ટેસી થોમસ

ટેસી થોમસ (જન્મ એપ્રિલ ૧૯૬૩) એ એક ભારતીય વૈજ્ઞાનિક, એરોનોટિકલ સિસ્ટમ્સના ડિરેક્ટર જનરલ અને અગ્નિ-IV મિસાઇલના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના ભૂતપૂર્વ પ્રોજેક્ટ ડિરેક્ટર છે.

ભારતમાં મિસાઈલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર તેઓ પ્રથમ મહિલા વૈજ્ઞાનિક છે.

ટેસી થોમસ
ટેસી થોમસ
જન્મની વિગતએપ્રિલ ૧૯૬૩
એલપ્પી (અલપ્પુળા), કેરળ
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી. ટેક. ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલીજ, થ્રીશુર, એમ. ટેકઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્મામેન્ટ ટેક્નોલોજી, પુણે (હવે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી
વ્યવસાયવૈજ્ઞાનિક, ડી. આર. ડી. ઓ.
સક્રિય વર્ષો૧૯૮૮ – હાલે
નોંધપાત્ર કાર્ય
અગ્નિ મિસાઈલ (અગ્નિ-IV) ના પ્રોજેક્ટ ડાયરેક્ટર
પદવૈજ્ઞાનિક
જીવનસાથીસરોજ કુમાર
સંતાનોતેજસ

પ્રારંભિક જીવન

ટેસી થોમસનો જન્મ એપ્રિલ ૧૯૬૩માં કેરળના અલાપ્પુળામાં સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેમનું નામ મધર ટેરેસા (ટેસી ટેરેસા અથવા ટ્રેશિયા પરથી)ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેમના પિતા IFS અધિકારી હતા કે નાના વેપારી કે એકાઉન્ટન્ટ હતા, તે અંગે વિરોધાભાસી માહિતી છે. જ્યારે તેઓ ૧૩ વર્ષના હતા ત્યારે તેમના પિતાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો જેના કારણે તેમને જમણી બાજુનો લકવો થઈ ગયો હતો. તેમની માતા એક શિક્ષિકા હતી, આટલી વિકટ પરિસ્થિતિમાં પરિવારની સંભાળ રાખવા માટે તેઓ નોકરી છોડી ઘરની સંભાળ રાખવા ઘેર જ રહ્યા.

તેઓ થુમ્બા રોકેટ લોન્ચિંગ સ્ટેશનની નજીક ઉછર્યા હતા અને કહેવાય છે કે ત્યારથી જ તેમને રોકેટ અને મિસાઈલ પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થયું. તેઓ ઉડતા વિમાનને અજાયબીથી જોઈ ઉત્તેજિત થઈ જતા હતા.

તેમને ચાર બહેનો અને એક ભાઈ છે. તેઓએ એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે તેમના માતાપિતા એ વાતની ખાતરી રાખતા કે તેમના બાળકોને યોગ્ય શિક્ષણ મળે અને છ ભાઈ-બહેનોને તેમની પોતાની રુચિના વિષયમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરતા જેથી તેઓ તે ક્ષેત્રમાં નિપુણ બની શકે. તેમના બે ભાઈ-બહેન એન્જિનિયર છે જ્યારે બીજાએ એમ.બી.એ. કર્યું છે.

તેમણે પોતાના વ્યક્તિગત વિકાસ માટે તેમના વતન અને માતાને શ્રેય આપ્યો છે. “હું મારા બેકયાર્ડ તરીકે કેરળના સુંદર બેકવોટર પાસે ઉછરી છું. હું માનું છું કે કુદરત તમને શક્તિ અને સારા વિચારો આપે છે. કોઈના વિકાસમાં કુદરતની શક્તિને નકારી શકાય નહીં." પોતાની માતા વિશે તેમણે કહ્યું છે કે, "મારી માતાને કામ કરવાની મંજૂરી ન હતી આથી તેમની માટે અમારી સંભાળ રાખવાનું કામ અઘરું રહ્યું હશે. તેમ છતાં તેમણે એ વાતની ખાતરી રાખીકે તેમના પાંચ પુત્રીઓ અને એક પુત્રનું શિક્ષણ સારું રહે. . . . અને ચોક્કસ રીતે તેમની મજબૂત ઇચ્છા શક્તિ મને વારસામાં મળી છે. હું મારી માતાની જેમ જ દૃઢ અને કૃત નિશ્ચયી છું.

શિક્ષણ

તેમણે એલેપ્પી (અલપ્પુળા)ની સેન્ટ માઈકલ હાયર સેકન્ડરી સ્કૂલ અને સેન્ટ જોસેફ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં શાલેય અભ્યાસ કર્યો હતો. તેમને ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયો પ્રત્યે તેમને નૈસર્ગિક લગાવ હતો. તેમણે શાળામાં તેના ૧૧મા અને ૧૨મા વર્ષમાં ગણિતમાં સો ટકા ગુણ મેળવ્યા હતા. તે જ વર્ષોમાં તેમણે વિજ્ઞાનમાં પણ પંચાણુ ટકાથી વધુ ગુણ મેળવ્યા હતા.

તેણીએ રૂ. ૧૦૦ ની એજ્યુકેશન લોન લીધી હતી. સરકારી એન્જિનિયરિંગ કૉલેજ, થ્રિશુરમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તરફથી તેમણે દર મહિને ૧૦૦ રૂ. ની એક શિષ્યવૃત્તિ પણ મેળવી હતી. આ લોને તેમને હોસ્ટેલમાં રહી બી. ટેકનોાઅભ્યાસ કરવાની હિંમત આપી.

શાળા અને કૉલેજ બંનેમાં થોમસ રાજકીય મુદ્દાઓ સહિત અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા. તેમએ રમતગમતમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો, ખાસ કરીને બેડમિન્ટનમાં ક્ષેત્રની તેમની ઇતર પ્રવૃત્તિને ઘણી નામના મળી.

તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્મામેન્ટ ટેક્નોલોજી, પુણે (હવે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી તરીકે ઓળખાય છે)માંથી ગાઇડેડ મિસાઇલમાં એમ. ટેકની પદવી મેળવી છે. તેમણે ઓપરેશન મેનેજમેન્ટમાં એમ. બી. એ. અને અને ડી. આર. ડી. ઓ. હેઠળ ગાઈડેડ મિસાઈલ માં પી. એચ. ડી. પણ કર્યું છે.

કારકિર્દી

ટેસી થોમસ ૧૯૮૮ માં ડી. આર. ડી. ઓ. માં જોડાયા, ત્યાં તેમણે નવી પેઢીના બેલિસ્ટિક મિસાઇલ - અગ્નિની ડિઝાઇન અને તેના વિકાસ પર કામ કર્યું. ડો. એ. પી. જે. અબ્દુલ કલામ દ્વારા અગ્નિ પ્રોજેક્ટ માટે તેમની નિયુક્તી કરવામાં આવી હતી. આ સાથે, તેઓ 3,000 કિ. મી. મર્યાદાના અગ્નિ-III પ્રોજેક્ટના સહતોગી નિર્દેશક હતા. મિશન અગ્નિ IV માં તેઓ પ્રોજેક્ટ ડિરેક્ટર બન્યા આ મિસાઈલનું ૨૦૧૧ માં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાછળથી, તેમને ૫૦૦૦ કિમી મર્યદાના અગ્નિ-V પ્રોજેક્ટના નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા  આ મિસાઈલનું ૧૯ એપ્રિલ ૨૦૧૨ ના દિવસે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૮ માં, તેઓ ડી. આર. ડી. ઓ. ના એરોનોટિકલ સિસ્ટમ્સના ડિરેક્ટર-જનરલ બન્યા.

તે ઈન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ (INAE), ઈન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ-ઈન્ડિયા (IEI) અને ટાટા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (TAS) જેવા વિવિધ વિશ્વવિદ્યાલયોમાં ફેલો છે.

અંગત જીવન

તેમણે ભારતીય નૌકાદળના કમાન્ડર સરોજ કુમાર સાથે લગ્ન કર્યા છે અને તેમને તેજસ નામનો એક પુત્ર છે.

પુરસ્કારો

તેમને મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે તેમના યોગદાન બદલ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

તેમને ૨૦૧૮ માં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ - ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, જયપુર (FMS-IRM) ખાતે ડૉ થોમસ કેંગન લીડરશીપ ઍવોર્ડ પણ મેળવ્યો હતો.

આ પણ જુઓ

  • અગ્નિ (મિસાઇલ)
  • અગ્નિ-1
  • અગ્નિ-2
  • અગ્નિ-3
  • અગ્નિ-4
  • અગ્નિ-5
  • ડીઆરડીઓ

સંદર્ભ

બાહ્ય લિંક્સ

Tags:

ટેસી થોમસ પ્રારંભિક જીવનટેસી થોમસ શિક્ષણટેસી થોમસ કારકિર્દીટેસી થોમસ અંગત જીવનટેસી થોમસ પુરસ્કારોટેસી થોમસ આ પણ જુઓટેસી થોમસ સંદર્ભટેસી થોમસ બાહ્ય લિંક્સટેસી થોમસભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હસ્તમૈથુનવાતાવરણધીરૂભાઈ અંબાણીસામાજિક વિજ્ઞાનક્રોહનનો રોગકેરીશાંતિભાઈ આચાર્યનાટ્યકલાગુપ્ત સામ્રાજ્યગંગા નદીહોકીરાવણનરેશ કનોડિયામરાઠા સામ્રાજ્યહોકાયંત્રચામુંડાપાવાગઢજુનાગઢ જિલ્લોસંસ્કૃતિવેરાવળથૉમસ ઍડિસનકલાપીવિભીષણપ્રદૂષણહનુમાન મંદિર, સાળંગપુરઝંડા (તા. કપડવંજ)એપ્રિલગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)ચાલ જીવી લઈએ! (ચલચિત્ર)ઝૂલતા મિનારાવલ્લભી વિશ્વવિદ્યાલયકળિયુગઅભિમન્યુકેરમગોળ ગધેડાનો મેળોહાફુસ (કેરી)હૃદયરોગનો હુમલોસત્યના પ્રયોગો અથવા આત્મકથામુહમ્મદસંયુક્ત રાષ્ટ્રસંઘગુજરાત વિધાનસભાનક્ષત્રઅડાલજની વાવકેનેડાસિંધુ ખીણની સંસ્કૃતિઑસ્ટ્રેલિયાદમણતુલા રાશિભારતમાં પરિવહનભરવાડમહાવીર સ્વામીગુજરાત સમાચારરુદ્રમહાલય (સિદ્ધપુર)નરસિંહ મહેતાકલાજાપાનનો ઇતિહાસવર્ષા અડાલજાચંદ્રયાન-૩કાદુ મકરાણીઆંગળીલક્ષ્મી વિલાસ મહેલકાચબોવાઘજહાજ વૈતરણા (વીજળી)પ્રમુખ સ્વામી મહારાજનાટ્યશાસ્ત્રઇસ્લામીક પંચાંગરસીકરણઉપનિષદસોલંકી વંશડિજિલોકર (ડિજિટલ લોકર)અમૂલસુરતકાળકા માતા મંદિર, પાવાગઢભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસલમાન ખાન🡆 More