જુલાઇ ૧: તારીખ

૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૩ દિવસ બાકી રહે છે.

આ દિવસનો અંત, લિપ વર્ષમાં, બરાબર વર્ષનો મધ્યભાગ દર્શાવે છે. તે ઉપરાંત લિપ વર્ષમાં આ દિવસ અને વર્ષની શરૂઆતના દિવસ (જાન્યુઆરી ૧)નો વાર એકજ હોય છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૨૨ – એશિયા ખંડનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું દૈનિક વર્તમાનપત્ર મુંબઇ સમાચાર ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર મુંબઈથી પ્રકાશિત થયું.
  • ૧૮૫૦ – ગુજરાતના સુરત ખાતે એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી.
  • ૧૮૫૮ – 'લિનન સોસાયટી' (Linnean Society) સમક્ષ, ચાર્લ્સ ડાર્વિન અને 'આલ્ફ્રેડ રસલ વોલેસ' (Alfred Russel Wallace)નાં ઉત્ક્રાંતિ (Evolution) પરનાં શોધનિબંધોનું સંયુક્ત વાચન કરાયું.
  • ૧૮૬૨ – રુસી રાજ્ય પુસ્તકાલય મોસ્કો સાર્વજનિક સંગ્રહાલયના પુસ્તકાલય રૂપે સ્થાપિત કરાયું.
  • ૧૯૦૩ – પ્રથમ ટૂર ડી ફ્રાન્સ સાયકલ રેસની શરૂઆત.
  • ૧૯૦૮ – એસ.ઓ.એસ. (SOS) ને આંતરરાષ્ટ્રીય ભય સંકેત (Distress signal) તરીકે સ્વીકારાયો.
  • ૧૯૨૧ – 'ચાઇનિઝ કમ્યુનિસ્ટ પક્ષ'ની રચના કરાઇ.
  • ૧૯૨૩ – કેનેડાની સંસદે ચીનના તમામ ઇમિગ્રેશનને સ્થગિત કરી દીધા.
  • ૧૯૩૧ – વિલી પોસ્ટ અને હેરોલ્ડ ગેટી એકલ (સિંગલ) એન્જિનવાળા મોનોપ્લેન એરક્રાફ્ટમાં વિશ્વની પરિક્રમા કરનારાઓ પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૧૯૪૮ – મહમદ અલી ઝીણાએ પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક, 'સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન'નું ઉદ્ઘાટન કર્યું.
  • ૧૯૪૯ – ભારતના બે રજવાડાંઓ કોચીન અને ત્રાવણકોરનું ભારતીય સંઘમાં થિરુ-કોચી નામે (પાછળથી કેરળ તરીકે પુનઃસંગઠિત) વિલીનીકરણથી કોચીન શાહી પરિવારના ૧૦૦૦ વર્ષથી વધુ જૂના રાજાશાહી રજવાડાનો અંત આવ્યો.
  • ૧૯૫૭ – આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષની શરૂઆત કરાઇ. (International Geophysical Year).
  • ૧૯૬૦ – ઘાના પ્રજાસત્તાક બન્યું.
  • ૧૯૬૨ – રવાન્ડા અને બુરુન્ડીએ સ્વતંત્રતા ઘોષિત કરી.
  • ૧૯૬૩ – યુ.એસ. ટપાલ વિભાગે ઝીપ કોડ અમલમાં મૂક્યો.
  • ૧૯૬૬ – કેનેડામાં પ્રથમ રંગીન ટેલિવિઝન પ્રસારણ ટોરોન્ટોથી શરૂ કરવામાં આવ્યું.
  • ૧૯૭૨ – ઈંગ્લેન્ડમાં સૌ પ્રથમ સમલૈંગિક ગૌરવ કૂચ યોજાઈ.
  • ૧૯૭૬ – પોર્ટુગલે મદેઇરાને સ્વાયત્તતા આપી.
  • ૧૯૭૯ – 'સોની' કંપનીએ વોકમેન (Walkman) રજુ કર્યું. (નાનું ટેપરેકોર્ડર)
  • ૧૯૮૦ – "ઓ કેનેડા" સત્તાવાર રીતે કેનેડાનું રાષ્ટ્રગીત બન્યું.
  • ૧૯૯૭ – ચીને હોંગકોંગ પરના ૧૫૬ વર્ષ જૂના બ્રિટીશ સંસ્થાનવાદી શાસનનો અંત આણી તેના પર પોતાનું સાર્વભૌમત્ત્વ સ્થાપ્યું.
  • ૨૦૦૨ – આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતની સ્થાપના વ્યક્તિઓ પર નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ અપરાધો અને આક્રમણના ગુના માટે કેસ ચલાવવા માટે કરવામાં આવી.
  • ૨૦૦૩ – હોંગકોંગમાં રાજદ્રોહ વિરોધી કાયદો પસાર કરવાના પ્રયાસો સામે ૫,૦૦,૦૦૦થી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું.
  • ૨૦૦૭ – ઈંગ્લેન્ડમાં તમામ સાર્વજનિક જગ્યાઓ પર ધૂમ્રપાન નિષેધનો કાયદો અમલમાં મૂકાયો.
  • ૨૦૧૩ – ક્રોએશિયા યુરોપિયન યુનિયનનું ૨૮મું સભ્ય બન્યું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૧ મહત્વની ઘટનાઓજુલાઇ ૧ જન્મજુલાઇ ૧ અવસાનજુલાઇ ૧ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૧ બાહ્ય કડીઓજુલાઇ ૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તત્વમસિદીપિકા પદુકોણપટેલઅભિમન્યુમુકેશ અંબાણીહિંદુ ધર્મના ઉત્સવોલોકશાહીઉદ્યોગ સાહસિકતાત્રિકમ સાહેબઆદિ શંકરાચાર્યસંજ્ઞાપાલીતાણાના જૈન મંદિરોવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનગરુડ પુરાણહુમાયુકાળકા માતા મંદિર, પાવાગઢલોક સભાપપૈયુંભગવદ્ગોમંડલસોમનાથશાહબુદ્દીન રાઠોડવારલી ચિત્રકળાપરશુરામમાન સરોવરભારતના રાજ્ય પ્રાણીઓની યાદીઅમદાવાદના દરવાજાકાકાસાહેબ કાલેલકરઇસ્લામપાણીગુરુત્વાકર્ષણઆયુર્વેદરાજા રામમોહનરાયઆંખઅમિત શાહકનૈયાલાલ મુનશીઘોરખોદિયુંકેનેડાઉંઝારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાવીર્યઝૂલતા મિનારાશુક્ર (ગ્રહ)ચક્રકરમદાંભારતીય રૂપિયા ચિહ્નક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭યુનાઇટેડ કિંગડમગુજરાતની ભૂગોળસુરતમહાવીર સ્વામીકુદરતી સંપત્તિશાકભાજીવાલ્મિકીલક્ષ્મણશિવાજીપુરાણગુજરાતી વિશ્વકોશચાંપાનેરરાજકોટ તાલુકોઉંબરો (વૃક્ષ)ધીરૂભાઈ અંબાણીસુંદરમ્રાજધાનીકુમારપાળશિક્ષકઝારખંડપૃથ્વીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારકમ્પ્યુટર હાર્ડવેરગાંધીનગર જિલ્લોસંસ્કૃતિબીજું વિશ્વ યુદ્ધગુજરાત વિદ્યા સભાવાયુનું પ્રદૂષણગોગા મહારાજપાકિસ્તાનનાથ સંપ્રદાય🡆 More