલેજસ્વામી સચ્ચિદાનંદઇસરોએશિયાઅંગિરસકોદરામોઢેરાકંપની (કાયદો)વિજ્ઞાનખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)શ્રીનિવાસ રામાનુજનજય શ્રી રામવિશ્વ વેપાર સંગઠનસુરેશ જોષીમહંમદ ઘોરીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯🡆 More