એકવારીયો: એક સમયે ઉત્પાદિત મધાર્ક પીણું

એકવારીયો એ કાઠિયાવાડમાં એક સમયે ઉત્પાદિત મધાર્ક પીણાનું નામ છે.

બનાવવાની રીત

સારા પ્રકારના ખજુરીના વૃક્ષમાંથી એક દિવસમાં ૧૦ પાઉન્ડ જેટલો અને સાધારણ પ્રકારના ખજુરીના વૃક્ષમાંથી ૫ પાઉન્ડ જેટલો રસ ઝરે છે. આ રસને તાડી કહેવાય છે. આ રસ ૪૮૦ પાઉન્ડ જેટલો એકઠો થાય પછી એને એક મોટા વાસણમાં નાખી ને એમાં ૧૦૦ પાઉન્ડ જેટલા મહુડાના સુકા ફુલ લગભગ એક અઠવાડિયા સુધી ડુબાડી રાખવામાં આવે છે. આથો આવી જાય એટલે એને મોટા વાસણમાં નાખી નિસ્યંદિત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ૪૮૦ પાઉન્ડ તાડી અને ૧૦૦ પાઉન્ડ મહુડાના સુકા ફુલો ભેળવ્યા પછી નિસ્યંદિત પ્રક્રિયા બાદ ૨૪૦ પાઉન્ડ મધાર્ક પીણુ બને છે તેને એકવારિયો કહે છે. આ ૨૪૦ પાઉન્ડમાં પણ પહેલા ૧૨૦ પાઉન્ડના એકવારીયાની ગુણવત્તા વદારે સારી કહેવાય છે. આ ૨૪૦ પાઉન્ડને ફરી નિસ્યંદિત કરવામાં આવતા જે ૧૨૦ પાઉન્ડ નિસ્યંદિત પિણુ રહે છે તે શુધ્ધ આલ્કોહોલ હોય છે. જેને બેવારીયો કહે છે. બેવારિયો બનાવવામાં ખુબ કાળજી રાખવી પડતી હોય છે કેમકે શુદ્ધ આલ્કોહોલ હોવાથી નિસ્યંદનની પ્રક્રિયા દરમ્યાન આગ પકડી લેવાની ખુબ શક્યતા હોય છે.

અન્ય માહિતિ

એ સમયે રાજકોટથી ૨૪ માઇલ દુરના સણોસરા ગામે ૫૦,૦૦૦ ખજુરીના વૃક્ષો પરથી તાડી મેળવીને એકવારીયો બનાવવાનો ઉદ્યોગ ચાલતો. એ ૫૦,૦૦૦ ખજુરી માટે ૩૦૦ ઇમ્પેરીયલ રૂપીયા અથવા ૩૦ પાઉન્ડ જેટલી વાર્ષિક ફી ઉઘરાવવામાં આવતી હતી. રોહીશાળા અને મોરબી પાસેના જોધપુરમાં પણ એકવારિયાના નિસ્યંદન કેંન્દ્રો અસ્તિત્વ ધરાવતા હતા. આ એકવારિયાને ૪ થી ૮ આનાના ભાવે અને બેવારીયાને ૧૨ આનાથી ૧૬ આનાના ભાવે વેચવામાં આવતો હતો. નિસ્યંદન થયા બાદ વધેલા કુચા ઢોર ને નિરવાના ઉપયોગમાં લેવામાં આવતા હતા.

સંદર્ભ

એકવારીયો: એક સમયે ઉત્પાદિત મધાર્ક પીણું  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. . Government Central Press. ૧૮૮૪. પૃષ્ઠ ૯૫-૯૬.માંથી માહિતી ધરાવે છે.

Tags:

કાઠિયાવાડ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારત સરકારસવાઇ માનસિંહ સ્ટેડિયમસપ્તર્ષિદલપતરામસિદ્ધપુરગુજરાતના લોકસભા મતવિસ્તારોતુલસીદાસપાણીનું પ્રદૂષણતાલાલા તાલુકોનર્મદા બચાવો આંદોલનકોરોનાવાયરસ રોગ ૨૦૧૯સુનામીવાયુનું પ્રદૂષણઓસમાણ મીરશ્રીમદ્ ભાગવતમ્ઇસ્લામપંચમહાલ જિલ્લોહાર્દિક પંડ્યાલોકમાન્ય ટિળકવેણીભાઈ પુરોહિતજંડ હનુમાનગુજરાતના લોકમેળાઓયુટ્યુબપ્રતિભા પાટીલવૈશ્વિક આબોહવા પરિવર્તનછંદમારુતિ સુઝુકીસંગણકવર્તુળનો વ્યાસઆદિવાસીકનૈયાલાલ મુનશીવૃશ્ચિક રાશીજળ શુદ્ધિકરણખરીફ પાકકંપની (કાયદો)પંડિત ઓમકારનાથ ઠાકુરભારતનું બંધારણહોકાયંત્રહિમાચલ પ્રદેશઅમૃતલાલ વેગડબિન-વેધક મૈથુનવિદ્યાગૌરી નીલકંઠરાજકોટચોઘડિયાંથોળ પક્ષી અભયારણ્યભૂતાનગુજરાત વડી અદાલતગોખરુ (વનસ્પતિ)સાવિત્રીબાઈ ફુલેદિવાળીબેન ભીલમહીસાગર જિલ્લોભારતીય રિઝર્વ બેંકવલસાડ જિલ્લોસીતાકલકલિયોમુઘલ સામ્રાજ્યગરબાચાવડા વંશમગજમહિનોશિક્ષણનું સમાજશાસ્ત્રચુનીલાલ મડિયારુધિરાભિસરણ તંત્રચેસસ્વામી સચ્ચિદાનંદહિંમતનગરરાઈનો પર્વતમકાઈતાલુકા મામલતદારશાકભાજીફાધર વાલેસવિકિપીડિયામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાકબૂતરદશાવતારકચ્છનો ઇતિહાસખાવાનો સોડા🡆 More