હિંદ મહાસાગર

હિંદ મહાસાગર અથવા હિન્દ મહાસાગર (હિંદી: हिन्द महासागर) વિશ્વમાં ત્રીજા ક્રમે આવતો સૌથી મોટો સમુદ્ર છે, અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ ૨૦% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે.

ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દ-ચીન, સુંદા દ્વીપસમૂહ, ઓસ્ટ્રેલિયા સાથે અને દક્ષિણમાં દક્ષિણ(એન્ટાર્કટિક) મહાસાગર ઘેરાયેલો છે. વિશ્વમાં આ એક માત્ર એવો મહાસાગર છે, જેનું નામ કોઇ દેશના (હિન્દુસ્તાન) નામ સાથે જોડાયેલું છે. સંસ્કૃત ભાષામાં આને રત્નાકર એટલે કે રત્ન ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે, જ્યારે પ્રાચીન હિંદુ ગ્રંથોમાં તેને હિન્દુ મહાસાગર કહેવામાં આવ્યો છે.[સંદર્ભ આપો]

હિંદ મહાસાગર
હિંદ મહાસાગર

હિંદ મહાસાગરનો કુલ વિસ્તાર ૭૦,૫૬૦,૦૦૦ ચોરસ કિ.મી જેટલો છે અને જાવાની ખાડી પાસે તે ૭૨૫૮ મીટર જેટલો ઊંડો છે, જે તેનો સૌથી ઊંડાણવાળો ભાગ છે. અરબી સમુદ્ર, લક્ષદ્વીપ સમુદ્ર, આંદામાન સમુદ્ર, બંગાળનો ઉપસાગર અને રાતો સમુદ્ર આ મહાસાગરના ભાગ છે. સુએઝની નહેર રાતા સમુદ્ર દ્વારા આ મહાસાગરને ભુમધ્ય સમુદ્ર સાથે જોડે છે. વિષુવવૃત્તની પાસે આવેલ હોવાથી દુનિયાના અન્ય મહાસાગરોની સરખામણીમાં તેનુ તાપમાન હુંફાળુ હોય છે, જેને કારણે આ મહાસાગર પરથી વાતા પવનો ભારતીય ઉપખંડમાં ખુબ માત્રામાં વરસાદ લાવે છે. હિંદ મહાસાગરને કાંઠે આવેલ દેશોમા ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઇન્ડોનેશીયા, મલેશિયા, શ્રીલંકા, ઇરાન, સાઉદી અરેબિયા,પાકિસ્તાન, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત, સોમાલીયા, કેન્યા,ટાન્ઝાનિયા, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો આવેલા છે. એડેલૈઈડ,પર્થ, મુબંઈ, ચેન્નઇ, કોલંબો, ચિતાગોંગ, દમામ, દારેસલામ, દોહા, દુબઇ, અબુધાબી, ડર્બન, કરાચી, કોલકાતા, મોમ્બાસા, મસ્કત અને સુએઝ જેવા અગત્યના બંદરીય શહેરો હિંદ મહાસાગરને કાંઠે આવેલા છે.

સંદર્ભ

Tags:

ઓસ્ટ્રેલિયાદક્ષિણ મહાસાગરવિકિપીડિયા:સંદર્ભહિંદી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય જનતા પાર્ટીમુનમુન દત્તાહિમાલયપોરબંદરએપ્રિલકમ્પ્યુટર નેટવર્કભાવનગરઆણંદ લોક સભા મતવિસ્તારગુજરાત વિધાનસભાસંજ્ઞાચામલેરિયાકલાકબડ્ડીગુપ્તરોગચરક સંહિતાવર્ણવ્યવસ્થાકાંકરિયા તળાવગુજરાતી સાહિત્યહેમચંદ્રાચાર્યઅક્ષય કુમારગણિતપાલનપુરરબરચીનસામાજિક પરિવર્તનકમળઅલ્પ વિરામક્ષત્રિયવાયુગાંધીનગર લોક સભા મતવિસ્તારપાણીપતની ત્રીજી લડાઈતિથિદશરથપદ્મશ્રીરામાયણહંસા જીવરાજ મહેતાભારતની નદીઓની યાદીમુખ મૈથુનમહેસાણામહાગુજરાત આંદોલનસમાજઇ-કોમર્સગઝલબહુચર માતાતત્ત્વએકમરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)વિરાટ કોહલીજોગીદાસ ખુમાણહનુમાન ચાલીસાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)વૈશ્વિકરણદર્શના જરદોશઝરખઘર ચકલીઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારદત્તાત્રેયભારતીય તત્વજ્ઞાનઆંજણાજાહેરાતસવાઇ માનસિંહ સ્ટેડિયમમુનસર તળાવઉત્તર પ્રદેશભારતના રાષ્ટ્રપતિ૨૦૦૧ ગુજરાત ધરતીકંપરમાબાઈ આંબેડકરઘોડોગુજરાતના લોકમેળાઓગુજરાતના લોકસભા મતવિસ્તારોજીરુંગ્રહખેરગામઇલોરાની ગુફાઓભારતના રાષ્ટ્રપતિઓની યાદી🡆 More