હૃતિક રોશન: બોલિવૂડ અભિનેતા

હૃતિક રોશન કે ઋતિક રોશન (ક્યારેક રિતિક રોશન કે ઋત્વિક રોશન પણ) (અંગ્રેજી: Hrithik Roshan; જન્મ ૧૦ જાન્યુઆરી ૧૯૭૪)એ ભારતીય અભિનેતા છે અને જે બોલીવુડની ફિલ્મોમાં અભિનય કરે છે.

હૃતિક રોશન
હૃતિક રોશન: કારકીર્દિ, અંગત જીવન, ફિલ્મેતર અભિનય કાર્ય
જન્મ૧૦ જાન્યુઆરી ૧૯૭૪ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata
જીવન સાથીસુઝાન ખાન Edit this on Wikidata
માતા-પિતા
  • રાકેશ રોશન Edit this on Wikidata
વેબસાઇટhttp://www.hrithik.net/ Edit this on Wikidata


૧૯૮૦ના દાયકામાં બાળ કલાકાર તરીકે ચમક્યા બાદ, હૃતિકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ હતી 'કહો ના પ્યાર હૈ' (૨૦૦૦). આ ફિલ્મે જંગી સફળતા મેળવી હતી અને હૃતિકના અભિનયને કારણે તેને શ્રેષ્ઠ નવોદિત અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. આ બાદ આવેલી કેટલીય ફિલ્મોમાં તેના અભિનયની નોંધ લેવામાં આવી છે, જેમાં 'કોઈ મિલ ગયા' (૨૦૦૩), 'ક્રિશ' (૨૦૦૬), 'ધૂમ-૨' (૨૦૦૬) અને 'જોધા અકબર' (૨૦૦૮)નો સમાવેશ થાય છે. આ ફિલ્મો પણ વ્યવસાયી રીતે ભારે સફળ રહી હતી. આ ફિલ્મોને કારણે તેને શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારો મળ્યા હતા.


૨૦૦૮માં હૃતિકને તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર રશિયાના કાઝાનમાં યોજાયેલા ધ ગોલ્ડન મીનબાર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'જોધા અકબર' માટે મળ્યો હતો. આ સફળતાઓને કારણે તેની બોલિવુડમાં અગ્રીમ હરોળના અભિનેતાઓમાં ગણના થવા લાગી.

કારકીર્દિ

શરૂઆતની કારકીર્દિ, ૧૯૯૯ સુધી

રોશનની પ્રથમ ફિલ્મ બાળ કલાકાર તરીકે હતી. ૧૯૮૦ની ફિલ્મ આશા માં તેણે માત્ર છ વર્ષની વયે અભિનય કર્યો હતો, ફિલ્મમાં તેણે ડાન્સ દ્રશ્યમાં એક્સ્ટ્રા તરીકે કામ કર્યું હતું. રોશને આપ કે દિવાને (1980) અને ભગવાન દાદા (1986) ફિલ્મમાં નાની ભૂમિકા કરી. આ બંને ફિલ્મોમાં તેના પિતા રાકેશ રોશનની મુખ્ય ભૂમિકા હતી. તે કરણ અર્જુન (1995) અને કોયલા (1997) ફિલ્મના નિર્માણ વખતે પોતાના પિતાની મદદ કરવા માટે આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો હતો.

સફળતા, ૨૦૦૦-૨૦૦૨

2000માં, તેણે કહો ના... પ્યાર હૈ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરીને બોલિવૂડમાં અભિનેતા તરીકે શરૂઆત કરી. તેની સામે મુખ્ય અભિનેત્રી પણ નવોદિત કલાકાર અમિષા પટેલ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન તેના પિતાએ કર્યુ હતું. ફિલ્મમાં રોશનની બેવડી ભૂમિકા હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે સફળ રહી હતી, આ ફિલ્મ 2000ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ હતી તેમજ ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. રોશનનું પ્રદર્શન નોંધનીય રહ્યું હતું અને ફિલ્મને કારણે તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ બાદ તેને ફિલ્મફેર શ્રેષ્ઠ નવોદિત અભિનેતા અને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મ 2003ની લીમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામી હતી. આ ફિલ્મે બોલિવૂડની કોઈપણ ફિલ્મ કરતા વધુ પુરસ્કાર જીત્યા હતા. આ ફિલ્મને 102 પુરસ્કારો મળ્યા હતાં.


વર્ષ બાદ રોશને ખાલિદ મહોંમદની ફિલ્મ ફિઝા માં અભિનય કર્યો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ પૂરવાર થઈ પરંતુ તેના અભિનયને વખાણવામાં આવ્યો, આ ફિલ્મમાં અભિનયે કારણે ફિલ્મફેર સમારંભમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકેનું નામાંકન મળ્યું હતું. ઈન્ડિયાએફએમ ના તરણ આદર્શે નોંધ્યું કે, " આ ફિલ્મની વખાણવા લાયક બાબત ઋત્વિક રોશનનો અભિનય હતો. તેની બોડી લેંગ્વેજ, તેની બોલવાની શૈલી, તેની અભિવ્યકિતને કારણે તે અભિનંદનને પાત્ર છે. આ ફિલ્મ સાથે, ઋત્વિકે પુરવાર કર્યું છે કે સેક્સ સિમ્બોલ, લવ બોય કે પછી ફેશનેબલ રેજ કરતા ઉંચેરો અભિનેતા છે. ફિલ્મના કેટલાય દ્રશ્યોમાં તેની અભિનય ક્ષમતા ઉડીને આંખે વળગે તેવી છે. ખાસ કરીને કરીશ્મા સાથેના અમુક દ્રશ્યોનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું જમાપાસું ઋત્વિક રોશન છે, જેને કારણે ફિઝા ફિલ્મ જોવાલાયક બની છે. ઋત્વિકનું પ્રદર્શન બેશકપણે શાનદાર હતું.!"


આ વર્ષ માટે રોશનની અંતિમ ફિલ્મ મિશન કાશ્મીર હતી. આ ફિલ્મ પણ તે વર્ષે સૌથી વધુ કમાણી કરવામાં ત્રીજા નંબરે આવી હતી. તેના પ્રદર્શનને વધુ એક વિવેચકે વખાણ્યું હતું અને કહ્યું હતું કે "ઋત્વિકે ત્રાસવાદમાં ફસાયેલા એક યુવકની શાનદાર ભૂમિકા ભજવી છે. ફિલ્મના આગળના ભાગમાં તે સરકાર વિરોધી ભૂમિકા કરે છે- આ પ્રકારની ભૂમિકા સફળ અભિનેતા માટે પણ પડકારજનક હોય છે, જે તેને સુપરસ્ટાર સાબિત કરે છે." આ બધી સિદ્ધીઓને કારણે તે ફિલ્મ ઉદ્યોગનો સૌથી મોટા સ્ટારની હરોળમાં સ્થાન મેળવે છે.


સુભાષ ઘાઈની ફિલ્મ યાદે તેની ૨૦૦૧ના વર્ષ માટેની પ્રથમ ફિલ્મ હતી. આ બાદ કરણ જોહરની ફિલ્મ કભી ખૂશી કભી ગમ આવી જે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ ફિલ્મ ૨૦૦૧ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર બીજા નંબરની ફિલ્મ બની હતી. આ ફિલ્મ વિદેશમાં પણ ભારે હિટ સાબિત થઈ હતી. રોશનના અભિનયની લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી જેથી તેને વિવિધ પુરસ્કારમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે નામાંકન મળ્યું હતું.


જો કે, ૨૦૦૨નું વર્ષ તેના માટે ખરાબ રહ્યું હતું તેની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ - મુઝસે દોસ્તી કરોંગે! , ના તમ જાનો ના હમ અને આપ મુઝે અચ્છે લગને લગે - આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારૂં પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી અને ફિલ્મોને ફ્લોપ જાહેર કરવામાં આવી.

સફળતા, ૨૦૦૩થી અત્યાર સુધી

૨૦૦૩માં, તેણે વિજ્ઞાન કથા પર આધારિત ફિલ્મ કોઈ... મીલ ગયા દ્વારા કમબેક કર્યું. આ ફિલ્મમાં તેણે માનસિક રીતે વિકલાંગ યુવકની ભૂમિકા કરી હતી. આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી જેને કારણે તે ઘણા પુરસ્કાર જીત્યો હતો. આ પુરસ્કારમાં બીજો ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર અને તેનો પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ) પુરસ્કારનો સમાવેશ થતો હતો. તરન આદર્શે નોધ્યું કે, "ઋત્વિક રોશન ફિલ્મમાં પ્રભાવી રહ્યો છે તેનું ફિલ્મમાં પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. માનસિક રીતે વિકલાંગ યુવકની ભૂમિકા કરવી આસાન નથી હોતી,પરંતુ અભિનેતાએ ખૂબ જ સરળતાથી આ ભૂમિકા નિભાવી છે. તેના અભિનયે ઝીરોમાંથી હિરોનું લોજિક પૂરવાર કર્યું છે. અભિનેતા તરીકે, તેનું પ્રદર્શન ખૂબ જ કાબીલેતારીફ રહ્યું છે."

ફરહાન અખ્તરની લક્ષ્ય ફિલ્મ હૃતિકેની ૨૦૦૪ની એક માત્ર રિલીઝ ફિલ્મ હતી. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર બહૂ સારું પ્રદર્શન કરી શકી ન હતી. જો કે વિવેચકોએ તેનું પ્રદર્શન વખાણ્યું હતું.


હૃતિકે અભિનયમાં બે વર્ષનો બ્રેક લીધો અને સૂપરહિરો ફિલ્મ ક્રિશ માં ફરી ચમક્યો, આ ફિલ્મ ૨૦૦૩ની હિટ ફિલ્મ કોઈ... મીલ ગયા ની સિક્વલ ફિલ્મ હતી. આ ફિલ્મ જુન ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ પૂરવાર થઈ અને ૨૦૦૬ના વર્ષની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની. સુપરહિરોની તેની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી, આ ભૂમિકાને કારણે શ્રેષ્ઠ અભિનેતા ના કેટલાય પુરસ્કાર મળ્યા હતા. જેમાં સ્ટાર સ્ક્રીન અને ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમીનો સમાવેશ થાય છે. ઈન્ડિયાએફએમ (IndiaFM) એ લખ્યું કે, " ક્રિશ ફિલ્મમાં ઋત્વિક જ મહત્વનો હતો તે કહેવું પણ ઓછું ગણાય. જો ઋત્વિક બધા જ મહત્વના પુરસ્કાર કોઈ... મીલ ગયા માટે લઈને જાય તો, આ વાત ફરીથી ક્રિશ માટે દોહરાઈ શકે છે. તમે કુદરતી શક્તિ ધરાવતા બાળકની ભૂમિકામાં અન્ય અભિનેતાને વિચારી શકો નહીં. માસ્ક અને પોષાક જો ભવ્ય લાગતો હોય તો, એક પિતા તરીકે તેનો મેકઅપ, ચાલવાની ઢબ, અને બોલવાની શૈલી જુઓ તો જુઓ તમને ચોક્કસપણે લાગશે કે તે બોલિવૂડ ઉદ્યોગનો સૌથી પ્રતિભાવાન અભિનેતા દેખાશે. ક્રિશ એ શાનદાર ફિલ્મ છે જેમાં નાટકની ભવ્યતા પણ જોઈ શકાય છે."


આ બાદ આગલા વર્ષે તેની ફિલ્મ હતી ધૂમ-2 , આ ફિલ્મ 2004માં આવેલી ધૂમ ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેની સામે ઐશ્વર્યા રાય બચ્ચન હતી. હૃતિકનું પ્રદર્શન ફિલ્મમાં શાનદાર હોવાને કારણે તેની વિવેચકોએ પ્રશંસા કરી તેમજ તેને ત્રીજો ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર પણ મેળવી આપ્યો. આ ફિલ્મ 2006ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની. આ ઉપરાંત બોલિવૂડના ઇતિહાસમાં સૌથી સફળ ફિલ્મોમાં તેની ગણના થવા લાગી.


૨૦૦૮માં, હૃતિકે આશુતોષ ગોવારીકરની ફિલ્મ જોધા અકબર માં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અભિનય કર્યો. ઋત્વિકે ફિલ્મમાં અકબર ધ ગ્રેટની ભૂમિકા કરી હતી. આ ફિલ્મે ભારત અને વિદેશમાં સારી એવી કમાણી કરી હતી. તેના પ્રદર્શનની પણ વિવેચકોએ ભારે પ્રશંસા કરી હતી. આ ભૂમિકાને કારણે તેને ચોથો ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત તેને પ્રથમ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ગોલ્ડન મિનબાર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય અભિનેતાનો મળ્યો હતો. આ ફેસ્ટિવલ રશિયાના કઝાન ખાતે યોજાયો હતો.


હૃતિકે તાજેતરમાં જ રજૂ થયેલી ફિલ્મ ઝોયા અખ્તરની ફિલ્મ લક બાય ચાન્સ (૨૦૦૯)માં અભિનય કર્યો છે. પરંતુ ફિલ્મમાં તેની મહેમાન ભૂમિકા છે. હાલમાં તે અનુરાગ બાસૂની ફિલ્મ કાઈટ્સ નું શૂટિંગ કરી રહ્યો છે જેમાં તેની સાથે મેક્સિકન અભિનેત્રી બાર્બરા મોરી અને કંગના રણાવત છે. આ ઉપરાંત તેણે દિગ્દર્શક સંજયલીલા ભણશાણીની ફિલ્મ ગુઝારિશ સાઈન કરી છે જેમાં તેની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન પણ છે.

અંગત જીવન

રોશનનો જન્મ મુંબઈમાં એક પંજાબી હિંદુ પરિવારમાં થયો છે. તેના પરિવારમાં ઘણા લોકો સિનેમા ઉદ્યોગમાં છે. તેના પિતા ફિલ્મ દિગ્દર્શક રાકેશ રોશન, સંગીત દિગ્દર્શક રોશનના પુત્ર છે. જ્યારે તેની માતા પીંકી ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક જે. ઓમ પ્રકાશના પુત્રી છે. તેના કાકા રાજેશ રોશન જાણીતા સંગીત દિગ્દર્શક છે. બાળક તરીકે હૃતિકે બોમ્બે સ્કોટીશ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આ બાદ તેણે સિડેનહામ કોલેજમાંથી બીકોમનો અભ્યાસ કર્યો. રોશને સુઝાન ખાન સાથે લગ્ન કર્યા છે. સુઝાન રોશન હાઉસ ઓફ ડિઝાઈનની માલિકી ધરાવે છે. તે સંજય ખાનની પુત્રી છે. રોશન દંપતિને બે પુત્રો છે. ૨૦૦૬માં રેહાનનો જન્મ થયો જ્યારે ૨૦૦૮માં રિદાનનો જન્મ થયો છે. જમણા હાથમાં રોશનને બે અંગૂઠા છે.

ફિલ્મેતર અભિનય કાર્ય

ટેલીવિઝન

શીર્ષક વર્ષ ભૂમિકા સર્જક/સર્જકો દિગ્દર્શક નોંધ સંદર્ભ
સંગઠિત અપરાધ ૨૦૦૧ના વર્લ્ડ હિસ્ટ્રી પોતે ટાવર્સ પ્રોડક્શન્સ સ્કોટ એલેક્ઝાન્ડર ટેલિવિઝન દસ્તાવેજી
જસ્ટ ડાન્સ ૨૦૧૧ જજ SOL અસિમ સેન રિયાલિટી શો

સંગીત વિડિઓ

શીર્ષક વર્ષ ભૂમિકા કલાકાર આલ્બમ સંદર્ભ
ધીરે ધીરે ૨૦૧૫ અજ્ઞાત યો યો હની સિંહ
એઇ રાજુ ૨૦૧૬ અજ્ઞાત ૬ પેક બેન્ડ

ફિલ્મોગ્રાફી

વર્ષ ફિલ્મ-ચલચિત્ર ભૂમિકા અન્ય વિગતો
શરૂઆતની કારકીર્દિ, 1971-1980 આશા બાળ કલાકાર
આપ કે દિવાને બાળ કલાકાર
1986 માં ફિલ્મ ભગવાન દાદા ગોવિંદા(બાળ કલાકાર)
2૦૦૦ કહો ના... પ્યાર હૈ. રોહિત-રાજ ચોપરા બે પુરસ્કાર વિજેતા , ફિલ્મ ફેર શ્રેષ્ઠ અભિનેતા અને
ફિલ્મફેર શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો પુરસ્કાર
ફિઝા અમન ઈકરામુલ્લાહ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા
મિશન કશ્મીર અલ્તાફ ખાન
2001 યાદે રોનિત મલ્હોત્રા
કભી ખુશી કભી ગમ રોહન રાયચંદ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર
2002 આપ મુઝે અચ્છે લગને લગે રોહિત
ના તુમ જાનો ના હુમ રાહૂલ શર્મા
મુઝસે દોસ્તી કરોંગે રાજ મલ્હોત્રા
2૦૦3. મૈ પ્રેમ કી દિવાની હું પ્રેમ કિશન માથૂર
કોઈ... મીલ ગયા રોહિત મેહરા બેવડો વિજેતા , ફિલ્મ ફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર અને
ફિલ્મફેર શ્રેષ્ઠ પ્રદર્શન ક્રિટિક પુરસ્કાર
2004 લક્ષ્ય કરન શેરગીલ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા
2006. ક્રિશ ક્રિષ્ણા મેહરા(ક્રિશ)/
રોહિત મેહરા
નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા
ધૂમ 2 આર્યન/મીસ્ટર એ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
આઇ સી યુ સુબહ સુબહ ગીતમાં મહેમાન કલાકાર
2007 ઓમ શાંતિ ઓમ પોતે મહેમાન કલાકાર
2008 જોધા અક્બર જલાલુદ્દીન મહોંમદ અકબર
અકબર
વિજેતા , ગોલ્ડન મીનબાર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
ક્રેઝી 4 ટાઈટલ ગીતમાં મહેમાન ભૂમિકા
2009 લક બાય ચાન્સ ઝફર ખાન મહેમાન ભૂમિકા
2010 કાઈટ્સ જય નિર્માણાધીન
ગુઝારિશ ફિલ્મિંગ
2011 જિંદગી ના મિલેગી દોબારા અર્જુન સલુજા ગીત "કુમારી" માટે પ્લેબેક ગાયક

શ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ

ડોન 2 ડોન ખાસ દેખાવ
2012 અગ્નિપથ વિજય દિનાનાથ ચૌહાણ શ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ
2013 મે ક્રિષ્ના હૂં પોતે કેમિઓ દેખાવ
2014 બેંગ બેંગ! રાજવીર નંદા / જય નંદા શ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ
2015 હે બ્રો પોતે ગીતમાં ખાસ દેખાવ "બિરજુ"
2016 મોહિનજો દારો સરમાં

સંદર્ભો

બાહ્ય લિન્ક્સ

Tags:

હૃતિક રોશન કારકીર્દિહૃતિક રોશન અંગત જીવનહૃતિક રોશન ફિલ્મેતર અભિનય કાર્યહૃતિક રોશન ફિલ્મોગ્રાફીહૃતિક રોશન સંદર્ભોહૃતિક રોશન બાહ્ય લિન્ક્સહૃતિક રોશન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)કબડ્ડીહાથીજીરુંદાહોદભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલપવનચક્કીગુજરાતી લોકોભારતનો રાષ્ટ્રધ્વજરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાબેંક ઓફ બરોડાહિમાચલ પ્રદેશક્ષય રોગજસદણ તાલુકોદાહોદ જિલ્લોગોરખનાથજસતસુભાષચંદ્ર બોઝબેંકગ્રીનહાઉસ વાયુરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિગુજરાતના જિલ્લાઓમનોવિજ્ઞાનઅંગકોર વાટશ્રીરામચરિતમાનસજન ગણ મનઅબ્દુલ કલામપન્નાલાલ પટેલજ્યોતિર્લિંગભારતના ચારધામધનુ રાશીખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)ફેફસાંસૂર્યમંડળકમ્બોડિયામાહિતીનો અધિકારગુજરાત વિધાનસભાહર્ષ સંઘવીગોખરુ (વનસ્પતિ)વ્યક્તિત્વલિબિયાવાઘપૃથ્વીરાણકદેવીમહારાષ્ટ્રરુદ્રમહાલય (સિદ્ધપુર)જીમેઇલઅમદાવાદ બીઆરટીએસપત્રકારત્વસંજ્ઞાહલ્દી ઘાટીમહાત્મા ગાંધીનું કુટુંબચોમાસુંમણિશંકર રત્નજી ભટ્ટઓએસઆઈ મોડેલક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીગુજરાતી સાહિત્યમહાવીર સ્વામીએઇડ્સરવિન્દ્ર જાડેજાતુષાર ચૌધરીઝવેરચંદ મેઘાણીક્ષેત્રફળમિનેપોલિસઅથર્વવેદચીપકો આંદોલનવૃશ્ચિક રાશીરામાયણઋગ્વેદદત્તાત્રેયકપાસમહિનોગુજરાત ટાઇટન્સજ્વાળામુખીરમેશ પારેખનેપાળ🡆 More