બુરુન્ડી

30°00′E / 3.500°S 30.000°E / -3.500; 30.000

બુરુન્ડી (/bəˈrʊndi, -ˈrʌn-/), સત્તાવાર નામ બુરુન્ડીનું પ્રજાસત્તાક [buˈɾundi]; French: République du Burundi, [buʁundi] or [byʁyndi]), એ પૂર્વ આફ્રીકાના મહાન સરોવરોના ક્ષેત્રમઆં આવેલો એક ભૂમિથી ઘેરાયેલો દેશ છે. , તેની સીમા ઉત્તરમાં રવાંડા, પૂર્વ અને દક્ષિણમાં ટાન્ઝાનીયા અને પશ્ચિમમાં કોંગોનું લોકશાહી પ્રજાસત્તાક આવેલા છે. આ દેશને મધ્ય આફ્રિકાનો પણ ભાગ માનવામાં આવે છે. બુજુમ્બુરા બુરુન્ડીની રજધાની છે. આ દેશની સીમા નૈઋત્ય સીમા ટાંગાન્યીકા સરોવરની બાજુમાં પડે છે.

બુરુન્ડીનું સાર્વભોમ

રિપબ્લિકા યુ બુરુન્ડી(કીરુન્ડી)
રિપબ્લિક દુ બુરુન્ડી (ફ્રેન્ચ)
બુરુન્ડીનો ધ્વજ
ધ્વજ
બુરુન્ડી નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: 
  • "ઉબુમ્વે, ઈબીકોર્વા, અમજામ્બેરે" ()
  • "યુનાઈટ, ટ્રવેઈ, પ્રોગ્રેસ્સ" ()
રાષ્ટ્રગીત: બુરુન્ડી બ્વાકુ
અમારું બુરુન્ડી
 બુરુન્ડી નું સ્થાન  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
 બુરુન્ડી નું સ્થાન  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

Location of બુરુન્ડી
રાજધાની
and largest city
બુજુમ્બુરા
3°30′S 30°00′E / 3.500°S 30.000°E / -3.500; 30.000
Official languagesકિરુન્ડી (રાષ્ટ્રીય અને સત્તાવાર)
ફ્રેંચ (સત્તાવાર)
અંગ્રેજી (સત્તાવાર)
વંશીય જૂથો
  • 85% Hutu
  • 14% Tutsi
  •   1% Twa
  • ~3,000 Europeans
  • ~2,000 South Asians
લોકોની ઓળખબુરુન્ડીયન
સરકારPresidential republic
• President
Pierre Nkurunziza
• 1st Vice-President
Gaston Sindimwo
• 2nd Vice-President
Joseph Butore
સંસદParliament
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
National Assembly
Status
• Part of Ruanda-Urundi
(UN trust territory)
1945–1962
• Independence from Belgium
1 July 1962
• Republic
1 July 1966
• Constitution of Burundi
28 February 2005
વિસ્તાર
• કુલ
27,834 km2 (10,747 sq mi) (142nd)
• જળ (%)
10
વસ્તી
• 2016 અંદાજીત
10,524,117 (86th)
• 2008 વસ્તી ગણતરી
8,053,574
• ગીચતા
401.6/km2 (1,040.1/sq mi)
GDP (PPP)2017 અંદાજીત
• કુલ
$7.985 billion
• Per capita
$808
GDP (nominal)2017 અંદાજીત
• કુલ
$3.393 billion
• Per capita
$343
જીની (2013)39.2
medium
માનવ વિકાસ દર (HDI) (2015)Decrease 0.404
low · 184th
ચલણBurundian franc (FBu) (BIF)
સમય વિસ્તારUTC+2 (CAT)
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાright
ટેલિફોન કોડ+257
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).bi

લગભ ૫૦૦ વર્ષોથી ત્વા, હુતુ અને તુત્સી જાતિના લોકો બુરુન્ડીમાં રહે છે. તેમાંના ૨૦૦ વર્સોસુધી બુરુન્ડી એક સ્વતંત્ર દેશ (રાજ) હતું. ત્યાર બાદ ૨૦મી સદીની શરૂઆતમાં જર્મનીએ તેને પોતાનું સંસ્થાન બનાવ્યું. પ્રથમ વિશ્વ વિગ્રહમાં જર્મનીના પરાજય પછી આ પ્રદેશન બેલ્જીયમના તાબામાં ગયો. જર્મની અને બ્લ્જીયમ બન્ની રવાંડા અને બુરુન્ડીને રુઆન્ડા-ઉરુન્ડી તરીકે ઓળખાતી યુરોપિયન કોલોની તરીકે સાશન ચલાવ્યું. પ્રચલિત માન્યતાથી વિપરીત, બુરુન્ડી અને રવાંડા યુરોપીય સંસ્થાન શાસન પહેલાં ક્યારે પણ એક છત્ર હેઠળ ન હતા.

ઈ. સ. ૧૯૬૨માં બુરુન્ડીને સ્વતંત્રતા મળી અને તે એક રાજાશાહી દેશ બન્યો. પરંતુ સળંગ હાત્યાઓ, સત્તા ઉથલાવવાના પ્રયાસો, અસ્થિરતાના વાતાવરણને કારણે ઈ.સ ૧૯૬૬માં આ દેશ એક પાર્ટી વાળું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો.

વંશીય કતલ, બે ગૃહયુદ્ધ અને ૧૯૭૦ તથા ૧૯૯૦ના નરસંહારને કારણએ દેશ અવિકસિત રહ્યો છે અને અહીંની પ્રજા વિશ્વની સૌથી ગરીબ પ્રજાઓમાંની એક છે. ઈ. સ. ૨૦૧૫માં પ્રમુખ પીરી ન્કુરુન્ઝીઝાએ ત્રીજી વખત પ્રયાસ કરતાં મોટા પ્રમાણમાં રાજનૈતિક સંઘર્ષ ફાટી નીકળ્યો, સત્તા પલટાનો પ્રયનત્ન નિષ્ફળ રહ્યો અને આ દેશની સંસદએએય અને પ્રમુખની ચુંટણીની આંતરરાસ્ટ્રીય સમુદાયે આલોચના કરી.

બુરુન્ડી એ અનેક પાર્ટી ધરાવતી પ્રતિનિધીત્વ લોકશાહી પ્રમુખશાહીગણતંત્ર છે. બુરુન્ડિના રાષ્ટ્રપતિ દેશનએ સરકારના મોવડી હોય છે. અત્યારે બુરુન્ડીમાં ૨૧ નોંધાયેલ પાર્ટીઓ છે. ૧૩ માર્ચ ૧૯૯૨ના દિવસે સત્તા પલટાવનાર તુત્સી નેતા પીરી બુયોયાએ સંવિધાન સ્થાપ્યું. જેને લીધે વિવિધ પાર્ટીઓના ગઠન અને સ્પર્ધાને અવકાશ મળ્યો. તેના છ વર્ષ પછી, ૬ જૂન ૧૯૯૮ના દિવસે સંવિધાન બદલવામાં આવ્યું જેમં રાષ્ટ્રીય સભાની બેઠકો વધારવામાં આવી અને બે ઉપ-પ્રમુખની જોગવાઈ કરવામાં આવી. અરુશા સંધિને કારણે ઈ. સ. ૨૦૦૦માં સંક્રમણ કાળની સરકારની સ્થાપના કરી. ઑક્ટોબર ૨૦૧૬માં, બુરુન્ડી આંતરરાષ્ટ્રીય ફોજદરી અદાલતમાંથી રાજીનામાની થવાની માહિતી કરી.

બુરુન્ડીએ મોટે ભાગે ગ્રામ્ય સમાજ રચના ધરાવે છે, ૨૦૧૩ ના આંકડા અનુસાર માત્ર ૧૩% લોકો શહેરોમાં રહે છે. અહીં વસતિની ઘનતા ૩૧૫ લોકો પ્રતિ ચો. કિ. મી. છે, જે સહારા સિવાયના આફ્રિકામાં બીજી સૌથી વધારે છે. બુરુન્ડીમાં ૮૫% લોકો હુતુ જાતિના છે, ૧૫% તુત્સિ અને અન્ય ૧% ત્વા અને અન્ય જાતિના છે. બુરુન્ડીની સત્તાવાર ભાષાઓ કીરુન્ડી, ફ્રેન્ચ અને અંગ્રેજી છે. સત્તાવાર રીતે કીરુન્ડીને એક માત્ર રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારાઈ છે.

બુરુન્ડી આફ્રિકાના સૌથી નાના દેશોમાંના એક છે. તે વિષુવવૃત્તિય આબોહવા ધરાવે છે. બુરુન્દી પૂર્વ આફ્રિકાની ખંડીય ફાટની પશ્ચિમ શાખાના આલ્બર્ટાઈન ફાટ નો એક ભાગ છે. આ દેશ મધ્ય આફ્રિકાના વિવિધ ઉંચાઈ વિષમતલ ઉચ્ચપ્રદેશમાં આવેલો છે. આ દેશનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ હેહા (૨૬૮૫ મી, ૮૮૧૦ ફૂટ) રાજધાની બુજુમ્બુરાની અગ્નિ દિશામાં આવેલું છે. નાઈલ નદીનો સૌથી દૂર આવેલો છેડો તેની ઉપ નદી રુવ્યીરોન્ઝા નદીમાં આવેલો છે જેનું ઉદ્ગમ બુરુન્ડીના બુરુરી રાજ્યમાં છે. નાઈલ નદીને કાગેરા નદી રુવ્યીરોન્ઝા નદી થકી વિક્ટોરિયા સરોવર સાથે જોડાયેલી છે. ટાન્ગાન્યીકા સરોવર બુરુન્ડીના નૈઋત્ય ખૂણે આવેલું છે. બુરુન્ડીમાં બે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, કીબીરા રાષ્ટ્રીય ઉદ્યાન (રવાન્ડાના ન્યુન્ગવે રાષ્ત્રીય ઉદ્યાનની બાજુમાં) અને રુવુબુ રાસ્ટ્રીય ઉદ્યાન (રુરુબુ, રુવુબુ કે રુવુવુ નદીને કિનારે). આ બન્ને રાષ્ટ્રીય ઉદ્ધાનની સ્થાપના ૧૯૮૨માં થઈ હતી. બુરુન્ડી જમી મોટે ભાગે ખેતી અથવા તો ગોચર છે.

ગામડામાં વસવાટને કારણે વન વિનાશ, માટીનું વિદારણ અને નિવસનતંત્રના નાશ થયો છે. વન વિનાશનું મૂળ કારણ વસતી વધારો અને તેની અત્યંત વધુ ઘનતા છે. માત્ર ૨૩૦ ચો માઈલ ક્ષેત્રમાં જંગલ છે અને તેમાં દરવર્ષે ૯% નો ઘટાડો થતો જાય છે. ગરીબી સાથે સાથે બુરુન્ડીની પ્રજાને ભ્રષ્ટાચાર, નબળી માળખાગત સુવિધાઓ, નબળી સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ અને ભૂખ મારાનો પણ સામનો કરવો પડે છે. બુરુન્ડીમાં વસતીની ઘનતા વધુ છે અને સ્થળાંટરનું પ્રમણ પણ વધુ છે કેમકે યુવાનો રોજગારની શોધમાં અન્ય જાય છે. ૨૦૧૮ના વિશ્વના ખુશીના અભ્યાસમાં બુરુન્ડી સૌથી ઓછા ખુશ રાષ્ટ્ર તરીકે છેલ્લા એટલે કે ૧૫૬માં ક્રમાંકે આવેલું હતું. .

સંદર્ભો

Tags:

Geographic coordinate system

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીરામચરિતમાનસખંડકાવ્યધીરુબેન પટેલજનરલ સામ માણેકશાતાલુકા પંચાયતભાવનગર જિલ્લોરાજ્ય સભાવાઘેલા વંશસરિતા ગાયકવાડ૧૮૫૭ની ભારતીય ક્રાંતિભારતીય સ્વતંત્રતા ચળવળભારતના આંતરરાષ્ટ્રીય હવાઈમથકોની યાદીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમોરબી જિલ્લોપોરબંદરકાલરાત્રિકંપની (કાયદો)ઘુડખર અભયારણ્યમહાવીર જન્મ કલ્યાણકયજુર્વેદરમત-ગમતરેવા (ચલચિત્ર)ફુગાવોદિપડોપોપટમોરભારતમાં મહિલાઓક્રિકેટનો ઈતિહાસરાજધાનીજ્યોતિબા ફુલેમલેરિયાહળદરબિરસા મુંડારંગપુર (તા. ધંધુકા)મહાવીર સ્વામીઋગ્વેદદલપતરામઅશ્વગંધા (વનસ્પતિ)અમરેલીસાપઅમરનાથ (તીર્થધામ)સ્વાધ્યાય પરિવારરવિન્દ્રનાથ ટાગોરકલાપીનારાયણ સ્વામી (ભજનીક)દ્વારકાધીશ મંદિરસલામત મૈથુનપંચતંત્રસ્વામિનારાયણ સંપ્રદાયની ટીકાકરીના કપૂરત્રિકોણઆદિ શંકરાચાર્યગઢડા તાલુકોચિત્રલેખાસમાજશાસ્ત્રગુજરાતની ભૂગોળપ્રત્યાયનહેમચંદ્રાચાર્યMain Pageશીખવડોદરામોહેં-જો-દડોઅજંતાની ગુફાઓગુજરાતી ફિલ્મોની યાદીધીરૂભાઈ અંબાણીમીરાંબાઈહનુમાન જયંતીગુજરાત વડી અદાલતપર્વતનગરપાલિકાવડોદરા રાજ્યડેન્ગ્યુગણિતનરેન્દ્ર મોદી સ્ટેડિયમભારતનું બંધારણ🡆 More