હવા મહેલ: મહેલ

હવા મહેલ (હિંદી: हवा महल, અર્થ: હવાદાર મહેલ કે “પવનનો મહેલ”), એ જયપુર શહેર, કે જે પશ્ચિમ ભારતમાં આવેલા રાજસ્થાન રાજ્યનું પાટનગર છે, તેમાં આવેલો એક મહેલ છે.

મહારાજા સવાઈ પ્રતાપસિંહે ઇ. સ. ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો હતો અને તેનો આકાર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના મુગટજેવો બનાવવામાં આવ્યો હતો. આ પાંચ માળ ઊંચા મહેલનો બાહ્ય દેખાવ મધપૂડાની રચનાને પણ મળતો આવે છે. તેમાં ઝરૂખા તરીકે ઓળખાતી ૯૫૩ બારીઓ છે, જે સુંદર નક્શીદાર જાળીથી સુશોભિત છે. મહેલની રાણીઓ જે પડદા પ્રથા પાળતી તેઓ કોઈને દેખાયા વગર શહેર અને ગલીઓનું રોજિંદુ જીવન જોઈ શકે એ આ જાળીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.

હવા મહેલ
હવા મહેલ: ઇતિહાસ, વાસ્તુશૈલી, પ્રવાસી માહિતી
હવા મહેલનો આગળનો ભાગ
હવા મહેલ is located in રાજસ્થાન
હવા મહેલ
રાજસ્થાનમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીરાજપૂત શૈલીની વાસ્તુકળા
દેશભારત
અક્ષાંશ-રેખાંશ26°55′26″N 75°49′36″E / 26.9239°N 75.8267°E / 26.9239; 75.8267
પૂર્ણ૧૭૯૯
તકનિકી માહિતી
બાંધકામ પદ્ધતિલાલ અને ગુલાબી રેતીયા પથ્થર
રચના અને બાંધકામ
મુખ્ય કોન્ટ્રાક્ટરમહારાજા પ્રતાપ સિંહ

લાલ અને ગુલાબી રેતીયા પથ્થરનો બનેલો આ મહેલ જયપુર શહેરના હાર્દમાં આવેલ વાણિજ્યિક ક્ષેત્રમાં છે. આ જયપુર સીટી પેલેસનો એક ભાગ છે, તે જનાના (રાણીવાસ) સુધી વિસ્તરેલો છે. વહેલી સવારના પહોરમાં સૂર્યના સોનેરી પ્રકાશમાં તે સુંદર દેખાય છે.

ઇતિહાસ

હવા મહેલ: ઇતિહાસ, વાસ્તુશૈલી, પ્રવાસી માહિતી 
૧૮૭૫માં હવા મહેલ

રાજસ્થાનના કચવાહા વંશ ના આમેરના મહારાજા સવાઈ જય સિંહ, આ મહેલના મૂળ કલ્પના કર્તા હતાં જેમણે ઇ. સ. ૧૭૨૭માં જયપુર શહેર વસાવ્યું. જોકે તેમના પૌત્ર સવાઈ પ્રતાપ સિંહ, સવાઈ માધવસિંહનો પુત્ર, એ મહેલના ના વિસ્તરણમાં ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો. પ્રતાપ સિંહ હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતાં, આથી તેમણે તેમને સમર્પણ કરતાં મહેલનો અકાર શ્રી કૃષ્ણના મુગટ જેવો બનાવડાવ્યો. જો કે આ વાતનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી, પણ કહેવાય છે કે રાજ પરિવારની મહિલાઓ જેમને પડદા પ્રથામાં રખાતી તેઓ શહેરની ગલીઓનું રોજિંદુ જીવન, સરઘસ, તહેવાર આદિની રોનક ઈત્યાદિ જોઈ શકે તે હેતુથી આના ઝરૂખાની પથ્થરની નક્શીદાર જાળીઓ બેસાડવામાં આવી હતી. હવા મહેલે તે પડદા પ્રથાનું કાર્ય અનોખી અદાથી કર્યું. તેની જાહોજલલી અને આરામ તેપણ પડદા પાછળથી.

જયપુરનો રાજ પરિવાર આ મહેલને તેમના ઉનાળુ નિવાસ તરીકે પણ વાપરતો કેમકે તેની જાળીદાર રચના ઉનાળામાં જરુરી ઠંડક પુરી પાડતી.

વાસ્તુશૈલી

હવા મહેલ: ઇતિહાસ, વાસ્તુશૈલી, પ્રવાસી માહિતી 
ઉપલા બે માળ, હવા મહેલ, જયપુર

આ મહેલ પાંચ માળાનું પિરામિડ આકારનું સ્મારક છે જે તેના જમીનથી ૫૦ ફૂટ ઊંચું છે. મહેલના ઉપરના ત્રણ માળની પહોળાઈ એક ખંડના માપ જેટલી છે જ્યારે પહેલાં અને બીજા માળની પાછળના ભાગમાં આંગણાં જેવી આગાશી છે. શેરીમાંથી જોતાં મહેલનો દેખાવ કાણાંવાળા મધપૂડા જેવો લાગે છે અને તેના ઝરૂખા મધપૂડાની ઝીણી પેટીઓ જેવા લાગે છે. તેના દરેક ખાંચામાં નાનકી બારીઓ છે જેમાં પથ્થરમાંથી કોતરેલી ઝાળી, છત્ર અને ઘુમ્મટ વિગેરે બેસાડેલ છે. આ એક મહેલ અર્ધ અષ્ટકોણાકાર ઝરૂખાઓનું ઝુમખું છે જે તેને અનોખું રૂપ આપે છે. મહેલની અંદરની તરફ જરુરિયાત પ્રમાણે થાંભલા અને ગલિયારા ગોઠવી ખંડ બનાવાયા છે જેમાં અત્યંત અલ્પ સુશોભન છે અને અહીંથી મહેલમાં સૌથી ઉપર જઈ શકાય છે. મહેલના અંતરંગ વિષે કહેવાય છે કે “વિવિધ રંગોના આરસપહાણના ખંડો છે જેમને આંતરિક ફલકોની નક્શી મીનાકારી આદિથી સજાવાયું છેૢ અને કેંદ્રીય ફુવારો આંગણાની સુંદરતા વધારે છે”.

હવા મહેલ: ઇતિહાસ, વાસ્તુશૈલી, પ્રવાસી માહિતી 
હવા મહેલ-ભીંત

લાલ ચંદ ઉસ્તા જેમણે જયપુર શહેરનું આયોજન કર્યું હતું તે આ મહેલના વાસ્તુવિદ હતાં, તે સમયે આ શહેર ભારતનું સૌથી સુંદર નિયોજિત શહેર ગણાતું. શહેરના અન્ય સ્મરકોની સાથે સુસંગતતા જાળવી રાખવા આને લાલ અને ગુલાબી રેતાળ પથ્થરથી બનાવવામાં આવ્યું હતું, આ મહેલ આ શહેરને ગુલાબી શહેર બનાવવમાં મદદ કરે છે. આના સન્મુખ ભાગે ૯૫૩ ઝીણવટતાથી કોતરેલા ઝરુખા છે (અમુક લાકડાના બનેલા છે) આ બાહરનો વૈભવી દેખાવ અંદરના સાવ સામાન્ય માળખાથી એકદમ વિપરીત છે. આની સાંસ્કૃતિક અને સ્થાપત્ય ધરોહર હિંદુ અને ઇસ્લામિક મોગલ શૈલીના સમંવયનું ઉદાહરણ છે; ઝરૂખાની ઉપર ઘુમ્મ્ટ ખાંચો પાડેલા સ્તંભો, કમળ અને ફૂલોની ભાત રજપૂત શૈલી દર્શાવે છે. પથ્થર પરની તારક્શી અને મીના કારી અને કમાન મોગલ શૈલી બતાવે છે ( ફતેહ પુર શૈલીના આની સમાન પંચ મહલથી જુદી પડતી).

હવા મહેલમાં સીટી પેલેસ તરફથી પ્રવેશવા માટે એક મોટા શાહી દરવાજામાંથી પસાર થવું પડે છે. આ દરવાજો એક મોટા આંગણાં માં ખૂલે છે, જેની ત્રણ તરફ બે માળની ઈમારત આવેલ છે, અને પૂર્વ તરફ હવા મહેલ આવેલો છે. આના આંગઁઆંમાં એક સ્થાપત્ય સંગ્રહાલય પણ આવેલું છે.

હવા મહેલ મહારાજા જય સિંહના શે દુર્વે (મહત્વ પૂર્ણ શીલ્પ) તરીકે પણ ઓળખાય છે કેમકે આ તેના લાલિત્ય અને આંતરિક ઉંદરતાને કારણે તેમનું માનીતું હતું. આના ઝરુખાની જાળીઓમાંથી વહેતો પવન આંગણાં માંના ફુવારાઓને કારણે ખંડોને વધુ ઠંડક આપે છે.

આ મહેલની છત પરથી દેખાતું દ્રશ્ય અત્યંત આકર્ષક છે. પૂર્વે આવેલી સેરેદેઓરી બજાર પેરિસની ગલીઓ જેવી લાગે છે.પશ્ચિમથી ઉત્તર તરફ લીલી ખીણ અને આમેરનો કિલ્લો દેખાય છે. પૂર્વનએ દક્ષીણ તરફ થરનું રણની “અનંત રેખા ઊંચાનીચી વરાળ” દેખાય છે. એક ભૂતકાળની શુષ્ક અને વેરાન ભૂમિ, ભૂપૃષ્ઠમાં થતો આ ફેરફાર, જયપુરના મહારાજાના સંગઠિત પ્રયાસોને આભારી છે. આ મહેલને વર્સેલ્સ નો ભાઈબંધ પણ કહે છે. આ સ્મારકની અગાશી પરથી જંતર મંતર અને સીટી પેલેસ પણ જોઈ શકાય છે.

મહેલના સૌથી ઉપરના બે માળ પર માત્ર ઢાળ દ્વારા જ જઈ શકાય છે. આ મહેલનો રખરખાવ રાજસ્થાન સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

જિર્ણોદ્ધાર અને પુનઃનવીનીકરણ

૫૦ વર્ષના લાંબા અંતરાલ પછી ઇ.સ. ૨૦૦૫માં રૂ. ૪૫ લાખના ખર્ચે આ મહેલનો જીર્ણોદ્ધારા અને નવીની કરણનું કર્ય હાથ ધરવામાં આવ્યું. જયપુરની ઐતિહાસિક સ્થાપત્ય ધરોહરના સંકર્ધન માટે નિગમ ક્ષેત્ર પણ આગળ આવી રહ્યું છે. ધ યુનિટ ટ્રસ્ટ ઓફ ઈંડિયાએ હવા મહેલના રખરખાવની જવાબદારી સંભાળી છે.

પ્રવાસી માહિતી

આ મહેલ, જેને “કાલ્પનીક વાસ્તુકળાનો નમૂનો” કહે છે, તે જયપુર શહેરની ઉત્તરમાં આવેલાં બડી ચૌપાડ નામના એક મુખ્ય નાકા પર આવેલ છે. દેશના અન્ય સ્થળોથી જયપુર સડક, રેલ અને હવાઈ માર્ગે જોડાયેલું છે. જયપુર રેલ્વે સ્ટેશન ભારતીય રેલ્વેની બ્રોડગેજ લાઇન પર આવેલ એક કેંદ્રીય મહત્ત્વપૂર્ણ સ્થાનક છે. શહેર રાસ્ટ્રીય ધોરી માર્ગ અને શહેરથી ૩ કિમી દૂર સંગનેર ખાતેના એક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દ્વારા જોડાયેલ છે

હવા મહેલનો પ્રવેશ સામેથી નહી પણ બાજુના રસ્તાની અંતમાંથી છે. હવા મહેલની સામે જોતા ઉભા હોવ તો તમારે જમણે વળવું અને ફરી પહેલા જમણાં વળાંકે વળી જવું,આમ કરતાં તમે એક કામાન દ્વાર તરફ પહોંચશો અને પછી આ મહેલના પાછળના ભાગ તરફ.

છબીઓ

સંદર્ભ

  • Tillotson, G.H.R (1987). The Rajput Palaces - The Development of an Architectural Style (Hardback) (First આવૃત્તિ). New Haven and London: Yale University Press. ISBN 0-300-03738-4.

Tags:

હવા મહેલ ઇતિહાસહવા મહેલ વાસ્તુશૈલીહવા મહેલ પ્રવાસી માહિતીહવા મહેલ છબીઓહવા મહેલ સંદર્ભહવા મહેલકૃષ્ણજયપુરભારતરાજસ્થાનહિંદી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બજરંગદાસબાપાઆંગળિયાતરચેલ વેઇઝભોળાદ (તા. ધોળકા)અમૃતલાલ વેગડયુનાઇટેડ કિંગડમસોલંકી વંશકચ્છ જિલ્લોનરસિંહ મહેતાતાપમાનમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭મુઘલ સામ્રાજ્યસિવિલ હોસ્પિટલ, અમદાવાદપ્રધાન મંત્રી જન ધન યોજના૧૮૫૭ની ભારતીય ક્રાંતિમનોવિજ્ઞાનભૂમિતિમોબાઇલ ફોનઉમાશંકર જોશીસાબરમતી નદીધીરૂભાઈ અંબાણીપાટણવડોદરાકે. કા. શાસ્ત્રીચેસદેવચકલીભારતીય દંડ સંહિતાવિશ્વકર્માભૌતિકશાસ્ત્રઆસનલીડ્ઝયુરોપભારતમાં આવક વેરોપારસીઅશ્વત્થનેપાળબ્રાઝિલજીમેઇલસ્વામી વિવેકાનંદકલકલિયોગુજરાતના રાજ્યપાલોસંયુક્ત આરબ અમીરાતવિજ્ઞાનબિનજોડાણવાદી ચળવળગુજરાતના લોકસભા મતવિસ્તારોસુનીતા વિલિયમ્સપ્રહલાદરબારીબોટાદ જિલ્લોરાજા રામમોહનરાયHTMLરામનારાયણ પાઠકદિપડોગુજરાત વડી અદાલતરઘુવીર ચૌધરીકુંવારપાઠુંગ્રહકબૂતરલગ્નસાળંગપુરપ્રાથમિક શાળાઅડાલજની વાવક્ષય રોગકવચ (વનસ્પતિ)પાવાગઢસી. વી. રામનશ્રીલંકાHIV/AIDS વિશે ગેરમાન્યતાઓવિદુરચુનીલાલ મડિયાભારતના ચારધામશિવમુનમુન દત્તાગોખરુ (વનસ્પતિ)મેડમ કામાઇન્સ્ટાગ્રામપ્રત્યાયનમહાત્મા ગાંધી🡆 More