યુટ્યુબ

યુટ્યુબએ વિડિઓની વહેંચણી-શેરિંગ (video sharing) કરતી વેબસાઈટ છે, જેમાં વપરાશકાર વિડિઓ ક્લિપ (video clip) જોઈ, વહેંચી અને અપલોડ કરી શકે છે.પેપાલ (PayPal) (PayPal)ના ત્રણ પૂર્વકર્મચારીઓએ ફેબ્રુઆરી 2005માં યુટ્યુબની રચના કરી.નવેમ્બર 2006માં ગૂગલ ઈન્ક.

(Google Inc.)(Google Inc)એ 1.65 અબજ યુએસડોલર (US$)માં યુ ટ્યુબ, એલએલસી ખરીદી હતી અને હવે તે ગૂગલની સબસિડિયરી (subsidiary) (સહાયક) છે.કંપની સાન બ્રુનો કેલિફોર્નિયા (San Bruno, California) ખાતે આવેલી છે અને વપરાશકાર-સર્જિત સામગ્રી (user-generated video content)ના નિદર્શન માટે એડોબ ફ્લેશ વિડિઓ (Adobe Flash Video) તકનીકનો ઉપયોગ કરે છે. યુ ટ્યુબમાં વપરાશકાર-સર્જિત સામગ્રી સહિત ફિલ્મ (movie)ની ક્લિપો, ટીવી (TV) ક્લિપો અને મ્યુઝિક વિડિઓ (music videos)ની સાથે કલાપ્રેમીઓની વિડિઓ બ્લોગિંગ (video blogging) જેવી સામગ્રી અને ટૂંકા મૂળ વિડિઓ પણ છે. તેની મોટાભાગની સામગ્રી વ્યક્તિગત રીતે અપલોડ કરાયેલી છે છતાં સીબીએસ (CBS) (CBS) અને બીબીસી (BBC) (BBC) તથા અન્ય કેટલીક પ્રચાર-પ્રસાર માધ્યમની કંપનીઓ પોતાની કેટલીક સામગ્રી યુ ટ્યુબ દ્વારા આપે છે.

યુટ્યુબ, એલ.એલ.સી.
યુટ્યુબ
વ્યાપારનો પ્રકારસહાયકારી
પ્રકાર
વિડિઓ હોસ્ટિંગ સેવા
સ્થાપના૧૪ ફેબ્રુઆરી ૨૦૦૫
મુખ્ય મથકો૯૦૧ ચેરી એવન્યુ
સાન બ્રુનો, કેલિફોર્નિયા, યુનાઈટેડ સ્ટેટ્સ
અક્ષાંસ-રેખાંશ37°37′41″N 122°25′35″W / 37.62806°N 122.42639°W / 37.62806; -122.42639 122°25′35″W / 37.62806°N 122.42639°W / 37.62806; -122.42639
વિસ્તારવિશ્વ વ્યાપી (અવરોધિત દેશો સિવાય)
માલિકઆલ્ફાબેટ ઈન્ક.
સ્થાપક
  • સ્ટીવ ચેન
  • ચાડ હર્લી
  • જાવેદ કરિમ
CEOસુસાન વોજિકી
ઇન્ડસ્ટ્રીઈન્ટરનેટ
વિડિઓ હોસ્ટિંગ સેવા
પિતૃ કંપનીગૂગલ (૨૦૦૬–હાલ)
વેબસાઇટYouTube.com
(see list of localized domain names)
એલેક્સા ક્રમાંકSteady(વિશ્વવ્યાપી, January 2018)
જાહેરાતગૂગલ એડ્સેન્સ
નોંધણીવૈકલ્પિક (વધારે પડતા વિડિઓઝ જોવા માટે જરૂરી નથી; વિડિઓઝ અપલોડ કરવા, ફ્લેગ કરેલ (18+) વિડિઓઝ જોવા, પ્લેલિસ્ટ્સ બનાવવા, વિડીયો પસંદ કે નાપસંદ કરવા અને ટિપ્પણીઓ પોસ્ટ કરવા જરુરી છે.)
શરૂઆત૧૪ ફેબ્રુઆરી ૨૦૦૫
હાલની સ્થિતિસક્રિય
સામગ્રી પરવાનો
Uploader holds copyright (standard license); Creative Commons can be selected.
પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલPython (core/API), C (through CPython), C++, Java (through Guice platform), Go, JavaScript (UI)

નહિ નોંધાયેલા વપરાશકારો વિડિઓ જોઈ શકે છે, જ્યારે કે નોંધાયેલા વપરાશકારો અમર્યાદિત સંખ્યામાં વિડિઓ અપલોડ કરી શકે છે. નોંઘાયેલા વપરાશકારોના ખાતા "ચેનલ્સ" કહેવાય છે.

અણછાજતી હોવાની સંભાવના ધરાવતી હોય તેવી સામગ્રી ધરાવતી વિડિઓ માત્ર ૧૮ વર્ષથી વધુ ઉંમરના નોંધાયેલા વપરાશકારો માટે ઉપલબ્ધ છે. યુ ટ્યુબની સેવાની શરતો (terms of service) અનુસાર બદનક્ષી (defamation) બદનામી, પોર્નોગ્રાફી (pornography) અશ્લીલ સામગ્રી, માલિકીઅધિકાર (copyright)નો ભંગ કરતી સામગ્રી ધરાવતી વિડિઓ અને ગુનાઈત વર્તન (criminal conduct)ને ઉત્તેજન આપતા વિષય વસ્તુ પર પ્રતિબંધ છે.

કંપની ઇતિહાસ

યુટ્યુબ 
યુ ટ્યુબ કંપનીનું પહેલું વડુંમથક સાન માટો, કેલિફોર્નિયા (San Mateo, California)માં એક ફાસ્ટ ફૂડની દુકાનની ઉપર હતું.

ચેડ હર્લી (Chad Hurley), સ્ટીવ ચેન (Steve Chen), જાવેદ કરીમ (Jawed Karim) દ્વારા યુટ્યુબની સ્થાપના થઈ હતી અને આ તમામ વ્યક્તિ શરૂઆતમાં પેપાલ (PayPal) (PayPal)ના કર્મચારી હતા.હર્લીએ ઇન્ડિયાના યુનિવર્સિટી ઓફ પેન્નસિલવેનિયા (Indiana University of Pennsylvania) ખાતે ડીઝાઈનનો અભ્યાસ કર્યો, જ્યારે કે ચેન અને કરીમે એક સાથે યુનિવર્સિટી ઓફ લિનોઈસ એટ ઉરબાના-શેમ્પેઈન (University of Illinois at Urbana-Champaign) ખાતે કોમ્પ્યુટર સાયન્સ (computer science)નો અભ્યાસ કર્યો હતો.

માધ્યમોમાં વારંવાર છપાતી કહાણી મુજબ ૨૦૦૫ના પ્રારંભિક મહિનામાં સાન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનાચેનના એપાર્ટમેન્ટમાં યોજાયેલી ડિનર પાર્ટી દરમિયાન શૂટ કરેલી વિડિઓના શેરિંગમાં મુશ્કેલી પડતા ચેડ હર્લી (Chad Hurley) અને સ્ટીવ ચેન (Steve Chen)ને યુ ટ્યુબનો વિચાર આવ્યો હતો.જાવેદ કરીમ (Jawed Karim) પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા નહોતા અને આવું કંઈ બન્યુ હોવાનું તેમણે નકાર્યું હતું અને ચેડ હર્લીએ ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે યુ ટ્યુબની સ્થાપનાનો વિચાર ડિનર પાર્ટી બાદ આવ્યો હતો તે કહાણી "કદાચ આ પ્રકારની વાર્તા ઉભી કરીને અમારા વિચારને માર્કેટિંગ દ્વારા મજબૂત બનાવવાનો પ્રયાસ હતો અને આ વાર્તાઃકહાણી સરળતાથી ગળે ઉતરી જાય તેવી હતીઃમાની શકાય તેવી હતી."

એન્જલનું ફંડ (angel funded) ધરાવતી ટેકનોલોજીની સાથે યુ ટ્યુબની શરૂઆત થઈ અને નવેમ્બર 2005 અને એપ્રિલ 2006ની વચ્ચે સીક્યોઈઆ કેપિટલ (Sequoia Capital) દ્વારા થયેલા 11.5 મિલિયન યુએસ ડોલરના રોકાણથી તેમાં વધારે મદદ મળી. યુ ટ્યુબનું શરૂઆતનું વડુમથક સાન માટો, કેલિફોર્નિયા (San Mateo, California)માં આવેલા પિઝેરિયા (pizzeria) અને જાપાનીઝ રેસ્ટોરન્ટ (Japanese restaurant)ની ઉપર હતું.ડોમેઈન નેઈમ (domain name)www.youtube.com તારીખ 15 ફેબ્રુઆરી, 2005ના રોજ કાર્યરત થયું હતું અને ત્યાર બાદના અનુગામી મહિનાઓમાં વેબસાઈટને વિકસિત કરાઈ.યુ ટ્યુબની પહેલી વિડિઓનું નામ મી એટ ધ ઝૂ હતું અને તેમાં સ્થાપક જાવેદ કરીમ (Jawed Karim)ને સાન ડિએગો ઝૂ (San Diego Zoo) ખાતે દર્શાવાયા હતા. વિડિઓ 23 એપ્રિલ, 2005ના રોજ અપલોડ થઈ હતી અને હજુ પણ તેને સાઈટ પર જોઈ શકાય છે.

નવેમ્બર 2005માં ઔપચારિક આરંભના છ મહિના પહેલા એટલે કે મે 2005માં યુ ટ્યુબ દ્વારા લોકો માટે સાઈટના બેટા ટેસ્ટ (beta test)ની શરૂઆત કરાઈ.સાઈટનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને જુલાઈ 2006માં કંપનીએ જાહેર કર્યું કે દરરોજ 65,000 કરતાં વધારે નવા વિડિઓ અપલોડ થાય છે અને સાઈટને દરરોજ 100 મિલિયન કરતાં વધારે લોકો જુએ છે.માર્કેટ રીસર્ચ (market research) દ્વારા પ્રકાશિત થયેલી વિગતો અનુસાર કંપની કોમસ્કોર (comScore) (comScore), યુ ટ્યુબ એ યુનાઈટેડ સ્ટેટ્સ (United States)માં ઓનલાઈન વિડિઓની સૌથી મોટી પ્રોવાઈડર છે અને બજારમાં તેનો હિસ્સો 44 ટકા જેટલો છે તથા જુલાઈ 2008માં 5 અબજ કરતાં વધુ લોકોએ તેને નિહાળી હતી.એક અંદાજ અનુસાર સાઈટ પર પ્રત્યેક મિનિટે 13 કલાકના નવા વિડિઓ અપલોડ થાય છે અને 2007માં યુ ટ્યુબે ઉપયોગમાં લીધેલી બેન્ડવિડ્થ (bandwidth)ની ગણતરી કરીએ તો 2000માં સમગ્ર ઈન્ટરનેટ (Internet) દ્વારા ઉપયોગમાં લેવાયેલી બેન્ડવિડ્થ જેટલી હતી.માર્ચ 2008માં યુ ટ્યુબની બેન્ડવિડ્થનો પ્રત્યેક દિવસનો અંદાજિત ખર્ચ આશરે 1 મિલિયન યુએસ ડોલર હતો. એલેક્સા (Alexa)એ યુ ટ્યુબને ઈન્ટરનેટ પર સૌથી વધુ જોવાતી સાઈટ તરીકે ત્રીજો ક્રમ આપ્યો છે, યાહૂ! અને ગૂગલનો ક્રમ તેના પહેલા છે.

ડોમેઈન નેમ www.youtube.comની પસંદગીના કારણે સમસ્યા સર્જાઈ હતી કારણ કે આ પ્રકારનું જ નામ ધરાવતી www.utube.com સાઈટ કાર્યરત હતી. સાઈટના માલિક યુનિવર્સલ ટ્યુબ એન્ડ રોલફોર્મ ઈક્વિપમેન્ટ (Universal Tube & Rollform Equipment) એ નવેમ્બર 2006માં યુ ટ્યુબ પર કોર્ટમાં દાવો (lawsuit) કર્યો હતો, કારણ કે યુ ટ્યુબ જોવા માગતા લોકોના ધસારાના પગલે તેમની સાઈટ પર નિયમિત ધોરણે વધારે ભાર આવવા માંડ્યો હતો. ત્યાર બાદ યુ ટ્યુબે તેની વેબસાઈટનું નામ બદલીને www.utubeonline.com કરી દીધું.

ઓક્ટોબર 2006માં ગૂગલ ઈન્ક. (Google Inc.) (Google Inc.)એ એવી જાહેરાત કરી કે તેણે 1.65 અબજ યુએસડોલર (US$)ના સ્ટોક (stock)(શેર) ના બદલામાં યુ ટ્યુબ હસ્તગત કરી હતી અને આ સોદો 13 નવેમ્બર, 2006એ આખરી થયો. યુ ટ્યુબના સંચાલનમાં થતા ખર્ચના આંકડાની વિગતો ગૂગલ આપતું નથી અને 2007માં નિયંત્રક સત્તાઓ સમક્ષના દસ્તાવેજોમાં ગૂગલે યુ ટ્યુબની આવકને "બહુ ઓછા મહત્વની" (not material) ગણાવી હતી.જાહેરખબરના વેચાણમાં પ્રગતિની નોંધ લેતા જૂન 2008માં ફોર્બ્સ (Forbes) મેગેઝિનના લેખમાં 2008ની આવક 200 મિલિયન યુએસ ડોલર અંદાજવામાં આવી હતી.

નવેમ્બર 2008માં યુ ટ્યુબે એમજીએમ (MGM) (MGM), લાયન્સ ગેટ એન્ટરટેઈનમેન્ટ (Lions Gate Entertainment) (Lions Gate Entertainment) અને સીબીએસ (CBS)(CBS) સાથે કરાર કર્યા, જેના કારણે આ કંપનીઓને સાઈટ પર પોતાની આખી ફિલ્મ અને લાંબા ટેલિવિઝન શોને જાહેરખબરો સાથે મૂકવાની (પોસ્ટ કરવાની) મંજૂરી મળી.એનબીસી (NBC)(NBC) અને ફોક્ષ (Fox) (Fox) બંને પાસેથી મેળવેલી સામગ્રી દર્શાવતી હુલુ (Hulu)(Hulu) જેવી વેબસાઈટ સાથે સ્પર્ધા કરવા માટે આ પગલું લેવાયું છે.

સામાજિક અસર

ચિત્ર:Guitar youtube.png
જેઓંગ-હીઉન લિમ (Jeong-Hyun Lim)એ યુ ટ્યુબની સૌથી વધુ જોવાતી વિડિઓ પૈકીની એક પેચેલબેલ્સ કેનન (Pachelbel's Canon)માં પોતાની કલા પ્રદર્શિત કરી છે.

2005માં યુ ટ્યુબની શરૂઆત પહેલા કમ્પ્યુટરના સાધારણ વપરાશકારો પાસે ઓનલાઈન વિડિઓ પોસ્ટ કરવા માટે ખૂબ ઓછી સરળ પદ્ધતિઓ હતી. કમ્પ્યુટરનો ઉપયોગ જાણનાર કોઈપણ વ્યક્તિ યુ ટ્યુબ પર વિડિઓ પોસ્ટ કરી શકે છે અને ગણતરીની મિનિટોમાં લાખો લોકો તેને જોઈ શકે છે. યુ ટ્યુબ દ્વારા બહોળા વિષયોને આવરી લેવાયા હોવાના કારણે વિડિઓ શેરિંગ એ ઈન્ટરનેટ સંસ્કૃતિ (Internet culture)નો સૌથી મહત્વનો ભાગ બની ગયું છે.

યુ ટ્યુબની સામાજિક અસરનું પ્રારંભિક ઉદાહરણ બસ અંકલ (Bus Uncle) વિડિઓ છે, જે 2006માં અત્યંત લોકપ્રિય બની હતી.આ વિડિઓમાં હોંગકોંગ ખાતે એક બસમાં એક યુવાન અને વૃદ્ધ વ્યક્તિ વચ્ચેના સંવાદો એનિમેશન સ્વરૂપે છે, પ્રચાર-પ્રસારના મુખ્ય માધ્યમોમાં આ વિડિઓની વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.વ્યાપક પ્રસિદ્ધિ મેળવનાર યુ ટ્યુબની અન્ય વિડિઓનું નામ ગિટાર હતું, જેમાં પેચેલબેલ્સ કેનન (Pachelbel's Canon)નું ઈલેક્ટ્રિક ગિટાર (electric guitar) પર પ્રદર્શન હતું. વિડિઓમાં કલાકારનું નામ આપવામાં આવ્યું નથી, અને તેને લાખો લોકોએ નીહાળી ત્યાર બાદ ધી ન્યૂયોર્ક ટાઈમ્સે (The New York Times) ગિટારવાદકની ઓળખ જાહેર કરી હતી. આ ગિટારવાદક દક્ષિણ કોરિયાના 23 વર્ષના જેઓંગ-હીઉન લિમ (Jeong-Hyun Lim) હતા, જેમણે પોતાના શયનકક્ષમાં ટ્રેક રેકોર્ડ કરી હતી.

વિવેચન

માલિકીઅધિકારવાળી સામગ્રી

ચિત્ર:Copyrighted video at YouTube.png
માલિકીઅધિકાર (copyright)વાળા યુ ટ્યુબ વિડિઓ પર પોતાના દાવાનો દાખલો રેડ ડે ટેલિવિઝન, ચિલવિઝન એસએ (Red De Televisión, Chilevision SA) દ્વારા થયેલા દાવામાં જોવા મળ્યો.

પોતાની ઓનલાઈન સામગ્રીમાં કોપીરાઈટ (copyright)ને લગતા કાયદાના પાલનની ખાતરી કરવામાં યુ ટ્યુબ નિષ્ફળ થતુ હોવાની ટીકાઓ વારંવાર થાય છે.વિડિઓ અપલોડ કરતી વખતે યુ ટ્યુબના વપરાશકારોને સ્ક્રીન-પડદા પર નીચે મુજબનો સંદેશો જોવા મળે છેઃ

સંપૂર્ણપણે તમારું પોતાનું સર્જન ના હોય તેવી કોઈ પણ ટીવી શો, મ્યુઝિક વિડિઓ, મ્યુઝિક કોન્સર્ટ કે જાહેરખબરોને મંજૂરી વગર અપલોડ કરવી નહિતમારી વિડિઓ અન્ય કોઈના માલિકી અધિકારનો ભંગ કરે છે કે નહિ તે જાણવામાં માલિકી અધિકાર માર્ગદર્શનના પાના અને કમ્યુનિટી ગાઈડલાઈન્સના પાના મદદરૂપ થઈ શકે છે.

આ સલાહ હોવા છતાં યુ ટ્યુબ પર ટેલિવિઝન શો, ફિલ્મ અને મ્યુઝિક વિડિઓની અસંખ્ય ક્લિપ હજુ પણ છે. વિડિઓ ઓનલાઈન પોસ્ટ થાય તે પહેલા યુ ટ્યુબ દ્વારા તેને જોવાતી નથી અને ડિજિટલ મિલેનિયમ કોપીરાઈટ એક્ટ (Digital Millennium Copyright Act)ની શરતો મુજબ આવી વિડિઓ દૂર કરવા માટે નોટિસ આપવાની જવાબદારી કોપીરાઈટ ધારકની છે. વાયાકોમ (Viacom) (Viacom) અને ઈંગ્લિશ પ્રીમિયર લીગ (Premier League) સહિતની સંસ્થાઓએ યુ ટ્યુબ સામે કોર્ટમાં દાવો (lawsuit) કોર્ટમાં દાવો માંડ્યો છે અને તેમનો આરોપ છે કે કોપીરાઈટ ધરાવતી સામગ્રી અપલોડ થતી રોકવાની દિશામાં યુ ટ્યુબે અત્યંત ઓછા પગલાં લીધા છે. વાયાકોમ વળતર (damages) પેટે 1 અબજ યુએસ ડોલરની માગણી કરી રહ્યું છે અને તેમનું માનવું છે કે તેમની સામગ્રીની 1,50,000 કરતાં પણ વધુ ક્લિપ યુ ટ્યુબ પર છે અને આવી ક્લિપો "આશ્ચર્યજનક રીતે 1.5 અબજ વખત" જોવાઈ છે. આના જવાબમાં યુ ટ્યુબે જણાવ્યું હતું કે "સામગ્રી માલિકોની કૃતિઓના રક્ષણમાં કાયદેસરની જવાબદારી કરતાં પણ અમે વધુ કામગીરી બજાવી છે."વાયાકોમે કોર્ટમાં દાવો કર્યો હોવાથી માલિકી અધિકાર ભંગના કિસ્સા ઘટાડવા યુ ટ્યુબે વીડિયો આઈડી નામની પદ્ધતિ શરૂ કરી છે, જેના દ્વારા અપલોડ થયેલી વિડિઓને માલિકી અધિકાર સામગ્રીની માહિતી સાથે સરખાવવામાં આવે છે.

ઓગસ્ટ 2008માં અમેરિકાની કોર્ટે આદેશ આપ્યો હતો કે સામગ્રીનો વાજબી ઉપયોગ (fair use) થાય છે કે નહિ તે સુનિશ્ચિત કર્યા સિવાય કોપીરાઈટ ધારકો ઓનલાઈન પોસ્ટિંગમાંથી તેને દૂર કરવા આદેશ આપી શકે નહિ. આ કેસમાં ગેલ્લિટ્ઝિન, પેન્નસિલવેનિયા (Gallitzin, Pennsylvania) તરફથી સ્ટિફન લેન્ઝ સંકળાયેલા હતા, જેમણે પોતાના 13 મહિનાના દીકરાની વિડિઓ ઉતારીને યુ ટ્યુબ પર અપલોડ કરી હતી. 29 સેકન્ડની આ વિડિઓમાં તેમનો દીકરો પ્રિન્સ (Prince)ના ગીત લેટ્સ ગો ક્રેઝી (Let's Go Crazy) પર નાચતો-ડાન્સ કરતો હતો.

ખાનગીપણું

જુલાઈ 2008માં વાયાકોમ (Viacom)ની તરફેણમાં કોર્ટનો ચૂકાદો આવ્યો અને સાઈટ પર વિડિઓ જોનાર પ્રત્યેક વપરાશકારની નિહાળવાની આદતો અંગેની વિગતો આપવા યુ ટ્યુબને આદેશ કરાયો. વ્યક્તિગત વપરાશકારોની વિડિઓ નિહાળવાની આદતોને ઓળખવા માટે આઈપી એડ્રેસ (IP address) અને લોગઈન નામની સંયુક્ત રીતે મદદ લેવી પડશે તેવી ચિંતાઓ વ્યક્ત થઈ. ઈલેક્ટ્રોનિક ફ્રન્ટિઅર ફાઉન્ડેશન (Electronic Frontier Foundation)એ આ નિર્ણયનો વિરોધ કર્યો અને આ ચૂકાદાને "ખાનગીપણાના અધિકાર માટે ઘાતક" ગણાવ્યો. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ લૂઈસ સ્ટેન્ટોન (Louis Stanton)એ એકાંતના રક્ષણને લગતી ચિંતાઓને "કાલ્પનિક" ગણાવી અને ૧૨&એનબીએસપી કરતાં વધારે જથ્થાના દસ્તાવેજો આપવા યુ ટ્યુબને આદેશ કર્યો; ડેટા-માહિતી,વિગતોના ટેરાબાઈટ (terabyte).ન્યાયાધીશ સ્ટેન્ટોને વાયાકોમની અરજી નકારી કાઢી જેમાં વાયાકોમે યુ ટ્યુબ પાસે તેના સર્ચ એન્જિન (search engine) સિસ્ટમના સોર્સ કોડ (source code) માગ્યા હતા અને એવું જણાવ્યું હતું કે કોપીરાઈટનો ભંગ કરતાં વિડિઓ પ્રત્યે યુ ટ્યુબનો વ્યવહાર અલગ હોય તેવા કોઈ પુરાવા નથી.

અનુચિત-અયોગ્ય સામગ્રી

કેટલીક વિડિઓમાં અણછાજતી સામગ્રીના મુદ્દે યુ ટ્યુબે ટીકાનો સામનો પણ કર્યો છે. યુ ટ્યુબની સેવાની શરતો (terms of service)માં અયોગ્ય અથવા અનુચિત ગણી શકાય તેવી સામગ્રી અપલોડ કરવા પર પ્રતિબંધ છે, પરંતુ દરેક વિડિઓ અપલોડ થાય તે પહેલા તેની તપાસ કરવાની અસમર્થતાનો અર્થ એવો થાય છે કે પ્રાસંગિક દોષ-ભૂલો નિવારી શકાય તેમ નથી. વિડિઓના વિવાદાસ્પદ વિસ્તારોમાં હોલોકૌસ્ટ ડીનાયલ (Holocaust denial) અને હિલ્સબોરો ડિઝાસ્ટર (Hillsborough Disaster)નો સમાવેશ થાય છે, જેમાં લિવરપૂલ (Liverpool)ના 96 ફૂટબોલ ચાહકોને 1989માં મારી નખાયા હતા.

અયોગ્ય સામગ્રી ધરાવતી વિડિઓને ફ્લેગ કરવા માટે યુ ટ્યુબ વપરાશકારો પર આધાર રાખે છે અને તેના કર્મચારીઓ આવી ફ્લેગ કરેલી વીડિયોને જોઈને નક્કી કરે છે કે તેમાં સાઈટની સેવાની શરતો (terms of service)નો ભંગ થાય છે કે નહિ. જુલાઈ 2008માં હાઉસ ઓફ કોમન્સ ઓફ ધી યુનાઈટેડ કિંગડમ (House of Commons of the United Kingdom)ની સાંસ્કૃતિક અને માધ્યમોની સમિતિએ જણાવ્યું હતું કે, વિડિઓ પર નિયંત્રણ રાખવાની યુ ટ્યુબની પદ્ધતિથી તેઓ પ્રભાવિત થયા નથી અને તેમણે નોંધ્યું હતું કે "વપરાશકાર સર્જિત સામગ્રી (user generated content) ધરાવતી સાઈટમાં સક્રિય નિરીક્ષણ આદર્શ કામગીરીનો ભાગ હોવું જોઈએ." આના જવાબમાં યુ ટ્યુબે જણાવ્યું હતું કે, "સામગ્રીને મંજૂરી આપવા સંદર્ભે અમારી પાસે કડક નિયમો છે અને અયોગ્ય સામગ્રી જોનાર કોઈ પણ વ્યક્તિ અમારી નીરિક્ષક ટીમને ચોવીસ કલાક અને સમગ્ર સપ્તાહમાં ગમે ત્યારે જાણ કરી શકે છે અને આવા કિસ્સામાં અમે ઉચિત કામગીરી બજાવી શકીએ. નિયમો અંગે અમે સમાજને શિક્ષિત કરીએ છીએ અને યુ ટ્યુબના દરેક પેજ સાથે સીધા જોડાણનો સમાવેશ કર્યો છે જેના લીધે વપરાશકારો માટે અત્યંત સરળ પ્રક્રિયા બની જાય છે. અમારી સાઈટ પર અપલોડ થયેલી સામગ્રીના કદને જોતાં લાગે છે કે નિયમોનો ભંગ કરતી અને જૂજસંખ્યા ધરાવતી વિડિઓને ઝડપથી ઓછી કરવા માટેનો આ જ સારામાં સારો અસરકારક માર્ગ છે.

બ્લોકિંગ, માર્ગ રોકવો

કેટલાક દેશોએ શરૂઆતથી જ યુ ટ્યુબના સંપર્કનો માર્ગ રોકેલો છે, આવા દેશોમાં ચીન (China),ઈરાન (Iran), મોરોક્કો (Morocco), અને થાઈલેન્ડ (Thailand)નો સમાવેશ થાય છે.મુસ્તફા કેમલ અતાતુર્ક (Mustafa Kemal Atatürk)નું અપમાન કરતી હોવાનું મનાતી એક વિડિઓ બાબતે સર્જાયેલા વિવાદ બાદ ટર્કી (Turkey)એ પણ હાલ યુ ટ્યુબને બ્લોક કરી છે. ટર્કીશ વડાપ્રધાન (Turkish Prime Minister) રેસેપ તાયિપ એર્ડોગન (Recep Tayyip Erdoğan)એ પત્રકારો સમક્ષ સ્વીકાર્યુ હતું કે બ્લોક કરી હોવા છતાં ઓપન પ્રોક્સી (open proxy) દ્વારા આ સાઈટ હજુ પણ ટર્કીમાં ઉપલબ્ધ છે.

23 ફેબ્રુઆરી, 2008ના રોજ પાકિસ્તાન (Pakistan)એ ઈસ્લામ (Islam)"માં શ્રદ્ધા પરત્વે "અપમાનકારક સામગ્રી" હોવાના કારણે યુ ટ્યુબને બ્લોક કરી હતી, જેમાં મોહમ્મદ (Muhammad) પયગંબરના ડેનિશ કાર્ટૂન (Danish cartoons)નો સમાવેશ થતો હતો.આના પગલે સમગ્ર વિશ્વમાં લગભગ બે કલાક માટે યુ ટ્યુબની સાઈટ બ્લોક થઈ હતી. આ બ્લોક 26 ફેબ્રુઆરી, 2008ના રોજ દૂર થયો.વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (virtual private network) સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઘણા પાકિસ્તાનીઓએ ત્રણ દિવસ સુધી અવરોધ ઉભા કરી આ સાઈટ બ્લોક કરી હતી.

કેટલાક દેશની સ્કૂલ (School)માં યુ ટ્યુબને બ્લોક કરી દેવાઈ છે, કારણ કે વિદ્યાર્થીઓ આ સાઈટમાંથી હિંસાખોરી (bullying), સ્કૂલમાં ઝઘડા, જાતિય ભેદભાવ (racist) અને અન્ય કેટલીક અયોગ્ય વસ્તુઓ અપલોડ કરતા હતા.

તકનીકી નોંધ

વિડિઓ ફોર્મેટ

વેબના વપરાશકારો માટે યુ ટ્યુબની વિડિઓ પ્લેબેક ટેકનોલોજી એડોબ ફ્લેશ પ્લેયર (Adobe Flash Player) આધારિત છે. એડોબ ફ્લેશ પ્લેયરના કારણે અન્ય સ્થાપિત-જાણીતી વીડિયો પ્લેબેક ટેકનોલોજી જેવી ગુણવત્તાની જ વિડિઓ જોઈ શકાય છે અને (વિન્ડોસ મીડિયા પ્લેયર (Windows Media Player), ક્વિક ટાઈમ (QuickTime), અને રીઅલપ્લેયર (RealPlayer)ની જેમ) વપરાશકારે વીડિયો જોવા માટે વેબ બ્રાઉઝર (web browser) પ્લગ-ઈન (plug-in) ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવા પડતા નથી.ફ્લેશ વિડિઓ જોવા માટે પણ પ્લગ-ઈનની જરૂર પડે છે, પરંતુ એડોબ સીસ્ટમ્સ (Adobe Systems) દ્વારા થયેલા માર્કેટ રીસર્ચ (market research)માં જાણવા મળ્યું કે 95 ટકાથી વધુ પર્સનલ કમ્પ્યુટર (personal computer)માં તેના પ્લગ ઈન ઈન્સ્ટોલ કરેલા હોય છે.

યુ ટ્યુબ પર અપલોડ કરાયેલી વીડિયો 10 મિનિટ સુધીની હોય છે અને ફાઈલની સાઈઝ 1&એનબીએસપી જીબી (GB). હોય છે; 2005માં યુ ટ્યુબની શરૂઆત થઈ ત્યારે 10 મિનિટ કરતાં વધારે લાંબી વીડિયો અપલોડ કરવી વપરાશકારો માટે શક્ય હતી, પરંતુ યુ ટ્યુબનો મદદ વિભાગ હવે જણાવે છે કે, "તમારી પાસે ભલે ગમે તે એકાઉન્ટ હોય, પરંતુ તમે 10 મિનિટ કરતાં વધારે લાંબી વિડિઓ અપલોડ કરી શકો નહિ. અગાઉ વધારે લાંબી વિડિઓ અપલોડ કરવાની મંજૂરી મેળવનાર વપરાશકારો હજુ પણ આ ક્ષમતા ધરાવે છે, તેથી ક્યારેક તમને દસ મિનિટ કરતાં વધારે લાંબી વિડિઓ પણ જોવા મળશે." દસ મિનિટ કરતાં વધુ મોટી વિડિઓમાં મોટાભાગે ટેલિવિઝન શો અને ફિલ્મને બિનઅધિકૃત રીતે અપલોડ કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યા પછી માર્ચ 2006થી દસ મિનિટની મર્યાદા અમલમાં આવી

મોટાભાગે યુ ટ્યુબ નીચે મુજબના ફોર્મેટમાં સહિત અપલોડ કરાયેલી વિડિઓ સ્વીકારે છે. જેમ કે, WMV (.WMV).AVI (.AVI), .MOV (.MOV), MPEG (MPEG), .MP4 (.MP4), DivX (DivX), .FLV (.FLV), અને .OGG (.OGG). તે 3જીપી (3GP) વિડિઓને પણ સ્વીકારે છે જેના લીધે સીધી મોબાઈલ ફોન (mobile phone)માંથી પણ ક્લિપ અપલોડ કરી શકાય છે.

વીડિયો ક્વોલિટી-વીડિયોની ગુણવત્તા

ચિત્ર:Youtube high low.PNG
સાધારણ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી યુ ટ્યુબ વિડિઓ (480x360 અને 320x240 પિક્સલ (pixel)) તેમને મૂળ સાઈઝમાં પ્લે કરવામાં આવે ત્યારની સરખામણી.

સ્ટ્રીમિંગ મીડિયા (streaming media) ટેકનોલોજી દ્વારા વિવિધ ફોર્મેટમાં યુ ટ્યુબના વિડિઓનું વિતરણ થાય છે અને વીડિયો-ઓડિયોની ક્વોલીટિ પ્લેટફોર્મ પર આધાર રાખે છે. યુ ટ્યુબની વેબસાઈટ વપરાશકારોને સાધારણ અને ઉચ્ચ એમ દ્વિ-સ્તરીય ગુણવત્તાની પસંદગી આપે છે અને બંને ફ્લેશ વિડિઓ (Flash Video) કન્ટેઈનર ફોર્મેટ (container format) પર આધારિત હોય છે. સોરેન્સોન સ્પાર્ક (Sorenson Spark) એચ.263 (H.263) આ વીડિયો છે જેનું એનકોડિંગ કરતી વખતે મોનો (mono) એમપી3 (MP3) ફોર્મેટમાં ઓડિયો રખાયો છે.સાધારણ ગુણવત્તાના વિડિઓમાં 320x240 પિક્સલ (pixel)નું રિઝોલ્યુશન હોય છે અને 2005માં સાઈટની શરૂઆત થઈ ત્યારથી તેનો ઉપયોગ થાય છે, જ્યારે કે 480x360 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના વીડિયોનું લોન્ચિંગ માર્ચ 2008માં થયું હતું. અપલોડ થયેલા વિડિઓની ગુણવત્તાનું વિશ્લેષણ કર્યા બાદ યુ ટ્યુબ દ્વારા ઉચ્ચ ગુણવત્તામાં પ્રાપ્ય હોય એવા વીડિયો પસંદ કરાય છે. યુ ટ્યુબના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વિડિઓ એચ.264/એમપીઈજી-4 એવીસી (H.264/MPEG-4 AVC) ફોર્મેટની સાથે સ્ટીરિયો (stereo) એએસી (AAC)માં પણ ઉપલબ્ધ હોય છે. વેબસાઈટના એડ્રેસ પર "&fmt=18 એડ કરીને એમપીઈજી-4 વીડિયો જોઈ શકાય છે.

નવેમ્બર 2008ના પાછલા દિવસોમાં યુ ટ્યુબે તેની વેબ વીડિયો પ્લેયરના આસ્પેક્ટ રેશિયો (aspect ratio)માં ફેરફાર કર્યો અને તેનું પરંપરાગત4:3માંથી વાઈડસ્ક્રીન (widescreen)માં રૂપાંતર કર્યું.16:9આ બાબત તમામ વીડિયોને લાગુ પડે છે, એટલે કે 4:3 વિડિઓ પિલ્લરબોક્સ (pillarbox) ફોર્મેટની સ્ક્રીનમાં હોય છે. નવેમ્બર 2008માં એવી પણ જાહેરાત કરાઈ કે યુ ટ્યુબ હવે તેના વીડિયો વાસ્તવિક એચડી (HD) ફોર્મેટમાં આપે છે જેનું રીઝોલ્યુશન 1280x720 પિક્સલ (pixel) છે. 720 પિક્સલના રિઝોલ્યુશન સાથે અપલોડ કરાયેલા વીડિયોને "વોચ ઈન એચડી" વિકલ્પની પસંદગી કરીને અથવા વેબ એડ્રેસમાં &fmt=22 ઉમેરીને આ (એચડી) ફોર્મેટમાં જોઈ શકાય છે.

ફોર્મેટ અને ગુણવત્તાની સરખામણીનું કોષ્ટક

યુ ટ્યુબ મીડિયા ટાઈપ-પ્રકારોની સરખામણી
સ્ટાન્ડર્ડ હાઈ (ડીફોલ્ટ) હાઈ (નોન-ડીફોલ્ટ) એચડી મોબાઈલ
કન્ટેઈનર, પાત્ર-સામાન ભરવાનું સાધન એફએલવી એફએલવી એમપી4 એમપી4 3જીપી
એફઆરએમટી વેલ્યુ 6 18 22 17
વીડિયો એનકોડિંગ એચ.263 એચ.263 એચ.264/એમપીઈજી-4 એવીસી એચ.264/એમપીઈજી-4 એવીસી એચ.263/એએમઆર
વિડિઓ રિઝોલ્યુશન 320×240 480×360 480×360 1280×720 176×144
વિડિઓ બિટરેટ (કેબિટ્સ/સે (kbit/s)) 200 900 512 2000
ઓડિયો એનકોડિંગ એમપી3 એમપી3 એએસી એએસી એએસી
ઓડિયો બિટરેટ (કેબિટ્સ/સે) 64 96 128 232
ઓડિયો ચેનલ્સ 1 1 2 2
ઓડિયો સેમ્પલિંગ રેટ (હટર્ઝ) 22050 44100 44100 44100

કન્ટેન્ટ એસેસિબિલિટી, સામગ્રીની સંપર્કકારકતા

એમ્બેડિંગ

યુ ટ્યુબની મહત્વની લાક્ષણિકતાઓ પૈકીની એક એ છે કે વપરાશકારો તેની વિડિઓને સાઈટ બહારના વેબપેજ પર પણ જોઈ શકે છે. યુ ટ્યુબની દરેક વિડિઓની સાથે એચટીએમએલ (HTML)નો ભાગ પણ હોય છે, જેનો ઉપયોગ યુ ટ્યુબ સાઈટની બહારના પેજ પર તેને ઈમ્બેડ (ગોઠવવા) કરવા માટે શકાય છે. યુ ટ્યુબની વિડિઓને સોશિયલ નેટવર્કિંગ (social networking) પેજ પર અને બ્લોગ (blog) પર મૂકવા માટે સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

મોબાઈલ ફોનો

મોબાઈલ સેવા પ્રોવાઈડર અને ડેટા પ્લાન અનુસાર કેટલાક મોબાઈલ ફોન (mobile phone) પર યુ ટ્યુબ વિડિઓ જોઈ શકાય છે. યુ ટ્યુબ મોબાઈલનો પ્રારંભ જૂન 2007માં થયો હતો અને તેમાં વિડિઓને સ્ટ્રીમ કરવા (એક સરખા પ્રવાહમાં લાવવા) માટે આરટીએસપી (RTSP)નો ઉપયોગ થાય છે. યુ ટ્યુબના તમામ વિડિઓ સાઈટના મોબાઈલ વર્ઝન (આવૃત્તિ) પર ઉપલબ્ધ નથી.

અન્ય પ્લેટફોર્મ

જૂન 2007થી યુ ટ્યુબની વિડિઓ એપલ (Apple)ના વિવિધ ઉત્પાદનો પર ઉપલબ્ધ બની છે. આના માટે યુ ટ્યુબની સામગ્રીનું એપલના સૂચવેલા વિડિઓ ધોરણો મુજબ કોડિંગ કરવું પડ્યું, એચ.૨૬૪ (H.264). એપલ ટીવી (Apple TV) અને આઈફોન (iPhone) સહિતના ઉપકરણો પર યુ ટ્યુબ વિડિઓ જોઈ શકાય છે. જુલાઈ 2008માં ટીઆઈવીઓ (TiVo) સેવા શરૂ થવા સાથે યુ ટ્યુબ વિડિઓ શોધવા અને ચલાવવા માટે સીસ્ટમ સક્ષમ બની. પ્લેસ્ટેશન (PlayStation 3), વાઈ (Wii) અને વીડિયો ગેમ કોન્સોલ (video game console) પર વિડિઓ જોઈ શકાય તે માટે યુ ટ્યુબે જાન્યુઆરી 2009માં વિશેષ ચેનલ શરૂ કરી.

ડાઉનલોડ્સ

વેબસાઈટના માધ્યમથી વિડિઓ જોવાય તેવા હેતુથી સામાન્ય રીતે યુ ટ્યુબ દ્વારા વિડિઓ ડાઉનલોડ માટે લિંક અપાતી નથી. બરાક ઓબામા (Barack Obama)ના સાપ્તાહિક સંબોધન જેવી બહુ ઓછી વિડિઓ એમપી4 (MP4) ફાઈલ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે.વેબસાઈટ પરની તમામ વિડિઓની ડાઉનલોડ લિન્ક પૂરી પાડતી ત્રિ-પક્ષી વેબસાઈટ, એપ્લિકેશન અને બ્રાઉઝર પ્લગ ઈન (plug-in) પણ છે.

કેટલાક ભાગીદારોને મફતમાં અથવા ગૂગલ ચેકઆઉટના માધ્યમથી ચૂકવણીની સુવિધા આપવા માટે યુ ટ્યુબે ફેબ્રુઆરી 2009માં પ્રાયોગિક સેવા શરૂ કરી.

પ્રાદેશિકકરણ

લોકલાઈઝેશન (localization) પ્રાદેશિકકરણની સીસ્ટમનો પ્રારંભ કરવા માટે 19 જૂન 2007ના રોજ ગૂગલના સીઈઓ (CEO) એરિક શ્મિટ પેરિસ (Paris)માં હતા. વેબસાઈટનું સમગ્ર માધ્યમ હવે 22 દેશોમાં પ્રાદેશિક સંસ્કરણ સાથે ઉપલબ્ધ છે.

દેશ યુઆરએલ ભાષા લોન્ચ ડેટ- પ્રારંભ તારીખ
યુટ્યુબ  ઑસ્ટ્રેલિયા http://au.youtube.com/ ઈંગ્લિશ (ઓસ્ટ્રેલિયા) (English (Australia)) 22 October 2007

યુટ્યુબ  બ્રાઝિલ

http://br.youtube.com/ પોર્ટુગિઝ (બ્રાઝિલ) (Portuguese (Brazil)) 19 June 2007

યુટ્યુબ  કેનેડા

http://ca.youtube.com/ ઈંગ્લિશ (કેનેડા) (English (Canada)) અને ફ્રેન્ચ (કેનેડા) (French (Canada)) 6 November 2007
યુટ્યુબ  ચેક ગણરાજ્ય http://cz.youtube.com/ ચેક (Czech) 9 October 2008
યુટ્યુબ  ફ્રાન્સ http://fr.youtube.com/ ફ્રેન્ચ (French) 19 June 2007
યુટ્યુબ  જર્મની http://de.youtube.com/ જર્મન 8 November 2007
યુટ્યુબ  Hong Kong http://hk.youtube.com/ ચાઈનીઝ (પરંપરાગત) (Chinese (Traditional)) 17 October 2007
યુટ્યુબ  Israel http://il.youtube.com/ ઈંગ્લિશ (English) 16 September 2008
યુટ્યુબ  India http://in.youtube.com/ ઈંગ્લિશ (ભારત) (English (India)) 7 May 2008
યુટ્યુબ  આયરલેંડનું ગણતંત્ર http://ie.youtube.com/ ઈંગ્લિશ (આયર્લેન્ડ) (English (Ireland)) 19 June 2007
યુટ્યુબ  ઈટલી http://it.youtube.com/ ઈટાલિયન (Italian) 19 June 2007
યુટ્યુબ  Japan http://jp.youtube.com/ જાપાનીઝ (Japanese) 19 June 2007
યુટ્યુબ  South Korea http://kr.youtube.com/ કોરિયન (Korean) 23 January 2008
યુટ્યુબ  મેક્સિકો http://mx.youtube.com/ સ્પેનિશ (મેક્સિકો) (Spanish (Mexico)) 10 October 2007
યુટ્યુબ  Netherlands
યુટ્યુબ  બેલ્જિયમ
http://nl.youtube.com/ ડચ (Dutch) 19 June 2007
યુટ્યુબ  ન્યૂઝીલેન્ડ http://nz.youtube.com/ ઈંગ્લિશ (ન્યૂઝિલેન્ડ) (English (New Zealand)) 22 October 2007
યુટ્યુબ  પોલેંડ http://pl.youtube.com/ પોલિશ (Polish) 19 June 2007
યુટ્યુબ  Russia http://ru.youtube.com/ રશિયન (Russian) 13 November 2007
યુટ્યુબ  સ્પેન http://es.youtube.com/ સ્પેનિશ 19 June 2007
યુટ્યુબ  Sweden http://se.youtube.com/ સ્વીડિશ (Swedish) 22 October 2008
યુટ્યુબ  ચીની ગણતંત્ર http://tw.youtube.com/ ચાઈનીઝ (પરંપરાગત) (Chinese (Traditional)) 18 October 2007
યુટ્યુબ  યુનાઇટેડ કિંગડમ http://uk.youtube.com/ ઈંગ્લિશ (યુનાઈટેડ કિંગડમ) (English (United Kingdom)) 19 June 2007

ટર્કી (Turkey)માં યુ ટ્યુબની પ્રાદેશિક આવૃત્તિ શરૂ કરવાની યોજના મુશ્કેલીમાં મૂકાઈ છે, કારણ કે ટર્કીના સત્તાધિશોએ યુ ટ્યુબને ટર્કીના કાયદાને આધિન રહે તેવી ઓફિસ ટર્કીમાં શરૂ કરવા જણાવ્યું છે. જ્યારે કે યુ ટ્યુબે પોતાનો આવો કોઈ ઈરાદો હોવાનું નકાર્યું છે અને જણાવ્યું છે કે તેના વિડિઓ ટર્કીશ કાનૂનને આધિન નથી. મુસ્તફા કેમલ અતાટુર્ક (Mustafa Kemal Atatürk)નું અપમાન કરતી વિડિઓ અને મુસ્લિમ (Muslim)ઓની લાગણીને ઠેસ પહોંચાડતી સામગ્રી યુ ટ્યુબ પર જોવા મળતી હોવાના મામલે ટર્કી સત્તામંડળે આ મામલે આપત્તિ વ્યક્ત કરી છે.

ચેનલ ટાઈપ્સ- ચેનલના પ્રકાર

યુ ટ્યુબનું એકાઉન્ટ ધરાવતા લોકો "ચેનલ ટાઈપ્સ" નામના ગ્રૂપમાં જોડાઈ શકે છે, જેના લીધે તેમની ચેનલ વધારે અનોખી બને છે. પ્રકાર છેઃ

  • કોમેડિયન (Comedian), હાસ્યકલાકારો પોતાનું રમૂજી પ્રદર્શન યુ ટ્યુબના દર્શકો સમક્ષ રજૂ કરે છે.
  • ડિરેક્ટર (Director), ફિલ્મ નિર્માતાઓ યુ ટ્યુબના દર્શકો માટે પોતાની વિડિઓ રજૂ કરે છે.
  • ગુરુ (Guru), કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા અનુભવી લોકો પોતાની કામગીરી અંગે વિડિઓ બનાવે છે.
  • મ્યુઝિશિયન (Musician), સંગીતકારો અથવા બેન્ડ ગ્રૂપો ગીતો રજૂ કરે છે અથવા મૂળ ગીતો બતાવે છે અથવા ગીતો, આરોહ-અવરોહ, સૂર વગેરે અંગે સમજ આપે છે.
  • કલમ 501(સી)(3) (501(c)(3)) દ્વારા મેળવવામાં આવેલો નોન-પ્રોફિટ (Non-profit)નો દરજ્જો, યુ ટ્યુબના નોન-પ્રોફિટ કાર્યક્રમમાં નફા વગર ચાલતા (સ્વૈચ્છિક) સંગઠનોનો સ્વીકાર કરાય છે.
  • રીપોર્ટર (Reporter), પ્રાદેશિક કે આંતરરાષ્ટ્રીય ઘટના અંગે વીડિયો બનાવનાર સામાન્ય નાગરિક કે પ્રોફેશનલ-વ્યવસાયિક.
  • પોલિટિશિયન (Politician), એક એવી વ્યક્તિ છે કે જે સરકારના હાલના રાજકારણ સાથે સંકળાયેલી હોય છે.
  • યુ ટ્યુબર, યુ ટ્યુબનો સામાન્ય દર્શક

વીડિયો રેન્કિંગ્સ

વિડિઓને રેન્કિંગ આપવા માટે યુ ટ્યુબ પાસે અનેક રસ્તા છે. સૌથી વધુ જોવાતી વિડિઓ સૌથી વધુ લોકપ્રિય કહેવાય છે, જેને ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છેઃ આજે, આ સપ્તાહમાં, આ મહિને, અને ઓલટાઈમ-સર્વકાલીન. અન્ય રેન્કિંગ છેઃ

  • ફીચર-લાક્ષણિક અથવા મહત્વની સામગ્રી
  • રાઈઝિંગ વીડિયોસ- ઉભરતી વિડિઓ
  • સૌથી વધુ ચર્ચિત
  • સૌથી વધુ જોવાયેલ
  • ટોચની પસંદગી
  • સૌથી વધુ લોકપ્રિય
  • સૌથી વધુ પ્રતિક્રિયા મેળવનાર
  • ટોચના રેન્કિંગ

વીડિયો રેન્કિંગને લગતા વિવાદો

યુ ટ્યુબના કેટલાક વિડિઓમાં દર્શકોની સંખ્યા વિવાદનો વિષય બની છે, કારણ કે યુ ટ્યુબની ઓટોમેટેડ સીસ્ટ્મનો ઉપયોગ દર્શકોની સંખ્યાને વધારીને બતાવવામાં થતો હોવાના દાવા થાય છે , અને યુ ટ્યુબની સેવાની શરતો (terms of service) અનુસાર આમ કરવા પર મનાઈ છે. માર્ચ 2008માં, બ્રાઝિલ (Brazil)ના ઈઆન બેન્ડ કાન્સેઈ ડે સેર સેક્સી (Cansei De Ser Sexy) રચિત "મ્યુઝિક ઈઝ માય હોટ હોટ સેક્સ (Music Is My Hot Hot Sex)" ગીતની બિનઅધિકૃત વિડિઓને સૌથી વધુ જોવાયેલી વીડિયો ઘોષિત કરાઈ હતી અને લગભગ 144 મિલિયન વખત તે જોવાઈ હતી. અપલોડર દ્વારા તેને ડીલિટ કરાઈ તે પહેલા અને હેકિંગ (hacking) અથવા ઓટોમેટેડ વ્યૂઈંગના આરોપો બાદ તેને યુ ટ્યુબ પરથી કામચલાઉ ધોરણે દૂર કરાઈ હતી,વિડિઓને જોનારાઓની સંખ્યાએ "સૌથી વધુ પ્રિય" વિડિઓની સંખ્યાને પણ વટાવી દીધી અને 21,000 થી 1 જેટલા રેટિંગ મળ્યા, જ્યારે કે યુ ટ્યુબના ટોચના રેટિંગ ધરાવતી વિડિઓને પણ સામાન્ય રીતે 500 થી 1 રેટિંગ મળે છે. યુ ટ્યુબની સેવાની શરતો જણાવે છેઃ " ઓટોમેટેડ સીસ્ટમનો ઉપયોગ નહિ કરવા અને તેનો પ્રારંભ નહિ કરવા તમે સંમત થાઓ છો, જેમાં "રોબોટ્સ", સ્પાઈડર્સ", અથવા "ઓફલાઈન રીડર્સ"નો સમાવેશ થાય છે, કે જેઓ યુ ટ્યુબ વેબસાઈટનો ઉપયોગ એવી રીતે કરે છે કે જેના લીધે નિશ્ચિત સમયમાં પરંપરાગત ઓન-લાઈન વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સામાન્ય વ્યક્તિ મોકલી શકે તેના કરતાં વધુ પ્રમાણમાં યુ ટ્યુબ સર્વરને રીક્વેસ્ટ મળે છે" યુ ટ્યુબના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "યુ ટ્યુબના આંકડાની સુરક્ષા માટે અમે સેફગાર્ડ વિકસાવી રહ્યા છીએ.કેટલી વખત આમ બને છે તે જાણવું મુશ્કેલ છે, પરંતુ વ્યાપક પ્રમાણમાં આવું બનતું નથી. ટોચના પાના પર સ્થાન મેળવવા માટે આંકડાઓ વધુ બતાવવામાં આવ્યા હોવાનું અમારા ધ્યાન પર આવે એટલે તરત જ અમે તે વિડિઓ અથવા ચેનલને લોકોની નજર સામેથી દૂર કરી દઈએ છીએ." રેન્કિંગ વધારવા માટે પોતે પ્રયત્ન કર્યા હોવાનું વિડિઓ અપલોડ કરનાર ઈટાલીના ક્લારુસ બર્ટેલે નકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "આવા નુસ્ખા મારા નથી. મારે આની સાથે કોઈ સંબંધ નથી. મારા પર મૂકવામાં આવેલા આરોપોના કારણે મને અત્યંત દુખ થયું છે."

એવરિલ લેવિગ્ને (Avril Lavigne)ના ગીત "ગર્લફ્રેન્ડ (Girlfriend)"ની યુ ટ્યુબ પરની વિડિઓ પર પણ એવા આરોપ લાગ્યા હતા કે એવરિલ લેવિગ્નેની ફેનસાઈટ (fansite) એવરિલબેન્ડએઈડ્સ દ્વારા વેબલિન્ક પોસ્ટ કરાઈ હોવાથી દર્શકોની સંખ્યા વધારે હતી. લિન્ક પર ક્લિક કરવાથી યુ ટ્યુબ પરની ગર્લફ્રેન્ડની વીડિયો દર પંદર સેકન્ડે રીલોડ થતી હતી. એવરિલ લેવિગ્નેના ચાહકોને પ્રોત્સાહિત કરાતા હતા કે તેઓ "ઈન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે, પરીક્ષાની તૈયારી વખતે કે સૂતી વખતે આ પેજ ખુલ્લુ રાખે. વધારે જોવાયેલ વિડિઓમાં ગણતરી માટે આ પાનું બે કે વધુ બ્રાઉઝર વિન્ડોમાં ખુલ્લા રાખો." જુલાઈ ૨૦૦૮માં "ગર્લફ્રેન્ડે" જુડસન લાઈપ્લિ (Judson Laipply) રચિત "ઈવોલ્યુશન ઓફ ડાન્સ"ને યુ ટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ વિડિઓ તરીકેના સ્થાનમાં પાછળ રાખી દીધી. As of January 2009"ગર્લફ્રેન્ડ" લગભગ ૧૧૩ મિલિયન વખત જોવાઈ છે, જ્યારે કે "ઈવોલ્યુશન ઓફ ડાન્સ" લગભગ ૧૧૧ મિલિયન વખત જોવાઈ છે.

આ પણ જૂઓ

ઢાંચો:Companies portal

સંદર્ભો

અન્ય વાંચન

  • લેસી, સારાહઃ ધી સ્ટોરીસ ઓફ ફેસબુક, યુ ટ્યુબ અને માયસ્પેસઃ ધી પીપલ, ધી હાઈપ એન્ડ ધ ડીલ્સ બીહાઈન્ડ ધ જાયન્ટ્સ ઓફ વેબ 2.0 (2008) આઈએસબીએન 978-1854584533

બાહ્ય લિન્ક

યુટ્યુબ વિષય પર વધુ જાણવા માટે જુઓ:
યુટ્યુબ  શબ્દકોશ
યુટ્યુબ  પુસ્તકો
યુટ્યુબ  અવતરણો
યુટ્યુબ  વિકિસ્રોત
યુટ્યુબ  દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
યુટ્યુબ  સમાચાર
યુટ્યુબ  અભ્યાસ સામગ્રી

ઢાંચો:You Tube ઢાંચો:Anonymous and the Internet

ઢાંચો:Digital distribution platforms

Tags:

યુટ્યુબ કંપની ઇતિહાસયુટ્યુબ સામાજિક અસરયુટ્યુબ વિવેચનયુટ્યુબ બ્લોકિંગ, માર્ગ રોકવોયુટ્યુબ તકનીકી નોંધયુટ્યુબ કન્ટેન્ટ એસેસિબિલિટી, સામગ્રીની સંપર્કકારકતાયુટ્યુબ પ્રાદેશિકકરણયુટ્યુબ વીડિયો રેન્કિંગ્સયુટ્યુબ આ પણ જૂઓયુટ્યુબ સંદર્ભોયુટ્યુબ અન્ય વાંચનયુટ્યુબ બાહ્ય લિન્કયુટ્યુબen:BBCen:CBSen:Flash Videoen:Googleen:PayPalen:San Bruno, Californiaen:United States dollaren:Video hosting serviceen:filmen:music videosen:subsidiaryen:television programen:user-generated contenten:video bloggingen:video clipગૂગલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિનાયક દામોદર સાવરકરવડપરમાણુ ક્રમાંકહાથીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)મુહમ્મદરાજકોટજુનાગઢચંપારણ સત્યાગ્રહલગ્નકનૈયાલાલ મુનશીમધર ટેરેસાઑસ્ટ્રેલિયાઆંકડો (વનસ્પતિ)અખા ભગતમહારાષ્ટ્રચોટીલાપર્યાવરણીય શિક્ષણચૈતન્ય મહાપ્રભુઅહિંસાવનસ્પતિગુજરાતી ફિલ્મોની યાદીગુજરાતી સાહિત્યકારોની યાદીઆદિ શંકરાચાર્યલોકસભાના અધ્યક્ષમતદાનક્રિકેટનો ઈતિહાસરાવણઆતંકવાદમહાકાળેશ્વર જ્યોતિર્લિંગરાધાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાગુજરાતના લોકસભા મતવિસ્તારોતાલુકા વિકાસ અધિકારીઅમદાવાદની પોળોની યાદીજામનગર જિલ્લોભારતીય ચૂંટણી પંચપાટણરાશીસિંહાકૃતિરવિન્દ્ર જાડેજાલસિકા ગાંઠફણસએશિયાઇ સિંહકૃષ્ણકુમારસિંહ ગોહીલરોગકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતાનળાખ્યાન (પ્રેમાનંદ)દમણઝિંઝુવાડા (તા. દસાડા)રાષ્ટ્રીય મતદાતા દિવસનક્ષત્રઅયોધ્યાભારતીય બંધારણ સભામિઆ ખલીફાત્રેતાયુગકેદારનાથ જ્યોતિર્લિંગગૌતમ બુદ્ધડેડીયાપાડાપાણીકબૂતરઇસ્લામC (પ્રોગ્રામિંગ ભાષા)જ્ઞાનપીઠ એવોર્ડદીનદયાલ ઉપાધ્યાયકાલિદાસમહેસાણા જિલ્લોભારતના ઉપરાષ્ટ્રપતિજૂથઆહીરપવનચક્કીપુષ્ટિ માર્ગખ્રિસ્તી ધર્મસતાધારHTMLદ્વારકાભરૂચઅશફાક ઊલ્લા ખાન🡆 More