સંસ્કૃત ભાષા: પ્રાચીન ભારતીય ભાષા

સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે.

સંસ્કૃતનું ભારતીય-યુરોપીય ભાષાસમૂહની ભારતીય-ઈરાણીયન શાખાની ભારતીય-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આદિમ-ભારતીય-યુરોપીય ભાષાને ઘણી મળતી આવે છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. આ બધી ભાષાઓમાં યુરોપીય વણજારાઓ (વિચરતી જાતિ)ની રોમન ભાષાનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.

સંસ્કૃત
संस्कृतम्
સંસ્કૃતમ્
संस्कृतम्
saṃskṛtam શબ્દ દેવનાગરીમાં લખ્યો છે.
ઉચ્ચારણ[sə̃skr̩t̪əm] audio speaker iconpronunciation 
વિસ્તારભારત
યુગઇ.સ. પૂર્વે ૨૦૦૦ - ઇ.સ. ૬૦૦ (વેદિક સંસ્કૃત), પછી તેના વડે મધ્ય ઇન્ડો-આર્યન ભાષાઓનો ઉદ્ભવ થયો.
સંસ્કૃતિની ભાષા તરીકે પ્રચલિત (શાસ્ત્રીય સંસ્કૃત).
પુનરોદ્ધારપુન:સજીવનના પ્રયત્નો. ભારત: ૧૪,૩૪૬ નોંધાયેલ (૨૦૦૧) નેપાળ: ૧,૬૬૯
ભાષા કુળ
Indo-European
  • ઇન્ડો-ઇરાનિયન
    • ઇન્ડો-આર્યન
      • સંસ્કૃત
પ્રારંભિક સ્વરૂપ
વેદિક સંસ્કૃત
લિપિ
દેવનાગરી
અનેક બ્રાહ્મી લિપિઓમાં લખાય છે.
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
ભારત
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1sa
ISO 639-2san
ISO 639-3san
ગ્લોટ્ટોલોગsans1269

સંસ્કૃત ઉચ્ચારણ અને લિપિ

સંસ્કૃત ભારતની ઘણી લિપિઓમાં લખાતી આવી છે, પરંતુ મૂળભુત રૂપે તે દેવનાગરી લિપિ સાથે જોડાયેલી ભાષા છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. દેવનાગરીમાંથી રોમન લિપિ માં લિપ્યાંતરણ માટે બે પદ્ધતિઓ પ્રચલિત છે: IAST અને ITRANS. શૂન્ય, એક કે અધિક વ્યંજનો અને એક સ્વર મળીને એક અક્ષર બને છે.

સ્વર

આ સ્વરો સંસ્કૃત માટે આપવામાં આવ્યા છે. હિન્દીમાં એમનો ઉચ્ચાર થોડો અલગ થાય છે.

સંસ્કૃત માં "ઐ" બે સ્વરો નું જોડકું હોય છે અને ગુજરાતી ભાષીઓ માટે તે "અ-ઇ" એ રીતે બોલાય છે. આ રીતેજ "ઔ" ને "અ-ઉ" એ રીતે બોલાય છે.

એ ઉપરાંત ગુજરાતી અને સંસ્કૃત માં નીચેના વર્ણાક્ષરોને પણ સ્વર માનવામાં આવે છે:

  • ઋ -- બોલચાલની ભાષામાં માં "રુ" ની જેમ, સંસ્કૃત માં American English syllabic / r / ની જેમ
  • ૠ -- ફક્ત સંસ્કૃત માં (દીર્ઘ ઋ)
  • ऌ -- ફક્ત સંસ્કૃત માં (syllabic retroflex l)
  • ॡ -- ફક્ત સંસ્કૃત માં (દીર્ઘ ऌ)
  • અં -- અડધો ન્, મ્, ઙ્, ઞ્, ણ્ ને માટે કે સ્વરનું નાસિકીકરણ (નાકમાંથી બોલવું) કરવા માટે
  • અઃ -- અઘોષ "હ્" (નિઃશ્વાસ) માટે
સંસ્કૃત ભાષા: સંસ્કૃત ઉચ્ચારણ અને લિપિ, વ્યાકરણ, વૈદિક સંસ્કૃત અને કાવ્ય સંસ્કૃત 

વ્યંજન

જ્યારે કોઈ સ્વરનો ઉપયોગ ન હોય ત્યારે ત્યાં 'અ' માનવામાં આવે છે. સ્વરના ન હોવાને હલન્ત અથવા વિરામથી દર્શાવવામાં આવે છે. જેમ કે ક્‌ ખ્‌ ગ્‌ ઘ્‌.

  • સંસ્કૃતમાં ષ નું ઉચ્ચારણ આ રીતે થતું હતું: જીભની ટોચ ને તાળવા તરફ ઉઠાવીને શ જેવો અવાજ કરવો. શુક્લ યજુર્વેદ ની મદ્યાન્હિની શાખામાં કેટલાક વાક્યોમાં 'ષ' નું ઉચ્ચારણ 'ખ' ની જેમ કરવુ એવુ માન્ય હતું. બોલચાલની ગુજરાતી ભાષામાં 'ષ'નું ઉચ્ચારણ સંપૂર્ણ રીતે 'શ'ની જેમ થાય છે.
  • સંસ્કૃતમાંથી (અને ગુજરાતીમાંથી) અંગ્રેજીમાં લિપ્યાંતર કરતી વેળા ઘણા લોકો, ણ અને ળનો ભેદ નથી પારખતા. 'ણ'ને માટે અંગ્રેજીમાં વર્ણ ન હોવાને કારણે તેનો ઉચ્ચર Nની રીતે કરવો જોઇએ, જ્યારે અંગ્રેજીમાં 'ળ'નો અભાવ હોવાથી તેનો ઉચ્ચર L કરવો જોઇએ.
  • આ જ રીતે 'ળ' ને ઘણા લોકો 'ડ' તરિકે ઉચ્ચારે છે, જે ખોટુ છે.

વ્યાકરણ

સંસ્કૃત વ્યાકરણ આધુનિક ભાષાઓ બોલનાર લોકો માટે થોડું અઘરૂ છે. અહીં એ સ્પષ્ટતા કરવી ઘટે કે ગુજરાતી, હીન્દી જેવી ભારતીય ભાષાઓ બોલનાર લોકો માટે સંસ્કૃત વ્યાકરણ ભલે અધરૂ રહ્યું છતાં સંસ્કૃત બોલવું એમના માટે અઘરૂં નથી કારણ કે આ ભાષાઓના ઘણાખરા શબ્દો શુદ્ધ સંસ્કૃતના જ છે અથવા સંસ્કૃત શબ્દોનાં અપભ્રંશ છે. સંસ્કૃતમાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાના વિવિધ પ્રકારના શબ્દ-રૂપો બનાવવામાં આવે છે, જે વ્યાકરણિક અર્થ પ્રદાન કરે છે. મહદંશે શબ્દ-રૂપો મૂળશબ્દના અંતમાં પ્રત્યય લગાવીને બને છે. એટલે એમ કહી શકાય કે સંકૃત એક બહિર્મુખી-અન્ત-શ્લિષ્ટયોગાત્મક ભાષા છે.

વૈદિક સંસ્કૃત અને કાવ્ય સંસ્કૃત

સંસ્કૃતનું પ્રાચીનતમ રૂપ વૈદિક સંસ્કૃત છે, જે હિન્દુ ધર્મના આદિ પુસ્તક વેદની ભાષા છે. વૈદિક સંસ્કૃત અને પ્રશિશ્ટ સંસ્કૃત વચ્ચે ઘણુ અંતર છે. મોટાભાગના લોકો પાણિનીના અષ્ટાધ્યાયીને સંસ્કૃત કાવ્યની શરુઆત માને છે. રામાયણ, મહાભારત અને પુરાણ કાવ્યો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સંસ્કૃત ભાષા સંસ્કૃત ઉચ્ચારણ અને લિપિસંસ્કૃત ભાષા વ્યાકરણસંસ્કૃત ભાષા વૈદિક સંસ્કૃત અને કાવ્ય સંસ્કૃતસંસ્કૃત ભાષા સંદર્ભસંસ્કૃત ભાષા બાહ્ય કડીઓસંસ્કૃત ભાષાઉડિયા ભાષાઉર્દૂ ભાષાકાશ્મીરી ભાષાગુજરાતી ભાષાનેપાળી ભાષાપંજાબી ભાષાપૂજાબંગાળી ભાષાભારતભારતીય-યુરોપીય ભાષાસમૂહમરાઠી ભાષાયજ્ઞસિંધી ભાષાહિંદી ભાષાહિન્દુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દલપતરામઉદ્‌ગારચિહ્નરુદ્રાક્ષતક્ષશિલાપર્યાવરણીય શિક્ષણગર્ભાવસ્થાચુડાસમાગુજરાતી લિપિરસીકરણઅજંતાની ગુફાઓમંત્રહેમચંદ્રાચાર્યગુલાબવિક્રમ ઠાકોરભારતનો રાષ્ટ્રધ્વજન્યાયશાસ્ત્રભજનનિવસન તંત્રદિવાળીમાધ્યમિક શાળાનરસિંહ મહેતાગંગાસતીજામા મસ્જિદ, અમદાવાદભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઅક્ષય કુમારવાઘરીજામીનગીરીઓરામખાવાનો સોડાઠાકોરલોકનૃત્યવૃષભ રાશીઆત્મહત્યામંથરામહાવીર સ્વામીકર્મસીદીસૈયદની જાળીલક્ષ્મીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ચામુંડાધરતીકંપમણિશંકર રત્નજી ભટ્ટભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકારડીયાઅંકલેશ્વરભાષાકાલરાત્રિઅંબાજીદક્ષિણ ગુજરાતમહર્ષિ દયાનંદગુજરાતી લોકોપ્રિયંકા ચોપરાગોળ ગધેડાનો મેળોકુમારપાળટાઇફોઇડસુરતપોલિયોપ્રશ્નચિહ્નઑસ્ટ્રેલિયાભારતીય રૂપિયા ચિહ્નરતન તાતાસુરેન્દ્રનગર જિલ્લોબદ્રીનાથસ્વાધ્યાય પરિવારરઘુવીર ચૌધરીસ્ત્રીમરાઠી ભાષાદિવ્ય ભાસ્કરમહારાષ્ટ્રસલામત મૈથુનફૂલપરેશ ધાનાણીક્રિકેટઅગિયાર મહાવ્રતઆંગણવાડીઘર ચકલી🡆 More