જયદ્રથ

દુર્યોધનની બહેન દુશલાનો પતિ જયદ્રથ (સંસ્કૃત: जयद्रथ) સિંધુ દેશનો રાજા હતો.

શિવજીનું વરદાન

જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને તેને જીવતો પકડી પાડે છે. યુધિષ્ઠિર તેની હત્યા થતી રોકે છે પણ તેને બંદી બનાવી લે છે અને ભીમ તેનું મુંડન કરી દે છે. પોતાના આવા અપમાનનો બદલો લેવા જયદ્રથ શિવની તપસ્યા કરે છે તેમને પ્રસન્ન કરે છે અને પાંડવોને હરાવવાનું વરદાન માંગે છે. શિવજી કહે છે કે તે અશક્ય છે, પણ તેને એવું વરદાન આપે છે જે થકી તે અર્જુન (જે શ્રી કૃષ્ણ દ્વારા સંરક્ષિત હતો) સિવાયના અન્ય પાંડવોને એક દિવસ સુધી રોકી શકે.

ભલે શિવજી તેમના ભક્તોને રાક્ષસ અસુર કે અન્ય કોઈ દુષ્ટ ઉદ્દેશવાળા (જેમ કે જયદ્રથ)ની પણ તપસ્યાને વ્યર્થ નથી જવા દેતાં અને વરદાન આપે છે, પણ તે સાથે જ તેઓ ધર્મને બચાવવાના રસ્તા પણ શોધી લે છે અને અસત્યને સત્ય પર વિજયી થવા નથી દેતા. છેવટે અર્જુન જયદ્રથની હત્યા કરે છે અને એ વાત સિદ્ધ થાય છે કે જેના પક્ષે ધર્મ છે શિવજી તેની રક્ષા કરે છે.

અર્જુનનો પ્રતિશોધ

અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે જો તે જયદ્રથને મારવામા અસમર્થ રહેશે તો દિવસને અંતે અગ્નીસ્નાન કરશે. દિવસના યુદ્ધ દરમ્યાન અર્જુને સમસ્ત અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો. દિવસના અંતે સૂર્ય અસ્ત થવામાં હતો અને જયદ્રથ સુધી પહોંચવા અર્જુને હજારો લડવૈયાને પાર કરવાના હતાં. મિત્રની આવી સ્થિતિને જાણી શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી સૂર્ય ગ્રહણ કરાવ્યું. આથી (અવાસ્તવિક) સૂર્યાસ્ત જેવું વાતાવરણ થયું. સૂર્યાસ્ત થતાં અર્જુનની હાર અને તેની અટલ આત્મહત્યાથી કૌરવો ખુશ થઈ ઉઠ્યા અને તેના આનંદમાં જયદ્રથને તેના છૂપા સ્થાનેથી બહાર કાઢ્યો. પ્રભુના કહેવાથી અર્જુને શક્તિશાળી તીરથી જયદ્રથ ને વીંધી નાખ્યો.

જયદ્રથના દુષ્ટ પાપાચારી પિતાએ તેને વરદાન આપ્યું હતું કે જે વ્યક્તિ થકી તેનું માથું ધરા પર પડશે તેનું માથું ફાટી તત્કાલ મૃત્યુ થશે. જ્યારે અર્જુને જયદ્રથનું માથું ધડથી જુદું કર્યું ત્યારે આ વરદાન દ્વારા તેનું મૃત્યુ પણ નક્કી હતું પણ કૃષ્ણ વચ્ચે પડ્યાં અને તરત જ અર્જુનને અન્ય તીર ચલાવવા કહ્યું જેથી તેનું કપાયેલ માથું આશ્રમમાં ધ્યાનસ્થ તેના પિતાના જ ખોળામાં પડે. અર્જુને એક સાથે ત્રણ તીર ચલાવ્યાં જે જયદ્રથના કપાયેલા માથાંને તેના પિતાના ખોળાં સુધી લઈ ગયાં. જ્યારે તેમનું ધ્યાન પુરૂં થયું અને તેઓ ઊભા થયાં તેમણે તે માથું ન જોયું અને તે ધરા પર પડી ગયું. આથી તેમનું જ માથું ફાટી ગયું.

આ કથાની અન્ય આવૃત્તિ

(મૃત્યુંજય માંથી)

જ્યારે અર્જુને જયદ્રથને બીજે દિવસે સૂર્યાસ્ત પહેલાં મારવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે કૃષ્ણ વિચારમાં પડ્યાં કે આ વાત શક્ય કેમ બનાવવી. તેમણે જ્યોતિષીને બોલાવ્યાં અને ખાત્રી કરી લીધી કે બીજે દિવસે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ હતું. અર્જુનની પ્રતિજ્ઞા જાણી કૌરવોએ અર્જુનને જયદ્રથથી દૂર રાખવા વિશાળ સેનાની પાછળ રાખ્યો. અર્જુને ઘણા સૈનિકોને માર્યાં પરંતુ હજુ ઘણા અક્ષૌહિણી સૈનિકો સામે હતાં. ગ્રહણ સમયે આકાશમાં અંધારું થઈ ગયું બધાને લાગ્યું કે સૂર્ય આથમી ગયો છે. પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે અર્જુન અગ્નિસ્નાન કરવા તૈયાર થયો. કૌરવોએ જયદ્રથને અર્જુનના આત્મવિલોપનના સમાચાર આપ્યા. આ શુભ સમાચાર સાંભળી અર્જુનના મૃત્યુને જોવા જયદ્રથ લોકોના ટોળાંમાંથી માર્ગ કરતો આગળ આવ્યો. જ્યારે જયદ્રથ આવ્યો ત્યારે કૃષ્ણે સૂર્યને ગ્રહણમાંથી બહાર આવતો દેખાડી સૌને આશ્ચર્ય પમાડ્યું. શ્રી કૃષ્ણ દ્વારા ચેતવાયેલા અર્જુને તુરંત પોતાના તીર કમઠાં સંભાળ્યા અને જયદ્રથનું માથું વાઢી લીધું.

અંતિમ કાળ

કુરુક્ષેત્રના યુદ્ધ પછી સિંધુ સેના યુધિષ્ઠીરને રાજા તરીકે સ્વીકારવા તૈયાર ન થઈ ત્યારે અર્જુન તે સેના સામે લડ્યો. જ્યારે દુશાલા (તેની પિત્રાઈ બહેન) બહાર આવી તેના પુત્ર અને ભાવી રાજાનું જીવતદાન માંગે છે ત્યારે અર્જુન યુદ્ધ રોકે છે અને દયા દાખવે છે.

Tags:

જયદ્રથ શિવજીનું વરદાનજયદ્રથ અર્જુનનો પ્રતિશોધજયદ્રથ અંતિમ કાળજયદ્રથસંસ્કૃત ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉમરગામ તાલુકોગુજરાતી સામયિકોચક દે ઇન્ડિયાસાયમન કમિશનશ્યામજી કૃષ્ણ વર્માચાવડા વંશકુદરતી આફતોજસ્ટિન બીબરભૂપેન્દ્ર પટેલવૃશ્ચિક રાશીબાવળઉપરકોટ કિલ્લોવિદુરદલપતરામચેસસ્વચ્છતાછોટાઉદેપુર જિલ્લોમહાવીર સ્વામીસુએઝ નહેરબહુચર માતાઑડિશાશહેરીકરણકલાહોળીબિરસા મુંડાચીપકો આંદોલનદક્ષિણ ગુજરાતઅભિમન્યુઉત્તરાખંડઆર. કે. નારાયણભરત મુનિભારતના રાજ્ય ફૂલોની યાદીશેર શાહ સૂરિમગફળીદાહોદબેંકભારતીય રેલઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસચાભારતનો રાષ્ટ્રધ્વજઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનહોમિયોપેથીલજ્જા ગોસ્વામીગુજરાતી લોકોહનુમાનહમીરજી ગોહિલજવાહરલાલ નેહરુસુશ્રુતવસ્તીભાભર (બનાસકાંઠા)જસતતાપી જિલ્લોસિંધુ ખીણની સંસ્કૃતિવર્ણવ્યવસ્થાચીનહરડેરામખરીફ પાકગુજરાત વિધાનસભાભારતીય ધર્મોરતન તાતાજયંતિ દલાલકમ્બોડિયામકાઈક્ષેત્રફળમદનલાલ ધિંગરાઝવેરચંદ મેઘાણીસત્યના પ્રયોગો અથવા આત્મકથાપાવાગઢફિરોઝ ગાંધીગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોમટકું (જુગાર)પુરાણમિથુન રાશીકબૂતરગૌતમ બુદ્ધસામાજિક મનોવિજ્ઞાન🡆 More