ધીરુભાઈ ઠાકર: ગુજરાતી લેખક

ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર (ઉપનામ: સવ્યસાચી) (૨૭ જૂન ૧૯૧૮ – ૨૨ જાન્યુઆરી ૨૦૧૪) ગુજરાતી ભાષાના સંશોધક, વિવેચક, સંપાદક અને ચરિત્રકાર હતા.

ધીરુભાઈ ઠાકર
ધીરુભાઈ ઠાકર, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, સપ્ટેમ્બર ૨૦૧૨
ધીરુભાઈ ઠાકર, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, સપ્ટેમ્બર ૨૦૧૨
જન્મ(1918-06-27)27 June 1918
કોડીનાર, ગુજરાત, ભારત
મૃત્યુ22 January 2014(2014-01-22) (ઉંમર 95)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયલેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
ધનગૌરીબહેન
(લ. 1939; તેણીનું અવસાન 2005)
સહીધીરુભાઈ ઠાકર: જીવન, સર્જન, આ પણ જુઓ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધ'મણિલાલ નભુભાઇ: સાહિત્ય સાધના' (૧૯૫૬)
માર્ગદર્શકરામનારાયણ પાઠક
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓ

જીવન

તેમનો જન્મ ૨૭ જૂન ૧૯૧૮ના રોજ જૂનાગઢ જિલ્લાના કોડીનારમાં થયો હતો. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્મા-સિદ્ધપુરમાં. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૩માં રામનારાયણ પાઠકના માર્ગદર્શન હેઠળ 'મણિલાલ નભુભાઈ દ્વિવેદી: એક અધ્યયન' શિર્ષકથી શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત થઇને પછી તેઓ ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક રહ્યા હતા.

તેમણે ૧૯૩૯માં ધનગૌરીબહેન સાથે લગ્ન કર્યા હતા, જેમનું અવસાન ૧૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ થયું હતું. તેમના પુત્ર ભરતનો જન્મ ૧૯૪૧માં તથા દિલીપનો જન્મ ૧૯૪૩માં જ્યારે દિકરી હિનાનો જન્મ ૧૯૫૭માં થયો હતો.

૨૨ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ અમદાવાદ ખાતે તેમનુ અવસાન થયું હતું.

સર્જન

એક સર્જકવિશેષ તરીકે મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને સ્વરૂપવિશેષ રૂપે સાહિત્યનો ઈતિહાસ — આ બંને વિષયો પર ધીરુભાઈએ એકાધિક ગ્રંથો લખ્યા છે. મણિલાલ નભુભાઈ વિશેનું તેમનું શોધકાર્ય માન્ય (authentic) અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે.

‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે. ‘મણિલાલ નભુભાઈ: જીવનરંગ’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’ (૧૯૮૦) એ કસ્તુરભાઈ લાલભાઈનું એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.

‘રંગકસુંબી’ (૧૯૬૩), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. ‘સફર સો દિવસની’-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘મણિલાલની વિચારધારા’ (૧૯૪૮), ‘મણિલાલના ત્રણ લેખો’ (૧૯૪૯), કાન્તા (૧૯૫૪), નૃસિંહાવતાર (૧૯૫૫), ‘ધૂમકેતુ વાર્તાસૌરભ’-ભા.૧-૨ (૧૯૫૫), ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ (૧૯૫૫), ‘આત્મનિમજજન’ (૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાન્ત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે ‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. ‘અભિનય નાટકો’ (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રિયંવદા’ (૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.

ધીરુભાઈએ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન પર આધારિત 'ઊંચો પર્વત, ઊંડી ખીણ' (૧૯૯૩) નામે ચરિત્રનાટક લખ્યું છે. આ નાટકમાં લેખકે મણિલાલનાં કાવ્યો, ગઝલો વગેરેનો ઉપયોગ નાટકની જરૂરિયાત મુજબ કરેલો છે.

અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬): ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.

તેમણે પાબ્લો નેરુદાના જીવનની યાદોનો અનુવાદ (૨૦૧૦) કર્યો છે.

આ પણ જુઓ

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ધીરુભાઈ ઠાકર જીવનધીરુભાઈ ઠાકર સર્જનધીરુભાઈ ઠાકર આ પણ જુઓધીરુભાઈ ઠાકર સંદર્ભોધીરુભાઈ ઠાકર બાહ્ય કડીઓધીરુભાઈ ઠાકર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય સંસદવિક્રમ સારાભાઈસ્વામી વિવેકાનંદરાજેન્દ્ર શાહતુર્કસ્તાનઐશ્વર્યા રાયકરીના કપૂરપ્રદૂષણહાર્દિક પંડ્યાલતા મંગેશકરગૂગલજુનાગઢભારતીય જનતા પાર્ટીવર્ણવ્યવસ્થાસીતાવૈશાખપરેશ ધાનાણીમોરબી જિલ્લોગ્રીસની પૌરાણિક માન્યતાઓબાબરમિઆ ખલીફાસમાજશાસ્ત્રગુજરાતીલોથલદેવભૂમિ દ્વારકા જિલ્લોતરણેતરભારત રત્નએપ્રિલ ૨૫પુરૂરવાધીરુબેન પટેલગુજરાત મેટ્રોતિથિરાજધાનીજમ્મુ અને કાશ્મીરઅડાલજની વાવઉપેન્દ્ર ત્રિવેદીડોંગરેજી મહારાજભારતીય માનક સમયદિવાળીપૃથ્વીભારતના રજવાડાઓની યાદીવલ્લભાચાર્યગોધરાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાબ્રાઝિલચંદ્રકાન્ત શેઠરાજકોટપરબધામ (તા. ભેંસાણ)ધ્રુવ ભટ્ટપ્રાણાયામગુજરાતનું સ્થાપત્યપીડીએફtxmn7લોકસભાના અધ્યક્ષવિશ્વ પર્યાવરણ દિવસદયારામઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઅંબાજીભારત સરકારદલપતરામઆઇઝેક ન્યૂટનપરશુરામમુસલમાનનળ સરોવરવાળન્હાનાલાલસામવેદચંદ્રગુપ્ત પ્રથમદિવાળીબેન ભીલકાલ ભૈરવસંસ્થાસવિતા આંબેડકરવલ્લભી વિશ્વવિદ્યાલયગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળમહંત સ્વામી મહારાજઉજ્જૈન🡆 More