ચામુંડરાજ

ચામુંડરાજ (ઇસવીસન ૯૯૬-૧૦૦૮) એક ભારતીય રાજા હતા કે જેમણે હાલના ગુજરાતના ભાગ પર તેની રાજધાની અણહિલવાડ પાટણથી રાજ કર્યું હતું.

તેઓ ચૌલુક્ય (જેને ચાલુક્ય અથવા સોલંકી પણ કહેવામાં આવે છે) વંશના સભ્ય હતા.

ચામુંડરાજ
ગુજરાતના રાજા
શાસન૯૯૬-૧૦૦૮ ઇસવીસન
પુરોગામીમૂળરાજ સોલંકી
અનુગામીવલ્લભરાજ
વંશજવલ્લભરાજ અને દુર્લભરાજ
વંશસોલંકી (ચૌલુક્ય)
પિતામૂળરાજ સોલંકી

પ્રારંભિક જીવન

ચામુંડરાજ ચૌલુક્ય રાજા મુળરાજના પુત્ર હતા. રાજકુમાર તરીકે તેમના દ્વારા કરવામાં આવેલી ગ્રાંટલેખોની નોંધણી ૯૭૬ ઇસવીસનની શરૂઆતમાં કરવામાં આવી છે, જોકે તે ગાદીએ તેઓ ઘણા સમય પછી બેઠા હતા, આશરી ૯૯૬-૯૯૭ ઇસવીસનમાં.

લશ્કરી કારકિર્દી

વસ્તુપાળ-તેજપાળ પ્રશસ્તિ પરંપરાગતરીતે ચામુંડરાજની પ્રશંસા કરે છે અને દર્શાવે છે કે તેઓ પૃથ્વીને દુશ્મનોના મસ્તકથી શણગારી દેતા હતા, જો કે કોઈ દુશ્મનનું નામ લેવામાં નથી આવતું. ૧૨મી સદીના જૈન લેખક હેમચંદ્રાચાર્ય મુજબ, ચામુંડરાજે લાટ ચાલુક્યના વડા બરપ્પાને હરાવ્યા હતા, પરંતુ અન્ય લેખકો આ વિજયને તેમના પિતા મૂળરાજનો વિજય ગણાવે છે. તેથી, તેવું લાગે છે કે ચામુંડરાજે યુદ્ધમાં રાજકુમાર તરીકે ભાગ લીધો હશે.

૧૨મી સદીના વડનગરના પ્રશસ્તિ શિલાલેખ મુજબ, સિંધુરાજ નામના રાજાએ જ્યારે ચામુંડરાજની સેનાને અંતરેથી જોઈ ત્યારે તેઓ તેમની હાથીની સેના સાથે ભાગી ગયા હતા, આમ તેમણે તેમની પ્રખ્યાત ખ્યાતિ ગુમાવી દીધી હતી. આ રાજા સિંધુરાજને માળવાના રાજા તરીકે ઓળખી શકાય છે. સિંધુરાજના દરબારી કવિ પદ્મગુપ્ત મુજબ, તેણે લાટ અને વાગડના રાજ્યો પર કબજો કર્યો હતો. વાગડએ પાટણનું ખંડિયું રાજ્ય હોવાથી ચામુંડરાજ કદાચ બચાવમાં આવ્યા હશે. ૧૪મી સદીના જૈન ઈતિહાસકાર જયસિંહા સુરીએ દાવો કર્યો છે કે ચામુંડરાજે સિંધુરાજને યુદ્ધમાં માર્યા હતા. જો કે, આ દાવો પહેલાંના સ્રોતોમાં દેખાતો નથી, અને તેથી શાબ્દિક રૂપે લઈ શકાતો નથી.

અંગત જીવન

હેમચંદ્ર જણાવે છે કે ચામુંડરાજને ત્રણ પુત્રો હતા: દુર્લભરાજ, નાગરાજ અને વલ્લભરાજ . ૧૩મી સદીમાં હેમચંદ્રની કૃતિ વિશે એક ભાષ્ય લખનારા અભયતિલક જણાવે છે કે ચામુંડરાજ અનૈતિક બન્યા, જેના કારણે તેમની બહેન વચિનીદેવીએ તેમના પુત્ર વલ્લભને ગાદી પર બેસાડ્યા. તે સ્પષ્ટ નથી કે વચિનીદેવી શાસક રાજાને બદલી દેવા માટે કેવી રીતે શક્તિશાળી બની.

હેમચંદ્રના જણાવ્યા મુજબ, નિવૃત્તિ બાદ ચામુંડરાજ વારાણસીની યાત્રાએ રવાના થયા હતા. આ મુસાફરી દરમિયાન, તેમની શાહી છત્રી જપ્ત કરવામાં આવી હતી (સંભવતઃ માર્ગમાં પડેલા રાજ્યના શાસકે; કેટલાક પાછળના ઇતિહાસકારો દ્વારા તે રાજ્ય માળવા તરીકે ઓળખાય છે). પરિણામે, તેઓ ગુજરાત પાછા ગયા, અને વલ્લભને આ અપમાનનો બદલો લેવા કહ્યું. જો કે, વલ્લભ એક કૂચ દરમિયાન શીતળાના કારણે મૃત્યુ પામ્યા હતા, અને દુર્લભરાજ નવા ચૌલુક્ય રાજા બન્યા હતા. ત્યારબાદ ચામુંડરાજ નર્મદાના કાંઠે શુક્લતીર્થમાં નિવૃત્ત થયા, જ્યાં તેમનું અવસાન થયું.

મંદિરો

ચામુંડરાજે ચંદનાથ અને વાચિણેશ્વરનાં મંદિરોનું નિર્માણ અણહિલપાટક (હવે પાટણ)માં કર્યું. વાચિનેશ્વર મંદિર કદાચ તેમની બહેન વાચિનીદેવીની લાયકાત માટે બનાવવામાં આવ્યું હતું.

૧૧મી શતાબ્દીના પહેલાં ૨૫ વર્ષોમાં જે અન્ય મંદિરો બનાવવાનો તેમને જે શ્રેય આપવામાં આવે છે તેમાં ભદ્રેશ્વર જૈન મંદિર, કચ્છનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે મંદિરને ૨૦૦૧ના કચ્છ ભૂકંપ પછી સંપૂર્ણ રીતે ફરીથી બનાવવું પડ્યું હતું.

સંદર્ભો

Tags:

ચામુંડરાજ પ્રારંભિક જીવનચામુંડરાજ લશ્કરી કારકિર્દીચામુંડરાજ અંગત જીવનચામુંડરાજ મંદિરોચામુંડરાજ સંદર્ભોચામુંડરાજસોલંકી વંશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના નાણાં પ્રધાનમાનવીની ભવાઇપ્રહલાદગૌતમ અદાણીકવિશ્વર દલપતરામ એવોર્ડબાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યભગવતીકુમાર શર્માપાટણ જિલ્લોઉદ્‌ગારચિહ્નગઝલભારત સરકારમોહમ્મદ માંકડભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઆર્યભટ્ટક્રિયાવિશેષણકમ્પ્યુટર નેટવર્કઑડિશાઆયુર્વેદપ્રેમાનંદબાવળશિવગુજરાત સાહિત્ય સભાદયારામકલ્પના ચાવલાધૂમ્રપાનલતા મંગેશકરરતન તાતાવિજ્ઞાનસિંધુ ખીણની સંસ્કૃતિવાઘસાહિત્ય ગૌરવ પુરસ્કારઆરઝી હકૂમતજળ ચક્રરામદેવપીરજામીનગીરીઓસામવેદગુજરાતની નદીઓની યાદીમરીઝડાંગ જિલ્લોભગત સિંહબિરસા મુંડાજાહેરાતપોરબંદર જિલ્લોકર્નાલા પક્ષી અભયારણ્યચરોતરભારતમાં પરિવહનચૈત્રગર્ભાવસ્થાએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલપ્રત્યાયનલીમડોગુજરાતી લોકોકુમાર સુવર્ણ ચંદ્રકશુક્ર (ગ્રહ)રાવજી પટેલટાઇફોઇડરાજકોટતાપી નદીપાણી (અણુ)માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭હવા મહેલઆણંદ જિલ્લોલોકનૃત્યયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાવૃશ્ચિક રાશીઅભિમન્યુહિંદુબજરંગદાસબાપાઇમરાન ખાનશ્યામજી કૃષ્ણ વર્માવીમોઆશ્રમશાળાપાલનપુર તાલુકોએશિયાઇ સિંહક્રિકેટનો ઈતિહાસબનાસ નદી🡆 More