નાથ સંપ્રદાય

નાથ સંપ્રદાય સનાતન ધર્મના મુખ્યત્વે શૈવ માર્ગને અનુસરતો એક સંપ્રદાય છે.

સંસ્કૃત ભાષાના શબ્દ नाथનો અર્થ થાય છે, સ્વામિ, પતિ, ભગવાન, શરણ, વગેરે. નાથ સંપ્રદાય એ સિદ્ધ પરંપરામાં આવતો સંપ્રદાય છે, જેની ઘણી શાખાઓ આજે જોવા મળે છે. નાથ સંપ્રદાયની સ્થાપના ગુરૂ મત્સ્યેન્દ્રનાથે કરી હતી અને તેનો વધુ વિકાસ તેમના પટ્ટ શિષ્ય ગોરખનાથના સમયમાં થયો. આ બંને યોગીઓને તિબેટન બૌદ્ધ ધર્મમાં મહસિદ્ધ તરિકે પૂજવામાં આવે છે, અને તેમને મહાન શક્તિઓ અને પરમ આધ્યાત્મ પામેલા ગણાવાય છે.

નાથ સંપ્રદાય
નાથ સંપ્રદાયના નવનાથ

કળયુગના પ્રારંભ સમયે ભગવાન રમાપતિ એ કળયુગની યાતનાઓ અને અસરોમાં પૃથ્વી પર થનારી આપત્તિઓના નિરાકરણ અર્થે ઉપાયો વિચારવા યોગીઓમાં શ્રેષ્ઠ એવા નવ નરાયણોનેે આમંત્રણ પાઠવી બોલાવ્યા. આ નવ નારાયણો ભગવાન વિષ્ણુના અવતારો છે. સભા મંડપમાં સૌને સુવર્ણાસન આપી ભગવાન દ્રારકાધિશે ષોડોપચારથી પૂજન કર્યુ. નવે નવ નારાયણો જેમાં, પ્રથમ કવિ નારાયણ, બીજા હરિ નારાયણ, ત્રીજા અતિ ચતુર એવા અંતરિક્ષ નારાયણ, ચોથા મહા બુદ્ધિશાળી એવા પ્રબુદ્ધ નારાયણ, પાંચમાં પિપ્પલાયન મહારાજ, છઠ્ઠા આવિર્હોત્ર નારાયણ. સાતમાં દ્રુમિલ નારાયણ, આઠમાં ચમસ નારાયણ અને નવમાં કરભાજન નારાયણ.

અત્યંત ભાવવિભોર થઈ કવિ નારાયણે ભગવાન ને પ્રશ્ન કરી તેમને બોલાવવાનું પ્રયોજન પૂછ્યું. આથી દ્રારકાધિશ ભગવાને કહ્યું કે, પૃથ્વી ઉપર કળીયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એના પ્રભાવ સ્વરૂપે અનેક આધિ વ્યાધિ-ઉપાધિઓ જનસમુહને ધેરી વળશે. કષ્ટદાયક આપત્તિઓ આતંક ફેલાવશે. આથી મારા મનમાં આ કલીકાલથી ત્રસ્ત ધરતીને સાંત્વન અને સહાય આપવા પૃથ્વી ઉપર અવતાર લેવાની ઈચ્છા છે. માટે તમે સૌ મારી સાથે પૃથ્વી પર અવતાર ધારણ કરો. ભગવાન દ્રરકાધિશના વચનો સાંભળી અત્યંત ભાવ પૂર્વક નવ નારાયણોએ અવતાર દિક્ષા ગ્રહણ કરી, ક્યા નામે, ક્યા સ્થળે અવતાર ધારણ કરવો અને એના લક્ષણો તથા કાર્યો વિષે ભગવાન ને પૂછ્યું. આથી ભગવાને કવિ નારાયણને પૃથ્વી ઉપર મત્સ્યેન્દ્રનાથ તરીકે અવતાર ધારણ કરવા કહ્યું. હરી નારાયણે ગોરક્ષનાથ તરાકે મત્સ્યેન્દ્રનાથના શિષ્ય તરીકે જન્મ લેવા અ્ને જનહિતાર્થે નાથપંથની સ્થાપના કરવા કહ્યું. ત્રીજા અંતરિક્ષ નારાયણને જાલંધરનાથ તરીકે, ચોથા પ્રબુદ્ધ નારાયણે જાલંધરનાથના શિષ્ય બની કાનિફનાથ તરીકે, પાંચમાં પ્પિપલાયમ નારાયણને ચરપટીનાથ, છઠ્ઠા અવિહોત્ર નારાયણને નાગેશનાથ નામે, સાતમાં દ્રુમિલ નારાયણને ભર્તૃહરિનાથ નામે, આઠમાં ચમસ નારાયણને રેવણનાથ નામે, અને નવમાં કરભંજન નારાયણને ગહેનીનાથ નામે આવકાર ધારણ કરી જગમાં પ્રસિદ્ધ થવા ભગવાને આદેશ કર્યો. ભગવાને પોતે પણ જ્ઞાનદેવ તરીકે અવતાર લેવાની જાણ કરી.

ભગવાને સવિશેષ જાણકારી આપતા કહ્યું કે, મહાદેવ નિવૃતિ નામે અવતાર ધારણ કરશે અને સત્યનાથ બ્રહ્મા સોપાનદેવ તરીકે પ્રગટ થશે. જ્યારે યોગમાયા મુક્તાબાઈ નામે અવતરશે. હનુમાનજી રામદાસ નામે પ્રસિદ્ધ થશે. જ્યારે કુબજાદાસી જનાબાઈ નામે પ્રખ્યાત થશે. વાલ્મિકી મૂનિ જયદેવ તરીકે પ્રગય થશે. મારો દાસ ઉદ્ધવ નામદેવ તરીકે , જાંબુવન નરહરી તરીકે અને મારા વડિલ બંધુ બલરામ પુંડરીક તરીકે જન્મ ધારણ કરી ઓળખાશે. બધાએ ભોગા મળી બહુજનહિતાય ભક્તિમાર્ગનું મહાત્મય અને મહત્વ વધારવાનું કાર્ય કરવાનું છે. ભગવાન દ્વારકાધિશે નવેય નારાયણોને જન્મ વિશેની કાર્ય-કારણ-સાંભવ નીતિ રીતિ, અંગે શ્રી વ્યાસમૂનિએ ભવિષ્ય પુરાણમાં સવિસ્તાર આલેખી હોવાનું કહી તોમના સૂચન અને સંકેત પ્રમાણે યથા સ્થળે. યથા કાળે જીવદશા પ્રાપ્ત કરવા કહ્યું.

ભવિષ્ય પુરાણ અનુસાર પહેલા અઠ્યાસી હજાર ઋષિઓ વિધિ વિર્યથી સંકેત અનુસરી નિર્વાણ પામ્યા. અમાંનું કેટલુંક વિર્ય પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે પડ્યું. જેમાથી જુદા જુદા પ્રકારે જીવો જન્મ્યા. આમાના એક ઉપરિચરવસુ નામે મૂનિ એકવાર વિમાન માર્ગે ઉડ્ડયન કરી રહ્યાં હતાં, ત્યારે તમના જોવામાં એક અતિ સુંદર સ્વરૂપવાન સ્વર્ગની અપ્સરા ઉર્વશી આવી. જેને જોઈ કામવશ એમના વિર્યનું સ્ખલન થયું. જે પૃથ્વી સ્થિત દર્ભના ઝૂંડો ઉપર પડતા ત્રણ ભાગ થયા. જેમાથી બે ભાગ પડિયામાં અને એક ભાગ યમુના નદીના જળમાં પડ્યો. પડિયામાં પડેલા બે ભાગના વિર્ય માંથી દ્રોણનો જન્મ થયો, જ્યારે નદીના જળમાં પડેલા એક ભાગના વિર્યને એક માછલી ગળી ગઈ. જેમાંથી મત્સ્યેન્દ્રનાથનો જ્ન્મ થયો. આમાં માછલીના ઉદરમાંથી જન્મેલા કવિ નારાયણ મત્સ્યેન્દ્રનાથ અથવા મચ્છેન્દ્રનાથ જગતમાં પ્રસિદ્ધિ પામ્યા. એમણે નાથ સંપ્રદાયની સ્થાપના કરી, બીજા આઠ નાથેમળી પંથનો પ્રચાર પ્રસાર કર્યો.

સંદર્ભો

Tags:

ગોરખનાથમત્સ્યેન્દ્રનાથસંસ્કૃત ભાષાહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માનવ શરીરનવરાત્રીકોણાર્ક સૂર્ય મંદિરકેન્દ્રશાસિત પ્રદેશદાસી જીવણરામનારાયણ પાઠકઉત્તરાખંડપંડિત ઓમકારનાથ ઠાકુરખોડિયારગોવારાવજી પટેલવાઘમહિનોગણિતરાવણકેદારનાથહિમાલયબરવાળા તાલુકોગુજરાતવડાપ્રધાનગુજરાતના શક્તિપીઠોરાજપૂતઉપરકોટ કિલ્લોતારક મેહતા કા ઉલ્ટા ચશ્માદૂધકસૂંબોવલસાડ તાલુકોઓમકારેશ્વરસંગણકપ્રમુખ સ્વામી મહારાજસાઇરામ દવેઇ-કોમર્સબાળાજી બાજીરાવભારતીય રેલનળાખ્યાન (પ્રેમાનંદ)સોનુંઉંબરો (વૃક્ષ)કેન્સરઉત્તરવાહિની નર્મદા પરિક્રમાપારસીપુરાણજહાજ વૈતરણા (વીજળી)કલમ ૩૭૦ચેસવિક્રમ સંવતભૂમિતિઆરઝી હકૂમતકમળોપશ્ચિમ બંગાળશાકભાજીભૂતાનવિશ્વની અજાયબીઓ૧૮૫૭ની ભારતીય ક્રાંતિપ્રાચીન ઇજિપ્તભાવનગર જિલ્લોવરૂણહનુમાન ચાલીસાદ્વારકામહાત્મા ગાંધીનું કુટુંબકર્ણકળિયુગગરબાડાંગ જિલ્લોસુનીતા વિલિયમ્સપર્યટનનોર્ધન આયર્લેન્ડસુશ્રુતગુજરાતી લિપિવિશ્વકર્માજ્યોતિષવિદ્યાબજરંગદાસબાપાજુનાગઢ શહેર તાલુકોવાલ્મિકીક્ષય રોગવર્ણવ્યવસ્થાવિશ્વ વન દિવસધીરુબેન પટેલ🡆 More