સંગાઈ મહોત્સવ

સંગાઈ મહોત્સવ મણિપુર પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે ૨૧ થી ૩૦ નવેમ્બર દરમિયાન આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ છે.

પ્રવાસન મહોત્સવ તરીકે ઉજવવામાં આવતા આ મહોત્સવને ૨૦૧૦થી સંગાઈ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. મણિપુરના રાજ્ય પશુ તરીકે ઓળખ ધરાવતા હરણની દુર્લભ પ્રજાતિના પ્રાદેશિક નામ સંગાઈ પરથી આ નામ આપવામાં આવ્યું છે જે શરમાળ અને સૌમ્ય ભ્રમરવાળા હરણની વિશિષ્ટતાને રજૂ કરે છે. મણિપુરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તે કલા અને સંસ્કૃતિ, હસ્તકલા, હસ્તશિલ્પ, લલિતકલા, સ્વદેશી રમતો, ખાનપાન, સંગીત અને સાહસિક રમતો સાથે પ્રાકૃતિક પર્યાવરણમાં રાજ્યના યોગદાનને પ્રદર્શિત કરે છે. તે મુખ્યત્વે ઇમ્ફાલના ખીણ વિસ્તારોમાં વિવિધ ભાગોમાં ઉજવવામાં આવે છે. વિશ્વભરમાંથી ઘણા પ્રવાસીઓ આવે છે અને તેમની હસ્તકલાનું પ્રદર્શન કરે છે. ઘણા લોકોએ સંગાઈ મહોત્સવ કેવી રીતે ઉજવવામાં આવે છે તે વિશે વાત કરવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે કે તે માત્ર એક જ જગ્યાએ યોગ્ય વ્યવસ્થા અને મોટા બજેટ સાથે ઉજવવામાં આવવો જોઈએ જેથી આ તહેવાર વધુ મોટા અને અનોખા બને અને સમગ્ર વિશ્વમાં ફેલાય.

સંગાઈ મહોત્સવ
સંગાઈ મહોત્સવ મણિપુર ખાતે સંગાઈ હરણની પ્રતિકૃતિ
સંગાઈ મહોત્સવ
'મણિપુર સંગાઇ મહોત્સવ ૨૦૧૭' ના ઉદ્‌ગાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
સંગાઈ મહોત્સવ
સંગાઈ મહોત્સવ, ૨૦૧૪ના સમાપન કાર્યક્રમમાં સંબોધન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઉત્સવ સ્થાનો

૨૦૧૭ થી સંગાઈ મહોત્સવના કાર્યક્રમો વિવિધ સ્થળોએ યોજવામાં આવ્યાં છે:

  • માઓ
  • ઉખરૂલ
  • લમ્બોઇકોંગનાંગખોંગ, યુરીપોક
  • કીબુલ લમજાઓ
  • ખુમાન લંપક
  • હપ્તા કાંગજીબુંગ .

હાપ્તા કાંગજીબંગ અને ભેગ્યાચંદ્ર ઓપન એર થિયેટર (બોટ)

  • ૧૦ દિવસ સુધી ચાલનારા મહોત્સવનું મુખ્ય સ્થળ.
  • (BOAT) પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.
  • ફૂડ કોર્ટ
  • હેરિટેજ પાર્ક
  • સમાપન સમારોહ

લોકટક તળાવ

સંગાઈ મહોત્સવ 
લોકટક તળાવ

રાજ્યનું મુખ્ય આકર્ષણ વિષ્ણુપુર જિલ્લામાં આવેલ લોકટક તળાવ છે. ઇમ્ફાલ શહેરથી ૪૮ કિ.મી.ના અંતરે આવેલું તે ઉત્તર-પૂર્વ ભારતનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે. તે પાણીનો એક પટ્ટો છે જે નાના દરિયાઈ સમુદ્ર જેવો છે. મુલાકાતીઓ સેન્દ્રા ખાતેથી તળાવનો નજારો જોઈ શકે છે. ફુમસંગ તરીકે ઓળખાતી તરતી ઝૂંપડીઓમાં ફુમડી નામના તરતા ટાપુઓમાં રહેતા માછીમારો આ સરોવરની જોવાલાયક જગ્યા છે. સેન્દ્રા એક પ્રવાસન સ્થળ છે. અહીં તકમુ વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બોટિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે.

કેઈબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન

સંગાઈ મહોત્સવ 
રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંગાઈ હરણ

વિશ્વનું એકમાત્ર તરતુ રાષ્ટ્રીય ઉદ્યાન, લોકતક સરોવર પર આવેલું કેઇબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન મણિપુરના નૃત્યશીલ હરણ "સંગાઇ" (રૂસેર્વસ એલ્ડીઈ એલ્ડીઈ)નું છેલ્લું કુદરતી નિવાસસ્થાન છે. જોવા મળતા અન્ય વન્યજીવોમાં હોગ હરણ, ઓટર, પાણીના પક્ષી અને સ્થળાંતર કરતા પક્ષીઓનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે નવેમ્બરથી માર્ચ દરમિયાન જોવા મળે છે. મણિપુરનું વન વિભાગ ઉદ્યાનની અંદર મણિપુર વન વિભાગના વોચ ટાવર અને બે રેસ્ટ હાઉસ આવેલા છે.

સંગાઈ પરના દસ્તાવેજી ચિત્ર (ડોક્યુમેન્ટ્રી)નું વિમોચન મણિપુરના વન વિભાગ દ્વારા સંગાઇ મહોત્સવ ૨૦૧૭ દરમિયાન કરવામાં આવ્યું હતું.

આઈએનએ શહીદોનું સ્મારક

મોઇરંગના વિષ્ણુપુર જિલ્લાનું આ શહેર ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં સ્થાન ધરાવે છે. મોઇરંગમાં પહેલીવાર ૧૪ એપ્રિલ, ૧૯૪૪ના રોજ ભારતેય રાષ્ટ્રીય સેનાનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પત્રો, તસવીરો, બેજ ઓફ રેન્ક અને અન્ય યુદ્ધ સ્મૃતિચિહ્નોનો સંગ્રહ ધરાવતું આ નાનું મ્યુઝિયમ નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં INA ના સૈનિકોએ આપેલા બલિદાનની યાદ અપાવે છે.[સંદર્ભ આપો]

સંદર્ભ

Tags:

સંગાઈ મહોત્સવ ઉત્સવ સ્થાનોસંગાઈ મહોત્સવ આઈએનએ શહીદોનું સ્મારકસંગાઈ મહોત્સવ સંદર્ભસંગાઈ મહોત્સવ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માંગરોળ (સુરત) તાલુકોજાપાનનો ઇતિહાસલેપ્ટોસ્પાઇરોસિસમહાત્મા ગાંધીનું કુટુંબગંગા નદીકારેલુંસુરત ડાયમંડ બુર્સભાવનગરગેની ઠાકોરદમણઅહમદશાહરમેશ પારેખગુજરાતી સામયિકોબજરંગદાસબાપાબેંક ઓફ બરોડાગૌતમ અદાણીવીંછુડોઅંગ્રેજી ભાષાદૂધરેવા (ચલચિત્ર)આવળ (વનસ્પતિ)તલાટી-કમ-મંત્રીધરતીકંપદિવ્ય ભાસ્કરમુંબઈટાઇફોઇડભારતીય સંગીતસચિન તેંડુલકરપાકિસ્તાનબાજરીવીર્યઉંબરો (વૃક્ષ)અમદાવાદલીંબુશહેરીકરણરાહુલ સાંકૃત્યાયનગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાવર્ણવ્યવસ્થાલસિકા ગાંઠએપ્રિલ ૨૭વ્યાયામએઇડ્સઅલ્પેશ ઠાકોરઘૃષ્ણેશ્વરડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનગાંધીનગર લોક સભા મતવિસ્તારબિકાનેરચાણક્યગીતા રબારીમગફળીહરે કૃષ્ણ મંત્રડિજિટલ માર્કેટિંગગોળ ગધેડાનો મેળોકરીના કપૂરહિંમતનગરદેવાયત બોદરગિરનારવડરાણકી વાવનવોદય વિદ્યાલયશ્રીનિવાસ રામાનુજનજૂનું પિયેર ઘરસ્નેહલતાભારતની નદીઓની યાદીસોફ્ટબોલગુજરાત વડી અદાલતમરાઠા સામ્રાજ્યરક્તપિતજીસ્વાનવિરામચિહ્નોસંસ્કારપિત્તાશયભવભૂતિમળેલા જીવનવસારી લોક સભા મતવિસ્તારબહુચરાજીઑસ્ટ્રેલિયા🡆 More