ક્વિબેક

ઢાંચો:Infobox Province or territory of Canada


ક્વિબેક /kəˈbɛk/અથવા/kw[invalid input: 'ɨ']ˈbɛk/ (French: Québec [kebɛk] (audio speaker iconlisten)) પૂર્વ-મધ્ય કેનેડાનો પ્રાંત છે. તે કેનેડાનો એક માત્ર પ્રાંત છે, ફ્રેંચ બોલી તેની મુખ્ય ઓળખ છે અને તેની પ્રાંતીય કક્ષાએ એક માત્ર સત્તાવાર ભાષા ફ્રેંચ છે. ક્વિબેક વિસ્તારની દ્રષ્ટિએ કેનેડાનો સૌથી મોટો પ્રાંત છે અને બીજા નંબરનો સૌથી મોટો વહીવટી વિભાગ છે; નૂનાવતનો જ વિસ્તાર તેનાથી મોટો છે. તેની પશ્ચિમે ઓન્ટારીયો, જેમ્સની ખાડી અને હડસનની ખાડીછે, ઉત્તરે હડસનની સામુદ્રધુની અને ઉંગાવાની ખાડી,પૂર્વેસેંટ લોરન્સનો અખાત અને ન્યૂફાઉન્ડલેન્ડ, લેબ્રાડોર અને ન્યૂ બ્રુંસવિકના પ્રાંતો છે. તેના દક્ષિણે યુનાઇટેડ સ્ટેટ્સના રાજ્યો મેઇન, ન્યૂ હેમ્પશાયર, વર્મોન્ટ અને ન્યૂ યોર્ક આવેલા છે. આ ઉપરાંત નુનાવુત, પ્રિન્સ એડવર્ડ ટાપુ અને નોવા સ્કોશીયા સાથે તેની દરિયાઇ સરહદો જોડાયેલી છે.

ક્વિબેક ઓન્ટારીયો પછીનો સૌથી વધુ વસતી ધરાવતો પ્રાંત છે. મોટા ભાગના રહીશો મોન્ટ્રીયલ અને ક્વિબેક શહેરની વચ્ચે,સેન્ટ લોરેન્સ નદી નજીકના શહેરી વિસ્તારોમાં વસે છે. અંગ્રેજી બોલતા સમુદાયો અને અંગ્રેજી ભાષી સંસ્થાઓઓ મોન્ટ્રીયલ ટાપુની પશ્ચિમે કેન્દ્રિત થયેલા છે, પરંતુ તેઓ આઉટોઇસ, પૂર્વીય ટાઉનશિપ્સ અને ગેસ્પે પ્રાંતોમાં પણ નોંધપાત્ર રીતે જોવા મળે છે. પ્રાંતના ઉત્તરીય ભાગમાં આવેલો નોર્ડ-ડુ-ક્વેબેક વિસ્તાર ઓછી વસતી ધરાવે છે અને પ્રાથમિકપણે મૂળનિવાસી લોકો વસે છે.

ક્વિબેકની રાજનીતિમાં સાર્વભૌમત્વ મોટી ભૂમિકા ભજવે છે અને સત્તાવાર વિપક્ષ સામાજિક જનતાંત્રિક પાર્તી ક્વેબેકોઇસ પ્રાંત માટે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ તેમજ કેનેડાથી અલગ પડવાની હિમાયત કરે છે. સાર્વભૌમત્વવાદી સરકારોએ 1980 અને 1995 માં સ્વાયત્તતા પર લોકમતો લીધાં હતાં, પરંતુ બંનેને મતદારોએ નકારી કાઢ્યા હતાં. બીજું મતદાન પણ અત્યંત સાંકડી બહુમતિથી ઉડી ગયું હતું. 2006માં, કેનેડાની આમસભાએ "ક્વેબેકોઇસને યુનાઇટેડ કેનેડાની અંદર એક રાષ્ટ્ર" તરીકે સ્વીકારતો પ્રતિકાત્મક ઠરાવ પસાર કર્યો હતો.

પ્રાંતના ગણનાપાત્ર કુદરતી સંસાધનો લાંબા સમયથી તેના અર્થતંત્રનો આધાર રહ્યા છે, ત્યારે એરોસ્પેસ, માહિતી અને સંદેશાવ્યવ્હાર ટેકનોલોજીઝ, બાયોટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ જેવા જ્ઞાન અર્થતંત્રના ક્ષેત્રો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ બધા ઉદ્યોગોએ ઓન્ટારીયો પછી બીજા ક્રમના આર્થિક રીતે સૌથી વગદાર પ્રાંત બનવામાં ક્વિબેકને મદદ કરી છે.

Château Frontenac in Quebec City
ક્વિબેક શહેરમાં શેટુ ફ્રોન્તેનેક
Montréal
ડાઉનટાઉન મોન્ટ્રીયલ

વ્યૂત્પત્તિશાસ્ત્ર અને સરહદોના ફેરફાર

ક્વિબેક 
ધી એરાઇવલ ઓફ સેમ્યૂઅલ ડી ચેમ્પલેઇ, ધી ફાધર ઓફ ન્યૂ ફ્રાન્સ, ક્વિબેક શહેરની સાઇટ પર.

"જ્યાં નદી સાંકડી થાય છે" તેવો અર્થ ધરાવતા અલ્ગોન્કિવન શબ્દ કેબેક માંથી "ક્વિબેક" શબ્દ આવ્યો છે, મૂળે ક્વિબેક શહેરની આસપાસના વિસ્તાર માટે આ શબ્દ વપરાતો હતો, જ્યાં સેન્ટ લોરેન્સ નદી ખડકની હારમાળા વચ્ચેની સાંકડી જગ્યામાંથી પસાર થાય છે. આ નામના ઉચ્ચારના પ્રારંભિક ફેરફારોમાં ક્વેબેક્યુ (લેવેસીયર, 1601) અને કેબેક (લેસ્કાર્બોટ 1609)નો સમાવેશ થાય છે. ફ્રેન્ચ સંશોધક સેમ્યુઅલ ડી ચેમ્પલેઇન ન્યૂ ફ્રાન્સના સંસ્થાનના વહીવટી કેન્દ્ર તરીકે જે સંસ્થાનિક આઉટપોસ્ટનો ઉપયોગ કરતો હતો તેના માટે 1608માં ક્વિબેક નામ પસંદ કર્યું હતું.

સાત વર્ષના યુદ્ધ પછી કેનેડાનું ફ્રેન્ચ સંસ્થાન બ્રિટનને સોંપાયું ત્યાર બાદ 1763ના શાહી ઢંઢેરામાં ક્વિબેકના પ્રાંતની સ્થાપના કરવામાં આવી હતી. આ ઢંઢેરામાં પ્રાંતને સેન્ટ લોરેન્સના કાંઠાઓ પરના વિસ્તાર પૂરતો મર્યાદિત કરી દેવામાં આવ્યો હતો. 1774ના ક્વિબેક ધારાએ ગ્રેટ લેક્સ અને ઓહીયો નદી ખીણ વિસ્તારો પ્રાંતને સોંપ્યા હતા. વર્સેલીસની સંધિ, 1783એ ગ્રેટ લેક્સના વિસ્તારો યુનાઇટેડ સ્ટેટ્સને સોંપ્યા હતા. 1791ના બંધારણીય ધારાપછી વિસ્તારનું નીચલું કેનેડા (હાલનું ક્વિબેક) અને ઉપલું કેનેડા (હાલનું ઓન્ટારીયો) વચ્ચે વિભાજન કરવામાં આવ્યું હતું અને દરેક વિસ્તારને ચૂંટાયેલી ધારાસભા આપવામાં આવી હતી. . બ્રિટનની સંસદે ઉપલા અને નીચલા કેનેડાને કેનેડાના પ્રાંતમાં એકીકૃત કર્યા ત્યાર બાદ 1840માં તેઓ કેનેડા પૂર્વ અને કેનેડા પશ્ચિમ બન્યા હતા. 1867માં સંઘ ખાતે ક્વિબેક અને ઓન્ટારીયોના પ્રાંતોમાં આ વિસ્તારનું ફરીથી વિભાજન થયું હતું. આ રીતે બન્યા પ્રથમ ચાર પ્રાંતો.

1870માં કેનેડાએ હડસન્સ બે કંપની પાસેથી રૂપર્ટ્સ લેન્ડ ખરીદી હતી. છેલ્લા કેટલાક દાયકાઓમાં કેનેડાની સંસદે આ વિસ્તારનો કેટલોક ભાગ ક્વિબેકને સુપ્રત કર્યો, જે પ્રાંતના કદ કરતા ત્રણ ગણો હતો. 1898માં કેનેડાની સંસદે પ્રથમ ક્વિબેક સરહદ વિસ્તરણ ધારો પસાર કર્યો, જેણે ક્રીની જમીનનો સમાવેશ કરવા માટે પ્રાંતની સરહદોનો ઉત્તરની તરફ વિસ્તાર કર્યો હતો. ત્યાર બાદ ક્વિબેક સરહદ વિસ્તરણ ધારો, 1912 દ્વારા ઉન્ગાવાના જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો, જેણે મૂળ નિવાસી ઇન્યુઇટની ઉત્તરીય છેડાની જમીનો ઉમેરીને ક્વિબેકના આધૂનિક પ્રાંતની રચના કરી હતી. 1927માં બ્રિટનની પ્રીવી કાઉન્સિલની અદાલતી સમિતિએ ક્વેબેક અને ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર વચ્ચેની સરહદની સ્થાપના કરી હતી. ક્વિબેક સત્તાવાર રીતે આ સરહદનો વિરોધ કરે છે..

ભૂગોળ

ચિત્ર:Map of Quebec (English).png
ક્વિબેકનો નકસો
ક્વિબેક 
સ્પોટ સેટેલાઇટમાંથી દેખાતું ક્વિબેક શહેર

કેનેડાના પૂર્વીય ભાગમાં અને ઐતિહાસિક તેમજ રાજકીય દ્રષ્ટિકોણથી મધ્ય કેનેડાનો ભાગ એવું ક્વિબેક ફ્રાન્સ અથવા ટેક્સાસ કરતા વિસ્તારમાં લગભગ ત્રણગણું છે. તેના મોટા ભાગના વિસ્તારમાં પાંખી વસતી છે. ક્વિબેકનું સૌથી ઊંચુ સ્થળ મોન્ટ ડીબરવીલા છે, જે પ્રાંતના ઉત્તર-પૂર્વીય હિસ્સામાં ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોરની સરહદ પર આવેલું છે.

સેન્ટ લોરેન્સ નદી પર પ્રાંતના સૌથી મોટા શહેર મોન્ટ્રીયલ, ટ્રોઇસ-રીવીએરીસ, અને પાટનગર ક્વિબેક શહેર ખાતે દુનિયાના સૌથી મોટા આંતરિક એટલાન્ટિક બંદરો આવેલા છે. એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર અમેરિકા સુધીની તેની પહોંચને કારણે આ નદી 17મી અને 18મી સદીઓમાં પ્રારંભિક ફ્રેન્ચ શોધખોળ અને વસાહતનો આધાર બની હતી. છેક 1959થી સેન્ટ લોરેન્સ જળમાર્ગે એટલાન્ટિક મહાસાગર અને ગ્રેટ લેક્સ વચ્ચે યાતાયાતનું માઘ્યમ પૂરું પાડ્યું છે. ક્વિબેક શહેરની ઉત્તર-પૂર્વે નદી દુનિયાના સૌથી મોટા મુખપ્રદેશમાં વિસ્તરે છે, જે વ્હેલ, માછલીઓ અને દરિયાઈ પ્રાણીઓની અસંખ્ય પ્રજાતિઓને નભાવે છે. નદી સેન્ટ લોરેન્સના અખાતમાં ઠલવાય છે. આ દરિયાઈ વાતાવરણ પ્રાંતના નીચલું સેન્ટ લોરેન્સ (બેસ-સેન્ટ-લોરન્ટ ), નીચલો ઉત્તર કાંઠો (કોટ-નોર્ડ ) અને ગાસ્પે (ગાસ્પેસી) વિસ્તારોમાં મત્સ્યોદ્યોગ અને નાના બંદરો નિભાવે છે.

ક્વિબેક 
સ્પોટ સેટેલાઇટમાંથી દેખાતું ક્વિબેક શહેર

સૌથી વધુ વસતી ધરાવતો ભૌગોલિક વિસ્તાર સેન્ટ લોરેન્સ નિમ્નભૂમિ છે. તે પ્રાંતના દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ તરફ સેન્ટ લોરેન્સ નદીના કાંઠે કાંઠે ક્વિબેક શહેર વિસ્તાર સુધી ફેલાયેલો છે અને તેમાં એન્ટિકોસ્ટિ ટાપુ, મિન્ગાન આર્ચિપેલેગો, તેમજ સેન્ટ લોરેન્સ અખાતના અન્ય નાના ટાપુઓનો સમાવેશ થાય છે. મોન્ટ્રીયલ પાસેના મોન્ટેરેજીયન હિલ્સના નામે ઓળખાતા છૂટાછવાયા અગ્નિકૃત વિસ્તારને બાદ કરતા તેનો ભૂભાગ નીચાણવાળો અને સપાટ છે. ભૌગોલિક રીતે આ નિમ્નભૂમિ લગભગ દસ કરોડ વર્ષ પહેલાં રિફ્ટ વેલીના નામે બની હતી અને તેમાં અનિયમિત પરંતુ નોંધપાત્ર ભૂકંપો આવે છે. લગભગ 14,000 વર્ષ પહેલાં છેલ્લા હિમયુગના અંતે ચેમ્પલેઇન દરિયાના તળિયા તરીકે જળકૃત ખડકના તાજેતરના સ્તરો બન્યા હતા. સમૃદ્ધ અને ભેજવાળી જમીન અને ક્વેબેકની અત્યંત હૂંફાળી આબોહવાના સંયોજને ખીણપ્રદેશને ક્વિબેકનો સૌથી ફળદ્રુપ કૃષિ વિસ્તાર બનાવ્યો છે. મિશ્રિત જંગલો દર વસંતમાં કેનેડાના મેપલ સીરપ પાકનો મોટો હિસ્સો પૂરો પાડે છે. ભૂભાગનો ગ્રામીણ હિસ્સો જમીનના સાંકડા લંબચોરસ પટ્ટાઓમાં વહેંચાયેલો છે, જે નદીથી વિસ્તરે છે અને 17મી સદીના ન્યૂ ફ્રાન્સની વસાહત તરાહોના સમયગાળાથી શરૂ થાય છે.

ક્વિબેક 
રોબર્ટ-બુરાસા જનરેટિંગ સ્ટેશન ખાતે સ્પિલવે

ક્વિબેકના વિસ્તારનો 90 ટકા કરતા વધારે હિસ્સો કેનેડીયન શીલ્ડમાં આવેલો છે. તે એક પછી એક આવેલા હિમયુગોએ કંડારેલો બરછટ, ખડકાળ પ્રદેશ છે. તે ક્વિબેક અર્થતંત્રનો મુખ્ય આધાર સમા સમૃદ્ધ વન્યસૃષ્ટિ, ખનિજ અને જળ-વિદ્યુત સંસાધનો ધરાવે છે. અબીટીબી-ટેમીસ્કેમીન્ગ્યુ, સેગ્વેને-લેક- સેન્ટ-જ્યાં, અને કોટ-નોર્ડના વિસ્તારોમાં આવેલા નાના શહેરોમાં પ્રાથમિક ઉદ્યોગો ખીલ્યા છે. શીલ્ડના લેબ્રેડોર દ્વિપકલ્પ હિસ્સામાં [[નુનાવિક/0}ના સૂદૂર ઉત્તરીય વિસ્તારમાં ઉન્ગવા દ્વિપકલ્પનો સમાવેશ થાય છે અને તેમાં મોટેભાગે ઈનુઇત ની આબાદીવાળા આર્ક્ટિક ટુન્ડ્રા|નુનાવિક/0}ના સૂદૂર ઉત્તરીય વિસ્તારમાં ઉન્ગવા દ્વિપકલ્પનો સમાવેશ થાય છે અને તેમાં મોટેભાગે ઈનુઇત ની આબાદીવાળા આર્ક્ટિક ટુન્ડ્રા]] આવેલા છે. આગળ દક્ષિણમાં સબઆર્ક્ટિક તાઇગા અને બોરીયલ જંગલ આવેલા છે, જ્યાં, સ્પ્રુસ, ફર અને પોપ્લરના વૃક્ષો ક્વેબેકના પલ્પ અને કાગળ અને લાટી ઉદ્યોગો માટે કાચો માલસામાન પૂરો પાડે છે. મુખ્યત્વે ક્રી, નેસ્કાપી અને ઇન્નુ ફર્સ્ટ નેશન્સ મૂળ નિવાસીની વસતી ધરાવતા રેડિસન ખાતે હજારો હંગામી મજુરો લા ગ્રાન્ડ અને ઇસ્ટમેઇન નદીઓ પરના વિશાળ જેમ્સ બે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરવા વસે છે. શીલ્ડનો દક્ષિણ હિસ્સો લોરેન્શીયન્સની પર્વતમાળા સુધી વિસ્તરે છે. તે મોન્ટ્રીયલ અને ક્વિબેક શહેરની બરોબર ઉત્તરે આવેલી છે અને સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને સ્કી હિલ્સ અને લેઇકસાઇડ રીસોર્ટ્સ તરફ આકર્ષે છે.

પ્રાંતના પૂર્વીય હિસ્સાની પડખે આવેલા એપ્પલેચીયન પર્વતમાળાના મિશ્રિત જંગલો ન્યૂ ઇંગ્લેન્ડથી વિસ્તરીને પૂર્વીય ટાઉનશિપ્સ સુધી જાય છે અને ઉત્તરપૂર્વમાં બોઇસ વિસ્તાર અને ગાસ્પે દ્વિપકલ્પસુધી વિસ્તરે છે, જ્યાં તેઓ સેન્ટ લોરેન્સના અખાતમાંઅદ્રશ્ય થઈ જાય છે. આ વિસ્તારના કુદરતી સંસાધનો અને ભૂભાગના આધારે જંગલો, ઉદ્યોગો અને પ્રવાસન નભે છે.

આબોહવા

ક્વિબેકના આબોહવાની રીતે ત્રણ મુખ્ય વિસ્તારો છે. મોટાભાગના આબાદી કેન્દ્રો ધરાવતા દક્ષિણ અને પશ્ચિમ ક્વિબેક હૂંફાળા ભેજવાળા ઉનાળા અને લાંબા, ઠંડા, બરફીલા શિયાળા સાથેની ભેજવાળી ખંડીય આબોહવા (કોપ્પન આબોહવા વર્ગીકરણ Dfb ) ધરાવે છે. મુખ્ય આબોહવાની અસરો પશ્ચિમી અને ઉત્તરી કેનેડાથી શરૂ થઇને પૂર્વમાં જાય છે અને દક્ષિણ અને મધ્ય યુનાઇટેડ સ્ટેટ્સથી ઉત્તરમાં જાય છે. ઉત્તર અમેરિકા અને એટલાન્ટિક સાગરના હાર્દમાંથી સર્જાતી વાવાઝોડાની પ્રણાલીઓની અસરને કારણે સમગ્ર વર્ષ દરમિયાન મોટે પાયે હિમવર્ષા થાય છે અને મોટાભાગના વિસ્તારોમાં 100 સેમી (40 ઇંચ) કરતા વધારે હિમ પડે છે, જેમાં ઘણા ભાગોમાં તો 300 સેમી (120 ઇંચ) કરતા વધારે હિમવર્ષા થાય છે.

ઉનાળા દરમિયાન ટોર્નેડો અને તીવ્ર વાવાઝોડા જેવી) તીવ્ર આબોહવા તરાહો પ્રસંગોપાત જોવા મળે છે.  

મધ્ય ક્વિબેકનો મોટો હિસ્સો સબઆર્ક્ટિક આબોહવા ધરાવે છે. (કોપ્પન Dfc ). શિયાળા લાંબા છે અને પૂર્વીય કેનેડામાં સૌથી શીત છે, જ્યારે ઉનાળા ગરમ હોય છે, પરંતુ ઊંચાઈ તેમજ આર્ક્ટિકના વાયુ પ્રવાહોની મોટી અસરને કારણે ટૂંકા હોય છે. અહીં કેટલાક ઊંચા સ્થળોને બાદ કરતા દૂર દક્ષિણ કરતા હિમવર્ષા ઓછી હોય છે.

ક્વેબેકના ઉત્તરી પ્રાંતોમાં અત્યંત ઠંડા શિયાળા અને ટૂંકા, વધુ ઠંડા ઉનાળા ધરાવતુંઆર્કટિક હવામાન (કોપ્પનઈટી ), રહે છે. આ પ્રાંતમાં આર્ક્ટિક સમુદ્ર પ્રવાહો (જેવા કે લેબ્રાડોર પ્રવાહ) અને હાઈ આર્કટિકના હવાઈ પ્રવાહોની પ્રાથમિક અસરો જોવા મળે છે.

ઇતિહાસ

ફર્સ્ટ નેશન્સ

યુરોપના પ્રથમ સંપર્ક અને પછીના સંસ્થાનીકરણ વખતે હાલના ક્વેબેકમાં અલ્ગોન્ક્વિન, આઇરોક્વીન અને ઇન્યુઇટ આદિજાતિઓ વસતિ હતી. તેમની જીવનશૈલી અને સંસ્કૃતિની અસર તેમની ભૂમિ પર સ્પષ્પણે જણાય છે. સાત અલગોન્ક્વિન જૂથો કેનેડીયન શીલ્ડના ખડકાળ વિસ્તારમાં શિકાર, સંગ્રહ અને માછીમારી આધારિત વિચરતું જીવન જીવતા હતાઃ (જેમ્સ બે ક્રી, ઇનુ, આલ્ગોન્ક્વિન) અને એપ્પાલાચીયન પર્વતો (મીકમેક, અબેનાકી). સેન્ટ લોરેન્સ ઈરોક્યુઅન્સમાં લોકો સેન્ટ લોરેન્સ ખીણની ફળદ્રુપ જમીનમાં સ્ક્વોશ અને મકાઈની ખેતી કરીને વધુ સ્થિર જીવન જીવતા હતા. ઇન્યુટ લોકોએ હડસન અને ઉંગાવા ખાડીના દરિયાકાંઠાના વિષમ આર્ક્ટિક હવામાનમાં માછીમારી અને વ્હેલ અને સીલનો શિકાર કરવાનું ચાલુ રાખ્યું છે. આ લોકો ઉન અને અનાજનો વેપાર કરતા હતા અને ક્યારેક એકબીજા સાથે યુદ્ધો પણ કરતા હતા.

આદિ યુરોપ દર્શન

16મી સદી દરમિયાન બાસ્ક વ્હેલર્સ અને માછીમારો સેગ્વેને મૂળનિવાસીઓ સાથે ફરનો વેપાર કરતા હતા.

જેક્સ કાર્તીયર ક્વિબેક પહોંચનારો પ્રથમ ફ્રેન્ચ સંશોધક હતો. તેણે નીચા ઉત્તરી કાંઠા પર ગાસ્પે અથવા ઓલ્ડ ફોર્ટના અખાત ખાતે 1534માં એક ક્રોસ રોપ્યો હતો. તે 1535માં સેન્ટ લોરેન્સ નદીમાં હંકારી ગયો હતો અને સેન્ટ લોરેન્સ ઇરોક્યુઅન્સના એક ગામ સ્ટેડેકોનાના સ્થળે હાલના ક્વિબેક શહેર નજીક એક દુર્ભાગી સંસ્થાન સ્થાપ્યું હતું. ભાષાવિદો અને પુરાતત્વવિદો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ લોકો પાછળથી ફ્રેન્ચ અને યુરોપીય સંશોધકોને મળેલા હોઉડેનોસોઉની ના ફાઇવ નેશન્સ જેવા ઇરોક્યુઇન નેશન્સના લોકો કરતા જુદાં હતાં. તેમની ભાષા ઇરોક્યુઅન કુળમાંની એક એવી લોઉરેન્સીયન હતી. 16મી સદીના પાછલા કાળમાં તેઓ સેન્ટ લોરેન્સ ખીણમાંથી અદ્રશ્ય થયા હતા.

ન્યૂ ફ્રાન્સ

1522 – 1523ની આસપાસ ઇટાલીના સંશોધક જીઓવેન્ની ડા વેરાઝાનોએ રાજા ફ્રાન્સિસ પહેલાને કેથે (ચીન) જવાના પશ્ચિમી માર્ગને શોધી કાઢવાની યાત્રાને મંજૂરી આપવા મનાવ્યો હતો. 1523ના અંત ભાગમાં વેરાઝાનો ડીએપ્પ હંકારીને નીકળ્યો અને 53 માણસોના નાનકડા કાફલા સાથે એટલાન્ટિક પાર કર્યો. ત્યાર પછીના વર્ષના પ્રારંભે હાલના કેરોલિનાના કાંઠે શોધખોળ કર્યા બાદ તે કાંઠે કાંઠે ઉત્તર તરફ આગળ વધ્યો અને છેલ્લે ન્યૂ યોર્કના અખાતમાં નેરોઝમાં તેણે તેનું વહાણ લાંગર્યું હતું. તે હાલના ન્યૂ યોર્કને શોધનારો પહેલો યુરોપીય હતો. તેણે તેનું નામ એંગોઉલેમીના ભૂતપૂર્વ કાઉન્ટ રાજાના માનમાં નુવેલે-એંગોઉલેમી આપ્યું હતું. વેરાઝાનોની યાત્રાને કારણે રાજા નવી શોધાયેલી ભૂમિમાં સંસ્થાનની સ્થાપના કરવા સંમત થયો હતો. ન્યૂ સ્પેન (મેક્સિકો) અને ઇંગ્લિશ ન્યૂફાઉન્ડલેન્ડની વચ્ચેની એ ભૂમિને વેરાઝોનાએ ફ્રાન્સેસ્કા અને નોવા ગેલીયા નામો આપ્યા હતા.

ક્વિબેક 
જેક્સ કાર્તીયેરનું ચિત્ર, થીઓફાઇલ હેમેલ દ્વારા, 1844 કાર્તીયેરના ચિત્રો જેવા ચિત્રો હાલ ક્યાંય અસ્તિત્વ ધરાવતા હોય તેમ જણાયા નથી.

1534માં જેક્સ કાર્તીયરે ગેસ્પે દ્વિપકલ્પમાં ક્રોસ રોપ્યો અને એ ભૂમિ પર રાજા ફ્રાન્સિસ પહેલાના નામે દાવો કર્યો હતો. તે ન્યૂ ફ્રાન્સનો પ્રથમ પ્રાંત હતો. જોકે, આ વિસ્તારમાં વસાહતો સ્થાપવાના ફ્રાન્સના પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જોકે, ફ્રાન્સના માછીમારી કાફલાઓએ એટલાન્ટિકના કાંઠા તેમજ સેન્ટ લોરેન્સ નદી ખૂંદવાનું ચાલુ રાખ્યું હતું અને ફર્સ્ટ નેશન્સ સાથે જોડાણ કર્યું હતું, જે અહીંની ભૂમિ એકવાર ફ્રાન્સ કબજો જમાવે પછી મહત્વનું નિવડવાનું હતું. ફ્રાન્સના વેપારીઓને ટૂંક સમયમાં એ પ્રતીતિ થઈ ગઈ હતી કે સેન્ટ લોરેન્સ વિસ્તાર મૂલ્યવાન ફર ધરાવતા પ્રાણીઓ અને ખાસ કરીને બીવર જેવી મહત્વની ચીજથી છલકાતો હતો યુરોપીય બીવર લગભગ નાબૂદ થઈ ચૂક્યા હોવાથી એનું મહત્વ વધી ગયું હતું. સમય જતાં ફ્રાન્સના રાજાએ અમેરિકામાં તેની વગ ઉભી કરવા અને વધારવા આ ક્ષેત્રને સંસ્થાન બનાવવાનો નિર્ણય કર્યો હતો.

સેમ્યુઅલ ડી ચેમ્પલેઇન ફ્રાન્સથી સેન્ટ લોરેન્સ નદીની યાત્રાએ નીકળેલા અભિયાનમાં જોડાયો હતો. 1608માં તે એક ખોજયાત્રા ટુકડીના વડા તરીકે પાછો ફર્યો અને આ વિસ્તારને ફ્રાન્સ સાંસ્થાનિક સમ્રાજ્યનો ભાગ બનાવવાના ઇરાદાથી ક્વેબેક શહેરની સ્થાપના કરી હતી. ચેમ્પલેઇનનું હેબિટેશન ડી ક્વિબેક ફર ટ્રેડિંગની કાયમી ચોકી તરીકે સ્થપાયું. અહીં તેણે વેપાર અને છેવટે અલ્ગોન્ક્વિન અને હુરોન નેશન્સ સાથે લશ્કરી જોડાણ સ્થાપ્યું હતું. ધાતુની ચીજો, બંદૂકો, દારૂ અને કાપડ જેવી ઘણી બધી ફ્રેન્ચ ચીજોના બદલામાં મૂળ નિવાસીઓ તેમના ફરનો વેપાર કરતા હતા.

[[ફ્રેન્ચ વાસીઓ (વસાહતીઓ) પીયર ડેસ્પોર્તીસ અને તેની પત્ની ફ્રેન્કોઇસ લેંગ્લોઇસના ઘેર 7 જૂલાઇ, 1620એ જન્મેલો હીલીન ડેસ્પોર્તીસ ક્વિબેકમાં જન્મેલું યુરોપીય મૂળ|ફ્રેન્ચ વાસીઓ (વસાહતીઓ) પીયર ડેસ્પોર્તીસ અને તેની પત્ની ફ્રેન્કોઇસ લેંગ્લોઇસના ઘેર 7 જૂલાઇ, 1620એ જન્મેલો હીલીન ડેસ્પોર્તીસ ક્વિબેકમાં જન્મેલું યુરોપીય મૂળ]]નું પ્રથમ બાળક હતો.

ક્વિબેકથી કુરીયુર્સ ડેસ બોઇસ, યાત્રાળુઓ અને કેથોલિક મિશનરીઓએ ઉત્તર અમેરિકી ખંડના અંતરિયાળ વિસ્તારની ખોજ કરવા માટે નદીના હોડકાંઓનો ઉપયોગ કર્યો અને ગ્રેટ લેક્સ (ઇટીએની બ્રુલે 1615), હડસન ખાડી (રેડિશન અને ગ્રોસેલીયર્સ 1659–60), ઓહીયો નદી અને મિસિસિપ્પિ નદી (લા સેલ્લે 1682) તેમજ પ્રેરી નદી અને મિસૂરી મિસૂરી નદી (ડી લા વેરેન્દ્રીયે 1734–1738) પર ફરના વેપાર માટે કિલ્લાઓ સ્થાપ્યા.

1627 પછી ફ્રાન્સના લૂઇ તેરમાએ સેગ્નુરીયલ વ્યવસ્થા દાખલ કરી અને ન્યૂ ફ્રાન્સમાં રોમન કેથોલિક સિવાય અન્યને વસાહતની પાબંદી ફરમાવી. સલ્પિશીયન અને જેસ્યુઇટ પાદરીઓએ ન્યૂ ફ્રાન્સના હુરોન અને અલ્ગોન્કીયન મિત્રોને કેથોલિકવાદમાં ધર્માંતરીત કરવા માટે ટ્રોઇસ-રીવીએરીસ (લેવીયોલેટ્ટ) અને મોન્ટ્રીયલ અથવા વિલે-મેરી (પાઉલ કોમેડી ડી મેઇસનુવે અને જીની મેન્સ)માં મિશનોની સ્થાપના કરી. ન્યૂ ફ્રાન્સ પર શાસન કરવા માટેની સેગ્નુરીયલ વ્યવસ્થાએ માતૃભૂમિમાંથી સ્થળાંતરને પણ પ્રોત્સાહન આપ્યું હતું.

ફ્રાન્સના લૂઈ ચૌદમાના રાજમાં 1663માં ન્યૂ ફ્રાન્સ ઇન્ટેન્ડન્ડ જીન ટેલોનનો સમાવેશ કરતી સાર્વભૌમ સમિતિ ધરાવતું શાહી પ્રાંત બન્યું. આ સાથે ન્યૂ ફ્રાન્સમાં વસાહત અને સંસ્થાનીકરણના સુવર્ણયુગનો પ્રારંભ થયો અને લેસ "ફિલીસ ડુ રોઈ"નું આગમન થયું. 1666 અને 1760ની વચ્ચે વસતી 3,000થી વધીને 6,000 થઈ હતી. સંસ્થાનવાદીઓએ સેન્ટ લોરેન્સ નદીના કાંઠાઓ પર ખેતરોનું નિર્માણ કર્યું અને પોતાને "કેનેડીએન્સ" અથવા "હેબિટન્ટ્સ"તરીકે ઓળખાવ્યા.

જોકે, ફ્રાન્સ કરતા કઠોર શિયાળો, રોગોનો ફેલાવો અને હુગ્વેનોટ્સ અથવા ફ્રેન્ચ પ્રોટેસ્ટન્ટ્સને વસવાટ કરવાનો ફ્રેન્ચ તાજનો ઇનકાર, આ બધા કારણોને લીધે સંસ્થાનની કુલ વસતી મર્યાદિત હતી.  ન્યૂ ફ્રાન્સની વસતી દક્ષિણમાં આવેલી થર્ટીન કોલોનીઝ કરતા ઘણી ઓછી હોવાથી તેના શિરે હૂમલાનો ભય તોળાતો હતો.  

સાત વર્ષનું યુદ્ધ/ ન્યૂ ફ્રાન્સની શરણાગતિ

ક્વિબેક 
અબ્રાહમના મેદાનોનુ યુદ્ધ.
ક્વિબેક 
ક્વિબેકના જૂના કોટવિસ્તારના શહેરની બહારની બાજુએ પહેરો બદલતાં પેલેસ ગાર્ડ (1971ના ફોટા)

1753માં ફ્રાન્સે વિવાદીત ઓહીયો કન્ટ્રીમાં કિલ્લાઓની શ્રેણી બનાવવાનું શરૂ કર્યું હતું. બ્રિટિશ ગવર્નરે જાહેરનામુ બહાર પાડ્યા પછી પણ તેમણે પાછા હટવાનો ઇનકાર કર્યો હતો અને 1754માં આ વિસ્તાર પરના બ્રિટિશ દાવાને લાગુ પાડવા જ્યોર્જ વોશિંગ્ટને ઓહીયો ખીણમાં આવેલા ફ્રેન્ચ ફોર્ટ ડુક્વેસ્ને (હાલના પિટ્સબર્ગ) પર હૂમલો કર્યો. આ મોખરાના યુદ્ધે ઉત્તર અમેરિકામાં ફ્રેન્ચ અને ઇન્ડીયન યુદ્ધ માટેનો તખ્તો રચ્યો હતો. 1756 સુધીમાં ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે વિશ્વભરમાં સાત વર્ષનું યુદ્ધ છેડાઈ ચૂક્યું હતું. 1758માં બ્રિટને દરિયાઈ માર્ગે ન્યૂ ફ્રાન્સ પર હૂમલો કર્યો અને લુઇસબર્ગ ખાતેનો ફ્રેન્ચ કિલ્લો આંચકી લીધો હતો.

13મી સપ્ટેમ્બરે જેમ્સ વોલ્ફે ક્વિબેક શહેરની બહાર અબ્રાહમના મેદાનમાં જનરલ લુઇસ-જોસેફ ડી મોન્ટકામને પરાજય આપ્યો હતો. ન્યૂફાઉન્ડલેન્ડના કાંઠે આવેલા સેન્ટ પીયર અને મીક્વેલોનના નાના ટાપુઓના અપવાદને બાદ કરતા ફ્રાન્સે તે વખતના તેના નફાકારક શેરડી ઉદ્યોગ માટે ગ્વાડેલુપ ટાપુના બદલામાં તેના ઉત્તર અમેરિકા ખાતેના વિસ્તારો પેરીસ સંધિ (1763) દ્વારા બ્રિટનને સોંપી દીધા હતા. 1763ના બ્રિટિશ શાહી જાહેરનામાએ કેનેડા (ન્યૂ ફ્રાન્સના હિસ્સા)નું નામ બદલીને ક્વિબેકનો પ્રાંત કરી દીધું.

લગભગ એ જ સમયે ન્યૂ ફ્રાન્સના ઉત્તરીય વિસ્તારો બ્રિટન પાસે જઈ રહ્યા હતા અને આધૂનિક ક્વિબેક અને કેનેડાના રૂપમાં તેમની ઉત્કાન્તિ થઈ રહી હતી ત્યારે 1762ની ફોન્ટેઇનબ્લુની સંધિ દ્વારા ન્યૂ ફ્રાન્સ (લુઇસીયાના)ના દક્ષિણી ભાગો સ્પેનને સોંપાઈ રહ્યા હતા. બ્રિટનને ક્વિબેક અને સ્પેનને લુઇસીયાના સોંપાવાના પરિણામે પ્રથમ ફ્રેન્ચ સંસ્થાનવાદી સામ્રાજ્યનું પતન થયું હતું. ફ્રાન્સ લગભગ સમગ્ર ખંડીય અમેરિકામાં હાંકી કઢાયું હતું. તેની પાસે કેરીબીયન ક્ષેત્રમાં છુટાછવાયા વિસ્તારો અને ટાપુઓ સુધી મર્યાદિત સંસ્થાનોના અવશેષ સિવાય કશું તેની પાસે બચ્યું નહીં.

ક્વિબેક કાયદો

ન્યૂ ફ્રાન્સને કબજે કર્યા પછી બ્રિટને ફ્રેન્ચોને અંકુશમાં લેવાની યોજના ઘડી કાઢી હતી અને બ્રિટીશ જીવનશૈલીમાં ભળી જવા માટે તેમને આકર્ષ્યા હતા. તેમણે ક્વિબેકની શાળાઓ અને કોલેજોને ચુસ્તપણે બંધ કરીને કેથોલિકોને જાહેર હોદ્દા લેતાં અટકાવ્યા તેમ જ પાદરીઓ અને બ્રધરોની ભરતી પર પાબંદી ફરમાવી. સમન્વયની આ પ્રથમ બ્રિટિશ નીતિ (1763–1774) નિષ્ફળ ગઈ હોવાનું મનાયું. કેનેડીએન્સ અગ્રવર્ગોની અરજીઓની માંગણીઓ અને રાજ્યપાલની ગાય કાર્લટનની ભલામણો બંનેએ સમન્વયની નીતિ પડતી મુકવા માટે લંડનને સમજાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, પરંતુ અમેરિકી બળવાનો તોળાઈ રહેલો ભય પણ ચોક્કસપણે એક પરિબળ હતું, કેમ કે બ્રિટનને ડર હતો કે ખાસ કરીને જો ફ્રાન્સ અમેરિકીઓ સાથે જોડાય તો ક્વિબેકની ફ્રેન્ચભાષી આબાદી દક્ષિણની બળવાખોર થર્ટીન કોલોનીઝનો પક્ષ લેશે અને તે એવું કરશે તેવું જણાતું હતું.

1774માં બ્રિટિશ સંસદે ક્વિબેક ધારો પસાર કર્યો, જેના દ્વારા ક્વિબેક લોકોએ તેમા અધિકારોનું પ્રથમ ખતપત્ર પ્રાપ્ત કર્યું. આનાથી ફ્રેન્ચ ભાષા અને ફ્રેન્ચ સંસ્કૃતિની સત્તાવાર માન્યતાનો માર્ગ પાછળથી આને કારણે મોકળો થયો હતો. આ કાયદાએ કેનેડીયનો ને ફ્રેન્ચ નાગરિક કાયદો જાળવવાની છૂટ આપી અને ધર્મ પાળવા માટેના સ્વાતંત્ર્યની રાજ્ય દ્વારા અપાયેલી મંજૂરીના ઇતિહાસના પ્રથમ કિસ્સાઓ પૈકીના એક તરીકે રોમન કેથોલિક ચર્ચને છૂટ આપી હતી. વધુમાં, કાયદાએ ઓહીયો ખીણ ક્વિબેકને પાછી સોંપી અને સમગ્ર પ્રદેશને ફરના વેપાર માટે આરક્ષિત ગણ્યો.

એક ઉત્તરીય અમેરિકી સંસ્થાનને રીઝવવા બનેલા ક્વિબેક ધારાની દક્ષિણના અમેરિકીઓ પર વિપરિત અસર પડી હતી. આ કાયદો અમેરિકી સંસ્થાનવાદીઓને ગુસ્સાથી લાલચોળ કરનારા કેટલાક "અસહ્ય કૃત્યો" પૈકીનો એક હતો, જે તેમને અમેરિકી ક્રાન્તિના સશસ્ત્ર બળવા તરફ દોરી ગયો હતો.

અમેરિકી ક્રાન્તિ યુદ્ધ વખતે ક્વિબેક

1775ની 27મી જૂને જનરલ જ્યોર્જ વોશિંગ્ટને બ્રિટન પાસેથી ક્વિબેક અને સેન્ટ લોરેન્સ નદી આંચકી લેવા માટે અમેરિકી ખંડીય લશ્કર દ્વારા કેનેડા પર આક્રમણ કરવાનો નિર્ણય કર્યો હતો. બ્રીગેડીયર જનરલ રિચાર્ડ મોન્ટગોમેરીના નેતૃત્વ હેઠળ એક દળ ટીકોન્ડેરોગાના કિલ્લાથી નીકળીને ઉત્તરમાં ચેમ્પલેઇન સરોવર અને સેન્ટ લોરેન્સ નદીની ખીણ સુધી ગયું. દરમિયાન, કર્નલ બેનેડિક્ટ આર્નોલ્ડે પોતાની આગેવાની હેઠળ મેઇન મારફતે અલગ ચડાઈ કરવા માટે વોશિંગ્ટનને સમજાવ્યા. બંને દળો ક્વિબેક શહેર પાસે એકઠા થયા, પરંતુ ડીસેમ્બર, 1775માં ક્વિબેકના યુદ્ધમાં તેમનો પરાજય થયો હતો આ યુદ્ધમાં માર્યા ગયેલા મોન્ટગોમેરીને યુદ્ધ પહેલાં થોડી સફળતા મળી હતી, પરંતુ મે 1776માં બ્રિટિશ દળો સેન્ટ લોરેન્સ આવ્યા ત્યારે આક્રમણ નિષ્ફળ ગયું હતું અને ટ્રોઇસ-રીવીયેરીસનું યુદ્ધ અમેરિકીઓ માટે હોનારતમાં પરીણમ્યું હતું. લશ્કર ટ્રીકોન્ડેરોગા પાછુ ફર્યું હતું.

સ્થાનિક લોકોએ અમેરિકીઓને થોડીક મદદ કરી હતી, તેમ છતાં રાજ્યપાલ કાર્લટને અમેરિકી હમદર્દોને શિક્ષા કરી હતી અને અમેરિકી ઉદ્દેશ્ય માટેના જાહેર સમર્થનનો અંત આવ્યો હતો.

થર્ટીન કોલોનીઝ માટે સ્વાયત્તતા મેળવવાનું અમેરિકી ક્રાન્તિ યુદ્ધ છેવટે સફળ થયું હતું. પેરીસની સંધિ (1783)માં બ્રિટને ગ્રેટ લેક્સની દક્ષિણે આવેલો તેનો પ્રદેશ નવા રચાયેલા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને સોંપી દીધો હતો.

યુધ્ધના અંતે 50,000 બ્રિટિશ વફાદારો અમેરિકાથી કેનેડા આવ્યા અને 90,000 ફ્રેન્ચોની વસતીમાં વસ્યા. વફાદારો પૈકીના ઘણા હિજરતીઓ શેરબ્રુક, ડ્રમોન્ડવિલા અને લેનોક્સવિલાના વિસ્તારમાં ક્વિબેકની પૂર્વીય ટાઉનશિપ્સમાં વસ્યા.

પેટ્રીઓટીસ નીચલા કેનેડામાં બળવો

ક્વિબેક 
લોઅર-કેનેડા પેત્રીઓતીસ ફ્લેગ.

1837માં લુઇસ-જોસેફ પેપીનો અને રોબર્ટ નેલ્સનની આગેવાની હેઠળ નીચલા કેનેડાના રહીશોએ બ્રિટિશ રાજ્યપાલોના એકપક્ષી અંકુશનો અંત લાવવા એક સશસ્ત્ર જૂથની રચના કરી. કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે સમાનતા સાથેની ઘોષણા અને નીચલા-કેનેડાની સ્વાયત્તતાની ઘોષણા તેમણે 1938માં કરી. તેમના કૃત્યોને પરીણામે નીચલા અને ઉપલા કેનેડામાં બળવાઓ ફાટી નીકળ્યા હતા. તૈયારી વિનાના બ્રિટિશ લશ્કરે મિલિશીયા દળ ઉભુ કરવું પડ્યું હતું. બળવાખોર દળોને સેન્ટ-ડેનિસમાં વિજય મળ્યો હતો, પરંતુ તેમનો તુરત જ પરાજય થયો હતો. બ્રિટિશ લશ્કરે સેન્ટ યુસ્ટેચના ચર્ચને સળગાવ્યું હતું અને તેમાં છુપાયેલા બળવાખોરોને મારી નાંખ્યા હતા. ચર્ચની દીવાલો પર ગોળીઓ અને તોપગોળાના નિશાન આજે પણ જોવા મળે છે.

સંઘનો કાયદો

બળવા પછી બ્રિટનની સંસદ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકે તે માટે લોર્ડ ડરહામને આ બાબતમાં અભ્યાસ હાથ ધરીને એક અહેવાલ તૈયાર કરવા અને હલ સૂચવવા જણાવવામાં આવ્યું હતું.

અંતિમ અહેવાલમાં ઉપલા અને નીચલા કેનેડાના બંને પ્રાંતોને એક કરવાની તેમજ નીચલા કેનેડાના ફ્રેન્ચભાષી લોકોને બ્રિટિશ સંસ્કૃતિમાં સમરસ કરવાની ભલામણ કરવામાં આવી. ડરહામની બીજી ભલામણ તમામ સંસ્થાનોમાં જવાબદાર સરકારનો અમલ કરવાની હતી. ડરહામના અહેવાલના પગલે બ્રિટિશ સરકારે 1840માં સંઘના કાયદાથી બે સંસ્થાનિક પ્રાંતોને કેનેડાના પ્રાંતમાં જોડી દીધા.

જોકે, આ રાજકીય જોડાણ વિવાદાસ્પદ પુરવાર થયો હતો. કેનેડા પશ્ચિમ (અગાઉનું ઉપલું કેનેડા) અને કેનેડા પૂર્વ (અગાઉનું નીચલું કેનેડા)ના સુધારાવાદીઓએ વિધાનસભામાં ફ્રેન્ચ ભાષાના ઉપયોગ પરની મર્યાદાઓ હટાવવા પ્રયાસો કર્યા હતા. બંને સંસ્થાનો વહીવટ, ચૂંટણી અને કાયદામાં એકબીજાથી અલગ જ રહ્યાં.

1848માં, સુધારાવાદી પક્ષના સાથીદારો અને નેતાઓ બાલ્ડવિન અને લાફોન્તેઇનને લોર્ડ એલ્ગિને જવાબદાર સરકારની નવી નીતિ હેઠળ એક વહીવટ સ્થાપવા જણાવ્યું હતું. ફ્રેન્ચ ભાષાએ ત્યાર બાદ વિધાનસભામાં કાનૂની દરજ્જો મેળવ્યો હતો.

કેનેડાનું સંઘરાજ્ય

1860માં બ્રિટિશ ઉત્તર અમેરિકાના સંસ્થાનો (કેનેડા, ન્યૂ બ્રુન્સવિક, નોવા સ્કોશીયા, પ્રિન્સ એડવર્ડ ટાપુ અને ન્યૂફાઉન્ડલેન્ડ)ના પ્રતિનિધિઓ નવા સંઘ માટે સ્વ-શાસનના દરજ્જાની ચર્ચા કરવા શ્રેણીબદ્ધ પરિષદોમાં એકઠા મળ્યા હતા.

ક્વિબેક શહેરમાં ક્વિબેક પરિષદ પછી પ્રિન્સ એડવર્ડ ટાપુના ચાર્લોટ્ટટાઉનમાં ચાર્લોટ્ટટાઉન પરિષદ મળી હતી, જેને પરીણામે લંડનમાં એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રીય સંઘની રચનાની દરખાસ્ત રજુ કરવા ગયું હતું.

આ વાટાઘાટોને પરીણામે 1867માં બ્રિટનની સંસદે આમાના મોટાભાગના પ્રાંતોના સંઘની રચના કરતા બ્રિટિશ ઉત્તર અમેરિકા કાયદાને પસાર કર્યો હતો.

ભૂતપૂર્વ કેનેડાના પ્રાંતનું તેના અગાઉના બે ભાગો ઓન્ટારીયો (ઉપલું કેનેડા) અને ક્વિબેક (નીચલું કેનેડા)ના પ્રાંતોમાં વિભાજન કરવામાં આવ્યું હતું.

  • નવા કેનેડા સંસ્થાનમાં ન્યૂ બ્રુન્સવિક અને નોવા સ્કોટીયા ઓન્ટારીયો અને ક્વિબેકમાં જોડાયા હતા.
  • પ્રિન્સ એડવર્ડ ટાપુ 1873માં જોડાયો અને ન્યૂફાઉન્ડલેન્ડનું સંસ્થાન 1949માં સંઘમાં દાખલ થયું હતું.

શાંત ક્રાન્તિ

રોમન કેથોલિક ચર્ચના ટેકા સાથે મોરીસ દુપ્લેસિસની રૂઢિચુસ્ત સરકાર અને તેના યુનિયન નેશનેલે 1944થી 1959 સુધી ક્વિબેકની રાજનીતિ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પીયરે એલીયટ ટ્રુડો અને અન્ય ઉદારવાદીઓએ દુપ્લેસીસના શાસન સામે બૌદ્ધિક વિરોધ સર્જ્યો હતો, જેણે જ્યાં લેસાજના ઉદારવાદીઓની આગેવાની હેઠળ શાંત ક્રાન્તિની ભૂમિકા રચી હતી. શાંત ક્રાન્તિ એવા નાટ્યાત્મક સામાજિક અને રાજકીય પરિવર્તનનો ગાળો હતો, જે સમયે ક્વિબેક અર્થતંત્રમાં આંગ્લ પ્રભુત્વનું ધોવાણ, રોમન કેથોલિક ચર્ચની વગમાં ઘટાડો, હાઇડ્રો-ક્વિબેક હેઠળ જળ-વિદ્યુત કંપનીઓનું રાષ્ટ્રીયકરણ અને ભૂતપૂર્વ ઉદારવાદી પ્રધાન રેને લેવેસ્કની આગેવાની હેઠળ સાર્વભૌમત્વ-તરફી ચળવળનો પ્રાદુર્ભાવ થયો હતો.

ફ્રન્ટ ડી લીબરેશન ડુ ક્વિબેક

1963ના પ્રારંભે ફ્રન્ટ ડી લીબરેશન ડુ ક્વિબેક (FLQ)ના નામે જાણીતા થયેલા એક ત્રાસવાદી જૂથે એક દાયકા સુધી ચાલેલા બોંબધડાકા, લૂંટફાટો અને હૂમલાઓ શરૂ કર્યા. તે પ્રાથમિકપણે અંગ્રેજી સંસ્થાઓની સામે હતા અને તેના પરીણામે ઓછામાં ઓછા પાંચના મૃત્યુ થયા હતા. 1970માં તેમની પ્રવૃત્તિઓ ઓક્ટોબર કટોકટી તરીકે ઉલ્લેખાયેલી ઘટનાઓમાં પરીણમી, જ્યારે કેનેડા ખાતેના બ્રિટિશ વેપાર કમિશનર જેમ્સ ક્રોસનું પ્રાંતીય પ્રધાન અને વાઇસ-પ્રીમીયર પીયરે લાપોર્ટ સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. લાપોર્ટનું કેટલાક દિવસો પછી તેની પોતાની ગુલાબ-માળાના ફાંસાથી મોત નીપજાવવામાં આવ્યું હતું. ત્રાસવાદીઓએ તેમના જાહેર ઢંઢેરામાં જણાવ્યું હતું, આવનારા દિવસોમાં બુરાસાએ એક વાસ્તવિકતાનો સામનો કરવો પડશે અને તે છે 100,000 ક્રાન્તિકારી કાર્યકરો, સશસ્ત્ર અને સંગઠિત.

પ્રમુખ રોબર્ટ બુરાસાની વિનંતીથી વડાપ્રધાન પીયરે ટ્રુડોએ યુદ્ધ પગલાં કાયદો લાગુ કર્યો હતો. વધુમાં ક્વિબેક ઓમ્બુડ્સમેન લુઇસ માર્ક્યુને અટકાયતીઓની ફરિયાદો સાંભળવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને ક્વિબેકની સરકાર (માત્ર ક્વિબેકમાં) અન્યાયી રીતે પકડાયેલી કોઈપણ વ્યક્તિને નુકસાની ચૂકવવા સંમત થઈ હતી. 1971ની 3જી ફેબ્રુઆરીએ કેનેડાના ન્યાયપ્રધાન જહોન ટર્નરે એવો અહેવાલ આપ્યો હતો કે યુદ્ધ પગલાં કાયદા હેઠળ સમગ્ર કેનેડામાં પકડાયેલા 497 લોકો પૈકીના 435ને મુક્ત કરવામાં આવ્યા હતા. અન્ય 62 પર આરોપ મુકવામાં આવ્યા હતા, જે પૈકીના 32ના ગુનાઓ એટલા ગંભીર હતા કે ક્વિબેક સુપીરીયર અદાલતના ન્યાયાધીશે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. પીયરે લાપોર્ટનું તેમના અપહરણકારો દ્વારા મૃત્યુ થયાના થોડાક સપ્તાહો પછી કટોકટીનો અંત આવ્યો હતો. આ કટોકટીએ એફએલક્યૂનું ઉત્થાન અને પતન બંને નિહાળ્યા. તેણે તેના સભ્યો અને જાહેર સમર્થન બંને ગુમાવ્યા.

પાર્ટી ક્વેબેકોઇસ અને રાષ્ટ્રીય એકતા

1977માં રેને લેવેસ્કની નવી ચૂંટાયેલી પાર્ટી ક્વેબેકોઇસએ ફ્રેન્ચ ભાષાનું હકપત્રક દાખલ કર્યું. મોટેભાગે બિલ 101ના નામે ઓળખાતા આ હકપત્રકે પ્રાંતીય સત્તાના ક્ષેત્રોમાં ક્વિબેકની એકમાત્ર સત્તાવાર ભાષા તરીકે ફ્રેન્ચને વ્યાખ્યાયિત કરી હતી.

લેવેસ્ક અને તેના પક્ષે ક્વિબેકને બાકીના કેનેડાથી અલગ કરવાના મુદ્દે 1970 અને 1973માં ચૂંટણીઓ લડી હતી. પક્ષ બંને સમયે ક્વિબેકની રાષ્ટ્રીય સમિતિ પર વર્ચસ્વ જમાવવામાં નિષ્ફળ ગયો હતો. અલબત્ત, તેને મળેલા મતો 23 ટકાથી વધીને 30 ટકા થયા હતા અને લેવેસ્કે બંને સમય તેણે લડેલી સ્પર્ધાઓ હારી ગયા હતો.

1976ની ચૂંટણીમાં તેણે તેનો સંદેશ મૃદુ બનાવીને સીધા જોડાણ-વિચ્છેદને બદલે સાર્વભૌમત્વ-જોડાણ પર એક લોકમત (પ્લેબીસાઇટ)નું વચ્ન આપ્યું, જેના થકી ક્વિબેકને મોટા ભાગના સરકારી કામોમાં સ્વાયત્તતા મળે, પરંતુ ચલણ જેવા કામો કેનેડાની સાથે મળીને કરે.  1976ની 15મી નવેમ્બરે લેવેસ્ક અને તેની પાર્ટી ક્વેબેકોઇસે પ્રથમવાર પ્રાંતીય સરકારને અંકે કરી.  1980ના ક્વિબેક લોકમતમાં મતદારો સમક્ષ સાર્વભૌમત્વ-જોડાણનો પ્રશ્ન મુકવામાં આવ્યો હતો.  આ અભિયાન દરમિયાન પીયરે ટ્રુડોએ એવું વચન આપ્યું હતું કે નો સાઇડ માટેનો મત કેનેડાની સુધારણા માટેનો મત છે.  ટ્રુડોએ બ્રિટનમાંથી કેનેડાના બંધારણની વંશીયતાની હિમાયત કરી હતી.   તે પ્રમાણે અસ્તિત્વમાન બંધારણીય દસ્તાવેજ બ્રિટિશ ઉત્તર અમેરિકા ધારો કેનેડાની સંસદની વિનંતીના આધારે માત્ર બ્રિટનની સંસદ જ સુધારી શકે.  

ક્વિબેક મતદારોના સાઇઠ ટકાએ આ દરખાસ્તના વિરોધમાં મતદાન કર્યું હતું. મતદાને દર્શાવ્યું કે અંગ્રેજ અને સ્થળાંતરિત ક્વિબેક લોકોની બહુમતીએ વિરોધમાં મતદાન કર્યું અને ફ્રેન્ચ ક્વિબેકવાસીઓ લગભગ સરખા પ્રમાણમાં વિભાજીત થયા, જેમાં જૂના મતદારો તરફેણમાં ઓછા અને યુવાન મતદારો તરફેણમાં વધારે રહ્યા. લોકમતમાં પરાજય પછી લેવેસ્કે ટ્રુડો, તેમના જ્યાં ક્રેતીયેન અને નવ અન્ય પ્રાંતીય પ્રીમીયરો સાથે નવા બંધારણ માટે વાટાઘાટો કરવા ઓટ્ટાવા પાછા ફર્યા ભવિષ્યના કોઈપણ બંધારણીય સુધારા સામે વીટો વાપરવા ક્વિબેકને સક્ષમ બનાવવાનો લેવેસ્કોનો આગ્રહ હતો. વાટાઘાટો ઝડપથી મડાગાંઠની સ્થિતિમાં પહોંચી ગઈ.

ત્યાર બાદ 1981ની ચોથી નવેમ્બરની રાત્રે ક્વિબેકમાં લા નૂઇત ડેસ લોન્ગ્સ કોટોક્સ તરીકે ક્વિબેકમાં વ્યાપકપણે જાણીતા અને બાકીના કેનેડામાં "કિચન કરાર") તરીકે ઓળખાયેલા દસ્તાવેજ પર સહી કરવા સંઘીય ન્યાયમૂર્તિ જ્યાં ક્રેતીયેન રેને લેવેસ્કેને બાદ કરતા તમામ પ્રાંતીય પ્રીમીયરોને મળ્યા. આ દસ્તાવેજ પાછળથી કેનેડાનું નવું બંધારણ બન્યો. બીજા દિવસની સવારે તેમણે નિષ્પન્ન હકીકત લેવેસ્કે સમક્ષ રજૂ કરી હતી. લેવેસ્કેએ દસ્તાવેજ પર સહી કરવાનો ઇનકાર કર્યો અને ક્વિબેક પાછા ફર્યા. 1982માં ટ્રુડોએ બ્રિટિશ સંસદ પાસે નવું બંધારણ મંજૂર કરાવ્યું. તેમાં ક્વિબેકની સહી નહોતી, આજે પણ નથી. કેનેડાની સર્વોચ્ચ અદાલતે ટ્રુડોના વલણે અનુમોદન આપ્યું કે બંધારણમાં સુધારો કરવા માટે દરેક પ્રાંતની મંજૂરીની જરૂર નથી. 1982માં કેનેડાના બંધારણને સત્તાસોંપણી કરવાની દરખાસ્ત સાથે સંમત નહીં થનારો એકમાત્ર પ્રાંત ક્વિબેક છે.

ત્યાર પછીના વર્ષોમાં બંધારણ માટે ક્વિબેકની મંજૂરી મેળવવાના બે પ્રયાસો થયા. પહેલો 1987માં મીચ લેઇક કરાર થયો, જેને મેનિટોબાના પ્રાંતે નિયત સમયમર્યાદામાં મંજૂર ના કરતા 1990માં છેવટે ત્યજી દેવામાં આવ્યો. (ન્યૂફાઉન્ડલેન્ડના પ્રીમીયર ક્લાઇડ વેલ્સે કરારની સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ મેનિટોબામાં નિષ્ફળતા મળ્યા બાદ મીચ કરારની સામે કે તેની તરફેણમાં કોઈ પ્રકારનું મતદાન તેમના પ્રાંતમાં થયું નહીં.) આના પરીણામે ઓટ્ટાવામાં સંઘીય પ્રધાનમંડળમાંથી રાજીનામુ આપી દેનારા લ્યુસીયેન બુચાર્ડની આગેવાની હેઠળ સાર્વભૌમત્વવાદી બ્લોક ક્વેબેકોઇસ પક્ષનું ગઠન થયું હતું. 1992માં ચાર્લોટ્ટટાઉન કરારરૂપે થયેલો બીજો પ્રયાસ કેનેડીયનોના 56.7 ટકા અને ક્વિબેકવાસીઓના 57 ટકાએ નકારી કાઢ્યો. આ પરીણામના કારણે ક્વિબેક મવાળ પક્ષમાં ભંગાણ સર્જાયું અને નવા એક્શન ડેમોક્રેતીક (જનતાંત્રિક પગલાં) પક્ષનું ગઠન થયું, જેના આગેવાન હતા મેરીયો ડુપોન્ટ અને જ્યાં એલ્લેરી.

1995ની 30મી ઓક્ટોબરે પાર્ટી ક્વિબેકોઇસે ફરી સત્તા પ્રાપ્ત કરી. 1994 સુધી સાર્વભૌમત્વ અંગે દ્વિતીય જનમત લેવામાં આવ્યો હતો. આ વખતે ખૂબ પાતળી બહુમતીથી તે નકારવામાં આવ્યો (50.6% ના, 49.4% હા); ફ્રેન્ચ બોલતા ક્વિબેકવાસીઓની સ્પષ્ટ બહુમતી સાર્વભૌમત્વની તરફેણમાં હતી.

જનમત વિવાદમાં અટવાઈ ગયો. સંઘીય સભ્યોએ ફરિયાદ કરી હતી કે સંઘપક્ષી વિસ્તારો ખાસ કરીને મોટે ભાગે ચોમેડીના યહૂદીઓ અને ગ્રીકોના વિસ્તારમાં મોટી સંખ્યામાં મતપત્રો અસાધારણ રીતે નકારવામાં આવ્યા હતા. 1994ની સામાન્ય ચૂંટણીમાં 750 (1.7 %)ની સરખામણીમાં 5,500 (11.7 %) મતપત્રો નકામા ગયા હતા. જો કે ક્વિબેકના ચૂંટણી વડાને પ્રત્યક્ષ પ્રપંચના કોઈ પુરાવા મળ્યા ન હતા. સંઘીય સરકાર પર લોકમતો દરમિયાન ખર્ચ કરવા અંગેના પ્રાંતીય કાયદાઓનો અનાદર કરવાનો આરોપ મુકાયો હતો. તેના પરીણામે સર્જાયેલું ભ્રષ્ટાચાર કૌભાંડ એક દાયકા પછી જાહેર થવાનું હતું. મવાળ પક્ષની છાપને અત્યંત નુકસાન થયું હતું. ઈમીગ્રન્ટસ મતદાન કરી શકે તે માટે લોકમતો પહેલાં ક્વિબેકમાં તેઓને કાયદેસર બનાવવાતી પ્રક્રિયા ઝડપી બનાવવાનો આરોપ પણ મૂકાયો હતો, કારણ કે કાયદેસર નાગરિકો મોટી સંખ્યામાં નકારમાં મતદાન કરે તેવી શક્યતાઓ હતી. (43,850 ઈમીગ્રન્ટસને 1995માં કાયદેસર કરવામાં આવ્યા હતા, જ્યારે 1988 અને 1998 દરમિયાન તેમની સરેરાશ સંખ્યા 21,733 હતી).

લોકમતની રાત્રે જ તત્કાલીન પ્રીમીઅર અને હકાર બાજુના ક્રોધિત નેતા જેક્સ પેરીઝોએ જાહેરાત કરી હતી કે, "નાણા અને વંશીય મતના " કારણે નુકસાન થયું હતું. પેરીઝોએ લોકોના આક્રોશને કારણે અને હારી જાય તો રાજીનામું આપશે તેવું વચન આપ્યું હોવાથી વિદાય લીધી. તેમની જગ્યાએ લુસીયેન બુચાર્ડ ક્વેબેકના નવા પ્રીમીઅર બન્યા હતા.

સંઘીય સભ્યોએ સાર્વભૌમત્વવાદીઓ પર મતપત્રમાં સંદિગ્ધ અને અત્યંત જટિલ પ્રશ્ન પૂછવાનો આરોપ મૂક્યો હતો. તેનો અંગ્રેજી વાક્યાંશ નીચે મુજબ છે:

શું તમે એ વાત સાથે સંમત છો કે ક્વિબેકના ભાવિ સંબધિત બીલ અને 12 જૂન, 1995ના રોજ કરવામાં આવેલા કરારની મર્યાદામાં નવી આર્થિક અને રાજકીય ભાગીદારી માટે કેનેડા સમક્ષ ઔપચારિક પ્રસ્તાવ મૂકીને ક્વિબેકે સાર્વભૌમ બનવું જોઈએ?

ત્યાર બાદ 1998માં ચૂંટણી જીત્યા પછી બુચાર્ડે 2001માં રાજનીતિમાંથી નિવૃત્તિ લીધી. બર્નાડ લેન્ડ્રીને તે વખતે પાર્તી ક્વિબેકોઇસના નેતા અનેક્વિબેકના પ્રીમીઅર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2003માં લેન્ડ્રી ક્વિબેક મવાળ પક્ષ અને જ્યાં ચારેસ્ટ સામે ચૂટણી હારી ગયા હતા. 2005માં લેન્ડ્રીને પીક્યુના નેતા પદેથી ઉતારી દેવામાં આવ્યા હતા. પક્ષના નેતા પદ માટેની તીવ્ર હરિફાઈમાં આન્દ્રે બોઇસક્લેરની તેમના અનુગામી તરીકે વરણી કરવામાં આવી હતી. 2007ની સામાન્ય ચુંટણીમાં ક્વિબેક મવાળ પક્ષની સરકારના પુનરાગમન પછી તેમણે રાજીનામું આપ્યુ હતું અને ક્વિબેકોઇસ એક્શન ડેમોક્રેતીક પછી પાર્તી ક્વિબેકોઇસ બીજા નંબરનો વિરોધ પક્ષ બન્યો હતો. પીક્યુએ પોતે સત્તા પર આવે તો અન્ય લોકમત યોજવાનું વચન આપ્યું હતું.

સ્ટેટટ પર્તીક્યુલીયર (ખાસ દરજ્જો)

પ્રાંતનો વારસો અને (કેનેડાના પ્રાંતોમાં અજોડ એવું) ફ્રેંન્ચનું પ્રભુત્વ જોતા, ક્વિબેક અને તેના લોકોના (સ્ટેટટ પર્તીક્યુલીયર ) કેનેડામાં સંપૂર્ણ અથવા આંશિકપણે વિવાદ ચાલતો રહ્યો છે. કાયદો, ભાષા અને સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં કેનેડાની અંદર ક્વિબેકની વિશિષ્ટતાના સંદર્ભમાં, ને ધ્યાનમાં લેતાં કેનેડામાં પ્રાંતની અજોડતાના સંદર્ભમાં 'અનન્ય સમાજ' તરીકે ક્વિબેકને સ્વીકૃત કરવા કેનેડાના સંવિધાનમા ફેરફાર કરવાના અગાઉના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. જો કે, વડાપ્રધાન જ્યાં ક્રેતીયેનની આગેવાની હેઠળની સંઘીય સરકાર પાછળથી "વિશિષ્ટ સમાજ" તરીકેની ક્વિબેકની ઓળખને સમર્થન આપશે. 2003ની 30મી ઓક્ટોબરે ક્વિબેકની રાષ્ટ્રીય સભાએ ક્વિબેકવાસીઓ રાષ્ટ્ર રચે" તે બાબતને અનુમોદન આપવા સર્વાનુમતે મતદાન કર્યું હતું. 2006ની 27મી નવેમ્બરે આમસભાએ વડાપ્રધાનસ્ટેફન હાર્પરે રજુ કરેલી પ્રતીકાત્મક દરખાસ્ત પસાર કરી હતી. તેમાં જાહેરાત કરવામાં આવ્યું હતું કે આ ગૃહ એ બાબતને સમર્થન આપે છે કે ક્વિબેકોઇસ સંયુક્ત કેનેડામાં એક રાષ્ટ્રની રચે. જો કે, આનો શું અર્થ થાય છે તેના પર નોંધપાત્ર વિવાદ અને અનિશ્ચિતતા પ્રવર્તે છે.

હાલમાં, ક્વિબેકની રાજનીતિમાં રાષ્ટ્રવાદ મોટી ભૂમિકા ભજવે છે. તેના ત્રણેય મોટા પ્રાંતીય રાજકીય પક્ષો ક્વિબેક માટે વધારે સ્વાયત્તતા અને ક્વિબેકના વિશિષ્ટ દરજજાની સ્વીકૃતિ માંગે છે. તાજેતરના વર્ષોમાં ક્વિબેકનાં બાકીના કેનેડા સાથેના જોડાણના ચરિત્રને તપાસવા અને વ્યાખ્યાયિત કરવા પાછળ ઘણું ધ્યાન અપાયું છે. હાલમાં, પ્રદેશની વસતી તેમના પ્રાંતના ભાવિ માટે બે રાજકીય દ્રષ્ટિકોણો વચ્ચે લગભગ વહેંચાયેલી છે.[સંદર્ભ આપો] ક્વિબેકની લગભગ 40 ટકા વસતી સંપૂર્ણ સાર્વભૌમત્વના વિચારને (કેનેડાથી સંપૂર્ણપણે અલગ પડીને સ્વતંત્ર રાજ્ય રચવાના) અથવા બાકીના કેનેડા સાથે સાર્વભૌમત્વ-જોડાણના વિચારને સમર્થન આપે છે, જેમાં કેટલીક સંસ્થાકીય અને સરકારી જવાબદારીઓ સંઘીય સરકાર સાથે વહેંચવામાં આવશે, યુરોપીય સંઘમાં આ જ રીતે સામાન્ય ચલણ અને અન્ય વિવિધ સેવાઓની વહેંચણી કરવામાં આવી છે. બીજી તરફ, ક્વિબેકવાસીઓનો થોડોક મોટો હિસ્સો યથાસ્થિતિ થી સંતુષ્ટ છે અને તેમનો પ્રાંત સંયુક્ત કેનેડાના સંઘમાં રહેવા ઇચ્છે છે

ક્વિબેક સમાજના બૂનિયાદી મૂલ્યો

2007ની 8મી ફેબ્રુઆરીએ ક્વિબેકના પ્રીમીયર જ્યાં ચારેસ્ટે સાંસ્કૃતિક વૈવિધ્ય સંબંધિત ગોઠવણોની બાબતમાં ક્વિબેક સમાજ સાથે મસલતો કરનારા પંચ ની રચનાની જાહેરાત કરી હતી. પ્રીમીયરની અખબારી યાદીએ ક્વિબેક સમાજના ત્રણ બૂનિયાદી મૂલ્યો પર ફરીથી ભાર મુક્યો હતો.

  • પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતા
  • ફ્રેન્ચ ભાષાને પ્રાથમિકતા
  • રાજ્યથી ધર્મને અલગ પાડવું

ઢાંચો:"

વધુમાં, ક્વિબેક એક મુક્ત અને લોકશાહી સમાજ છે, જે કાયદાના નિયમથી બંધાયેલો છે.

ક્વિબેક સમાજની એકતા અને વિશિષ્ટતા કેટલાક વિધાનોના જૂથ આધારીત છે, તેના કેટલાક નોંધપાત્ર ઉદાહરણો નીચે પ્રમાણે છે:

  • ક્વિબેક માનવ અધિકારો અને સ્વતંત્રતાઓનું ખતપત્ર
  • ફ્રેન્ચ ભાષાનું ખતપત્ર
  • ક્વિબેકની નાગરિક સંહિતા

વસ્તી-વિષયક માહિતી

દર સ્ત્રીએ 1.74 બાળક સાથે ક્વિબેકનો 2008નો પ્રજોત્પત્તિ દર કેનેડાના 1.59ના દર કરતા વધારે છે, અને છેલ્લા પાંચ વર્ષમાં વધ્યો છે. જોકે, તે હજુ પણ 2.1ના રીપ્લેસમેન્ટ પ્રજોત્પત્તિ દર કરતા ઓછો છે. આ દર તેના 1960 પહેલાંના પ્રજોત્પત્તિ દરથી વિપરીત છે, જે કોઈ પણ ઔદ્યોગિક સમાજ કરતા વધારે છે. ક્વિબેક કેનેડાની માત્ર 23.4 ટકા વસતી જ ધરાવે છે, તેમ છતાં કેનેડાના તમામ પ્રાંતોમાં ક્વિબેક વિદેશી બાળકોને દત્તક લેવામાં સૌથી મોખરે છે. 2011માં, કેનેડામાં દત્તક લેવાયેલા વિદેશી બાળકોના 42 ટકા ક્વિબેકમાં લેવાયા હતા.

1851થી ક્વિબેકની વસતી

વર્ષ વસ્તી પાંચ વર્ષ
% ફરક
દસ-વર્ષ
% ફરક
પ્રાંતોની વચ્ચે
દરજ્જો
1851 892,061 NA NA 2
1861 1,111,566 NA 24.6 2
1871 1,191,516 NA 7.2 2
1881 1,૩59,027 NA 14.1 2
1891 1,488,5૩5 NA 9.5 2
1901 1,648,898 NA 10.8 2
1911 2,005,776 NA 21.6 2
1921 2,૩60,665 NA 17.8 2
19૩1 2,874,255 NA 21.8 2
1941 ૩,૩૩1,882 NA 15.9 2
1951 4,055,681 NA 21.8 2
1956 4,628,૩78 14.1 NA 2
1961 5,259,211 1૩.6 29.7 2
1966 5,780,845 9.૩ % 24.9  % 2
1971 6,027,765 4.૩ 14.6 2
1976 6,234 ,445 3.4 7.8 2
1981 6,438,403 9.3% 6.8 2
1986 6,532,460 1.5 4.8 2
1991 6,895,963 5.6 7.1 2
(1996). 7,138,795 3.5 9.3% 2
2001 7,237,479 1.4 5.0 2
2006 7,546,131 4.3 5.7 2

સ્રોત: સ્ટેટિસ્ટિક્સ કેનેડા

વંશીય મૂળ

વંશીય મૂળ વસતી ટકા
કેનેડીયન 4,474,115 66.2%
ફ્રેન્ચ 2,292,450 30.8%
આઇરિશ 406,085

5.5%

ઈટાલીયન 299,655 4.0%
ઇંગ્લિશ 245,155

3.3%

અમેરિકી મૂળનિવાસી 219,815

3.0%

સ્કોટિશ 202,515 2.7 %
જર્મન 131,795 1.8%
ચીની 91,900

1.2%

હૈતીયન 91,435

1.2%

સ્પેનિશ 72,090

1.0%

યહૂદી 71,380

1.0%

ગ્રીક 65,985 0.9%
પોલિશ 62,800

0.8%

લેબનીઝ 60,950

0.8%

પોર્ટુગીઝ 57,445

0.8%

બેલ્જીયન 43,275 0.6%
ઇસ્ટ ઇન્ડીયન 41,601 0.6%
રોમાનીયન 40,320

0.5%

રશિયન 40,155

0.5%

ઢાંચો:Clearleft ટકાવારીઓ ઉત્તરદાતાઓ (7,435,905)ની કુલ સંખ્યાના પ્રમાણમાં ગણવામાં આવી છે અને બેવડા પ્રતિભાવને કારણે સરવાળો સો ટકા કરતા વધારે હોઈ શકે છે.
ઉત્તરદાતાઓના 0.5 ટકા કે તેના કરતા વધારે ધરાવતા જૂથો જ દર્શાવવામાં આવ્યા છે.

મૂળનિવાસી દરજ્જો

2006ની વસતી ગણતરી પ્રમાણે કુલ મૂળનિવાસી 108,425 (1.5%) હતા, જેમાં 65,085 ઉત્તર અમેરિકી ઇન્ડીયન્સ (0.9%), 27,985 મેતિસ (0.4%) અને 10,950 ઇન્યુઇટ (0.15%)નો સમાવેશ થાય છે. જોકે, એ નોંધવું જોઇએ કે આમાં નોંધપાત્ર પ્રમાણમાં ઓછી ગણતરી છે, કેમ કે મૂળનિવાસીના સાર્વભૌમત્વના મુદ્દે રાજકીય કારણસર મૂળનિવાસીઓના ઘણા મોટા જૂથો કેનેડીયન વસતી ગણતરીમાં ભાગ લેવાનો નિયમિતપણે ઇનકાર કરતા રહ્યા છે. ખાસ કરીને સૌથી મોટા મોહાક ઇરોક્વીસ આરક્ષિતો (કાનવાકે, એક્વેસાસ્ને અને કાનેસતાકે)ની ગણતરી થઈ નહોતી.

ટકાવારીઓ ઉત્તરદાતાઓ (7,435,905)ની કુલ સંખ્યાના પ્રમાણમાં ગણવામાં આવી છે

દ્રશ્યમાન લઘુમતી

ક્વિબેકની લગભગ 9 ટકા વસતી દ્રશ્યમાન લઘુમતી જૂથની છે. બ્રિટિશ કોલમ્બીયા, ઓન્ટારીયો અને આલ્બર્ટા કરતા આ ટકાવારી ઓછી છે, પરંતુ અન્ય છ પ્રાંતો કરતા વધારે છે. મોટાભાગની દ્રશ્યમાન લઘુમતીઓ ક્વિબેકમાં મોન્ટ્રીયલમાં કે તેની નજીક રહે છે.

ક્વિબેક 
ક્વિબેકમાં દ્રશ્યમાન લઘુમતીઓ
આરબ ચીની દક્ષિણ-પૂર્વ એશિયાઈ
દ્રશ્યમાન લઘુમતી વસતી ટકાવારી
કુલ દ્રશ્યમાન લઘુમતીની વસતી 654,૩55

8.8 %

અશ્વેત 188,070 2.5%
109,020

1.5%

લેટિન અમેરિકન 89,505

1.2%

79,8૩0

1.1%

દક્ષિણ એશિયાઈ 72,845

1.0%

50,455 0.7%

ટકાવારીઓ ઉત્તરદાતાઓ (7,435,905)ની કુલ સંખ્યાના પ્રમાણમાં ગણવામાં આવી છે.
ઉત્તરદાતાઓના 0.5 ટકા કે તેના કરતા વધારે ધરાવતા જૂથો જ દર્શાવવામાં આવ્યા છે.

ધર્મ

ક્વિબેક તેની નોંધપાત્ર રોમન કેથોલિક વસતીને કારણે પ્રાંતોમાં અલગ તરી આવે છે. આ સંસ્થાનવાદી સમયનો વારસો છે, જ્યારે માત્ર રોમન કેથોલિકોને જ ન્યૂ ફ્રાન્સમાં વસવાની છૂટ આપવામાં આવતી હતી.

2001ની વસતી ગણતરી પ્રમાણે, 83.4% કેથોલિક ખ્રિસ્તીઓ (જેમાં 8૩.2% રોમન કેથોલિક); 4.7% પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી (1.2% એંગ્લિકન, 0.7% યુનાઇટેડ ચર્ચ અને 0.5% બેપ્ટિસ્ટ સહિત); 1.4% રૂઢિચુસ્ત ખ્રિસ્તી ( 0.7% ગ્રીક રૂઢિચુસ્ત સહિત); અને 0.8% અન્ય ખ્રિસ્તી; તેમ જ 1.5% મુસ્લિમ; 1.3% યહૂદી; 0.6% બૌદ્ધ; 0.3% હિન્દુ; અને 0.1% શિખ છે. વસતીના અન્ય 5.8% એ જણાવ્યું હતું કે તેઓ કોઈપણ ધર્મ સાથે જોડાયેલા નથી. (તેમાં એવા 5.6% પણ છે, જેમણે કહ્યું કે તેમનો કોઈ ધર્મ જ નથી).
ટકાવારીઓ ઉત્તરદાતાઓ (7,125,580) ની કુલ સંખ્યાના પ્રમાણમાં ગણવામાં આવી છે.

ભાષા

ક્વિબેક 
ક્વિબેકના 80.1% લોકો તેમની પ્રથમ ભાષા તરીકે ફ્રેન્ચ બોલો છે. કુલ મળીને, લગભગ 95 % લોકો ફ્રેન્ચ બોલવા સક્ષમ છે.

ક્વિબેકની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે. ક્વિબેક કેનેડાનો એકમાત્ર એવો પ્રાંત છે, જેની વસતી મુખ્યત્વે ફ્રેન્કોફોન છે, જેમણે 2006ની વસતી ગણતરી પ્રમાણે તેમની પ્રથમ ભાષા અંગે એકસરખો પ્રતિભાવ પાઠવ્યો તેવા વસતીના 80.1% (5,877,660) લોકો. અહેવાલમાં નોંધાયેલા લોકોના લગભગ 95 ટકા ફ્રેન્ચ બોલલા સક્ષમ હતા, તેમની પ્રથમ કે બીજી ભાષા તરીકે અથવા ત્રીજી ભાષા તરીકે.

ક્વિબેક કાયદાએ અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે માન્ય રાખી નથી. જોકે, કાયદાઓ અને નિયમનો ઘડવા માટે બંધારણ ધારો, 1867 દ્વારા અંગ્રેજી અને ફ્રેન્ચ બંને જરૂરી છે. કોઈપણ વ્યક્તિ ક્વિબેકની રાષ્ટ્રીય સમિતિમાં અને અદાલતોમાં અંગ્રેજી કે ફ્રેન્ચનો ઉપયોગ કરી શકે છે. રાષ્ટ્રીય સમિતિના પુસ્તકો અને રેકોર્ડ્ઝ પણ બંને ભાષામાં રાખવા જોઇએ.

2006માં ક્વિબેકના 575,560 (વસતીના 7.7%) લોકોએ અંગ્રેજીને તેમની માતૃભાષાજાહેર કરી હતી. 744,430 (10.0%) લોકો મોટેભાગે તેમની ઘરેલુ ભાષા તરીકે અંગ્રેજીનો ઉપયોગ કરે છે અને 918,955 (2001ની વસતી ગણતરી પ્રમાણે 12.9%)એ તેમના દ્વારા બોલાતી પ્રથમ સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજી જાહેર કરી હતી. અંગ્રેજી બોલતો સમુદાય અથવા એંગ્લોફોન ન્યાય, આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં સેવાઓ આપવાયોગ્ય છે;મ્યુનિસિપાલિટીઝમાં અડધાથી વધારે રહીશોની માતૃભાષા અંગ્રેજી હોવાથી અંગ્રેજીમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમની માતૃભાષા ફ્રેન્ચ કે અંગ્રેજી બેમાંથી કોઈ નથી એવા એલ્લોફોન્સ વસતીના 11.9% (886,280) છે.

અંગ્રેજી અને ફ્રેન્ચ બંનેનું જ્ઞાન ધરાવતા દ્વિભાષી લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. ક્વિબેકમાં વસતીના લગભગ 40.6% (3,017,860) લોકો દ્વિભાષી છે, જ્યારે મોન્ટ્રીયલના ટાપુ પર તેમનું પ્રમાણ 60.0% (1,020,760) છે. કેનેડાના કોઈપણ પ્રાંત કરતા ક્વિબેક દ્વિભાષીઓની સૌથી વધુ સંખ્યા ધરાવે છે. બાકીના કેનેડામાં તેમનુ પ્રમાણ વસતીના માત્ર 10.2% (2,430,990) છે, જેઓ દેશની બંને સત્તાવાર ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોય. સમગ્રપણે, કેનેડાના 17.4% (5,448,850) લોકોએ દ્વિભાષી હોવાની નોંધ કરાવી છે.

વેપારી ચિહ્નો પર ફ્રેન્ચને નોંધપાત્ર સ્થાન આપવામાં આવ્યું હોય તો જ ફ્રેન્ચ સિવાયની અન્ય ભાષા વાપરવાની છૂટ છે. મોટાભાગની વસતીને આ કાયદો સ્વીકાર્ય નથી, સમયે સમયે તેના અમલ અંગે દલીલો ચાલતી જ રહે છે.[સંદર્ભ આપો].

અંગ્રેજી સંદર્ભમાં

કેનેડામાં ફ્રેન્ચ સ્થળોના નામોમાં અંગ્રેજી લખાણમાં તેમના ઉચ્ચારો જાળવી રાખવામાં આવે છે. આમાં કાયદેસરના અપવાદો મોન્ટ્રીયલ અને ક્વિબેક છે, તેમ છતાં અખિલ કેનેડીયન મહત્વના નામો તરીકે તેમની નોંધ કરવામાં આવી નથી. જોકે, ક્વિબેક પ્રાંત યાદી પર છે અને તેને અંગ્રેજી ઉચ્ચાર વિના દર્શાવવામાં આવે છે. જોકે, ઉચ્ચારીત સ્વરૂપો કેટલાક પ્રકાશનોમાં જોવા મળે છે. 0}કેનેડાની શૈલી જણાવે છે કે મોન્ટ્રીયલ અને ક્વિબેક શહેરે અંગ્રેજી સંઘીય દસ્તાવેજોમાં તેમના ઉચ્ચારો જાણવી જ રાખવા જોઇએ. (

પ્રથમ ભાષા

2006ની વસતી ગણતરીમાં નોંધાયેલા 7,546,131 પૈકીના 7,435,905 લોકોએ ભાષા અંગેનો વિભાગ ભર્યો હતો. આમાંના 7,339,495 લોકોએ તેમની પ્રથમ ભાષા અંગે એક જ પ્રતિભાવ પાઠવ્યો હતો. સૌથી વધુ નોંધેયેલી ભાષાઓ નીચે પ્રમાણે હતી:

સ્પેનિશ ચીની ગ્રીક પોર્ટુગીઝ પર્શિયન યુક્રેઇનિયન
ભાષા સ્થાનિકભાષીઓની
સંખ્યા
એકમાત્ર પ્રતિભાવોની
ટકાવારી
ફ્રેન્ચ 5,877,660 80.1%
ઇંગ્લીશ 575,555 7.8%
ઈટાલિયન 124,820 1.7%
108,790

1.5%

અરેબિક 108,105

1.5%

6૩,415 0.9%
બર્બર 54,145 0.6%
41,845 0.6%
૩4,710

0.5%

રોમાનીયન 27,180

0.4%

વિયેટનામી 25,૩70

0.3%

રશિયન 19,275

0.3%

જર્મન 17,855 0.2%
પોલિશ 17,૩05 0.2%
આર્મેનીયન 15,520 0.2%
14,655 0.2%
ક્રીઓલ 14,060 0.2%
ક્રી 1૩,૩40 0.2%
પંજાબી 11,905 0.2%
તગલોગ (ફિલિપિનો) 11,785 0.2%
તમિલ 11,570 0.1%
હિન્દી 9,685 0.1%
બંગાળી 9,660 0.1%
ઇનુક્તિતુત 9,615 0.1%
મોન્તાગ્લનેઇસ-નાસ્કેપિ 9,૩૩5 0.1%
ખ્મેર (કંબોડીયાઈ) 8,250 0.1%
યિદ્દિશ 8,225 0.1%
હંગેરીયન (મેગ્યાર) 7,750 0.1%
મરાઠી 6,050 0.1%
તૂર્કીશ 5,865 0.1%
5,૩95 0.1%
અતિકામેક્વ 5,245 0.1%
બલ્ગેરીયન 5,215 0.1%
લાઓ 4,785 0.1%
હીબ્રુ 4,110 0.1%
કોરીયન ૩,970 0.1%
ડચ ૩,620 0.05%

બીજી ઘણી બધી ભાષાઓની પણ ગણતરી કરવામાં આવી હતી, પરંતુ મૂળ વતનીઓની 3,000 કરતા વધારે ભાષાઓને જ દર્શાવવામાં આવી હતી.
(દર્શાવેલા આંકડા એકમાત્ર ભાષા પ્રતિભાવ અને કુલ ભાષા પ્રતિભાવોની ટકાવારીની સંખ્યા છે)

અર્થતંત્ર

ક્વિબેક 
માઉન્ટ-રોયલ બેલ્વેડેરે પરથી મોન્ટ્રીયલનું દ્રશ્ય

સેન્ટ લોરેન્સ નદીની ખીણનો વિસ્તાર ડેરી પ્રોડક્ટ્સ ફળ, શાકભાજી, ફ્વા ગ્રા, મેપલ સીરપ (દુનિયામાં ક્વિબક જેનું સૌથી વધારે ઉત્પાદન કરે છે), માછલીનું ઉત્પાદન કરતો, અને પશુધન ધરાવતો ફળદ્રુપ કૃષિ વિસ્તાર છે.

સેન્ટ લોરેન્સ નદીની ખીણની ઉત્તરે ક્વિબેકનો વિસ્તાર શંકુદ્રુમ જંગલો, સરોવરો અને નદીઓના સ્વરૂપે મહત્વના સંસાધનો ધરાવે છે. પલ્પ અને પેપર, લાક્ડું અને જળ-વિદ્યુત (જેનું ક્વિબેક હાઇડ્રો-ક્વિબેક દ્વારા દુનિયામાં સૌથી મોટું ઉત્પાદક છે) હજુ પણ પ્રાંતના સૌથી મહત્વના ઉદ્યોગોમાં સ્થાન ધરાવે છે.

મોન્ટ્રીયલની આસપાસ હાઇ-ટેક ઉદ્યોગો નોંધપાત્ર પ્રમાણમાં કેન્દ્રીત થયા છે. તેમાં એરોસ્પેસ કંપનીઓ જેવી વિમાન ઉત્પાદક બોમ્બાર્ડીયર, જેટ એન્જિન કંપની પ્રેટ્ટ એન્ડ વ્હીટની ફ્લાઇટ સિમ્યૂલેટર બિલ્ડરસીએઈCAE સંરક્ષણ કોન્ટ્રાક્ટર લોકહીડ માર્ટિન, કેનેડા અને સંદેશા વ્યવહાર કંપની બેલ કેનેડાનો સમાવેશ થાય છે. વિડીયો ગેમ ઉદ્યોગમાં મોટી વિડીયો ગેમ કંપનીઓ જેવી કે ઇલેક્ટ્રોનિક આર્ટ્સ અને યુબિસોફ્ટ મોન્ટ્રીયલમાં સ્ટુડીયોઝ ધરાવે છે.

સરકાર

ક્વિબેક 
ક્વિબેક શહેરમાં સંસદની વિસ્તાર

0}રાજ્યના વડા તરીકે રાણી એલિઝાબેથ દ્વિતિયનું પ્રતિનિધિત્વ લેફ્ટનન્ટ ગવર્નર કરે છે. સરકારના વડાને પ્રીમીયર કહે છે. (ફ્રેન્ચમાં પ્રીમીયર મિનિસ્ટર કહેવાય છે) તેઓ એકગૃહી રાષ્ટ્રીય સભા અથવા એસેમ્બલી નેશનેલ માં સૌથી મોટા પક્ષનું નેતૃત્વ કરે છે અને રાષ્ટ્રીય સમિતિમાંથી પ્રધાનમંડળની નિમણૂંક કરે છે.

1968 સુધી ક્વિબેકની વિધાનસભા દ્વિગૃહી હતી, જેમાં વિધાન પરીષદ અને વિધાનસભાનો સમાવેશ થાય છે. એ વર્ષે વિધાનપરીષદ નાબૂદ કરવામાં આવી હતી અને વિધાનસભાનું નામ બદલીને રાષ્ટ્રીયસભા કરવામાં આવ્યું હતું. વિધાનપરીષદ નાબૂદ કરનારો છેલ્લો પ્રાંત ક્વિબેક હતો.

ક્વિબેકની સરકાર નેશનલ ઓર્ડર ઓફ ક્વિબેકના નામે ઓળખાતા એવોર્ડ્ઝની શ્રેણી એનાયત કરે છે. તે કૈંક અંશે ફ્રેન્ચ લીજ્યન ઓફ ઑનરથી પ્રેરીત થયેલો છે. આ એવોર્ડ્ઝ ક્વિબેકમાં જન્મેલા સ્ત્રીઓ અને પુરુષોને અસાધારણ સિદ્ધિઓ બદલ આપવામાં આવે છે. જોકે, બિન-ક્વિબેકવાસીઓને પણ તે આપી શકાય છે.

વહીવટી પેટાવિભાગો

ક્વિબેકના પ્રાદેશિક, ઉપરી-સ્થાનિક અને સ્થાનિક સ્તરોએ પેટાવિભાગો પાડવામાં આવ્યા છે. મૂળનિવાસીઓની જમીનો માટે આરક્ષિત રાખવામાં આવેલા વહીવટી એકમોને બાદ કરતા પેટાવિભાગોના પ્રાથમિક પ્રકારો નીચે પ્રમાણે છે:

પ્રાદેશિક સ્તરે:

  • 17 વહીવટી પ્રદેશો.

ઉપરી-સ્થાનિક સ્તરે:

  • 86 પ્રાદેશિક કાઉન્ટી મ્યુનિસિપાલિટીઝ અથવા આરસીએમ (મ્યુનિસિપાલીતીસ રીજ્યોનેલીસ ડી કોમ્તે , એમઆરસી );
  • 2 મેટ્રોપોલિટન સમુદાયો (કમ્યુનિતીસ મેટ્રોપોલીટેઇન્સ ).

સ્થાનિક સ્તરે:

  • વિવિધ પ્રકારની 1,117 સ્થાનિક મ્યુનિસિપાલિટીઝ;
  • 11 એગ્લોમરેશન્સ (agglomérations ) આ સ્થાનિક મ્યુનિસપાલિટીઝના 42 જૂથો;
  • 8 સ્થાનિક મ્યુનિસિપાલિટીઝની અંદર 45 બરોઝ (એરોન્ડિસમેન્ટ્સ ).


રમતગમતની ટુકડીઓ

  • રાષ્ટ્રીય હોકી લીગ
    • મોન્ટ્રીયલ કેનેડીયન્સ
  • કેનેડીયન ફુટબોલ લીગ
    • મોન્ટ્રીયલ એલોઉટ્ટીસ
  • કેન-એમ લીગ
    • ક્વિબેક કેપિટેલ્સ
  • પ્રીમીયર બાસ્કેટબોલ લીગ
    • ક્વિબેક કેબ્સ
  • યુનાઇટેડ સોકર લીગ
    • મોન્ટ્રીયલ ઇમ્પેક્ટ
  • કેનેડીયન મહિલા હોકી લીગ
    • મોન્ટ્રીયલ સ્ટાર્સ
    • ક્વિબેક ફીનીક્સ

ભૂતપૂર્વ રમતગમતની ટુકડીઓ

  • રાષ્ટ્રીય હોકી લીગ
    • ક્વિબેક નોર્ડીક્સ ( ડેન્વર, કોલોરાડો ગઈ અને હવે બની કોલોરાડો અવાલન્ચે)
    • ક્વિબેક બુલડોગ્સ (હેમિલ્ટન, ઓન્ટારીયો ગઈ અને અસ્તિત્વ ટકાવી રાખવા બની હેમિલ્ટન ટાઇગર્સ)
    • મોન્ટ્રીયલ મરુન્સ (નિષ્પ્રાણ)
    • મોન્ટ્રીયલ વોન્ડરર્સ (નિષ્પ્રાણ)
  • મેજર લીગ બેઇઝબોલ
    • મોન્ટ્રીયલ એક્સપોસ (વોશિંગ્ટન, ડી.સી. ખસેડાઈ અને હવે વોશિંગ્ટન નેશનલ્સ )
  • અમેરિકી હોકી લીગ
    • ક્વિબેક સિટાડેલીસ (હેમિલ્ટન બુલડોગ્સ સાથે ભળી ગઈ)
    • ક્વિબેક એસેસ (રિચમોન્ડ, વર્જિનીયા ખસેડાઈ અને ટીમના અસ્તિત્વ માટે બની રિચમોન્ડ રોબિન્સ)
    • શેરબ્રુક કેનેડીયન્સ (ફ્રેડરિક્ટન ખસેડાઈ)
  • વર્લ્ડ લીગ ઓફ અમેરિકન ફુટબોલ
    • મોન્ટ્રીયલ મશીન (નિષ્પ્રાણ)
  • કેનેડીયન-અમેરિકન લીગ
    • ક્વિબેક બ્રેવ્સ/અલોઉટ્ટીસ/એથ્લેટિક્સ (નિષ્પ્રાણ)
    • ટ્રોઇસ-રીવીયેરીસ રોયલ્સ (નિષ્પ્રાણ)
  • આંતરરાષ્ટ્રીય હોકી લીગ
    • 0}ક્વિબેક રાફેલ્સ (નિષ્પ્રાણ)
  • કેનેડીયન સોકર લીગ (1987-1992)
    • મોન્ટ્રીયલ સુપ્રા (નિષ્પ્રાણ)
  • રાષ્ટ્રીય લેક્રોસ લીગ
    • મોન્ટ્રીયલ એક્સપ્રેસ (બંધ, ટીમના રાઇટ્સ વેચાયા, પાછળથી બની મિન્નેસોટા સ્વોર્મ)
  • રાષ્ટ્રીય લેક્રોસ લીગ (1974–1975)
    • ક્વિબેક કેરિબુસ (નિષ્પ્રાણ)
  • રાષ્ટ્રીય મહિલા હોકી લીગ
    • મોન્ટ્રીયલ એક્સીયન
    • ક્વિબેક એવાલન્ચ
  • ઉત્તર અમેરિકી સોકર લીગ (1968-1984)
    • મોન્ટ્રીયલ મેનિક (નિષ્પ્રાણ)

પ્રતીકો

ક્વિબેક 
ક્વિબેક શહેર નજીક લાંગરતા જહાજની આગેવાની લેતા ફ્લુરડેલિસ

કોટ ઓફ આર્મ્સ

1939માં ક્વિબેકની સરકારે ક્વિબેકના રાજકીય ઇતિહાસનું પ્રતિબિંબ પાડવા તેના કોટ ઓફ આર્મ્સમાં એકતરફી સુધારો કર્યો : ફ્રેન્ચ શાસન (વાદળી પૃષ્ઠભૂમિ પર સોનાનું લિલી), બ્રિટિશ શાસન (લાલ પૃષ્ઠભૂમિ પર સિંહ) અને કેનેડીયન શાસન (મેપલ પર્ણ) અને નીચે ક્વિબેકનું સૂત્ર "જે મે સુવીયેન્સ".

સૂત્ર

જે મે સુવીયેન્સ ("હું યાદ રાખું છું") 1883માં પ્રથમવાર ક્વિબેકની સંસદ ઇમારતના અગ્રભાગે કોટ ઓફ આર્મ્સ હેઠળ કોતરવામાં આવ્યું. તે કોટ ઓફ આર્મ્સનો સત્તાવાર હિસ્સો છે અને છેક 1978થી તે "લા બેલ્લે પ્રોવિન્સ " (સુંદર પ્રાંત)ના બદલે સત્તાવાર લાયસન્સ પ્લેટ સૂત્ર છે. હજુ પણ મોટેભાગે પ્રવાસનમાં પ્રાંતના હુલામણા નામ તરીકે લા બેલ્લે પ્રોવિન્સ નો ઉપયોગ થાય છે.

ધ્વજ

ફ્રેન્ચ રાજાશાહીનું પ્રાચીન પ્રતીક ફ્લુર-ડી-લુસ ગેસ્પેસીના દરિયાકાંઠે 1534માં જેક્સ કાર્તીયર સાથે તેની પ્રથમ યાત્રામાં આવ્યું હતું. 1900માં છેવટે ક્વિબેકે તેનો પોતાનો વિશિષ્ટ રીતે તૈયાર કરેલો ધ્વજ મેળવ્યો. 1903 સુધીમાં હાલના ધ્વજનો પુરોગામી ધ્વજ તૈયાર થયો, જે "ફ્લુર્ડેલીસ "ના નામે ઓળખાયો. વાદળી પૃષ્ઠભૂમિ પર એક સફેદ ક્રોસ સાથે ચાર સફેદ"ફ્લુર-ડી-લિસ" લિલી ધરાવતા હાલના ધ્વજે 1948ની 21મી જાન્યુઆરીએ ક્વિબેકની સંસદ ઇમારત પર યુનિયન જેકનું સ્થાન લીધું.

અન્ય સત્તાવાર પ્રતીકો

  • આઇરિસ વર્સિકલર ક્વિબેકનું પુષ્પીય પ્રતીક છે.
ક્વિબેક 
ધી હાર્ફન્સ ડેસ નેજીસ, (બરફીલું ઘુવડ), ક્વિબેકનું રાષ્ટ્રીય પ્રાણી
  • 1987થી ક્વિબેકનું હવાઈ પ્રતીક બરફીલુ ઘુવડ રહ્યું છે.
  • સત્તાવાર વૃક્ષ યલો બર્ચ (બુલુ જાઉન , મર્સીયર ) ક્વિબેક દ્વારા જંગલોને અપાયેલા મહત્વનું પ્રતીકાત્મક સૂચન કરે છે. આ વૃક્ષ તેના વિવિધ ઉપયોગો અને વેપારી મૂલ્ય માટે તેમ જ પાનખરના રંગો માટે જાણીતું છે.

1998માં મોન્ટ્રીયલ ઇન્સેક્ટોરીયમે સત્તાવાર કીટ પસંદ કરવા એક મોજણી પ્રાયોજિત કરી હતી. સફેદ એડમિરલ બટરફ્લાય (લિમેનિટિસ આર્થેમિસ )ને 230 660 મતોના 32 % મળ્યા હતા. સ્પર્ધામાં ટપકાવાળું લેડી બીટલ (કોલીયોમેજિલા મેક્યુલેટા લેન્ગિ ) એબોની જ્વેલવિંગ ડેમ્સફ્લાય (કેલોપ્ટેરિક્સ મેક્યુલેટા ), બંબલ બીની એક પ્રજાતિ (બોમ્બસ ઇમ્પેશન્સ ) અને છ ટપકાંવાળું ટાઇગર બીટલ (સિસિન્ડેલા સેક્સગુટ્ટાટા સેક્સગુટ્ટાટા ) હતા.

ફેટ નેશનેલ

1977માં ક્વિબેકની સંસંદે 24મી જૂનને ક્વિબેકની રાષ્ટ્રીય રજા જાહેર કરી. ઐતિહાસિક રીતે 24મી જૂન ફ્રેન્ચ કેનેડાના પેટ્રન સંત સેન્ટ જહોન, ધી બેપ્ટિસ્ટSના માનમાં પળાતી રજા છે અને તેથી તેને લા સેન્ટ-જ્યાં-બેપિસ્ટે (મોટેભાગે ટૂંકમાં લા સેન્ટ-જ્યાં ) તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મોટેભાગે ગિલીસ વિગ્નોલ્ટનું ગીત "ગેન્સ ડુ પેઝ" ગાવામાં આવે છે અને તેને સામાન્યપણે ક્વિબેકનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત ગણવામાં આવે છે.

નોંધો

સંદર્ભો

  • આર્મની, વિક્ટર (2007). લા ક્વિબેક એક્સપ્લિક ઇમ્મીગ્રન્ટ્સ મોન્ટ્રીયલ, વીએલબી એડિટ્યૂર, 208 પાના, ISBN 978-2-89005-985-6.
  • લેકોર્સીયર, જેક્સ, જ્યાં પ્રોવેન્ચેર એટ ડેનિસ વાઉજ્યોસ (2000). કેનેડા-ક્વિબેક 15૩4–2000. સિલ્લેરી, સેપ્ટેન્ટ્રીયોન. 591 પાના, (ISBN 2-89448-156-X)
  • જેક્સ લેકોર્સીયર, હિસ્તોઇરી ડુ ક્વિબેક, દેસ ઓરિજિનેસ અ નોસ જુર્સ, એડિશન નુવુ મોન્ડે, 2005, ISBN 2-847૩6-11૩-8
  • લિન્ટો, પાઉલ-એન્ડ્રે (1989). હિસ્તોઇરી ડુ ક્વિબેક કન્તેમ્પોરેઇન – વોલ્યુમ 1; ડે લા કોન્ફડરેશન અ લા ક્રાઇસ, (1867–1929), હિસ્તોઇરી, કોલ. «બોરીયલ કોમ્પેક્ટ» n° 14, 758 પાના, (ISBN 2-89052-297-8)
  • લિન્ટો, પાઉલ-એન્ડ્રે (1989). હિસ્તોઇરી ડુ ક્વિબેક કન્તેમ્પોરેઇન – વોલ્યુમ 2; લા ક્વિબેક ડેપુઇસ 1930, હિસ્તોઇરી, કોલ. « બોરીયલ કોમ્પેક્ટ » n° 15, 834 પાના, (ISBN 2-89052-298-5)
  • કેબેક ઇન્સ્ટિટુટ ડી લા સ્ટેટિસ્ટિક ડુ કેબેક (2007). લા કેબેક શિફ્રેસ એન મેઇન, એડિશન 2007[pdf]. 56 પાના, (ISBN 2-550-49444-7)
  • વેન્ને, મિચેલ (dir.) |2006 લાન્નુએઇરી ડુ કેબેક 2007. મોન્ટ્રીયસ, ફિડેસ. 455 પાના, (ISBN 2-7621-2746-7)

બાહ્ય લિંક્સ

ક્વિબેક 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
    ઇતિહાસ


Tags:

ક્વિબેક વ્યૂત્પત્તિશાસ્ત્ર અને સરહદોના ફેરફારક્વિબેક ભૂગોળક્વિબેક ઇતિહાસક્વિબેક સમાજના બૂનિયાદી મૂલ્યોક્વિબેક વસ્તી-વિષયક માહિતીક્વિબેક અર્થતંત્રક્વિબેક સરકારક્વિબેક રમતગમતની ટુકડીઓક્વિબેક પ્રતીકોક્વિબેક નોંધોક્વિબેક સંદર્ભોક્વિબેક બાહ્ય લિંક્સક્વિબેક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગંગા નદીવિનોબા ભાવેગલગોટાઇ-કોમર્સઆફ્રિકાના રાષ્ટ્રોની યાદીઝવેરચંદ મેઘાણીમહાવીર સ્વામીકોળીબીજું વિશ્વ યુદ્ધC (પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાતીનારાયણ સ્વામી (ભજનીક)એ (A)અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારઅવતરણ ચિહ્નભારતનો ઇતિહાસપાકિસ્તાનશિવાજી જયંતિપાંડુરંગ શાસ્ત્રી આઠવલેસંઘર્ષગુજરાતની ભૂગોળભાષાતિલોત્તમા (અપ્સરા)ભારતનું સર્વોચ્ચ ન્યાયાલયમધુ રાયઅમરેલી જિલ્લોમહુડોજોગીદાસ ખુમાણઇસુબનાસકાંઠા લોક સભા મતવિસ્તારપુરાણપ્લૂટોપ્લાસીની લડાઈદસ્ક્રોઇ તાલુકોજાડેજા વંશભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોબહુચર માતાઇઝરાયલરમેશ પારેખગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)જહાજ વૈતરણા (વીજળી)શિક્ષણનું સમાજશાસ્ત્રચિનુ મોદીકાદુ મકરાણીરામમહારાણા પ્રતાપચરક સંહિતાગરુડ પુરાણબારોટ (જ્ઞાતિ)ધીરુબેન પટેલકબજિયાતખાવાનો સોડામિકી માઉસતીર્થંકરઉપેન્દ્ર ત્રિવેદીચંદ્રયાન-૩દુર્યોધનHIV/AIDS વિશે ગેરમાન્યતાઓપન્નાલાલ પટેલબૌદ્ધિક સંપદા અધિકારકળિયુગકર્મ યોગકેરળમટકું (જુગાર)ગણિતગુજરાત યુનિવર્સિટીઅમૃતલાલ વેગડગુપ્ત સામ્રાજ્યદિવાળીપટેલક્રોહનનો રોગસ્વતંત્રતા દિવસ (ભારત)સીદીસૈયદની જાળીપ્રેમાનંદઈશ્વર પેટલીકરઆઝાદ હિંદ ફોજનવસારી લોક સભા મતવિસ્તાર🡆 More