કેલિકો વસ્ત્ર સંગ્રહાલય

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય અથવા કેલિકો ટેક્સટાઇલ્સ મ્યુઝિયમ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે.

આ સંગ્રહાલયનું સંચાલન સરાભાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય
સ્થાપના1949 (1949)
સ્થાનસારાભાઈ ફાઉન્ડેશન, અન્ડરબ્રિજની સામે, શાહીબાગ, અમદાવાદ
અક્ષાંશ-રેખાંશ 72°35′32″E / 23.05333°N 72.59222°E / 23.05333; 72.59222
પ્રકારઐતિહાસિક સંગ્રહાલય, વસ્ત્ર સંગ્રહાલય
માલિકસારાભાઈ ફાઉન્ડેશન
વેબસાઇટcalicomuseum.org

ઇતિહાસ

ઉદ્યોગપતિ ગૌતમ સારાભાઇ અને તેની બહેન ગીરા સારાભાઇ દ્વારા આ સંગ્રહાલયની સ્થાપના ૧૯૪૯માં કરવામાં આવી હતી. તે સમયે અમદાવાદ એક સમૃદ્ધ કાપડ ઉદ્યોગ કેન્દ્ર હતું. આ સંગ્રહાલય અમદાવાદ કાપડ ઉદ્યોગ ક્ષેત્રના હાર્દ વિસ્તારની કેલિકો મિલ્સ ખાતે રાખવામાં આવ્યું હતું. પરંતુ સંગ્રહાલયનો સંગ્રહ વધવાને કારણે સંગ્રહાલય ૧૯૮૩માં તેને શાહીબાગમાં આવેલા સારાભાઈ હાઉસમાં ખસેડવામાં આવ્યું હતું.

કેલિકો મ્યુઝિયમની વાર્તા

ગૌતમ સારાભાઈને આ સંગ્રહલયની પ્રેરણા આનંદ કુમરસસ્વામીએ આપી હતી. ઈ.સ. ૧૯૪૦ના દાયકામાં ગૌતમ સારાભાઈ સાથેની વાતચીતમાં તેમણે આ ઉપમહાદ્વીપના કાપડ ઉદ્યોગ કેન્દ્ર એવા અમદાવાદ શહેરમાં ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું. આ સૂચન પર ૧૯૪૯માં કેલિકો ઉદ્યોગ ગૃહના સારાભાઈ, તેમની બહેન ગિરા સારાભાઈએ આ સૂચન કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સની સ્થાપના કરી હતી. આ સંગ્રહાલય ભારતમાં ભારતીય હસ્તકલા અને ઔદ્યોગિક કાપડના ઐતિહાસિક અને તકનીકી અભ્યાસની વિશેષ્તા ધરાવે છે.

પચાસના દયકાના પ્રારંભિક સમય સુધી મ્યુઝિયમે હસ્તકલા કાપડના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને ઔદ્યોગિક કાપડ તરફ ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું. તેના અસ્તિત્વના બીજા દાયકામાં મ્યુઝિયમે પ્રકાશનનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ બે શ્રેણીઓ પર કામ શરૂ થયું. એકમાં જેમ વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમના ભારતીય વિભાગના રક્ષક - જોન ઇર્વિને હિસ્ટોરીકલ ટેક્સટાઈલ્સ ઓફ ઇન્ડિયા વિષય પર કાર્ય કર્યું, જ્યારે બીજી શ્રેણીમાં મ્યુઝિયમ ફ્યુ વોલ્કેકુન્ડે અંડ સ્વેઇઝરિસેચ મ્યુઝિયમ ફર વોલ્સ્કકુન્ડે, બાસેલ, ના પીર્વ ડાયરેક્ટર ડૉ. આલ્ફ્રેડ બુહલરે ભારતની સમકાલીન ટેક્સટાઇલ ક્રાફ્ટ સર્વે પર કાર્ય કર્યું.

ઈ.સ. ૧૯૪૯માં આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરતા, જવાહરલાલ નેહરુએ જણાવ્યું હતું કે, "માનવ સંસ્કૃતિના શરૂઆત કાપડના નિર્માણ સાથે જોડાયેલી છે, અને આને અગ્રણી રૂપક તરીકે લઈ તેનો સારો ઇતિહાસ લખી શકાય" અને ખરેખર, કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સટાઈલ્સે આ સંક્ષિપ્ત અવતરણ ઈ.સ. ૧૯૭૧ સુધી પરિપૂર્ણ કર્યું. શ્રેષ્ઠ પ્રકારના કાપડ નમૂનાનો સંગ્રહ અને પ્રકાશન વિભાગ દ્વારા કરવામાં આવતા અમૂલ્ય સંશોધનને જોઈને હાઉસ ઑફ કેલિકોએ નક્કી કર્યું કે આ સંગ્રહાલય એક સ્વતંત્ર સંસ્થા હોવી જોઈએ.

મ્યુઝિયમના પ્રકાશનોએ હવે બે વિભિન્ન દિશાઓ લીધી છે, જે ભવિષ્યની પ્રવૃત્તિના આગમનનો સંકેત આપે છે. એક ધારામાં કાપડના ઐતિહાસિક અભ્યાસો ચાલુ રહ્યા છે અને તે સંબંધિત પ્રકાશનોની સંખ્યા સતત વધી રહ્યાં છે, અને બીજી ધારામાં શાળ (લુમ્સ), રંગરોગાન (ડાઇંગ), છપાઈ (પ્રિન્ટીંગ) તકનીકો વગેરે જેવી વસ્ત્ર પ્રક્રિયાઓની તકનીકી અને વૈજ્ઞાનિક પરીક્ષણો સાથે જોડાયેલા અભ્યાસોનું સંશોધન અને પ્રકાશન થયું છે.

કાપડ સંગ્રહ

અહીંના પ્રદર્શનમાં ૧૫ મીથી ૧૯ મી સદીના મોગલ અને પ્રાંતીય શાસકો દ્વારા ઉપયોગમાં લેવાતા દરબારી કાપડનો સમાવેશ થાય છે. તે સિવાય ૧૯ મી સદીના પ્રાદેશિક ભરતકામ, બાંધણી અને ધાર્મિક કાપડ પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. અહીંના પ્રદર્શન ખંડોમાં ધાર્મિક કલા અને શિલ્પો, મંદિરમાં લટકાવાતા કલાત્મક પર્દા, લઘુચિત્રો, દક્ષિણ ભારતીય કાંસ્યકળા, જૈન કળા અને શિલ્પ, અને રાચરચિલા તથા હસ્તકલા પણ શામિલ છે. અહીં કાપડ વણાટની તકનીકો દર્શાવતો પ્રદર્શન ખંડ અને પુસ્તકાલય પણ છે. અમદાવાદમાં આવેલી પ્રતિષ્ઠિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇનના ટેક્સટાઈલ ડિઝાઇનિંગ નો અભ્યાસક્રમને નક્કી કરવામાં આ સંગ્રહાલયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પ્રદર્શન પરની વસ્તુઓને મ્યુઝિયમ અધિકારીઓ દ્વારા સારી રીતે સુરક્ષિત રીતે સચવાઈ છે. મ્યુઝિયમ સંકુલની આસપાસના વૃક્ષો રોપી આ સંગ્રહાલયના વસ્ત્રોને ધૂળ, વાયુ પ્રદૂષણ અને પમાનમાં વધઘટથી થતા નુકશાનથી સુરક્ષિત કરાયા છે. સંગ્રહાલયની અંદરની સાપેક્ષ ભેજ પણ નિયંત્રિત રાખવામાં આવે છે અને કાપડને લાંબો સમય ટકાવી રાખવા મુલાકાતના કલાકો વચ્ચે પ્રકાશ ઘટાડવામાં આવે છે.

સંદર્ભ

ગ્રંથસૂચિ

  • જ્હોન ઇરવીન, પીઆર શ્વાર્ટઝ, સ્ટડીઝ ઈન ઇન્ડો-યુરોપિયન ટેક્સટાઈલ હિસ્ટ્રી, કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ, અમદાવાદ, 1966, 124 પૃ.

બાહ્ય કડીઓ

Tags:

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય ઇતિહાસકેલિકો વસ્ત્ર સંગ્રહાલય કેલિકો મ્યુઝિયમની વાર્તાકેલિકો વસ્ત્ર સંગ્રહાલય કાપડ સંગ્રહકેલિકો વસ્ત્ર સંગ્રહાલય સંદર્ભકેલિકો વસ્ત્ર સંગ્રહાલય ગ્રંથસૂચિકેલિકો વસ્ત્ર સંગ્રહાલય બાહ્ય કડીઓકેલિકો વસ્ત્ર સંગ્રહાલયઅમદાવાદગુજરાતભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીરામચરિતમાનસરાજસ્થાનીશાસ્ત્રીજી મહારાજઅંબાજીભારતચરક સંહિતાઅરવિંદ ઘોષજુનાગઢવિધાન સભાસંત કબીરવશકોણાર્ક સૂર્ય મંદિરલાલ બહાદુર શાસ્ત્રીલોકશાહીનરસિંહગુજરાતી લિપિરાણી લક્ષ્મીબાઈઅવકાશ સંશોધનકુપોષણલતા મંગેશકરવીર્યલોકમાન્ય ટિળકગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોભારતીય દંડ સંહિતાકલમ ૩૭૦ગોળ ગધેડાનો મેળોવૃષભ રાશીમહેસાણા જિલ્લોવિક્રમ ઠાકોરમાર્ચ ૨૮વિશ્વ પર્યાવરણ દિવસહલ્દી ઘાટીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયસુશ્રુતકર્ક રાશીમોરારીબાપુસાવિત્રીબાઈ ફુલેહર્ષ સંઘવીગરમાળો (વૃક્ષ)સુએઝ નહેરસચિન તેંડુલકરલજ્જા ગોસ્વામીભીષ્મક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯યુટ્યુબચંદ્રગૂગલ ક્રોમમુંબઈભરૂચસોલંકી વંશમગજબેંક ઓફ બરોડાગુજરાતી ફિલ્મોની યાદીગાંઠિયો વાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧હાઈકુભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસશ્રીનિવાસ રામાનુજનસત્યના પ્રયોગો અથવા આત્મકથાભારતનું બંધારણકમ્પ્યુટર હાર્ડવેરદયારામહળવદતુલસીઝવેરચંદ મેઘાણીપાણીઅશ્વત્થદિપડોશ્રીમદ્ ભાગવતમ્ટ્વિટરહિંમતલાલ દવેવાયુનું પ્રદૂષણદાર્જિલિંગશાહબુદ્દીન રાઠોડપ્રાચીન ઇજિપ્ત🡆 More