ઝાલા

ઝાલા એ એક રાજપૂત જ્ઞાતિનું નામ છે.

ધ્રાંગધ્રા રજવાડું ૧૯૨૦માં ૧૩ તોપોની સલામી પામતું હતું અને તેના પર ઝાલા વંશના રાજપૂતોનું શાસન હતું. આ સમયે, વાંકાનેરનું રજવાડું ૧૧ તોપો, લીંબડી અને વઢવાણના રજવાડાંઓ ૯ તોપોની સલામી પામતા હતા. આ બધાં ઝાલા વંશના રજવાડાં હતા. સલામી વગરના રજવાડાંમાં લખતર, સાયલા અને ચુડાનો અને કટોસણ સમાવેશ થતો હતો.

ઇતિહાસ અને વાયકાઓ

ઝાલા 
હરપાલદેવ અને તેમના પત્ની શક્તિમા, ખેરાળી, સુરેન્દ્રનગરના મંદિરમાં

ઝાલા વંશની શરૂઆત માર્કંડ ઋષીના યજ્ઞથી થઈ હતી. હરપાલદેવ મકવાણા ઝાલાઓના મૂળ પુરુષ હતા. જેમણે કરણ વાઘેલાની પત્ની ફુલાદેને હેરાન કરતાં બાબરાં ભૂતને હરાવ્યો હતો. મળતી કથા અનુસાર હરપાલદેવે એક દિવસ બે ઘેટાંની બલી દેવીને આપી. દેવીએ પરીક્ષા કરવા પોતાનો હાથ લંબાવ્યો માટે હરપાલ દેવે પોતાનાં શરીરમાંથી લોહી આપ્યું. પ્રસન્ન દેવીએ વરદાન માંગવા કહ્યું માટે હરપાલ દેવે માંગ્યું કે મારી સાથે વિવાહ કરો. દેવીએ કહ્યું કે તમે પ્રતાપસિંહ સોલંકીનાં દીકરી શક્તિસ્વરૂપા બસંતીદેવી સાથે વિવાહ કરો. હરપાલ દેવે શક્તિ સાથે વિવાહ કર્યાં. કરણ વાધેલાએ તેમની મદદ કરવા માટે હરપાલદેવને કંઇક માગવા કહ્યું. હરપાલદેવે માંગ્યુ કે એક રાત્રિમાં જેટલા ગામમાં તોરણ બાંધું તે ગામ મારાં અધિકારમાં રહે. કરણે હા કહી. શક્તિની મદદથી હરપાલે એક રાત્રિમાં ત્રેવીસસો ગામડાંમાં તોરણ બાંધી પોતાની નવી રાજધાની પાટડી સ્થાપી. શક્તિનાં પુત્ર રમતાં હતાં ત્યારે મંગળો નામનો ગાંડો હાથી તેમની તરફ દોડતો આવતો હતો. જ્યારે ઝરૂખામાં ઉભેલાં શક્તિએ આ જોયું અને તેમણે પોતાનો હાથ લાંબો કરી રાજકુમારોને હાથમાં ઝાલી લીધાં માટે તે મકવાણા શાખથી'ઝાલા' કહેવાયાં. લોકોને ખબર પડી કે હરપાલનાં પત્ની શક્તિસ્વરૂપ છે માટે શક્તિ પાટડી છોડીને ધામા ગામમાં ધરતીમાં સમાઈ ગયાં. ત્યારબાદ હરપાલદેવે અમરકોટનાં સોઢાનાં દીકરી રાજકુંવરબા સાથે લગ્ન કર્યાં. રાજસ્થાનના ઝાલા શક્તિને યોગમાયાનાં રૂપે પૂજે છે.

સાંપ્રત સાહિત્યમાં ઉલ્લેખ

ગુજરાતી નવલકથા 'કરણઘેલો' (લેખક: નંદશંકર મહેતા) માં નીચે મુજબ વર્ણન મળે છે:

જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો કરણ વાઘેલા પાસેથી તેને મળ્યાં હતાં તેમાં કાંઈ દેવતાઈ અંશ હતો. એક રાતમાં બે હજાર ગામને તોરણ કોઈ પણ માણસથી એકલી પોતાની જ શક્તિ વડે બંધાઈ શકે નહી, માટે જે અદ્દભુત શક્તિથી એટલાં બધાં ગામો તેને મળ્યાં તે જ શક્તિ તેની તથા તેના વંશની પાસે કાયમ રહેશે, એ પ્રમાણે તેની સ્ત્રી તેને ધીરજ આપતી હતી. એ પ્રમાણે જ્યારે તે બે વાતચિત કરતાં હતાં તે વખતે બહાર ચોગાનમાં કાંઈ ગડબડ થઈ, અને તેઓ બહાર જુવે છે તો એક હાથી છુટો પડી મદોન્મત્ત થઈ, દોડતો તેમણે જોયો, આ વખતે બારી આગળના ચોગાનમાં તેઓના શેડો, માંગુ, શેકડો, એ નામના ત્રણ છોકરા તથા ઉમાદેવી નામની છોકરી રમતાં હતાં, મસ્ત થયેલો હાથી રસ્તામાં જે વસ્તુઓ આવતી તે સઘળીને છુંદતો છુંદતો તે છોકરાં પાસે આવ્યો, અને એકને સુંઢમાં પકડી ઉછાળવાની તથા બીજાને પગતળે ચગદી નાંખવાની તૈયારીમાં હતો, એટલામાં તુરત તે સ્ત્રીએ, એટલે તેઓની માએ, બારીએથી જ પોતાનો એક હાથ એટલો તો લાંબો કીધો કે તેઓ સઘળાંને ઝાલી લીધાં અને મોતના સપાટામાંથી તેઓને તુરત ઉગારી દીધાં. હરપાળ (તે પુરૂષ હરપાળ મકવાણો કરણ રાજાનો માશીનો છોકરો તથા બાબરા ભૂતનો જીતનાર હતો, એ વાંચનારાઓએ જાણી લીધું હશે) આ તેની સ્ત્રીનું દેવતાઈ પરાક્રમ જોઈને ઘણો જ આશ્ચર્ય તથા આનંદ પામ્યો, અને આ વાતનું હમેશાં સ્મરણ રહેવાને તે ત્રણે છોકરાઓનું નામ ઝાલા (પકડયા) પાડ્યું. એ નામ હજી સુધી તેના વંશના ઝાલા રજપૂતોએ રાખ્યું છે.

  • માંડલીક મહાકાવ્યમાં સૌ પ્રથમવાર ઝલ્લેશ્વર શબ્દ ભીમસિંહ ઝાલા માટે પ્રયોજાયો હતો જેમને રા' માંડલીકની પુત્રી ઉમાદે સાથે લગ્ન કર્યા હતા.
  • ઝાલા વંશ વારિધિ માં ઝાલાવંશનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે.

ઐતિહાસિક ઘટના

વાધોજીએ મહમદ બેગડાને બે વાર  હરાવ્યો અને ત્રીજીવાર પોતે હાર્યાં. તેમની ૭૫૦ પત્નિઓએ જળજોહર કર્યો. વાધોજીનાં પુત્ર રાજોધરજીએ એકવાર શિકાર કરવા જતાં જોયું કે જંગલનું સસલું તેમની સામે ઊભું રહ્યું. રાજોધરજીને થયું આ જંગલનું પાણી પીને તે બહાદુર બન્યું માટે તે સ્થાને તેમણે ઈ.સ. ૧૪૮૮ની મહાશિવરાત્રીનાં રોજ હળવદની સ્થાપના કરી.

તેમનાં ત્રણ પુત્રો હતા. પહેલી રાણીનાં અજ્જા અને સજજા અને બીજી રાણી પરમાર અશાદેનાં પુત્ર રાણોજી હતાં. રાજોધરજીનાં મૃત્યુ સમયે પહેલાં બે કુંવર તેમનાં અંતિમ સંસ્કારમાં ગયાં. ત્યારે રાણોજીએ પોતાનાં નાના લગધીરસિંહની સલાહ માની હળવદના દરવાજા બંધ કરી નાખ્યાં. આથી બંને ભાઈઓ હળવદ છોડી તેમનાં બહેન રતનબાઈનાં પતિ મેવાડનાં મહારાણા રાયમલ્લનાં આશ્રયમાં રહ્યાં જ્યાં તેમણે દેલવાડા અને બડી સાદડીની જાગીર મળી.

રાણોજી બાદ માનસિંહ રાજા બન્યાં જેમણે વિરમગામ, દસાડા અને પાટડી જીત્યું હતું. તેમની બાદ રાયસિંહ રાજા બન્યાં. અેકવાર નગારાં માટે રાયસિંહ અને  તેમનાં મામા જસાજી વચ્ચે યુદ્ધ થયું જેમાં જસાજી મૃત્યુ પામ્યાં. રાયસિંહ પણ ઘવાયાં. બાબા મકનભારતી તેમને બચાવી અને તેમની સાથે દિલ્હી લઈ ગયાં. જ્યાં અક્બરે તેમની શક્તિ જોઈ અને ખાનખાનાં રહીમની મદદથી હળવદ પાછું મળ્યું. જેનો ઉલ્લેખ અકબરનામા, તબકાત-ઈ-અકબરી અને હાલા ઝાલા રા કુંડલિયામાં મળે છે.

સંદર્ભ

Tags:

ઝાલા ઇતિહાસ અને વાયકાઓઝાલા સાંપ્રત સાહિત્યમાં ઉલ્લેખઝાલા ઐતિહાસિક ઘટનાઝાલા સંદર્ભઝાલારાજપૂત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જયંત પાઠકજાહેરાતએઇડ્સયુનિફોર્મ રિસોર્સ લોકેટરમદનલાલ ધિંગરાઅબ્દુલ કલામઅમિતાભ બચ્ચનબીજોરામારુતિ સુઝુકીકલમ ૩૭૦સાપુતારાપૃથ્વીહાથીકાચબોવૌઠાનો મેળોસોડિયમસોનુંહિમાચલ પ્રદેશમલેરિયાલીમડોસિદ્ધરાજ જયસિંહસમાજશાસ્ત્રકૃષ્ણકુમારસિંહ ગોહીલગોવર્ધનરામ ત્રિપાઠીઅજંતાની ગુફાઓક્રિકેટશિક્ષકબારી બહારભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલહિતોપદેશરા' ખેંગાર દ્વિતીયરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘલોકશાહીકે. કા. શાસ્ત્રીભારતના રાજ્ય વૃક્ષોની યાદીચક્રવાતશાકભાજીલીડ્ઝઆઇઝેક ન્યૂટનશ્રીલંકામાનવીની ભવાઇશ્રીરામચરિતમાનસઅવકાશ સંશોધનકાન્હડદે પ્રબંધવેબેક મશિનજાપાનગુજરાત વડી અદાલતસંસ્થામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭બહુચરાજીબિરસા મુંડારમણભાઈ નીલકંઠદુષ્કાળમતદાનશુક્ર (ગ્રહ)પલ્લીનો મેળોમટકું (જુગાર)લતા મંગેશકરમાર્ચ ૨૭માહિતીનો અધિકારપરમાણુ ક્રમાંકગણેશરમેશ પારેખક્ષેત્રફળવિશ્વ વેપાર સંગઠનપ્રયાગરાજકન્યા રાશીઅવિનાશ વ્યાસવાલ્મિકીમોહેં-જો-દડોમોરારજી દેસાઈમોઢેરાભૂપેન્દ્ર પટેલએકી સંખ્યાભૌતિકશાસ્ત્રચરક સંહિતા🡆 More