ચિત્રાંગદા

હિમાલયના પૂર્વ ભાગમાં આવેલા ખુબ સુંદર તથા રમણિય મણિપુર રાજ્યની રાજકુમારી ચિત્રાંગદા(चित्रांगदा) એ અર્જુનની એક પત્ની હતી.

ચિત્ર:Arjuna asks King of Manipura for his Daughter.jpg
ચિત્રાંગદાને પત્નિ બનવાનો પ્રસ્તાવ મૂકતો અર્જૂન.

અર્જુનની મુલાકાત તેના વનવાસ દરમિયાન થઇ હતી. ચિત્રાંગદાના રુપ અને સૌન્દર્ય પર મોહિત થઇ અર્જુને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ મણિપૂર નરેશે એટલે કે ચિત્રાંગદાના પિતાએ વિરોધ દર્શાવતા કહ્યું કે મણિપૂરની પરંપરા મુજબ ચિત્રાંગદા અને અર્જુનથી સંતાન થાઇ તેઓ મણિપૂરના ઉત્તરાધિકારી બને. ઉપરાંત, અર્જુન બાળકોને કે ચિત્રાંગદાને તેની સાથે લઇ જઇ શકશે નહીં.

અર્જુને આ શરતનો સ્વિકાર કર્યો અને તેના વિવાહ ચિત્રાંગદા સાથે થયા. સમય જતા તેમના થી પુત્ર થયો જેનું નામ બભ્રુવાહન રાખવામા આવ્યું. બભ્રુવાહનને તેમના નાના (માતાનાં પિતા)એ દત્તક લઇ ઉછેર્યો હતો અને ગાદીવારસ બનાવેલ.

રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું નાટક

શ્રી રવિન્દ્રનાથ ટાગોરએ મહાભારત ના ભાગ પર એક ખુબ સુંદર, સંગીતમય નાટક લખ્યુ હતું. જેકે તેમનું નાટક અસલ મહાભારત કરતા જરા જુદુ પડે છે. તેમના નાટક મુજબ ચિત્રાંગદા ને મણિપુર ના રાજાનું એક માત્ર સંતાન તરીકે વર્ણવી છે. ઉપરાંત તે રાજ્યની ઉત્તરાધિકારી હોવાને લીધે પ્રજાની રક્ષક તથા પુરુષો જેવો પોષાક પહેરતી સંદર કન્યા તરીકે આલેખી છે. એક દિવસ અર્જુન જ્યારે વનમાં મૃગીયા કરી રહ્યો હોય છે ત્યારે તે અર્જુનના પરાક્રમ તથા રુપથી મોહિત થઇ જાય છે. આ તરફ અર્જુન પણ તેના યુદ્ધ કૌશલ થી પ્રભાવિત થાય છે પરંતુ, તે ચિત્રાંગદા ને પુરુષ જ માની બેસે છે. ચિત્રાંગદા ને આ વાતનો ખ્યાલ આવતા તે એક ઋષિ ને પ્રસન્ન કરી તેમની પાસેથી રુપનું વરદાન માગે છે અને અત્યંત રમણિય રુપ પ્રાપ્ત કરે છે. ફરી જ્યારે અર્જુન તેને જોવે છે તો તેના પ્રેમમા પડ્યા વગર રહી શકતો નથી. આમ છતા ચિત્રાંગદા ને હ્રદયમા હંમેશા એમ લાગ્યા કરતું હોય છે કે અર્જુન તેને તેના મૂળ રુપમા જ પ્રેમ કરે.

એક વખત જ્યારે રાજ્યમાં લૂટારાઓ ત્રાટક્યા ત્યારે અર્જુને લોકો પાસેથી સાંભળ્યુંકે તેમના રાજ્યની રાજકુમારી મહાન યોદ્ધા છે અને તેઓ સમજી નથી શકતા કે શા માટે તે તેઓને બચાવવા માટે આજે નથી આવતી. અર્જુનને આ રાજકુમારી ને મળવાની જીજ્ઞાસા થાય છે અને તેજ વખતે ચિત્રાંગદા પોતાના મૂળ રુપમા આવી રાજ્યને બચાવી લે છે અને ત્યાર બાદ અર્જુનને કહે છે કે તેજ ચિત્રાંગદા છે. આમ, ફક્ત રુપ જ નહી પરંતુ તેના સાહસ અને શૌર્ય પર ફિદા થઇ અર્જુન તેની સાથે લગ્ન કરે છે.

Tags:

અર્જુનમણિપુરહિમાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાછરાદાદારેશમસિવિલ હોસ્પિટલ, અમદાવાદગુજરાતના જિલ્લાઓગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'આતંકવાદરવિશંકર રાવળમુખપૃષ્ઠઅમરનાથ (તીર્થધામ)ગુજરાતીઅશ્વત્થામારમાબાઈ આંબેડકરએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલમાનવ શરીરસુવર્ણ મંદિર, અમૃતસરકોદરાપૃથ્વીદશાવતારવિક્રમ સંવતલોકશાહીપૃથ્વી દિવસ૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાશ્રીલંકાશૂર્પણખાજોસેફ મેકવાનમહુવાશ્રીમદ્ રાજચંદ્રપલ્લીનો મેળોસમાજરંગપુર (તા. ધંધુકા)દાહોદવિનોબા ભાવેરાઠવાદશરથનર્મદ સુવર્ણ ચંદ્રકભુચર મોરીનું યુદ્ધધીરૂભાઈ અંબાણીકમ્પ્યુટર નેટવર્કચેતક અશ્વગુણવંતરાય આચાર્યવિરાટ કોહલીબનાસકાંઠા જિલ્લોકાળો ડુંગરકૃષ્ણકુમારસિંહ ગોહીલસરસ્વતી દેવીભારત સરકારપિત્તાશયરમેશ પારેખપ્લાસીની લડાઈપાણીપતનું પહેલું યુદ્ધમોહરમગુજરાત વિધાનસભાગ્રામ પંચાયતગાયકવાડ રાજવંશભારતીય સ્વતંત્રતા ચળવળલજ્જા ગોસ્વામીમૂળરાજ સોલંકીતાપી નદીરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)ચૈત્ર સુદ ૮પટેલનાઝીવાદવાયુનું પ્રદૂષણહેમચંદ્રાચાર્યભાસજ્યોતિષવિદ્યાવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)તારોગિરનારઅકબરના નવરત્નોપાંડુપ્રથમ વિશ્વ યુદ્ધનર્મદઆંતરરાષ્ટ્રીય મહિલા દિનબોટાદ જિલ્લોમોરબીસચિન તેંડુલકરપશ્ચિમ બંગાળસરસ્વતીચંદ્ર🡆 More