અસ્થમા

અસ્થમા અથવા દમ એક બહુ જોવા મળતો રોગ છે જેમાં ફેફસાંના શ્વસનમાર્ગોમાં લાંબા ગાળા માટે સોજો આવે છે.

તેના ફરી ફરીને જોવા મળતા લક્ષણોમાં ફેફસાંમાં સંકોચન અને શ્વાસ રૂંધાવાનો સમાવેશ થાય છે જે મટાડીને પૂર્વવત કરી શકાય છે. તેના અન્ય લક્ષણોમાં શ્વાસ લેતા ગળામાં ઘેરો અવાજ આવવો (સસણી), ખાંસી આવવી, છાતીમાં દબાણ લાગવું, શ્વાસ ટૂંકા થવા વગેરેનો સમાવેશ થાય છે. આવા લક્ષણો એક દિવસમાં એકથી વધુ વારથી લઈને અઠવાડિયામાં કેટલીક વાર સુધીની માત્રામાં જોવા મળી શકે છે. કેટલીક વ્યક્તિઓમાં કસરત કરવાથી કે રાતે આ લક્ષણો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

અસ્થમા વિષે અંગ્રેજીમાં માહિતી આપતો વિડીયો
A round canister above a blue plastic holder
અસ્થમાના હુમલા વખતે આ પ્રકારના ઇન્હેલર વડે સાલબુટામોલનો ચોક્કસ ડોઝ લેવામાં આવે છે.

એવું જણાય છે કે અસ્થમા વિવિધ જનીનિક અને પર્યાવરણીય પરિબળોના સંયોગના લીધે થાય છે. પર્યાવરણીય પરિબળોમાં વાયુ પ્રદુષણની અસર કે અસાત્મતા (એલર્જી) કરતા તત્વોનો સમાવેશ કરી શકાય. કેટલીક દવાઓ પણ આના માટે જવાબદાર હોઈ શકે જેમકે એસ્પીરીન અને બીટા બ્લોકર દવાઓ. રોગના લક્ષણો, સારવારની અસર અને સ્પાયરોમેટ્રિ (શ્વાસ માપવાની પ્રક્રિયા) વડે અસ્થમાનું નિદાન થાય છે. અસ્થમાનું વર્ગીકરણ લક્ષણો દેખાવાનું આવર્તન, ફોર્સ્ડ એક્પીરેટરી વોલ્યુમ ઇન વન સેકંડ (FEV1) અને પીક એક્સપીરેટરી ફ્લો રેટના આધારે કરવામાં આવે છે. તેનું વર્ગીકરણ એટોપિક અને નોન-એટોપિક એમ બે પ્રકારમાં કરવામાં આવે છે. એટોપી એટલે ટાઈપ ૧ હાઈપરસેન્સીટીવીટી (એક ખાસ પ્રકારની એલર્જી જેવી પ્રતિક્રિયા) થવાની સંભાવના.

અસ્થમાનો કોઈ કાયમી ઈલાજ નથી. એલર્જી કરતા તત્વો અને પરિબળોથી દુર રહીને તેને અટકાવી શકાય છે. આ ઉપરાંત કોર્ટીકોસ્ટીરોઈડ લઈને તેને અટકાવી શકાય છે. જો અસ્થમાના લક્ષણો કાબુમાં ન આવતા હોય તો કોર્ટીકોસ્ટીરોઈડ સાથે સાથે લોંગ એક્ટિંગ બીટા એગોનિસ્ટ (Long-acting beta agonists/LABA) અથવા એન્ટી-લ્યુકોટ્રેઈન એજન્ટ્સ પણ આપવામાં આવે છે. ઝડપથી ગંભીર બનતા જતા કિસ્સામાં મુખ દ્વારા શ્વાસ વડે ટૂંકા ગાળામાં પરિણામ આપતા બીટા-૨ એગોનીસ્ટ જેમકે સાલબુટામોલ અને કોર્ટીકોસ્ટીરોઈડ આપવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં નસ દ્વારા કોર્ટીકોસ્ટીરોઈડ અને મેગ્નેશિયમ સલ્ફેટ આપવામાં આવે છે અને અસ્પતાલમાં દાખલ પણ કરવા પડી શકે.

૨૦૧૫માં દુનિયામાં ૩૫ કરોડ ૮૦ લાખ લોકોને અસ્થમા જોવા મળેલ છે જે ૧૯૯૦ના ૧૮ કરોડ ૩૦ લાખના આંકડાથી ઘણો વધારે છે. ૨૦૧૫માં તેનાથી અંદાજે ૩ લાખ ૯૭ હજાર મૃત્યુ થયેલા જેમના મોટા ભાગના વિકાસશીલ દેશોમાં થયેલ હતા. ઘણાં કિસ્સામાં અસ્થમાની શરૂઆત બાળપણમાં થાય છે. ૧૯૬૦ના દાયકાથી અસ્થમાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અસ્થમા અંગે પ્રાચીન ઇજિપ્તના લોકોને ખબર હતી. અંગ્રેજી શબ્દ અસ્થમાના મૂળ ગ્રીક શબ્દ અસ્થમામાં છે જેનો અર્થ ટૂંકા શ્વાસ લેવા એમ થતો હતો.


સંદર્ભો

નોંધો

Tags:

ફેફસાં

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નળાખ્યાન (પ્રેમાનંદ)ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલઝાલાઅભિમન્યુપાર્શ્વનાથયુટ્યુબમાતાનો મઢ (તા. લખપત)પ્રાણાયામમહાવિરામવસ્તી-વિષયક માહિતીઓપ્રત્યાયનપંચતંત્રલેપ્ટોસ્પાઇરોસિસશિખરિણીવાઘરીક્રિકેટનું મેદાનઅખા ભગતપ્રીટિ ઝિન્ટાશામળાજીસરપંચચીપકો આંદોલનચિરંજીવીપાટડી (તા. દસાડા)મહાત્મા ગાંધીનું કુટુંબનિરોધગોળમેજી પરિષદગણેશલોહાણાગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીપુ્ષ્ટિમાર્ગ બેઠકસરદાર સરોવર બંધભારતીય નાગરિકત્વપ્રભાશંકર પટ્ટણીચંદ્રકાન્ત શેઠહેમચંદ્રાચાર્યઆવર્ત કોષ્ટકજલિયાંવાલા બાગ હત્યાકાંડલીમડોભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓભગત સિંહપ્રાણીભારતીય જનતા પાર્ટીજીરુંસમાનાર્થી શબ્દોસુરેન્દ્રનગર જિલ્લોભારતીય ચૂંટણી પંચપ્રમુખ સ્વામી મહારાજક્રિકેટભારતના રાજ્ય વૃક્ષોની યાદીસત્યના પ્રયોગો અથવા આત્મકથાઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરઅકબરધોળાવીરાઅદ્વૈત વેદાંતઐશ્વર્યા રાયરવીન્દ્ર જાડેજાખોડિયારમંત્રગ્રહગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગુજરાત વડી અદાલતનરેશ કનોડિયાસ્વામી વિવેકાનંદશીતપેટીબાહુકનક્ષત્રઔદ્યોગિક ક્રાંતિપ્રજાસત્તાક દિન (ભારત)હીજડાબહુચરાજીરાશીબાબાસાહેબ આંબેડકરમોરબીદક્ષિણબૌદ્ધ ધર્મ🡆 More