હરિકૃષ્ણ પાઠક: ગુજરાતી કવિ

હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક (૫ ઓગસ્ટ ૧૯૩૮) ગુજરાતી ભાષાના કવિ, ટૂંકી વાર્તા લેખક, સંપાદક અને બાળ વાર્તા લેખક છે.

હરિકૃષ્ણ પાઠક
હરિકૃષ્ણ પાઠક, જાન્યુઆરી ૨૦૧૮
હરિકૃષ્ણ પાઠક, જાન્યુઆરી ૨૦૧૮
જન્મહરિકૃષ્ણ રામચંદ્ર પાઠક
(1938-08-05) 5 August 1938 (ઉંમર 85)
બોટાદ, ગુજરાત, ભારત
વ્યવસાયકવિ, લેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એસસી.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
નોંધપાત્ર સર્જનો
  • સૂરજ કદાચ ઊગે (૧૯૭૪)
  • અડવા પચીસી (૧૯૮૪)
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણચંદ્રક (૧૯૬૭)
જીવનસાથી
ચંદ્રિકા (લ. 1961)
સહીહરિકૃષ્ણ પાઠક: જીવન, સર્જન, પુરસ્કારો

જીવન

હરિકૃષ્ણ પાઠક: જીવન, સર્જન, પુરસ્કારો 
હરિકૃષ્ણ પાઠક, તેમના ઘરે, ગાંધીનગર, જાન્યુઆરી ૨૦૧૮

તેમનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ મોંઘીબેન અને રામચંદ્રભાઇને ત્યાં થયો હતો. તેમનું જન્મસ્થળ બોટાદ અને તેમનું વતન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું ભોળાદ ગામ છે. ૧૯૫૬માં મૅટ્રિક કર્યા પછી તેમણે ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળવી. ૧૯૬૧-૬૨માં સોનગઢમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૬૩થી તેઓ ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ અને પછીથી વિભાગીય અધિકારી અને પછી મદદનીશ સચિવના પદથી નિવૃત્ત થયા હતા. તેમણે મિજલસ અને બૃહસ્પતિ સભા જેવા સાહિત્યિક વર્તુળોનું સંચાલન કર્યું હતું. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ પણ રહ્યા હતા. તેઓ ચિત્રકાર, રેખાચિત્રકાર તેમજ ગાયક પણ છે.

સર્જન

તેમનું પ્રથમ સર્જન નાટકનો તખ્તો ચાંદની માં પ્રગટ થયું હતું, જ્યારે તેમની પ્રથમ કવિતા કુમારમાં પ્રગટ થઇ હતી.સૂરજ કદાચ ઊગે (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણો જોવા મળે છે. ગ્રામજીવન અને તેમાં રહેલી નૈસર્ગિકતા નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખોવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યક્ત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતોના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. અડવા પચીસી (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. મોરબંગલો (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે. નગર વસે છે (૧૯૭૮) એ બૃહસ્પતિ સભાના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું એમણે આપેલું સંપાદન છે.

તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં પણ યોગદાન આપ્યું છે. કોઈનું કંઈ ખોવાય છે (૧૯૮૧) એ એમનો શિશુકાવ્યોનો સંગ્રહ છે. દોસ્તારની વાતો (૧૯૯૩) બાળકો માટેની વાર્તાઓનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી (૧૯૭૯) નૂતન ગુજરાતમાં ધારાવાહી પ્રગટ થયેલી કિશોરજીવનની પ્રસંગકથાઓ છે. હલ્લો-ફલ્લો (૨૦૦૫) પણ બાળસાહિત્યનું પુસ્તક છે.

પુરસ્કારો

તેમને કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૭), ચંદ્રશેખર ઠક્કર પુરસ્કાર (૧૯૭૩), વિવેચક પુરસ્કાર (૧૯૮૪), જયંત પાઠક કવિતા પુરસ્કાર (૧૯૯૩) પુરસ્કારો મળ્યા હતા. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ પુરસ્કાર મળ્યો હતો.

અંગત જીવન

૧૯૬૧માં તેમના લગ્ન ચંદ્રિકાબેન સાથે ભાવનગર ખાતે થયા હતા અને તેમને ૬ સંતાનો છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

હરિકૃષ્ણ પાઠક જીવનહરિકૃષ્ણ પાઠક સર્જનહરિકૃષ્ણ પાઠક પુરસ્કારોહરિકૃષ્ણ પાઠક અંગત જીવનહરિકૃષ્ણ પાઠક બાહ્ય કડીઓહરિકૃષ્ણ પાઠક સંદર્ભહરિકૃષ્ણ પાઠક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મંદિરદુબઇશ્રીનાથજી મંદિરતરણેતરમલેરિયામોરબી જિલ્લોસરસ્વતીચંદ્રરાણકદેવીરવીન્દ્ર જાડેજાતાલુકા વિકાસ અધિકારીબૌદ્ધ ધર્મચંપારણ સત્યાગ્રહગુજરાત પોલીસમણિશંકર રત્નજી ભટ્ટભારતનો રાષ્ટ્રધ્વજનરેન્દ્ર મોદી સ્ટેડિયમપ્રેમઘર ચકલીભારતના રાષ્ટ્રપતિત્રિપિટકશુક્ર (ગ્રહ)સંક્ષિપ્ત સંદેશ સેવાજન ગણ મનવડઅજય દેવગણઑસ્ટ્રેલિયાદિવાળીબેન ભીલગેની ઠાકોરવેણીભાઈ પુરોહિતઆદિવાસીકર્ક રાશીસંયુક્ત રાષ્ટ્રસંઘમહાવીર સ્વામીઅમૂલમેષ રાશીજામા મસ્જિદ, અમદાવાદસૂરદાસક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭પ્રાથમિક શાળાબ્રાઝિલવ્યાયામફ્રાન્સની ક્રાંતિનવનિર્માણ આંદોલનભારતમાં મહિલાઓપાલીતાણાના જૈન મંદિરોકેદારનાથ જ્યોતિર્લિંગસમાજવાદસિતાંશુ યશશ્ચન્દ્રભારતના રાજ્ય વૃક્ષોની યાદીમોહમ્મદ રફીકેન્દ્રશાસિત પ્રદેશખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)નિવસન તંત્રભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઉંબરો (વૃક્ષ)મહંત સ્વામી મહારાજસંત કબીરઅમદાવાદ રેલ્વે સ્ટેશનમીરાંબાઈગ્રીનહાઉસ વાયુભારતમાં આવક વેરોભારતમાં આરોગ્યસંભાળદિવ્ય ભાસ્કરરુદ્રાક્ષગરમાળો (વૃક્ષ)શ્રીમદ્ ભગવદ્ ગીતાજેસલ જાડેજાચક્રવાતમહારાણા પ્રતાપમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭બાબરશહીદ દિવસજય શ્રી રામકાલ ભૈરવરામનવમીરાણકી વાવ🡆 More