સુવર્ણ મંદિર, અમૃતસર

સુવર્ણ મંદિર (Punjabi: ਹਰਿਮੰਦਰ ਸਾਹਿਬ) અથવા હર મંદિર સાહિબ (Punjabi: ਦਰਬਾਰ ਸਾਹਿਬ), જેને સામાન્ય રીતે સુવર્ણ મંદિર અથવા ભગવાનનું મંદિર ઓળખાય છે, તે સાંસ્કૃતિક રીતે શીખોનું સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાર્થના સ્થળ છે.

તે સૌથી પ્રાચીન ગુરુદ્વારાઓમાંની એક છે. આ ગુરુદ્વારા શીખોના ચોથા ગુરુ રામદેવજી દ્વારા સ્થાપિત શહેર અમૃતસરમાં આવેલી છે. આ શહેરને ગુરુ દી નગરી અર્થાત ગુરુની નગરી પણ કહે છે.

સુવર્ણ મંદિર
હર મંદિર સાહિબ
દરબાર સાહિબ
સુવર્ણ મંદિર, અમૃતસર
ધર્મ
જોડાણશીખ
સ્થાન
સ્થાનઅમૃતસર
રાજ્યપંજાબ
દેશભારત
સુવર્ણ મંદિર, અમૃતસર is located in Punjab
સુવર્ણ મંદિર, અમૃતસર
Punjabમાં સ્થાન
સુવર્ણ મંદિર, અમૃતસર is located in India
સુવર્ણ મંદિર, અમૃતસર
સુવર્ણ મંદિર, અમૃતસર (India)
સુવર્ણ મંદિર, અમૃતસર is located in Asia
સુવર્ણ મંદિર, અમૃતસર
સુવર્ણ મંદિર, અમૃતસર (Asia)
અક્ષાંશ-રેખાંશ31°37′12″N 74°52′35″E / 31.62000°N 74.87639°E / 31.62000; 74.87639
સ્થાપત્ય
ખાતમૂર્હતડિસેમ્બર ૧૫૮૧
પૂર્ણ તારીખ૧૫૮૯ (મંદિર), ૧૬૦૪ (આદિ ગ્રંથ સાથે)
વેબસાઈટ
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અધિકૃત વેબસાઇટ

પરિચય

હરમંદિર સાહિબને શીખો દ્વારા સૌથી પવિત્ર ગણવામાં આવે છે. ૧૧ મા અને શાશ્વત એવા શીખ ગુરુ ગ્રંથ સાહિબજી આ ગુરુદ્વારાની અંદર આવેલા છે

આને રાત્રે ૧૦ વાગ્યે અકાલ તખ્તમાં લઈ જવાય છે અને સવારે ૪.૪૫ વાગ્યે ફરી હર મંદિર સાહિબ માં લઈ અવાય છે, આ સમયમાં ક્દાચ ઋતુ પ્રમાણે ફરક હોઈ શકે. આ સ્થળના બાંધકામ નો મુખ્ય ઉદ્દેશ્ય એક પ્રાર્થના સ્થળનું નિર્માણ કરવાનો હતો જેમાં દરે પંથ અને ફિરકાના લોકો આવી અને ભગવાનને પ્રાર્થના કરી શકે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબ શીખ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ છે, શીખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદ સિંઘ એ ૭ ઓક્ટોબર ૧૭૦૮ ના આ ગ્રંથની શીખોના શાશ્વત ગુરુ તરીકે સ્થાપના કરી. વિશ્વમાં ક્યાંય પણ ગુરુ ગ્રંથ સાહિબનું અસ્તિત્વ શીખો માટે એટલું જ પવિત્ર અને અમૂલ્ય છે. હરમંદિર સાહિબ ચારના દરવાજા સહિત બનાવવામાં આવ્યું છે જે દર્શાવે છે કે દરેક દિશાએથી આવતા ધર્મ અને ફિરકાના લોકો અહીં શાંતિ પ્રાર્થના સાંભળવા કે ધ્યાન આદિ માટે આવી શકે છે.

ઇતિહાસ

શીખોના ચોથા ગુરુ, ગુરુ રામ દાસ ૧૫૭૭માં આ સરોવર ખોદાવડાવ્યું જે અમૃત સર તરીકે ઓળખાવા લાગ્યું (અર્થાત : અમરત્વ પ્રદાન કરતાં અમૃતનું તળાવ), આ સાથે તેની આસપાસ વસેલા શહેરનું નામ પણ અમૃતસર પડ્યું. આ સમયગાળામાં, એક ભવ્ય શીખ ઈમારત, હર મંદિર સાહિબ (ભગવાનનું મંદિર), આ તળાવની વચમાં બાંધવામાં આવી જે આગળ જતાં શીખત્વનું કેન્દ્ર બની ગઈ. આના ગર્ભમાં આદિ ગ્રંથ રખાયો જેમાં રચના, શીખ આદર્શો, તત્વજ્ઞાન અને શીખ ગુરુઓઅને ગુરુ નાનક ના સમયના અન્ય સંતો જેમ કે રવિદાસ એક હિંદુ ગુરુ, બાબા ફરીદ એક સૂફી સંત અને કબીર, આ સૌ કે જેમને શીખો ભગર તરીકે ઓળખાવે છે તેમનું સાહિત્ય સીખ રખાઈ છે.

આદિ ગ્રંથ ની રચના નું કામ પાંચમા ગુરુ ગુરુ અર્જુન દેવજી ના સમયથી શરૂ કરાયું.

અમૃતસર ક્ષેત્ર

અમૃતસર પંજાબના માઝા ક્ષેત્રમાં આવેલું છે. માઝાને બારી દોઆબ તરીકે પણ ઓળખાય છે,કેમકે ત્યાં બે નદીઓ આવેલી છે (દો = બે, આવ = નદીઓ) અથવા આ ક્ષેત્રની બે નદીઓ રાવિ નદી અને બિયાસ નદી વચ્ચેની ફળદ્રુપ જમીન. આમતો , માઝા ક્ષેત્ર પ્રાચીન પંજાબ પ્રાંતની મધ્યમાં આવેલું છે, જેમાં ગુરુદાસપુર, બટાલા અને તર્ણ તારણ સાહિબ અને અમૃતસર શામિલ હતાં. અમૃતસરને "સીફતી દા ઘર" એટલે કે વંદનીય ઘર તરીકે પણ ઓળખાય છે.

હરમંદિર સાહિબનું બાંધકામ

સુવર્ણ મંદિર, અમૃતસર 
રાત્રિના સમયે હરમંદિર સાહિબ

ઈ.સ. ૧૫૭૪માં બંધાયેલ પ્રાચીન મંદિર એક તળાવ અને પાંખા જંગલથી ઘેરાયેલ હતું. મોગલ સમ્રાટ સમ્રાટ અકબર, જેઓ ત્રીજા શીખ ગુરુ ગુરુ અમરદાસને મળવા, બાજુના નગર ગોઈન્દવાલ આવ્યાં ત્યારે આ નગરની જીવન શૈલી જોઈને એટલા પ્રભાવિત થયાં કે તેમણે તે નગર જાગીર લગ્ન ભેટ તરીકે ગુરુની પુત્રી ભાનીને આપી દીધું જે ભાઈ જેઠાને પરણી હતી. આગળ જતાં ભાઈ જેઠા ચોથા શીખ ગુરુ બન્યાં ગુરુ રામદાસ તરીકે ઓળખાયા. ગુરુ રામદાસે આ તળાવને મોટો કરાવડાવ્યો અને તેની આસપાસ નાનકડું નગર વસાવ્યું. ગુરુ રામદાસના નામ પરથી આ નગરનું નામ "ગુરુ કા ચક", "ચક રામ દાસ" અથવા "રામદાસ પુરા" તરીકે ઓળખાયું.

પાંચમા ગુરુ, ગુરુ અર્જન દેવજી (૧૫૮૧-૧૬૦૬)ના નેતૃત્વકાળ દરમ્યાન અહીં એક સંપૂર્ણ મંદિર બનાવાયું. ડિસેમ્બર ૧૫૮૮ માં ગુરુ અર્જન દેવજી ના પરમ મિત્ર એવા લાહોરના મહાન મુસ્લીમ સૂફી સંત હઝરત મિંયા મીર દ્વારા આ મંદિરનો ખૂણાનો પથ્થર રખાયો. એમ કહેવાય છે કે એક કડિયાએ તે પથ્થરને સીધો કર્યો ત્યારે ગુરુ અર્જન એ કહ્યું તે તેઓ એક પવિત્ર માણસ જે જાણે છે શું હોનારત હર મંદિર સાહેબ પર આવી શકે છે તેના દ્વારા કરેલ કાર્ય ને વિખોર્યું છે.

હરમંદિર સાહિબ પર ઇતિહાસમાં થયેલા હુમલાઓનું જેમકે અફઘાન અને મોગલ હુમલાઓ અને ૧૯૮૪નો ઓપરેશન બ્લુ સ્ટાર ભારતીય સેનાનો હુમલો આદિનું કારણ આ વાર્તા દ્વારા સમજાવવામાં આવે છે. જેના પછી સ્વતંત્ર શીખ દેશ ખાલિસ્તાન ની માંગણી શરૂ થઈ.

આ મંદિરનું બાંધકામ ઈ.સ. ૧૬૦૪માં પૂર્ણ થયું. ગુરુ અર્જન દેવજી એ તેમાં આદિ ગ્રંથની સ્થાપના કરી અને તેમાં પ્રથમ ગ્રંથી-પાઠક તરીકે બાબા બુઢ્ઢાની વરણી કરી. અઢારમી સદીની મધ્યમાં અફઘાન હુમલો કે જે અહેમદશહ અબ્દલ્લીના સેનાપતિ જહાન ખાન દ્વારા કરાયો તેમાં આ મંદિરને ઘણું નુકશાન થયું અને ૧૭૬૦માં તેને ફરી બંધાવવું પડ્યું. અલબત, આ હુમલાના પ્રતિશોધ રૂપે શીખ સેનાને અફઘાન સેનાની શોધ માટે મોકલાઈ હતી. તેમને કોઈ પણ પ્રકારની દયા ન રાખવાનો આદેશ હતો અને ઐતિહાસિક પુરાવા બતાવે છે કે કોઈ દયા રખાઈ ન હતી. બંને સૈન્યો અમૃતસરથી દૂર પાંચ કિમી આગળ ટકરાઈ અને ત્યાં જહાન ખાનના સૈન્યને હણી દેવાયું. તેને સ્વયં સેનાપતિ દયાલ સિંઘે હણ્યો હતો.

હરમંદિર સાહેબ સંકુલ અને પાડોશી ક્ષેત્ર

સુવર્ણ મંદિર, અમૃતસર 

આ મંદિર એક મોટા સરોવર દ્વારા ઘેરાયેલું છે, જેને અમૃતસર કહે છે (અમૃતનું સરોવર). આ મંદિરને ચારે તરફ ચાર પ્રવેશદ્વાર છે,જે અન્યોને અપનાવવાના અને મુક્ત વિચાર સરણીને પ્રદર્શિત કરે છે; વિસ્મય કારક રીતે , આ જ વિચાર શરણીને આધારે ઓલ્ડચેસ્ટામેંટમાં એઅવું કથન છે કે અબ્રાહમનો તંબૂ ચારે તરફથી ખુલ્લો હતો જેથી તેમાં ચારે દિશામાંથી આવતાં પ્રવાસીઓ આવી શકે. આ મંદિર સંકુલમાં ઘણાં શીખ ગુરુઓ સંતો અને શહીદોના સ્મારકો આવેલા છે. (નક્શો જુઓ). તેમાં ત્રણ પવિત્ર ઝાડ છે (બેર) જે દરેક સાથે કોઈક ઐતિહાસીક ઘટાના કે કોઈક ગુરુઓ જોડાએલા છે. આ સંકુલ્માં ઘણાં યાદગિરીના પાટિયા છે જેના પર ઐતિહાસી ઘટનાઓ સંતો શહીદો ના નમ અને પ્રથમ અને દ્વીતીય વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલ શીખોના નામ પણ છે. નવા પ્રવાસીઓ નક્શામાં આવેલ (4) આ સ્થળે માહિતી કચેરીમાં જાય તે સલાહ યોગ્ય છે. ત્યારે બાદ મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં આવેલ ઘંટા ઘર દેઓરી (ઘડિયળ મિનાર દ્વાર) તરીકે ઓળખાતી ઈમારત કે જેમાં શીખ કેંદ્રીય સંગ્રહાલય છે તે પણ જોવું જોઈએ. ધર્મ, જાત, પંથ, રંગ કે લિંગના ભેદભાવ વગર સૌ કોઈ આ મંદિરમાં પ્રવેશી શકે છે. મંદિર પરિસરમાં હોય તે સમય દરમ્યાન મદ્યપાન, ધુમ્રપાન કે અન્ય નશો, માંસાહાર પર પાબંદી છે. આ સિવાય પ્રવાસીઓએ મંદિર તરફ સન્માનના ચિન્હ રૂપે માથું ઢાંકીને રાખવું પડી છેૢ જૂતા-ચંપલ મોઝાં ઉતારીને ખુલ્લ પગે જ મંદિરમાં પ્રવેશવા મળે છે. પ્રવાસીઓએ મંદિરમાં પ્રવેશતા પહેલા એ નાના ઝરણામાં પગ ધોઈને અંદર પ્રવેશવું પડે છે. જો માથે ઢાંકવા કાઈ ન હોય તો ત્યાં સ્કાર્ફ મળે છે.

૧૯૮૮માં ઓપરેશન બ્લુ થંડર બાદ સરકારે મંદિર પરિસરની ફરતે મંદિરના સુરક્ષા કવચ બનાવવા લીધે અમુક ઘરો સહીત જમેન હસ્તગત કરી. ઘણાં માણસોને આમાં સ્થાનાંતરીત કરાયાં હતાં. આ કાર્યક્રમની શીખો અને ઉગ્રવાદીઓ દ્વારા ખૂબ નિંદા થઈ અને આ યોજનાથી સંલગ્ન વરિષ્ઠ ઈજનેરની હત્યા થઈ આને પરિણામે આ યોજના પડતી મુકાઈ. આ યોજનાને ફરી ૧૯૯૩ માં ઉપ કમિશ્નર કરણ બીર સિંઘ સિદ્ધુ દ્વારા ગલિયારા પ્રેજેક્ટના નિર્દેશક પદે જીવંત કરાઈ. તેમણે ફરતે સુરક્ષા કવચનો વિચાર બદલીને દ્વીતીય પરિક્ર્માનો વિચાર વહેતો મુક્યો અને તેમણે એવા દ્રશ્યની યોજના મુકી જે મંદિરના વાસ્તુને સુસંગત હતી. આ બધી યોજના શિરોમણે ગુરુદ્વારા પ્રબંધક કમીટીની સાથે મસલત કરતાં કરતાં કરાઈ. પ્રવાસીઓ આ ગલિયારામાં પગપાળા ચાલી શકે છે, ત્યાં કોઈ પણ વાહનો ને પ્રવેશ નથી.

સુવર્ણ મંદિર, અમૃતસર 
લંગર દેઓરી અથવા પૂર્વી પ્રવેશ દ્વાર અથસથ તીર્થ નજીક (૬૮ પવિત્ર સ્થળો), (8) નક્શા પર અને લંગર હોલ (18)

કળા કારીગિરી અને સ્મારક સ્થાપત્ય

મંદિરના ઉપરના માળાઓ અને ઘુમ્મટને ને મઢેલી સુવર્ણ તક્તિઓ તથા આરસ પહણનું કામ પંજાબના મહારાજ રણજીત સિંહના સમયમાં કરાવાયું હતું. તેમને શેર એ પંજાબ (પંજાબનો સિંહ) કહેવાતા. તેમણે આ ગુરુ દ્વારાને ધનું દાન આદિ આપ્યું હતું. તેઓ પંજાબી સમાજ માં અને ખાસ કરીને શીખ સમાજમાં અત્યંત લોકપ્રિય છે. તે સમયના પંજાબની રાજધાની લાહોરમાં ઘણી ઈમારતો માં આરસ અને સોનાની મઢામણી હતી. શીખ કાળમાં આ સોનું કઢાવી લેવાયું હતું. મહરાજા રણજીત સિંહે ઘણી ગુરુદ્વારાનો પુનઃ ઉદ્ધાર કરવ્યો અને ઘણી નવી ગુરુદ્વારાઓ બંધાવી. શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંઘ જીપ્રત્યે તેમને અપાર માન અને સ્નેહ હતો તેમની યાદમાં શીખોની બે અન્ય મહત્ત્વ પૂર્ણ ગુરુદ્વારા તેમણે બંધાવી. તખ્ત શ્રી પટના સાહિબ (ગુરુ ગોવિંદ સિંહજી જન્મ સ્થળે બંધાયેલ) અને તખ્ત શ્રી હઝુર સાહિબ (જ્યાં ગુરુ ગોવિંદસિંહજી અવસાન પામ્યાં).

દર્શની દેઓરી એક ઉંચી પગદંડી પર ખુલે છે જે હરમંદિર સાહીબના પવિત્ર ગર્ભગૃહ તરફ દોરે છે; તે ઊંચુ છે તે ૨૦૨ ફીટ ઊંચુ અને પ હોળાઈમાં ૨૧ ફુઉટ પહોળું છે. કમાન ની સામે અકાલ તખ્ત આવેલો છે. હરી સિંઘ નલવા, શીકહ રાજ્યના સેનાપતિ, અકાલ તખ્તને સોનાથી ચમકાવવા માંગતા હતાં અને તેમણે પોતાની સંપત્તિનો ભાગ આ માટે દાન કરી દીધી હતી. તેમણે ગુરુ ગંથ સાહેબના આવાગમન માટે એક સોનાની પાલખી પણ ભેંટ કરી હતી. અત્યારે ૧૮૩૦ કરતાં જૂની કોઈ પાલખી હરમંદિર સાહીબમાં નથી. ઓપરેશન બ્લૂસ્ટાર સમયે તે નાશ પામી હતી. હુકમ સિંઘ ચિમ્ની એ હરમંદિર સાહિબના સુશોભન માટે દાન આપ્યું હતું.

હરમંદિર સાહિબ પર મનાવાતા ઉત્સવો

સુવર્ણ મંદિર, અમૃતસર 
Twin towers (17 નક્શામાં) રામગર્હીયા બુંગા

વૈશાખી અથવા બૈસાખી હરમંદિર સાહિબ માં મનાવાતો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે જે મોટે ભાગે એપ્રિલના બીજા અઠવાડીયામાં મનાવાય છે(૧૩મી મોટે ભાગે). આ દિવસે શીખો ખાલસાની સ્થપનાને પણ મનાવે છે અને હરમંદિર સાહિબમાં ખૂબ ઉલ્લાસથી મનાવાય છે. શીખોના અન્ય ધાર્મિક દિવસો છેઃ ગુરુ તેગ બહાદુરનો શહીદી દિવસ, ગુરુ નાનકનો જન્મ દિવસ વગેરે. આમને પણ ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવાય છે. તેજ રીતે દિવાળીના દિવસે હરમંદિર સાહિબને દીવડાથી શણગારાય છે અને આતશબાજી કરાય છે. આવા અમુક ખાસ દિવસો ૧૦થી ૧૨૨ લાખ શ્રદ્ધાળુઓ હરમંદિર સહીબની મુલાકાત લે છે.

પોતાના જેવન કાળ દરમ્યાન એક વખતતો હરમંદિર સાહિબની યાત્રા શીખો અવશ્ય કરે છે, ખાસકરીને તેમના જન્મ દિવસે, લગ્ન પ્રસંગે, બાળક જન્મ વખતે, આદિ.

ઓપરેશન બ્લ્યુ સ્ટાર

જૂન 3 અને જૂન ૬ ૧૯૮૪ની વચ્ચે ભારતીય સેનાએ ઈંદિરા ગાંધીના આદેશ અનુસાર જરનૈલ સિંઘ ભિંદરવાલેને અટક કરવા માટે સુવર્ણ મંદિરમાં પ્રવેશ કર્યો. તેણે અમે તેમના અમુક અનુચરોએ હરમંદિર સાહિબમાં આશ્રય લીધો, અને તેને ત્રાસવાદી ગતિવિધી ફેલાવવાના ગુનામાં અટક કરવા માંગતી પોલીસનો સમનો કરતો રહ્યો.

તેણે હરમંદિર સાહિબ અને અન્ય ઈમારતોને સશત્ર કરી. એક નોંધ પ્રમાણે હળવી મશીન ગન આધુનીક સેલ્ફ લોડીંગ રાઈફલ આદિ આ સંકુલમાં લવાય હતાં

ઈંદિરા ગાંધી ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવવાનો આદેશ આપ્યો, અને ભિંદરવાલેના ટેકેદાર અને સેના વચ્ચે ભીષણ ઝપાઝપી થઈ. આમાં ભિંદરવાલેના ઘણાં ટેકેદારો સૈનિકો અને નાગરિકો જેમને તે સમયે મંદિરથી બહાર જવા ન દેવાયા હતાં તેમાંના ઘણાં મૃત્યુ પામ્યા. સત્તાવાર સ્ત્રોત અનુસાર મૃતકોની સંખ્યા ૮૩ સૈનિકો અને ૪૯૨ નાગરિકો. આ હુમલામાં હરમંદિર સાહિબને પણ ઘણું નુકશાન થયું,ખાસ કરીને શ્રી અકાલ તખ્ત સાહિબ.

કહે છે ઓપરેશન બ્લુ સ્ટારના સમયે ઈંદિરા ગાંધીએ જનરલ વૈદ્યને એમ કહ્યું હતું કે "મને ભિંદરેવાલ મૃત જોઈએ છે."[સંદર્ભ આપો] ઘણાં શીખોએ આ હુમલાને તેમના પવિત્ર સ્થળ પરનો હુમલો ગણ્યો. તે પછીના ઓક્ટોબર મહિનામાં ઈંદિરા ગાંધીના બે શીખ અંગ રક્ષકોએ તેમની હત્યા કરી હતી..

સુવર્ણ મંદિર, અમૃતસર 
અકાલ તખ્ત: આજની સ્થિતી

૧૯૮૬માં શ્રી અકાલ તખ્ત સાહિબનું સમાર કામ કરવામાં આવ્યું, જેને રાજીવ ગાંધી સરકાર દ્વારા વગર વાતચિતે હાથ ધરાયું હતું, તેને કાઢી નખાયું. ૧૯૯૯માં શ્રી અકાલતખ્તનું સમાર કામ ભક્તો દ્વારા કરાયેલ શ્રમદાન દ્વારા ખતમ કરાયું.

છબીઓ

સંબંધિત પુસ્તક

સંદર્ભ

બાહ્ય કડીઓ

સુવર્ણ મંદિર, અમૃતસર 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

સુવર્ણ મંદિર, અમૃતસર પરિચયસુવર્ણ મંદિર, અમૃતસર ઇતિહાસસુવર્ણ મંદિર, અમૃતસર હરમંદિર સાહેબ સંકુલ અને પાડોશી ક્ષેત્રસુવર્ણ મંદિર, અમૃતસર કળા કારીગિરી અને સ્મારક સ્થાપત્યસુવર્ણ મંદિર, અમૃતસર હરમંદિર સાહિબ પર મનાવાતા ઉત્સવોસુવર્ણ મંદિર, અમૃતસર ઓપરેશન બ્લ્યુ સ્ટારસુવર્ણ મંદિર, અમૃતસર છબીઓસુવર્ણ મંદિર, અમૃતસર સંબંધિત પુસ્તકસુવર્ણ મંદિર, અમૃતસર સંદર્ભસુવર્ણ મંદિર, અમૃતસર બાહ્ય કડીઓસુવર્ણ મંદિર, અમૃતસર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચંદ્રશેખર આઝાદબગદાણા (તા.મહુવા)નળાખ્યાન (પ્રેમાનંદ)ગુજરાત વિધાનસભાક્ષેત્રફળસ્વામિનારાયણ સંપ્રદાયસૂર્યમંદિર, મોઢેરાઆરઝી હકૂમતઇસ્લામસૂર્યગ્રહણરાજકોટદેવચકલીઆઝાદ હિંદ ફોજખાખરોમહેસાણાભારતીય બંધારણ સભામાનવ શરીરકેદારનાથવર્ણવ્યવસ્થાપ્રથમ પંચવર્ષીય યોજનાઆસનતલાટી-કમ-મંત્રીસંજ્ઞાયોગ (મનોશારીરીક જીવનશૈલી)રંગપંચમીવિશ્વ જળ દિનસૂર્યનમસ્કારગોવાઝિંઝુવાડા (તા. દસાડા)પવનચક્કીભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપ્લાસીની લડાઈવડભાષાકર્ક રાશીકલ્પવૃક્ષમુસલમાનઅશ્વગંધા (વનસ્પતિ)સાપઋગ્વેદમહેન્દ્ર સિંઘ ધોનીહમીરજી ગોહિલનિરોધદ્રૌપદીગુજરાતી અંકઅવકાશ સંશોધનકેન્સરરસાયણ શાસ્ત્રભારતના રજવાડાઓની યાદીસિંધવવાછરાદાદાચેસલોહીચાવડા વંશમહાવીર સ્વામીખેતીશીખસોનિયા ગાંધીરાજા રામમોહનરાયહર્ષ સંઘવીગુજરાતનું રાજકારણજાડેજા વંશદુલા કાગરોગભારતીય અર્થતંત્રસંગીત વાદ્યગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળકૃષ્ણકુમારસિંહ ગોહીલલોથલશામળાજીઅંગ્રેજી ભાષાબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાદિલ્હીવીમોએ (A)ધ્વનિ પ્રદૂષણ🡆 More