ઝૂલેલાલ

ઝૂલેલાલએ સીંધીના ઇષ્ટદેવ છે.

તેઓ વરુણ દેવનો એકનું એક સ્વરૂપ છે. તેમને અમરલાલસાંઈ, ઉડેરોલાલ, દરિયા શાહ, વરુણદેવ, જિન્દહ પીર, ઝૂલણ સાંઈ, (‘ઝૂલણસાંઈ’, ‘ઝૂલેલાલા’, ‘લાલાસાંઈ’) જેવા નય નામથી પણ ઓળખવામાં આવે છે, જે સીંધીના ઇષ્ટદેવ છે. તેમનો જન્મ દિવસ ચેટીચાંદ કે ચેટીચંડ નામે ઓળખાત છે. સિંધીઓમાં એ વિષે એક ઉક્તિ પ્રસિદ્ધ છે ‘સિંધીયત જો ડીંહું (દિવસ) ચેટીચંડ’.

ઝૂલેલાલ
ઝૂલેલાલની મૂર્તિ

પૌરાણિક કથા

આશરે એક હજાર ચાલીસ વર્ષ અગાઉ સિંધ પ્રદેશમાં ‘ભીરખશાહ’ નામે બાદશાહ પોતાની પ્રજા ઉપર જૉરજબરદસ્તીથી પોતાનો ધર્મ અપનાવવા જુલમ-અત્યાચાર કરતો હતો. તેથી તે વખતે સિંધીઓનું અસ્તિત્વ ખતરામાં હતું. બાદશાહના અત્યાચારોમાંથી મુકિત પામવા બધા સિંધીઓ ‘સિંધુ નદી’ના કિનારે એકઠા થયા અને ‘વરુણદેવ’ અર્થાત્ ‘જળદેવતા’ને બાદશાહના જુલમોથી છોડાવવા અને ધર્મનો જયજયકાર કરવા પ્રાર્થના અર્ચના કરી.

સાતમા દિવસે રાત્રે સિંધુ નદીની લહેરો વચ્ચે વરુણદેવ ‘સંત ઉડેરોલાલ’ના સ્વરૂપ પલ્લે (મચ્છ) ઉપર સવાર થઈ પ્રકટ થયા. તે વખતે આકાશવાણી થઈ કે, ‘હે મારા પ્રિયજન ભકતો હું તમારા ઉપર થતા અત્યાચારો દૂર કરવા તથા હિન્દુ ધર્મની રક્ષા કરવા ‘વરુણદેવ સ્વરૂપે નસરપુરના રહેવાસી ભાઈ રતનરાયના ધેર જન્મ લઈને આવીશ. આકાશવાણી પૂરી થતાં જ વરુણદેવતા તે સિંધુ નદીમાં જ અદૃશ્ય થઈ ગયા.

વિક્રમ સંવત એક હજાર સાતમાં ચૈત્રના બીજા શુક્રવારના રોજ ભાઈ રતનરાયના ધેર એક સુંદર અને ચમત્કારી બાળકનો જન્મ થયો. આમ જનતા ઘણી ખુશ થઈ અને બાળકના જન્મની ખુશીઓ જવવા લાગી. બીજી બાજુ જયારે આવા ચમત્કારી બાળકના જન્મની જાણ બાદશાહને થઈ ત્યારે તે બાળકને રતનરાયના ઘરેથી લઈ આવવા સિપાહીઓ સાથે એક મંત્રીને મોકલ્યા અને ભાઈ રતનરાયના ઘરે આવી જયાં બાળકને ઉઠાવવા લાગ્યા અને આગળ વઘ્યા તે વખતે તેઓ પાછળ પાંચ ડગલા દૂર જઈને પૃથ્વી ઉપર પડી ગયા. મંત્રી તે બાળકને એક ચમત્કારી સિંહાસન ઉપર બિરાજમાન થયેલ જોઈ ભયભીત થયા અને સિપાહીઓને સાથે લઈ બાદશાહ પાસે પાછા આવ્યા અને આવીને આખી હકીકત કહી સંભળાવી.

બાદશાહ પણ આ વાત સાંભળી ડરી ગયા, પરંતુ અભિમાનવશ થઈ તે બાળકને પકડી લાવવા હુકમ કર્યો, સિપાહીઓ તે બાળકને પકડે તે પહેલાં ‘વરુણદેવતા’, ‘ઝૂલણસાંઈ’ને ક્રોધ આવ્યો, અને ક્રોધરૂપી ભગવાન ઝૂલેલાલાનો ક્રોધ અગ્નિમાં પરિવર્તિત થયો અને બાદશાહનો મહેલ આગમાં બળવા લાગ્યો. અગ્નિએ રુદ્રરૂપ ધારણ કરી આખા શહેરને બાનમાં લીધું. આ જોઈ બાદશાહ ગભરાયો અને વરુણદેવ આગળ પોતાનું માથું ઝુકાવ્યું અને માફી માંગી. તેથી ભગવાન ઝૂલેલાલ સાંઈએ અગ્નિદેવતા અને તોફાનને પોતાની શકિતથી રોકી દીધાં.

પછી ભીરખશાહ બાદશાહે તે જગ્યાએ એક પવિત્ર મંદિરનું નિર્માણ કરાવ્યું અને તે મંદિરને ‘જિન્દહપીર’નું નામ આપ્યું. તે મંદિર આજે પણ હિન્દુ અને મુસલમાનોનું એક તીર્થસ્થાન છે. ઝૂલેલાલને અમરલાલસાંઈ, ઉડેરોલાલ, દરિયા શાહ, વરુણદેવ, જિન્દહ પીર, ઝૂલણસાંઈના નામે ઓળખવામાં આવે છે, જે સિંધીઓના ઇષ્ટદેવ છે.

સંદર્ભ

Tags:

ચેટીચંડ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સૂર્યશ્રીલંકાહડકવામોટરગાડીદેવાયત પંડિતગુજરાત સરકારનર્મદા નદીપુરાણરવિન્દ્રનાથ ટાગોરવાઈમટકું (જુગાર)લારા દત્તાલસિકા ગાંઠકચ્છનો ઇતિહાસહિમાચલ પ્રદેશસ્વામીનારાયણ મંદિર, ભુજલોંગડી (તા.મહુવા)આમ આદમી પાર્ટીસમાજશાસ્ત્રતુલા રાશિગુજરાતી અંકશિવાજીબ્રાઝિલજાડેજા વંશરક્તના પ્રકારદલપતરામરોગકચ્છ જિલ્લોદાંડી સત્યાગ્રહસંચળઇલોરાની ગુફાઓકેદારનાથ જ્યોતિર્લિંગજયપ્રકાશ નારાયણનડીઆદગિરનારઆરઝી હકૂમતશબ્દકોશઠાકોરદુર્યોધનહનુમાનબાબાસાહેબ આંબેડકરટ્રાન્સજેન્ડર (ત્રીજું લિંગ)લક્ષ્મીક્રોમાબંગાળની ખાડીજાપાનસિંહાકૃતિમાહિતીનો અધિકારઅયોધ્યાક્ષય રોગલોક સભાભદ્રનો કિલ્લોજીરુંભુચર મોરીનું યુદ્ધમધ્ય પ્રદેશયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાસિંધુ ખીણની સંસ્કૃતિઅમરેલીનવગ્રહઉજ્જૈનમુસલમાનદશરથસત્યજીત રેમહાત્મા ગાંધીબાવળરાશીલિપ વર્ષશક્તિસિંહ ગોહિલગુજરાતના જિલ્લાઓબાબરખેતીપાણીનું પ્રદૂષણઆલ્બર્ટ આઇન્સ્ટાઇન🡆 More