એમ. એસ. સુબ્બુલક્ષ્મી: ગાયક, કર્ણાટકી ગાયક

મદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી (૧૬ સપ્ટેમ્બર ૧૯૧૬ – ૧૧ ડિસેમ્બર ૨૦૦૪) કર્ણાટકી સંગીત ગાયિકા હતા.

તેઓ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર હતા. તેઓ એશિયાના નોબલ પુરસ્કાર તરીકે ઓળખાતા રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા. ઉપરાંત ૧૯૬૬માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાર્યક્રમ કરનાર પ્રથમ ભારતીય પણ હતા.

એમ. એસ. સુબ્બુલક્ષ્મી
એમ. એસ. સુબ્બુલક્ષ્મી: જીવન પરિચય, કારકિર્દી, પુરસ્કાર અને સન્માન
ભારતીય ટપાલ ટિકિટ પર એમ. એસ. સુબ્બુલક્ષ્મી
પાર્શ્વ માહિતી
જન્મ નામમદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી
અન્ય નામોએમ. એસ.
જન્મ(1916-09-16)16 September 1916
મદુરાઇ, મદ્રાસ પ્રાંત, ભારત
મૂળભારત
મૃત્યુ11 December 2004(2004-12-11) (ઉંમર 88)
ચેન્નઈ, તમિલનાડુ, ભારત
શૈલીભારતીય શાસ્ત્રીય સંગીત
વ્યવસાયોશાસ્ત્રીય ગાયક
સક્રિય વર્ષો૧૯૩૦ — ૨૦૦૪

જીવન પરિચય

પ્રારંભિક જીવન

સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર ૧૯૧૬ના રોજ મદ્રાસ પ્રાંતના મદુરાઇ ખાતે ષણ્મુખવડીર અમ્માલ અને સુબ્રમણ્યમ ઐયરને ત્યાં થયો હતો. તેમણે ખૂબ જ નાની ઉંમરથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી તથા સેમ્મગુડી શ્રીનિવાસ ઐયરના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસના માર્ગદર્શન હેઠળ હિંદુસ્તાની સંગીતમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. તેમની માતા દેવદાસી સમુદાય દ્વારા સંગીત પ્રતિપાદક અને નિયમિત મંચ કલાકાર હતા. સુબ્બુલક્ષ્મી બાળપણથી જ સંગીત શીખવા માટેના અનુકૂળ વાતાવરણમાં ઉછર્યા હતા. તેમણે અગિયાર વર્ષની ઉંમરે ૧૯૨૭માં રોકફોર્ટ મંદિર, તિરુચિરાપલ્લી ખાતે પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યો. આ કલાપ્રદર્શન કાર્યક્રમનું આયોજન તિરુચિરાપલ્લી ખાતેના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા એફ. જી. નતેસા ઐયર દ્વારા કરવામાં આવ્યું હતું.

૧૯૩૬માં સુબ્બુલક્ષ્મી મદ્રાસ આવી ગયા. અહીં ૧૯૩૮માં તેમણે સેવાસદન નામની ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી.

કારકિર્દી

એમ. એસ. સુબ્બુલક્ષ્મી: જીવન પરિચય, કારકિર્દી, પુરસ્કાર અને સન્માન 
એમ. એસ. સુબ્બુલક્ષ્મી (ડાબે) એસ. વારાલક્ષ્મી સાથે ફિલ્મ સેવાસદનમાં (૧૯૩૮)

સંગીત

સુબ્બુલક્ષ્મીએ બાળપણથી જ તેમના માતા પાસેથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસ પાસેથી હિંદુસ્તાની સંગીતમાં પણ પ્રશિક્ષણ મેળવ્યું. તેઓ માત્ર દસ વર્ષના હતા ત્યારે તેમનું પહેલું રેકોર્ડિંગ બહાર પડ્યું. ૧૯૨૯માં મદ્રાસ સંગીત અકાદમી ખાતે ૧૩ વર્ષની ઉંમરે સંગીત કાર્યક્રમ આપ્યો. જેમાં તેમણે હિન્દુ ભજન રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ બાદ તેઓ અગ્રણી કર્ણાટકી ગાયિકા બની ગયા.

તેમણે ભારતના સાંસ્કૃતિક રાજદૂત તરીકે લંડન, ન્યુયોર્ક, કેનેડા સહિતના ઘણા દેશોમાં સીમાચિહ્નરૂપ સંગીત કાર્યક્રમો રજૂ કર્યા. ૧૯૭૭માં તેમના પતિ કલ્કિ સદાશિવમના અવસાન બાદ તેમણે સંગીતના જાહેર કાર્યક્રમ આપવાનું બંધ કરી દીધું.

ફિલ્મ

સુબ્બુલક્ષ્મીએ કારકિર્દીની શરૂઆતમાં કેટલીક તમિલ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. સેવાસદન તેમની પહેલી ફિલ્મ હતી. કે. સુબ્રમણ્યમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મના મુખ્ય નાયક તરીકેની ભૂમિકા એફ. જી. નતેસા ઐયરે ભજવી હતી. આ ફિલ્મ પ્રેમચંદની નવલકથા બાઝાર–એ–હુસ્ન પર આધારિત હતી. તેમના પતિના રાષ્ટ્રવાદી તામિલ સામયિક કલ્કિના પ્રકાશન ભંડોળ માટે તેમણે સાવિત્રી નામની ફિલ્મમાં નારદનું પુરુષ પાત્ર પણ ભજવ્યું હતું. ૧૯૪૫માં રજુ થયેલી ફિલ્મ મીરાં તેમની સૌથી યાદગાર ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે ભક્તિ કવયિત્રી મીરાબાઇનું પાત્ર ભજવ્યું હતું. ૧૯૪૭માં આ ફિલ્મ હિંદીમાં ફરીથી બનાવવામાં આવી હતી.

પુરસ્કાર અને સન્માન

એમ. એસ. સુબ્બુલક્ષ્મી: જીવન પરિચય, કારકિર્દી, પુરસ્કાર અને સન્માન 
એમ. એસ. સુબ્બુલક્ષ્મી એક રંગની સાડીમાં જે તેમના નામનો પર્યાય બની ગઈ હતી : એમ. એસ. બ્લ્યુ

જવાહરલાલ નહેરુએ તેમને સંગીતની રાણી કહી નવાજ્યા હતા. લતા મંગેશકરે તપસ્વીની, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને સુશ્વરલક્ષ્મી તથા કિશોરી અમુનકરે તેમને આઠમા સૂર તરીકે ઓળખાવ્યા હતા. ભજ ગોવિંદમ્, 'વિષ્ણુ સહસ્ત્રાનામ, હરિ તુમ હરો અને વેંકટેશ્વર જપ તેમના કેટલાક પ્રસિદ્ધ ભજનો છે. તેમને મળેલા કેટલાક સન્માન-પુરસ્કારો આ પ્રમાણે છે :

  • પદ્મભૂષણ (૧૯૫૪)
  • સંગીત નાટક અકાદમી પુરસ્કાર (૧૯૫૬)
  • સંગીત કલાનિધિ (૧૯૬૮)
  • રેમન મેગ્સેસ એવોર્ડ (૧૯૭૪)
  • પદ્મવિભૂષણ (૧૯૭૫)
  • કાલિદાસ સન્માન (૧૯૮૮)
  • રાષ્ટ્રીય એકતા માટે ઈન્દિરા ગાંધી પુરસ્કાર (૧૯૯૦)
  • ભારત રત્ન (૧૯૯૮)

૧૮ ડિસેમ્બર ૨૦૦૫ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી.

સંદર્ભ

Tags:

એમ. એસ. સુબ્બુલક્ષ્મી જીવન પરિચયએમ. એસ. સુબ્બુલક્ષ્મી કારકિર્દીએમ. એસ. સુબ્બુલક્ષ્મી પુરસ્કાર અને સન્માનએમ. એસ. સુબ્બુલક્ષ્મી સંદર્ભએમ. એસ. સુબ્બુલક્ષ્મી બાહ્ય કડીઓએમ. એસ. સુબ્બુલક્ષ્મીડિસેમ્બર ૧૧ભારત રત્નસપ્ટેમ્બર ૧૬

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પર્યાવરણીય શિક્ષણરાવણસલામત મૈથુનનર્મદા જિલ્લોશહેરીકરણરામાયણઅમદાવાદ જિલ્લોબ્લૉગનરેન્દ્ર મોદી સ્ટેડિયમરાશીનળાખ્યાન (પ્રેમાનંદ)ઇસ્લામીક પંચાંગમનાલીધીરુબેન પટેલદુર્યોધનકર્મ યોગસૌરાષ્ટ્રગંગા નદીપરેશ ધાનાણીઝંડા (તા. કપડવંજ)સાર્વભૌમત્વઆંતરરાષ્ટ્રીય મહિલા દિનપિરામિડઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપુ્ષ્ટિમાર્ગ બેઠકઅમિત શાહયુદ્ધબૌદ્ધ ધર્મભારતીય ભૂમિસેનામોરબી જિલ્લોસંસ્કારજંડ હનુમાનકેન્સરસિતાંશુ યશશ્ચન્દ્રચંદ્રશેખર આઝાદચક્રવાતઆસામનર્મદા બચાવો આંદોલનભારતીય તત્વજ્ઞાનવડઓસમાણ મીરવાળહાફુસ (કેરી)કચ્છનો ઇતિહાસરમાબાઈ આંબેડકરએ (A)મહેસાણા જિલ્લોસિંધુ ખીણની સંસ્કૃતિગુજરાતીવનસ્પતિવેણીભાઈ પુરોહિતટ્વિટર૧૮૫૭ની ભારતીય ક્રાંતિકામદેવદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરમુખ મૈથુનનારાયણ સ્વામી (ભજનીક)નિરંજન ભગતસંગણકગુજરાત ટાઇટન્સદેવચકલીહસ્તમૈથુનલીમડોજામા મસ્જિદ, અમદાવાદઉદ્યોગ સાહસિકતાસોડિયમવર્ણવ્યવસ્થાગિરનારકાલિદાસરાજકોટ રજવાડુંહાજીપીરધરતીકંપદયારામબાવળભારતમાં મહિલાઓમાધવપુર ઘેડ🡆 More