ગુજરાતનું સ્થાપત્ય

ગુજરાતના સ્થાપત્યમાં ગુજરાત રાજ્યની સ્થાપત્ય શૈલીનો સમાવેશ થાય છે.

ગુજરાતનું સ્થાપત્ય
રાણીની વાવ

ગુજરાતની પ્રથમ મોટી સભ્યતા સિંધુ ખીણની સભ્યતા હતી. ધોળાવીરા અને લોથલ સહિતની તેની વસાહતો હરપ્પન સ્થાપત્યની લાક્ષણિકતા છે.

ગુજરાત સલ્તનત અને મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન ગુજરાતમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો વિકાસ થયો હતો.

બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન ગોથિક અને નિયોક્લાસિકલ સહિત યુરોપિયન શૈલીમાં ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઇન્ડો-સારસેનિક સ્થાપત્યનો પણ વિકાસ થયો હતો. ૧૯૪૭માં આઝાદી પછી ગુજરાતમાં આધુનિકતાવાદી સ્થાપત્ય જોવા મળે છે.

પ્રાચીન કાળ

ગુજરાતનું સ્થાપત્ય 
ધોળાવીરા, સિંધુ ખીણની સભ્યતાનું એક સ્થળ

સિંધુ ખીણ સભ્યતા

ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાના સ્થળોમાં ધોળાવીરા અને લોથલનો સમાવેશ થાય છે.

હિંદુ મંદિરોનું સ્થાપત્ય

મધ્યકાલીન હિંદુ મંદિર સ્થાપત્ય, પાવાગઢના કાલિકા માતાના મંદિરમાં તથા સોમનાથ અને દ્વારકાધીશ મંદિરમાં જોવા મળે છે.

સોલંકી વંશનું સ્થાપત્ય

સોલંકી વંશે હાલના ગુજરાત અને કાઠિયાવાડમાં ઈ.સ. ૯૫૦ થી ઈ.સ. ૧૨૪૪ દરમિયાન શાસન કર્યું હતું.

સોલંકી વંશના સ્થાપત્યો અથવા મારુ-ગુર્જરા સ્થાપત્યશૈલીના ઉદાહરણોમાં તારંગા જૈન મંદિર, રૂદ્ર મહાલય મંદિર અને સૂર્યમંદિર, મોઢેરાનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન રાણકી વાવનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.

ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય

ગુજરાતનું સ્થાપત્ય 
હજીરા મકબરા, મુઘલ સ્થાપત્યનું ઉદાહરણ છે.

ગુજરાતના મોટા ભૂભાગ પર શાસન કરનાર પ્રથમ મુસ્લિમ વંશ ૧૪મી સદીમાં દિલ્હી સલ્તનત હતો. પાછળથી મુઘલ સામ્રાજ્ય, ગુજરાત સલ્તનત અને ૧૯૪૭ સુધી મુસ્લિમ શાસિત કેટલાક રજવાડાઓએ ગુજરાત પર શાસન કર્યું. આમ, સમગ્ર રાજ્યમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય જોવા મળે છે.

મુઘલ સામ્રાજ્ય

ગુજરાતમાં મુઘલ સ્થાપત્યશૈલીમાં વડોદરામાં હજીરા મકબરા અને સુરતમાં મુઘલ સરાયનો સમાવેશ થાય છે.

ગુજરાત સલ્તનત

ગુજરાત સલ્તનતની ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યની વિશિષ્ટ શૈલી અમદાવાદમાં જોવા મળે છે.

બ્રિટિશ સંસ્થાનવાદી સ્થાપત્ય (૧૮૫૮ - ૧૯૪૭)

ગુજરાતનું સ્થાપત્ય 
૧૮૭૯માં પૂર્ણ થયેલા પ્રાગ મહેલને હેન્રી સેન્ટ ક્લેર વિલ્કિન્સ દ્વારા ગોથિક પુનરુત્થાન સ્થાપત્ય શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન ગુજરાત પર કેટલાક રજવાડાઓનું શાસન હતું, જેના શાસકોએ વિશાળ મહેલો અને જાહેર ઇમારતોની રચના કરી હતી. તેનું નિર્માણ વિવિધ ઇન્ડો-યુરોપિયન શૈલીમાં કરવામાં આવ્યું હતું.

ગોથિક

ગુજરાતની ગોથિક ઇમારતોમાં હેન્રી સેન્ટ ક્લેર વિલ્કિન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા પ્રાગ મહેલનો સમાવેશ થાય છે.

ઈન્ડો સેરેસેનિક

ગુજરાતની ઈન્ડો-સારાસેનિક ઈમારતોમાં માંડવીના વિજય વિલાસ પેલેસ તથા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ અને ન્યાય મંદિરનો સમાવેશ થાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ડિઝાઇન રોબર્ટ ચિશોલ્મ (આર્કિટેક્ટ) દ્વારા કરવામાં આવી હતી.

સ્વતંત્રતા બાદ (૧૯૪૭ - વર્તમાન)

આધુનિક સ્થાપત્ય

ગુજરાતનું સ્થાપત્ય 
મિલ ઓનર્સ એસોસિયેશન બિલ્ડિંગ લી કોર્બુસિયર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને ૧૯૫૪માં પૂર્ણ થયું હતું.

સ્થપતિ લી કોર્બુસિયરને મિલ માલિકો દ્વારા ૨૦મી સદીમાં અમદાવાદમાં તેમના વિલા તેમજ કેટલીક જાહેર ઇમારતોની ડિઝાઇન તૈયાર કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંસ્કાર કેન્દ્ર, વિલા સારાભાઈ, વિલા શોધન, અને મિલ ઓનર્સ એસોસિયેશન બિલ્ડિંગની ડિઝાઇન લી કોર્બુસિયર દ્વારા કરવામાં આવી હતી.

અમેરિકન આર્કિટેક્ટ લુઇસ કાહનએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની ડિઝાઇન તૈયાર કરી હતી.

પ્રેમાભાઈ હોલ, ટાગોર મેમોરિયલ હોલ અને અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી બી. વી. દોશી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જેમણે કોર્બુસિયર અને લુઇસ કાહન બંને હેઠળ કામ કર્યું હતું.

સંદર્ભ

Tags:

ગુજરાતનું સ્થાપત્ય પ્રાચીન કાળગુજરાતનું સ્થાપત્ય હિંદુ મંદિરોનું સ્થાપત્યગુજરાતનું સ્થાપત્ય ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યગુજરાતનું સ્થાપત્ય બ્રિટિશ સંસ્થાનવાદી સ્થાપત્ય (૧૮૫૮ - ૧૯૪૭)ગુજરાતનું સ્થાપત્ય સ્વતંત્રતા બાદ (૧૯૪૭ - વર્તમાન)ગુજરાતનું સ્થાપત્ય સંદર્ભગુજરાતનું સ્થાપત્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હિંમતલાલ દવેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવૈશ્વિક આબોહવા પરિવર્તનકાશ્મીરગુજરાત યુનિવર્સિટીઆંગણવાડીમહાત્મા ગાંધીનું કુટુંબવિશ્વામિત્રદિપડોમોટરગાડીરસીકરણસિદ્ધરાજ જયસિંહબગદાણા (તા.મહુવા)રામમહાત્મા ગાંધીભારતીય ભૂમિસેનાપૃથ્વીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ગરમાળો (વૃક્ષ)ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઉધઈવિશ્વ રંગમંચ દિવસફિફા વિશ્વ કપઅથર્વવેદચક દે ઇન્ડિયાકેનેડાવનસ્પતિજસ્ટિન બીબરગાંધી આશ્રમમણિશંકર રત્નજી ભટ્ટસાબરમતી નદીજ્યોતીન્દ્ર દવેભૂતાનકાળો ડુંગરજામનગરગર્ભાવસ્થાડોલ્ફિનસાવિત્રીબાઈ ફુલેસુરેન્દ્રનગર જિલ્લોકમ્પ્યુટર નેટવર્કમીન રાશીસામાજિક મનોવિજ્ઞાનગણિતક્ષેત્રફળબિનજોડાણવાદી ચળવળભગત સિંહપાલીતાણાખેડા જિલ્લોકાળો કોશીજસદણ તાલુકોઅશ્વત્થામાકેરીકે. કા. શાસ્ત્રીરાધાગણેશગુજરાતની ભૂગોળવિક્રમાદિત્યનવરાત્રીશ્યામજી કૃષ્ણ વર્માકોરોનાવાયરસ રોગ ૨૦૧૯નડાબેટઔદિચ્ય બ્રાહ્મણશામળાજીઅવિનાશ વ્યાસસુંદરમ્મંગળ (ગ્રહ)જોસેફ મેકવાનયુટ્યુબકંપની (કાયદો)ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવિનિમય દરપારસીમિનેપોલિસબારડોલી સત્યાગ્રહસ્વાદુપિંડ🡆 More