નાઇજીરિયા

નાઇજીરીયા, સાંવિધાનીક નામ ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરીયા, એક સમવાયી સાંવિધાનીક ગણતંત્ર છે જેમાં ૩૬ રાજ્યો અને એક સમવાયી રાજધાની પ્રદેશનો સમાવેશ થાય છે.

આ દેશ પશ્ચિમ આફ્રિકામાં આવેલો છે અને તેની ભૂમિગત સીમા પશ્ચિમ દિશામાં બેનિન ગણરાજ્ય, પૂર્વ દિશામાં ચૅડ અને કેમેરુન અને ઉત્તર દિશામાં નાઈજર સાથે છે. તેનો સમુદ્રી તટ પ્રદેશ તેના દક્ષિણ ભાગમાં એટલાંટીક મહાસાગરના ગિનીના અખાતમાં આવેલો છે. તેની રાજધાની અબુજા શહેર છે. નાઇજીરીયાના સૌથી મોટા અને પ્રભાવશાળી એવા ત્રણ નૃવંશ જુથોની યાદીમાં હૌસા, ઈગ્બો તેમજ યારુબા જાતિઓનો સમાવેશ થાય છે.

નાઇજીરિયા
નાઇજીરીયાનો ધ્વજ.
નાઇજીરિયા
દુનિયાના નકશા ઉપર નાઇજીરીયા.

નાઇજીરીયાના લોકોનો ધણો લાંબો ઇતિહાસ છે અને પુરાતત્ત્વવિદ્યાના પુરાવા પ્રમાણે એમ માનવામાં આવે છે કે અહીં ઈ.પુ. ૯૦૦૦ થી માનવીઓની વસાહત રહી છે. બેન્યુ નદીનો તટ વિસ્તાર બન્ટુ લોકોનું મૂળભુત વતન માનવામાં આવે છે. જેઓ ત્યાર બાદ ઈ.પુ. પહેલી અને ઈ.સ. બીજી સદીનાં સમયગાળા દરમ્યાન મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં ફેલાયા હતા.

નાઇજીરીયાનું નામ ‘નાઈજર’ અને ‘એરીયા’, કે જે નાઈજર નદી વહે છે તે વિસ્તાર, એમ બે અક્ષરને જોડીને બનાવાયું છે. આ નામ ૧૯મી સદીના બ્રિટિશ સામ્રાજ્યના વહીવટકર્તા ફ્રેડરિક લુગાર્ડના ભાવી પત્ની ફ્લોરા શૉએ પાડ્યું હતું.

નાઇજીરીયા તે આફ્રિકા ખંડનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને દુનિયાનો આઠમો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. ૧૪ કરોડ ૮૦ લાખની વસ્તી ધરાવતો આ દેશ દુનિયાનો સૌથી વધારે 'કાળા' લોકોની વસ્તી ધરાવતો દેશ છે. તે એક સ્થાનીક મહાસત્તા છે અને ઉભરતા ૧૧ અર્થતંત્રોમાં તેની ગણના થાય છે તેમજ તે કોમનવેલ્થ રાષ્ટ્રોનો સભ્ય છે. નાઇજીરીયાનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધારે ગતીએ ઊભરતા અર્થતંત્રમાંનુ એક છે કે જેના માટે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે ૨૦૦૮માં ૯% અને ૨૦૦૯ માં ૮.૩% વૃદ્ધિની આગાહી કરી છે.


નોંધ

Tags:

કેમેરુનચૅડનાઈજરબેનિન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કારડીયાકેન્દ્રશાસિત પ્રદેશરઘુવીર ચૌધરીઆયોજન પંચઅડાલજની વાવકુન્દનિકા કાપડિયાએલ્યુમિનિયમવિકિમીડિયા ફાઉન્ડેશનભારતના રાષ્ટ્રપતિઅથર્વવેદકાદુ મકરાણીદાસી જીવણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસરવિશંકર રાવળજાપાનવિંધ્યાચલઇન્સ્ટાગ્રામઅક્ષાંશ-રેખાંશભુજલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)બર્બરિકવાઘેલા વંશશુક્લ પક્ષમહુવાઉત્તર પ્રદેશહનુમાન ચાલીસાગૌતમ બુદ્ધદિવ્ય ભાસ્કરસંસ્કૃતિકોદરાકસ્તુરબાતેલંગાણાકાઠિયાવાડી ઘોડાપાણીપતની ત્રીજી લડાઈદશરથચાવડા વંશમહારાણા પ્રતાપબ્રાઝિલભારતીય ધર્મોમાળવાનો ઉચ્ચપ્રદેશસોનાક્ષી સિંહાનક્ષત્રલોહીપુરાણકચ્છનું મોટું રણભારતીય જનતા પાર્ટીગુજરાત વિધાનસભાવ્યાસશક સંવતમળેલા જીવનવનિર્માણ આંદોલનગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ભારતના ચારધામપોરબંદરકુબેરકેરળગોગા મહારાજકોળીલિંગ ઉત્થાનવેણીભાઈ પુરોહિતસ્વામી સચ્ચિદાનંદદમણ અને દીવજામનગરમહી કાંઠા એજન્સીગરમાળો (વૃક્ષ)જાહેરાતમાઉન્ટ આબુબંગાળી ભાષામરાઠા સામ્રાજ્યકુમારપાળખજુરાહોમનોવિજ્ઞાનનિરોધઇઝરાયલસાડીજીસ્વાનદ્રૌપદીરાની મુખર્જી🡆 More