રંજના પ્રકાશ દેસાઈ

રંજના પ્રકાશ દેસાઈ (જન્મ ૩૦ ઓક્ટોબર, ૧૯૪૯) એ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ભારતના સીમાંકન પંચના વર્તમાન વડા છે.

તેઓ અગાઉ મહારાષ્ટ્ર રાજ્યના સરકારી વકીલ હતા, અને સુપ્રીમ કોર્ટમાંથી તેમની નિમણૂક પહેલા બોમ્બે હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્તિ બાદ દેસાઈ ઇન્ડિયન એપેલેટ ટ્રિબ્યુનલ ફોર ઇલેક્ટ્રિસિટીના ચેરપર્સન હતા.

રંજના પ્રકાશ દેસાઈ
જન્મની વિગત૩૦ ઓક્ટોબર, ૧૯૪૯
વ્યવસાયભારતીય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
સક્રિય વર્ષ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૧ – ૨૯ ઓક્ટોબર ૨૦૧૪
જીવનસાથીપ્રકાશ દેસાઈ

જીવન પરિચય

શ્રીમતી દેસાઈનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૪૯ના દિવસે થયો હતો. તેઓ ૧૯૭૦ના વર્ષમાં એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈ ખાતેથી આર્ટસના વિષયોમાં સ્નાતક થયા હતા અને ૧૯૭૩ના વર્ષમાં સરકારી લો કોલેજ, મુંબઈ ખાતેથી કાનૂન (લો)ના વિષયમાં સ્નાતક થયા હતા. તેઓ ૩૦ જુલાઈ ૧૯૭૩ના દિવસેથી કાનૂની વ્યવસાયમાં જોડાયા હતા. ૧૯૭૯ના વર્ષમાં તેમની સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ૧૯૮૬ના વર્ષમાં નિવારક નજરબંધીના મામલા માટે વિશેષ લોક અભિયોજકના રૂપમાં તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ૧ નવેમ્બર ૧૯૯૫ના દિવસે સરકારી અધિવક્તા, બચાવ (અપીલ) પક્ષ, મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના પદ પર નિમાયા હતા અને એપ્રિલ ૧૫, ૧૯૯૬ના રોજ તેમને મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર ૧૩, ૨૦૧૧ના રોજ તેમની નિમણૂક સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના ન્યાયાધીશ તરીકે કરવામાં આવી હતી.

મહત્વના ચુકાદાઓ

૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ, ત્રણ ન્યાયમૂર્તિઓ પી. સાથશિવમ, ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ અને ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ ચુકાસો આપ્યો હતો કે ચૂંટણીમાં "ઉપરોક્ત માંથી કોઇ નહી" ‍(NOTA) વિકલ્પ હોવો જોઇએ. ધીમે-ધીમે આનાથી રાજકીય પક્ષોને સાફ છબી ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવા માટેની ફરજ પડશે. ભારતના ચૂંટણી કમિશને આ ચૂકાદાને તુરંત જ અમલમાં મૂકવા માટે કહ્યું હતું.

સંદર્ભો

Tags:

ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મણીમંદિરચોમાસુંમાઉન્ટ આબુગુજરાત સાહિત્ય સભાનરસિંહ મહેતાવિષ્ણુ સહસ્રનામજ્યોતિબા ફુલેમેઘાલયગુજરાતના પઠાણશ્રીમદ્ ભગવદ્ ગીતારાઈનો પર્વતવાતાવરણકલમ ૩૭૦હાથીઝિંઝુવાડા (તા. દસાડા)ચોટીલાગંગા નદીભાનુબેન બાબરિયાખોડિયારભારતીય રેલઆણંદ જિલ્લોઋષિકેશસ્વામિનારાયણ સંપ્રદાયપાલનપુર તાલુકોવાઘસામાજિક પરિવર્તનવેદાંગકનૈયાલાલ મુનશીતુલસીદુલા કાગસૂર્યનમસ્કારગુજરાતના મુખ્યમંત્રીઓદિલ્હી સલ્તનતગુજરાત દિનસિકલસેલ એનીમિયા રોગપીપરાળા (તા. સાંતલપુર)જ્વાળામુખીગઝલગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'વૃષભ રાશીચિત્તોભાલણકાળકા માતા મંદિર, પાવાગઢસૂર્યમંડળસરદાર સરોવર બંધટાઇફોઇડબજરંગદાસબાપાતિરૂપતિ બાલાજીયુરોપના દેશોની યાદીઅયોધ્યાઝાલાભારતીય જનતા પાર્ટીગણિતશિરડીના સાંઇબાબાનવસારીભારતીય બંધારણ સભાતત્ત્વબોટાદખેડબ્રહ્માધરતીકંપચરોતરચોઘડિયાંસુનીતા વિલિયમ્સસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીયુવા ગૌરવ પુરસ્કારમાનવીની ભવાઇસાબરમતી નદીરા' ખેંગાર દ્વિતીયસાવરકુંડલારાજસ્થાનજંડ હનુમાનકાલિદાસઅવિભાજ્ય સંખ્યાખીમ સાહેબનડીઆદચંપારણ સત્યાગ્રહઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસબ્રાહ્મણ🡆 More