લોકલ એરિયા નેટવર્ક

લોકલ એરિયા નેટવર્ક (Local Area Network – LAN) એ મોટેભાગે અંગત માલિકી વાળું અને એક ઓફીસ કે મકાન કે ઘર કે કેમ્પર્સ ના એક થી વધારે ઉપકરણોને નેટવર્ક મીડિયા થકી જોડે છે.

સંસ્થાની જરૂરિયાત પ્રમાણે તેની ટોપોલોજી નક્કી કરાય છે, દા.ત. બે કમ્પ્યુટરો અને એક પ્રિન્ટ ઉપકરણોને જોડતી સાદી ટોપોલોજી કે મોટી કંપનીના નેટવર્કમાં ઓડીઓ-વિડીઓના ઉપકરણો સમાવતી વિસ્તાર વાળી ટોપોલોજી. આ LAN નો વિસ્તાર કેટલાક કી.મી. પુરતો જ હોય છે. LAN નો ડેટા ટ્રાન્સફર રેટ WANની સરખામણીએ ઘણો જ વધારે હોય છે. જુના જમાનામાં ARCNET, Token Ring અને બીજી કેટલાક ધોરણો વપરાતા હતા, આજે ટ્વીસટેડ પૈર કેબલ - ઈથરનેટ અને વાઈ-ફાઈ (WiFi) જેવી સર્વસામાન્ય તકનીકોના ઉપયોગથી LAN બને છે.

ઈતિહાસ

ઈ.સ. ૧૯૬૦ના અંત સુધીમાં વિશ્વવિદ્યાલયો અને સંશોધન કેન્દ્રમાં કમ્પ્યુટરોનો ઉપયોગ વધી ગયો અને તેઓને એકબીજા સાથે જોડી આપે અને ઊંચા દરે ડેટાનું આદાન-પ્રદાન કરી શકે તેવી તકનીકની તાતી જરૂર પડી. Lawrence Radiation Lab તરફથી આવેલા તેમના “ઓક્ટોપસ નેટવર્ક” ના વૃદ્ધિનો રીપોર્ટ ઈ.સ. ૧૯૭૦માં આવ્યો. જે તેમની સ્થિતિનો વ્યવસ્થિત ચિતાર આપતો હતો.

ઈ.સ. ૧૯૭૪માં કેમ્બ્રિજ વિશ્વવિધાલયે કેમ્બ્રિજ રીંગ (Cambridge Ring) બનાવી, પણ તેનો વિકાસ સફળ વ્યાપારી ચીજની જેમ થયો નહિ.

ઇથરનેટનો વિકાસ Xerox PARC કંપનીએ ઈ.સ. ૧૯૭૩-૭૪માં થયો. અને ઈ.સ. ૧૯૭૬માં તેનું U.S. Patent 4,063,220 નામે પેટેન્ટ દર્જ થયું. પછી, આ સીસ્ટમનો વિકાસ PARCમાં થયો, Metcalfe અને Boggs નામના વિજ્ઞાનીઓએ સેમીનાર પેપર “Ethernet Distributed Packet-Switching for Local Computer Netwarks” જાહેર કર્યું.

લોકલ એરિયા નેટવર્ક 
સાદું લેન (LAN)

વધુ જુઓ : ઇથરનેટ

ઈ.સ. ૧૯૭૬માં ડેટાપોઈન્ટ કોર્પોરેશને ARCNET બનાવ્યું અને તેને ૧૯૭૭માં પ્રદશિત કર્યું. ડીસેમ્બર ૧૯૭૭માં ન્યુયોર્કની Chase Manhattan Bankમાં વ્યાપારી ધોરણે તેનું સ્થાપન કરવામાં આવ્યું.

માપદંડોમાં ઉત્ક્રાંતિ

અંગત કમ્પ્યુટર વિકાસ અને પ્રચારની રીતે જોતા આ કમ્પ્યુટરો ૧૯૭૦ના દાયકાની અંતમાં CP/M નામની ઓપરેટીંગ સિસ્ટમ વાપરતા પછીથી તેઓએ ૧૯૮૧ની શરૂઆતમાં DOS આધારિત ઓપરેટીંગ સિસ્ટમ વાપવાની શરૂવાત કરી અને આવા કમ્પ્યુટરોની સંખ્યા પ્રતિદિન વધતી ગઈ. આ સમયે પ્રિન્ટ અને સ્ટોરેજ ઉપકરણો ખુબજ મોઘા હોવાથી તેને વહેલી તકે તેઓને નેટવર્કમાં શેર(સહભાગિતા) કરવા માટે દબાણ થયું આ વિચારને લીધે બજારમાં થોડા વર્ષો ઉતેજના રહી. કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીના પંડિતોએ બાદના આવતા વર્ષને “LANનું વર્ષ” કરવા માટે તલપાપડ હતા.

વ્યવારિક રીતે આ સમયે જોતા, ભૌતિક સ્તરની અસંગતતા અને નેટવર્ક પ્રોટોકોલના અમલીકરણના પ્રશ્નોને લઇ ને આ ખ્યાલને મુલતવી રાખ્યો. ખાસ કરીને, દરેક વિક્રેતા પાસે પોતાનું અલગ નેટવર્ક કાર્ડ, કેબલ, પ્રોટોકોલ અને નેટવર્ક ઓપેરેટીંગ સિસ્ટમ હતી. એના એક ઉકેલ સ્વરૂપે Novell Netwareનામની કપનીએ ઘણીબધી કંપનીના નેટવર્ક સાથે કામ કરી શકે તેવા નેટવર્ક કાર્ડ બનાવ્યા અને બહુવિધ કંપનીના કમ્પાઈલર કરતા વધુ વ્યવહાર દક્ષ ઓપેરેટીંગ સિસ્ટમ બનાવી. Novell Netware કંપનીએ વ્યક્તિગત કમ્પ્યુટરના લેન વેપારમાં પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું જે વર્ચસ્વ ૧૯૮૩ થી લઈને ૧૯૯૦ના મધ્ય સુધી રહ્યું. ત્યારબાદ માઈક્રોસોફ્ટે Windows NT Advance Server અને Windows for Workgroup બનાવીને પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું.

Novell Netware સાથે તુલનાત્મક તકનીકી સ્પર્ધા કરી શકે તેવી એક જ કંપની Banyan Vines હતી પરંતુ, Banyan સફળ થઇ નહિ. Microsoft અને 3Com સરળ નેટવર્કિંગ ઓપેરેટીંગ સિસ્ટમ બનાવવા સાથે કાર્ય શરૂ કર્યું જેના ફળ સ્વરૂપે 3+ Share, Microsoft Manager અને IBM’s LAN Server બન્યા પરંતુ તે ખાસ લોકપ્રિય થયા નહિ.

આ સમયે જુદા જુદા વિક્રેતા તરફથી યુનિક્સ કમ્પ્યુટર વર્કસ્ટેશન (Unix Computer Workstation) નું આગમન થયું. આ વિક્રેતાઓ જેવાકે Sun Microsystem, Hewelett-Packard(HP), Silicon Graphis, Intergraph, NetXT અને Apollo હતા જેમણે TCP/IP ના આધારિત નેટવર્કિંગનો ઉપયોગ કર્યો. આથી તેઓનું બજાર ખુબ જ સીમિત થયું. પ્રભાવશાળી ઈન્ટરનેટને ધ્યાનમાં રાખીને આ તકનીકોનો વિકાસ થવાનો ચાલુ થયો જેથી પ્રારંભિક કમ્પ્યુટરોમાં વપરાતા IPX, Apple Talk, NBF અને બીજા પ્રોટોકોલોનું સ્થાન હવે TCP/IP એ લીધું.

કેબલિંગ

શરૂઆતી LAN કેબલિંગ જુદી-જુદી શ્રેણીના કો-એક્ષેલ કેબલ પર આધારિત હતું. IBMએ ટોકન-રીંગ (Token Ring)ના સ્થાપન દરિમયાન કવચવાળા ટ્વીસટેડ પૈર કેબલનો ઉપયોગ કર્યો. ૧૯૮૪માં સ્ટારલેન(StarLan) માં સાદા કવચવિનાના ટ્વીસટેડ પૈર કેબલ (Cat3) નો ઉપયોગ થયો Cat3-એ સાદો ટેલીફોન વાયર છે. આ આગેવાની હેઠળ 10Base-T (અને તેના અનુગામીઓ) અને માળખાકીય કેબલિંગનો વિકાસ થયો જે આજે પણ LAN કેબલિંગમાં વાપરાય છે. વધારામાં ફાઈબર-ઓપ્ટિક કેબલનો ઉપયોગ વ્યાપારીક એપ્લીકેશનમાં વધી રહ્યો છે. જ્યાં કેબલિંગ શક્ય નથી ત્યાં વાયરલેસ WiFi ઘણું સામાન્ય થઇ ગયું છે જે ઘર કે નાની જગ્યા માટે તે ઉપયુક્ત સાધન છે જે મોબાઈલ, સ્માર્ટફોન વિ. ને પણ નેટવર્કિંગથી જોડે છે.

તકનીકી પાસા

નેટવર્ક ટોપોલોજી નેટવર્ક સેગ્મેન્ટોમાં ઉપકરણોનું જોડાણ કેવી રીતે કરવુ તેનો ખ્યાલ આપે છે. આ ટોપોલોજીના ઘણા પ્રકાર છે જેવાકે, રીંગ(Ring), બસ(Bus), મેશ(Mesh) અને સ્ટાર(Star) ટોપોલોજી. પણ સૌથી સામાન્ય ડેટા લીંક લેયર અને ભૌતિક લેયરનું અમલીકરણ છે જે LANના અમલીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે આ નેટવર્કો આજે સ્વીચ ઈથરનેટથી ઓળખાય છે. જયારે આ બે સ્તરોથી ઉપરના સ્તરોમાં NetBEUI, IPX/SPX, ApplTalk અને બીજા પ્રોટોકોલોનું સ્થાન હવે TCP/IPએ લીધું છે. નાના લેન (LAN) એક કે એકથી વધુ સ્વીચોથી જોડાયેલ ઉપકરણોથી બનેલ છે આ સ્વીચો એક-બીજા સાથે જોડાયેલ હોય છે. તેઓ મોટેભાગે ઈન્ટરનેટ મેળવવા એક રાઉટર, કેબલ મોડેમ કે ADSL મોડેમ જોડે જોડાયેલ હોય છે. મોટા LAN માં એક થી વધારે સ્વીચો એક થી વધારે લીંક થી જોડાયેલ હોય છે (કોઈ એક લીંકમાં અવરોધ આવેતો બીજી લીંકથી ડેટા પ્રસારણ થાય છે) ઉપરાંત સ્પાનીંગ ટ્રી પ્રોટોકોલ (Spanning Tree Protocol) ની મદદથી આ સ્વીચો વચ્ચેના લૂપને નિવારી શકાય છે. તેઓ ડેટાના ટ્રાફિકનું વ્યવસ્થાપન કરવા માટે QoS(Quality of Service) નો ઉપયોગ કરે છે તથા લેનને છૂટી પાડવા આભાસી LAN (VLAN) નો ઉપયોગ થાય છે. મોટા LANમાં અનેકવિધ નેટવર્ક ઉપકરણોનો ઉપયોગ થયેલો હોઈ શકે છે આ ઉપકરણો જેવાકે, સ્વીચ, ફાયરવોલ, રાઉટર, લોડ-બેલેન્સર અને સેન્સર.

સામાન્ય લેન(LAN) બીજી કોઈ લેન(LAN) સાથે જોડાયેલું હોઈ શકે છે તેમાટે તે લીઝ લાઈન(Leased Line) સેવા, ઈન્ટરનેટ માં માધ્યમથી VPN ટનલ વિ. જેવી તકનીકોનો ઉપયોગ કરેલો હોઈ શકે.

સંદર્ભો

Tags:

લોકલ એરિયા નેટવર્ક ઈતિહાસલોકલ એરિયા નેટવર્ક તકનીકી પાસાલોકલ એરિયા નેટવર્ક સંદર્ભોલોકલ એરિયા નેટવર્ક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓજામનગર જિલ્લોરા' નવઘણવિશ્વકર્માક્ષય રોગરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘભારતીય ભૂમિસેનાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસિકલસેલ એનીમિયા રોગઆંકડો (વનસ્પતિ)સમાન નાગરિક સંહિતાખંડકાવ્યઅમદાવાદના દરવાજારામાયણનાં વિવિધ સંસ્કરણોજય શ્રી રામtxmn7ગરુડ પુરાણક્રિકેટકમળોપોરબંદરપ્રાણાયામમોહમ્મદ રફીનરેશ કનોડિયાઝંડા (તા. કપડવંજ)વૈશાખહડકવાચંદ્રમાછલીઘરઇતિહાસસીદીસૈયદની જાળીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાકાલિદાસકાળા મરીરવીન્દ્ર જાડેજાવિદ્યાગૌરી નીલકંઠચામુંડા૦ (શૂન્ય)સત્યયુગમાધવપુર ઘેડઅવકાશ સંશોધનરાજકોટ રજવાડુંગીર કેસર કેરીઆમ આદમી પાર્ટીસલામત મૈથુનભરવાડમહેસાણારસીકરણકલાપીહિંદુ ધર્મભરૂચક્ષત્રિયતત્ત્વતુલા રાશિવલસાડ જિલ્લોકેન્દ્રશાસિત પ્રદેશજન ગણ મનમોહન પરમારભારતમાં આરોગ્યસંભાળઅડાલજની વાવગુજરાતી ફિલ્મોની યાદીબુધ (ગ્રહ)ગુજરાતના તાલુકાઓતકમરિયાંસૌરાષ્ટ્રસોડિયમસંયુક્ત આરબ અમીરાતસંજ્ઞાવૈશ્વિકરણમલેરિયાશિક્ષણનું સમાજશાસ્ત્રપોલીસકાકાસાહેબ કાલેલકરરાણકી વાવરક્તના પ્રકારયજુર્વેદસચિન તેંડુલકર🡆 More