કલમ ૧૪૪

કલમ ૧૪૪ એ ભારતીય દંડ સંહિતાની ઇ.સ.

૧૯૭૩માં લાગુ પડાયેલી કલમ છે, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઉપદ્રવ અથવા સંભવિત ખતરાના મામલાઓમાં તાત્કાલિક અસરથી તાકીદના પગલાં ભરવાની સત્તા આપે છે. કલમ ૧૪૪નો વ્યાપ વિશાળ છે, છતાં તે મોટાભાગે ત્રણ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવા માટે વપરાય છે. કલમ ૧૨૯ મુજબ તે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ સ્ટેશન હેઠળના પોલીસ કર્મચારીઓને, ગેરકાયદેસર રીતે ભેગા થયેલા વ્યક્તિઓને વિખેરી નાખવાની સત્તા આપે છે. કલમ ૧૩૦ આવા કોઇપણ ગેરકાયદેસર ટોળાંને વિખેરી નાખવા માટે સશસ્ત્ર સેનાની સહાય મેળવવાની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રિટેટને સત્તા આપે છે. કલમ ૧૩૧ મુજબ સેનાના કોઇપણ રાજપત્રિત અધિકારીને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશ વિના પણ હિંસક/ખતરનાક બનતા ટોળાં ઉપર શસ્ત્રનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. (જોકે તે માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને શક્ય એટલી ઝડપે જાણ કરવી જરૂરી છે.)

ભારતીય કાયદા મુજબ ગેરકાયદેસર રીતે ભેગા થવાની વ્યાખ્યા કલમ ૧૪૧માં વર્ણવેલી છે. આ કલમ મુજબ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ જો નીચેના સંજોગોમાં ભેગી થાય તો તે ગેરકાયદેસર કહેવાય છે:

  1. ગેરકાયદેસર, કેન્દ્રીય અથવા રાજ્ય સરકાર અથવા સંસદ અથવા કોઇપણ રાજ્યના ન્યાયિક અથવા જાહેર ક્ષેત્રના અધિકારીને ડરાવવો અથવા ધમકી આપવી;
  2. કોઇ કાયદા અથવા કાયદાકીય પ્રક્રિયાનો વિરોધ કરવો;
  3. ગેરકાયદેસર પ્રવેશ અથવા અન્ય ગુન્હો કરવો;
  4. ગેરકાયદેસર રીતે માલ-મિલ્કતનો કબ્જો લેવો, અન્ય વ્યક્તિઓને માલ-મિલ્કત પર કબ્જો જમાવવો;
  5. બળજબરીપૂર્વક અન્ય વ્યક્તિ પાસે ગેરકાયદેસર કામ કરાવવું અથવા કાયદેસરનું કામ કરતા રોકવું.

કલમ ૧૪૬ મુજબ 'તોફાનો' માટે ગેરકાયદેસર ભેગાં થયેલા ટોળાંના તમામ સભ્યો જવાબદાર છે, જ્યારે તે ટોળાંનો હેતુ સમાન હેતુ માટે બળ અથવા હિંસાનો ઉપયોગ કરે.

કલમ ૧૪૧-૧૪૯ના વિભાગો મુજબ તોફાનો માટેની મહત્તમ સજા ૩ વર્ષની જેલ અને/અથવા નાણાંકીય દંડ છે. ટોળાંનો દરેક સભ્ય ટોળાંએ કરેલા ગુન્હા માટે જવાબદાર ગણી શકાય છે. ટોળાંને વિખેરી નાખતા અધિકારીને અટકાવવા માટે વધુ સજાની જોગવાઇ છે.

ઇ.સ. ૧૮૬૧માં અધિકારી રાજ-રત્ન ઇ.એફ. ડેબૂએ કલમ ૧૪૪ ઘડી કાઢી હતી, જે વડે બરોડા રાજ્યમાં ગુન્હાઓમાં ઘટાડો થયો હતો. તેમના આ કાર્ય માટે ગાયકવાડ મહારાજાએ તેમને સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો હતો.

સંદર્ભ

Tags:

ટોળુંભારતીય દંડ સંહિતા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭આંકડો (વનસ્પતિ)ગુજરાતના જિલ્લાઓપાળિયાઅટલ બિહારી વાજપેયીભરવાડHIV/AIDS વિશે ગેરમાન્યતાઓખેતીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનગર્ભાવસ્થાબોટાદ જિલ્લોપૃથ્વીરાજ ચૌહાણબારડોલીલોકસભાના અધ્યક્ષમધ્ય ઝોન, અમદાવાદ શહેરગુરુ (ગ્રહ)દિવ્ય ભાસ્કરઆખ્યાનભારતગૌતમજહાજ વૈતરણા (વીજળી)ખરીફ પાકઉદયપુરકાંકરિયા તળાવઇશાવાસ્ય ઉપનિષદભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસોમનાથગંગાસતીકબડ્ડીચીનનો ઇતિહાસહિંદુ ધર્મલેઉવા પટેલહોમિયોપેથીખલીલ ધનતેજવીપવનગામપાલીતાણાવાવ તાલુકોઆહીરઆણંદ લોક સભા મતવિસ્તારઓઝોન સ્તરજગદીશ ઠાકોરગુજરાત સલ્તનતઇસ્લામીક પંચાંગછાણીયું ખાતરભારતીય બંધારણ સભાકબજિયાતતાલુકા વિકાસ અધિકારીતકમરિયાંબાજરીભુચર મોરીનું યુદ્ધથરાદ તાલુકોદિયોદરવ્યાસગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)દ્રૌપદીમહમદ અલી ઝીણાકાંકરેજ તાલુકોહૈદરાબાદકોમ્પ્યુટર વાયરસઅમિત શાહગુજરાતની વસતીગણતરી ૨૦૧૧કાલિદાસસિતારશામળાજીઆવર્ત કોષ્ટકયોગ (મનોશારીરીક જીવનશૈલી)ગુજરાતબીલીભારતીય રેલજિજ્ઞેશ મેવાણીવાવ, બનાસકાંઠા જિલ્લોઈન્દિરા ગાંધીહવામાન🡆 More