સુવર્ણ માનક

ગોલ્ડ સ્ટાન્ડર્ડ (સુવર્ણ માનક) એવી નાણાકીય વ્યવસ્થા છે જેમાં માનક આર્થિક ખાતાના એકમ એક નિયત વજનનું સોનું છે.

ગોલ્ડ સ્ટાન્ડર્ડ (ગોલ્ડ સ્ટાન્ડર્ડ)ના અલગ અલગ પ્રકાર છે. જેમાં પ્રથમ, સોનાના સિક્કાના માનક (ગોલ્ડ સ્પીશી સ્ટાન્ડર્ડ) છે, આ વ્યવસ્થામાં નાણાકીય એકમ ચલણ તરીકે ફરતા સોનાના સિક્કા સાથે સંકળાયેલ હોય છે, અથવા તો ઓછા મૂલ્યની ધાતુના સંયોજનમાંથી બનાવેલા ચલણી સિક્કા કે જેનું મૂલ્ય એક ચલણી સોનાના સિક્કાની સમકક્ષ વ્યાખ્યાકિંત કરેલું હોય તેવા એકમ સાથે સંકળાયેલ છે.

સુવર્ણ માનક
ગોલ્ડ સ્ટાન્ડર્ડ હેઠળ, કાગળની નોટો સોનાના પૂર્વ નિર્ઘારિત ચોક્કસ જથ્થામાં પરિવર્તનશિલ છે.

તે જ રીતે, સોનાના વિનિમય માનક (ગોલ્ડ એક્સચેન્જ સ્ટાન્ડર્ડ)માં ચાંદી કે સોના અથવા અન્ય ધાતુમાંથી બનેલા સિક્કાને જ સમાવવામાં આવે છે, પરંતુ સત્તાધીશો અન્ય દેશો સાથે તેનો ચોક્કસ વિનિમય દર સુરક્ષિત કરે છે જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ આધારિત હોય છે. તેનાથી ડે ફોક્ટો (હકીકતમાં તો) ગોલ્ડ સ્ટાન્ડર્ડ રચાય છે, જેમાં ચાંદીના સિક્કાનું સોનાના સિક્કાની પરિભાષા પ્રમાણે ચોક્કસ બાહ્ય મૂલ્ય હોય છે જે ચાંદીના સ્વાભાવિક મૂલ્યથી સ્વતંત્ર હોય છે. છેલ્લે આવે છે, ગોલ્ડ બુલિયન સ્ટાન્ડર્ડ જે એવું તંત્ર છે કે તેમાં સોનાના સિ઼ક્કા ફરતા નથી પરંતુ, તેમાં સત્તાધીશો જાહેરમાં ફરી રહેલા ચલણ માટે વિનિમય તરીકે ચોક્કસ કિંમતે માંગ અનુસાર સોનાની લગડી (બુલિયન)ને વેચવા તૈયાર થાય છે.

સુવર્ણ માનક
યુનાઈટેડ સ્ટેટ્સમાં 1882 થી 1933 દરમિયાન સોનાના પ્રમાણપત્રોનો કાગળના ચલણ તરીકે ઉપયોગ થતો હતો.આ પ્રમાણપત્રો મુક્તપણે સોનાના સિક્કામાં ફેરવી શકાતા હતા.

સોનાના સિક્કાની ચલણ પદ્ધતિ (ગોલ્ડ સ્પીશી સ્ટાન્ડર્ડ)

સુવર્ણમાન સિક્કા ચલણ પદ્ધતિ પ્રાચીનકાળમાં કેટલાક સમૃદ્ધ સામ્રાજ્યોમાં અમલમાં હતી. આ પૈકી એક ઉદાહરણ છે બેઝાન્ટીન સામ્રાજ્ય કે જ્યાં બેઝાન્ટ નામથી ઓળખાતા સોનાના સિક્કા ચલણમાં હતા. પરંતુ બેન્ઝાન્ટીન સામ્રાજ્યના અંત સાથે જ યુરોપીયન વિશ્વમાં ચાંદીના માનકની માંગ વધવા લાગી હતી. ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ 796 એડી (AD)માં ઓફ્ફા રાજાના સમયમાં ચાંદીના સિક્કા ચલણમાં હતા જે સમગ્ર બ્રિટનમાં મુખ્ય ચલણ બની ગયા હતા. 16મી સદીમાં પોટાસી અને મેક્સિકોમાં મોટાપાયે ચાંદીની થાપણોની સ્પેનિશ શોધનાં પગલે ખ્યાતનામ પીસીસ ઓફ એઈટ (સ્પેનિશ ડોલર) સહિત આંતરરાષ્ટ્રીય ચાંદીનું ચલણ અમલમાં આવ્યું જેનું મહત્વ ઓગણીસમી સદી સુધી ઘણું વધુ હતું.

આધુનિક સમયમાં બ્રિટિશ વેસ્ટ ઈન્ડિઝ સુવર્ણમાન સિક્કા ચલણ માનક અપનાવનારા પ્રથમ પ્રદેશો પૈકી એક પ્રાંત હતો. 1704માં ક્વિન એન્નેની જાહેરાતના પગલે, બ્રિટિશ વેસ્ટ ઈન્ડિઝ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ‘ડે ફેક્ટો’ સ્પેનિશ ગોલ્ડ ડૌબ્લૂન સિક્કા પર આધારિત ગોલ્ડ સ્ટાન્ડર્ડ જ હતી. વર્ષ 1717માં, શાહી ટંકશાળના નિયંત્રક સર આઈઝેક ન્યૂટને ચાંદી અને સોના વચ્ચે નવો ટંકશાળ ગુણોત્તર અમલમાં મુક્યો જેના પર ચાંદીને ચલણમાંથી બહાર કાઢી બ્રિટનને ગોલ્ડ સ્ટાન્ડર્ડ પર પ્રસ્થાપિત કરવાની અસર જોવા મળી હતી. જોકે, 1816માં ટાવર હિલ ખાતે નવી શાહી ટંકશાળ દ્વારા ગોલ્ડ સોવરિન સિક્કા (બ્રિટનનો એક સોનાનો સિક્કો)ને અમલમાં મુકાયા બાદ માત્ર 1821માં યુનાઈટેક કિંગડમ ઔપચારિકપણે સુવર્ણમાન સિક્કા ચલણ પદ્ધતિ પર આધારિત થયું હતું.

ચાંદીના ચલણ પરથી સુવર્ણમાન સિક્કા ચલણ પદ્ધતિ પર જનાર સૌ પ્રથમ વિશાળ ઔદ્યાગિક સત્તા યુનાઈટેક કિંગડમ હતું. ત્યારબાદ ટૂંક સમયમાં જ 1853માં કેનેડા, 1865માં ન્યૂફાઉન્ડલેન્ડ અને યુએસએ (USA) તેમજ જર્મનીએ 1873માં ‘કાનૂની રીતે’ તેનો અમલ કર્યો. યુએસએ (USA)એ ઇગલને તેમના એકમ તરીકે જ્યારે, જર્મનીએ નવા સોનાના માર્કા તરીકે તેનો અમલ કર્યો હતો જ્યારે કેનેડાએ અમેરિકન સોનાના ઇગલ અને બ્રિટિશ ગોલ્ડ સોવરિન પર આધારિત બેવડા તંત્રને સ્વીકાર્યું હતું.

બ્રિટિશ વેસ્ટ ઈન્ડિઝે જે કર્યુ તે પ્રમાણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે બ્રિટિશ સુવર્ણમાન સિક્કા ચલણ પદ્ધતિ અપનાવી હતી જ્યારે, ન્યૂફાઉન્ડલેન્ડ બ્રિટિશ સામ્રાજ્યની હદમાં એક માત્ર એવો પ્રદેશ હતો જેમણે પોતાના સોનાના સિક્કા ચલણ તરીકે રજૂ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની કિંમતી થાપણો કરાતા ગોલ્ડ સોવેનિયરના વધુ મુદ્રાંકનના આશય સાથે સિડની, ન્યૂ સાઉથ વેલ્સ, મેલબોર્ન, વિક્ટોરિયા અને પર્થ તેમજ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં શાહી ટંકશાળની શાખાઓ સ્થાપવામાં આવી હતી.

ચાંદીનાં ચલણ અને બેંકની નોટોની કટોકટી (1750-1870)

19મી સદીના અંત સમયમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડની સ્વીકૃતિ સમજવા માટે 18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતમાં બનેલી ઘટનાઓને અનુસરવી મહત્વપૂર્ણ હતું. 18મી સદીના અંત સમયમાં, યુદ્ધો અને ચીન સાથેના વેપાર કે જેમાં ચીન યુરોપમાં ચીજ વસ્તુઓ વેચતુ હતું પરંતુ યુરોપીયન ચીજવસ્તુઓનો ઉપયોગ ખૂબ ઓછો કરતું હતું, તેના કારણે પશ્ચિમ યુરોપ અને યુનાઈટેડ સ્ટેટ્સના અર્થતંત્રમાંથી ચાંદી નામશેષ થઈ ગઈ હતી. સિક્કાનું મૂલ્ય વધુને વધુ નાનું થતુ ગયું, અને બેંકો તેમજ સ્ટોક નોટોનો નાણાં તરીકે ફેલાવો વધતો ગયો હતો.

1790ના સમયમાં ઈંગ્લેન્ડમાં મોટાપાયે ચાંદીના સિક્કાની અછત ઉભી થઈ હતી અને ચાંદીના મોટા સિક્કાની ટંકશાળો બંધ કરવામાં આવી હતી, તેમજ “ટોકન” ચાંદીના સિક્કા જારી કરવામાં આવ્યા હતા અને વિદેશી સિક્કાઓ પર પુનઃમુદ્રણ કરાતુ હતું. નેપોલિયનના યુદ્ધોના અંત સાથે જ, ઈંગ્લેન્ડે મોટાપાયે ફરી સિક્કા છાપવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેના કારણે પ્રમાણભૂત ગોલ્ડ સોવેરિનની રચના થઈ હતી અને ક્રાઉન (25 પેન્સ કિંમતનો બ્રિટિશ ચલણી સિક્કો) અને હાફ-ક્રાઉનનું ચલણ પણ અમલમાં આવ્યું, તેમજ 1821માં તબક્કાવાર કોપર કોડી પણ આવી ગઈ. ઈંગ્લેન્ડમાં સિક્કાની લાંબા સમયની અછત બાદ પુનઃમુદ્રણ શરૂ થતા જ અહીં મોટાપાયે સિક્કાઓ ફરતા થઈ ગયા હતાઃ ઈંગ્લેન્ડે 1816થી 1820 દરમિયાન અંદાજે 40 મિલિયન શિલિંગ (ઈંગ્લેન્ડનો એક ચલણી સિક્કો)નું મુદ્રણ થયું હતું, જ્યારે 17 મિલિયન હાફ-ક્રાઉન અને 1.3 મિલિયન ચાંદીના ક્રાઉન તૈયાર કર્યા હતા. 1819 એક્ટ ફોર ધ રિસમ્પશન ઓફ કેશ પેમેન્ટ્સ (રોકડ ચુકવણીની જપ્તી માટે અધિનિયમ) અનુસાર 1823ને કન્વર્ટીબલિટીની જપ્તી માટેની તારીખ તરીકે નક્કી કરવામાં આવ્યું, જે સ્થિતિ 1821માં જ આવી ગઈ. 1820 દરમિયાન પ્રાંતીય બેંકો દ્વારા નાની નોટો જારી કરવામાં આવી, જેના પર અંતે બેંક ઓફ ઈંગ્લેન્ડને પ્રાંતીય શાખાઓ શરૂ કરવા માટે મંજૂરી મળ્યા બાદ 1826માં પ્રતિબંધ મુકાયો. જોકે, 1833માં બેંક ઓફ ઈંગ્લેન્ડની નોટો કાયદેસરનું ચલણ બની ગઈ અને અન્ય બેંક દ્વારા ગીરો મુક્તિ ઘટી. 1844માં એવો બેંક ચાર્ટર ધારો અમલમાં આવ્યો કે બેંક ઓફ ઈંગ્લેન્ડની નોટો, સંપૂર્ણપણે કાયદેસર પ્રમાણભૂતરૂપ સોના દ્વારા સમર્થિત છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડના વધુ ગહન અર્થઘટન અનુસાર, 1844માં આવેલા આ કાયદાને કારણે બ્રિટિશ નાણાં માટે સંપૂર્ણ ગોલ્ડ સ્ટાન્ડર્ડ અમલમાં આવ્યા.

યુએસ (US) દ્વારા 1785માં “સ્પેનિશ મિલ્ડ ડોલર” આધારિત સિલ્વર સ્ટાન્ડર્ડ (ચાંદી ચલણ પદ્ધતિ) અપનાવવામાં આવી હતી. 1792માં મિન્ટ અને કોઈનેજ કાયદામાં, અને અનામતો જાળવી રાખવા માટે તેમજ, સોના અને યુએસ (US) ડોલરના ગુણોત્તરને અચલ કરવા માટે સંઘીય સરકારના “બેંક ઓફ યુનાઈટેડ સ્ટેટ્સ”ના ઉપયોગ દ્વારા તેને સહિંતાબદ્ધ કરવામાં આવ્યું હતું, બેંકોને જ્યારથી ચાંદીને તેના તમામ ચલણોમાં સમર્થન આપવાની જરૂરિયાત નહોતી ત્યારથી ડેરિવેટીવ ચાંદીની ચલણ પદ્ધતિ અમલમાં હતી. આ કારણે અમેરિકાએ યુએસ (US) ડોલર માટે સંખ્યાબંધ દ્વિ-ધાતુ માનકો તૈયાર કરવા પડ્યા, જે 1920 સુધી અમલીકૃત રહ્યા હતા. પશ્ચિમ હેમીસ્ફેરમાં ધોવાણ પામેલા ચાંદીના સિક્કા સ્પેનિશ રિઅલ સહિત, સોના અને ચાંદીના સિક્કા કાયદેસર સિક્કા તરીકે ગણાતા હતા. ક્રાંતિકારી યુદ્ધો માટે ભંડોળ પુરુ પાડવા યુએસ (US) સંઘીય સરકારે મોટાપાયે ઉધારી કરી હોવાથી, સરકાર દ્વારા છોડી દેવાયેલ પ્રચલનથી ચાંદીના સિક્કાને ફટકો પડ્યો, અને 1806માં પ્રમુખ જેફરસને ચાંદીના સિક્કાનું ઉત્પાદન નિલંબિત કરી દીધું.

1848નો સ્વતંત્ર ટ્રેઝરી એક્ટ ધારો, કે જેણે સંઘીય સરકારના ખાતાઓ બેકિંગ તંત્રથી અલગ કરી દીધા હતા તેના ભાગરૂપે વ્યાપાર માત્ર સોના અને ચાંદીના સિક્કામાં થતા યુએસ તિજોરી પર આકરા નાણાકીય માપદંડો મુકાઈ ગયા હતા. જોકે સોનાથી ચાંદીના એક જ દરોના કારણે ઈંગ્લેન્ડમાંથી વ્યાપાર કે ઉધારી માટે સોનાની માંગણીની સરખામણીએ ચાંદીનું વધુ પડતું મૂલ્ય થઈ ગયું હતું. ચાંદીની તરફેણમાં સોનાના ધોવાણના કારણે સોનાની શોધની જરૂર પડી જેમાં 1849માં "કેલિફોર્નિયા ગોલ્ડ રશ"નો પણ સમાવેશ થાય છે. ગ્રેશેમના કાયદાના પગલે, યુએસ (US)માં ચાંદીનો વ્યાપક પ્રવાહ શરૂ થયો, જેનો અન્ય ચાંદી રાષ્ટ્રો સાથે વેપાર થતો હતો, અને સોનુ બહાર નીકળી ગયું હતું. 1853માં યુએસ (US) દ્વારા ચાંદીના સિક્કાનું વજન ઘટાડવામાં આવ્યું, જેથી તેને પ્રચલનમાં રાખી શકાય, અને 1857માં વિદેશી ચલણ પદ્ધતિમાંથી કાયદેસરના સિક્કા તરીકેનો દરજ્જો ગુમાવ્યો.

મધ્યસ્થ બેંકોની આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સિયલ સિસ્ટમથી સજ્જ અમેરિકન બેંકોએ ચાંદીમાં ચૂકવણી બંધ કરતા, 1857માં આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સના મુક્ત બેંકિંગની કટોકટીનો યુગ શરૂ થયો. યુનાઈટેડ સ્ટેટ્સમાં આ પડતી અમેરિકન નાગરિક યુદ્ધ માટે એક જવાબદાર પાસુ હતું, અને 1891માં યુએસ (US) સરકારે સોના અને ચાંદીમાં ચુકવણી નિલંબિત કરી દીધી, જેથી ડોલર માટે ચાંદીના ચલણ પદ્ધતિ રચવાના પ્રયાસોનો અસરકારક અંત થયો. 1860-1871 દરમિયાન દ્વિ-ધાતુ માનકો ફરી શરૂ કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા, જેમાં એક ગોલ્ડ અને સિલ્વર ફ્રેન્ક પર આધારિત પણ છે, જોકે, નવી થાપણોનાથી ચાંદીના ઝડપથી થતા અંતર્પ્રવાહના કારણે ચાંદીની અછતથી આ ઉમ્મીદનો અંત આવ્યો.

આ સમયગાળા દરમિયાન મધ્યસ્થ બેંકો અને ચલણ આધારો વચ્ચે આંતરક્રિયાઓના કારણે નાણાકીય અસ્થિરતાનો પ્રાથમિક સ્ત્રોત ઉભો થયો. આર્થિક સ્થિરતા પરથી રચાયેલ આ જોડાણ નવી નોટોના પુરવઠા, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નોટો જારી કરવાના સરકારના એકાધિકાર, મધ્યસ્થ બેંક અને મૂલ્યના એક એકમ પરના પ્રતિબંધ સમાન હતું. આ પરિસ્થિતિથી બચવા માટે થયેલા પ્રયાસોના કારણે સમયાંતરો નાણાકીય કટોકટી આવતી ગઈ – જેમા નોટોનું અવમૂલ્યન, અથવા મૂલ્યના સંગ્રહ માટે પ્રચલનમાં ચાંદીનું નિલંબન, અથવા સરકાર તરીકે મંદી હોય, ચુકવણી તરીકે સિક્કાની માંગણીના કારણે પ્રચલનના માધ્યમને અર્થતંત્રમાંથી બહાર ધકેલી નાખ્યું. આ જ સમયે નાટ્યાત્મક રીતે ધિરાણમાં વિસ્તરણ થયું, અને મોટી 1872માં જાપાન સહિત વિવિધ પ્રદેશોમાં મોટી બેંકોને વિશેષાધિકાર મળવા લાગ્યા. ત્યારપછીના સમયગાળામાં નાણાકીય બાબતોમાં મજબૂત આધારોની જરૂરિયાત ગોલ્ડ સ્ટાન્ડર્ડની ઝડપી સ્વીકૃતિ ઉત્પન કરી..

સુવર્ણ વિનિમય ચલણ પદ્ધતિ

19મી સદીના અંતથી બાકી રહી ગયેલા કેટલાક ચાંદીની ચલણ પદ્ધતિના દેશોએ યુનાઈટેડ કિંગડમ અથવા યુએસએ (USA)ની ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે ચાંદીના સિક્કાની કિંમતો નિર્ધારિત કરવાનું શરૂ કરી દીધું. 1898માં, બ્રિટિશ ભારતે ચાંદીના રૂપિયાનું પાઉન્ડ સ્ટર્લિંગ પ્રમાણે મૂલ્યાંકન કર્યું જેની નિર્ધારિત કિંમત 1s 4d રાખવામાં આવી હતી, જ્યારે 1906માં સ્ટ્રેઈટ્સ વસાહતોએ 2s 4d ના નિર્ધારિત દરના સિલ્વર સ્ટ્રેઈટ્સ ડોલર સાથે પાઉન્ડ સ્ટર્લિંગ સામે સુવર્ણમાન વિનિમય ચલણ પદ્ધતિ અપનાવી હતી. આ દરમિયાન સદીના અંત સાથે જ, ફિલિપાઈન્સે ચાંદીના પેસો/ડોલરનું 50 સેન્ટના દરે યુએસ (US) ડોલર સામે મૂલ્યાંકન નિર્ધારિત કર્યું હતું. લગભગ આ જ સમયે આ પ્રકારનું જ મૂલ્યાંકન 50 સેન્ટના દરે મેક્સિકોના ચાંદીના પેસો અને જાપાનના ચાંદીના યેન સાથે થયું હતું. જ્યારે સિઆમે 1908માં સુવર્ણમાન વિનિમય ચલણ પદ્ધતિ અપનાવી હતી, તેથી માત્ર ચીન અને હોંગકોંગમાં ચાંદીની ચલણ પદ્ધતિ રહી હતી.

ગોલ્ડ બુલિયન સ્ટાન્ડર્ડ

પ્રથમ વિશ્વ યુદ્ધ ફાટી નીકળતા જ યુનાઈટેડ કિંગડમ અને સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાં ગોલ્ડ સ્પીશી સ્ટાન્ડર્ડ (સુવર્ણમાન સિક્કા ચલણ પદ્ધતિ)નો અંત આવ્યો. ગોલ્ડ સોવેરિન અને ગોલ્ડ હાફ સોવેરિનના બદલે ટ્રેઝરી નોટોનું પ્રચલન શરૂ થઈ ગયું. જોકે, કાયદેસર ગોલ્ડ સ્પીશી સ્ટાન્ડર્ડ (સુવર્ણમાન સિક્કા ચલણ પદ્ધતિ) રદ નહોતું થયું. જ્યારે કોઈકે બેંક ઓફ ઈંગ્લેન્ડને ગોલ્ડ સ્પીશી (સોનાના સિક્કા) માટે પોતાના કાગળના નાણાંને મુક્ત કરવાની અપીલ કરી ત્યારે, ગોલ્ડ સ્ટાન્ડર્ડ પર સફળતાપૂર્વક સ્વદેશાભિમાનની અપીલની અસર પડી હતી. માત્ર 1925ના વર્ષમાં જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના જોડાણ સાથે બ્રિટન ફરી ગોલ્ડ સ્ટાન્ડર્ડ પર પરત ફર્યું ત્યારે, સત્તાવાર રીતે ગોલ્ડ સ્પીશી સ્ટાન્ડર્ડ (સુવર્ણમાન સિક્કા ચલણ પદ્ધતિ)નો અંત આવ્યો હતો.

બ્રિટિશ સ્ટાન્ડર્ડ એક્ટ 1925ના કારણે ગોલ્ડ બુલિયન સ્ટાન્ડર્ડનો આવિષ્કાર અને ગોલ્ડ સ્પીશી સ્ટાન્ડર્ડ (સુવર્ણમાન સિક્કા ચલણ પદ્ધતિ) રદ થવું આ બંને ઘટનાઓ એક સાથે જ બની હતી. નવા ગોલ્ડ બુલિયન સ્ટાન્ડર્ડના કારણે ગોલ્ડ સ્પીશી સિક્કાઓ ફરી ચલણ તરીકે આવે તેવા કોઈ અણસાર દેખાતા નહોતા. તેના બદલે, કાયદાના કારણે સત્તાધીશોઅને માંગ અનુસાર નિર્ધારિત દરે ગોલ્ડ બુલિયન (સોનાની લગડી)નું વેચાણ કરવાની ફરજ પડી હતી. ગોલ્ડ બુલિયન સ્ટાન્ડર્ડનો અમલ 1931 સુધી થયો હતો. 1931માં, સમગ્ર એટલાન્ટિક મહાસાગરના વિસ્તારમાં મોટાપાયે સોનાનો જથ્થો બહાર જતો રહેવાના કારણે યુનાઈટેડ કિંગડમે નાછુટકે ગોલ્ડ બુલિયન સ્ટાન્ડર્ડને નિલંબિત કરવાનો વારો આવ્યો. મહામંદી સાથે સંકળાયેલા આવા દબાણના કારણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પર પણ પહેલાથી જ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડવાનું દબાણ આવી ગયું હતું અને યુનાઈટેડ કિંગડમ બાદ તુરંત કેનેડા પણ તેને અનુસર્યું હતું.

ગોલ્ડ સ્ટાન્ડર્ડ અપનાવવાની તારીખો

  • 1704: ધ બ્રિટિશ વેસ્ટ ઈન્ડિઝ ‘ડે ફેક્ટો’ રાણી એન્નેની જાહેરાત બાદ.
  • 1717: કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન ‘ડે ફેક્ટો’ આઈઝેક ન્યૂટન દ્વારા ટંકશાળ ગુણોત્તરનું પુનરાવર્તન કરાયા બાદ, 1 ગુનેઆને 22 કેરેટ ક્રાઉન ગોલ્ડના 129.438 ગ્રેઈન (8.38 ગ્રામ) પર.
  • 1818: નેધરલેન્ડ્સ – 1 ગ્વીલ્ડરને 0.60561 ગ્રામ સોના પર.
  • 1821: યુનાઈડેટ કિંગડમ ‘કાનૂની રીતે’ એક સોવેરિનને 22 કેરેટ ક્રાઉન ગોલ્ડના 123.27447 ગ્રેઈન્સ પર.
  • 1853: કેનેડા, 10 યુએસ (US) ડોલરની સમકક્ષ અમેરિકન ગોલ્ડ ઈગલના જોડાણ સાથે અને ચાર ડોલરને 86.66 સેન્ટ કિંમતના બ્રિટિશ ગોલ્ડ સોવિરન સાથે પણ. કેનેડાના એકમને 1858માં અમેરિકી એકમની સમકક્ષ બનાવાયો.
  • 1854: પોર્ટુગલ 1000 રેઈસને 1.62585 ગ્રામ સોના પર.
  • 1863: બ્રેમેનનું મુક્ત હેન્સિયાટિક શહેર 1 બ્રેમેન થેલરને 1.19047 ગ્રામ સોના પર; જર્મન સંઘમાં 1873 માર્કસના અમલીકરણ પહેલા ગોલ્ડ સ્ટાન્ડર્ડ લાવનાર એક માત્ર રાજ્ય.
  • 1865: ન્યૂફાઉન્ડલેન્ડ, બ્રિટિશ સામ્રાજ્યમાં ગોલ્ડ સોવેરિન સિવાય પોતાનો અલગ સોનાનો સિક્કો ચલણમાં લાવનાર એક માત્ર પ્રદેશ. ન્યૂફાઉન્ડલેન્ડ ગોલ્ડ ડોલર સ્પેનિશ ડોલર એકમની સમકક્ષ જે બ્રિટિશ પૂર્વીય કેરેબિયન પ્રદેશો અને બ્રિટિશ ગુઈનામાં ઉપયોગમાં લેવાતો હતો.
  • 1873: જર્મન સામ્રાજ્ય 27 માર્કસ (ℳ)ને 1 કિલો સોના પર.
  • 1873: યુનાઈટેડ સ્ટેટ્સ ‘હકીકતમાં તો’ 20.67 ડોલર 1 ટ્રોય ઔંસ (31.1 ગ્રામ) સોના પર. (જુઓ 1873નો નાણાં સિક્કા ધારો).
  • 1873: લેટિન નાણાકીય સંઘ (બેલ્જીયમ, ઈટાલી, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ) 31 ફ્રાન્સને 9.0 ગ્રામ સોના પર.
  • 1875: સ્કેન્ડિનેવિયન નાણાકીય સંઘ: (ડેન્માર્ક, નોર્વે અને સ્વિડન) 2480 ક્રોનેરને 1 કિલો સોના પર.[સંદર્ભ આપો]
  • 1876: ફ્રાન્સ આંતરિક પ્રદેશો.[સંદર્ભ આપો]
  • 1876: સ્પેન 31 પેસેટાસને 9.0 ગ્રામ સોના પર.[સંદર્ભ આપો]
  • 1878: ગ્રાન્ડ ડચી ઓફ ફિનલેન્ડ 31 માર્કસને 9.0 ગ્રામ સોના પર.[સંદર્ભ આપો]
  • 1879: ઓસ્ટ્રીયન સામ્રાજ્ય (જુઓ ઓસ્ટ્રીયન ફ્લોરિન અને ઓસ્ટ્રીયન ક્રાઉન).[સંદર્ભ આપો]
  • 1881: આર્જેન્ટિના 1 પેસો 1.4516 ગ્રામ સોના પર.[સંદર્ભ આપો]
  • 1885: ઈજિપ્ત.
  • 1897: રશિયા 31 રુબેલ્સને 24.0 ગ્રામ સોના પર.
  • 1897: જાપાન 1 યેનને 0.75 ગ્રામ સોના સુધી અવમૂલ્યાંકિત કર્યું.
  • 1898: ભારત (જુઓ ભારતીય રૂપિયો).[સંદર્ભ આપો]
  • 1900: યુનાઈટેડ સ્ટેટ્સ ડે જુરે (જુઓ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ધારો).
  • 1903: ફિલિપાઈન્સ સુવર્ણ વિનિમય/યુએસ (US) ડોલર.
  • 1906: ધ સ્ટ્રેઈટ્સ વસાહતો સુવર્ણ વિનિમય/પાઉન્ડ સ્ટર્લિંગ.
  • 1908: સીઆમ સુવર્ણ વિનિયમ/પાઉન્ડ સ્ટર્લિંગ.

ગોલ્ડ સ્ટાન્ડર્ડનું નિલંબન

19મી સદીના સમયગાળામાં અનેક વખત સરકારોને મોટા ખર્ચાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મર્યાદિત મહેસુલ આવકના કારણે ચલણની સોનામાં પરિવર્તિતતા નિલંબિત કરવી પડી હતી. બ્રિટિશ સરકારે નેપોલિયનિક યુદ્ધો દરમિયાન પરિવર્તિતતાને નિલંબિત કરી હતી અને યુએસ (US) સરકારે યુએસ (US) નાગરિક યુદ્ધ વખતે આ પગલું ભર્યું હતું. બંને કિસ્સામાં યુદ્ધ પૂર્ણ થયા બાદ પરિવર્તિતાને ફરી શરૂ કરવામાં આવી હતી.

ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટોચેથી કટોકટી સુધી (1901-1932)

યુદ્ધના ભંડોળ માટે સોનાની ચુકવણી નિલંબિત

અગાઉના મોટા યુદ્ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ હેઠળ થયા હોવાથી, પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે લશ્કરી ગતિવિધિઓના ભંડોળ માટે બેંક ઓફ ઈંગ્લેન્ડની નોટોની સોનામાં પરિવર્તિતતાને 1914માં બ્રિટિશ સરકારે નિલંબિત કરી હતી. યુદ્ધના અંત વખતે બ્રિટનમાં સંખ્યાબંધ આદેશાત્મક ચલણ નિયમનો હતા, જેના કારણે પોસ્ટલ મની ઓર્ડર અને ટ્રેઝરી નોટ્સ (ચલણી નોટો) મુદ્રીકૃત થયા હતા. સમય જતા સરકારે આ નોટ્સને બેંક નોટ તરીકે જાહેર કરી હતી જે યુએસ (US) ટ્રેઝરી નોટ્સ (ચલણી નોટો) કરતા અલગ હતી. યુનાઈટેડ સ્ટેટ્સ સરકારે પણ આવાજ પગલાં લીધા હતા. યુદ્ધ બાદ, જર્મનીએ પોતાનો સોનાનો જથ્થો મોટાપાયે નુકસાન ભરપાઈમાં ગુમાવ્યો હતો, જેથી રિચ્સમાર્ક્સ ના ઉત્પાદન માટે સક્ષમ નહોતું, અને આથી નાછૂટકે તેમણે બિનસમર્થિત કાગળના ચલણને જારી કરવાની જરૂર પડી, જેના કારણે 1920ના સમયમાં અતિફુગાવો થયો હતો.

ગોલ્ડ સ્ટાન્ડર્ડને અમલીકૃત કરવા માટેની ચળવળ માટે ભરપાઈ કાઢવા થયેલા ફ્રાન્કો-પર્સિયન યુદ્ધ પછી જર્મનીના ઉદાહરણના પગલે 1894-1895માં થયેલા સીનો-જાપાનિઝ યુદ્ધ બાદ જાપાને જરુરી ભંડોળ એકઠું કરી લીધુ હતું. જ્યારે પણ સરકારે વિદેશમાથી માંગણી કરી તેની ચર્ચા થઈ ત્યારે ગોલ્ડ સ્ટાન્ડર્ડએ સરકારને પુરતો વિશ્વાસ અપાવ્યો હતો.

જાપાન માટે, પશ્ચિમી બજારોમાં પ્રવેશવા માટે સોના તરફ વળવું જરુરી હતું.

1931માં યુનાઈટેડ કિંગડમ, જાપાન અને સ્કેન્ડિનેવીયન રાષ્ટ્રોએ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડી હતી.

મંદી અને બીજુ વિશ્વ યુદ્ધ

મહામંદીનું લંબાણ

કેટલાક આર્થિક ઇતિહાસકારો, જેવા કે યુસી બર્ક્લી પ્રોફેસર બેરી ઈચેન્ગ્રીન, ગોલ્ડ સ્ટાન્ડર્ડની 1920ના આર્થિક મહામંદીના લંબાણ માટે દોષિત ઠરાવે છે. ફેડરલ રિઝર્વના અધ્યક્ષ બેન બેર્નાન્કે અને નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રેડમેન સહિત અન્યો ફેડરલ રિઝર્વ પર દોષારોપણ કરે છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડએ મધ્યસ્થ બેન્કોની નાણાં નીતિને નાણાં પુરવઠો વધારવાની ક્ષમતા અને સરવાળે તેમની વ્યાજ દર ઘટાડવાની ક્ષમતા ઓછી કરીને તેમની પરિવર્તનશીલતા અંકુશિત કરી દીધી છે. યુએસ (US) માં ફેડરલ રિઝર્વને કાયદાકીય રીતે ફેડરલ રિઝર્વ ચલણી નાણાંના 40 % જેટલી રકમ સોનાનાં સ્વરૂપમાં પીઠબળ તરીકે રાખવાની ફરજ પાડવામાં આવી, અને જેથી તેમની તિજોરીઓમાં રહેલા સોનાના ભંડોળ અનુમતી આપે તે કરતા વધુ પ્રમાણમાં નાણાં પુરવઠાનું વિસ્તરણ કરવાનુ શક્ય નહોતું.

1930ની શરૂઆતમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર વધારી સુવર્ણમાં ચલણ પદ્ધતિના સંદર્ભમાં ડોલરના ચોક્કસ ભાવોનુ રક્ષણ કરીને, ડોલરની માંગ વધારવાનો પ્રયત્ન કર્યો. ઊંચા વ્યાજ દરોએ ડોલર પર મંદીના પરિબળોનું દબાણ વધાર્યું અને યુએસ (US) બેંકોમાં થાપણનું પ્રમાણ ઘટી ગયું. વેપારી બેંકોએ પણ 1931માં ફેડરલ રિઝર્વ ચલણી નાણાંનું સોનામાં રૂપાંતર કરાવ્યું, જેથી ફેડરલ રિઝર્વના સોનાના ભંડોળમાં ઘટાડો થયા અને તેને પ્રચલનમાંના ફેડરલ રિઝર્વ ચલણી નાણાંમા સમકક્ષ ઘટાડો કરવાની ફરજ પડી. ડોલર પરના આવા સટ્ટાકૃત હુમલાએ યુએસ (US) બેંકિંગ તંત્રમા હોબાળો સર્જ્યો. ડોલરના તત્કાળ અવમૂલ્યનના ભયથી ઘણા સ્વદેશી તેમજ વિદેશી થાપણદારોએ પોતાના ભંડોળ સોના કે અન્ય મિલકતોમાં પરિવર્તિત કરવા માટે યુએસ (US) ની બેંકોમાંથી થાપણો પાછી ખેંચાવાનું શરૂ કર્યું.

બેંકોમાં થયેલ હોબાળાને કારણે લોકો દ્વારા બેંકિંગ તંત્રમાંથી પૈસા પાછા ખેંચવાથી નાણાં પુરવઠામાં બળપૂર્વક સંકોચન મંદીમાં પરિણમયુ; અને નજીવા વ્યાજ દર પણ ઘટ્યા, ફુગાવા દ્વારા ગોઠવવામાં આવેલા વાસ્તવિક વ્યાજ દરો ઊંચા રહ્યા, જેથી પૈસા ખર્ચવાને બદલે બચત કરનારાઓને લાભ થયો, અને અર્થતંત્રમાં વધુ મંદ ગતિ આવી. કોંગ્રેસની ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડી દઈને બ્રિટનની જેમ યુએસ (US) ચલણ તરતુ ન મૂકવા માટેની જડતાને કારણે અંશતઃ રીતે, યુનાઈટેડ સ્ટેટ્સમાં બ્રિટન કરતાં ઓછી ગતિથી સુધારો થતો હતો. 1933 કે જ્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ગોલ્ડ સ્ટાન્ડર્ડ ત્યજી દેવાનો નિર્ણય લેવાયો અને અર્થતંત્રમાં સુધારા થવા લાગ્યા ત્યાં સુધી આવુ જ રહ્યું.

ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફરીથી અપનાવતાં બ્રિટિશ અચકાયું

1939-1942 ના ગાળા દરમ્યાન "રોકડ આપો અને લઈ જાઓ" આધારે યુએસ (US) તેમજ અન્ય દેશો પાસેથી યુદ્ધસામગ્રી અને હથિયારો ખરીદવા માટે યુકે (UK) દ્વારા તેના મોટા ભાગના સોનાના સંગ્રહ ખતમ કરી દેવામાં આવ્યા.[સંદર્ભ આપો] યુકે (UK)ના સોનાનાં ભંડાર ખૂટી જતાં વિન્સટન ચર્ચિલ યુદ્ધ પહેલાની ઢબની ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરફ પાછા વળવાની અવ્યવહારિકતા સમજી ગયા. સરળ ભાષામાં કહીએ તો યુદ્ધે બ્રિટનને દેવાળિયું બનાવી દીધું.

જોન મેનાર્ડ કેયનિસ, કે જેઓ ગોલ્ડ સ્ટાન્ડર્ડના વિરોધમાં દલીલ કરતા, તેમણે નાણાં છાપવાનો અધિકાર ખાનગી માલિકીની બેંક ઓફ ઈંગ્લેંડને હસ્તક કરવાનો પ્રસ્તાવ મૂક્યો. કેયનિસે ફુગાવાની આડ અસરો વિષે ચેતવણી આપતા કહ્યું કે "ફુગાવાની સતત ચાલતી પ્રક્રિયા દ્વારા સરકાર તેમના નાગરિકોની સંપત્તિનો મહત્વનો ભાગ છુપાવી કે જપ્ત કરી શકે છે. આ પદ્ધતિ દ્વારા તે ફક્ત જપ્તિ જ નહીં પણ સ્વચ્છંદ રીતે જપ્તિ કરે છે; ઘણા લોકોને દરિદ્ર કરીને થોડાક લોકોને ધનવાન બનાવવામા આવે છે."

કદાચ આજ કારણને લીધે, 1944માં બ્રેટન વુડ્સ કરાર દ્વારા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના થઈ અને કેટલાક દેશોના ચલણનું યુએસ (US) ડોલરમાં તેમજ તે પછી સોનામાં રૂપાંતરની શક્યતા પર આધારિત આંતરરાષ્ટ્રીય નાણાકીય તંત્ર અસ્તિત્વમાં આવ્યું. તેણે આંતરરાષ્ટ્રીય વેપારમાં લાભ મેળવવા માટે દેશો દ્વારા તેમના ચલણમાં હેરફેર કરતા પણ અટકાવ્યા.[સંદર્ભ આપો]

યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય સુવર્ણમાન-ડોલર ચલણ પદ્ધતિ (1946-1971)

બીજા વિશ્વ યુદ્ધ બાદ, બ્રેટન વુડ્સ કરાર દ્વારા ગોલ્ડ સ્ટાન્ડર્ડની સમકક્ષ એક પ્રણાલી અમલમાં મુકવામાં આવી હતી. આ પ્રણાલી હેઠળ, સંખ્યાબંધ દેશોએ તેમના વિનિમય દરો યુએસ (US) ડોલરની સમકક્ષ નિર્ધારિત કર્યા હતા. યુએસ (US) દ્વારા સોનાની કિંમત $35 પ્રતિ ઔંસ રાખવાનું વચન આપવામાં આવ્યું હતું. ગર્ભિતરીતે, ત્યારે, તમામ ચલણો ડોલરના પ્રમાણમાં નિર્ધારિત થયા જેમના સોનાના સંદર્ભમાં ચોક્કસ મૂલ્યો હતા. ફ્રાન્સના પ્રમુખ ચાર્લ્સ ડે ગૌલેના શાસન હેઠળ 1970 સુધી, ફ્રાન્સે પોતાના ડોલર ભંડોળમાં ઘટાડો કર્યો હતો, યુએસ (US) સરકાર પાસેથી સોનું મેળવવા માટે તેનો વેપાર કર્યો હતો, આ રીતે યુએસ (US) અર્થતંત્રનો વિદેશમાં પ્રભાવ ઘડાટ્યો હતો. વિએતનામના યુદ્ધ માટેના સંઘીય ખર્ચાઓની નાણાં તંગી સહિત આ કારણે, 1971માં પ્રમુખ રિચર્ડ નિક્સને સીધી જ સોનામાં ડોલરની પરિવર્તિતતાને બંધ કરી દીધી હતી, જેના કારણે સમગ્ર તંત્ર ભાંગી પડ્યું હતું, સામાન્યપણે તેને નિક્સોન આંચકા (નિક્સન શોક) તરીકે ઓળખવામાં આવે છે.

પદ્ધતિ

કોમોડિટી નાણાંનો સંગ્રહ કરવો તેમજ હેરફેર કરવી મુશ્કેલ છે. તે સરકારને તેમના અધિકારક્ષેત્રમાંના વાણિજ્ય પ્રવાહના નિયમન કે અંકુશની એટલી સરળતા ન આપી શકે જેટલું કે પ્રમાણિત ચલણ આપી શકે છે. આ રીતે કોમોડિટી નાણાં પ્રતિનિધિરૂપ નાણાંને તાબે થયા અને સોના તેમજ અન્ય રોકડને પીઠબળ તરીકે રાખવામાં આવ્યા.

સોનુ તેની દુર્લભતા, ટકાઉપણા, વિભાજકતા, જંગમ પ્રકૃતિ તથા ઘણી વખત ચાંદી સાથેના સંયોગની તેની ઓળખાણની સરળતાના કારણે નાણાંનું એક સર્વસાધારણ સ્વરૂપ હતું. ચાંદી લાક્ષાણિક રીતે ચલણમાં હેરફેર મુખ્ય માધ્યમ હતું, જ્યાં સોનુ નાણાકીય ભંડોળ માટેની ધાતુ તરીકે હતું.

ગોલ્ડ સ્ટાન્ડર્ડને અર્થતંત્રની નાણાંની માંગને અનુરૂપ હેરફેર કરવી મુશ્કેલ છે, જે આર્થિક કટોકટીના પ્રત્યુત્તર તરીકે મધ્યસ્થ બેંકો દ્વારા વપરાતાં અન્યોતર માપદંડો સામે વ્યવહારિક અડચણ ઉભી કરી શકે છે.

ચલણના પ્રતિ એકમ દીઠ સિક્કાની માત્રા સહિત સોનાનુ પીઠબળ કેવી રીતે અમલમાં મૂકવું તે ગોલ્ડ સ્ટાન્ડર્ડ વૈવિધ્યતાપૂર્વક દર્શાવે છે. ચલણ પોતે જ ફક્ત કાગળ છે અને કોઈ સ્વાભાવિક મૂલ્ય ધરાવતું નથી, પણ તે વેપારીઓ દ્વારા સ્વીકાર્ય છે કારણ કે કોઈ પણ સમયે સમતુલ્ય પદાર્થના બદલામાં તેને પરત કરી શકાય છે. દા.ત. યુએસ (US) નું ચાંદી માટેનુ પ્રમાણપત્ર ચાંદીના સાચા ટુકડાની બદલે પરત કરી શકાય.

પ્રતિનિધિરૂપ નાણાં તથા ગોલ્ડ સ્ટાન્ડર્ડ મહામંદી વખતે કેટલાક દેશોમાં દેખાતા નાણાકીય નીતિના દુરૂપયોગ અને અતિ ફુગાવા સામે નાગરિકોને રક્ષણ આપે છે. જોકે, એ પણ તેની મુશ્કેલીઓ તથા ટીકાકારોથી મુક્ત નહોતા જેથી બ્રેટન વુડ્સ પદ્ધતિના આંતરરાષ્ટ્રીય સ્વીકાર પછી તે અંશતઃ રીતે ત્યજી દેવામા આવ્યા હતા. છેવટે 1971માં એ સમગ્ર તંત્ર પડી ભાંગ્યુ, ત્યાં સુધીમાં લગભગ બધા દેશો આદેશાત્મક નાણાં પદ્ધતિ અપનાવી ચુક્યા હતા.

પાછળથી આવેલા વિશ્લેષણો અનુસાર, જે દેશ વહેલી તકે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડી ગયા તેઓ મહામંદીમાંથી પોતાના અર્થતંત્રના ઉગારવા અંગે વિશ્વાસપાત્ર આગાહી કરી શક્યા. દા.ત. ગ્રેટ બ્રિટન અને સ્કેનડિનેવિયા કે જેમણે 1931માં ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડી દીધી, તેઓ ફ્રાન્સ તથા બેલ્જીયમ જેવા લાંબા ગાળા સુધી ગોલ્ડ સ્ટાન્ડર્ડ પર રહેનારા રાષ્ટ્રો કરતાં ખૂબ વહેલાં ઉગરી ગયા. ચીન જેવા દેશો કે જ્યાં ચાંદીની ચલણ પદ્ધતિ હતી, તેઓ મંદીને સંપૂર્ણપણે નિવારી શક્યા. વિકાસશીલ દેશો સહિત અન્ય ઘણાં દેશોમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડને છોડવા તથા તે દેશની મંદીની તીવ્રતાના માપદંડ તેમજ તે મંદીમાંથી ઉગરવા માટે લાગેલ સમય વચ્ચે સંબંધ ખૂબ સુસંગત લાગ્યો. આ સમજાવે છે કે મંદીનો સમયગાળો તેમજ અનુભવો જુદા જુદા દેશોના અર્થતંત્રમાં ભિન્ન કેમ રહ્યા.

ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ

100% ભંડોળ ગોલ્ડ સ્ટાન્ડર્ડ કે સંપૂર્ણ સુવર્ણમાન પદ્ધતિ ત્યારે જ અમલીકૃત કહેવાય જ્યારે નાણાકીય સત્તાધીશો પાસે તેમના દ્વારા બહાર પડાયેલ બધા જ પ્રતિનિધિરૂપ નાણાંને આપેલ વિનિમય દરે સંપૂર્ણપણે સોનામાં રૂપાંતરિત કરવા પૂરતું સોનુ હોય. ઘણી વખત પ્રચલિત ગોલ્ડ સ્ટાન્ડર્ડના અન્ય સ્વરૂપોથી તેને આલગ પાડવા માટે ગોલ્ડ સ્પીશી સ્ટાન્ડર્ડ (સુવર્ણમાન સિક્કા ચલણ પદ્ધતિ) તરીકે પણ ઓળખવામાં આવે છે. 100% ભંડોળ સુવર્ણમાનનો અમલ સામાન્યપણે મુશ્કેલ ગણાય[કોના દ્વારા?] છે કારણ કે દુનિયાનો સોનાનો જથ્થો સોનાના પ્રવર્તમાન ભાવે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓને ઝીલવા માટે ખૂબ નાનો છે. જો તે અમલમાં મૂકવામાં આવે તો સોનાનો ભાવ અનેક ગણો વધી જાય. [સંદર્ભ આપો]

આવુ અપૂર્ણાંક ભંડોળ બેંકિંગ પદ્ધતિને કારણે થાય છે. નાણાંનું ઉત્પાદન મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે તેમજ હેરાફરીમાં ખર્ચવામાં આવે છે, તેથી નાણાં ગુણાંક દ્વારા વધે છે. પાછળથી અપાતું દરેક ધિરાણ અને પુનઃથાપણ નાણાકીય આધારના વિસ્તરણમાં પરિણમે છે. તેથી, કોલ આપેલ વિનિમય દર સતત ગોઠવતા રહેવું પડે છે.

આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્ટાન્ડર્ડમાં (કે જે સંબંધિત દેશોમાંની આંતરિક ગોલ્ડ સ્ટાન્ડર્ડ પર આધારિત છે) સોનું કે ચોક્કસ ભાવે સોનામાં પરિવર્તિત કરી શકાય તેવું ચલણ આંતરરાષ્ટ્રીય ચૂકવણી માટેનાં સાધન તરીકે વપરાય છે. આ પદ્ધતિમાં, જો વિનિમય દર ટંકશાળ દ્વારા નિર્ધારિત દરથી એક દેશથી બીજા દેશ દરિયાઈ માર્ગે સોનું મોકલવાની કિંમત કરતા વધુ પ્રમાણમાં વધે કે ઘટે તો જ્યાં સુધી દરો અધિકૃત સ્તર પર ન આવે ત્યાં સુધી મોટા પ્રમાણમાં આવક કે જાવક થયા કરે છે. આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઘણી વખત સોના સાટે ચલણ પરત કરવાનો અધિકાર ધરાવતા વ્યક્તિ વિશેષ પર અંકુશ રાખે છે. બ્રેટન વુડ્સ પદ્ધતિ હેઠળ તે વિશેષ ઉપાડ હક્ક(સ્પેશીયલ ડ્રોઈંગ રાઈટ્સ) એટલે કે “એસડીઆરએસ” (SDRs) કહેવાતા હતા.[સંદર્ભ આપો]

ફાયદાઓ

  • લાંબા ગાળાની ભાવ સ્થિરતાએ ગોલ્ડ સ્ટાન્ડર્ડના એક મોટા ગુણ તરીકે વર્ણવવામાં આવે છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ હેઠળ ફુગાવાનું ઊંચું સ્તર ક્યારેક જ જોવા મળે છે તેમજ અતિફુગાવો તો અશક્ય જ છે કારણ કે નાણાં પુરવઠો એજ દરે વધે છે કે જે દરે સોનાનો પુરવઠો વધે છે. માલસામાનના સતત વધતા પુરવઠાને પહોંચી વળવા હરહંમેશ વધતા રહેતા નાણાંના પ્રમાણને કારણે થતા સમગ્ર અર્થતંત્રમાં ભાવવધારો ક્યારેક જ થાય છે, કારણકે સિક્કામાં પરિવર્તિત કરી શકાય તે માટે ઉપલબ્ધ સોના દ્વારા નાણાકીય ઉપયોગમાં લેવાય તેવા સોનાની માત્રા મર્યાદિત રહે છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ હેઠળ ફુગાવાનું ઊંચું સ્તર ત્યારે જ જોવા મળે કે જ્યારે યુદ્ધને કારણે અર્થતંત્રનો મોટો હિસ્સો નાશ પામે અને ઉત્પાદનના સાધનો ઘટી જાય અથવા સોનાનો કોઈ મોટો એવો નવો સ્ત્રોત મળી આવે. યુએસ (US) માં આવા યુદ્ધ સમયમાંનો એક સમય નાગરિક યુદ્ધ નો હતો કે જેણે દક્ષિણના અર્થતંત્રનો નાશ કર્યો, જ્યારે કેલિફોર્નિયાનાં સોનાનાં ધસારાએ બહાર પાડવા માટે ઘણુ બધું સોનુ ઉપલબ્ધ કરાવી આપ્યું.
  • સરકાર દ્વારા વધુ પડતા કાગળનું ચલણી નાણું બહાર પાડીને ભાવ વધારવાની શક્તિ પર ગોલ્ડ સ્ટાન્ડર્ડ અંકુશ રાખે છે. તે ગોલ્ડ સ્ટાન્ડર્ડ અપનાવનારા દેશો વચ્ચે ચોક્કસ આંતરરાષ્ટ્રીય વિનિમય દર આપે છે, અને તેથી આંતરરાષ્ટ્રીય વેપારમાં રહેલી અનિશ્વિતતાઓને ઘટાડે છે. ઐતિહાસિક રીતે, વિભિન્ન દેશો વચ્ચેની ભાવ સપાટીની વિષમતાની ચૂકવણીની તુલાનો બંધ બેસાડવા માટેનાં તંત્ર કે જે "મૂલ્ય ભંડોળ પ્રવાહ તંત્ર" તરીકે પણ ઓળખાય છે તેના દ્વારા આપમેળે અંશતઃ કે સંપૂર્ણપણે સમાધાન આવી જાય છે.
  • ગોલ્ડ સ્ટાન્ડર્ડ સરકાર દ્વારા કરવામાં આવતા દીર્ઘકાલીન ખાધ વધારે તેવા ખર્ચાને ખૂબ મુશ્કેલ બનાવી દે છે, કેમકે તે સરકારને તેમના દેવાંનુ વાસ્તવિક મૂલ્ય કૃત્રિમ રીતે વધારી દેતા અટકાવે છે. સરકારી દેવાના છેલ્લા ઉપાય તરીકે મધ્યસ્થ બેંક અમર્યાદિત ગ્રાહક ન બની શકે. સોનાનો પુરવઠો મર્યાદિત હોવાના કારણે મધ્યસ્થ બેંક ઈચ્છાનુસાર નાણાંના અમર્યાદિત જથ્થાનુ સર્જન કરી શકે નહી.

ગેરફાયદા

સુવર્ણ માનક 
1968થી સોનાની કિંમતો (યુએસ (US)$ પ્રતિ ઔંસ), સામાન્ય યુએસ (US) $માં અને ફુગાવા સરભર યુએસ (US) $માં.
  • ગોલ્ડ સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરી અર્થતંત્ર સોનાના પુરવઠા કરતા વધુ ઝડપે વધતું હોય ત્યાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ મંદી કે ભાવ ઘટાડાની પરિસ્થિતિ સર્જે છે. જ્યારે અર્થતંત્ર તેના નાણાં પુરવઠા કરતા ઝડપથી વધતુ હોય, તો તે નાણાંનો ઉપયોગ મોટા કદનાં વ્યવહારો કરવા માટે જ કરવો જોઇએ. આ સિદ્ધ કરવા માટેના મુખ્ય રસ્તા નાણાંની ઝડપી હેરફેર અથવા તો વ્યવહારની પડતર ઓછી કરવી હોઈ શકે. જો મંદી પડતરને નીચે લઈ જાય તો નાણાંના દરેક એકમનુ વાસ્તવિક મૂલ્ય ઓછું થઈ જાય છે. આ રોકડા નાણાંનુ મૂલ્ય ઘટાડે છે અને વાસ્તવિક મિલકતોનું નાણાકીય મૂલ્ય ઘટાડે છે જેથી એ જ મિલકત ઓછા પૈસા આપીને ખરીદી શકાય છે. પરિણામે તે દેવાનું મૂડી સામેનું પ્રમાણ વધારે છે. દા.ત. વ્યાજ દરને અચળ રાખતાં, ચોક્કસ દરના ગૃહધિરાણની માસિક પડતર સરખી જ રહે છે, પણ ઘરની કિંમત ઓછી થઈ જાય છે અને ધિરાણ પરત કરવા માટે જરૂરી નાણાંનું મૂલ્ય વધતું જાય છે. રોકડ બચતો માટે મંદી કે ભાવ ઘટાડો લાભકારક નીવડે છે.[સંદર્ભ આપો]
  • મંદી બચતકર્તાઓ માટે લાભકરક તેમજ દેવાદારો માટે નુકસાનકારક હોય છે. આથી દેવાનો વાસ્તવિક બોજો વધે છે, જે દેવાદારોને તેમના ખર્ચા ઓછા કરી દેવું ચૂકવવા અથવા નાદારી નોંધવા વિવશ કરે છે. લેણદારો સમૃદ્ધ બનતા જાય છે, પરંતુ તેઓ પોતાની વધારાની સમગ્ર સંપત્તિ વાપરી નાખવાને બદલે થોડોક ભાગ બચાવી રાખવાનું પસંદ કરી શકે છે. આમ એકંદરે વપરાશ કે ખર્ચની માત્રા ઓછી થવા લાગે છે. મંદી મધ્યસ્થ બેંકને પણ તેની ખર્ચ કે વપરાશ વધારવાની શક્તિથી વંચિત કરી દે છે. મંદીને અંકુશમાં રાખવી ખૂબ મુશ્કેલ ગણાય છે તેમજ તે ગંભીર આર્થિક જોખમ પણ છે. જોકે વ્યવહારમાં સરકારો માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડી દઈને અથવા કૃત્રિમ ખર્ચા કરીને મંદીને હંમેશા અંકુશમાં રાખવી શક્ય હોય છે.
  • અત્યાર સુધીમાં ખાણમાંથી ખોદી કાઢવામા આવેલ સોનાની અંદાજીત માત્રા લગભગ 1,42,000 મેટ્રિક ટન છે. સોનાનો ભાવ $ 1,000 પ્રતિ ઔંસ કે $ 32,500 પ્રતિ કિલોગ્રામ ધારી લેતાં, અત્યાર સુધી ખોદી કાઢવામાં આવેલા સોનાનુ કુલ મૂલ્ય $ 4.5 ટ્રિલિયન જેટલું થાય. આ રકમ માત્ર યુએસ (US)માં જ ફરતાં નાણાં કરતા પણ ઓછી છે, કે જ્યાં $ 8.3 ટ્રિલિયન કરતા વધુ નાણાં ચલણમાં અથવા થાપણ (M2) તરીકે રહેલા છે. તેથી, અપૂર્ણાંક બેકિંગ ભંડોળનો ફરજિયાત અંત લાવી ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરફ પાછા વળતા સોનાના પ્રવર્તમાન મૂલ્યમાં નોંધપાત્ર વધારો થશે, અને તેના કારણે સોનાનાં હાલમાં થતા વપરાશમાં ઘટાડો થશે. દા.ત. $ 1,000 પ્રતિ ઔંસના પ્રમાણનો ઉપયોગ કરવાને બદલે $ 2,000 પ્રતિ ઔંસનું પ્રમાણ અસરકારક રીતે સોનાનું મૂલ્ય વધારીને $ 9 ટ્રિલિયન સુધી કરી શકે છે. જોકે, એ ગોલ્ડ સ્ટાન્ડર્ડની કાર્યક્ષમતા નહીં પરંતુ ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરફ પાછા ફરવાનો ગેરફાયદો છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડના કેટલાક તરફદારો તેને સર્વમાન્ય તથા જરૂરી ગણાવે છે જ્યારે અન્યો, કે જે અપૂર્ણાંક ભંડોળ બેંકિંગનો વિરોધ કરતા નથી તેઓ, એવી દલીલ કરે છે કે થાપણ નહી પણ આધારભૂત ચલણ બદલવાની જરૂર છે.[સંદર્ભ આપો] આધારભૂત ચલણ (M0)નું મૂલ્ય ઉપર આપેલ રકમ (M2) ના માત્ર દસમાં ભાગ જેટલું જ છે.
  • ઘણા અર્થશાસ્ત્રીઓ એવુ માને છે કે આર્થિક અધોગતિના સમયમાં નાણાંનો પુરવઠો વધારીને આર્થિક મંદીને ઘટાડી શકાય છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડનું અનુકરણ કરવાનો અર્થ એવો થાય કે નાણાંની માત્રા સોનાના પુરવઠા દ્વારા નિર્ધારિત થશે, અને નાણાકીય નીતિ આર્થિક મંદીના સમયમા અર્થતંત્રને સ્થિર કરવા માટે ઉપયોગી નહી રહે. ગોલ્ડ સ્ટાન્ડર્ડને મહામંદી માટે અંશતઃ રીતે જવાબદાર ઠરાવવા માટે આવા કારણો આપીને કહેવાય છે કે, ફેડરલ રિઝર્વ બજારમાં કાર્યરત મંદીના પરિબળોને અંકુશમાં રાખવા માટે પૂરતા પ્રમાણમાં ધિરાણનુ વિસ્તરણ કરવામા અસફળ રહ્યું છે. આ પ્રકારના મતના વિરોધીઓ એવી દલીલ કરે છે કે 1930 ના દાયકામાં ફેડરલ રિઝર્વ પાસે ધિરાણ વિસ્તરણ માટે જરૂરી સોનું ઉપલબ્ધ હતું પણ ફેડ સંચાલકો તેનો ઉપયોગ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા.
  • નાણાકીય નીતિ સોનાનાં ઉત્પાદનના દર દ્વારા નિર્ધારિત થાય છે. ચલણમાં વપરાતા સોનાની માત્રા વધવાથી ફુગાવો તેમજ ઘટવાથી મંદીની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક લોકો એવુ પણ માને છે કે મહામંદીની તીવ્રતા તેમજ સમયગાળો વધારવામાં આનો ફાળો હતો, કારણ કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ મધ્યસ્થ બેંકોને ચુસ્ત નાણાકીય નીતિ અપનાવવા માટે વિવશ કરતી જેથી મંદી સર્જાતી. જોકે મિલ્ટન ફ્રેડમેન એવી દલીલ કરતા કે યૂનાઈટેડ સ્ટેટ્સમાં મહામંદીની તીવ્રતા માટેનું મુખ્ય કારણ ગોલ્ડ સ્ટાન્ડર્ડ નહીં પણ ફેડરલ રિઝર્વ હતું, કારણ કે તેણે જાણી જોઈને નાણાકીય નીતિને ગોલ્ડ સ્ટાન્ડર્ડ માટે જરૂર હોય તે કરતા વધુ કડક રાખી. ઉપરાંત 1936 અન 1937માં ફેડરલ રિઝર્વ દ્વારા બેંક ભંડોળમાં કરવામા આવેલા ત્રણ વધારા કે જેમણે બેંક ભંડોળ બમણું કરી દીધુ તે નાણાં પુરવઠાનાં વધુ એક સંકોચન તરફ દોરી ગયા.
  • જોકે ગોલ્ડ સ્ટાન્ડર્ડ લાંબા ગાળાની ભાવ સ્થિરતા આપે છે પણ ટૂંકા ગાળામા તે ભાવોની ભારે હિલચાલ પણ સર્જે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 1879 થી 1913ની વચ્ચે ભાવસપાટીની વાર્ષિક વધઘટનો ગુણાંક તફાવત 17.0 હતો જ્યારે 1943 થી 1990 વચ્ચે તે ફક્ત 0.88 હતો. એન્ના સ્વાર્ત્ઝ તેમજ અન્યો દ્વારા એવી દલીલ કરવામાં આવી કે આ પ્રકારની ટૂંકા ગાળાની ભાવ અસ્થિરતા નાણાકીય અસ્થિરતા તરફ દોરી જઈ શકે છે કારણકે લેણદારો તેમજ દેવાદારો તેમના દેવાનાં મૂલ્ય વિષે અનિશ્વિત બને છે.
  • કેટલાક લોકો એમ કહે છે કે જ્યારે સરકારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સટ્ટાકૃત હુમલાઓ પ્રત્યે અતિ સંવેદનશીલ બને છે, છતા બીજા ઘણા લોકો કહે છે કે આ ભય સરકારને જોખમી નીતિઓ (જુઓ નૈતિક સંકટ) અપનાવતી અટકાવે છે. દા.ત. કેટલાક લોકો એવુ માને છે કે 1920ની અસામાન્ય રીતે સરળ ધિરાણ નીતિ પછી મહામંદીમાં પોતાના નાણાંની વિશ્વાસનિયતા ટકાવી રાખવા યુનાઇટેડ સ્ટેટ્સને વ્યાજ દરો ઘટાડવાની ફરજ પડી હતી. આ ગેરલાભ માત્ર ગોલ્ડ સ્ટાન્ડર્ડ જ નહીં પણ બધી જ ચોક્કસ વિનિમય દર ધરાવતી પદ્ધતિઓમાં રહે છે. ચોક્કસ વિનિયમ દર ધરાવતી તમામ પદ્ધતિઓ નબળી જણાય તે સટ્ટાકૃત હુમલાઓનો ભોગ બની શકે.
  • જો કોઈ દેશ પોતાના ચલણનું અવમૂલ્યન કરવા ઈચ્છતો હોય તો, અવમૂલ્યનની પદ્ધતિના આધારે, આદેશાત્મક ચલણમાં સામાન્ય રીતે સરળ ઘટાડા કરતાં તીવ્ર વધઘટ અનુભવાશે.

નવીકૃત ગોલ્ડ સ્ટાન્ડર્ડના હિમાયતીઓ

ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરફ પુનર્ગમનને ઓસ્ટ્રીયન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના કેટલાક અનુયાયીઓ, ઉદ્દેશવાદીઓ, ચુસ્ત બંધારણવાદીઓ અને સ્વાતંત્ર્યવાદીઓનો ટેકો મળ્યો કારણ કે તેઓ મધ્યસ્થ બેન્કો દ્વારા આદેશાત્મક ચલણ બહાર પાડવામાં સરકારની ભૂમિકાના વિરોધી હતા. ગોલ્ડ સ્ટાન્ડર્ડના ઘણા બધા પક્ષકારો અપૂર્ણાંક ભંડોળ બેંકિંગનો ફરજિયાત અંત લાવવાની માંગણી કરે છે.[સંદર્ભ આપો]

ઓસ્ટ્રીયન સ્કૂલના અનુયાયીઓ તથા થોડાક પુરવઠાના પક્ષકરોને છોડી દેતા, કેટલાક કાયદાના ઘડનારાઓ આજે ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરફ પાછા વળવાની તરફેણમાં પણ છે. જોકે યુએસ (US). ફેડરલ રીઝર્વના ભૂતપૂર્વ અધ્યક્ષ એલન ગ્રીનસ્પેન (કે જે પોતે પહેલાં ઉદ્દેશવાદી હતા) તેમજ સમષ્ટી અર્થશાસ્ત્રી રોબર્ટ બેરો સહિત કેટલાક નામાંકિત અર્થશાસ્ત્રીઓ નક્કર કે રોકડ ચલણ આધારો માટે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને આદેશાત્મક નાણાંનાં વિરોધમાં દલીલ કરે છે. ગ્રીનસ્પેને 1966ના તેમના વિખ્યાત વિશ્લેષણ પત્ર "ગોલ્ડ એન્ડ ઈકોનોમીક ફ્રીડમ"માં ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરફ પાછા વળવા માટે દલીલ કરી, જેમા તેમણે આદેશ ચલણના સમર્થકોને "વેલફેર સ્ટેટિસ્ટ" કે જેમનો ઉદ્દેશ ખાધ પૂરવણી માટે નાણાકીય નીતિનો ઉપયોગ કરવાનો હોય તેવા વર્ણવ્યા. તેમણે એવી દલીલ કરી કે તેમના વખતની (નિક્સન શોક પહેલાંની) આદેશ નાણાં પદ્ધતિમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડનાં કેટલાક અનુકૂળ ગુણધર્મો રહેલાં હતા કારણ કે મધ્યસ્થ બેંકરોએ ગોલ્ડ સ્ટાન્ડર્ડ અસ્તિત્વમાં જ હોય તેમ જાણીને નાણાકીય નીતિ અનુસરી. યુએસ (US) કોંગ્રેસના સભ્ય રોન પૌલ ગોલ્ડ સ્ટાન્ડર્ડની પુનઃપ્રતિષ્ઠા માટે સતત દલીલ કરતા, પણ હવે તે સશક્ત હિમાયતી રહ્યાં નથી, બલ્કે મુક્ત બજારમાંથી ઉદભવતા કોમોડિટીના સમૂહનું સમર્થન કરે છે.

પ્રવર્તમાન વૈશ્વિક નાણાતંત્ર ભંડોળ ચલણ તરીકે યુએસ (US) ડોલર પર આધાર રાખે છે કે જેના દ્વારા મોટા પાયાના વ્યવહારો, જેમકે સ્વયં સોનાનો ભાવ માપવામાં આવે છે.[સંદર્ભ આપો] ઊર્જા આધારિત ચલણ, ચલણ કે કોમોડિટીના બજાર સમૂહ સહિત ઘણા બધાં વિકલ્પો પ્રસ્તાવિત થયા, જેમાં સોનુ પણ એક વિકલ્પ હતું.

2001માં મલેશિયાના વડાપ્રધાન મહાથિર બિન મોહંમદે નવું ચલણ પ્રસ્તાવિત કર્યુ કે જે શરૂઆતમાં મુસ્લિમ દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઉપયોગમાં લેવાનું હતું. તેમના દ્વારા પ્રસ્તાવિત ચલણ ઈસ્લામિક સુવર્ણ દિનાર કહેવાતુ અને તે 4.25 ગ્રામ શુદ્ધ સોનાનું (24 કેરટ) બનેલુ હોય છે. મહાથિર મોહંમદે આ અભિગમનો લેખાજોખાના સ્થિર એકમ તરીકેના તેના આર્થિક ગુણ તેમજ ઈસ્લામિક રાષ્ટ્રો વચ્ચે બંધુત્વ વધારવા માટેના રાજનૈતિક ચિન્હ તરીકે પ્રચાર અને પ્રસાર કર્યો. આ પગલાં ઉઠાવવા પાછળનો મુખ્ય આશય ભંડોળ ચલણ તરીકે યુએસ (US) ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો, અને વ્યાજ વસુલ કરવાની વિરૂદ્ધ એવા ઈસ્લામિક કાયદાઓ પ્રમાણે દેવાં મુક્ત ચલણ સ્થાપિત કરવાનો હતો. જોકે, આજ તારીખમાં મહાથિરનું પ્રસ્તાવિત સુવર્ણ-દિનાર પકડ બનાવવામાં નિષ્ફળ નીવડ્યુ છે.

સોનુ આજે એક ભંડોળ તરીકે

સ્વિસ ફ્રેંક (સ્વિસ ફ્રૅંક) 1936 થી માંડીને 2000, કે જ્યાં સુધી તેને સોનામાં પરિવર્તનશીલતાનો અંત આણ્યો ત્યાં સુધી, 40 % કાયદાકીય સુવર્ણ ભંડોળ આવશ્યકતા પર આધારિત હતું. જોકે, ઘણા દેશો તેમના ચલણની રક્ષા કરવા તેમજ યુએસ (US) ડોલર કે જે તરલ નાણાં ભંડોળના જથ્થા તરીકે કામ કરે છે, તેનાથી નુકશાન થતું અટકાવવા માટેના માધ્યમ તરીકે સુવર્ણ ભંડોળનો મોટો જથ્થો રાખી મૂકે છે. વિદેશી ચલણ તેમજ સરકારી બોન્ડ ઉપરાંત સોનુ લગભગ બધી મધ્યસ્થ બેન્કો[સંદર્ભ આપો] માટે મુખ્ય નાણાકીય મિલકત તરીકે હોય છે. તે મધ્યસ્થ બેન્કો દ્વારા તેમની જ સરકારોને "આંતરિક ભંડોળ" તરીકે આપતા ધિરાણ સામે નુકશાન નિવારક તરીકે પણ રાખવામાં આવે છે.[સંદર્ભ આપો]

સોનાનાં સિક્કા તેમજ સોનાની લગડી બંનેનો તરલ બજારોમાં વ્યાપક રીતે વેપાર કરવામાં આવે છે અને તેથી તે હજુ પણ સંપત્તિના ખાનગી સંગ્રહ તરીકે વાપરવામાં આવે છે. કેટલાક ખાનગી રીતે બહાર પડાતા ચલણ, જેવા કે ડિજિટલ સુવર્ણ ચલણ, ને સુવર્ણ ભંડોળ દ્વારા પીઠબળ આપવામાં આવે છે. 1999 માં સોનાનું ભંડોળ તરીકેનું મૂલ્ય જાળવી રાખવા યુરોપિયન મધ્યસ્થ બેન્કે સોના માટેના વોશિંગ્ટન કરાર પર હસ્તાક્ષર કર્યા, જે મુજબ, અગાઉથી નક્કી થયેલ વેચાણને છોડી દેતાં, ન તો તે સટ્ટાકીય હેતુ માટે સોનુ ગીરો આપી શકશે કે ન તો વિક્રેતા તરીકે બજારમાં પ્રવેશી શકશે.


સંદર્ભો

Tags:

સુવર્ણ માનક સોનાના સિક્કાની ચલણ પદ્ધતિ (ગોલ્ડ સ્પીશી સ્ટાન્ડર્ડ)સુવર્ણ માનક ચાંદીનાં ચલણ અને બેંકની નોટોની કટોકટી (1750-1870)સુવર્ણ માનક સુવર્ણ વિનિમય ચલણ પદ્ધતિસુવર્ણ માનક ગોલ્ડ બુલિયન સ્ટાન્ડર્ડસુવર્ણ માનક ગોલ્ડ સ્ટાન્ડર્ડ અપનાવવાની તારીખોસુવર્ણ માનક ગોલ્ડ સ્ટાન્ડર્ડનું નિલંબનસુવર્ણ માનક પદ્ધતિસુવર્ણ માનક ફાયદાઓસુવર્ણ માનક ગેરફાયદાસુવર્ણ માનક નવીકૃત ગોલ્ડ સ્ટાન્ડર્ડના હિમાયતીઓસુવર્ણ માનક સોનુ આજે એક ભંડોળ તરીકેસુવર્ણ માનક સંદર્ભોસુવર્ણ માનક વધુ વાંચનસુવર્ણ માનક બાહ્ય લિંક્સસુવર્ણ માનકસોનું

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિક્રમ ઠાકોરમોખડાજી ગોહિલગોધરાઆયોજન પંચપ્રકાશસ્વામી સચ્ચિદાનંદકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીજામનગરકેન્દ્રશાસિત પ્રદેશભજનમકાઈકુપોષણવલ્લભભાઈ પટેલઇલોરાની ગુફાઓતક્ષશિલાજળ ચક્ર૨૦૦૧ ગુજરાત ધરતીકંપમાનવ શરીરસ્વામી વિવેકાનંદબાજરી૧૮૫૭ની ભારતીય ક્રાંતિમહાભારતગુજરાતી સાહિત્યકુદરતી આફતોપ્રેમાનંદઓખાહરણસાબરમતી નદીપર્યાવરણીય શિક્ષણપશ્ચિમ બંગાળમાર્કેટિંગઊર્જા બચતખોડિયારખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)સંઘર્ષવર્તુળનો પરિઘનરસિંહ મહેતાધ્વનિ પ્રદૂષણમહારાષ્ટ્રઇન્સ્ટાગ્રામબહુચર માતાદેવાયત બોદરગાંધીનગર જિલ્લોજૈવ તકનીકગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોચોલ સામ્રાજ્યલોકસભાના અધ્યક્ષપીપાવાવ બંદરરમણલાલ દેસાઈકચ્છનું મોટું રણકાદુ મકરાણીઅબુલ કલામ આઝાદસામાજિક વિજ્ઞાનમોગલ માચેસબોરસદ સત્યાગ્રહઘર ચકલીભીષ્મગુજરાતી સાહિત્યકારોની યાદીમાતાનો મઢ (તા. લખપત)ક્રિયાવિશેષણઓઝોનજાહેરાતબારડોલી સત્યાગ્રહહિંમતનગર તાલુકોઅજંતાની ગુફાઓજિલ્લોકુન્દનિકા કાપડિયાપાળિયાકાકાસાહેબ કાલેલકરઅર્જુનવિષાદ યોગદશાવતારરામનવમીનર્મદા નદીચોઘડિયાંશાહરૂખ ખાનપુરાણલાભશંકર ઠાકર🡆 More