મર્યાદિત ઓવરોનું ક્રિકેટ , એક-દિવસીય ક્રિકેટ તરીકે પણ અને થોડા અલગ સંદર્ભમાં લિસ્ટ એ (A) ક્રિકેટ તરીકે ઓળખાય છે, જે ક્રિકેટની રમતનું એક સ્વરૂપ છે જેમાં મેચ સામાન્ય રીતે એક દિવસમાં પૂરી કરવામાં આવે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
જ્યારે ટેસ્ટ અને પ્રથમ-કક્ષાની મેચો પાંચ દિવસ સુધીનો સમય લઇ શકે છે. તેનું નામ જ એ નિયમ પર પ્રકાશ પાડે છે કે મેચમાં દરેક ટીમ નક્કી કરેલી મહતમ ઓવરો ફેંકે છે, જેની સંખ્યા સામાન્ય રીતે 20થી 50 હોય છે, જોકે મર્યાદિત ઓવરોનાં ક્રિકેટના ટૂંકા અને લાંબા સ્વરૂપો રમાઇ ચૂક્યાં છે. મહત્વની એક-દિવસીય મેચો, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચો માટે બે દિવસ વધારાના રાખવામાં આવ્યા હોય છે, જેમાં બીજો દિવસ "અનામત" હોય છે અને પ્રથમ દિવસે રમતનું પરિણામ શક્ય ન બન્યું હોય તો આ દિવસે રમત પૂરી કરવાની તક અપાય છે (ઉદાહરણ તરીકે જો રમતને વરસાદને કારણે અધૂરી મૂકવી પડી હોય કે બંધ રાખવી પડી હોય).
દરેક ટીમ માત્ર એક જ વખત દાવ લે છે, અને દરેક દાવ ચોક્કસ ઓવરો સુધી સીમિત રાખવામાં આવ્યો હોય છે. મોટેભાગે એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં તે પચાસ ઓવરોનો હોય છે તેમજ લિસ્ટ એ (A)માં ચાલીસથી સાઇઠ ઓવરનો હોય છે. લિસ્ટ એ (A) મર્યાદિત-ઓવર્સ (એક-દિવસીય) સ્વરૂપના ક્રિકેટનું સ્થાનિક કક્ષાએ વર્ગીકરણ છે. ક્રિકેટમાંથી લિમિટેડ ઓવર્સ (એક દિવસીય)નું એક વર્ગીકરણ છે, સ્થાનિક કક્ષાએ તકનીકી રીતે એક-દિવસીય ક્રિકેટ પ્રેક્ષકોમાં લોકપ્રિય છે, કારણ કે તે આક્રમક અને સાહસી મનોરંજક બેટિંગને ઉત્તેજન આપે છે, અને તે મોટેભાગે દિલધડક અંતમાં પરિણમે છે. પાંચ દિવસની સતત હાજરીની જગ્યાએ પ્રેક્ષક આખી મેચ દિવસમાં જ જોઇ શકે છે. જોકે, ટેસ્ટ મેચ ક્રિકેટના ઘણાં ચુસ્ત સમર્થકો ટીમની સંબધિત નિપુણતાઓને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ નીવડ્યાં છે. આધુનિક એક-દિવસીય વ્યૂહનીતિઓ મુજબ બેટ્સમેન પ્રથમ અને છેલ્લી કેટલીક ઓવરોને બાદ કરતાં જોખમ ઘણું ઓછું લે છે, જેનાથી જે ઉત્સાહનો દાવો કરવામાં આવે છે તે ઉત્સાહ સતત ઘટી રહ્યો છે.
ઉપર જણાવ્યું તેમ, મોટાભાગની એક-દિવસીય મેચોમાં એક બોલેરે ફેંકવાની ઓવરોની સંખ્યા પર નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. કોઇ ટીમ વિરોધી ટીમ સામે લાંબુ ટકી શકનારા પોતાના બે શ્રેષ્ઠ બોલરોને જ આખી મેચમાં રમાડે નહીં તે હેતુથી આ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. આ નિયંત્રણમાં કોઇ પણ ટીમને ઓછામાં ઓછા પાંચ એવા ખેલાડીઓને સમાવવા જ પડે છે કે જે બોલિંગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, વીસ-ઓવરની મેચ માટે સામાન્ય મર્યાદા પ્રતિ બોલર ચાર ઓવરની છે, જ્યારે ચાલીસ-ઓવરની મેચ માટે પ્રતિ બોલર આઠ ઓવર અને પચાસ-ઓવરની મેચ માટે દસ ઓવરની મર્યાદા છે. જોકે આ મર્યાદામાં કેટલાક અપવાદ પણ છે: યુનાઇટેડ સ્ટેટ્સમાં રમાતાં પ્રો ક્રિકેટમાં દરેક બોલર પાંચ ઓવર ફેંકી શકે છે, જેથી દરેક ટીમમાં ચાર જ બોલરની જરૂર પડે છે.
એક-દિવસીય ક્રિકેટની શરૂઆત ઇંગ્લિશ કાઉન્ટી ટીમો વચ્ચે 2 મે 1962માં થઇ હતી. "મિડલેન્ડ્સ નોક-આઉટ કપ"માં લીસેસ્ટરશાયર દ્વારા ડર્બીશાયરને અને નોર્ધમ્પ્ટનશાયર દ્વારા નોટિંઘમશાયરને 65 ઓવરોમાં પરાજય આપવામાં આવ્યો હતો, જેમાં અઠવાડિયા પછી નોર્ધમ્પ્ટનશાયર વિજેતા રહ્યું હતું. તે પછીના જ વર્ષમાં, પ્રથમ-કક્ષાની ટીમો વચ્ચે પ્રથમ સંપૂર્ણ-કક્ષાની એક-દિવસીય નોક-આઉટ સ્પર્ધા જીલેટ કપ યોજાઇ, જેમાં સસેક્સ વિજયી રહ્યું હતું. 1969માં જ્હોન પ્લેયર સન્ડે લીગની શરૂઆત સાથે ઇંગ્લેન્ડમાં લીગ એક-દિવસીય ક્રિકેટની શરૂઆત પણ થઇ. શરૂઆતથી જ આ બંને સ્પર્ધાઓ દરેક સીઝનમાં નિયમિતપણે રમાતી રહી છે, જોકે તેના પ્રાયોજકો બદલતાં રહ્યાં છે. નોક-આઉટ કપ હવે ફ્રેન્ડસ પ્રોવિડન્ટ ટ્રોફી તરીકે જાણીતો છે. લીગ હવે માત્ર રવિવાર પૂરતું મર્યાદિત નથી રહ્યું, કારણ કે સ્પર્ધામાં હવે 40 ઓવરોથી વધુ રમાય છે. હવે તે નેટવેસ્ટ પ્રો40 તરીકે ઓળખાય છે.
પ્રથમ મર્યાદિત ઓવર આંતરરાષ્ટ્રીય (એલઓઆઇ (LOI)) મેચ અથવા એક-દિવસીય આંતરરાષ્ટ્રીય (ઓડીઆઇ (ODI)) મેચ 1971માં મેલબોર્નમાં રમાઇ હતી અને ચતુર્વાર્ષિક ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 1975માં થઇ હતી. રંગીન કપડાં સહિતની ઘણી "પેકેજિંગ" નવીનતાઓ વર્લ્ડ સીરિઝ ક્રિકેટનું પરિણામ હતી. જે ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગપતિ કેરી પેકર દ્વારા ક્રિકેટની સત્તાઓ સામે "બળવાખોર" સીરિઝ હતી. વધુ વિગતો માટે, જુઓ ક્રિકેટનો ઇતિહાસ.
એક-દિવસીય ક્રિકેટનું નિયંત્રિત સ્વરૂપ એવું ટ્વેન્ટી20 ક્રિકેટ પ્રથમવાર 2003માં ઇંગ્લેન્ડમાં રમાયું. આ સ્વરૂપ ખૂબ જ લોકપ્રિય સાબિત થયું, અને રાષ્ટ્રીય ટીમો વચ્ચે કેટલીક ટ્વેન્ટી20 મેચો રમાઇ. તેમાં સામાન્ય ક્રિકેટના કાયદાઓમાં થોડાઘણાં ફેરફાર કરવામાં આવ્યાં છે, જેમાં ટાઇ થયેલી મેચોના પરિણામ નક્કી કરવા માટે "બોલ-આઉટ" (ફૂટબોલના પેનલ્ટી શૂટ-આઉટની જેમ) ઉમેરવામાં આવ્યું છે, જે બાદમાં સુપર ઓવરના રૂપમાં ફેરવાઇ ગયું હતું.
==એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો ==
એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો સામાન્ય રીતે ઉજળા રંગોના કપડાંમાં "દિવસ-રાત" સ્વરૂપમાં રમવામાં આવે છે, જેમાં પ્રથમ દાવ બપોરે શરૂ થાય છે અને બીજો દાવ સ્ટેડિયમની લાઇટોમાં રમાય છે.
દર ચાર વર્ષે રમાતાં ક્રિકેટ વિશ્વ કપમાં તમામ ટેસ્ટ-રમતાં દેશો અને આઇસીસી (ICC) વિશ્વ કપ ક્વોલિફાયર દ્વારા પસંદ થયેલા દેશોનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે રાઉન્ડ-રોબિન સ્વરૂપમાં મેચો રમાય છે, જેમાં છેલ્લે સેમિ-ફાઇનલો અને ફાઇનલ રમાય છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી (ICC)) તેના માટેના સ્થળો ખૂબ જ વહેલાં નક્કી કરી દે છે.
જાવેદ મિયાંદાદ, વિવ રિચર્ડ્સ, ડીન જોન્સ, વસિમ અક્રમ, કપિલ દેવ, ઇમરાન ખાન, સચિન તેંદુલકર અને બ્રાયન લારા 1971-2000 દરમિયાનના મર્યાદિત ઓવરોની મેચોના હીરો છે.
આઇસીસી (ICC) ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તમામ ટેસ્ટ-રમતાં દેશોનો સમાવેશ થાય છે, અને તે બે વિશ્વ કપ વચ્ચે રમાય છે. તેમાં સામાન્ય રીતે રાઉન્ડ-રોબિન જૂથ સ્વરૂપ, સેમિફાઇનલો અને ફાઇનલ રમાડવામાં આવે છે.
દરેક ટેસ્ટ-રમતો દેશ ઘણી વખત ત્રિકોણીય સ્પર્ધા યોજતો હોય છે, જેમાં પોતાના દેશની ટીમ ઉપરાંત બે પ્રવાસી ટીમોનો સમાવેશ થતો હોય છે. તેમાં સામાન્ય રીતે રાઉન્ડ-રોબિન જૂથ સ્વરૂપ પ્રમાણે મેચ હોય છે, અને પછી બે ટોચની ટીમો વચ્ચે ફાઇનલ અથવા ક્યારેક બેસ્ટ-ઓફ-થ્રી ફાઇનલ યોજાય છે. જ્યારે એક જ પ્રવાસી ટીમ હોય, ત્યારે પણ મર્યાદિત ઓવરોની બેસ્ટ-ઓફ-ફાઇવ અથવા બેસ્ટ-ઓફ-સેવન મેચોની સીરિઝ રમવામાં આવે છે.
ક્રિકેટ રમાય છે તેવા લગભગ દરેક દેશમાં સ્થાનિક એક-દિવસીય સ્પર્ધાઓ અસ્તિત્વમાં છે.
લિસ્ટ એ (A) ક્રિકેટ , ક્રિકેટની રમતનાં મર્યાદિત-ઓવર (એક-દિવસીય) સ્વરૂપનું વર્ગીકરણ છે. જેમ પ્રથમ-કક્ષા ક્રિકેટ એ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ ક્રિકેટની નીચેના સ્તરે આવતું સ્થાનિક સ્વરૂપ છે, તેવી જ રીતે લિસ્ટ એ (A) ક્રિકેટ એક-દિવસીય ક્રિકેટનું એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની નીચેના સ્તરે આવતું સ્થાનિક સ્વરૂપ છે. અત્યારે ટ્વેન્ટી20 મેચો તેમાં આવતી નથી.
ક્રિકેટ રમતાં મોટાભાગના દેશોમાં સ્થાનિક લિસ્ટ એ (A) સ્પર્ધા અસ્તિત્વ ધરાવે છે. લિસ્ટ એ (A) ક્રિકેટમાં ઓવરની સંખ્યા ચાલીસથી સાઠ પ્રતિ ટીમ હોય છે.
એસોસિએશન ઓફ ક્રિકેટ સ્ટેટિસ્ટિશ્યન્સ એન્ડ હિસ્ટોરિયન્સ દ્વારા પ્રથમ-કક્ષા ક્રિકેટની જેમ જ આ પ્રકાર પાડવામાં આવ્યો છે, જેનાથી વિક્રમો અને આંકડા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતી પેઢીને સરખામણીલાયક એક-દિવસીય મેચોનાં આંકડા મળી રહે. જેમાં માત્ર દરેક દેશની મહત્વની એક-દિવસીય સ્પર્ધાઓ અને પ્રવાસી ટેસ્ટ ટીમ સાથેની મેચોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2006 સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ક્રિકેટ મેચોના આ વર્ગીકરણને "લિસ્ટ એ (A)" તરીકે માન્યતા મળી ન હતી, જોકે 2006માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કર્યું કે પોતે અને સભ્ય એસોસિએશનો આ વર્ગીકરણને પ્રથમ કક્ષાની મેચોની જેમ નક્કી કરી શકશે.
પ્રીમિયર એક-દિવસીય સ્પર્ધાઓ
ધ ર્યોબી વન ડે કપ . જે ટીમો ભાગ લે છે તે નીચે મુજબ છે:
ન્યૂ સાઉથ વેલ્સ બ્લુઝ
વિક્ટોરીઅન બુશરેન્જર્સ
તાસ્માનીઅન ટાઇગર્સ
2006માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કેએફસી (KFC) ટ્વેન્ટી20 બિગ બેશ ની શરૂઆત કરી જેમાં ઉપર મુજબની રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને આ ટીમોને પુલ એ (A) (વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયા) અને પુલ (B) (તાસ્માનિયા, ક્વીન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સ)માં વહેંચી દઇને બાદમાં ઘરેલુ મેદાન અને બહારના માળખામાં મેચો રમાડવામાં આવી. દરેક ટીમ એક મેચ ઘરેલુ મેદાન અને એક મેચ બહારના મેદાનમાં રમે છે. ચેમ્પિયન નક્કી કરવા માટે બંને પુલના વિજેતા એકબીજા સામે ટકરાય છે.
નેશનલ વન ડે ક્રિકેટ લીગ ને ઇસ્પાહની મિરઝાપોર ટી દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે. હાલમાં તે નવેમ્બરથી માર્ચના ગાળામાં રમાય છે, જેમાં રાઉન્ડ રોબિન માળખાંમાં દરેક ટીમ અન્ય ટીમ સાથે ઘરના અને અન્ય મેદાન પર એક વખત રમે છે. લીગ ટાઇટલ માટે નીચને છ ટીમો વચ્ચે સ્પર્ધા થાય છે:
પાકિસ્તાની સ્થાનિક સ્પર્ધાઓ નિયમિતપણે બદલાતી રહે છે, પરંતુ 2005-06થી પુરૂષો માટેની ત્રણ એક-દિવસીય સ્પર્ધા માટેનું આયોજન હાથ ધરાયું છે:
હવે આ સ્પર્ધા કરાંચી અને લાહોરમાં યોજાશે.
દક્ષિણ આફ્રિકામાં સ્ટાન્ડર્ડ બેંક કપ એ સ્થાનિક સ્પર્ધા છે (પૂર્વ બેન્સન એન્ડ હેજીસ સીરીઝ) જે 6 ટીમો વચ્ચે રમાય છે:
મેચો 45-ઓવરોની હોય છે, અને ઘરેલુ-અને-બહાર રાઉન્ડ-રોબિન મેચ સીસ્ટમ આધારિત હોય છે (દરેક ટીમ 10 મેચ રમે છે) જેમાં સેમિ-ફાઇનલ અને ફાઇનલનો સમાવેશ પણ થાય છે. 2004/2005 અને 2005/2006 સ્પર્ધાઓમાં ઇગલ્સ ટીમ વિજેતા રહી હતી.
પ્રીમિયર મર્યાદિત-ઓવરોની સ્પર્ધામાં 20 ટીમોની ટક્કર થાય છે. છેલ્લી સીઝનની 16 ટીમો કરતાં ટીમની સંખ્યા વધારવામાં આવી હતી. ટીમોને બે જૂથોમાં વહેંચી દેવામાં આવે છે, અને દરેક ટીમ 50 ઓવરો રમે છે. જૂથની દરેક ટીમ બીજી ટીમ સાથે મહિનામાં એક વખત રમે છે. દરેક જૂથની ટોચની ચાર ટીમો ક્વાર્ટર-ફાઇનલ્સ માટે પસંદ થાય છે, અને ત્યારબાદ સીધી જ નોક-આઉટ પદ્ધત્તિથી મેચો રમાય છે. ત્રણ નોક-આઉટ સ્ટેજ પછી વિજેતા પસંદ ન થાય ત્યાં સુધી આ મેચો રમાય છે. સ્પર્ધામાં ઉતરનારી ટીમો આ મુજબ છે:
કેએફસી (KFC) કપ એ વેસ્ટ ઇન્ડિઝની મુખ્ય પ્રાદેશિક એક-દિવસીય સ્પર્ધા છે, જેનું નામ મુખ્ય પ્રાયોજક ફાસ્ટ ફૂડ ચેઇન કેએફસી (KFC) પરથી રાખવામાં આવ્યું છે. હાલના વર્ષોમાં, તે જૂથ સ્પર્ધા તરીકે એકાદ અઠવાડિયા માટે ચાલે છે, જેની પહેલાં નોક-આઉટ મેચો રમાય છે. વર્તમાન વિજેતા તરીકે ગુયાનાની ટીમ છે. બાર્બાડોઝને ફાઇનલમાં હરાવીને તેઓ જીત્યા હતાં. ગુયાના સૌથી વધુ નવ વખત આ ટાઇટલ જીતનારી ટીમ પણ છે, જોકે તેમાંથી બે ટાઇટલમાં તે સહ-વિજેતા રહ્યું છે. આ ઇતિહાસમાં ટ્રિનિદાદ એન્ડ ટોબેગો સાત ટાઇટલ સાથે બીજા ક્રમે છે.
કેએફસી (KFC) કપની 2005-2006ની આવૃત્તિમાં વેસ્ટઇન્ડિઝના છ કાયમી પ્રથમ કક્ષા પ્રદેશો ટકરાયાં હતાં:
ઝિમ્બાબ્વેમાં આ રમતની સત્તા ઝિમ્બાબ્વે ક્રિકેટમાં નેતૃત્વ વિવાદ અને વારંવારની ખેલાડીઓની હડતાળને કારણે 2005-2006થી ક્રિકેટનું કોઇ પણ સમયપત્રક બહાર પડ્યું નથી. ઇન્ટર-પ્રોવિન્સિયલ એક દિવસીય સ્પર્ધામાં 2004-05માં પાંચ ટીમે ભાગ લીધો હતો, જેમાં નામિબિઆ દેશે પણ ભાગ લીધો હતો. પાંચેય ટીમ એકબીજાની સામે એકએક મેચ રમી હતી, અને રાઉન્ડ રોબિન લીગના વિજેતાએ સમગ્ર સ્પર્ધા જીતી હતી. સ્પર્ધામાં ભાગ લેનારી ટીમો હતી:
લંડનના ઓવલ મેદાન પર 29 એપ્રિલ, 2007ના રોજ ફ્રેન્ડ્સ પ્રોવિડન્ટ ટ્રોફીમાં યોજાયેલી મેચમાં સરેએ 50-ઓવરોમાં ગ્લુસેસ્ટરશાયર સામે 4 વિકેટે કરેલા 496 રન કોઇ પણ લિસ્ટ એ (A) મર્યાદિત ઓવર મેચના એક દાવમાં થયેલો સર્વોચ્ચ જુમલો છે. આ જુમલાએ 4 જુલાઇ, 2006ના રોજ એમ્ટલવીન ખાતે રમાયેલી 50-ઓવરોની એક-દિવસીય મેચમાં શ્રીલંકાએ નેધરલેન્ડ્સ સામે 9 વિકેટે કરેલા 443 રનના જુમલાને વટાવી દીધો છે. હાલમાં ઓડીઆઇ (ODI)માં તે સર્વોચ્ચ સ્કોર છે.
1974માં હેડિંગ્લેમાં યોર્કશાયરે મિડલસેક્સ સામે 40-ઓવરોમાં સૌથી નિમ્ન 23 રનનો જુમલો નોંધાવ્યો હતો.
લિસ્ટ એ (A) મર્યાદિત ઓવરોની મેચમાં બંને ટીમો દ્વારા કરાયેલો સૌથી સર્વોચ્ચ જુમલો 872 રનનો છે: 2006માં જોહનીસબર્ગમાં રમાયેલી એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ દાવ લેતાં ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરોમાં ચાર વિકેટે 434 રન નોંધાવ્યા હતાં, અને તેમ છતાં એક બોલ બાકી હતો ત્યારે દક્ષિણ આફ્રિકાએ નવ વિકેટે 438 રન બનાવીને તે મેચ જીતી લીધી હતી.
2002માં ધ ઓવલ ખાતે રમાયેલી 50-ઓવરની મેચમાં સરે તરફથી રમતા અલી બ્રાઉન દ્વારા કરાયેલા 268 રન અત્યાર સુધીનો સર્વાધિક વ્યક્તિગત જુમલો છે. 1997માં ઉના ખાતે રમાયેલી 50-ઓવરોની મેચમાં દિલ્હી તરફથી રમતા હિમાચલ પ્રદેશ સામે રાહુલ સંઘવીએ લીધેલી 15 રનમાં આઠ વિકેટ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ બોલિંગનો વિક્રમ છે.
ઓગસ્ટ, 2006માં રીચમંડ, કેલિફોર્નિયા ખાતે 45 ઓવરોની મેચમાં યુનાઇટેડ્સ દ્વારા બે એરિયા સામે પાંચ વિકેટે નોંધાવવામાં આવેલા 630 રન મર્યાદિત ઓવરોની કોઇ પણ ઔપચારિક મેચમાં નોંધાયેલો સૌથી મોટો જુમલો માનવામાં આવે છે.[૧]
એક ઓવરમાં સૌથી વધુ સ્કોર દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ દ્વારા કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલા 2007 ક્રિકેટ વિશ્વ કપમાં ગિબ્સે નેધરલેન્ડ્સના દાન વાન બંગની એક ઓવરમાં 6 છગ્ગા મારીને આ સ્કોર નોંધાવ્યો હતો.
ભારતના યુવરાજસિંહ દ્વારા પણ આવો જ વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા 2007 આઇસીસી (ICC) વિશ્વ ટ્વેન્ટી20માં યુવરાજસિંહે ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 છગ્ગા માર્યા હતાં.
ઓડીઆઇ (200)માં પ્રથમ વખત બેવડી સદી (200 નોટ આઉટ) ફટકારવાનો વિશ્વવિક્રમ સચિન તેંદુલકરના નામે નોંધાયેલો છે. સચિને આ સિદ્ધી 24 ફેબ્રુઆરી, 2010માં ભારતના ગ્વાલિયર ખાતે નોંધાવી હતી.
ઢાંચો:Forms of cricket ઢાંચો:Team Sport
This article uses material from the Wikipedia ગુજરાતી article મર્યાદિત ઓવરોનું ક્રિકેટ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.