જલાલપોર દાંડી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દાંડી (જલાલપોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું ઐતિહાસીક ગામ છે.

દાંડી
—  ગામ  —
દાંડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°53′12″N 72°48′16″E / 20.886620°N 72.804487°E / 20.886620; 72.804487
દેશ જલાલપોર દાંડી: ઇતિહાસ, મહત્વના સ્થળો, દાંડી પહોંચવા માટે ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો જલાલપોર
સરપંચ પરિમલ અમૃતભાઈ પટેલ
ઉપસરપંચ અશોક અમરતભાઈ પટેલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

દાંડી ગામમાં ખાસ કરીને કોળી પટેલો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, માછીમારી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.

ઇતિહાસ

દાંડી ખાતે મહાત્મા ગાંધીજીએ ઇ.સ. ૧૯૩૦ના વર્ષમાં ૬ઠ્ઠી એપ્રિલના દિવસે અંગ્રેજો સામે મીઠાના કાયદાનો ભંગ કરી બ્રિટિશ સલ્તનતને હચમચાવી દીધી હતી. આ ગામના નામથી આજે પણ તે સત્યાગ્રહને દાંડી સત્યાગ્રહ કે દાંડીયાત્રા તરીકે સંબોધવામાં આવે છે.

મહત્વના સ્થળો

અહીં ગાંધી સ્મારકની મુલાકાત ખાસ લેવા જેવી છે, જ્યાંથી ગાંધીજીએ મીઠું ઉપાડ્યું હતું. આ ઉપરાંત અહીં દરિયાકિનારો (અરબી સમુદ્ર), સૈફી વીલા, ગાંધીદર્શન તથા પ્રદર્શન તેમ જ અજાણીબીબીની દરગાહ વગેરે જોવાલાયક સ્થળો આવેલ છે.

ગામમાં વર્ધા રાષ્ટ્રીય શાળા નામે એક પ્રાથમિક શાળા છે. વિનય મંદિર નામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણ છે. વિનય મંદિરમાં વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલય ની સરસ સગવડ છે.

અહી ૧૯૬૯ની સાલથી બેંક ઓફ બરોડા કાર્યરત છે. નવસર્જન પામેલું રાધાકૃષ્ણ મંદિર ગામની શોભા છે.

દાંડી પહોંચવા માટે

નવસારી શહેરથી ૬ કિ.મી. દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા એરૂ ચાર રસ્‍તાથી પશ્ચિમ દિશામાં ૧૩ કિ.મી. દુર દાંડી ખાતે મીઠાના સત્‍યાગ્રહના સ્‍થળે પહોંચી શકાય છે. નવસારી બસ સ્ટેશન પરથી સ્‍ટેન્‍ડથી દાંડી જવા માટે રાજ્ય પરિવહન નિગમની બસ મળે છે. ઓટો રિક્ષામાં પણ દાંડી જઈ શકાય છે. અહીંથી સૌથી નજીકનું રેલ્વે મથક નવસારી ખાતે તેમ જ વિમાન મથક સુરત ખાતે આવેલું છે.

ગામની પ્રવૃત્તિઓ

ગામ નાનું હોવા છતાં સહકારી પ્રવૃત્તિઓથી ધમધમે છે. અહી (૧) દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી, (૨) દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી (૩) કેળવણી મંડળ (૪) શ્રી રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ (૫) યુવક મંડળ (૬) રમત ગમત મંડળ પ્રવૃત્ત છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

જલાલપોર દાંડી ઇતિહાસજલાલપોર દાંડી મહત્વના સ્થળોજલાલપોર દાંડી દાંડી પહોંચવા માટેજલાલપોર દાંડી ગામની પ્રવૃત્તિઓજલાલપોર દાંડી આ પણ જુઓજલાલપોર દાંડી સંદર્ભજલાલપોર દાંડી બાહ્ય કડીઓજલાલપોર દાંડીગુજરાતજલાલપોર તાલુકોનવસારી જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીમદ્ રાજચંદ્રભારતનું સ્થાપત્યજામા મસ્જિદ, અમદાવાદમકર રાશિઆયુર્વેદતાલુકા મામલતદારકચ્છનો ઇતિહાસઆવળ (વનસ્પતિ)મોહન પરમારઆખ્યાનમારી હકીકતજ્વાળામુખીમેષ રાશીગુજરાતી સાહિત્ય પરિષદતુલસીઅમૂલબાણભટ્ટમહી નદીવિયેતનામકૃષિ ઈજનેરીપાવાગઢઉમાશંકર જોશીગુજરાતના રાજ્યપાલોસાતપુડા પર્વતમાળાસિદ્ધરાજ જયસિંહસૂર્યનરેન્દ્ર મોદીઅક્ષરધામ (દિલ્હી)ભજનરિસાયક્લિંગમુઘલ સામ્રાજ્યબેંકહરિવંશભાલીયા ઘઉંશુક્ર (ગ્રહ)ગુજરાત પોલીસવાતાવરણમરાઠીકન્યા રાશીવિધાન સભાઆણંદ જિલ્લોવિશ્વ વેપાર સંગઠનકબજિયાતહંસહાફુસ (કેરી)સંસ્કૃતિઉદ્યોગ સાહસિકતાકલમ ૩૭૦મકરધ્વજમહારાષ્ટ્રમણિબેન પટેલઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનભારતના ચારધામકાકાસાહેબ કાલેલકરલતા મંગેશકરહાજીપીરસુરેશ જોષીઇન્ટરનેટમનુભાઈ પંચોળીઆંખગુજરાતની નદીઓની યાદીઈંડોનેશિયાપ્રાથમિક શાળાનાસાસ્વામિનારાયણ મંદિર, અમદાવાદC++(પ્રોગ્રામિંગ ભાષા)વેણીભાઈ પુરોહિતનરેશ કનોડિયાસિંગાપુરસંયુક્ત આરબ અમીરાતવનસ્પતિસત્યયુગઅડાલજની વાવકૃષ્ણ🡆 More