ધન તેરસ

ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે.

કારતક માસની વદ તેરસ એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

ધન તેરસ
ધન તેરસ
ધન્વંતરિ, આરોગ્યના દેવતા
અધિકૃત નામधनतेरस
ઉજવવામાં આવે છેહિંદુઓ
મહત્વધન અને ધનવંતરીની પૂજા
તારીખ māsa (amānta) / māsa (purnimānta), pakṣa, tithi
આવૃત્તિવાર્ષિક
સંબંધિતદિવાળી

ઉજવણી

વાઘ બારસના દિવસથી દિવાળીના તહેવારની ઉજવણી ચાલુ થાય છે. વાઘ બારસ, એટલે કે વસુ બારસના દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. ગાય વૈદિક પરંપરાઓમાં પવિત્ર સ્થાન ધરાવે છે. તેને ગૌ માતા તરીકે કહીને પૂજવામાં આવે છે. ધન તેરસ વાઘ બારસના પછીના દિવસે આવે છે.

આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે. તેમને દેવોના દાક્તર પણ કહેવામાં આવે છે.

ધનતેરસના દિવસે, દિવાળીની તૈયારીમાં જે ઘરોને હજુ સુધી સાફ કરવામાં આવ્યાં નથી તેઓને સંપૂર્ણ રીતે સાફ કરીને ધોળવામાં આવે છે. સ્વાસ્થ્ય અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની સાંજે પૂજા કરવામાં આવે છે. મુખ્ય પ્રવેશદ્વાર રંગબેરંગી ફાનસથી શણગારવામાં આવે છે. હોલિડે લાઇટ્સ અને રંગોળી ડિઝાઇનના પરંપરાગત મોટિફ્સ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીના સ્વાગત માટે બનાવવામાં આવે છે. તેણીના લાંબા સમયથી રાહ જોવાતી આગમનને દર્શાવવા માટે, આખા ઘરમાં ચોખાના લોટ અને સિંદૂરના પાવડરથી નાના પગલાઓ દોરવામાં આવે છે. ધનતેરસની રાત્રે, લક્ષ્મી અને ધન્વંતરીના માનમાં આખી રાત વિધિપૂર્વક દીવાઓ પ્રગટાવવામાં આવે છે.

પૌરાણિક કથાઓ

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).

સંદર્ભ


Tags:

કારતકકુબેરરાવણલક્ષ્મી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કુંવારપાઠુંગુજરાતના રાજ્યપાલોરોગભારતીય ધર્મોપ્રધાન મંત્રી જન ધન યોજનાનડાબેટધવલસિંહ ઝાલાક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭મનમોહન સિંહબર્બરિકતાલુકોકેરીહરડેભારતના રાષ્ટ્રપતિઓની યાદીખેડા જિલ્લોખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)રાઈનો પર્વતકાળો કોશીફેસબુકરશિયાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)કવાંટનો મેળોચંદ્રશેખર આઝાદમોરજામનગરવૈશ્વિક આબોહવા પરિવર્તનમોરારજી દેસાઈઅંગ્રેજી ભાષાવીર્યપ્રદૂષણહડકવાઝાલાચંદ્રપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)વિકિમીડિયા ફાઉન્ડેશનમાનવીની ભવાઇભારતીય અર્થતંત્રસહસ્ત્રલિંગ તળાવગૌતમ અદાણીઆંગણવાડીચણાપ્રમુખ સ્વામી મહારાજગોખરુ (વનસ્પતિ)નરેન્દ્ર મોદી સ્ટેડિયમઅબ્દુલ કલામબિરસા મુંડાસંસ્કૃતિબજરંગદાસબાપાહોકાયંત્રમિથુન રાશીવિકિકોશચાર્લ્સ કૂલેજાપાનમાર્ચ ૨૭ઉણ (તા. કાંકરેજ)સૂર્યનમસ્કારવિશ્વ રંગમંચ દિવસકબૂતરઋગ્વેદદિલ્હીઅયોધ્યાકર્ણરાષ્ટ્રવાદભારતઅશફાક ઊલ્લા ખાનવેણીભાઈ પુરોહિતભારતીય સંગીતસચિન તેંડુલકરલોથલસ્ટેચ્યુ ઓફ યુનિટીસ્વાઈન ફ્લૂધીરૂભાઈ અંબાણીઈશ્વરભારતના ચારધામસાબરકાંઠા જિલ્લોભારતની નદીઓની યાદીસિંહ રાશી🡆 More