લાટના ચાલુક્ય

લાટના ચાલુક્ય એક ભારતીય રાજવંશ હતા, જેમણે ૧૦મી અને ૧૧મી સદી દરમિયાન વર્તમાન ગુજરાતના લાટ પ્રદેશ પર શાસન કર્યું હતું.

તેમણે શરૂઆતના વર્ષોમાં પશ્ચિમી ચાલુક્યોના સામંતો તરીકે શાસન કર્યું હતું અને છેવટે ગુજરાતના ચાલુક્યો (સોલંકીઓ)એ તેમને હરાવ્યા હતા.

લાટના ચાલુક્ય
પશ્ચિમી ચાલુક્યના સામંત

ઈ.સ. ૯૭૦–ઈ.સ. ૧૦૭૦
સરકારરાજાશાહી
ઇતિહાસ 
• Established
ઈ.સ. ૯૭૦
• Disestablished
ઈ.સ. ૧૦૭૦
પહેલાં
પછી
લાટના ચાલુક્ય પશ્ચિમી ચાલુક્ય
સોલંકી વંશ લાટના ચાલુક્ય
આજે ભાગ છે:ભારત

ઇતિહાસ

રાજવંશના પ્રથમ શાસક બરપ્પાની ઓળખ પશ્ચિમી ચાલુક્ય રાજા તેલપ્પા દ્વિતીયના સેનાપતિ તરીકે થાય છે. કદાચ તેલપ્પાએ તેમને લાટ પ્રદેશના પ્રશાસક બનાવ્યા હોય. મેરુતુંગાના પ્રબંધ-ચિંતામણી મુજબ, બરપ્પા અને સપાદલક્ષ શાસક (શકમ્બરીના ચાહમન) રાજા વિગ્રહરાજા દ્વિતીયએ એક સાથે ગુજરાત પર હુમલો કર્યો હતો. ગુજરાતના ચાલુક્ય રાજા મૂળરાજે સપાદલક્ષ શાસકને જણાવ્યું કે જ્યાં સુધી તેઓ બરપ્પા સાથેનું યુદ્ધ પૂરું ન કરે ત્યાં સુધી તેમના પર હુમલો ન કરે. ત્યારબાદ તેમણે બરપાને હરાવ્યા, જેના કારણે સપાદલક્ષ રાજાને ગુજરાત છોડીને ભાગી જવા પ્રેર્યો. મેરુતુંગા ગુજરાતના હોવાથી આ વિવરણ પક્ષપાતી હોઈ શકે છે. ચાહમન ઇતિહાસકારોનો દાવો છે કે વિગ્રહરાજાએ મૂળરાજને હરાવ્યા હતા અને ભૃગુકચ્છ સુધી કૂચ કરી હતી, જ્યાં તેમણે પોતાના કુળદેવી આશાપુરા માતાને સમર્પિત મંદિરનું નિર્માણ કર્યું હતું. એક સિદ્ધાંત મુજબ, વિગ્રહરાજા દ્વિતીય બરપ્પા સાથે સંકળાયેલા હતા અને તેમને સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.

[હેમચંદ્રાચાર્ય|હેમચંદ્ર]]ના દ્વયશ્રય કાવ્ય મુજબ મુળરાજના પુત્ર ચામુંડરાજે લાટ પર હુમલો કર્યો અને બરપ્પાની હત્યા કરી નાખી. બરપ્પાના પુત્ર ગોગી-રાજએ લાટ વિસ્તારમાં પરિવારના શાસનને પુનર્જીવિત કર્યું હશે. પરંતુ ઇ.સ. ૧૦૭૪ સુધીમાં ગુજરાતના ચાલુક્યોએ આ રાજવંશને પરાજય આપ્યો હોય તેવું લાગે છે.

વંશક્રમ

પરિવારના નીચેના સભ્યો (અંદાજિત શાસન સાથે) જાણીતા છે :

  • નિમ્બાર્ક
  • બરપ્પા ઈ.સ. ૯૭૦-૯૯૦
  • ગોગીરાજ અથવા ગોંગીરાજ ઈ.સ.૯૯૦-૧૦૧૦
  • કિર્તિરાજ ઈ.સ. ૧૦૧૦-૧૦૩૦
  • વત્સરાજ ઈ.સ. ૧૦૩૦-૧૦૫૦
  • ત્રિલોચનપાળ ઈ.સ. ૧૦૫૦-૧૦૭૦

શિલાલેખ

લાટ ચાલુક્યના શિલાલેખના સ્થળો

કિર્તીરાજનો શક સંવત ૯૪૦નો (ઈ.સ. ૧૦૧૮) તામ્રપત્ર શિલાલેખ સુરતમાં મળી આવ્યો હતો. તેમાં તેમના પૂર્વજોનું નામ ગોગી, બરપ્પા અને નિમ્બાર્ક છે.

ત્રિલોચનપાળના શક સંવત ૯૭૨ (ઈ.સ. ૧૦૫૦ (એકલાહારા) અને ઈ.સ. ૧૦૫૧ (સુરત)ના બે તામ્રપત્ર શિલાલેખો પણ મળી આવ્યા છે. આ શિલાલેખોમાં ચાલુક્યોની પૌરાણિક ઉત્પત્તિનું વિવરણ આપવામાં આવ્યું છે - પરિવારનો ઉદ્‌ભવ સર્જક દેવતા વિરિંચી (બ્રહ્મા) ના 'ચુલુકા' (વાસણ અથવા વાળેલી હથેળી)માંથી થયો હતો. દેવતાની સલાહ પર તેમણે કન્યકુબ્જાની રાષ્ટ્રકુટ રાજકુમારી સાથે લગ્ન કર્યા. ત્રિલોચનાપાળના શિલાલેખોમાં તેમના ચાર પૂર્વજોનો ઉલ્લેખ છે : વત્સ, કીર્તિ, ગોગી અને બરપ્પા. કહેવાય છે કે વત્સએ ભગવાન સોમનાથ માટે સુવર્ણ છત્રી બનાવી હતી અને નિઃશુલ્ક ભોજનશાળા ('સત્ર') પણ સ્થાપી હતી. ત્રિલોચનાપાળને 'મહા મંડલેશ્વર'નું બિરુદ્દ આપવામાં આવ્યું છે. ઈ.સ.૧૦૫૦ના શિલાલેખ મુજબ તારાદિત્ય નામના બ્રાહ્મણને એકલહારા ગામનું દાન આપવામાં આવ્યું છે.

સંદર્ભ

આ પણ જુઓ

Tags:

લાટના ચાલુક્ય ઇતિહાસલાટના ચાલુક્ય વંશક્રમલાટના ચાલુક્ય શિલાલેખલાટના ચાલુક્ય સંદર્ભલાટના ચાલુક્ય આ પણ જુઓલાટના ચાલુક્યગુજરાતલાટ (વિસ્તાર)સોલંકી વંશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નરેન્દ્ર મોદી સ્ટેડિયમટ્વિટરલગ્નમુસલમાનવીર્ય સ્ખલનદાહોદગલગોટાસંસ્કૃત ભાષારબારીઉણ (તા. કાંકરેજ)ભજનમોરારીબાપુનારિયેળહિતોપદેશનવસારી જિલ્લોચેસસ્વામી વિવેકાનંદવિષ્ણુગુજરાત યુનિવર્સિટીઆયુર્વેદસ્વામિનારાયણલોથલસૂર્યમંદિર, મોઢેરામિઆ ખલીફાભારતનું બંધારણઅડાલજની વાવસુરતધ્રુવ ભટ્ટચોમાસુંયુનાઇટેડ કિંગડમબીજું વિશ્વ યુદ્ધઝરખરાજીવ ગાંધીવાકછટાભૌતિક શાસ્ત્રરાજા રામમોહનરાયહાથીભારતના રાષ્ટ્રપતિઓની યાદીઠાકોરહેમચંદ્રાચાર્યઆદિવાસીતાલુકા મામલતદારદેવચકલીસુંદરવનકલાપ્રજાસત્તાક દિન (ભારત)સમય માપવાનાં સાધનોનો ઇતિહાસરમત-ગમતબહારવટીયોવિશ્વની અજાયબીઓછંદચણાકસ્તુરબાશક સંવતભારતના રાજ્ય વૃક્ષોની યાદીમિથુન રાશીપન્નાલાલ પટેલશીતળાપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)ફાધર વાલેસશ્યામજી કૃષ્ણ વર્માશાહબુદ્દીન રાઠોડભગવદ્ગોમંડલમુઘલ સામ્રાજ્યમુંબઈલીડ્ઝખાખરોગુજરાતી વિશ્વકોશભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલકસૂંબોઘર ચકલીફિરોઝ ગાંધીચુનીલાલ મડિયામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાઅવકાશ સંશોધન🡆 More