સંજુ વાળા (અંગ્રેજી: Sanju Vala) ગુજરાતી ભાષાના કવિ અને અદ્યતન યુગના વિવેચક છે, અને ગુજરાત, ભારત ખાતે રહે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
તેમણે કટારલેખક તરીકે ઘણાં અખબારોમાં કામ કર્યું હતું, જેમ કે જન્મભુમિ અને ફુલછાબ. તેમની ઘણી રચનાઓ સાહિત્યિક સામયિકો, જેમ કે શબ્દસૃષ્ટિ, પરબ, સમીપે, એતદ, પરિવેશ, નવનીત સમર્પણ અને ગઝલવિશ્વમાં પ્રકાશિત થઈ હતી. એક કવિ તરીકે તેમણે ઘણા મુશાયરાઓનું આયોજન કર્યું હતું અને ઘણા મુશાયરા, કવિ-સંમેલન અને કવિતાની પ્રશંસા અને ટીકા પર ભાષણોમાં તેમણે ભાગ પણ લીધો હતો. તેમનું સૌથી નોંધપાત્ર યોગદાન ગુજરાતી કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમણે કવિતાઓની પ્રશંસા અને ટીકા કરતા લેખોમાં પણ નોંધપાત્ર યોગદાન આપેલ છે. તેમણે ૧૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે અને અનેક સાહિત્યિક પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે.
સંજુ વાળા | |
---|---|
સંજુ વાળા | |
જન્મ | સંજુ નારણભાઈ વાળા ૧૧ જુલાઈ, ૧૯૬૦ બાઢડા, સાવરકુંડલા, અમરેલી, ગુજરાત |
વ્યવસાય | કવિ, વિવેચક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારત |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી | |
સંજુ વાળાનો જન્મ ૧૧ જુલાઈ, ૧૯૬૦ના રોજ બાઢડા (સાવરકુંડલા) ગામ, અમરેલી જિલ્લો, ગુજરાત ખાતે નારણભાઈ અને રાણીમાના ઘરે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ બાઢડા પ્રાથમિક શાળામાંથી ૧૯૭૬ના વર્ષમાં પૂર્ણ કર્યું હતું. તેમણે ધો.-૧૦ ૧૯૭૭ના વર્ષમાં અને ધો-૧૨ ૧૯૭૯ના વર્ષમાં જે. વી મોદી હાઈસ્કુલ, સાવરકુંડલા ખાતેથી પૂર્ણ કર્યું હતું. તેઓ કોલેજ શિક્ષણ માત્ર પ્રથમ વર્ષ પૂરતું અભ્યાસ કરી શક્યા હતા અને ત્યારબાદ તેમણે કોલેજ છોડી હતી.
સંજુ વાળા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ૧૯૭૯ના વર્ષમાં જોડાયા હતા અને હજુ પણ કામ કરે છે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં કાર્યકારી સમિતિના એક સભ્ય તરીકે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી સેવા આપી છે. તેઓ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત વલી ગુજરાતી ગઝલકેન્દ્ર અકાદમીની કાર્યકારી સમિતિના પણ સભ્ય હતા.
વાળાએ પોતાની કારકિર્દી ગઝલ-લેખન ક્ષેત્રે શરૂ કરી અને બાદમાં તેઓ કવિતાના અન્ય સ્વરૂપો તરફ વળ્યા. તેમાં મુખ્ય ફાળો ગીત, ગઝલ તેમ જ અછાંદસ રચનાઓનો તરફ રહ્યો છે. તેમણે અદ્યતન શૈલી અને સ્થાપિત શૈલીનો સમન્વય અને ભેદ સફળતાપૂર્વક પોતાની રચનામાં લખવા પ્રયાસ કર્યો છે. હરીશ મીનાશ્રુ અને મણિલાલ એચ. પટેલ દ્વારા તેમની શૈલી માટે અલગ ચીલો પાડનારી અને સ્થાપિત જૂના શૈલી વચ્ચેની હોવાની પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે જ્યારે મોટા ભાગના ગઝલ-કવિઓ લખવા માટે સીધી રચના અને પહાડી અવાજનો ઉપયોગ કરતા, ત્યારે તેમણે સામે પ્રવાહે તરી પોતાની શૈલીમાં અને અદ્યતન ભાષામાં સ્થાપિત શૈલી લેખન દ્વારા ગઝલોનું આલેખન કર્યું છે.
Sanju Wala seeks awareness of the multiple states of consciousness through multiple verse forms. He is adept at the lyrical and has a flair for Gazals. His songs reflect saurashtra diction. He experiments with meters like Kataav that are flexible or with free verse. He can be flippant while retaining a sharp eye to notice minute and missed details of everyday life. Oppressive pain and explosive violence in several of his poems are inevitable on a journey to the centre of existence. We were born during the years of hope and aspirations. Sanju was born in 1960 during the period of national frustrations. But the future of Gujarati poetry rests in the poets like him.
વર્ષ ૧૯૯૦મા તેમના કાવ્યસંગ્રહ કંઈક/કશુંક/અથવા તો... માટે તેમને જયંત પાઠક કવિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમના ગુજરાતી ગઝલ કવિતા ક્ષેત્રમાં યોગદાન માટે , તેમને વર્ષ ૧૯૯૯માં શયદા એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે પ્રાપ્ત આર. વી પાઠક/નાનાલાલ કવિતા પારીતોષિક ૨૦૦૩ના વર્ષમાં અને ડૉ ભાનુપ્રસાદ પંડયા એવોર્ડ માટે તેમના કાવ્યસંગ્રહ રાગાધિનમ ૨૦૦૭ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા, નગીનદાસ પરીખ સાહિત્ય સન્માન-૨૦૧૪ વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા, કવિશ્રી રમેશ પારેખ સન્માન-૨૦૧૪ અસ્મિતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા અને હરિન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ ૨૦૧૪.
This article uses material from the Wikipedia ગુજરાતી article સંજુ વાળા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.