ડોનાલ્ડ બ્રેડમેન

સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેન , એસી (AC) (27 ઓગસ્ટ 1908-25 ફેબ્રુઆરી 2001), ડોન તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે અને તેમને સર્વકાલીન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે વ્યાપક પ્રસિદ્ધિ મળેલી છે.

બ્રેડમેનની ટેસ્ટ કારકિર્દીની 99.94 રનની બેટિંગ સરેરાશને કોઇ પણ મોટી રમતમાં સૌથી મોટી આંકડાકીય સિદ્ધિ હોવાનો દાવો કરવામાં આવે છે.

Sir Donald Bradman
ડોનાલ્ડ બ્રેડમેન
અંગત માહિતી
પુરું નામDonald George Bradman
હુલામણું નામThe Don, The Boy from Bowral, Braddles
ઉંચાઇ1.70 m (5 ft 7 in)
બેટિંગ શૈલીRight-handed
બોલીંગ શૈલીRight-arm leg break
ભાગBatsman
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
  • Australia
ટેસ્ટ પ્રવેશ (cap 124)30 November 1928 v England
છેલ્લી ટેસ્ટ18 August 1948 v England
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
1927–34New South Wales
1935–49South Australia
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા Tests FC
મેચ 52 234
નોંધાવેલા રન 6,996 28,067
બેટિંગ સરેરાશ 99.94 95.14
૧૦૦/૫૦ 29/13 117/69
ઉચ્ચ સ્કોર 334 452*
નાંખેલા બોલ 160 2114
વિકેટો 2 36
બોલીંગ સરેરાશ 36.00 37.97
ઇનિંગમાં ૫ વિકેટો 0 0
મેચમાં ૧૦ વિકેટો 0 0
શ્રેષ્ઠ બોલીંગ 1/8 3/35
કેચ/સ્ટમ્પિંગ 32/– 131/1
Source: Cricinfo, 16 August 2007

યુવાન બ્રેડમેને જે ક્રિકેટ સ્ટમ્પ અને ગોલ્ફ બોલથી પ્રેક્ટિસ કરી હતી તેની વાર્તા ઓસ્ટ્રેલિયાની લોકમાન્યતાનો ભાગ બની ચુકી છે. ગામડાના સામાન્ય ક્રિકેટમાંથી ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં પ્રવેશ સુધીનો બ્રેડમેનનો આંખોને આંજી દે તેવો વિકાસ માત્ર બે વર્ષમાં થયો હતો. 22માં જન્મદિન પહેલા તેમણે સૌથી વધુ રનના ઘણા વિક્રમો બનાવ્યા હતા, જેમાંથી ઘણા હજુ પણ અકબંધ છે અને તેઓ મહામંદી ટોચની સપાટીએ હતી ત્યારે ઓસ્ટ્રેલિયાના રમતજગતના આદર્શ બન્યા હતા.

ક્રિકેટમાં 20 વર્ષની કારકિર્દી દરમિયાન, બ્રેડમેન સતત એટલા રન બનાવતા હતા કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન બિલ વૂડફુલના શબ્દો મુજબ તેઓ એકલા "ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટસમેન સમાન" હતા. તેમના રનના ધોધને અટકાવવા માટે ઇંગ્લેન્ડની ટીમે બોલિંગની વિવાદાસ્પદ પદ્ધતિ કે જે બોડીલાઇન તરીકે ઓળખાય છે તેની ખાસ શોધ કરી હતી. કપ્તાન અને સંચાલક તરીકે બ્રેડમેન આક્રમક અને મનોરંજક ક્રિકેટ માટે પ્રતિબદ્ધ હતા, તેમણે વિક્રમજનક સંખ્યામાં દર્શકોને આકર્ષાયા હતા. જોકે તેઓ સતત થતી ખુશામતના વિરોધી હતા અને બીજા સાથેના તેમના વ્યવહારમાં તેની અસર જોવા મળી હતી. વ્યક્તિગત પ્રદર્શન પરની પરની એકાગ્રતાને કારણે ટીમના કેટલાંક સભ્યો, સંચાલકો અને પત્રકારો સાથેના તેમના સંબંધોના તંગ બન્યા હતા અને તેઓ બ્રેડમેનને એકલવાયા અને વધુ પડતા સાવધ માનતા હતા. બીજા વિશ્વ યુદ્ધને કારણે ફરજિયાત આવી પડેલા વિરામ પછી તેમણે નાટકીય પુનરાગમન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન તરીકે તેમણે ઇંગ્લેન્ડનો વિક્રમજનક અજેય પ્રવાસ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમને "અજેય"નું બિરુદ અપનાવ્યું હતું.

જટિલ, ઉચ્ચભાવ પ્રેરિત વ્યક્તિત્વ અને ગાઢ અંગત સંબંધોની પણ છેહમાં ન આવનારા, બ્રેડમેને તેમની નિવૃત્તિ પછીના ત્રણ દાયકા સુધી સંચાલક, પસંદગીકાર અને લેખક તરીકે આ રમતમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું. ઢળતી ઉંમરમાં એકાંતવાસી જીવન પછી પણ તેમના અભિપ્રાયને ઉચ્ચ મહત્ત્વ મળતું હતું અને રાષ્ટ્રીય નાયક તરીકેનો તેમનો દરજ્જો હજુ પણ મજબૂત છે - ટેસ્ટ ખેલાડી તરીકે તેમની નિવૃત્તિના 50 વર્ષ પછી 2001માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જોહન હાવાર્ડે તેમને "સૌથી મહાન વિદ્યમાન ઓસ્ટ્રેલિયન નાગરિક" તરીકે ઓળખાવ્યા હતા. બ્રેડમેનની તસવીર ટપાલ ટિકિટ અને સિક્કામાં પણ જોવા મળે છે અને તેઓ એવા પ્રથમ ઓસ્ટ્રેલિયન છે કે જેમની હયાતીમાં જ તેમના જીવનને સમર્પિત સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. 27, ઓગસ્ટ, 2008ના રોજ તેમની જન્મ શતાબ્દીએ રોયલ ઓસ્ટ્રેલિયન મિન્ટે તેમની તસવીર સાથે $5નો સોનાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો હતો.

19 નવેમ્બર 2009ના રોજ સર ડોનાલ્ડ બ્રેડમેનનો આઇસીસી (ICC) ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રારંભિક વર્ષો

ડોનાલ્ડ બ્રેડમેન 
કુટેમુન્દ્રા ખાતે બ્રેડમેનનું જન્મસ્થળ હવે સંગ્રહાલય બની ગયું છે.

ડોનાલ્ડ બ્રેડમેન જ્યોર્જ અને એમિલી (વોટમેન જોવો)ના સૌથી નાના પુત્ર હતા અને તેમનો જન્મ 27 ઓગસ્ટ 1908માં કુટેમુન્દ્રા, ન્યૂ સાઉથ વેલ્સ (NSW)માં થયો હતો. તેમને એક ભાઈ વિક્ટર અને ત્રણ બહેનો- આઇસલેટ, લિલિયન અને એલિઝાબેથ મે હતી. બ્રેડમેન આશરે અઢી વર્ષના હતા, ત્યારે તેમના માતાપિતાએ એનએસડબલ્યુ (NSW) સધર્ન હાઇલેન્ડ્સના બૉરલ ખાતે સ્થળાંતર કર્યું હતું.

બ્રેડમેન યુવાન વય દરમિયાન બેટિંગની સતત પ્રેક્ટિસ કરતા હતા. તેમણે એકલાએ રમવાની ક્રિકેટની શોધ કરી હતી, જેમાં તેઓ ક્રિકેટના સ્ટમ્પનો ઉપયોગ બેટ તરીકે અને ગોલ્ફ બોલનો ઉપયોગ ક્રિકેટ બોલ તરીકે કરતા હતા. તેમના ઘરની પાછળના રસ્તા પરના વિસ્તારમાં ઇંટના ગોળ સ્ટેન્ડ પર પાણીની એક ટાંકી હતી. સ્ટેન્ડ સામેની ઇંટ સાથે બોલને ફટકારવામાં આવે ત્યારે બોલ અતિ ઝડપથી અને વિવિધ કોણ સાથે પાછો આવતા હતો અને બ્રેડમેન તેને ફરી ફટકારવાનો પ્રયાસ કરતા હતા.આ પ્રકારની પ્રેક્ટિસથી ઝડપી બોલિંગ સામે ટાઇમિંગ અને પ્રતિક્રિયા આપવાની કુશળતા વિકસી હતી. વધુ ઔપચારિક ક્રિકેટમાં મિટાગોંગ હાઇસ્કૂલ સામે બૉરલ પબ્લિક સ્કૂલ વતી રમતા તેમણે 12 વર્ષની ઉંમરે તેમની પ્રથમ સદી ફટકારી હતી.

ગ્રામ્ય ક્રિકેટર

1920-21માં બ્રેડમેને તેમના કાકા જ્યોર્જ વોટમેનની કપ્તાની હેઠળની સ્થાનિક બૉરલ ટીમમાં સ્કોરર તરીકેની ભૂમિકા ભજવી હતી. ઓક્ટોબર 1920 માં જ્યારે ટીમમાં એક સભ્ય ખૂટતો હતો ત્યારે તેમનો સમાવેશ કરાયો હતો અને પ્રવેશ સાથે જ અણનમ 37 અને અણનમ 29 રન કર્યા હતાં. શ્રેણી દરમિયાન, બ્રેડમેનનાં પિતા તેમને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) (SCG) પર એશિઝની પાંચમી ટેસ્ટ મેચ જોવા લઇ ગયાં હતાં. તે દિવસે બ્રેડમેનના મનમાં મહત્ત્વકાંક્ષા જાગી હતી. તેમના પિતાને તેમણે જણાવ્યું હતું કે, “હું જ્યાં સુધી આ મેદાન પર નહીં રમું ત્યાં સુધી મને સંતોષ થશે નહીં". બ્રેડમેને 1922 માં શાળા છોડી અને સ્થાનિક રિયલ એસ્ટેટ એજન્ટ સાથે કામ કરવા જતાં હતાં, એજન્ટ જ્યારે જરૂર હોય ત્યારે તેમની રમત પ્રત્યેની ધગશને પ્રોત્સાહન આપવા માટે રજા આપતાં હતાં. તેમણે બે વર્ષ માટે ટેનિસ પ્રત્યેની રુચિને કારણે ક્રિકેટને છોડ્યું પરંતુ વર્ષ 1925-26 માં ફરીથી ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું.

બ્રેડમેન બૉરલ ટીમ માટે કાયમી ધોરણે પસંદગી બની ગયાં, તેમના અનેક ધમાકેદાર પરફોર્મન્સે સિડની ડેઇલી પ્રેસનું ધ્યાન ખેચ્યું હતું. કોંક્રિટ પર જાજમ પાથરેલી પિચ પર, બૉરલની ટીમ બેરિમા જિલ્લાની સ્પર્ધાઓમાં અન્ય ગ્રામીણ નગરો સામે રમતી હતી. એક ટીમ વિન્ગેલ્લો કે જેણે ભવિષ્યના ટેસ્ટ બોલર બિલ ઓ’રેઈલીનો સમાવેશ કર્યો હતો, તેની સામે બ્રેડમેને 234 રન બનાવ્યાં હતાં. સ્પર્ધામાં મોસ્સ વેલે સામેની ફાઇનલ કે જે સતત પાંચ શનિવાર સુધી લંબાઇ હતી તેમાં બ્રેડમેને અણનમ 320 રન બનાવ્યાં હતાં. ત્યારબાદના ઓસ્ટ્રેલિયાનાં શિયાળા (1926)માં, મોટી ઉંમરના ખેલાડી ધરાવતી ઓસ્ટ્રેલિયાની ટીમ ઇંન્લેન્ડમાં એશિઝ હારી અને સંખ્યાબંધ ટેસ્ટ ખેલાડીઓ નિવૃત્ત થયાં. ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ એસોસિએશનને નવી પ્રતિભાની શોધ આરંભી હતી. બૉરલ માટે બ્રેડમેને બનાવેલાં મોટા જૂમલાઓને ધ્યાનમાં રાખી એસોસિએશને તેમને લખ્યું અને સિડનીમાં પ્રેક્ટિસ સત્ર દરમિયાન હાજર રહેવા વિનંતી કરી હતી. ત્યારબાદ તેમની ક્રિકેટ અને ટેનિસ બંને માટે રમાતી ટુર્નામેન્ટ “કન્ટ્રી વિક” માટે પસંદગી થઇ, જે અલગ-અલગ અઠવાડિયામાં રમાય છે. તેમના બોસે તેમને આખરીનામું આપ્યું કે તેમના માટે કામથી દૂર રહી શકાય તેવું માત્ર એક અઠવાડિયું છે અને તેથી બે રમતમાંથી એકની પસંદગી કરવી પડશે. તેમણે ક્રિકેટ પર પસંદગી ઉતારી હતી. કન્ટ્રી વિકમાં રમત દરમિયાનના બ્રેડમેનના દેખાવથી 1926-27ની સિઝનમાં સેન્ટ જ્યોર્જ માટે સિડનીમાં ગ્રેડ ક્રિકેટ રમવાના આમંત્રણમાં પરિણમ્યું હતું. પ્રવેશ સાથે તેમણે 110 રન બનાવ્યાં હતા, જે ઘાસ ધરાવતી વિકેટ પરની પ્રથમ સદી હતી. 1 જાન્યુઆરી, 1927 ના રોજ તેઓ એનએસડબલ્યુ (NSW) સેકન્ડ ટીમમાં જોડાયાં. સિઝનનાં શેષ ભાગમાં, સેન્ટ જ્યોર્જ માટે રમવા દરેક શનિવારે બૉરલથી સિડની સુધી બ્રેડમેન પ્રવાસ130 kilometres (81 mi) કરતાં હતાં.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો શુભારંભ

ડોનાલ્ડ બ્રેડમેન 
1928માં બ્રેડમેન

ત્યારબાદની સિઝનમાં, “બૉરલના બોય”નો ઝડપથી વિકાસ થવાનું ચાલું રહ્યું હતું. એનએસડબલ્યુ (NSW) ટીમના આર્ચી જેક્સન અનફીટ થતાં તેમનાં સ્થાને પસંદગી પામતા બ્રેડમેને 19 વર્ષની ઊંમરે એડેલાઈડ ઓવલ ખાતે પોતાની સૌપ્રથમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરી હતી. 118 રનની ઈનિંગ સાથે પ્રવેશ સાથે જ સદી નોંધાવાની સિધ્ધિ મેળવવા સહિત ઝડપી ફૂટવર્ક, શાંત આત્મવિશ્વાસ અને ઝડપી રન બનાવવા વગેરે તેમની વિશેષ ખાસિયત બની ગઈ હતી. આ સિઝનની ફાઇનલ મેચમાં તેમણે શેફિલ્ડ શિલ્ડ ચેમ્પિયન બનેલી વિક્ટોરિયા સામે એસસીજી (SCG) ખાતે પોતાની પ્રથમ સદી નોંધાવી હતી. તેમની ક્ષમતા છતાં, ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી ઓસ્ટ્રેલિયાની બીજી ટીમમાં તેમની પસંદગી કરવામાં ન આવી.

બ્રેડમેને નક્કી કર્યું કે 1928-29ની સિઝન માટે સિડની જવાથી ટેસ્ટમાં તેમની પસંદગીની તકમાં વધારો થશે, કારણ કે તે સમયે ઇંગ્લેંન્ડ ટીમ એશિઝ જાળવવા માટે પ્રવાસ પર આવવાની હતી. શરૂઆતમાં, તેમણે રિયલ એસ્ટેટમાં કામ કરવાનું ચાલું રાખ્યું હતું, પરંતુ ત્યારબાદ બઢતી સાથે રમત-ગમતની સામગ્રીનું છૂટક વેચાણ કરતી માઈક સિમોન્સ લિ. માં નોકરી મેળવી હતી. શેફિલ્ડ શિલ્ડની સિઝનની પ્રથમ મેચમાં તેમણે ક્વિન્સલેન્ડ સામેનાં દરેક ઈનિંગમાં સદી ફટકારી હતી. ત્યારબાદ આ ફોર્મ જાળવી રાખતાં ઇંગ્લેન્ડની પ્રવાસી ટીમ સામે અણનમ 87 અને 132 રન ફટકાર્યા હતા અને જેના પરિણામે બ્રિસ્બેન ખાતે રમાનાર પ્રથમ ટેસ્ટ માટે તેમની પસંદગી થઇ હતી.

ટેસ્ટ કારકિર્દી

ડોનાલ્ડ બ્રેડમેન 
452 સ્કોર કર્યા બાદ બ્રેડમેન તેમના હરીફોની આગળ મેદાન છોડીને જઈ રહ્યા છે.

પોતાની માત્ર દસમી ફર્સ્ટ કલાસ મેચ રમતા તેમના સાથી ખેલાડીઓ પાસેથી ‘બ્રેડલ્સ’નું ઉપનામ મેળવનારા બ્રેડમેનને પોતાની પ્રારંભિક ટેસ્ટમાં આકરા બોધપાઠનો અનુભવ થયો હતો. મુશ્કેલ વિકેટ પર રમતું ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 66 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગયું હતું અને 675 રનથી (હજુ પણ ટેસ્ટમાં રેકોર્ડ છે)થી પરાજય થયો હતો. માત્ર 18 અને 1 રનના સ્કોરને પગલે પસંદગીકારોએ બીજી ટેસ્ટમાં બ્રેડમેનને માત્ર બારમાં ખેલાડી તરીકે લીધા હતા. આ મેચમાં શરૂઆતમાં જ બિલ પોન્સફોર્ડ ઇજાગ્રસ્ત બન્યા હતા અને તેમની અવેજી તરીકે બ્રેડમેન મેદાન પર આવ્યા હતા, ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 863 રન પછી બીજી ટેસ્ટમાં 636 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. આર એસ વ્હાઇટિંગ્ટને લખ્યું હતું કે "...તેમણે માત્ર ઓગણીસ રન બનાવ્યા હતા અને આ અનુભવે તેમને વિચાર માટેનું ભાથુ પૂરું પાડ્યું હોય તેમ લાગે છે". મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પરની ત્રીજી ટેસ્ટમાં ટીમમાં પાછા બોલાવવામાં આવ્યા બાદ બ્રેડમેને 79 અને 112 રન બનાવ્યા હતા અને ટેસ્ટમાં સદી બનાવનાર સૌથી યુવાન ખેલાડી બન્યા હતા, જોકે ઓસ્ટ્રેલિયાએ આ મેચ પણ ગુમાવવી પડી હતી. ચોથી ટેસ્ટમાં પણ વધુ એક પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. બ્રેડમેન બીજી ઇનિંગમાં 58 રનના સ્કોરે પહોંચ્યા હતા અને તેઓ રન આઉટ થયા ત્યાં સુધી લાગતું હતું કે તેઓ ટીમને વિજય તરફ દોરી જશે. પોતાની ટેસ્ટ કારકિર્દીમાં માત્ર આ ટેસ્ટમાં તેઓ રનઆઉટ થયા હતા. પરાજયનો તફાવત માત્ર 12 રનનો હતો.

ડોનાલ્ડ બ્રેડમેન 
બ્રેડમેન સાથે તેમનું ડબ્લ્યુએમ. (Wm.)Sykes) બેટ, 1930ના દાયકાની શરૂઆતમાં."ડોન બ્રેડમેન ઓટોગ્રાફ" બેટ આજે પણ સેકેસની અનુગામી કંપની સેલ્ઝેન્ગર દ્વારા બનાવવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં સુધારો થયો હતો અને તે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં વિજય મેળવી શકી હતી. બ્રેડમેને પ્રથમ ઇનિંગમાં 123 રનનો સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો હતો અને બીજી ઇનિંગમાં કપ્તાન જેક રેડરે વિજયી ફટકો માર્યો ત્યારે તેઓ પિચ પર હતા. બ્રેડમેને આ સિઝનમાં 93.88ની સરેરાશ સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1,690 રન બનાવ્યા હતા અને શેફિલ્ડ શિલ્ડ ખાતે વિક્ટોરિયા સામેની મેચમાં 340 રન સાથે પ્રથમ ત્રેવડી સદી સાથે એસસીજી (SCG)ના મેદાન પરનો નવો વિક્રમ બનાવ્યો હતો. બ્રેડમેને 1929-30માં 113.28ની સરેરાશથી રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના પ્રવાસ માટેની ટીમની પસંદગી કરવા માટેની ચકાસણી મેચ દરમિયાન પ્રથમ ઇનિંગમાં આઉટ થનારા તેઓ છેલ્લા ખેલાડી હતી અને તેમણે 124 રન બનાવ્યા હતા. તેમની ટીમે ફોલો ઓન કરતા, કપ્તાન બિલ વૂડફૂલે બીજી ઇનિંગની શરૂઆત કરવા બ્રેડમેનને પેડ્સ બાંધેલા રાખવા જણાવ્યું હતું. રમતના અંત સુધીમાં તેમણે અણનમ રહીને 205 રન બનાવ્યા હતા અને 225 રનની ઇનિંગ રમી હતી. એસસીજી (SCG) ખાતે ક્વિન્સલેન્ડ સામેની મેચમાં બ્રેડમેને અણનમ 452 રન નોંધાવીને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં વિશ્વ વિક્રમ બનાવ્યો હતો અને તેમણે આ રન માત્ર 415 મિનિટમાં બનાવ્યા હતા. આ સિદ્ધિ મેળવ્યા પછી સ્મૃતિ વાગોળતા તેમણે જણાવ્યું હતું કેઃ

434 વખતે... મને વિચિત્ર અંતઃપ્રેરણા થઈ હતી... મને લાગતું હતું કે બોલ લેગ-સ્ટમ્પ પર શોર્ટ પિચ પ્રકારનો હશે અને બોલ નાંખવામાં આવે તે પહેલા હું તેને ફટકારવા માટે લગભગ સજ્જ હોય તેવું મને લાગતું હતું. પૂરતી ખાતરી સાથે મારી ધારણા મુજબ જ બોલની પિચ પડતી હતી અને હું તેને હૂક કરીને સ્ક્વેર લેગ બાઉન્ડ્રી પર મોકલી આપતો હતો, મે માત્ર એવો વિક્રમ સ્થાપિત કર્યો હતો, કે જેના માટે મારા હૃદયે નક્કી કર્યું હતું.

ઇંગ્લેન્ડના પ્રવાસ માટે તેમની પસંદગી નિશ્ચિત હતી, પરંતુ બ્રેડમેનની બિનપરંપરાગત શૈલીથી આશંકા ઊભી થઈ હતી કે તેઓ ઇંગ્લેન્ડની ધીમી પિચ પર સફળ થશે કે નહી. પર્સી ફેન્ડરે નોંધ્યું હતું કેઃ

... he will always be in the category of the brilliant, if unsound, ones. Promise there is in Bradman in plenty, though watching him does not inspire one with any confidence that he desires to take the only course which will lead him to a fulfilment of that promise. He makes a mistake, then makes it again and again; he does not correct it, or look as if he were trying to do so. He seems to live for the exuberance of the moment.

વખાણ માત્ર તેમની બેટિંગ પ્રતિભા પૂરતા સિમિત ન હતા અને ટિકા પણ તેમના વ્યક્તિત્વ સુધીની ન હતી. ઓસ્ટ્રેલિયાની ટીમના ભૂતપૂર્વ મહાન ખેલાડી ક્લેમ હિલે ઉત્સાહપૂર્વકના વખાણ સાથે જણાવ્યું હતું કે "ઓસ્ટ્રેલિયાએ સર્વવિજેતા શોધી કાઢ્યો છે," તે "કુદરતી ક્ષમતા સાથે સ્વ-શિક્ષિત છે. પરંતુ તે તમામમાં મહાન વાત એ છે કે તેમનું હૃદય હંમેશા શુભઇરાદા સાથેનું છે." પસંદગીકાર ડિક જોન્સે ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું કે "જુના ખેલાડીઓ સાથે તેમને વાતો કરતી વખતે, જે કંઈ કહેવામાં આવે તેને એકાગ્રતાપૂર્વક સાંભળતા અને વિનયપૂર્વક 'તમારો આભાર' કહીને જવાબ આપતા તેમને જોવામાં આનંદ થાય છે."

1930નો ઇંગ્લેન્ડ પ્રવાસ

1930ની એશિઝ શ્રેણી જીતવા માટે ઇંગ્લેન્ડ ફેવરિટ હતું અને જો ઓસ્ટ્રેલિયાએ ધારણા કરતા વધુ સારો દેખાવ કરવો હોય તો તેના યુવાન બેટ્સમેન બ્રેડમેન અને જેક્સન માટે સફળ થવું જરૂરી હતું. પોતાની લાલિત્યપૂર્ણ બેટિંગ તકનીક સાથે જેક્સન આ જોડીમાં વધુ તેજસ્વી ભાવિ ધરાવતા હોય તેમ લાગતું હતું. જોકે બ્રેડમેને વોર્સેટર ખાતે 236 રન સાથે આ પ્રવાસની ધમાકેદાર શરૂઆત કરી અને મેના અંત સુધીમાં 1,000 ફર્સ્ટ ક્લાસ રન ફટકારીને આ દુર્લભ સિદ્ધિ મેળવનારા પાંચમા ખેલાડી (અને ઓસ્ટ્રેલિયાના પ્રથમ ખેલાડી) બન્યા હતા. ઇંગ્લેન્ડમાં તેમની પ્રથમ ટેસ્ટમાં બ્રેડમેને બીજી ઇનિંગમાં 131 રન કર્યા હતા, પરંતુ ઇંગ્લેન્ડ આ મેચ જીતી ગયું હતું. તેમની બેટિંગ લોર્ડઝ ખાતે બીજી ટેસ્ટમાં નવી ઊંચાઈએ પહોંચી હતી અને તેમણે 254 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ મેચ જીતીને ટેસ્ટ શ્રેણીને સરભર કરી હતી. જીવનમાં પછીથી બ્રેડમેને આ ઇનિંગને તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ ગણાવીને જણાવ્યું હતું કે "કોઇપણ અપવાદ વગર લગભગ દરેક બોલ ત્યાં જતો હતો, જ્યાં તેને મોકલવાનો ઇરાદો હતો". વિઝડને તેમના ત્વરિત ફૂટવર્કની અને તેઓ "મેદાનમાં સર્વત્ર સામર્થ્ય અને ચોકસાઇ સાથે" બોલને તેવી રીતે ફટકારતા હતા તેની તેમજ મેદાનમાં બોલ પરની ક્ષતિરહિત એકાગ્રતાની નોંધ કરી હતી.

નોંધાવેલા રનના સંદર્ભમાં આ દેખાવ કરતા તેમણે ટૂંક સમયમાં જ વધુ ચડિયાતો દેખાવ કર્યો હતો. લીડ્સ ખાતેની ત્રીજી ટેસ્ટમાં બ્રેડમેને ટેસ્ટ મેચના પ્રથમ દિવસ 11 જુલાઈએ ભોજન પહેલા સદી ફટકારી હતી તેમજ વિક્ટર ટ્રમ્પર અને ચાર્લી મેકાર્ટનીની સિદ્ધિની બરોબરી કરી હતી. બપોર પછી બ્રેડમેને ભોજન અને ચાના વિરામની વચ્ચે બીજી સદી ઉમેરી હતી અને દિવસને અંતે અણનમ 309 રનનો સ્કોર નોંધાવ્યો હતો. એક દિવસની રમત દરમિયાન 300 રનનો સ્કોર પાર કરનાર તેઓ એકમાત્ર ટેસ્ટ ખેલાડી છે. તેમનો આખરી 334 રનનો સ્કોર વિશ્વ-વિક્રમ હતો અને તેમણે એન્ડી સેન્ધામના 325ના અગાઉના વિક્રમને તોડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઇનિંગમાં બ્રેડમેન છવાઈ ગયા હતા, કારણ કે બીજા ક્રમનો સૌથી વધુ સ્કોર એલન કિપેક્સે નોંધાવેલો 77 રનનો સ્કોર હતો. બિઝનેસમેન આર્થર વ્હાઇટ્લોએ પછીથી બ્રેડમેનને તેમની આ સિદ્ધિના બહુમાન રૂપે £1,000નો ચેક આપ્યો હતો. આ મેચનો નિરાશાજનક અંત આવ્યો હતો, કારણ કે ખરાબ હવામાનને કારણે કોઇ પરિણામ આવ્યું ન હતું, તેના જેવી જ સ્થિતિ ચોથી ટેસ્ટમાં થઈ હતી.

ડોનાલ્ડ બ્રેડમેન 
બ્રેડમેન (જમણેથી બીજા, વચ્ચેની હરોળમાં) 1930માં તેમની ટીમ સાથે.

ઓવલ ખાતેની નિર્ણાયક મેચમાં ઇગ્લેન્ડે 405 રન બનાવ્યા હતા. વારંવારના વરસાદના વિધ્નને કારણે ત્રણ દિવસ લંબાયેલી ઇનિંગ દરમિયાન બ્રેડમેન બીજી એક બહુલ સદી, આ વખતે 232 રન બનાવ્યા હતા, જેનાથી ઓસ્ટ્રેલિયાને 290 રનની મોટી સરસાઈ મેળવવામાં મદદ મળી હતી. આર્ચી જેકસન સાથેની મહત્ત્વપૂર્ણ ભાગીદારીમાં બ્રેડમેને મુશ્કેલ સેશન સામે લડાઈ આપી હતી, કારણ કે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર હેરોલ્ડ લારવૂડે વરસાદથી સજીવ થયેલી પિચ પર શોર્ટ પિચ બોલિંગનો મારો ચલાવ્યો હતો. વિઝડને ક્રિકેટના આ સમયગાળાનો માત્ર ટૂંકો ઉલ્લેખ કર્યો હતોઃ

On the Wednesday morning the ball flew about a good deal, both batsmen frequently being hit on the body ... on more than one occasion each player cocked the ball up dangerously but always, as it happened, just wide of the fieldsmen.

ઇંગ્લેન્ડના સંખ્યાબંધ ખેલાડીઓ અને કમેન્ટેટર્સે નોંધ્યું હતું કે બ્રેડમેનને શોર્ટ પિચ પર પડેલા ઉછળતા બોલ સામે રમવામાં મુશ્કેલી પડે છે. આ હકીકત આ ચોક્કસ મેચ માટે ઘણી મોડી બહાર આવી હતી, પરંતુ તેનું આગામી એશિઝ સિરિઝમાં મોટું મહત્વ હતું. ઓસ્ટ્રેલિયા એક ઇનિંગથી મેચ જીતી ગયું હતું અને એશિઝ પર ફરી કબજો કર્યો હતો. આ વિજયની ઓસ્ટ્રેલિયામાં અસર થઈ હતી. અર્થતંત્ર મંદી તરફ સરકી રહ્યું હતું અને બેરોજગારીમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો, ત્યારે દેશને રમતમાં વિજયનો દિલાસો મળ્યો હતો. જુના પ્રતિસ્પર્ધી સામે શ્રેણીબદ્ધ વિક્રમો સ્થાપનારા ગામડામાંથી આવેલા 22 વર્ષીય સ્વ-શિક્ષિત ખેલાડી બ્રેડમેન રાષ્ટ્રીય હીરો બન્યા હતા. આ પ્રવાસમાં અને ખાસ કરીને ટેસ્ટ મેચોમાં બ્રેડમેને હાંસલ કરેલા આંકડાએ ઘણા જુના રેકોર્ડ તોડી નાંખ્યા હતા અને કેટલાંક વિક્રમો સમયની કસોટીમાંથી પાર થયા છે. એકંદરે બ્રેડમેને બે બેવડી સદી અને એક ત્રેવડી સદી સહિત ચાર સદી સાથે ટેસ્ટ શ્રેણી દરમિયાન 139.14 રનની સરેરાશ સાથે કુલ 974 રન બનાવ્યા હતા. એક ટેસ્ટ શ્રેણીમાં 974 રન કે ત્રણ બેવડી સદીના વિક્રમની 2008થી કોઇ ખેલાડીએ બરોબરી કરી નથી અથવા આ વિક્રમને તોડ્યો નથી. એક શ્રેણીમાં 874 રનનો રેકોર્ડ બીજા ક્રમના શ્રેષ્ઠ પ્રદર્શનને 79 રનથી પાછળ મૂકે છે અને આ સિદ્ધિ બે ઓછી ઇનિંગમાં નોંધાવવામાં આવી હતી. બ્રેડમેનના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના 2,970 રન (10 સદી સાથે 98.66ની સરેરાશે) બીજો એવો હજુ પણ ટકી રહેલો વિક્રમ છે, જે ઇંગ્લેન્ડના પ્રવાસ પરના વિદેશી બેટ્સમેને બનાવેલા સૌથી વધુ રન છે.

આ શ્રેણીમાં બ્રેડમેનની બેટિંગમાં ગતિશીલતા અને મેદાન બહાર તેમના શાંત અને એકાંતવાસી આચરણ વચ્ચે તીવ્ર વિરોધભાસ ઊભો થતો હતો. તેમને સાથી ખેલાડીઓ એકલવાયા તરીકે ગણાવતા હતા અને વ્હાઇટલોએ આપેલા નાણાંથી તેમણે સાથી ખેલાડીઓ માટે ડ્રિન્ક પણ ખરીદવાની ઓફર કરી ન હતી અને માત્ર પોતાના માટે તેનો ઉપયોગ કર્યો હતો. બ્રેડમેન તેમના મોટાભાગના વધારાના સમયને એકાંતમાં લખવામાં જ પસાર કરતા હતા, કારણ કે તેમણે એક પુસ્તકને હકો વેચ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં પરત ફર્યા ત્યારે બ્રેડમેન તેમના જોરદાર સ્વાગતથી અંજાઈ ગયા હતા અને તેઓ "અનિચ્છાએ હીરો" બની ગયા હતા. માઈક સિમોન્સ તેમના કર્મચારીની નવી પ્રસિદ્ધિમાંથી નાણાકીય કમાણી કરવા માગતા હતા. તેમણે બ્રેડમેનને સાથી ખેલાડીઓને એકલા છોડીને એડેલેઇડ, મેલબોર્ન, ગોઉલબર્ન, તેમના વતન બાઉરાલ અને સિડની સાથે તેમણે આયોજિત કરેલા સત્તાવાર સત્કાર સમારંભમાં હાજર રહેવા જણાવ્યું હતું, જ્યાં બ્રેડમેનને બ્રાન્ડ ન્યૂ ગ્રાહકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી શેવરોલેટ કાર મળી હતી. દરેક જગ્યાએ તેમને એટલી પ્રશંસા મળતી હતી કે તેઓ "શરમિંદગીમાં" મૂકાઈ જતા હતા. ટીમ ધરાવતી રમતમાં વ્યક્તિગત સિદ્ધિ પરના આ ફોકસથી "...તેમના સમકાલિનો સાથેના સંબંધોને કાયમી ધોરણે નુકસાન થયું હતું". ઓસ્ટ્રેલિયાના વિજય અંગે ટિપ્પણી કરતા ટીમના ઉપ-કપ્તાન વિવ રિચાર્ડસને જણાવ્યું હતું કે "અમે બ્રેડમેન વગર કોઇ પણ ટીમ સામે રમી શક્યા હોઇએ, પરંતુ અમે ક્લેરી ગ્રીમેટ વગર અંધશાળામાં રમી શક્યા ન હોત".

અનિચ્છાએ હીરો

1930-31માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિયન બાજુની વિરુદ્ધ, દરમિયાન બ્રેડમેનનો દેખાવ ઇંગ્લેન્ડ સામેના દેખાવની સરખામણીમાં ઉતરતો રહ્યો હતો - છતા તેમણે બ્રિસ્બેન ખાતેની ત્રીજી ટેસ્ટમાં 297 મિનિટમાં 223 રન અને મેલબોર્ન ખાતેની પછીની ટેસ્ટમાં 154 મિનિટમાં 152 રન બનાવ્યા હતા. જોકે તેમણે 1931-32માં ઓસ્ટ્રેલિયામાં ઉનાળા દરમિયાન દક્ષિણ આફ્રિકાનો સામે સતત ખૂબ સફળ ઇનિંગોમાં ઝડપી રન બનાવ્યા હતા. પ્રવાસીઓ સામે એનએસડબલ્યુ (NSW) વતી તેમણે 30, 135 અને 219 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચોમાં તેમણે 226 (277 minutes), 112 (155 minutes), 2 અને 167 (183 minutes) રન બનાવ્યા હતા; એડેલાઇડ ખાતેની ચોથી ટેસ્ટમાં અણનમ 299 રન ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટમાં સૌથી વધુ રનનો નવો વિક્રમ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા બે શ્રેણીની કુલ 10 ટેસ્ટમાંથી નવ ટેસ્ટમાં વિજયી રહ્યું હતું.

તે તબક્કા સુધી બ્રેડમેન 1930માં શરૂઆત પછીથી 15 ટેસ્ટ રમ્યા હતા અને 131 રનની સરેરાશ સાથે 2,227 રન બનાવ્યા હતા. તેમણે કુલ 18 ઇનિંગ રમી હતી, જેમાં 10 સદીનો સમાવેશ થતો હતો અને તેમાંથી છમાં 200થી વધુ રન બનાવ્યા હતા. તેમનો એકંદર સ્કોરિંગ દર પ્રતિકલાક 42 રનનો હતો, તેમાં 856 બાઉન્ડરી મારફતના રન (અથવા 38.4 ટકા રન)નો સમાવેશ થતો હતો. મહત્વની વાત એ હતી કે તેમને એક પણ છગ્ગો ફટકાર્યો ન હતો, જે બ્રેડમેનના એવા અભિગમને સૂચવે છે કે જો તેઓ મેદાનની સમાંતર બોલને ફટકારે તો તેનો કેચ થઈ શકે નહીં. કારકિર્દીના આ તબક્કા દરમિયાન યુવાન અને કુદરતી ફીટનેસને કારણે તેઓ બેટિંગ માટે “મશીન જેવો” અભિગમ અપનાવી શક્યા હતા. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર સેન્ડી બેલે તેમની સામેની બોલિંગનું વર્ણન કરતા કરતા કહ્યું હતું કે તે “તેમનું રહસ્યમય ધીરગંભીર હાસ્ય સાથે... હ્રદયનો ભંગ કરનારી અદા, કે જે રહસ્યમય વ્યક્તિની વધુ યાદ અપાવે છે...તેઓ ક્યારેય થાકતા ન હોય તેમ લાગતું હતું”.

ડોનાલ્ડ બ્રેડમેન 
1932માં બ્રેડમેન તેમના લગ્ન સમારંભ બાદ ચર્ચમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની એક ઝલક માટે સંખ્યાબંધ લોકો એકત્ર થયા હતા.

બે આ સિઝનની વચ્ચે બ્રેડમેને લેન્કેશાયર લીગ ક્લબ એક્રીન્ગ્ટન સાથે ઇંગ્લેન્ડમાં વ્યવસાયિક ધોરણે ક્રિકેટ રમવાનો ગંભીર વિચાર કર્યો હતો, જે એવી હિલચાલ હતી કે તે સમયના નિયમ મુજબ તેમની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવી શકી હોત. સિડનીના ત્રણ ઉદ્યોગતપતિઓના એક જૂથે તેમની સમક્ષ એક વિકલ્પ રજૂ કર્યો હતો. તેમણે બે વર્ષના કરારની યોજના બનાવી હતી, જેમાં બ્રેડમેને એસોસિએયેડ ન્યૂપેપર માટે કોલમ લખી હતી, રેડિયો 2યુઈ (2UE)માં તેમના કાર્યક્રમનું પ્રસારણ થયું હતું અને તેમણે મેન્સવેર રિટેલ કંપની એફજે પાલમર એન્ડ સનનો પ્રચાર કર્યો હતો. જોકે આ કરારથી જાહેર જીવન પરના બ્રેડમેનના અવલંબનમાં વધારો થયો હતો અને તેથી પોતે દ્રઢતાપૂર્વક ઇચ્છતા હતા તે ગુપ્તતાને જાળવી રાખવાનું મુશ્કેલ બન્યું હતું.

એપ્રિલ 1932માં બ્રેડમેનના જેસી મેન્ઝીસ સાથે લગ્ન દરમિયાન ધાંધલધમાલ સર્જાઇ હતી, જે તેમના અંગત જીવનમાં આ નવી અને અણગમતી ઘુસણખોરીના પ્રતીકરૂપ હતી. ચર્ચ “સમગ્ર દિવસ દરમિયાન ઘેરા હેઠળ હતું... વણનોતર્યા મહેમાનો વધુ સારી રીતે જોવા માટે ખુરશી અને બાંકડા પર બેસી હતા”; પોલીસે અવરોધ ઊભા કર્યા હતા, જેને તોડી નાંખવામાં આવ્યા હતા અને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેવા ઘણા લોકોને બેઠક મળી શકી ન હતી. માત્ર થોડા અઠવાડિયા પછી બ્રેડમેન યુનાઈડેટ સ્ટેટ્સ અને કેનેડાના પ્રવાસ માટે આર્થર મેઇલીએ તૈયાર કરેલી ખાનગી ટીમમાં જોડાયા હતા. તેમણે પત્ની સાથે પ્રવાસ કર્યો હતો અને દંપતીએ આ પ્રવાસને હનીમૂન તરીકે માણ્યો હતો. 75 દિવસમાં 51 મેચ રમીને બ્રેડમેને 19 સદી સાથે 102.1ની સરેરાશ સાથે 3,779 રન બનાવ્યા હતા. રમતના ધોરણો ઉચ્ચ ન હતા, પરંતુ બ્રેડમેન અગાઉના ત્રણ વર્ષમાં જેટલા પ્રમાણમાં ક્રિકેટ રમ્યા હતા તેની અસરો અને સેલિબ્રિટી દરજ્જાના તણાવની અસર તેમના સ્વદેશાગમ સાથે દેખાવા લાગી હતી.

બોડિલાઇન

As long as Australia has Bradman she will be invincible ... It is almost time to request a legal limit on the number of runs Bradman should be allowed to make.

News Chronicle, London

મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC), જે તે સમયે ઇંગ્લિશ ક્રિકેટની સંચાલક હતી, તેમાં “પ્લમ” વાર્નરનો અવાજ બીજા લોકોના અવાજ કરતા વધુ પ્રભાવશાળી હતો, તેમણે બ્રેડમેન સામે ઇંગ્લેન્ડની તૈયારીનો વિચાર કરતા લખ્યું હતું કે ઇંગ્લેન્ડે “તેમની લગભગ ગૂઢ પ્રતિભાને અંકુશમાં રાખવા નવા પ્રકારના બોલર તેમજ નવા વિચાર અને વિચિત્ર પ્રયુક્તિ શોધી કાઢવી પડશે”. આ હેતુને સિદ્ધ કરવા વોર્નરે 1931માં ઇંગ્લેન્ડના કપ્તાન તરીકે ડગ્લાસ જાર્ડિનની નિયુક્તની યોજના બનાવી હતી, જે ઓસ્ટ્રેલિયા માટેના 1932-33ના પ્રવાસમાં ટીમનું નેતૃત્વ જાર્ડિન કરે અને ટીમ મેનેજર તરીકે વોર્નર રહે તેની પૂર્વયોજનાનો એક ભાગ હતી. બ્રેડમેનને 1930માં ઓવલ ખાતે તેમની 232 રનની ઇનિંગ દરમિયાન બાઉન્સર્સનો સામનો કરવામાં મુશ્કેલી પડી હતી, તેને ધ્યાનમાં રાખીને જાર્ડિને બ્રેડમેનનો સામનો કરવા પરંપરાગત લેગ થીયરી (લેગ સ્ટમ્પ પર બોલનો મારો)ને શોર્ટ પિચ બોલિંગ સાથે મિશ્રણ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાની આ પ્રયુક્તિના આગેવાન તરીકે નોટિંગહામશાયરના ઝડપી બોલર હેરોલ્ડ લાર્વૂડ અને બિલ વોસની પસંદગી કરી હતી. સહાયક ભૂમિકા તરીકે ઇંગ્લેન્ડના પસંદગીકારોએ ટીમમાં બીજા ત્રણ ઝડપી બોલરની પસંદગી કરી હતી. ઝડપી બોલરોની અસાધારણ વધુ સંખ્યાને કારણે બંને દેશોમાં અનેક પ્રતિક્રયા આવી હતી અને તેનાથી ખુદ બ્રેડમેનમાં પણ અનેક શંકાઓ જન્મી હતી.

બ્રેડમેન તે સમયે બીજી કેટલીક સમસ્યાનો પણ સામનો કરી રહ્યા હતા, જેમાં ઉત્તર અમેરિકાના પ્રવાસ દરમિયાન ઊભી થયેલી અને નિદાન ન થયેલી બેચેનીમાંથી વારંવારની માંદગી, સિડની સન માટે કોલમ લખવા માટે ઓસ્ટ્રેલિયન બોર્ડ ઓફ કંટ્રોલે પ્રારંભમાં કરેલા ઇનકારનો પણ સમાવેશ થતો હતો. બ્રેડમને આ વર્તમાનપત્ર સાથે બે વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ બોર્ડે લખવાની પરવાનગી ન આપતા બ્રેડમેને કરારનું પાલન કરવા ક્રિકેટમાંથી પાછા હટી જવાની ચીમકી આપી હતી અને આખરે આ વર્તમાનપત્રે બ્રેડમેને આ કરારમાંથી મુક્ત કર્યા હતા અને બોર્ડનો વિજય થયો હતો. ટેસ્ટ મેચની શરૂઆત પહેલા ઇંગ્લેન્ડ સામેની ત્રણ ફર્સ્ટ-કલાસ મેચમાં બ્રેડમેને 6 ઇનિંગમાં માત્ર 17.16ની સરેરાશથી રન બનાવ્યા હતા. જાર્ડિને મેલબોર્ન ખાતેની ઓસ્ટ્રેલિયન-XI સામેની એકમાત્ર મેચમાં તેમની આ નવી યુક્તિની અજમાયશ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં બ્રેડમેને લેગ થીયરીનો સામનો કર્યો હતો અને પછીથી સ્થાનિક સંચાલકોને ચેતવણી આપી હતી કે જો તે ચાલુ રહેશે તો મુશ્કેલી ઊભી થશે. તેઓ નર્વસ બ્રેકડાઉનનો શિકાર બન્યા હોવાની અફવાની વચ્ચે બ્રેડમેને સિડની ક્રિકેટ મેદાન પરની પ્રથમ ટેસ્ટમાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી હતી. તેમની ગેરહાજરી હોવા છતાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સામે ઇંગ્લેન્ડે બોડિલાઇન યુક્તિ તરીકે જાણીતી બની ચુકેલી તેમની યુક્તિનો અમલ કર્યો હતો અને વિવાદપૂર્ણ બનેલી આ મેચ જીતી ગયું હતું.

ડોનાલ્ડ બ્રેડમેન 
ખ્યાતનામ ડક: એમસીજી (MCG) ખાતે બ્રેડમેને બોડિલાઈનને હરાવ્યાની ઘટનાને નિહાળવા માટે વિશ્વ વિક્રમી સંખ્યામાં લોકો એકત્ર થયા તે વખતે બૉવ્સે બ્રેડમેનને બોલ્ડ કર્યા.

બોડિલાઇનને મહાત કરવા બ્રેડમેનના પુનરાગમન માટે લોકોએ જોરદાર માગણી કરી હતીઃ “તેઓ એવા બેટ્સમેન છે કે જે આ વિનાશક બોલિંગ સામે વિજયી થઈ શકે છે... ‘બ્રેડમેનિયા’ (બ્રેડમેન માટેનો જુવાળ), ધાર્મિક લાગણી જેટલો પ્રબળ બન્યો હતો અને તેમના પુનરાગમની માગણી થઈ હતી”. માંદગીમાંથી સાજા થઈને બ્રેડમેન ટીમમાં એલન કિપેક્સના સ્થાને પરત આવ્યા હતા. બીજી ટેસ્ટમાં ટીમનો સ્કોર 2/67 હતો ત્યારે ક્રીઝ પર બ્રેડમેન આવી રહ્યા હતા ત્યારે એમસીજી (MCG) ખાતે પ્રેક્ષકોની વિશ્વ વિક્રમજનક 63,993ની સંખ્યા હતી. પ્રેક્ષકોએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું હતું અને તેનાથી રમતમાં થોડી મિનિટનો વિલંબ થયો હતો. બોલરે બોલ નાંખ્યો ત્યારે બ્રેડમેનને પ્રથમ બોલ બાઉન્સર રહેવાની ધારણા હતી અને તેઓ હૂક શોટ રમવા માટે તેમના સ્ટમ્પની પેલે પાર ગયા હતા. બોલ ઉછળ્યો ન હતો અને બ્રેડમેનથી બોલ સ્ટમ્પ સાથે અથડાયો હતો; પ્રથમ બોલે તેઓ ડક (શુન્ય રને આઉટ) થયા હોય તેવી તે પ્રથમ ઘટના છે. તેઓ મેદાન પરથી બહાર જતા હતા ત્યારે પ્રેક્ષકોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પ્રથમ ઇનિંગમાં સરસાઈ મેળવી હતી અને 2 જાન્યુઆરી 1993ના રોજ બીજી વખત વિક્રમજનક પ્રેક્ષકો આવ્યા હતા અને બ્રેડમેનને વળતો હુમલો કરીને બીજી ઇનિંગમાં સદી કરતા જોયા હતા. ટીમના કુલ 191ના સ્કોરમાં તેમના અણનમ 103 (146 બોલ) રનથી ઇંગ્લેન્ડને જીતવા માટે 251 રનનો લક્ષ્યાંક આપવામાં મદદ મળી હતી. બિલ ઓ’રેઈલી અને બર્ટ આયર્નમોન્ગરે ઓસ્ટ્રેલિયા વતી કાતિલ બોલિંગ કરીને વિજય અપાવીને શ્રેણી સરભર કરી હતી અને બોડિલાઇનનો પરાજય થયો હોવાની આશા જન્મી હતી.

એડેલાઇડ ઓવલ ખાતેની ત્રીજી ટેસ્ટ મહત્ત્વની પુરવાર થઈ હતી. ઓસ્ટ્રેલિયાના કપ્તાન બિલ વૂડફૂલ અને વિકેટ કીપર બર્ટ ઓલ્ડફિલ્ડ સામે બાઉન્સર્સનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે રોષિત પ્રેક્ષકોએ ધમાલ કરી હતી. ખેદ વ્યક્ત કરવા પ્લમ વોર્નર ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ્યા હતા અને તેમને વૂડફૂલે ઠપકો આપ્યો હતો. વૂડફૂલની ટિપ્પણી (“બે ટીમ મેદાનમાં છે અને તેમાંથી માત્ર એક જ ટીમ ક્રિકેટ રમે છે”) પ્રસાર માધ્યમમાં લીક થઈ હતી તેમજ વોર્નર અને બીજા લોકોએ તેના માટે ફિંગ્લટનને જવાબદાર ગણાવ્યા હતા, જોકે આ માહિતીનો મૂળ સ્રોત કોણ હતું તે અંગે ફિંગ્લટન અને બ્રેડમેન પર આરોપ મૂકવાનું કડવું યુદ્ધ ઘણા વર્ષો સુધી (ફિંગ્લટનના મૃત્યુ પછી પણ) ચાલુ રહ્યું હતું. એમસીસી (MCC)ને મોકલેલા કેબલમાં ઓસ્ટ્રેલિયન બોર્ડ ઓફ કંટ્રોલે વોર્નર પરના વૂડફૂલના નબળી ખેલદીલીના આરોપનો પુનરુચ્ચાર કર્યો હતો. એમસીસી (MCC)ના સમર્થન સાથે ઓસ્ટ્રેલિયાનો વિરોધ હોવા છતાં ઇંગ્લેન્ડે બોડિલાઇન ચાલુ રાખી હતી. પ્રવાસી ટીમનો છેલ્લી ત્રણ ટેસ્ટમાં જોરદાર વિજય થયો હતો તેમજ એશિઝ શ્રેણીને ફરી પ્રાપ્ત કરી હતી. બ્રેડમેને તેમની પોતાની યુક્તિ સાથે વિવાદ ઊભો કર્યો હતો. તેઓ હંમેશા રન નોંધાવવા માગતા હતા અને લેગ સાઇડ ફિલ્ડર્સથી ભરાયેલી હતી, તેથી તેઓ ટેનિસ કે ગોલ્ફની રમતની જેમ બિનપરંપરાગત શોટ સાથે ખાલી મેદાનમાં બોલને ફટકો મારવા માટે પિચ પર ઉંધા ફરી જતા હતા. તેનાથી આ શ્રેણીમાં તેઓ 396 રન (56.57 પર) કરી શક્યા હતા અને બોડિલાઇનના ઉકેલ શોધવાના પ્રયાસ માટે પ્રશંસા મળી હતી, જોકે આ શ્રેણીમાં તેમના સરેરાશ રન તેમની કારકિર્દીની સરેરાશના સંદર્ભે માત્ર 57 ટકા રહ્યા હતા. જેક ફિંગ્લટનને કોઇ શંકા ન હતી કે બોડિલાઇનના પગલે બ્રેડમેનની રમત સદાને માટે બદલાઈ ગઈ છે અને લખ્યું હતું કેઃ

Bodyline was specially prepared, nurtured for and expended on him and, in consequence, his technique underwent a change quicker than might have been the case with the passage of time. Bodyline plucked something vibrant from his art.

સેલિબ્રિટી તરીકેની ચકાચૌંધ અને વ્યસ્ત સીઝનની વ્યથાને કારણે બ્રેડમેનને આ રમતની બહાર પોતાની નવી જિંદગી શોધવાની અને ક્રિકેટની પ્રતિષ્ઠાની બહાર કારકિર્દીનો વિચાર કરવાની ફરજ પડી હતી. બોર્ડ ઓફ કંટ્રોલમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ હેરી હોજેટ્સે જો બ્રેડમેન એડેલાઇડમાં સ્થળાંતર કરે અને દક્ષિણ ઓસ્ટ્રેલિયા (એસએ (SA))ના કપ્તાન બને તો તેમને શેરદલાલ તરીકેનું કામ આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. લોકોની જાણ વગર એસએ (SA) ક્રિકેટ એસોસિએશન (SACA)એ હોજેટ્સના અભિગમને પ્રોત્સાહન આપ્યું હતું અને બ્રેડમેનના વેતન માટે સબસિડી આપી હતી. તેમની પત્નીએ આ સ્થળાંતર માટે ખચકાટ વ્યક્ત કર્યો હતો, પરંતુ બ્રેડમેન આખરે ફેબ્રુઆરી 1934માં આ સોદા માટે સંમત થયા હતા.

કથળતી તંદુરસ્તી અને મોતને હાથતાળી

એનએસડબલ્યુ (NSW) માટેની તેમની વિદાય સિઝનમાં બ્રેડમેને 132.44ની સરેરાશ સાથે રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીની શ્રેષ્ઠ સરેરાશ છે. 1934માં ઇંગ્લેન્ડનાં પ્રવાસ માટેની તેમની ઉપકપ્તાન તરીકે વરણી થઈ હતી. જોકે, “તેઓ મોટાભાગના [ઇંગ્લિશ] ઉનાળામાં અસ્વસ્થ રહ્યા હતા” અને અખબારોના અહેવાલમાં સંકેત હતો કે તેઓ હૃદય સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમણે વોર્સેસ્ટર ખાતે બેવડી સાથે ફરી શરૂઆત કરી હતી, પરંતુ તેમની જાણીતી એકાગ્રતા તેમનાથી વિમુખ બની હતી. વિઝડને લખ્યું હતું કેઃ

... there were many occasions on which he was out to wild strokes. Indeed at one period he created the impression that, to some extent, he had lost control of himself and went in to bat with an almost complete disregard for anything in the shape of a defensive stroke.

ડોનાલ્ડ બ્રેડમેન 
1934માં એશિઝ શ્રેણી દરમિયાન સિગારેટ કાર્ડ વહેંચવામાં આવ્યા.

એક તબક્કે બ્રેડમેન સળંગ 13 ફર્સ્ટ-ક્લાસ ઇનિંગમાં એકપણ સદી બનાવી શક્યા ન હતા, જે તેમની કારકિર્દીનો આવા સૌથી લાંબો સમયગાળો હતો અને તેનાથી એવા સૂચનો થતા હતા કે બોડિલાઇનથી તેમના આત્મવિશ્વાસનું ધોવાણ થયું છે અને તેમની તકનીક બદલાઈ ગઈ છે. ત્રણ ટેસ્ટ પછી આ શ્રેણી 1-1થી સરભર હતી અને બ્રેડમેને પાંચ ઇનિંગમાં 133 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ શેફિલ્ડનો પ્રવાસ કર્યો હતો અને ચોથી ટેસ્ટ પહેલા વોર્મ અપ મેચ રમી હતી. બ્રેડમેને ધીમી શરૂઆત કરી હતી અને પછી, “વૃદ્ધ બ્રેડમેન આંખો પટપટાવતા અમારી પાસે આવ્યા હતા”. તેમણે 140 રન બનાવ્યા હતા અને તેમાંથી અંતિમ 90 રન માત્ર 45 મિનિટમાં બનાવ્યા હતા. હેડિંગ્લે (લીડ્સ) ખાતેની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ 200 રનમાં આઉટ થઈ ગયું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયા દિવસના છેલ્લા બોલે ત્રીજી વિકેટ ગુમાવીને 3/39 સ્કોર પર સરકી પડ્યું હતું. પાંચમા ક્રમે રમતા બ્રેડમેને પછીના દિવસે તેમની ઇનિંગ શરૂ કરવાની હતી.

તે સાંજે બ્રેડમેને નેવિલ કાર્ડૂસના ભોજન માટેના આમંત્રણનો ઇનકાર કર્યો હતો અને પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ વહેલા સુઈ જવા માગે છે, કારણ કે ટીમને પછીના દિવસે તેમની બેવડી સદીને જરૂર છે. કાર્ડૂસે ઉલ્લેખ કર્યો હતો કે આ મેદાન પર તેમણે અગાઉ 334 રન બનાવ્યા હતા અને સરેરાશ રનનો નિયમ બીજા આવા સ્કોરની વિરુદ્ધમાં છે. બ્રેડમને કાર્ડૂસને જણાવ્યું હતું કે “હું સરેરાશના નિયમમાં માનતો નથી”. આ મેચમાં બ્રેડમેન સમગ્ર બીજા દિવસ અને ત્રીજા દિવસે ઝઝુમ્યા હતા અને બિલ પોન્સફોર્ડ સાથે 388 રનની વિશ્વ વિક્રમી ભાગીદારી કરી હતી. તેઓ આખરે 304 રન (473 બોલ, 43 ચોગ્ગા અને 2 છગ્ગા) સાથે આઉટ થયા ત્યારે ઓસ્ટ્રેલિયાએ 350 રનની લીડ મેળવી હતી, પરંતુ વરસાદને કારણે તેઓ વિજયથી વંચિત રહી ગયા હતા. આ લાંબી ઇનિંગ માટેના પ્રયાસોથી બ્રેડમેનની અનામત ઊર્જાનો વધુ પડતો વપરાશ થઈ ગયો હતો અને તેઓ એશિઝ સિરિઝની નિર્ણાયક એવી ઓવલ ખાતેની પાંચમી ટેસ્ટ સુધી ક્રિકેટ રમ્યા ન હતા.

ઓવલ ખાતેની પ્રથમ ઇનિંગમાં બ્રેડમેન અને પોન્સફોર્ડે વધુ જંગી ભાગીદારી, આ વખતે 451 રનની ભાગીદારી નોંધાવી હતી. હેડિંગ્લે ખાતે સ્થાપેલા પોતાના વિક્રમને તોડતા તેમને એક મહિના કરતા ઓછો સમય લાગ્યો હતો અને આ નવો વિશ્વ વિક્રમ 57 વર્ષ સુધી ટકી રહ્યો હતો. આ ભાગીદારીમાં બ્રેડમેનનો હિસ્સો 271 બોલમાં 244 રનનો હતો અને ઓસ્ટ્રેલિયાએ કુલ 701 રન નોંધાવીને 562 રને વિજય મેળવ્યો હતો. પાંચ ટેસ્ટ શ્રેણીમાં ચોથી વખત એશિઝ શ્રેણી પરના કબજામાં ફેરફાર થયો હતો. ઇંગ્લેન્ડ આ પછી બ્રેડમેનની નિવૃત્તિ સુધી ફરી પાછુ બેઠું થઈ શક્યું ન હતું.

દેખીતી રીતે તંદુરસ્તીમાં સંપૂર્ણ પણે સુધારો થઈ જતા બ્રેડમેને આ પ્રવાસની છેલ્લી બે મેચમાં બે સદી સાથે ઝળહળતો દેખાવ કર્યો હતો. જોકે વતન માટેના પ્રવાસની તૈયારી કરવા તેઓ લંડનમાં પરત આવ્યા ત્યારે તેમને પેટમાં તીવ્ર દુઃખાવાનો અનુભવ થયો હતો. તેમને આંત્રપુચ્છ (એપેન્ડિસાઇટિસ)નો સોજો હોવાનું નિદાન કરતા તબીબોને 24 કલાક કરતા વધુ સમય લાગ્યો હતો અને સર્જને તાકીદે ઓપરેશન કર્યું હતું. ચાર કલાકની સર્જરીમાં બ્રેડમેને પુષ્કળ લોહી ગુમાવવું પડ્યું હતું અને આંત્રવેષ્ટનદાહ (પેરિટનાઇટિસ)ની બીમારી થઈ હતી. તે સમયે પેનિસિલિન અને સલ્ફોનામાઇડ્સ હજુ પણ પ્રાયોગિક સારવાર ગણાતી હતી, તેથી આંત્રવેષ્ટનદાહ (પેરિટનાઇટિસ) સામાન્ય રીતે જીવલેણ બીમારી હતી. 25 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલે નિવેદન જારી કર્યું હતું કે બ્રેડમેન જીવન માટે ઝઝુમી રહ્યા છે અને રક્તદાતાની તાકીદે જરૂર છે.

“આ જાહેરાતની અસર અસાધારણ રહી હતી”. આ સમાચાર પ્રસરતા એટલા રક્તદાતા ઉમટી પડ્યા કે હોસ્પિટલ માટે તેમના ધસારાનો સામનો કરવાનું મુશ્કેલ બન્યું હતું અને ટેલિફોન કોલના જોરદાર ઘોડાપૂરને કારણે હોસ્પિટલે સ્વીચબોર્ડને બંધ કરવું પડ્યું હતું. પત્રકારોને સંપાદકો દ્વારા તેમની મૃત્યુનોંધ તૈયાર કરવા કહેવાયું હતું. સાથી ખેલાડી બિલ ઓ’રેઈલીને કિંગ જ્યોર્જના સેક્રેટરીએ ફોન કર્યો હતો અને સ્થિતિથી રાજાને માહિતગાર રાખવાની સૂચના આપી હતી. આ સમાચાર મળતાની સાથે જેસી બ્રેડમેને લંડન માટે એક મહિનાના લાંબા પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. રસ્તામાં તેમને અફવા સાંભળવા મળી હતી કે તેમના પતિનું મૃત્યુ થયું છે. એક ટેલિફોન કોલથી સ્થિતિની સ્પષ્ટતા થઈ હતી અને તેઓ લંડન પહોંચે ત્યાં સુધી બ્રેડમેન બીમારીથી ધીમી ગતિએ સાજા થવા લાગ્યા હતા. તેમણે આરામ સાથે સ્વાસ્થ્ય પાછુ મેળવવા માટે તબીબની સલાહનું પાલન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયાની ટીમમાં પુનરાગમન કરતા કેટલાંક મહિના લાગ્યા હતા અને તેમણે 1934-35માં ઓસ્ટ્રેલિયન સિઝન ગુમાવવી પડી હતી.

આંતરિક રાજકારણ અને ટેસ્ટમાં કપ્તાની

ડોનાલ્ડ બ્રેડમેન 
1937માં મેલબોર્ન ક્રિકેટ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં બ્રેડમેન બેટિંગ કરવા જઈ રહ્યા છે. તેમના 270 રનના કારણે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો અને તેને સર્વકાલિન ર્સવશ્રેષ્ઠ ઈનિંગ ગણાવવામાં આવી.

1935માં એન્ટીપડિયન શિયાળા (પૃથ્વી પર તદ્દન વિરુદ્ધ દિશાના બે સ્થળો પરનો શિયાળો) દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મેદાન બહારના ષડયંત્ર થયા હતા. ઓસ્ટ્રેલિયા વર્ષના અંત સમયે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવાનો હતું અને કપ્તાન તરીકે નિવૃત બિલ વૂડફુલની જગ્યાએ બીજા ખેલાડીની નિયુક્ત કરવાની હતી. બોર્ડ ઓફ કંટ્રોલ ટીમનું નેવૃત્વ બ્રેડમેન કરે તેવું ઇચ્છતું હતું, તેમ છતાં 8 ઓગસ્ટે બોર્ડે ફીટનેસના અભાવને કારણે બ્રેડમેનને ટીમમાંથી ખસેડવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. આશ્ચર્યજનક વાત એ હતી કે આ જાહેરાત પછી બ્રેડમેને આ સિઝનમાં મેચની સંપૂર્ણ શ્રેણીમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કર્યું હતું.

કપ્તાની વિક રિચર્ડસનને આપવામાં આવી હતી, જેઓ દક્ષિણ ઓસ્ટ્રેલિયાની ટીમના કપ્તાન તરીકે બ્રેડમેનના પુરોગામી હતા. ક્રિકેટ લેખક ક્રિસ હેર્ટે આ સ્થિતિનું વિશ્લેષણ કર્યું હતું કે અગાઉ (નામનિર્દેશ વગર)ની વ્યાપારિક સમજૂતીને કારણે બ્રેડમેનને ઓસ્ટ્રેલિયામાં રહેવાની ફરજ પડી હતી. હેર્ટે તેમના આ સ્થળાંતર માટે ગુપ્ત ઇરાદાને જવાબદાર ગણાવ્યા હતાઃ રિચર્ડસન અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના બીજા ખેલાડીઓની મેદાન બહારની વર્તણુકથી સાઉથ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશન (SACA) નારાજ થયું હતું, જે નવા નેતૃત્વની વિચારણા કરી રહ્યું હતું. શિસ્ત સુધારો કરવામાં મદદ કરવા બ્રેડમેન એસએસીએ (SACA)ની સમિતિમાં સભ્ય અને સાઉથ ઓસ્ટ્રેલિયન અને ઓસ્ટ્રેલિયન ટીમના પસંદગીકાર બન્યા હતા. તેઓ 10 વર્ષ માટે તેમના દત્તક રાજ્યને તેના પ્રથમ શેફિલ્ડ શિલ્ડ ટાઇટલ પર જાળવી શક્યા હતા, અને બ્રેડમેન ક્વિન્સલેન્ડ સામે 233 અને વિક્ટોરિયા સામે 357 રનના વ્યક્તિગત યોગદાન સાથે છવાઈ ગયા હતા. તેમણે 369 રન (233 મિનિટમાં) સાથે આ સિઝન પૂરી કરી હતી, જે ટાસ્માનિયા સામેનો સાઉથ ઓસ્ટ્રેલિયાનો વિક્રમ છે. તેમને આઉટ કરનાર બોલર રેગિનાલ્ડ ટાઉનલી ટાસ્માનિયા લિબરલ પાર્ટીના વડા બન્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 4-0થી પરાજય આપ્યો હતો અને બિલ ઓ’રેઈલી જેવા વરિષ્ઠ ખેલાડીઓએ રિચર્ડસનની કપ્તાની હેઠળ રમતના આનંદ અંગેનો તેમની ટિપ્પણીમાં ઉલ્લેખ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન બ્રેડમેનનો જાહેરમાં વિરોધ કરતા ખેલાડીઓનું એક જૂથ રચાયું હતું. કેટલાંક ખેલાડી માટે બ્રેડમેનના નેતૃત્વ હેઠળ રમવાની સંભાવના મુશ્કેલ બની હતી, કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ પસંદગીકાર તરીકેની ભૂમિકામાં તેમની ક્ષમતાને ન્યાય આપવાની વધારાની કામગીરી પણ કરતા હતા.

નવી સિઝનની શરૂઆતમાં આ ટેસ્ટ ટીમ ઓક્ટોબર 1936ની શરૂઆતમાં સિડની ખાતે બ્રેડમેનના નેતૃત્વ હેઠળની “રેસ્ટ ઓફ ઓસ્ટ્રેલિયા” સામે રમી હતી. બ્રેડમેનના 212 રન અને લેગ-સ્પિનર ફ્રેન્ક વાર્ડની 12 વિકેટની સિદ્ધિને કારણે ટેસ્ટ XI (ઇલેવન) નો મોટો પરાજય થયો હતો. બ્રેડમેને ટેસ્ટ ટીમના સભ્યોને ભાન કરાવ્યું હતું કે તેમને તાજેતરમાં સફળતા મળી હોવા છતાં ટીમમાં હજુ પણ સુધારાની જરૂર છે. આ પછી થોડા સમયમાં બ્રેડમેનના પ્રથમ સંતાનનો 28 ઓક્ટોબરે જન્મ થયો હતું પરંતુ બાળક બીજા દિવસે મૃત્યું પામ્યું હતું. તેથી તેઓ બે સપ્તાહ સુધી ક્રિકેટથી દૂર રહ્યા હતા અને પુનરાગમ સાથે તેમણે એશિઝ સિરિઝનો પ્રારંભ કરતા પહેલા વિક્ટોરિયા સામે છેલ્લી મેચમાં ત્રણ કલાકમાં 192 રન બનાવ્યા હતા.

ટેસ્ટના પસંદગીકારોએ અગાઉની ટેસ્ટ મેચમાં રમેલી ટીમમાં પાંચ ફેરફાર કર્યા હતા. નોંધપાત્ર વાત એ હતી કે ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ બોલર ક્લેરી ગ્રિમેટના સ્થાને વોર્ડનો સમાવેશ કર્યો હતો, જે ટેસ્ટ ટીમમાં સૌપ્રથમ પ્રવેશ મેળવાના ચાર ખેલાડી પૈકીના એક હતા. ટીમમાંથી ગ્રિમેટની બાદબાકીમાં બ્રેડમેનની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી અને તે મુદ્દો બ્રેડમેન માટે પરેશાનીનું કારણ બન્યો હતો, કારણ કે ગ્રિમેટે ઘરેલુ ક્રિકેટમાં અસાધારણ દેખાવ ચાલુ રાખ્યો હતો અને તેમના પુરોગામી બિનઅસરકાર રહ્યા હતા, તેથી બ્રેડમેનને રાજકારણના કારણોસર વરિષ્ઠ બોલર્સની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવવા માટે જવાબદાર માનવામાં આવે છે.

ડોનાલ્ડ બ્રેડમેન 
1936–37 એશિઝ શ્રેણીના પ્રારંભ વખતે બ્રેડમેન અને ઈંગ્લેન્ડના કપ્તાન ગબ્બી એલન ટોસ કરી રહ્યા છે. પાંચ ટેસ્ટમાં 950,000 કરતા વધારે પ્રેક્ષકો આવ્યા હતા જેમાં મેલબોર્ન ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં વિશ્વ વિક્રમી સંખ્યામાં 350,534 પ્રેક્ષકોનો પણ સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયાનો પ્રથમ બે ટેસ્ટમાં સળંગ પરાજય થયો હતો, બ્રેડમેન ચાર ઇનિંગમાંથી બે વખત ડક (શુન્ય રહે આઉટ) થયા હતા અને તેવું લાગતું હતું કે કપ્તાનપદને કારણે તેમના દેખાવને અસર થઈ રહી છે. પસંદગીકારોએ મેલબોર્ન ખાતેની ત્રીજા ટેસ્ટ માટે ટીમમાં બીજા ચાર ફેરફાર કર્યા હતા.

બ્રેડમેને 1937ના નવા વર્ષના દિવસે ટોસ જીત્યો હતો, પરંતું માત્ર 13 રન સાથે ફરી વખત બેટિંગમાં નિષ્ફળ રહ્યા હતા. બેટ્સમેનને મદદ કરતી પિચનો ઓસ્ટ્રેલિયા લાભ લઈ શક્યું ન હતું અને 6/181ના સ્કોર સાથે દિવસ પૂરો થયો હતો. બીજા દિવસે વરસાદને કારણે રમતમાં નાટકીય ફેરફાર થયો હતો. સૂર્યના તડકામાં પિચ સુકાઈ રહી હતી (તે દિવસોમાં મેચ દરમિયાન કવરનો ઉપયોગ થઈ શકતો ન હતો) ત્યારે બ્રેડમેને પિચ “ભીની” હોવાના કારણે ઇંગ્લેન્ડને બેટિંગમાં લાવવા ઓસ્ટ્રેલિયાનો દાવ ડિક્લેર કર્યો હતો, ઇંગ્લેન્ડે પણ દાવને ડિક્લેર કરીને ઓસ્ટ્રેલિયાને ફરી આમંત્રણ આપ્યું હતું અને 124 રનની સરેરાઈ આપી હતી. બ્રેડમેને તેમના રન બનાવતા ખેલાડીઓને સાચવવા માટે બેટિંગ ક્રમમાં ફેરફાર કરીને સામનો કર્યો હતો, બીજી તરફ પિચની સ્થિતિમાં સુધારો થયો હતો. આ યુક્તિ સફળ રહી હતી અને બ્રેડમેન સાતમાં ક્રમે રમવા આવ્યા હતા. ત્રણ દિવસ લંબાયેલી આ ઇનિંગમાં તેમણે ઇન્ફ્લુએન્ઝાનો સામનો કરીને 375 બોલમાં 270 રન બનાવ્યા હતા અને જેક ફિંગ્લટન સાથે 346 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી, તેથી ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. 2001માં વિઝડને આ દેખાવને તમામ સમય માટેની શ્રેષ્ઠ ટેસ્ટ મેચ ઇનિંગ ગણાવી હતી.

એડેલાઇડ ઓવલ ખાતેની પછીની ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો હાથ ઉપર હતો, પરંતુ બ્રેડમેને બીજી ઇનિંગમાં 395 બોલમાં 212 રન બનાવીને બીજી મક્કમ ઇનિંગ સાથે બાજી પલટી નાંખી હતી. ચંચળ ડાબોડી સ્પિનર “ચક” ફ્લીટવૂડ-સ્મિથની જોરદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાનો વિજય થતા ઓસ્ટ્રેલિયાઆ આ સિરિઝને સરભર કરી હતી. સિરિઝની અંતિમ નિર્ણાયક પાંચમી ટેસ્ટ મેચમાં બ્રેડમેને વધુ આક્રમક શૈલી સાથે ઓસ્ટ્રેલિયાના 604 રનમાં 169 (191 બોલમાં) સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાનો એક ઇનિંગથી વિજય થયો હતો. પ્રથમ બે ટેસ્ટ ગુમાવ્યા પછી શ્રેણી જીતવાની ઓસ્ટ્રેલિયાની સિદ્ધિની 1997 સુધી ટેસ્ટ ક્રિકેટમાં બરોબરી થઈ શકી નથી.

એક યુગનો અંત

વર્ષ 1938ના ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બ્રેડમેને તેમની કારકિર્દીની સૌથી સાતત્યસભર ક્રિકેટ રમી હતી. તેમના માટે મોટા જૂમલા નોંધાવવા જરૂરી હતું, કારણ કે ઇંગ્લેંન્ડ પાસે મજબૂત બેંટિંગ લાઇન અપ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની બોલિંગ ઓ’રેઈલી પર વધુ પડતી નિર્ભર હતી. ગ્રિમેટને નજરઅંદાજ કરાયાં હતાં, પરંતુ જેક ફિંગ્લટને ટીમમાં સ્થાન મેળવવામાં સફળતા મળી હતી, તેનાથી બ્રેડમેન વિરોધી ટૂકડી યથાવત રહી હતી. પ્રવાસના 26 ઈનિંગમાં બ્રેડમેને 13 સદી નોંધાવી (ઓસ્ટ્રેલિયાનો નવો વિક્રમ) હતી અને મેના અંત સુધીમાં ફરીથી 1,000 ફર્સ્ટ-ક્લાસ રન બનાવ્યા હતા, જેથી આવી સિદ્ધિ મેળવનારા એકમાત્ર ખેલાડી બન્યાં હતા. 2,429 રન કરતાં, બ્રેડમેને ઇંગ્લેંન્ડની સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ 115.66ની સરેરાશ હાંસલ કરી હતી.

ડોનાલ્ડ બ્રેડમેન 
1938માં ઈંગ્લેન્ડના પ્રવાસ વખતે પર્થ ખાતે એક પ્રાથમિક મેચ દરમિયાન બ્રેડમેન (ડાબે, તેમના ઉપકપ્તાન સ્ટેન મેકકેબે સાથે)બેટિંગ કરવા જઈ રહ્યા છે.બ્રેડમેને 102 રન કર્યા.

પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેંન્ડે પ્રથમ ઈનિંગમાં જંગી જૂમલો ખડક્યો હતો અને મેચમાં વિજય મેળવશે તેવું લાગતું હતું, પરંતુ સ્ટેન મેકકેબેએ ઓસ્ટ્રેલિયા માટે 232 રન બનાવ્યાં હતા, જે દેખાવને બ્રેડમેને તેમણે જોયેલાં શ્રેષ્ડ દેખાવ તરીકે બિરદાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાને ફોલો-ઓનની ફરજ પડી હતી, તેવા સમયે મેકકેબેનાં પ્રયત્નો નિષ્ફળ ન જાય તે માટે બ્રેડમેને સખત લડાઇ આપી અને અણનમ 144 રન બનાવીને મેચને ડ્રોમાં ખેંચી ગયા હતા. આ તેમની કારકિર્દીની સૌથી ધીમી ટેસ્ટ સદી હતી અને ઓસ્ટ્રેલિયા જ્યારે તે પછીની ટેસ્ટમાં ફરીથી ડ્રો માટે ઝઝુમી રહ્યું હતું ત્યારે તેવી જ ઇંનિંગ રમતાં અણનમ 102 રન કર્યા હતાં. વરસાદે માન્ચેસ્ટર ખાતેની ત્રીજી ટેસ્ટ સંપૂર્ણ ધોઇ નાંખી હતી.

ઓસ્ટ્રેલિયાની તક હેડિંગ્લે ખાતે આવી હતી, એ ટેસ્ટ કે જેને બ્રેડમેને તેમણે રમેલી સૌથી શ્રેષ્ડ ટેસ્ટ તરીકે ઓળખાવી હતી. ઇંગ્લેંન્ડે પ્રથમ દાવ લીધો અને 223 રન બનાવ્યાં હતા. ઓસ્ટ્રેલિયાનાં દાવ દરમિયાન, બ્રેડમેન પાસે ઝાંખા પ્રકાશને કારણે રમત બંધ રાખવાનો વિકલ્પ હોવા છતાં તેમને ઝાંખા પ્રકાશમાં બેટિંગ કરવાનો વિકલ્પ અપનાવ્યો હતો અને તેનું કારણ આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સારા પ્રકાશમાં વરસાદથી પ્રભાવિત પિચ ઉપર કરતા ઝાંખા પ્રકાશ વાળી સારી પિચમાં વધુ સારા રન બનાવી શકે છે. તેમણે કુલ 242 રનમાંથી 103 રન નોંધાવ્યાં અને આ જુગાર સફળ રહ્યો હતો, કારણ કે વિજય મેળવવાં માટે પૂરતો સમય બચ્યો હતો કારણ કે ઇંગ્લેન્ડમા બેટિંગ ધરાશાયી થઈ ગઈ હતી અને તેમને જીતવા માટે માત્ર 107 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બ્રેડમેનનાં 16 રન સાથે ઓસ્ટ્રેલિયા 4/61 માં ફસકી પડ્યું હતું. તોફાનનાં ભયે રમત ધોવાઇ જવાનો અંદેશો હતો, પરંતુ ખરાબ હવામાન અટકી ગયું અને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી લીધી, આ વિજય સાથે એશિઝ શ્રેણી જાળવી રાખી હતી. જીવનમાં પ્રથમ વખત પ્રસંગવસાત તણાવ બ્રેડમેન પર હાવી થયો હતો અને તેઓ મેચના અંતિમ તબક્કાઓ જોઇ શક્યા ન હતા, દબાણનો પ્રત્યાઘાત એટલો હતો કે તેમણે તેને સમગ્ર પ્રવાસ દરમિયાન અનુભવ્યોઃ તેમણે કપ્તાનીને “થકવી નાંખનાર” તરીકે ઓળખાવી અને જણાવ્યું કે તે “આગળ રમવા માટે મુશ્કેલી અનુભવે છે”.

એશિઝ મેળવવાનો ઉન્માદ આગળ જતાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હારમાં પરિણમ્યો હતો. ઓવલ ખાતે, ઇંગ્લેંન્ડે વિશ્વ વિક્રમ સાથે 7/903 રન ફટકાર્યા હતા અને તેનાં ઓપનિંગ બેટ્સમેન લેન હટ્ટને 364 રન કરીને વ્યક્તિગત વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. પોતાના બોલરો પરનો ભાર ઓછો કરવાના પ્રયત્નમાં જવલ્લે જ બોલિંગ કરતાં બ્રેડમેને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમની ત્રીજી ઓવરમાં, તેમને ઘૂંટીમાં ફ્રેક્ચર થયું અને ટીમનાં સાથી ખેલાડીઓ તેમને મેદાનમાંથી બહાર લઇ ગયાં હતા. બ્રેડમેન ઇજાગ્રસ્ત બન્યા હતા અને ફિંગ્લટન પગનાં સ્નાયુઓ ખેંચાઇ જવાને કારણે બેટિંગ કરવા સક્ષમ ન હતા, ઓસ્ટ્રેલિયાએ એક ઇનિંગ અને 579 રનની હાર સહન કરવી પડી, જે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પરાજયનું સૌથી મોટું માર્જિન બની રહ્યું. પ્રવાસ પૂરો કરવાં અક્ષમ બ્રેડમેને ટીમનું સુકાન ઉપકપ્તાન સ્ટેન મેકકેબેનાં હાથમાં સોપ્યું હતું. આ તબક્કે, બ્રેડમેનને લાગ્યું કે કપ્તાનીનો ભાર ફરીથી ઇંગ્લેંન્ડનો પ્રવાસ કરતો અટકાવશે, છતાં, તેમને ભય જાહેરમાં વ્યક્ત કર્યા નહોતો.

કપ્તાનીનું દબાણ હોવા છતાં, બ્રેડમેનનું બેટિંગ ફોર્મ સર્વોપરી બની રહ્યું હતું. અનુભવી, પરિપક્વ ખેલાડીને હવે બધાં લોકો “ધ ડોન” તરીકે બોલાવવા લાગ્યા અને તેમણે “બૉરલના બોય”ની અગાઉના દિવસોની ફટકાબાજીની શૈલીને બદલી નાંખી હતી. વર્ષ 1938-39માં, શેફિલ્ડ શિલ્ડ સામે તેમણે એસએ (SA)નું કપ્તાન પદ સંભાળ્યું હતું અને સીબી (CB) ફ્રાયના વિશ્વ વિક્રમની બરોબરી કરતાં સળંગ છ ઈનિંગમાં સદી ફટકારી હતી. ઇંગ્લેંન્ડના 1938ના પ્રવાસની શરૂઆતથી (ઓસ્ટ્રેલિયામાં પ્રાથમિક રમતો સહિત) 1939ની શરૂઆત સુધીમાં 34 ફર્સ્ટ ક્લાસ ઇંનિગ્સમાં 21 સદી ફટકારી હતી.

આગામી સિઝનમાં, બ્રેડમેને વિક્ટોરિયા રાજ્યની ટીમમાં જોડાવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મેલબોર્ન ક્રિકેટ ક્લબે સચિવની જગ્યાની જાહેરાત બહાર પાડી હતી અને તેઓ માનતાં હતાં કે જો તેઓ ઉમેદવારી નોંધાવે તો તેમને નોકરી મળશે. આ હોદ્દો ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટમાં સૌથી પ્રતિષ્ઠિત પૈકીનો એક હોદ્દો માનવામાં આવતો હતો, જેના પર ઓગસ્ટ 1938માં તેમના મૃત્યુ સુધી હ્યુ ટ્રમ્બલ બિરાજતા હતા. £1,000નો વાર્ષિક પગાર બ્રેડમેનને નાણાંકીય સદ્ધરતાની ખાતરી આપતો હતો અને સાથે સાથે રમત સાથે જોડાઇ રહેવાની છૂટ મળતી હતી. 18 જાન્યુઆરી, 1939ના રોજ ચેરમેનનાં નિર્ણાયક મત સાથે ક્લબની સમિતિએ બ્રેડમેનની જગ્યાએ ભૂતપૂર્વ બેટ્સમેન વેર્નોન રાન્સફોર્ડની પસંદગી કરી હતી.

એસએ (SA) માટે 1939-40ની સિઝન બ્રેડમેનની સૌથી વધુ રન બનાવનારી સિઝન બની રહીઃ 144.8 ની સરેરાશ સાથે 1,448 રન બનાવ્યાં હતા. તેમણે ત્રણ બેવડી સદી નોંધાવી સાથે એનએસડબલ્યુ (NSW) સામે અણનમ 251 રન નોંધાવ્યાં, એ ઇનિંગ કે જેને તેમણે શેફિલ્ડ શિલ્ડની અત્યાર સુધી નોંધાયેલ શ્રેષ્ડ ઇનિંગ તરીકે ઓળખાવી હતી કારણ કે તે તેમણે બિલ ઓ’રેઈલી તેનાં સર્વશ્રેષ્ડ ફોર્મમાં હતો ત્યારે તેના પર કાબુ મેળવ્યો હતો. છતાં તે, એક યુગનો અંત હતો. બીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળતા દરેક ક્રિકેટ પ્રવાસોને અમર્યાદિત સમય સુધી મુલતવી રખાયાં હતાં અને શેફિલ્ડ શિલ્ડ સ્પર્ધા રદ્દ કરવામાં આવી હતી.

યુદ્ધના મુશ્કેલ વર્ષો

ડોનાલ્ડ બ્રેડમેન 
બ્રેડમેનની હાઈ બેકલિફ્ટ અને આગળ લાંબું ડગલું તેમની ખાસિયતો હતા.

28 જૂન, 1940 ના રોજ બ્રેડમેન રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ (આરએએએફ (RAAF))માં જોડાયાં અને એર ક્રૂની ફરજ માટે લાયક ઠર્યા હતા. આરએએએફ (RAAF)એ સાધનસંપન્ન કરી શકે અને તાલિમ આપી શકે તેના કરતા વધુ ભરતી કરી હતી અને ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ, લોર્ડ ગોવરીએ બ્રેડમેનને લશ્કરમાં જોડાવા મનાવ્યાં તે પહેલાં બ્રેડમેને એડેલાઇડમાં ચાર મહિના વિતાવ્યા હતાં, આ હિલચાલની તેમના માટેના સુરક્ષિત વિકલ્પ તરીકે આકરી ટીકા થઈ હતી. લેફ્ટેનન્ટનું પદ અપાયા બાદ તેમની ફ્રેન્કસ્ટન, વિક્ટોરિયા ખાતેની આર્મી સ્કૂલ ઓફ ફિઝિકલ ટ્રેનિંગમાં શારીરિક તાલીમના વિભાગીય સુપરવાઇઝર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. નોકરીની પ્રવૃત્તિથી તેમના સ્નાયુની સમસ્યાને ઉગ્ર બની હતી, જેનું ફાઈબ્રોસિટિસ (પેશીના સોજા) તરીકે નિદાન કરાયું હતું. આશ્ચર્યજનક રીતે, બેટિંગની જોરદાર ક્ષમતા ધરાવતા બ્રેડમેનની રોજિંદી લશ્કરી તપાસમાં બહાર આવ્યું હતું કે કે બ્રેડમેનની આંખોની દ્રષ્ટી ખરાબ છે.

જૂન, 1947માં માંદગીને કારણે સેવામાંથી નીકળ્યાં બાદ સ્વસ્થતા પ્રાપ્ત કરવા બ્રેડમેને મહિનાઓ વિતાવ્યા, આ સમયે તેઓને સ્નાયુઓનો દુઃખાવો એટલો હતો કે તેઓ જાતે દાઢી નહોતા કરી શકતાં કે જાતે વાળ નહોતાં ઓળી શકતાં. તેમણે 1942માં શેરદલાલીનો બિઝનેસ ફરીથી શરૂ કર્યો હતો. બ્રેડમેન વિશેના જીવનચરિત્રમાં ચાર્લ્સ વિલિયમ્સે પોતાના તર્કમાં સવિસ્તાર જણાવ્યું છે કે શારીરિક સમસ્યાઓ મન અને શરીરની તાણને લીધે, તાણ અને સંભવતઃ માનસિક દબાણને લીધે થઇ હતી. બ્રેડમેને પુસ્તકની હસ્તપ્રત વાંચી હતી અને તેનાથી અસહમત થયાં નહોતાં. જો આ સમયે કોઇ ક્રિકેટ રમાઈ હોત તો તેઓ તેઓ ઉપલબ્ધ થઈ શક્યા ન હોત. 1945માં તેમણે કેટલીક રાહત મેળવી, જ્યારે તેમને મેલબોર્ન મેસીઅર અર્ન સોન્ડર્સ ખાતે મોકલી અપાયા, બ્રેડમેને તેમનાં જમણાં હાથ (વર્તસ્વવાળા)ના અંગૂઠા અને તર્જનીમાં હંમેશા માટે સંવેદના ગુમાવી હતી.

જૂન, 1945માં હેરી હોજેટ્ટની પેઢી ઠગાઇ અને ઉચાપતને કારણે પડી ભાંગી ત્યારે બ્રેડમેને નાણાકીય કટોકટી ભોગવવી પડી હતી. હોજેટ્ટની ગ્રાહકોની યાદી અને ગ્રેનફેલ સ્ટ્રીટ, એડેલાઇડની પોતાની જૂની કચેરીનો ઉપયોગ કરી બ્રેડમેને પોતાનો ધંધો શરૂ કરવાં ઝડપથી પ્રયાસ કર્યો હતો. પેઢી નબળી પડવાના કારણે હોજેટ્ટને કેદની સજા થઇ અને ઘણાં વર્ષો સુધી શહેરના ધંધાકીય સમુદાયમાં બ્રેડમેનનાં નામે લાંછન લાગ્યું હતું.

તેમ છતાં, એસએ (SA) ક્રિકેટ એસોસિએશને બોર્ડ ઓફ કંટ્રોલમાં પ્રતિનિધિ તરીકે હોજેટ્ટના સ્થાને બ્રેડમેનની નિમણૂંક કરવામાં કોઇ ખચકાટ થયો નહીં. 1930માં પોતાની સાથે રમતાં લોકો સાથે કામ કરતાં બ્રેડમેન રમતનાં સંચાલનમાં પ્રમુખ પ્રકાશ બની ગયા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત સાથે, તેઓ ફરીથી ટેસ્ટના પસંદગીકાર તરીકે વધુ એકવાર નિમાયા અને યુદ્ધ બાદના ક્રિકેટના આયોજન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

“એક સમયના મહાન ક્રિકેટરનો પ્રેતાત્મા”

ડોનાલ્ડ બ્રેડમેન 
બ્રેડમેન અને બેર્ન્સ સમાપન માટે મેદાન છોડીને જઈ રહ્યા છે ત્યારે બંને 234 તરફ આગળ વધી રહ્યા હતા.

1945-46માં, વહીવટી જવાબદારીઓ વધતાં અને પોતાના ધંધાની પ્રસ્થાપના સહિતના સત્રોમાં આવવાં સહિત બ્રેડમેન મન અને શરીરની માનસિક તાણ નિયમિત અનુભવવા લાગ્યાં હતા. ફરીથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની પુનઃ સ્થાપના કરવા મદદરૂપ થવા માટે તેઓ એસએ (SA) માટે બે મેચોમાં રમ્યાં અને બાદમાં તેમની બેટિંગને “ઉદ્યમી” ગણાવી હતી. ઓસ્ટ્રેલિયન સર્વિસિઝ ક્રિકેટ ટીમ સામે બેટિંગ કરતાં બ્રેડમેને બે જ કલાકની અંદર 112 રન ફટકાર્યા હતાં, છતાં, વ્હાઈટિંગ્ટન (સર્વિસ માટે રમ્યા હતાં) લખે છે કે “આજે મને એક સમયનાં મહાન ક્રિકેટરનો પ્રેતાત્માનો આભાસ થયો હતો”. ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ટૂંકાવી બ્રેડમેને 1946નો શિયાળો ગાળ્યો હતો અને મહત્વપૂર્ણ છે કે ત્યાં તેમણે તેમની અંતિમ મેચ રમી હતી. એશિઝ શ્રેણી માટે અંગ્રેજ ટીમનું આગમન થવાનું હતું ત્યારે મીડિયા અને પ્રજા જાણવા આતુર હતા કે બ્રેડમેન ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ લેશે કે કેમ. તેમના તબીબે તેમને રમતમાં પાછા ફરવા વિરુદ્ધની ભલામણ કરી હતી. પત્નીના પ્રોત્સાહન દ્વારા ટેસ્ટ શ્રેણીમાં અગ્રણી ભૂમિકા ભજવવા તેઓ તૈયાર થયા હતાં. ગાબ્બા ખાતે બે સદી ફટકાર્યા બાદ, બ્રેડમેન પોતે પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ છે તેમ જણાવ્યું હતું.

શ્રેણીના પ્રથમ દિવસે જ વિવાદ ઊભો થયો. માંડમાંડ 28 રન કર્યા બાદ બ્રેડમેને ગલીના ફિલ્ડર જેક ઇકીન તરફ બોલને ફટકાર્યો હતો. કેચ માટેની આ અપીલ આ બમ્પ બોલ (ટપ્પો પડીને ગયેલો બોલ) હતો તેમ જણાવી એમ્પાયરે વિવાદિત નિર્ણયમાં તેને નકારી હતી. ઓવરનાં અંતે ઇંગ્લેન્ડના કપ્તાન વોલી હેમંડે બ્રેડમેન સાથે વાતચીત કરી હતી અને “ચાલીને” ન નીકળવા માટે વખોડ્યાં હતાં. “ત્યારથી આ શ્રેણી એવા સમયે ક્રિકેટ યુદ્ધ બની ગઇ હતી, જ્યારે મોટાભાગના લોકો શાંતિ ઇચ્છતાં હતાં,” એમ વ્હાઈટિંગ્ટન લખ્યું હતું. સિડની ખાતે બીજી ટેસ્ટ દરમિયાન 187 રન બાદ બીજા 234 રન કરીને બ્રેડમેને યુદ્ધ પહેલાનું ફોર્મ મેળવી લીધું હતું. ઓસ્ટ્રેલિયા બંને મેચો ઇંનિંગ્સથી જીત્યું હતું. જેક ફિંગ્લટને અટકળ કરી હતી કે બ્રિસ્બેનનો નિર્ણય તેમની વિરુદ્ધમાં ગયો હતો, બ્રેડમેને તેમની ફીટનેસની સમસ્યાઓને કારણે નિવૃત્ત થઇ જવું પડ્યું હોત. બાકીની શ્રેણીમાં 6 ઇંનિગ્સમાં બ્રેડમેને ત્રણ અર્ધ સદી નોંધાવી હતી, પરંતુ અન્ય સદી ફટકારી શક્યા નહોતાં. છતાં, તેમની ટીમ 3-0 થી ગર્વભેર જીતી હતી. તેઓ 97.14ની સરેરાશ સાથે બંને ટીમનાં અગ્રણી બેટ્સમેન બન્યાં હતાં. આશરે 8,50,000 દર્શકો ટેસ્ટને નિહાળી રહ્યાં હતાં, જે યુદ્ધ પછી લોકોનો જુસ્સો બુલંદ કરવામાં મદદરૂપ બની હતી.

સદીઓની સદી અને “અજેય”

ચિત્ર:Bsb48052.jpg
1948માં "અજેયો" ઈંગ્લેન્ડની દિશામાં.બ્રેડમેન હાથમાં ટોપી લઈને ઉભા છે,ડાબેથી ત્રીજા.

ભારતે વર્ષ 1947-48ની સીઝનમાં ઓસ્ટ્રેલિયાનો સૌપ્રથમ પ્રવાસ ખેડ્યો હતો. 15મી નવેમ્બરે બ્રેડમેને સિડની ખાતે ઓસ્ટ્રેલિયન ઇલેવન તરફથી ભારત સામે 172 રન બનાવ્યા હતા, જે તેમની 100મી ફર્સ્ટ-ક્લાસ સદી હતી. આ સિદ્ધિ મેળવનાર તેઓ સૌપ્રથમ બિન-અંગ્રેજ ખેલાડી હતા, આ સિદ્ધિ મેળવનાર બ્રેડમેન એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. પાંચ ટેસ્ટમાં તેમણએ 715 રન (178.75 સરેરાશ) કર્યા હતા. તેમની છેલ્લી બેવડી સદી એડેલાઈડમાં આવી હતી અને તેમણે મેલબોર્ન ટેસ્ટના બંને ઈનિંગમાં સદીઓ ફટકારી હતી. પાંચમી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ, તેમણે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયામાં આ તેમની છેલ્લી મેચ હશે, જોકે તેમણે ક્રિકેટમાંથી વિદાય માટે ઇંગ્લેન્ડના પ્રવાસની પસંદગી કરી હતી.

આ સમયમાં ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ઇતિહાસની મહાન ટીમોમાંની એક બનાવી હતી. એ બાબત જાણીતી છે કે બ્રેડમેન આ સંપૂર્ણ પ્રવાસમાં અણનમ રહેવા માગતા હતા, તેમની આ ઇચ્છા ક્યારેય પૂર્ણ થઇ શકી નહીં. બ્રેડમેનને ક્રિકેટ રમતા નિહાળવાની આ અંતિમ તક હોવાથી બધી જ મેચોમાં અંગ્રેજ પ્રેક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરસી (RC) રોબર્ટસન-ગ્લાસગોએ બ્રેડમેનનું કરેલું નિરિક્ષણઃ

Next to Mr. Winston Churchill, he was the most celebrated man in England during the summer of 1948. His appearances throughout the country were like one continuous farewell matinée. At last his batting showed human fallibility. Often, especially at the start of the innings, he played where the ball wasn't, and spectators rubbed their eyes.

તેમની નિસ્તેજ થઇ રહેલી આક્રમક્તા છતાં બ્રેડમેને આ પ્રવાસમાં 11 સદીઓ અને અસાધારણ 2,428 રન (સરેરાશ 89.92) કર્યા હતા. આ પ્રવાસમાં તેમનો સર્વોચ્ચ સ્કોર (187) એસેક્સ સામે હતો, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એક જ દિવસમાં 721 રન બનાવવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. ટેસ્ટમાં તેમણે નોટિંગહામમાં સદી કરી હતી, પરંતુ બીજા વિશ્વ યુદ્ધ પહેલાં જેવો આક્રમક દેખાવ લીડ્સમાં ચોથી ટેસ્ટમાં જોવા મળ્યો હતો. આ મેચમાં ઇંગ્લેન્ડે મેચના છેલ્લા દિવસે સવારે દાવ ડિકલેર કર્યો હતો અને મોટાપાયે જોખમી વિકેટ પર ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 345 મીનીટમાં 404 રનનો વિશ્વ વિક્રમી લક્ષ્યાંક આપ્યો હતો. આર્થર મોરીસ (182) સાથે ભાગીદારીમાં બ્રેડમેને અણનમ 173 રન ફટકાર્યા હતા અને મેચ પૂરી થવાની 15 મિનિટ બાકી હતી ત્યારે જ વિજય મેળવી લીધો હતો. પત્રકાર રે રોબિન્સન આ વિજયને “ઐતિહાસિક” ગણાવે છે, કારણ કે બધા જ પરીબળો એકદમ વિપરિત હોવા છતાં પણ તેમણે ટીમને આ વિજય અપાવ્યો હતો.

ઓવલ ખાતે અંતિમ ટેસ્ટમાં બ્રેડમેન ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં મેદાનમાં ઉતર્યા હતા. પ્રેક્ષકોએ ઊભા થઇને તેમને આવકાર્યા હતા તથા હરીફ ટીમે પણ તેમનું અભિવાદન કર્યું હતાં. તેઓ બેટિંગમાં ઉતર્યા ત્યારે તેમની ટેસ્ટ બેટિંગ સરેરાશ 101.39 હતી. એરિક હોલીઝની રીસ્ટ-સ્પીનનો સામનો કરતાં બ્રેડમેને બીજા બોલને ફટકારવા આગળ આવવાની ફરજ પડી, આ બોલ ગુગલી હતો અને બેટ અને પેડ વચ્ચે થઇને સ્ટમ્પમાં બોલ ફેંકતા બ્રેડમેન ડક (શૂન્ય રને આઉટ) થઇ ગયા હતા. ઇંગ્લેન્ડનો બેટિંગમાં ધબડકો થવાને પરિણામે બ્રેડમેનને ફરીથી બેટિંગમાં આવવાની તક મળી અને તેથી તેમની કારકિર્દીનો 99.94 સરેરાશ પર અંત આવ્યો; જો તેમણે છેલ્લા દાવમાં માત્ર ચાર રન વધુ કર્યા હોત, તો તેમની કારકિર્દીની સરેરાશ 100 થઇ જાત. ત્યારબાદ વર્ષો સુધી એવી વાયકા ફેલાઇ કે બ્રેડમેનની આંખમાં આંસુ આવી જતાં તેઓ બોલ ચૂકી ગયા હતા, આ વાયકાને બ્રેડમેન તેમના સમગ્ર જીવન દરમિયાન નકારતા રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયન ટીમ આ એશીઝ 4-0થી જીતીને, પ્રવાસમાં અજેય રહી હતી, અને ઇતિહાસમાં “અજેય” તરીકે નોંધાઇ હતી. સમય જતાં બ્રેડમેનની પ્રતિભા ઘટવાના બદલે વધવા લાગી અને તે જ રીતે 1948ની ટીમની પ્રતિષ્ઠા પણ વધી. બ્રેડમેન માટે તેમના રમતોના દિવસોનો સમયગાળો વ્યક્તિગત રીતે સંતોષપૂર્ણ હતો, કારણ કે 1930નો વિભાજનાત્મક સમય પસાર થઇ ગયો હતો. તેમણે લખ્યું હતું કેઃ

Knowing the personnel, I was confident that here at last was the great opportunity which I had longed for. A team of cricketers whose respect and loyalty were unquestioned, who would regard me in a fatherly sense and listen to my advice, follow my guidance and not question my handling of affairs ... there are no longer any fears that they will query the wisdom of what you do. The result is a sense of freedom to give full reign to your own creative ability and personal judgment.

બ્રેડમેન હવે વ્યવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ જવા સાથે, આરસી (RC) રોબર્ટસન-ગ્લાસગો અંગ્રેજ પ્રતિભાવ લખે છે કે “... આપણી વચ્ચેથી એક ચમત્કાર દૂર થયો છે. પૌરાણિક ઇટાલીએ જ્યારે હન્નિબલના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે જેવી લાગણી ઊભી થઇ હતી તેવી લાગણી બ્રેડમેનના નિવૃત્ત થવાથી અનુભવાઇ રહી છે”.

ક્રિકેટ બાદ

ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ બ્રેડમેન મેલબોર્નમાં તેમની પોતાની પ્રદર્શન મેચ રમ્યા હતા, જેમાં તેમણે 117મી અને છેલ્લી સદી ફટકારી હતી, અને £9,342 મેળવ્યા હતા. 1949માં નવા વર્ષના સન્માનિતોની યાદીમાં તેમને રમતમાં તેમના યોગદાન બદલ નાઇટ બેચલરની પદવી એનાયત થઇ હતી, આ પદવી મેળવનાર તેઓ એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યા હતા. પછીના વર્ષે તેમણે તેમના અનુભવોના સંસ્મરણો પુસ્તક સ્વરૂપે ફેરવેલ ટુ ક્રિકેટ પ્રકાશિત કર્યા હતા. બ્રેડમેને ડેઇલી મેઇલ તરફથી ઇંગ્લેન્ડમાં 1953 અને 1956માં ઓસ્ટ્રેલિયન ટીમ સાથે પ્રવાસ કરવાની અને લખવાની ઓફર સ્વીકારી હતી. ધ આર્ટ ઓફ ક્રિકેટ તેમનું અંતિમ પુસ્તક 1958માં પ્રકાશિત થયું હતું, જે ક્રિકેટની હાથવગી શૈક્ષણિક પુસ્તિકા સમાન હતું.

બ્રેડમેન 16 જાહેરમાં સુચિબદ્ધ કંપનીઓના બોર્ડના સભ્ય તરીકે “ખૂબ જ સારી” આવકની કમાણીના આધારે જૂન 1954માં તેમના સ્ટોકબ્રોકિંગ કારોબારમાંથી નિવૃત્ત થયા હતા. એગ્રો ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડમાં તેઓ સૌથી ઊંચી પદવી ધરાવતા હતા, જ્યાં તેઓ કેટલાક વર્ષ સુધી અધ્યક્ષના હોદ્દા પર હતા. ચાર્લ્સ વિલિયમ્સે ટીપ્પણી કરી છે કે, “તેમણે તબીબી ધોરણે કારોબારમાંથી નિવૃત્તિ લીધી હતી, [તેથી] તેમણે જે રમતને ખૂબ જ પ્રેમ કર્યો હતો અને જેને તેમણે તેમના જીવનના સૌથી વધુ વર્ષો આપ્યા હતા તે રમતના વહીવટી તંત્રમાં કારકિર્દી બનાવવાનો વિકલ્પ વ્યવહારુ હતો”.

બ્રેડમેનનું અનેક ક્રિકેટ મેદાનો પર સન્માન કરવામાં આવ્યું હતું. સૌથી નોંધપાત્ર સન્માન લોર્ડ્સના લોન્ગ રૂમમાં તેમની તસવીર લગાવવામાં આવી હતી; પાછળથી છેક 2005માં ત્યાં શેન વોર્નની તસવીરનો સમાવેશ કરાયો હતો, આ રીતે સન્માનિત માત્ર ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાં બ્રેડમેનનો સમાવેશ થાય છે. બ્રેડમેને જાન્યુઆરી 1974માં સિડની ક્રિકેટ મેદાનમાં “બ્રેડમેન સ્ટેન્ડ”નું ઉદ્ઘાટન કર્યું હતું; 1990માં એડેલાઈડ ઓવરમાં પણ બ્રેડમેન સ્ટેન્ડ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પાછળથી 1974માં તેમણે લંડનમાં લોર્ડ્સ ટેવરનર્સ સમારંભમાં હાજરી આપી હતી જ્યાં તેમને હૃદય રોગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેને પગલે તેમને તેમની જાહેર પ્રવૃત્તિઓ મર્યાદિત કરીને માત્ર પસંદગીના સમારંભોમાં જ હાજર રહેવાની ફરજ પડી હતી. તેમની પત્ની સાથે બ્રેડમેન 1976માં બૉરલ પાછા ફર્યા હતા, જ્યાં તેમના સન્માનમાં એક નવા ક્રિકેટ મેદાનને તેમનું નામ અપાયું હતું. 1977માં મેલબોર્નમાં તેમણે ઐતિહાસિક સેન્ટેનરી ટેસ્ટમાં તેમનું વક્તવ્ય આપ્યું હતું.

16મી જૂન 1979ના રોજ ઓસ્ટ્રેલિયન સરકારે બ્રેડમેનને તે સમયે રાષ્ટ્રના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા (એસી) (AC)થી સન્માનિત કર્યા હતા, તેમને આ સન્માન “ક્રિકેટ અને ક્રિકેટના વહીવટી તંત્રમાં તેમની સેવા બદલ” અપાયું હતું. 1980માં તેમણે વધુ એકાંત જીવન ગાળવા એસીબી (ACB)માંથી રાજીનામુ આપી દીધું હતું.

વહીવટી કારકિર્દી

1945થી 1980 દરમિયાન દક્ષિણ ઓસ્ટ્રેલિયાના બોર્ડ ઓફ કંટ્રોલના પ્રતિનિધિઓમાંના એક તરીકે કામ કરવાની સાથે, બ્રેડમેન 1935થી 1986 વચ્ચે એસએસીએ (SACA)ના સમિતિ સભ્ય પણ હતા. તેમની આ અડધી સદીની સેવાઓ દરમિયાન તેમણે એસએસીએ (SACA)માં લગભગ 1,713 બેઠકોમાં હાજરી આપી હોવાનો અંદાજ છે. 1950ના દાયકાના પ્રારંભમાં બે વર્ષ સિવાય 1936થી 1971 વચ્ચે તેઓ ટેસ્ટ ટીમ માટે પસંદગીકારના પદ પર પણ રહ્યા હતા.

1950ના દાયકામાં ક્રિકેટમાં રક્ષણાત્મક રમતનું ચલણ વધ્યું હતું. એક પસંદગીકાર તરીકે બ્રેડમેને લોકોને રમતનો આનંદ અપાવી શકે તેવા આક્રમક, હકારાત્મક ક્રિકેટરોની ભલામણ કરી હતી. તેમણે વધુ આક્રમક રમત રમતાં ખેલાડીઓ મેળવવા, ઓસ્ટ્રેલિયન સુકાની રિચિ બેનૉડ સાથે હાથ મિલાવ્યા હતા, જેમાં તેમને થોડીક સફળતા મળી હતી. તેમણે 1960-63 અને 1969-72 દરમિયાન બોર્ડ ઓફ કંટ્રોલના અધ્યક્ષપદે કામગીરી કરી હતી. 1960-63ના તેમના પ્રથમ સમયગાળા દરમિયાન તેમણે રમતમાં વધતી ગેરકાયદે બોલિંગ એક્શન સામે કામ પાર પાડ્યું હતું, તેમનું માનવું હતું કે “ક્રિકેટમાં આ એક જટીલ સમસ્યા હતી, કારણ કે તે વાસ્તવિક્તા નહીં પરંતુ મંતવ્યોના આધાર પર હતી”. અધ્યક્ષ તરીકે 1969-72ના તેમના બીજા સમયગાળાનો મહત્વનો વિવાદ 1971-72માં દક્ષિણ આફ્રિકા દ્વારા ઓસ્ટ્રેલિયાનો સૂચિત પ્રવાસ હતો. બ્રેડમેનની ભલામણથી આ શ્રેણી રદ કરવામાં આવી હતી.

Bradman was more than a cricket player nonpareil. He was ... an astute and progressive administrator; an expansive thinker, philosopher and writer on the game. Indeed, in some respects, he was as powerful, persuasive and influential a figure off the ground as he was on it.

— Mike Coward

1970માં બ્રેડમેને વર્લ્ડ સિરિઝ ક્રિકેટ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કટોકટીનો સામનો કરવા માટે રચાયેલી વિશેષ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સમિતિના તેઓ સભ્ય હતા. તેઓ અન્ય વહીવટકારો કરતાં વધુ વ્યવહારુ રીતે વર્લ્ડ સિરિઝ ક્રિકેટ કટોકટીનો ઉકેલ લાવ્યા હતા. રિચિ બેનૉડે બ્રેડમેનને “બુદ્ધિશાળી વહીવટકાર અને ઉદ્યોગપતિ” તરીકે ગણાવ્યા હતા” અને તેમને ઓછા નહીં આંકવા ચેતવણી આપી હતી. ઓસ્ટ્રેલિયન સુકાની તરીકે ઇયાન ચેપ્પલ 1970ના દાયકના પ્રારંભમાં ખેલાડીઓને વળતરના મુદ્દે બ્રેડમેન સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા અને બ્રેડમેનને કંજૂસ ગણાવ્યા હતાઃ

મારું માનવું છે કે, ‘ઇયાન, વધુ વળતર મેળવવા તમારે બ્રેડમેનને જ પૂછવું જોઇએ?’ બ્રેડમેનના જુસ્સાપૂર્ણ ભાષણે મારી એ શંકાઓને સમર્થન આપ્યું હતું કે ખેલાડીઓએ એસીબી (ACB) પાસેથી વધુ વળતર મેળવવા ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડશે.

વિતેલા વર્ષો અને વારસો

ક્રિકેટ લેખક ડેવિડ ફ્રીથે, બ્રેડમેન સાથે વળગી રહેલા મોહક પ્રભાવના વિરોધાભાસનો અભિપ્રાય આપ્યો હતો:

As the years passed, with no lessening of his reclusiveness, so his public stature continued to grow, until the sense of reverence and unquestioning worship left many of his contemporaries scratching their heads in wondering admiration.

1963માં વિઝડન ક્રિકેટર્સ અલમાનેક ના અંકમાં, નેવિલ કાર્ડૂસ દ્વારા વિઝડન સેન્ચૂરીના છ જાયન્ટમાંથી એક તરીકે બ્રેડમેનની પસંદગી કરાઈ હતી. તેના 100માં અંક માટે વિઝડનની વિનંતીથી કરાયેલી આ એક વિશેષ સ્મારકરૂપી પસંદગી હતી. પસંદ કરાયેલા અન્ય પાંચ ખેલાડીઓ નીચે મુજબ છેઃ

  • સિડની બાર્નર્સ
  • ડબ્લ્યુજી (WG) ગ્રેસ
  • જેક હોબ્સ
  • ટોમ રિચર્ડસન
  • વિકટર ટ્રમ્પર

10મી ડિસેમ્બર 1985ના રોજ, બ્રેડમેન સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા હોલ ઓફ ફેમમાં પ્રવેશ મેળવનારા પ્રારંભિક 120માં સૌપ્રથમ હતા. તેમણે એથ્લેટ્સની મહત્તા ધ્યાનમાં લેવા માટે પોતાની ફિલસૂફી જણાવી હતીઃ

When considering the stature of an athlete or for that matter any person, I set great store in certain qualities which I believe to be essential in addition to skill. They are that the person conducts his of her life with dignity, with integrity, courage, and perhaps most of all, with modesty. These virtues are totally compatible with pride, ambition, and competitiveness.

પોતાની આગવી ક્ષમતાઓ અંગે નમ્રતા અને અન્ય ક્રિકેટરોના વખાણ કરવામાં ઉદાર હોવા છતાં બ્રેડમેન એક ખેલાડી તરીકે તેમની પાસે રહેલી ક્ષમતાથી સંપૂર્ણપણે વાકેફ હતા; એવા કેટલાંક ઉદાહરણો છે કે તેઓ પોતાના વારસાનો પ્રભાવ પાડવા માંગતા હતા. 1980 અને 1990ના દાયકા દરમિયાન,બ્રેડમેને તેમણે જેમને મુલાકાતો આપવાની હતી તે વ્યક્તિઓની ખૂબ જ કાળજીપૂર્વક પસંદગી કરી હતી, માઇકલ પેજ, રોલેન્ડ પેર્રી અને ચાર્લ્સ વિલિયમ્સે મદદ કરી, જેમણે તેમનું જીવનચરિત્ર તૈયાર કર્યુ હતું. બ્રેડમેને એબીસી (ABC) રેડિયોને વિસ્તૃત મુલાકાત આપવા પણ સંમતિ આપી હતી. જે 1988 દરમિયાન 55 મિનિટના એક એવા આઠ એપિસોડમાં બ્રેડમેન - ધ ડોન ડીકલેર્સ ના નામે પ્રસારિત થઇ હતી.

ડોનાલ્ડ બ્રેડમેન 
એડેલાઈડ ઓવલ ખાતે બ્રેડમેન ઉભા (1990માં નામ અપાયું) છે.

આ વારસાની સૌથી મહત્વની યોજના બૉરલમાં બ્રેડમેન ઓવલ ખાતે 1987માં ખુલ્લું મુકાયેલું એક મ્યુઝિયમ હતું. આ સંગઠનમાં 1993માં સુધારો થયો હતો અને બ્રેડમેન ફાઉન્ડેશન નામે એક બિન-નફાકારક ચેરિટેબલ ટ્રસ્ટ સ્થપાયું હતું. 1996માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હોલ ઓફ ફેમ રચાયું ત્યારે તેના 10 પ્રારંભિક સભ્યોમાં એક બ્રેડમેન હતા. 2000માં, ક્રિકેટ નિષ્ણાતોએ વિઝડન ક્રિકેટર્સ ઓફ ધ સેન્ચૂરી તરીકે પસંદ કરેલા પાંચમાં એક બ્રેડમેન હતા. આ પાંચ ક્રિકેટર્સને પસંદ કરી શકે તેવી પેનલના 100 સભ્યોમાંથી દરેકે બ્રેડમેનને મત આપ્યાં હતાં.

1997માં તેમની પત્નીના અવસાન બાદ, બ્રેડમેનનો “જુસ્સો સ્પષ્ટપણે અને અનઅપેક્ષિત રીતે નબળો પડી ગયો હતો”. બીજા વર્ષે, તેમના 90માં જન્મદિવસે, તેમણે પોતાની પસંદગીના બે આધુનિક ખેલાડી શેન વોર્ન અને સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી હતી, પણ તેઓ એડેલાઇડ ઓવલ ખાતેના પોતાના સુપરિચિત સ્થળને ફરી વાર જોઇ શક્યા નહોતા. ડિસેમ્બર 2000માં ન્યૂમોનિયા સાથે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. તેઓ નવા વર્ષે ઘરે પાછા ફર્યા હતા અને 92 વર્ષની વયે 25મી ફેબ્રુઆરી 2001માં મોતને ભેટ્યા હતા.

બ્રેડમેનના જીવનની યાદગારી માટે સેન્ટ પીટર્સ એંગ્લિકન કેથેડ્રલ, એડેલાઇડ ખાતે 25મી માર્ચ 2001માં સ્મારક પ્રાર્થના સભા(મેમોરિયલ સર્વિસ) યોજાઇ હતી. આ પ્રાર્થના સભામાં અનેક ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટર, ઉપરાંત ઓસ્ટ્રેલિયાના તત્કાલિન વડાપ્રધાન જોન હાવર્ડ, વિપક્ષી નેતા કિમ બેઝલી અને ભૂતપૂર્વ વડાપ્રધાન બોબ હોવ્કે હાજરી આપી હતી. રિચિ બેનૉડ અને ગવર્નર-જનરલ સર વિલિયમ્સ ડીન દ્વારા પ્રસંશા થઇ હતી. આ પ્રાર્થનાસભા (સર્વિસ)નું એબીસી (ABC) ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થયું હતું જે 1.45 મિલિયન લોકોએ નિહાળ્યું હતું.

બ્રેડમેનના જીવન અને સિદ્ધિઓને બે નોંધપાત્ર મુદ્દા સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રસ્થાપિત કરાયાં હતા. તેમના અવસાનના ત્રણ વર્ષ પહેલાં, ઓસ્ટ્રેલિયન ટપાલ ટિકિટ પર સ્થાન મેળવનારા તેઓ પ્રથમ હયાત ઓસ્ટ્રેલિયન હતા. તેમના અવસાન બાદ, ઓસ્ટ્રેલિયન સરકારે તેમના જીવનના સ્મરણ રૂપે 20 સેન્ટનો સિક્કો બહાર પાડ્યો હતો.

પારિવારિક જીવન

બ્રેડમેન 1920માં સૌપ્રથમવાર જેસી માર્થા મેન્ઝીસને મળ્યા હતા. બ્રેડમેનના પરિવાર સાથે તે ભળી ગઇ હતી. બૉરલમાં શાળામાં તેઓ એકબીજાની નજીક આવ્યાં. 30મી એપ્રિલ 1932ના રોજ સિડનીના બૂર્વૂડ ખાતે સેન્ટ પોલ એન્જિલકન ચર્ચમાં તેમણે લગ્ન કરી લીધા હતા. તેમના 65 વષર્ના દાંપત્યજીવન દરમિયાન, જેસી “ચતુર, વિશ્વાસપાત્ર, નિઃસ્વાર્થી અને તમામ મુશ્કેલીઓથી પર હતા...તેમની એકાગ્રતા અને પ્રાસંગિક રીતે આનંદી સ્વભાવને સંપૂર્ણપણે વશ કરવામાં પરિપૂર્ણ હતા”. બ્રેડમેને પોતાની પત્નીને અસંખ્યવાર શ્રદ્ધાંજર્લી અર્પી હતી. એકવાર સંક્ષિપ્તમાં જણાવ્યું હતું કે “મેં જે કાંઇ સિદ્ધિ મેળવી છે તે હું જેસી વગર ક્યારેય મેળવી શક્યો ન હોત”.

સમગ્ર બ્રેડમેન પરિવાર એડેલાઇડના કેંસિંગ્ટન પાર્ક ખાતેની હોલ્ડેન સ્ટ્રીટમાં સાદાગીભર્યા મકાનમાં રહ્યો હતો પરંતુ તેમના લગ્નજીવનના પ્રથમ ત્રણ વર્ષ જ તેઓ તમામ અહીં રહ્યા હતા. બાળકોને ઉછેરવામાં તેમણે ખૂબ જ વ્યક્તિગત કરૂણાંતિકાઓનો અનુભવ કર્યો. તેઓનો પ્રથમ જન્મેલો પુત્ર 1936માં શિશુઅવસ્થામાં જ મોતને ભેટ્યો, તેઓના બીજા પુત્ર જોન (1939માં જન્મ)ને પોલિયોનો ચેપ લાગ્યો, અને 1941માં જન્મેલી પુત્રી શિર્લીને જન્મથી જ મગજનો લકવા હતો. જોન બ્રેડમેન માટે તેની અટક એક બોજ સમાન પૂરવાર થઈ હતી. તેણે 1972માં દસ્તાવેજ કરીને પોતાની અટક બદલીને બ્રેડસેન કરી હતી. એવા દાવાઓ થયા હતા કે તેમણે તેમનાં પિતા તરફનો પ્રેમ ગુમાવ્યો હતો, “અલગ દુનિયાઓમાં વસવાટ કરી રહેલી જોડીથી” તે કંઇક વિશેષ હતું. આ ક્રિકેટરના અવસાન બાદ, 1953 અને 1977 વચ્ચે પોતાના ખાસ મિત્ર રોહન રિવેટ્ટને બ્રેડમેન દ્વારા લખાયેલા અંગત પત્રોનો સંગ્રહ પ્રસિદ્ધ કરાયો હતો અને આ પત્રોએ પિતા અને પુત્ર વચ્ચેના તણાવ સહિત બ્રેડમેનના પારિવારિક જીવનની એક નવી સમજ સંશોધનકર્તાઓને આપી હતી.

પાછલી જિંદગીમાં બ્રેડમેનનું સંપૂર્ણ ધ્યાન પોતાની પત્નીની આરોગ્યલક્ષી સમસ્યા તરફ, ખાસ કરીને 1960માં જેસીની ઓપન હાર્ટ સર્જરીના પગલે આંશિક રીતે સમર્પિત રહ્યું હતું. લેડી બ્રેડમેનનું કેન્સરથી 88 વર્ષની વયે 1997માં અવસાન થયું હતું. આ ઘટનાએ બ્રેડમેન પર નિરુત્સાહી અસર કરી હતી, પણ પોતાના પુત્ર સાથેના સંબંધો સુધર્યા હતા જેના કારણે જોને પોતાના નામમાં ફેરફાર કરી પાછું બ્રેડમેન રાખ્યું હતું. પિતાના અવસાનથી, જોન બ્રેડમેન પરિવાર માટે પ્રતિનિધિ બન્યા હતા અને અનેક વિવાદોમાં બ્રેડમેનના વારસાને બચાવવામાં વ્યસ્ત થઇ ગયા હતા. બ્રેડમેન અને તેના વિશાળ પરિવાર વચ્ચેના સંબંધો પ્રમાણમાં સ્પષ્ટ થયા, જોકે, બ્રેડમેનના અવસાન પછી નવ મહિના બાદ, તેના ભત્રીજા પૌલ બ્રેડમેન તેમની દંભી અને એકલવાયા તરીકે નિંદા કરી હતી. જે બૉરલમાં તેના સંપર્કો ભુલી ગયો હતા અને પોલના માતા અને પિતાની અંત્યેષ્ટિમાં હાજરી આપવામાં નિષ્ફળ ગયા હતા.

શૈલી

ડોનાલ્ડ બ્રેડમેન 
1936-37માં રમાયેલી શ્રેણી વખતે ઈંગ્લેન્ડના ડાબોડી ઝડપી બોલર બિલ વોસના દડાને બ્રેડમેન ફટકો મારે છે.સ્ટમ્પ્સના સંબંધમાં બ્રેડમેનના ડાબા પગની સ્થિતિ ઉદાહરણ આપે છે કે બેટિંગ વખતે ક્રિઝનો ઉપયોગ કેવી રીતે કરવો.

બ્રેડમેનનો આરંભિક વિકાસ ઘાસથી ઢંકાયેલી કોંક્રિટની પિચો પર બોલના ઊંચા ઉછાળ(બાઉન્સ) દ્વારા થયો હતો. તેઓ બાઉન્સનો સામનો કરવા માટે "હોરિઝોન્ટલ-બેટ" (સમસ્તરીય-બેટ) શોટ (જેવા કે હૂક, પૂલ અને કટ)ને પસંદ કરતાં અને બેટના હાથા પર અનોખી પક્કડ ગોઠવતાં જેનાથી બચાવની પોતાની ક્ષમતાને જોખમમાં મુક્યા વગર આવા ફટકા રમવામાં સુવિધાજનક રહી શકાય. વિકેટ ખાતે સાઇડ-ઓન સ્ટેન્ડનો ઉપયોગ કરીને બોલર રનિંગ લેવાની શરૂઆત કરે ત્યાં સુધી બ્રેડમેન આ સ્ટેન્ડ સંપૂર્ણપણે જાળવી રાખતાં. તેમની બેકસ્વિંગ નમેલા આકાર જેવી હતી જેણે તેનાં આરભિંક વિવેચકોને મુશ્કેલીમાં મુક્યા હતા, પણ ફેરફાર માટેની વિનવણી સામે તેમણે ટક્કર ઝીલી હતી. તેમની બેકસ્વિંગ તેમનાં હાથને શરીરની નજીક અને સંર્પૂણ સમતોલ રાખતી અને જરૂરિયાત જણાય તો પોતાના ફટકા બદલવા પણ સક્ષમ રાખતી હતી. કહેવા જેવું અન્ય પાસું બ્રેડમેનના ફૂટવર્કની નિર્ણાયકતા હતી. તેઓ ડ્રાઇવ માટે વિકેટ પર અમુક મીટર સુધી આગળ આવવા અથવા એકદમ પાછળ જઇને રમવા માટે “ક્રિઝનો ઉપયોગ” કરતાં જેથી તેઓ કટ, પૂલ અને હૂક શોટ રમતાં ત્યારે તેમનાં પગ સ્ટમ્પની લગોલગ આવી જતાં.

બ્રેડમેનની રમત અનુભવ સાથે જોડાયેલી હતી. બોડિલાઇન શ્રેણી દરમિયાન તેમની તકનીકને તેમણે કામચલાઉ ધોરણે અપનાવી હતી અને શોર્ટપિચ દડાઓમાંથી રન કરવાના પ્રયાસમાં ક્રિઝની આસપાસ છૂટથી હલન-ચલન કરતાં હતા. 1930ની મધ્યમાં તેઓ સંપૂર્ણ ફોર્મમાં હતા ત્યારે પ્રાસંગિક માગ અનુસાર રક્ષણાત્મક અને આક્રમક વલણ વચ્ચે ફેરબદલની ક્ષમતા તેઓ ધરાવતા હતા. બીજા વિશ્વ યુદ્ધ બાદ, તેમણે પોતાની વયને અનુરૂપ મર્યાદામાં બેટનો મેળ બેસાડ્યો હતો, અને રન “સંગ્રાહક” તરીકે મક્કમ બન્યાં હતા. અલબત્ત, બ્રેડમેન ક્યારેય ભેજવાળી વિકેટો પર કુશળ બેટિંગ કરી શક્યા નહોતા. વિઝડને ટીપ્પણી કરી હતી કે, “વાસ્તવમાં તેમનાં અદભૂત વિક્રમમાં કોઇ ખામી હોય તો તે એ છે કે….જૂની ‘ભીની પિચો’ પૈકી એક પર મહત્વપૂર્ણ ઈનિંગનો અભાવ હતો”.

લોકપ્રિય સંસ્કૃતિમાં

ડોનાલ્ડ બ્રેડમેન 
એડેલાઈડ ઓવલની બહાર બ્રેડમેનની પ્રતિમા.

બ્રેડમેનનું નામ ક્રિકેટ અને વિશાળ વિશ્વ બન્નેમાં શ્રેષ્ઠતા માટે લાક્ષણિક નમૂનારૂપ નામ બની ગયું હતું. બ્રેડમેનસ્ક્યૂ શબ્દ એક નવો શબ્દ બની ગયો હતો અને ક્રિકેટ વર્તુળ અને તેની બહાર તેનો ઉપયોગ થતો. સ્ટીવ વૉએ, શ્રીલંકન મુથૈયા મૂરલીધરનને “ધ ડોન બ્રેડમેન ઓફ બોલિંગ”નું બિરૂદ આપ્યું હતું, જ્યારે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન જોન હાવર્ડને તેમની લિબરલ પાર્ટીના સાથી જૉ હોકી “ધ ડોન બ્રેડમેન ઓફ પોલિટિક્સ” કહેતાં હતા.

સમાજ-બહિષ્કૃત નેડ કેલી સિવાય, બ્રેડમેન કોઇ અન્ય ઓસ્ટ્રેલિયન કરતાં સૌથી વધુ જીવનચરિત્રનો વિષય બની ગયા હતા. બ્રેડમેને સ્વયં ચાર પુસ્તક લખ્યાં હતા - ડોન બ્રેડમેના પુસ્તકો - ધ સ્ટોરી ઓફ માય ક્રિકેટિંગ લાઇફ વિથ હિન્ટ્સ ઓન બેટિંગ, બોલિંગ એન્ડ ફિલ્ડિંગ (1930), માય ક્રિકેટિંગ લાઇફ (1938), ફેરવેલ ટુ ક્રિકેટ (1950) અને ધ આર્ટ ઓફ ક્રિકેટ (1958). બોડિલાઇન શ્રેણીની વાત 1984માં ટેલિવિઝન મિનિ-સિરિઝમાં ફરી કહેવામાં આવી હતી.

“અવર ડોન બ્રેડમેન” (1930, જેક ઓ’હેગન), “બ્રેડમેન” (1980, પોલ કેલી), અને “સર ડોન” (બ્રેડમેનની યાદમાં યોજાયેલી પ્રાર્થના સભામાં જોન વિલિયમ્સને આપેલી શ્રદ્ધાંજલી) વિવિધ યુગમાં આ ત્રણ લોકપ્રિય ગીતે બ્રેડમેનને ચિરંજીવી બનાવાયા હતા. બ્રેડમેને, “એવરી ડે ઇઝ એ રેઇનબો ડે ફોર મી” સહિત 1930ના દાયકાના આરંભમાં પિયાનો પર અન્ય સાથે મળીને કેટલાંક ગીતો રેકોર્ડ કર્યા હતા. 2000માં, “સર ડોનાલ્ડ બ્રેડમેન” સાથે વાસ્તવમાં કોઈ કંપનીનું નામ ન જોડાયેલું હોવા છતા પણ તેમના નામ સાથે કંપનીઓના નામોને જોડવાની બાબતને ઓસ્ટ્રેલિયન સરકારે ગેરકાયદેસર ગણાવી હતી. ઓસ્ટ્રેલિયન અને વિદેશી સરકારો, બ્રિટનનું રાજવી પરિવાર અને રીટર્ન્ડ એન્ડ સર્વિસિસ લીગ ઓફ ઓસ્ટ્રેલિયા આ પ્રકારનું રક્ષણ ધરાવતી અન્ય સંસ્થા છે.

આંકડાકીય સારાંશ

ટેસ્ટ મેચમાં દેખાવ

ડોનાલ્ડ બ્રેડમેન 
બ્રેડમેનની ટેસ્ટ કારકિર્દી દરમિયાન બેટિંગ દેખાવનો આલેખ.લાલ લીટીઓ તેની ઈનિંગ સુચવે છે, અને વાદળી લીટી તેની 10 સૌથી તાજેતરની ઈનિંગ સુચવે છે.વાદળી ટપકાઓ જે ઈનિંગમાં બ્રેડમેન અણનમ રહ્યા હોય તે સુચવે છે.
  બેટિંગ બોલિંગ
હરીફ મેચો રન સરેરાશ સર્વાધિક સ્કોર 100 / 50 રન વિકેટો સરેરાશ શ્રેષ્ઠ (ઈનિંગ્સ)
ઈંગ્લેન્ડ 37 5028 89.78 334 19/12 51 1 51.00 1/23
ભારત 5 715 178.75 201 4/1 4 0  –  –
દક્ષિણ આફ્રિકા 5 806 201.50 299* 4/0 2 0  –  –
વેસ્ટ ઈન્ડિઝ 5 447 74.50 223 2/0 15 1 15.00 1/8
કુલ 52 6996 99.94 334 29/13 72 2 36.00 1/8

ફર્સ્ટ ક્લાસમાં દેખાવ

!ઈનિંગ્સ !અણનમ !સર્વાધિક !કુલ !સરેરાશ !100 !100/ઈનિંગ્સ |- | એશિઝ ટેસ્ટ્સ |align="center"|63 |align="center"|7 |align="center"|334 | align=center|5,028 | align=center|89.78 |align="center"|19 | align=center|30.2% |- | તમામ ટેસ્ટો |align="center"|80 |align="center"|10 |align="center"|334 | align=center|6,996 | align=center|99.94 |align="center"|29 | align=center|36.3% |- | શેફિલ્ડ શિલ્ડ |align="center"|96 |align="center"|15 |align="center"|452* | align=center|8,926 | align=center|110.19 |align="center"|36 | align=center|37.5% |- | તમામ ફર્સ્ટ ક્લાસ |align="center"|338 |align="center"|43 |align="center"|452* | align=center|28,067 | align=center|95.10 |align="center"|117 | align=center|34.6% |- | ગ્રેડ |align="center"|93 |align="center"|17 |align="center"|303 | align=center|6,598 | align=center|86.80 |align="center"|28 | align=center|30.1% |- | તમામ સેકન્ડ ક્લાસ |align="center"|331 |align="center"|64 |align="center"|320* | align=center|22,664 | align=center|84.80 |align="center"|94 | align=center|28.4% |- | કુલ સરવાળો |align="center"|669 |align="center"|107 |align="center"|452* | align=center|50,731 | align=center|90.27 |align="center"|211 | align=center|31.5% |- | colspan="8" style="text-align:center;"|બ્રેડમેન સંગ્રહાલયના આંકડાઓ. |}

ટેસ્ટ વિક્રમો

ટેસ્ટ ક્રિકેટ મેચોમાં બ્રેડમેન અહીં દર્શાવેલા મહત્વપૂર્ણ વિક્રમો આજે પણ પોતાના નામે જ ધરાવે છેઃ

  • કારકિર્દીની સર્વોચ્ચ બેટિંગ સરેરાશ (ઓછામાં ઓછી 20 ઈનિંગ્સ): 99.94
  • સર્વાધિક શ્રેણી બેટિંગ સરેરાશ (5 ટેસ્ટ શ્રેણી): 201.50 (1931–32)
  • રમેલી ઈનિંગ દીઠ સદીનો સર્વાધિક ગુણોત્તર: 36.25% (80 ઈનિંગ્સમાં 29 સદી)
  • 5મી વિકેટની સર્વાધિક ભાગીદારી: 405 (સીડ બાર્નેસ સાથે, 1946–47)
  • 6ઠ્ઠી વિકેટની સર્વાધિક ભાગીદારી: 346 (જેક ફિંગલ્ટન સાથે, 1936–37)
  • 5મા ક્રમના બેટ્સમેન તરીકે સૌથી વધુ સ્કોર: 304 (1934)
  • 7મા ક્રમના બેટ્સમેન તરીકે સૌથી વધુ સ્કોર: 270 (1936–37)
  • એક જ હરીફ સામે કરેલા સૌથી વધારે રન: 5,028 (ઈંગ્લેન્ડ સામે)
  • એક જ શ્રેણીમાં કરેલા સૌથી વધારે રન: 974 (1930)
  • રમતના એક જ સત્રમાં કરેલી સૌથી વધારે સદી: 6 (1 ભોજન પહેલા, 2 ભોજન-ચા, 3 ચા-સ્ટમ્પ્સ)
  • એક દિવસની રમતમાં કરેલા સૌથી વધારે રન: 309 (1930)
  • સૌથી વધારે બેવડી સદી: 12
  • એક જ શ્રેણીમાં સૌથી વધારે સદી: 3 (1930)
  • સૌથી વધારે ત્રેવડી સદી: 2 (ક્રિસ ગેઈલ, બ્રાયન લારા અને વિરેન્દ્ર સહેવાગની સમકક્ષ)
  • તેણે સદી ફટકારી હોય તેવી સૌથી વધારે વખત અનુક્રમે આવતી મેચ: 6 (1936–37માં છેલ્લી ત્રણ ટેસ્ટ, 1938માં પ્રથમ ત્રણ ટેસ્ટ)
  • બ્રેડમેને સાત અલગ અલગ કેલેન્ડર વર્ષમાં સરેરાશ 100થી વધારે રન કર્યા છે (*પાત્રતા 400 રન). બેથી વધારે કેલેન્ડર વર્ષમાં કોઈપણ ખેલાડીએ આ સિદ્ધિ નથી હાંસલ કરી.
  • ટેસ્ટમાં સૌથી ઝડપથી રન ફટકારનાર ખેલાડી, 2000 (22 ઈનિંગ્સમાં), 3000 (33 ઈનિંગ્સમાં), 4000 (48 ઈનિંગ્સમાં), 5000 (56 ઈનિંગ્સમાં) અને 6000 (68 ઈનિંગ્સમાં).

ક્રિકેટ સંદર્ભ

ઢાંચો:Test cricket batting averages બ્રેડમેનની 99.94 રનની ટેસ્ટ બેટિંગ સરેરાશ ક્રિકેટના સૌથી ખ્યાતનામ અને ચિહ્નરૂપ આંકડાઓ પૈકી એક બની ગઈ. 20થી વધારે ટેસ્ટ મેચ ઈનિંગ રમ્યા હોય તેવા બીજા એક પણ ખેલાડીએ 61થી વધારે સરેરાશ નથી કરી. બ્રેડમેને દર ત્રણ ઈનિંગમાં એક કરતા વધારે સદીના દર સાથે સદીઓ કરી છે – 80 ટેસ્ટ ઈનિંગમાં બ્રેડમેન 29 સદી કરી છે. માત્ર સાત ખેલાડીઓ તેના કુલ રનના સરવાળા કરતા આગળ નીકળી શક્યા છે, તમામ તેના કરતા ઘણા ઓછા દરે આગળ જઈ શક્યા છેઃ સચિન તેંડુલકર (159 ઈનિંગમાં આમ કરી શક્યો હતો), મેથ્યુ હેડન (167 ઈનિંગ્સ), રિકિ પોન્ટિંગ (170 ઈનિંગ્સ), સુનિલ ગાવસ્કર (174 ઈનિંગ્સ), જેક કાલિસ (200 ઈનિંગ્સ), બ્રાયન લારા (205 ઈનિંગ્સ) અને સ્ટીવ વૉ (247 ઈનિંગ્સ). તેમણે પોતાની કુલ સદીઓમાંથી 41.4%ને બેવડી સદીમાં ફેરવી દીધી હતી. તેની કુલ 12 બેવડી સદી (તેની ઈનિંગ્સના 15%માં) કોઈ બેટ્સમેન દ્વારા હાંસલ કરાયેલી સૌથી મોટી સિદ્ધિ છે. ત્યારપછી સૌથી શ્રેષ્ઠ તરીકે બ્રાયન લારા 232 ઈનિંગ્સમાં 9 (4%), વોલ્ટર હેમન્ડ 140 ઈનિંગ્સમાં 7 (5%) અને કુમાર સંગાકારા 110 ઈનિંગ્સમાં 6 (5%) છે.

વિશ્વ ક્રિકેટ સંદર્ભ

વિઝડને બ્રેડમેનને, “ક્રિકેટના ઇતિહાસ, અને ખરેખર તો દડાનો ઉપયોગ થતો હોય તેવી તમામ રમતોમાં સૌથી મોટી અસાધારણ વ્યક્તિ ગણાવ્યા હતા”. આંકડાશાસ્ત્રી ચાર્લ્સ ડેવિસે કોઈપણ રમત માટે મતલબમાં લેવાતા માનક વિચલનોના આંકડાઓની સરખામણી દ્વારા કેટલાક અગ્રણી રમતવીરોના આંકડાઓનું વિશ્લેષણ કર્યું હતું. તેમની પસંદગીની રમતોમાં ટોચનો દેખાવ કરનારા નીચે મુજબ છેઃ

એથલેટ રમતગમત આંકડાકીય માહિતી આદર્શ
વિચલનો
બ્રેડમેન ક્રિકેટ બેટિંગ સરેરાશ 4.4
પેલે એસોસિએશન ફૂટબોલ ગોલ્સ પ્રતિ રમત 3.7
ટૅ કોબ્બ બેસબોલ બેટિંગ સરેરાશ 3.6
જેક નિકલૉસ ગોલ્ફ મોટા બિરુદો 3.5
માઇકલ જોર્ડન બાસ્કેટબોલ રમત દીઠ પોઈન્ટ 3.4

આંકડાઓ દર્શાવે છે કે “બ્રેડમેને ક્રિકેટમાં જે વર્ચસ્વ જમાવ્યું તેનાથી વિશેષ અન્ય કોઈ એથલેટે આંતરરાષ્ટ્રીય રમતમાં પોતાનું વર્ચસ્વ નહોતું જમાવ્યું”. બ્રેડમેન જેવા કારકિર્દીમાં સમાન આંકડાઓ ધરાવનારાને મુકવામાં આવે તો, બેસબોલ બેટ્સમેનને .392 કારકિર્દી બેટિંગ સરેરાશની જરૂર પડે જ્યારે બાસ્કેટબોલના ખેલાડીને દરેક રમત દીઠ 43.0 પોઈન્ટનો સરેરાશ સ્કોર કરવો પડે. ત્યારપછી અનુક્રમના વિક્રમો .366 અને 30.1 છે.

બ્રેડમેનનું અવસાન થયું ત્યારે ટાઈમ સામયિકે તેમની “માઈલસ્ટોન્સ” કોલમમાં તેમની મૃત્યુનોંધ આપવા માટે ખાસ જગ્યા ફાળવી હતીઃ

... ઓસ્ટ્રેલિયન પ્રતિભા કે જેને અનેક લોકોએ સર્વકાલીન વિશેષ રમતવીર તરીકે ગણાવ્યા છે...  ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ પ્રિય હીરો પૈકીના એક, કે જેણે વિદેશમાં ખૂબ જ પ્રેમ અને આદર મેળવ્યો. નેસ્લન મંડેલા જ્યારે 27 વર્ષ પછી જેલમાંથી મુક્ત થયા ત્યારે, તેમણે એક ઓસ્ટ્રેલિયન મુલાકાતીને મળીને સૌપ્રથમ પ્રશ્ન કર્યો હતો કે, “શું હજુ પણ સર ડોનાલ્ડ બ્રેડમેન જીવે છે?”

નોંધ

સંદર્ભો

બાહ્ય લિંક્સ


Sporting positions
પુરોગામી
Vic Richardson
Australian Test cricket captains
1936/7–1938
અનુગામી
Bill Brown
પુરોગામી
Bill Brown
Australian Test cricket captains
1946/7–1948
અનુગામી
Lindsay Hassett
પુરોગામી
Bill Dowling
Chairman Australian Cricket Board
1960–1963
અનુગામી
Ewart Macmillan
પુરોગામી
Bob Parish
Chairman Australian Cricket Board
1969–1972
અનુગામી
Tim Caldwell
Records
પુરોગામી
Andy Sandham
World Record – Highest individual score in Test cricket
334 vs England at Leeds 1930
અનુગામી
Wally Hammond

ઢાંચો:Australian batsmen with a Test batting average above 50 ઢાંચો:The Invincibles squad ઢાંચો:ACB Team of the Century ઢાંચો:Batsmen who have scored 100 first class centuries

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ

Tags:

ડોનાલ્ડ બ્રેડમેન પ્રારંભિક વર્ષોડોનાલ્ડ બ્રેડમેન ટેસ્ટ કારકિર્દીડોનાલ્ડ બ્રેડમેન ક્રિકેટ બાદડોનાલ્ડ બ્રેડમેન પારિવારિક જીવનડોનાલ્ડ બ્રેડમેન શૈલીડોનાલ્ડ બ્રેડમેન લોકપ્રિય સંસ્કૃતિમાંડોનાલ્ડ બ્રેડમેન આંકડાકીય સારાંશડોનાલ્ડ બ્રેડમેન નોંધડોનાલ્ડ બ્રેડમેન સંદર્ભોડોનાલ્ડ બ્રેડમેન બાહ્ય લિંક્સડોનાલ્ડ બ્રેડમેનક્રિકેટ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિદ્યાગૌરી નીલકંઠમાનવીની ભવાઇહનુમાન જયંતીલોકનૃત્યઅરવિંદ ઘોષખીજડોગેની ઠાકોરરાજ્ય સભાવલસાડગાંધીનગરઝવેરચંદ મેઘાણીભારતનો રાષ્ટ્રધ્વજશક સંવતબ્લૉગરવિશંકર વ્યાસરાણકદેવીદાહોદઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીસિકલસેલ એનીમિયા રોગખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ફણસએશિયાઇ સિંહવેબેક મશિનમનોવિજ્ઞાનઉપરકોટ કિલ્લોપ્રાણીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોસ્વગરમાળો (વૃક્ષ)શહીદ દિવસવિયેતનામગુજરાત પોલીસગર્ભાવસ્થારણશ્રીનાથજી મંદિરગુજરાત સરકારભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓમહાવીર સ્વામીભદ્રનો કિલ્લોભારતની નદીઓની યાદીસત્યના પ્રયોગો અથવા આત્મકથાવલ્લભભાઈ પટેલગુજરાતી સાહિત્યયુનાઇટેડ કિંગડમરક્તના પ્રકારરાહુલ ગાંધીરોકડીયો પાકભારતમાં આરોગ્યસંભાળઆણંદ જિલ્લોગુજરાતની નદીઓની યાદીકારડીયારાજપૂતલસિકા ગાંઠપંચતંત્રભારતીય બંધારણ સભાઠાકોરઅખા ભગતભાવનગર રજવાડુંસૂર્યમંદિર, મોઢેરાનગરપાલિકાચાણક્યઅશ્વત્થામા૨૦૦૧ ગુજરાત ધરતીકંપમનાલીઅલંગગુજરાતી સિનેમાબનાસકાંઠા લોક સભા મતવિસ્તારધરતીકંપતરબૂચઅવકાશ સંશોધનસવિતા આંબેડકરઔદ્યોગિક ક્રાંતિરિસાયક્લિંગદેવભૂમિ દ્વારકા જિલ્લો🡆 More